Translate

Search This Blog

Thursday, November 3, 2016

રામકથા જગતને સંદેશ, ઉપદેશ અને આદેશ આપે છે

રામકથા જગતને સંદેશ, ઉપદેશ અને આદેશ આપે છે


  • રામ ચરિત માનસના આધારે કહું તો જગતની અંદર જીવના ત્રણ પ્રકારો છે. આપણે બધા જ જીવો છીએ.એમાં મોટા ભાગના જીવો વિષયી હોય છે. પણ થોડા એમાંથી થોડાક ઉપર ઊઠેલા જીવો જેને 'રામચરિત માનસ' સાધક કહે છે, એ સાધ્ક જીવો છે.અને એમાંથી પાછા થોડાક વધારે ઊર્ધ્વગમન કર્યું હોય એવા જીવોને રામકથા સિદ્ધ કહે છે. આપણે જાણીએ છીએ, આપણે વિષયી છીએ. આપણા સંકલ્પો એટલા બધા પવિત્ર નથી હોતા. અને નાનકડો એવો પણ સંકલ્પ સહેજ બદલે તો બરકતમાં ફેર પડવા માંડે.



  • સંકલ્પની થોડીક અશુદ્ધિ માણસની ઊંચાઈને કેટલી પરાસ્ત કરે છે! આપણા સંકલ્પનું કોઈ ઠેકાણું નથી. સંતનો સંકલ્પ ભલે 'સ્વ' હોય. પરંતુ તુલસી કહે, કીર્તિ-સંપત્તિ-કવિતા સૌનું હિત કરતી હોવી જોઈએ. 'આ કવિતા હું મારા માટે લખું છું.' એમ કહેનાર માણસ જ એમ કહે છે કે કવિતા સર્વના સુખનું કારણ બનવી જોઈએ. એટલે સ્વપણું સર્વનું બને છે. 
  • તો શ્રી રામની આ મંગલમય કથા મારા-તમારા જેવા વિષયી જીવોને રોજ નવો સંદેશ આપે છે સાધક જીવોને ઉપદેશ આપે છે ને સિદ્ધપુરૂષ હોય એને આ કથા આદેશ આપે છે.


સંકલન : નીતિન વડગામા

Read full article at print edition of Divya Bhaskar daily dated 29-10-2016

No comments:

Post a Comment