Translate

Search This Blog

Monday, October 1, 2012

સંતસમાજના લક્ષણો કેવા હોવા જોઈએ?


સંતસમાજના લક્ષણો કેવા હોવા જોઈએ?




સંતસમાજે એવું કયારેય વિચારવાનું નથી કે આપણે એક મોટા સ્થાનમાં બેઠા છીએ. માટે આપણી સેવા બીજા લોકો કરે. ખરેખર તો સંતસમાજ દુ:ખી લોકોની સેવા કરવા માટે હોય છે અને જે સંતસમાજ દુ:ખી માણસોની સેવા કરશે તો એના માટે એક યજ્ઞકાર્ય છે

Read full article at epaper of Divya Bhaskar, page 8

The article is displayed here with the courtesy of Divya Bhaskar.




સંતસમાજના લક્ષણો કેવા હોવા જોઈએ? 30-09-2012



સંતસમાજે એવું કયારેય વિચારવાનું નથી કે આપણે એક મોટા સ્થાનમાં બેઠા છીએ. માટે આપણી સેવા બીજા લોકો કરે. ખરેખર તો સંતસમાજ દુ:ખી લોકોની સેવા કરવા માટે હોય છે અને જે સંતસમાજ દુ:ખી માણસોની સેવા કરશે તો એના માટે એક યજ્ઞકાર્ય છે.

રામચરિતમાનસમાં તુલસીદાસજીએ સંતસમાજનાં બે લક્ષણોની ચર્ચા કરી છે, જેમાં મુદ અને મંગલ જેવા શબ્દો આપ્યા છે. એક કવિ તરીકે તુલસીદાસજીને એક મિનિટ માટે લેવામાં આવે તો પ્રશ્ન થાય કે તુલસીદાસજીએ બે શબ્દનો પ્રયોગ કરવાની શી જરૂર હતી? પરંતુ તુલસીદાસજીને ખબર હતી કે મુદ અને મંગલ સાથે હોય છે. આપણે ત્યાં ઘણા પ્રસંગો માંગલિક હોય છે, પણ મુદિતા જરાય નથી હોતા! આપણે સમાજને ઘ્યાનમાં રાખીને કરવા પડતા હોય છે માટે મુદ અને મંગલ એક જગ્યાએ સ્થિર બનીને બેસી જાય એને સંતસમાજ કહેવાય છે. પંતજલિનો મુદિતા શબ્દ આપણે ત્યાં બહુ દેખાય છે. હવે સંતસમાજ શબ્દનો પ્રયોગ થયો છે માટે સંતસમાજનાં લક્ષણો પણ આપણે જાણવા જોઇએ

રામચરિતમાનસના આધારે મારી વ્યાસપીઠને સંતસમાજનાં પાંચ લક્ષણોનું દર્શન થાય છે. પાંચ લક્ષણોનું દર્શન કોઇ પણ સમાજ કે ધર્મમાં થાય એવા સમુદાયને મારી વ્યાસપીઠ સંતસમાજ કહેવા માટે તૈયાર છે. ખરેખર તો વર્ણભેદ, વર્ગભેદ, જાતિભેદ આપણે ત્યાં બહુ ઓછો જોવા મળ્યો છે. હા, અમુક એવો કાળ (સમય) આવ્યો. અમુક સમય આવ્યો ત્યારે થોડા અંશે જોવા મળ્યો છે પણ બહુ સમય ચાલ્યો નથી અને ખરેખર ચલાવો પણ જોઇએ. ભગવાન શંકરાચાર્યએ પણ એક સમયમાં કહેવું પડયું કે,
' મે જાતિ ભેદઃ'

જાતિવાદ, ધર્મવાદ, કોમવાદ અમુક માણસો દ્વારા આપણે ત્યાં આવ્યો છે માટે એમાં બહુ વિચારને અવકાશ નથી. તો રામચરિતમાનસમાં તુલસીદાસજીએ સંતસમાજ માટે ઘણી ચર્ચા કરી છે. જેના આધારે મારી વ્યાસપીઠને સંતસમાજનાં પાંચ લક્ષણોનું દર્શન થયું છે. હવે ખરેખર સંતસમાજ પાંચ લક્ષણોને ન્યાય આપી શકે તો આપણી ભીતરી અવસ્થા એમને સંતસમાજ તરીકે સ્વીકારવાની ના પાડે છે. સંતસમાજનાં પાંચ લક્ષણો તો પાંચ પ્રાણ સમાન છે. જે પ્રમાણે છે.

. જયાં સંતસમાજ હોય ત્યાં શાંતિ હોવી જોઇએ

જયા સંતસમાજ હોય ત્યાં સૌપ્રથમ શાંતિ હોવી જોઇએ. શાંતિ હોય તો એને સંતસમાજ કહી શકાય નહીં. કારણ સંતનું પહેલું લક્ષણ મુદ’ કહ્યું  છે. જે સમાજમાં અશાંતિ ઉપદ્રવ ફેલાવે છે એને સંતસમાજ કહી શકાય નહીં. આજે તો સમાજમાં અશાંતિ વધારે જોવા મળે છે. એનું એક કારણ પણ હોઇ શકે કે આપણા પોતાનું ભજન ઘટયું છે, પરમાત્માનું સ્મરણ ઘટયું છે. જેને માટે આપણે તૈયાર થઇ ગયા છીએ થતું નથી અને ખોટી દોડ લગાવા લાગ્યા છીએ માટે અશાંતિ વધારે ફેલાય છે. તો સંતસમાજનું પહેલું લક્ષણ શાંતિ છે. ઘણીવાર તો મને જાણવા મળે છે કે ગુરુ-ચેલા વચ્ચે. એક ગુરુના બે ચેલાઓ વચ્ચે પણ શાંતિ હોતી નથી. એટલા માટે તો વેદને કહેવું પડયું છે કે,
'મા વિદ્વિષા વહે'

ગમે તે માણસ હોય અંતે તો શાંતિની ઇચ્છા રાખતો હોય છે. વિષયી માણસ પણ શાંતિ ઝંખે છે. આપણે ઘણા વ્યસની માણસને પૂછીએ કે તું વ્યસન શા માટે કરે છે? તો એનો જવાબ એટલો હોય છે કે હું મારી શાંતિ માટે વ્યસન કરું છું. આખરે તો માણસની ખોજ જીવનમાં શાંતિ તરફની હોય છે. સાધકોની ખોજ પણ શાંતિ તરફની હોય છે. સંસારમાં મોટા સિદ્ધોની ખોજ પણ શાંતિ તરફની હોય છે. પ્રસંગે મને કાગબાપુ યાદ આવે છે. કાગબાપુનો મુંબઇમાં એક કાર્યક્રમ હતો. કાર્યક્રમમાં પ્રારંભથી શ્રોતાજનોએ અવ્યવસ્થા ઊભી કરી. જેના કારણે આયોજકો શ્રોતાઓને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા  હતા. જેમ જેમ આયોજકો શ્રોતાઓને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેમ શ્રોતાજનોમાંથી વધારે અવાજ આવી રહ્યો  હતો. દ્રશ્ય જોઇને કાગબાપુએ આયોજકોને કહ્યું કે મને માઇક આપો. માઇકને હાથમાં લઇને કાગબાપુ એટલું બોલ્યા કે મારાં ભાઇ-બહેનો તમારે જેટલો અવાજ કરવો હોય એટલો કરો પણ મારી એક વાત સાંભળો કે એક દીકરી કાર્યક્રમમાંથી ખોવાઇ ગઇ છે એને આપણે બધાએ ગોતવી જોઇએ. કાગબાપુની આવી વાત સાંભળીને બધા શ્રોતાઓ શાંત થઇ ગયા અંતે કાગબાપુને પૂછવામાં આવ્યું કે કઇ દીકરી ખોવાઇ છે ત્યારે કાગબાપુએ જવાબ આપ્યો કે આજે શાંતિરૂપી દીકરી ખોવાઇ ગઇ છે. વાત સાંભળી બધા શ્રોતાઓ શાંત થઇ ગયા. આનો અર્થ થયો કે કોઇપણ માણસ શાંતિની ખોજ પાછળ હોય છે. આપણે ત્યાં વેદમાં પણ શાંતિમંત્રોનું દર્શન થાય છે. તુલસીદાસજી રામચરિતમાનસમાં કહે છે કે જેને શાંતિ પ્રાપ્ત કરવી હોય એને કોઇ સિદ્ધનાં ચરણોમાં બેસી જવું જોઇએ, ખરેખર તો આપણે ભગવાન વિષ્ણુના વંશજ છીએ, ભગવાન વિષ્ણુ શાંત સ્વરૂપ છે. એટલા માટે તો આપણે વંદનામાં ગાન કરીએ છીએ.
'શાન્તાકારં ભજગશયનં'
આજે બધા માણસો શાંતિની આશા રાખે છે. હા સિક્કાની બે બાજુ હોય છે. અપવાદ તો રહેવાનો છે, પણ આજે દરેક જીવ શાંતિની ઝંખના રાખતો હોય છે અને ખરેખર જે વ્યકિતને શાંતિ પ્રાપ્ત કરવાની ઇચ્છા  હશે એને અવશ્ય શાંતિ પ્રાપ્ત થશે. જે શાંતિને પ્રાપ્ત કરી લે છે વ્યાસપીઠની દ્રષ્ટિએ સંત છે.

. જયાં સંતસમાજ હોય ત્યાં વિવેક હોવો જોઇએ

જેનો સંગ કરવાથી, જેના સાંનિઘ્યમાં જવાથી. જેની પાસે બેસવાથી વિવેકનો જન્મ થાય સંત છે. સંતસમાજ છે. મારી વ્યાસપીઠ અવાર-નવાર કહ્યા કરે છે કે સત્સંગ કરવાથી માણસમાં વિવેક પ્રગટે છે પણ વિવેકનું વર્ધન તો કોઇ મહાપુરુષ, સંતના સંગથી થાય છે. વિવેકને જ્ઞાન પણ કહી શકાય છે. એનું શીલ બહુ પ્રબળ હોય છે. એટલા માટે ગંગાસતીને ગાવું પડયું કે,
'શીલવંત સાધુને વારે વારે નમીયે પાનબાઇ
જેના બદલે નહીં વ્રતમાન રે...શિલવંત સાધુને....'
સ્વામી રામતીર્થ એક વસ્ત્ર પહેરતા હતા. જંગલમાં એકલા રહેતા હતા. સંન્યાસી બનીને જીવન જીવતા હતા, પણ બેઠા હોય અને પવન આવે ત્યારે એના પગ ઉપરથી કપડું ઊડે. એવા સમયમાં સ્વામીજી તરત પોતાના હાથથી કપડું સરખું કરતા હતા. આના ઉપરથી એવું લાગતું કે સાધુએ એકાંતમાં પણ વિવેક ચૂકવો જોઇએ. વિવેક તો સંતસમાજનો બીજો પ્રાણ છે. રામચરિતમાનસમાં તુલસીદાસ લખે છે કે રાવણ મહાન વિદ્વાન હતો પણ વિવેક બહુ ચૂકી ગયો છે માટે એનો વિનાશ જલદી થયો. આજે વસ્ત્રો સંતસમાજના પહેરાય છે પણ કાર્ય અને વૃત્તિઓ અવિવેકી જોવા મળે છે. આપણે ત્યાં ઘણી એવી સંતસમાજની પરંપરાઓ છે કે આજે પણ એમનાં દર્શન કરવા એક મોટો લહાવો છે. એને નમન કરવાનું મન થાય છે. તો જયાં સંતસમાજ હોય ત્યાં વિવેક હોવો ખૂબ જરૂરી છે.

. જયાં સંતસમાજ હોય ત્યાં સ્વચ્છતા અને પવિત્રતા હોવી જોઇએ

જયાં સંતસમાજ ભેગો થાય ત્યાં બાહ્ય સ્વચ્છતા અને આંતરિક પવિત્રતા બહુ જરૂરી છે. આપણે ત્યાં ઘણા બધા પુરુષો હાલમાં છે, જે ગમે ત્યાં બેઠા હોય ત્યાં સ્વચ્છતા અને પવિત્રતા બંનેનાં દર્શન થાય છે. મારી વ્યાસપીઠ તો બહુ સ્પષ્ટ કહે છે કે ઘરમાં સ્વચ્છતા અને પવિત્રતા હોય તો સમજવાનું કે આપણો પરિવાર સંતસમાજ છે. વ્યવસ્થા, સુવ્યવસ્થા સંતસમાજનું બહુ મોટું લક્ષણ છે. આપણે આપણી પ્રાચીન પરંપરાથી લઇ અવધૂત પરંપરા, અઘોરપંથની પરંપરા. ગિરનારી પરંપરા બધી પરંપરામાં વ્યવસ્થા પહેલેથી હતી. ઘણા માણસોએ અઘોરપંથનો અર્થ બહુ ખોટો કર્યોછે. ખરેખર તો અઘોરનો અર્થ થાય છે જે ઘોર નથી અઘોરપંથ છે. જેનામાં ભયાનકતા નથી, જે કોઇને ડરાવતો નથી અઘોરપંથ છે. જે પંથ માણસને ડરાવે છે, જે પંથ માણસને ભડકાવે છે ઘોરપંથ છે. મારી દ્રષ્ટિએ તો અઘોરપંથ બહુ પવિત્ર અને શુદ્ધપંથ છે. હા એને અમુક માણસોએ ભયાનક બનાવી દીધો છે. તો જયાં સંતસમાજ મળે ત્યાં સ્વરછતા અને પવિત્રતા હોવી જોઇએ અને ત્યારે શકય બને છે કે જયારે સંતસમાજમાં શાંતિ હોય. એનામાં વિવેક હોય એટલે વ્યવસ્થા જળવાશે અને જયાં વ્યવસ્થા સચવાઇ જશે પછી સ્વરછતા અને પવિત્રતાનું દર્શન અવશ્ય થશે.

. જયાં સંતસમાજ હોય ત્યાં પ્રેમ હોવો જોઇએ

આજે દરેક જગ્યાએ પરસ્પર શુદ્ધ પ્રેમની બહુ જરૂર છે. સમાજમાં જાતિ, વર્ગ, વર્ણ જેવા કોઇ ભેદ હોવા જોઇએ. કારણ કે કાલધર્મ કંઇક અલગ ચાલી રહ્યો છે. જયાં પરસ્પર પ્રેમ હશે ત્યાં ભેદ સ્વયં ઊડી જશે. ભેદ તો માણસની બુદ્ધિને મલિન કરે છે. જેના કારણે માણસ બીજાનો તિરસ્કાર કરતો થાય છે. રામચરિતમાનસમાં ગોસ્વામીજી તો કહે છે,
“સબ નર કરહિં પરસ્પર પ્રીતિ"
માણસ વચ્ચે શુદ્ધ પ્રીતિ થવી જોઇએ અને સમાજમાં ત્યારે શકય બનશે જયારે સંતસમાજમાં પરસ્પર પ્રીતિ બંધાશે. જયાં સુધી સંતસમાજમાં પરસ્પર પ્રીતિનું બંધન નહીં થાય ત્યાં સુધી સમાજમાં લાવવું થોડું અઘરું છે. તો પરસ્પર પ્રેમને મારી વ્યાસપીઠ સંતસમાજનું લક્ષણ માને છે.

. જયાં સંતસમાજ હોય ત્યાં સેવા વૃત્તિનું સર્જન થવું જોઇએ

સંતસમાજે એવું કયારેય વિચારવાનું નથી કે આપણે એક મોટા સ્થાનમાં બેઠા છીએ. માટે આપણી સેવા બીજા લોકો કરે. ખરેખર તો સંતસમાજ દુ:ખી લોકોની સેવા કરવા માટે હોય છે અને જે સંતસમાજ દુ:ખી માણસોની સેવા કરશે એના માટે એક યજ્ઞકાર્ય છે. આપણા જેટલા પણ દિવ્યપુરુષો થયા બધાએ બીજાને રોટલો ખવડાવીને સેવા કરી છે. કોઇએ ભોજન આપીને સેવા કરી છે તો કોઇએ શિક્ષણ, હોસ્પિટલ, ગૌશાળા જેવાં કાર્યોકરીને સેવા કરી છે અને હાલ પણ થાય છે અને ભવિષ્યમાં થવી જોઇએ. પરમાત્મા અવશ્ય પ્રસન્ન રહેશે. સંત માટે વાત કરું ત્યારે એટલું અવશ્ય કહીશ કે, "હિનયાન" નો અર્થ તો કેવળ આત્મઉદ્ધાર કરીને જવું એવો થાય છે પણ "મહાયાન" નો અર્થ થાય કે પૂરા સંસારમાં એક પણ માણસ દુ:ખી હોય ત્યાં સુધી નિર્વાણ પ્રાપ્ત કરવું નહીં. આપણે એટલું કરી શકીએ તો વાંધો નથી પણ કમસેકમ આપણી જે તપોભૂમિ છે એની આજુબાજુ કોઇ દુઃખી થાય એનો ખ્યાલ રાખીએ તો આપણું સંતજીવન કહેવાય.
સંતસમાજ તો હાલતું ચાલતું પ્રયાગ છે. પ્રયાગ બીજાને પાવન કરવાનું કાર્ય કરે છે. કોઇ પણ વર્ણનો માણસ પ્રયાગમાં જાય પ્રયાગ બધાનો સ્વીકાર કરે છે. સંતસમાજે પણ નાના માણસથી લઈને સમાજના છેવાડાના માણસનો સ્વીકાર કરવો જોઇએ. જ્યારે સંતસમાજ આટલું કરતો ત્યારે સમાજમાં ખોટી ભ્રમણાઓ તૂટી જશે અને સંતસમાજ માટે એક મોટું સેવા કાર્ય ગણાશે. સંતસમાજનાં પાંચ લક્ષણ મારી વ્યાસપીઠને સમજાયાં છે. કદાચ પાંચ લક્ષણો દરેક ઘરમાં આવી જાય તો મને એમ લાગે કે ઘર અને પરિવાર સંતસમાજ છે.

જય સિયારામ

(સંકલનઃ રામેશ્વરદાસ હરિયાણી)
 




No comments:

Post a Comment