રામ કથા
માનસ મહિમ્ન
Wembley, London
શનિવાર, ૧૨/૦૮/૨૦૧૭ થી રવિવાર, ૨૦/૦૮/૨૦૧૭
મુખ્ય પંક્તિ
बिस्वनाथ मम नाथ पुरारी ।
त्रिभुवन महिमा बिदित तुम्हारी ॥
सोपि राम महिमा मुनिराया ।
सिव उपदेसु करत करि दाया ॥
૧
શનિવાર, ૧૨/૦૮/૨૦૧૭
રામ ચરિત માનસમાં ૨૭ તત્વોનો મહિમા ગાવામાં આવ્યો છે.
ભગવાન મહાદેવના ૭ ગુણોનો મહિમા રામ ચરિત માનસના ૭ કાંડમાં ગાવામાં આવ્યો છે.
ત્રિભુવન ગુરુમાં ૭ પ્રકારના ગુણોનો મહિમા હોય.
ગુરુ 6 પ્રકારના હોય.
૧ ગુરુ
૨ શ્રીગુરુ
૩ કૂલગુરુ
૪ ધર્મ ગુરુ
૫ સદ્ગુરુ
૬ ત્રુભુવન ગુરુ
શિવ ભગવાનના ૭ ગુણો છે જે મહિમાનાં ૭ કેંદ્ર છે.
૧ તપ
૨ તેજ
૩ તીર્થ
૪ તારુણ્ય
૫ તત્પરતા
૬ ત્યાગ
૭ તૃપ્તિ
બાલકાંડમાં તપનો મહિમા છે.
શિવના તપનો મહિમાનો કાંડ બાલકાંડ છે.
અયોધ્યાકાંડ ત્યાગના મહિમાનો કાંડ છે.
અરણ્યકાંડ તીર્થના મહિમાનો કાંડ છે.
કિષકિન્ધાકાંડ તારૂણ્યના મહિમાનો કાંડ છે.
સુંદરકાંડ તત્પરતાના મહિમાનો કાંડ છે.
લંકાકાંડ તેજના મહિમાનો કાંડ છે જેમાં રાવણની તેજસ્વીતાનું ગાયન છે. અંત સમયે રાવણનું તેજ ભગવાન રામના તેજમાં સમાઈ જાય છે.
ઉત્તરકાંડ પરમ વિશ્રામનો કાંડ, તૃપ્તિનો કાંડ છે.
વિવેક પૂર્ણ જીવન જીવવું એ ગણેશ પૂજા છે.
તમસો મા જ્યિતિરગમય એ સૂર્ય પૂજા છે.
વિશ્વના કલ્યાણની નિરંતર ભાવના એ શિવ પૂજા છે, શિવજીનો નિરંતર અભિષેક છે.
શ્રદ્ધામાં જીવવું અને બીજાની શ્રદ્ધા તોડવી નહીં એ દુર્ગા પૂજા છે.
વિશાળ - વ્યાપક વિચાર વિષ્ણુ પૂજા છે.
ગુરુમાં ગણેશ, ગૌરી, શિવ, સૂર્ય અને વિષ્ણુ એ પાંચેય સમાવિષ્ઠ છે.
બુદ્ધ પુરૂષ નિદાન કરે જ્યારે બુદ્ધુ નીંદા કરે.
૨
રવિવાર, ૧૩/૦૮/૨૦૧૭
લક્ષ્ય - સાધ્ય પવિત્ર હોય તેની સાથે સાથે લક્ષ્ય પ્રાપ્ત કરવાનું સાધન પણ શુદ્ધ હોવું અતિ આવશ્યક છે.
રાવણ અને તેની બહેન સુરપંખા, આ બંનેનું લક્ષ્ય પવિત્ર છે. રાવણ સીતાને ચાહે છે, ભક્તિને ચાહે છે, ભક્તિને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય છે અને સુરપંખાને રામને પ્રાપ્ત કરવા છે, બ્રહ્મને પ્રાપ્ત કરવા છે, બ્રહ્મને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય છે. પણ આ બંને ભાઈ બહેન તેમનાં લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અપિવત્ર - અશુદ્ધ સાધનનો ઉપયોગ કરે છે.
કડકડતી ઠંડીમાં ચોરેલો ધાબળો જેટલું ઠંડીથી રક્ષણ આપે તેના કરતાં પોતે ખરીદેલો ધાબળો જે ઓછો કિંમતી હોય તો પણ પેલા ચોરેલા ધાબળા કરતાં વધારે રક્ષણ આપે.
સાધન શુદ્ધિ બહું જરૂરી છે.
કોઈની પાસેથી ઝુંટવી લીધેલું અમૃત અમર તો કરશે પણ અભય નહીં કરી શકે.
કર્મ, જ્ઞાન, ભજન વગેરે ભક્તિ છે.
જ્ઞાન એટલે વિવેક, સમજ, સાવધાની. આવું જ્ઞાન પણ ભજન છે.
રામના વારસદાર કોણ છે?
આમ તો રામના વારસદાર લવ અને કુશ છે.
અને રામ બ્રહ્મ છે અને આપણે બધા પણ બ્રહ્મના અંશ હોવાના નાતે આપણે બધા પણ રામના વારસદાર છીએ જો આપણામાં લવપણું અને કુશપણું હોય તો.
લવ એ ભારતીય કાળ ગણનાનો એક ભાગ છે, ક્ષણિક કાળને લવ કહેવાય છે. જે લવમાત્ર - ક્ષણિક સમય માટે પણ જો કોઈ બુદ્ધ પુરૂષના સાનિધ્યમાં જાય તો તે બ્રહ્મ રામનો વારસદાર છે.
કુશ એટલે અત્યંત સાવધાન બની કુશળતા પ્રાપ્ત કરવી.
એટલે કે જે સત્સંગી છે અને જાગૃત છે તે બ્રહ્મનો વારસદાર છે.
કલિયુગમાં જપનું મહત્વ છે પછી ભલે જપ કરતાં કરતાં - માળા ફેરવતાં ફેરવાતાં મન સ્થિર ન રહે અને આમ તેમ ભટક્યા કરે.
રામ નામ લેનાર રામ કાર્ય કરે તો જ તે ભજન કહેવાય.
ગુણાતીત પ્રભાવ, સરલ સ્વભાવ - રાંક સ્વાભાવ અને અભાવ ગ્રસતતા - ફકિરી જેનામાં હોય તે મહિમાવંત છે, તેનો મહિમા હોય.
શંકરનો પ્રભાવ ગુણાતીત છે કારણ કે તેની ચપટી ભભૂતમાં કુબેરનો ખજાનો ભરેલો છે.
ચિત્રકૂટમાં પાંચ વ્યક્તિને માયાની અસર થતી નથી. ભરત, જનક મહારાજ, મુનિગણ, સચિવ અને જાગૃત સાધુગણને માયાની અસર થતી નથી.
સાધુ તો ચલાતા ભલા એવું કહેવાય છે. પણ તેની સાથે સાથે સાધુ તો જાગતા ભલા તેમજ સાધુ તો ભજતા ભલા એવું પણ ઊમેરી શકાય.
શંકર અભાવ ગ્રસ્ત છે. પણ તેમની ભસ્મ વિભૂતિ છે.
ભગવાન શંકર પાસે જે ત્રણ પાયાનો ખાટલો છે તે શૈયા નથી પણ સમાધિ છે.
અઘોર મંત્ર એટલે શાંતિ મંત્ર, ભયાનક મંત્ર નહીં.
રામ મંત્ર એ શાંતિ મંત્ર છે, અઘોર મંત્ર છે.
માનસ એ મહાદેવ છે.
જેમ શિવજીની જટામાંથી ગંગધારા વહે છે તેમ માનસમાંથી વહેતી અવિરત ચોપાઈ માનસની ગંગધારા છે.
માનસનાં સોરઠાં એ ભગવાન શિવનું ત્રિપુંડ છે.
સત્ય, પ્રેમ અને કરૂણા એ માનસરુપી શંકરનાં ત્રિનેત્ર છે જેમાં સત્ય જે જમણી આંખ છે તે સૂર્ય છે, પ્રેમ જે વચ્ચેની આંખ છે તે અગ્નિ છે અને કરૂણા જે ડાબી આંખ છે તે ચંદ્ર છે.
પ્રેમ નગર મત જાના ......
માનસના દોહા એ માનસ શંકરની જટાજુટ છે.
દોહાને સમજવો બહું અઘરો છે.
જટા બાંધવી અઘરી છે પણ ત્રિપુંડ કરવું સહેલું છે.
માનસના છંદ એ શંકરના ભુજંગ છે. અનેક પ્રકારના છંદ શંકરના નાના મોટા ભુજંગ છે.
રૂદ્રાષ્ટકનો એક બંધ પાર્વતીએ દુર્ગા રાગમાં ગાયો છે. રુદ્રાષ્ટકમાં ૮ બંધ ૮ રાગમાં ગાવામાં આવ્યા છે.
ગણેશે એક બંધ સરસ્વતી અથવા ભોપાલી રાગમાં એક બંધ ગાયો છે.
માનસના સોરઠા ત્રિપુંડ છે.
માનસના સંસ્કૃત શ્લોક એ શંકરનો બાલચંદ્ર છે, ચંદ્રબિંબ છે, જેમાં કોઈ કલંક નથી.
માનસના શ્લોકમાં કોઈ ત્રૂટી નથી.સંસ્કૃત શ્લોક બહું શોભાયમાન છે, શોભા છે, આભા છે.
તુલસીના જીવનમાં આવેલી વિષમ પરિસ્થિતિ એ વિષ છે.
વિષમ પરિસ્થિતિનું વિષ કંઠમાં ધારણ કરનાર શંકર છે.
વિષને પી ન શકાય, વમન પણ ન કરી શકાય પણ કંઠમાં જ રખાય. વિષમ પરિસ્થિતિને કઠની શોભા બનાવવી પડે.
માનસની ૨૭ ઘટના છે જેનો મહિમા છે.
માનસમાં પહેલી મહિમાની ઘટના સતસંગ છે.
૧ સતસંગ પ્રથમ મહિમા ગાન છે.
સતસંગ એટલે સત્ નો સંગ કરવો, સત્યના સંગી થઈ જવું.
સંત સમાગમ દુર્લભ ભાઈ ....
૨ માનસનું બીજું મહિમા ગાન સાધુ મહિમા છે.
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની વાણી પણ સાધુ મહિમા ગાવામાં અસફલ રહી છે.
જો આનંદ સંત ફકિરીમેં .... બ્રહ્માનંદ
સત કર્મ કરે અને છતાંય ચૂપ રહે તે સાધુ.
સાધુની આંખમાં શિકારી ભાવ ન હોય પણ પૂજારી ભાવ હોય.
સદ્ગુરુ શાસ્ત્રોનું પુનર્જીવન છે. ......ઓશો
જેના આચરણમાં શાસ્ત્રનું વાસ્તવિક અનુસરણ હોય તે સાધુ છે.
સાધુ પોતાના માટે ન ખાય પણ સામાવાળાની ખુશી માટે ખાય.
કોઈના જીવનમાં બાધક ન બને તે સાધુ છે.
અરણ્યકાંડમાં ભગવાન રામ નારદજીને સાધુનાં લક્ષણ બતાવે છે.
૩
સોમવાર, ૧૪/૦૮/૨૦૧૭
જે કલા/વિદ્યા અભય ન કરે તો તેના મૂળમાં કંઈક ક્ષતિ છે.
જે વિદ્યા અભય ન કરે તે વિદ્યા વિદ્યા નથી પણ અવિદ્યા છે.
પોતાનો સ્વભાવ સુધારવા નહીં કે બીજા ઉપર પ્રભાવ પાડવા, જીંદગીભર શિખતા રહો.
I will wait here for your silence to break.
I will be waiting here to awake your soul.
શ્રેષ્ઠ કલા કે વિદ્યામાં જો કોઈ ક્ષતિ હોય તો તે પણ સરાહનીય છે.
શ્રેષ્ઠ મહાપુરુષ કે વ્યક્તિમાં જો કોઈ કમજોરી હોય તો તે પણ સરાહનીય છે.
Handsome is there who does handsome.
શિવની પાસે જે તત્વો છે તે બધાં અમંગલ હોવા છતાં મંગલમય લાગે છે.
માનસમાં ત્રીજો મહિમા નામનો છે.
કલિયુગમાં કેવળ નામનો મહિમા છે.
નામ ભગવાન શ્રેષ્ઠ દાની છે.
રામ નામ કલિયુગનું કલ્પતરુ છે.
૪
મંગળવાર, ૧૫/૦૮/૨૦૧૭
આપણા રાષ્ટ્રધ્વજના ત્રણ રંગ, કેસરી, સફેદ અને લીલો છે અને વચ્ચે અશોક ચક્રનું ચિહ્ન છે.
આ ત્રણ રંગ અને ચક્રના વ્યાસપીઠના વ્યક્તિગત મત અનુસારના અર્થ નીચે પ્રમાણે છે.
સફેદ રંગ સત્યનો રંગ છે કારણ કે સત્ય હંમેશાં સફેદ, ધવલ, શ્વેત હોય છે.
તેથી જ આપણે શ્વેતપત્ર બહાર પાડવાનો આગ્રહ કરીએ છીએ. શ્વેત પત્ર એટલે સત્ય ઉદ્ઘોષિત કરતું લખાણ.
ગેરુઓ રંગ - કેસરી રંગ પ્રેમનો રંગ છે.
લીલો રંગ કરુણાનો રંગ છે. આખો દેશ હરિભર્યો રહે, કરુણા બધામાં રહે.
આમ રાષ્ટ્રધ્વજના ત્રણ રંગ સત્ય, પ્રેમ અને કરુણાના રંગ છે અને વચ્ચેનું ચક્ર એ સુદર્શન - સાચું દર્શન છે.
સત્ય, પ્રેમ અને કરુણાનું સુ દર્શન - સાચું દર્શન કરવું એ ચક્ર છે, સુદરદર્શન ચક્ર છે.
રાષ્ટ્રધ્વજને ફરકાવવા માટે જે સ્થંભ છે તે દંડ છે.
આ દંડ શરણાગતીનું પ્રતીક છે.
શરણાગતી કરાવવા માટે દંડનો ઉપયોગ કરાય છે, બીજાને પરાણે શરણાગત કરવામાં આવે છે.
પ્રેમ - મહોબતથી પણ બીજાને શરણાગત કરી શકાય.
જેમ દંડ સ્થિર હોય, અડગ હોય તેમ શરણાગતી પણ સ્થિર હોવી જોઈએ, અડગ હોવી જોઈએ.
શરણાગતી વ્યભિચારીણી - આમ તેમ ભટકતી ન હોવી જોઈએ પણ સ્થિર હોવી જોઈએ, અડગ હોવી જોઈએ.
શરણાગતી ફક્ત એકની જ કરાય અને ફક્ત એક વાર જ કરાય.
જેમ રાષ્ટ્ર ધવજ ફરકતો રહે છે અને તેનો દંડ સ્થિર હોય છે તેમ સત્ય, પ્રેમ કરુણા ફરકતી હોવી જોઈએ અને શરણાગતી સ્થિર હોવી જોઈએ.
આમ રાષ્ટ્રધવજના કેસરી, સફેદ, અને લીલા રંગના સત્ય, પ્રેમ અને કરુણા સ્થિર શરણાગતીમાં વિશ્વમાં ફેલાતા રહે એ અર્થ થાય.
મહાભારતમાં પહેલાં કૃષ્ણ જ શરણાગતી સ્વીકારી લે છે અને પછી અર્જુનને શરણાગતી સ્વીકારવા કહે છે. કૃષ્ણ અર્જુનને ગીતા સંભળ્યા પછી કહે છે કે મારે જે કહેવાનું હતું તે કહી દીધું હવે તારે (અર્જુનને) જે કરવું હોય તે કર. આ કૃષ્ણની શરણાગતી છે. આવું થયા પછી અર્જુન શરણે આવે છે અને કહે છે કે તમે જે કહેશો તે પ્રમાણે કરીશ.
ગીતા’માં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, 'સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ્ શરણં વ્રજ અહંત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શૂચ:’ ( સર્વ ધર્મ છોડીને તું મને એકને શરણે આવ. હું તને સર્વ પાપોથી છોડાવીશ, તું શોક ન કર.)
કૃષ્ણને યાદ ન કરવો પડે, કૃષ્ણ યાદ જ રહે.
સરયુ નદીનો મહિમા
નદીનો પ્રવાહ અંદરથી પવિત્ર હોય અને બહારથી સ્વચ્છ હોય તે પ્રવાહ મહિમાવંત છે.
સરજું માન સરોવરમાંથી પ્રગટે છે એટલે તે પવિત્ર જ હોય.
માનસ એટલે શંકરનું હ્મદય. આવા હ્મદયમાંથી નીકળેલ પ્રવાહ પવિત્ર જ હોય. અને આવો પ્રવાહ લોક અને વેદના બે કિનારા વચ્ચે વહ્યા કરે છે.
આતંકવાદીને રોટલો મળે છે તો આતમવાદીને કેમ ન મળે?
પગપાળા ચાલતા સત્યને અસત્ય જે ઘોડેસવાર હોય તો પણ પકડી ન શકે.
માતા પિતાનો મહિમા
કૌશલ્યા દશરથનો મહિમા
જે માતા પિતા ૫ પ્રકારોના સંકટોથી (નીચે દર્શાવેલ ૫ સંકટ) ઉગારે તેવા માતા પિતા મહિમાવંત છે.
૧ ધર્મ સંકટ
૨ પ્રાણ સંકટ
૩ રાષ્ટ્ર સંકટ
૪ પારિવારિક સંકટ
૫ પ્રેમ સંકટ
ધર્મ એટલે સત્ય, ધર્મ એટલે વાયદો, આમ ધર્મ સંકટ એટલે સત્ય પાળવા જતાં આવતું સંકટ, વાયદો કે વચન નિભાવવા જતાં આવતું સંકટ.
જ્યારે કૈકેયીએ તેને આપેલ વરદાન માગે છે ત્યારે તેના પાલનમાં દશરથ રાજા ધર્મ સંકટ અનુભવે છે.
ધરમુ ન દૂસર સત્ય સમાના
આગમ નિગમ પુરાન બખાના
પ્રાણ સંકટ
મા કૌશલ્યા પારિવારિક સંકટનું નિવારણ કરે છે.
નાથ સંપ્રદાય નાથ શબ્દની ૫ વ્યાખ્યા વર્ણવે છે.
૧ અત્યંત સહનશીલતા જેનામાં હોય તે નાથ થવા માટે પાત્ર છે.
૨ અંદરથી એકદમ સ્વસ્થ હોય તે નાથ થવા માટે યોગ્ય છે.
સ્થિતપ્રજ્ઞ બુધ્ધિમાં બધા શાસ્ત્રોનું અવતરણ થાય છે.
સ્થિતપ્રજ્ઞ બુધ્ધિ એટલે ઠરેલ બુધ્ધિ, સ્થિર બુધ્ધિ.
ગંગાસતીની બુધ્ધિ સ્થિર છે, સ્થિતપ્રજ્ઞ છે અને તેથી ગંગાસતીમાં બધા શાસ્ત્રોનું અવતરણ થયેલ છે. ગંગાસતી કેટલું ભણ્યા હશે તે એક પ્રશ્નાર્થ છે.
સ્થિર બુધ્ધિનો પાઠ કયો અને તેની પાઠશાળા કઈ?
એકાંત એ સ્થિર બુધ્ધિ પ્રાપ્ત કરવાની પાઠશાળા છે અને મૌન તેનો પાઠ છે.
૩ ઉદારતા - ઔદાર્ય, જેનામાં ઉદારતા હોય તે નાથ થવા માટે યોગ્ય છે.
૪ જેનામાં સુકોમળતા હોય, સંવેદનશીલતા હોય તે નાથ બનવા માટે યોગ્ય છે.
૫ જેનામાં મુખરતા ન હોય પણ મૌન હોય તે નાથ બનવા માટે યોગ્ય છે.
ભક્તિ શિવ આપે જ્યારે શક્તિ જગદંબા આપે.
ઈંદ્રને વહેમ બહું પડે, શંકા સંદેહ ઈંદ્રનો પર્યાય છે.
ઈંદ્રને એક બહેન છે જે આંધી છે અને તેને એક ભાઈ છે જે તોફાન છે.
શંકા, સંદેહ પડે એટલે આંધી આવે અને તોફાન પણ આવે.
સત્સંગનું આયોજન ન થાય, સત્સંગ ગમે ત્યારે ગમે ત્યાં થઈ જાય.
વિશ્વાસ જાગૃત કરે જ્યારે સંદેહ અંધ બનાવી દે.
પંચજન્ય શંખમાંથી પાંચ પ્રકારના ધ્વની નીકળે.
ઈશ્વર પરીક્ષાનો વિષય નથી પણ પ્રતિક્ષાનો વિષય છે.
શંકર ભગવાન ૮૭ હજાર વર્ષ સમાધિમાં રહે છે અને સમાધિમાંથી બહાર આવતાં રામ રામ ઉચ્ચારે છે. સમાધિનું ફળ રામ નામ છે.
૫
બુધવાર, ૧૬/૦૮/૨૦૧૭
What you seek is seeking you. Jalaludin Rumi
હરિ ન વિસારે, તેને હરિ ના વિસારે ..... પ્રેમાનંદ
જે આંસુની માળા જપે તેના માટે હરિ તેની મુઠ્ઠીમાં છે.
રામ અતર્ક્ય છે. રામ વિશે તર્ક ન કરાય.
રામ ચરિત માનસમાં વિસ્મય - રહસ્યનો મહિમા ગાવામાં આવ્યો છે.
वह (ब्रह्म) बिना ही पैर के चलता है, बिना ही कान के सुनता है, बिना ही हाथ के नाना प्रकार के काम करता है, बिना मुँह (जिव्हा) के ही सारे (छहों) रसों का आनंद लेता है और बिना ही वाणी के बहुत योग्य वक्ता है॥3॥
ઈશ્વર જ એક એવો છે જે વગર સત્તાએ આખા બ્રહ્માડમાં સત્તા ભોગવે છે.
અષ્ટ સિધ્ધિ અને નવ નિધિ એટલે આઠ પ્રકારની શુધ્ધિ અને નવ પ્રકારની ભક્તિ.
૬
ગુરુવાર, ૧૭/૦૮/૨૦૧૭
જે માર્ગ આપણને ૨૪ કલાક પવિત્ર રાખી શકે તે માર્ગ શ્રેષ્ઠ માર્ગ છે.
પોતાની રચના કોને પ્રિય ન લાગે?
દુનિયા સામે જોઈને (દુનિયા શું કહેશે તેવો વિચાર કરીને) સાધના થઈ જ ના શકે. દુનિયા તો આમ પણ બોલે અને તેમ પણ બોલે. તેથી વિજળીના ચમકારે મોતી પરોવી લેવું જ હિતાવહ છે.
ભજન કરનારે દુનિયાના અભિપ્રાયને મહત્વ આપવું જોઈએ નહીં.
બ્રહ્મ અને બાવુ - ભાવા માટે વપરાતો શબ્દ - એક જ જાતિના - નાન્યતર જાતિના છે.
સદ્ગુરુ, બુધ્ધ પુરુષ કલ્પતરુ છે, જેના આશ્રયે ચિંતન મનનની સ્થિતિમાં બદલાવ આવે.
ચરિત્ર દેખાય પણ મહિમા મહેસુસ થાય.
શાંતિ દેખાય નહીં પણ મહેસુસ કરાય.
જે અંદરથી શાંત હોય તેને કોણ આવે છે અને કોણ જાય છે તેની ખબર જ ન હોય. તેને કોઈ વિક્ષેપ ન પાડી શકે.
જેની પાસે શ્રવણીય વિજ્ઞાન હોય (સાંભળવાની આવડત હોય) તો તે ટોળામાં પણ એકાંત અનુભવી શકે.
ચરિત્રને જુઓ.
મહિમાને મહેસુસ કરો, સાંભળો, વિવેક બુદ્ધિથી સાંભળો.
લીલાને માણો, લીલાનો રસ લો.
પ્રભુ ક્યારેક ક્યારેક જીવને સંજય દ્રષ્ટિ આપે છે.
માનસમાં ૫ ચરિત્ર મહિમાવંત છે જે માનસનું પંચામૃત છે.
૧ રામ ચરિત્ર જેમાં સીતા ચરિત્ર સમાવિષ્ટ છે.
રામ ચરિત્રનું દર્શન મંગલકારી છે.
૨ શિવ ચરિત્ર જેમાં પાર્વતી ચરિત્ર સમાવિષ્ટ છે.
શિવ ચરિત્રનું દર્શન કલ્યાણકારી છે.
૩ ભરત ચારિત્ર
ભરત ચરિત્રનું દર્શન પ્રેમ પ્રગટ કરે. ભરત ચરિત્ર બધા ધર્મોનો સમન્વય છે, આધર સ્તંભ છે, ભાઈચારો પ્રગટ કરે છે. અત્યંત પ્રેમ ક્યારેક જડતા પેદા કરે જેથી ભરત તેની માતા કૈકેયીને કટુ શબ્દો કહે છે. બધા ધર્મોનાં મૂળ સિધ્ધાંત ભરતમાં છે.
૪ હનુમંત ચરિત્ર
હનુમંત્ર ચરિત્રનું દર્શન ઊર્જા પ્રગટ કરે જે ઊર્જા શાંતિની શોધ કરે, સેતુબંધ કરે.
૫ કાગભૂષંડીનું ચરિત્ર
ભૂષંડી ચરિત્રનું દર્શન ગુરુ નિષ્ઠા પ્રગટ કરે, પોતાના બુધ્ધ પુરૂષમાં નિષ્ઠા વર્ધન કરે.
પાદૂકાના કેંદ્રમાં કૃપા હોય છે. કૃપા વિના પાદૂકા શક્ય નથી. પાદૂકા બનાવવામાં વપરાતું મટેરીયલ સ્થુલ છે. પાદૂકા એક આધાર છે.
જ્ઞાન વિરાટ બનાવે જ્યારે ભક્તિ વિરાટને પોતાની ગોદમાં સમાય તેવો વામન બનાવે.
૭
શુક્રવાર, ૧૮/૦૮/૨૦૧૭
ફૂલ કોઈના બાગનું હોઈ શકે, બાગમાં સિમિત રાખી શકાય પણ તેની સુગંધ હવાના સહારે ગમે ત્યાં ફેલાઈ શકે, સુગંધને સિમિત ન કરી શકાય, બાંધી ન શકાય, સુગંધ બંદી ન બની શકે.
હરિ વ્યાપક સર્વત્ર સમાના
ગંગાનો મહિમા
જય જય ભગીરથ નંદીની
ગંગા ભક્તિ છે.
ભક્તિ રૂપી ગંગા શિવના મસ્તકમાં જ રહી શકે અને કોઈ અધિકારી મળે તો શિવજી એકાદ લટ છોડી ભક્તિનું દાન કરે.
શિવ ભક્તિના દાતા છે તેમજ મુક્તિના દાતા છે.
શિવે આપેલ ભક્તિને ભગીરથ જેવા ભક્ત વ્યાપક રૂપ આપી સર્વ જન હિતાય વિતરણ કરે વિસ્તાર કરે, ફેલાવે.
ચિત્રકૂટ મહિમા
ચિત્રકૂટ અતિ વિચિત્ર....
આપણે જે ઈચ્છીએ છીએ તે મળતું નથી અને જે મળે છે તે ગમતું નથી અને જે ગમે છે તે ટકતું નથી. આવી પરિસ્થિતિનો એક જ ઉપાય છે કે કોઈ ઈચ્છા જ ન કરવી, ન રાખવી.
મંદાકિની નદી જેને અત્રિ ઋષિ પત્ની અનસુયાએ ઊતારી છે તે પણ ગંગા જ છે.ભારતીય માતૃ શરીર પણ ગંગા અવતરણ કરવા સક્ષમ છે.
બુધ્ધ પુરુષ કોઈના ઘરે ભોજન કરે ત્યારે તે બુધ્ધ પુરૂષ યજમાનના ઘરનું અન્ન નથી આરોગતા પણ યજમાનના પેઢીઓના પાપનું ભક્ષણ કરે છે. જ્યારે આપણા પાપ ઘટે ત્યારે પ્રસન્નતા આવે છે અને તેથી જ જ્યારે બુધ્ધ પુરૂષ ભોજન કરે છે ત્યારે આપણે પ્રસન્ન થઈએ છીએ. આમ જ્યારે પ્રસન્નતા આવે ત્યારે તે મોક્ષ છે. પ્રસન્ન ચિતે પરમાત્મા દર્શનમ્ એવું શંકરાચાર્ય ભગવાનનું નિવેદન છે.
અન્નક્ષેત્ર એ જીવતા જાગતા બ્રહ્મક્ષેત્ર છે.
સૌંદર્યની શોધ સારી છે પણ સૌંદર્યની શોધ કરતાં કરતાં ભટકાઈ જવું એ ખરાબ છે.
રામ રતિ અને કામ રતિ બંનેમાં કામ રતિ ક્ષણભંગુર છે જ્યારે રામ રતિ શાસ્વત છે.
રામ રસ અને કામ રસ બંને આવશ્યક છે.
વિચાર મુક્ત થવાની જરૂર છે, વિહાર મુક્ત થવાની નહીં.
સાધુને કોઈ પાપી દેખાતો જ નથી.
૮
શનિવાર, ૧૯/૦૮/૨૦૧૭
પ્રેમનો અભાવ જ દ્વૈષ છે.
કથા કથન કરતાં કે શ્રવણ કરતાં જો થાક લાગે તો તે કથાનું અવમુલ્યન છે.
ભરત મહિમા
ભરત મહાન મહિમા જલ રાશી
મુનિ મતિ ....
ભરતનો મહિમા જ નથી પણ તે મહા મહિમા છે.
ભરત મોહ નથી પણ પ્રેમ છે.
ભરતની ભક્તિનો મહિમા, ભરતની રતિનો મહિમા, ભરતની નીતિનો મહિમા, ભરતના વચનનો મહિમા, ભરતના ત્યાગ વખતે તેના હ્મદયની ઊર્મિઓનો મહિમા મહાન છે.
પરમાત્માને આપણા આંસુઓનો અવાજ જ સંભળાય છે.
ગોપી જન ઋષિ રૂપા (ઋષિ ગણ) છે, શ્રુતિ રૂપા (વેદની રુચાઓ) છે.
ભરત (ભરતની ચેતના) એક મહા ગોપી છે.
પ્રારબ્ધની રેખાઓ બદલી શકાય પણ નિયતિ ન બદલી શકાય. નિયતિ એટલે અમુક કાળે અમુક વિષય અમુક રીતે થવો જોઈએ એવો વિધાતાનો કરેલો નિયમ.
પરમાત્મા પણ નિયતિને કબુલ રાખે છે.
બુધ્ધ પુરૂષ - મહા પુરૂષ પ્રારબ્ધની રેખાઓને બદલવા સક્ષમ હોય છે.
નિયતિ એ હરિ ઈચ્છા છે જ્યારે પ્રારબ્ધ એ પોતાના કર્મોનાં લેખાંજોખાં છે.
પહોંચેલો ફકિર કર્મનાં લેખાંજોખાંને બદલી શકવા સક્ષમ છે, આવો ફકિર દુઃખ દૂર કરી શકે.
હરિ ઈચ્છા ભાવિ બલવાન ..... એવું શંકર ભગવાન બોલે છે.
પ્રારબ્ધ અને નિયતીમાં ફેર છે.
રામ ચરિત માનસ એ મહામંત્ર છે જે કર્મનાં લેખાંજોખાં બદલી શકે.
આપણે ત્રિસંધ્યામાં માનીએ છીએ.
આપણે સવારે ઊઠીએ એ એક હરિ કૃપા છે કે હરિએ આપણને એક દિવસ આપ્યો. આવી હરિની કૃપા અનુભવતાં અશ્રુ આવે તે સવારની સંધ્યા છે.
કોઈ અકિંચનને આપણી ક્ષમતા પ્રમાણે સહાય કરવી એ બપોરની સંધ્યા છે. કોઈ માટે સારાં વચન કહેવા એ પણ એક સહાય જ છે. બપોરે સૂર્ય ઉપર હોય એટલે કે આપણી ક્ષમતા ટોચ ઉપર હોય, શિખરે હોય. આવા સમયે જ અકિંચનને સહાય કરવી જોઈએ.
આખા દિવસ દરમ્યાન જાણે અજાણે થઈ ગયેલ ભૂલો માટે પરમાત્માની ક્ષમા યાચના રાતે કરવી એ રાત્રી સંધ્યા છે.
હરિ તુમ બહુત અનુગ્રહ કિન્હો....
હમ રંક પર રીસ ન કીજે, કરૂણાસિંધુ કહાવે.
શ્યામ વિના વ્રજ સુનું લાગે.
કથાનું ગાયન, શ્રવણ મહામંત્રનો જાપ છે.
આપણે શું છીએ એના કરતાં શું હતા તે યાદ રાખો.
ભરતના નામનો જાપ મહિમા જપવાથી અનેક લાભ થાય. રામ પણ ભરતનું નામ જપે છે.
કલિયુગનું સરલ સાધન હરિનામ જપ જ છે.
પ્રેમના પ્રવાહને સમજવા બુદ્ધિને કિનારે ઊભી રાખવી પડે.
જપ કરવાની ત્રણ પધ્ધ્તિ છે, કર્મના સિદ્ધાંત મુજમ, જ્ઞાનના સિધ્ધાંત મુજબ અને ભક્તિના સિધ્ધાંત મુજબ.
કર્મના સિધ્ઘાંત મુજબ જપ કરવાની શાસ્ત્રીય પધ્ધ્તિ છે. દા.ત. અનુષ્ઠાન કરવું વગેરે. આમાં તપ કરવું પડે.
જપ કરવાથી ઊર્જામાં વધારો થાય છે.
જ્ઞાન માર્ગ પ્રમાણે જપ કરવા માટે સમજ પૂર્વક જપ કરવા પડે. મૂલ્ય સમજી જપ કરવા પડે, નિરૂપણ પધ્ધતિથી જપ કરવા પડે.
ભક્તિ માર્ગ પ્રમાણેના જપ એટલે નિષ્કામ જપ જેમ કે ભાય કુભાય અનંત આલસ નામ જપત મંગલ...
ગમે ત્યારે ગમે ત્યાં કોઈ પણ હેતુ વિના જપ કરવા એ ભક્તિ માર્ગના જપ છે.
દ્રૌપદીના વસ્ત્રાહરણના પ્રસંગે દ્રૌપદી ગોવિંદ નામનો જાપ કરે છે અને તેથી તેની લાજ જતી નથી પણ વસ્ત્રાહરણ કરનાર કૌરવોની લાજ જાય છે.
ભગવદ્ગોમંડલ પ્રમાણે મહિમા શબ્દના અર્થ નીચે પ્રમાણે છે.
- ઇચ્છાનુસાર વૈરાટરૂપ ધારણ કરવાની શક્તિ; યોગીની આઠ માંહેની એ નામની એક સિદ્ધિ; આઠ માંહેનું એક ઐશ્વર્ય. અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને વશિત્વ એ આઠ મહાસિદ્ધિ કહેવાય છે, ઉપમા,ઊંચો હોદ્દો, ( પુરાણ ) ભગ નામના આદિત્યને સિદ્ધિ નામની સ્ત્રીથી થયેલ એ નામનો એક દીકરો, વર્ણન કરવા જેવો પ્રતાપ; મોટાપણું; યશ; કીર્તિ; પ્રભાવ; મોટાઈ, વિસ્તાર; ફેલાવો, વૈભવ; મહત્ત્વ; માહાત્મ્ય; ગૌરવ, શ્રેષ્ઠતા.
૯
રવિવાર, ૨૦/૦૮/૨૦૧૭
શિવ મહિમા
જહાં સુમતિ વહાં સંપત્તિ
જહાં કુમતિ વહાં વિપત્તિ
જ્યાં સુમતિ હોય ત્યાં જ સંપદા હોય અને તેથી જ ગવાયું છે કે, "સબકો સુમતિ દે ભગવાન". જો સુમતિ હશે તો
પ્રેમની ધરતીની ખુબ સુરતી ઉજડી નહીં જાય અને પ્રેમની ઊષ્મા ઓછી નહીં થાય.
સર્વે ભવન્તુ સુખીનઃ
પણ સુખનો અતિરેક રામ વનવાસમાં પરિણમે છે.
ગાલીબ કહે છે કે, "બસ એટલી સમજ મને પરવર દિગાર દે, સુખ જ્યારે જ્યાં પણ મળે મને બધાના વિચાર દે".
મને અતિ સુખ ન મળે એવું માગવું એ ભક્તનું સાહસ છે.
કબીરદાસ કે તુલસીદાસ ન બનતાં વિશ્વાસદાસ બનવાની જરૂર છે.
આપણને જે પહેલો વિચાર આવે તે પરમાત્માએ પ્રેરેલો વિચાર છે.
ભૂતકાળમાં બનેલ ઘટનાઓની કથા (રામ કથા, ભગવદકથા) આપણને વર્તમાનમાં કેવીરીતે જીવવું એ શીખવે છે અને ભવિષ્ય માટે પ્રેરણા આપે છે.
પરમ રમ્ય ઉત્તમ યહ ધરતી
કઇ ભૂમિ/ભૂમિકા ઉત્તમ કહેવાય?
જ્યાં નિર્ભયતા હોય, ત્રાસ ન હોય, જ્યાં ઉદવેગ ન હોય તે ભૂમિ ઉત્તમ ભૂમિ છે.
જ્યાં નિશંક રહી શકાય તે ધરતી ઉત્તમ ધરતી છે.
જ્યાં કોઇ ચિંતા ન હોય - નિશ્ચિંતતા હોય તે ભૂમિ ઉત્તમ ભૂમિ છે.
જ્યાં પરમાર્થ હેતુ યજ્ઞ થયા હોય, જ્યાં કોઇ ભજનાનંદીએ ભજન કર્યું હોય તે ભૂમિ ઉત્તમ ભૂમિ છે.
આજે નારી પુરૂષને નચાવે છે અને પુરૂષ પોતાનું આધિપત્ય જમાવે છે. આવું કરવાથી રામ રાજ્ય ન આવે.
રામહિ સુમરિએ, રામ્હિ ગાઈએ
રામનું સ્મરણ એ સત્યનો સંકેત છે.
રામનું ગાયન એ પ્રેમનો સંકેત છે. જે પ્રેમ કરે તે ગાયા વિના રહી જ ન શકે.
રામ કથા એ પ્રેમ યજ્ઞ છે.
બધી સુવિધા હોય અને કથા ગાનનું શ્રવણ કરીએ તો નવા કાન ફૂટે.
કથા શ્રવણ કરવાનો લાભ મળે એ કોઈની કૃપાનું પરિણામ છે. કથાનું આયોજન એ કર્મ છે પણ કથાનું આયોજન પ્રસન્નતા સહ સફળ થઈ જાય એ કોઈની કૃપાનું પરિણામ છે.
બુધ્ધિકતાથી વધારે હાર્દિકતાના દર્શન થવા જોઈએ.