એનો અર્થ એમ છે કે કોઇ માણસ આ સમાજમાં પોતાની જાતને એવી નિમ્ન ન સમજે કે હું કોઇને કંઇ નથી આપી શકતો. આપવાની વૃત્તિ જાગે તો બધામાં આપી શકવાની ક્ષમતા છે. ઇશ્વર પણ ભીખ માગી શકે એવું આપણે આપી શકીએ. વૃત્તિ આપવાની જોઇએ.
એક વૃત્તિ પેદા થઇ છે એ આપવું. ઉપર હાથ રાખવાનો જે એક વિચાર પ્રગટ થયો છે; એ વિચારનું સન્માન રામ અહીંયાં કરી રહ્યા છે કે કેવટ, હું તને કંઇ નહીં આપી શકું. કેવટે પોતે જ કહ્યું છે ગંગાને કિનારે જ્યારે રામ મુદ્રિકા આપવા ગયા ત્યારે કે 'નાથ આજુ મૈં કાહ ન પાવા.' મને આજ શું નથી મળ્યું? એક વંચિત બોલ્યો છે. મને આજ બધું જ મળી ગયું છે મહારાજ! એટલે હું કંઇ નહીં લઉં. તો સન્માન કોનું થાય સમાજમાં? આપવાની વૃત્તિ અને એવા વિચારનું સમાજમાં સન્માન થાય.

Read full article at "RasaRang".
No comments:
Post a Comment