હોતાને આહુતિ
યજ્ઞમાં આહુતિ આપનારને હોતા કહેવામાં આવે છે. પણ અહીં હોતાને આહુતિ આપવાનો ઉપક્રમ થયો છે. હરિશ્ચંદ્ર જોશી અને વિનોદ જોશીએ સંપાદિત કરેલો ગ્રંથ ‘આહુતિ’ 73 લેખ અને અસંખ્ય તસવીરો ધરાવે છે. આ યજ્ઞકાર્યમાં ગોપાળભાઇ પટેલ પણ જોડાયા અને એક પ્રજાકીય દાયિત્વ પૂરું થયું. મોરારિબાપુનો જન્મ 25 સપ્ટેમ્બર 1946 સ્વીકારીએ કે મહાશિવરાત્રી ધારીએ એમને સિત્તેર-ઇકોતેર વર્ષ થયાં. પાંચ દાયકાથી બાપુ શ્રોતાઓને ‘બાપ’ કહી વંદના કરતા આવ્યા છે,
ગામડાના કોઇક અંધારિયા ખૂણે બેઠેલાને શોધી શોધીને એને વ્યાસપીઠના અજવાળે લઇ આવ્યા છે. આ એકપક્ષીય પ્રેમનો બદલો લેવામાં સાહિત્ય, સંગીત, કલાના ક્ષેત્રે સક્રિય જાગ્રત નાગરિકો જોડાયા, બલકે કહો કે હરિશ્ચંદ્ર-વિનોદ: જોશીબંધુઓએ જોડ્યા એ એક સાંસ્કૃતિક ઘટના ગણાશે. એનું દસ્તાવેજી મહત્ત્વ સ્વીકાર પામશે. મોરારિબાપુ વિશે ઘણું જાણનારને પણ અહીં કશુંક વધુ મળી આવશે. પ્રો.રાજેશ પંડ્યા અનુ-આધુનિક યુગના તેજસ્વી સર્જક-વિવેચક છે. એવા જ પરંપરાના સંનિષ્ઠ જાણતલ છે. લખે છે:
No comments:
Post a Comment