પરમાત્મા જગત બનાવતા નથી, તેઓ સ્વયં જગત બની જાય છે
- પરમાત્મા જગત બનાવતા નથી, તેઓ સ્વયં જગત બની જાય છે. તેઓ જગતના સ્રષ્ટા નથી, પરંતુ સ્વયં સ્રષ્ટા બની ગયા છે. એમને કહેવાય છે, ‘સીયરામમય સબ જગ જાની.’ કેરીની જે ગોટલી છે એ કેરી નથી બનાવતી. ગોટલી સ્વયં આંબો બની જાય છે. જેવી રીતે કેરીની ગોટલી ખુદ આંબો બની છે, એવી રીતે જ પરમાત્મા ખુદ જગત બન્યા છે. રમણ મહર્ષિની બોલીમાં પરમાત્મા ક્રિએટર નથી. એ સ્વયં અસ્તિત્વ બની ચૂક્યા છે.
- બ્રહ્માંડ વિધાતાની રચના છે. આ દેહરૂપી બ્રહ્માંડ મા-બાપની રચના છે. પરંતુ અંદર એક ચેતનાનું બ્રહ્માંડ છે. એના વિધાતા સદ્્ગુરુ છે. ત્યાં વિધાતાનો અર્થ છે સદ્દગુરુ. ગુરુ નિર્માતા છે, ગુરુ નિયામક પણ છે. ગુરુ નિર્માણ અને નિયંત્રણ બંને કરે છે. એ રીતે એ સત્તાથી વ્યાપ્ત આખું જગત છે.
No comments:
Post a Comment