The image and article information are displayed here with the courtesy of
રાવણ મરાયાને ૯૩૦૪ વર્ષ પૂર્ણ : રસપ્રદ સંશોધન
રાવણ મરાયાને ૯૩૦૪ વર્ષ પૂર્ણ : રસપ્રદ સંશોધન
કમ્પ્યૂટર સોફટવેરના અધારે ડો.પી.વી. વર્તકે કરેલી ખગોળિય ગણતરી : ન ાત્રોના આધારે ગણતરી
નવતર ગણતરી
ભાસ્કર ન્યૂઝ. ભાવનગર
તા.૨૪ ઓકટોબરને બુધવારે રાવણ વધનો વિજય દશમીનો તહેવાર ઉજવાશે. કામની ગણતરી પ્રમાણે રામ-રાવણના મહાયુદ્ધમાં રાવણ વધને ૯૩૦૪ વર્ષ પૂર્ણ થશે.
ખગોળશાસ્ત્રએ વિશ્વનું પ્રથમ અને જુનામાં જુનું વિજ્ઞાન છે. ભારતીય સંસ્કતિના અભિન્ના અંગ સમાન ખગોળશાસ્ત્ર એ આપણી સાંસ્કતિક ધરોહર પણ છે. પૃથ્વી ઉપરનાં ગગનમંડળમાં ફરતા ગ્રહો જે રાશી-નાત્રોમાં ભ્રમણ કરે છે. તેના આધારે પૃથ્વી ઉપર બનતા બનાવોના સમયને (કાળ)ને નોંધવાની અદ્દભૂત પદ્ધતિ આપણા ઋષિમુનીઓએ શોધી કાઢેલ. વિશ્વના અનેક કેલેન્ડરોના આધાર બદલાયા કરે છે. પરંતુ બ્રહ્માંડમાં વિચરતા ગ્રહોને નાત્રોને આધારે નિર્ધારિત કરેલ સમય કદી પણ બદલાતો નથી.
આથી જ પ્રત્યેક ધર્મકાર્યની શરૂઆતમાં જે સંકલ્પ લેવામાં આવે છે તે બનાવના સમયે નોંધવાની જ પ્રક્રિયા છે એમ જણાવતા ખગોળ પ્રેમી પ્રા.સુભાષભાઈ મહેતા વધુમાં જણાવે છે કે આજના પવિત્ર દશેરાના દિવસે વાલ્મીકી રામાયણના બાલકાંડ, અયોઘ્યાકાંડ, કિષ્કીંધાકાંડ, સુંદરકાંડ, અરણ્ય કાંડ, યુદ્ધકાંડમાં બનતા પ્રસંગો સમયે જે ગ્રહો-નાત્રોની સ્થિતિનું વર્ણન કરેલ છે. તેને કમ્પ્યુટર સોફટવેરના આધારે પાછળ લઈ જઈને મેળવાયેલ સંકલિત તારીખો જે ડો.પી.વી. વર્તકના લેખના આધારે તારવવામાં આવેલું છે. તેમાંની થોડી તારીખો વિશાળ વાંચકની રસવૃત્તિ માટે પ્રસ્તુત છે. દરેક તારીખ પહેલા (બીફોર ક્રાઈસ્ટ (બીસી)ની છે. જેમાં ૨૦૧૨ ઉમેરતા વર્તમાન સમય સાથેની મળશે. રામાયણ અને તેમાં જણાવેલ બનાવો એ કિલ્પત ઘટનાઓ નથી પરંતુ ઐતિહાસિક ઘટનાઓ છે. સમુદ્ર ઉપર બાંધેલ સેતુબંધ એ સર્જન છે. પરવાળાઓથી કાળક્રમે રચાયેલો સેતુ નથી. મિસરના પિરામીડો જે અતિ વિશાળ છે તે પણ માનવ સર્જિત છે.
રામાયણના કાળની ગણતરી
ભગવાન શ્રી રામનો જન્મ તા.૪-૧૨-૭૩૨૩ (બીસી)
શ્રી રામે ૧૭ વર્ષ પૂરા કર્યા તા.૪-૧૨-૭૩૦૬
શ્રી રામ-સીતાનાં લગ્ન તા.૭-૪-૭૩૦૭
શ્રી રામનો વનવાસ તા.૨૯-૧૧-૭૩૦૬
શ્રી હનુમાનજીનો લંકા પ્રવેશ તા.૧-૯-૭૨૯૨
સમુદ્ર ઉપર સેતુબંધ બંધાયો તા.૨૬-૩૦-૧૦ -૭૨૯૨
યુદ્ધની શરૂઆત તા.૩-૧૧-૭૨૯૨
કુંભકરણ મરાયો તા.૭-૧૧-૭૨૯૨
રાવણ મરાયો તા.૧૫-૧૧-૭૨૯૨
કુલ તેર દિવસ યુદ્ધ ચાલેલ ---
શ્રી રામનું અયોઘ્યા પુનરાગમન તા.૬-૧૨-૭૨૯૨
Read full article at Divya Bhaskar.
No comments:
Post a Comment