ગ્રંથનું વાચન એ શ્રવણભક્તિ છે
મને એવું લાગે કે તમે એક ગ્રંથ લો, તો તમે શ્રવણ કરો છો. ગ્રંથનું વાચન કરવું એ શ્રવણ ભક્તિ છે. કોઇ પણ પુસ્તકને એકાગ્ર ચિત્તથી જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એ અક્ષરો બોલતા સંભળાય છે, શબ્દો આપણી સાથે વાતો કરે છે, એ શબ્દનો કવિ આપણી સાથે વાતો કરે છે. મારો આ અનુભવ છે એટલે કહું છું. મેઘાણી કહે, ‘ઘણ રે બોલે ને એરણ સાંભળે’, એક જડ પદાર્થ જો બોલતો હોય, તો આ તો સાક્ષાત્ શબ્દબ્રહ્મ છે. એટલે વાચક મારી દૃષ્ટિએ શ્રવણભક્તિ કરે છે.
(સંકલન : નીતિન વડગામા)

No comments:
Post a Comment