Translate

Search This Blog

Monday, October 15, 2012

ગુરુગૃહે જવાથી મળતી શિક્ષા, દીક્ષા અને ભિક્ષા

The image and article are displayed here with the courtesy of 





ગુરુગૃહે જવાથી મળતી શિક્ષા, દીક્ષા અને ભિક્ષા








The article is reproduced here with the courtesy of Divya Bhaskar.

ગુરુગૃહે જવાથી મળતી શિક્ષા, દીક્ષા અને ભિક્ષા

જીવનમાં સમય મળે તો ગુરુની નજીક રહીને પહેલા ગુરુને ઓળખો પછી એનો ગુરુ તરીકે સ્વીકાર કરો.
શાસ્ત્રોમાં ગુરુનો મહિમા બહુ ગવાયો છે. આજે હું તમારી સમક્ષ બહુ જવાબદારીપૂર્વક કહીશ કે પૂરા જગતમાં ગુરુ જેવું કોઇ ઇમાનદાર તત્ત્વ હોતું નથી. મને તો ગુરુ ઉપર બહુ શ્રદ્ધા છે. મને મારા ગુરુ ઉપર બહુ ભરોસો છે. પરમાત્મા તો કદાચ મળે કે મળે મને ખબર નથી. કદાચ મળે તો આપણે એને જોઇ શકીશું કે કેમ? મોટો પ્રશ્ન છે. પણ ગુરુ તો કાયમ આપણી સાથે હોય છે. આપણે શ્વાસ ગુરુની કૃપાથી લઇ શકતા હોઇએ છીએ. બસ એને ઓળખવાની અને પારખવાની દ્રષ્ટિ આપણી પાસે હોવી જોઇએ. બાકી તો ગુરુ સમગ્ર અસ્તિત્વ છે. એટલા માટે શિવમહિમ્ન સ્તોત્રમાં ગાન્ધર્વરાજે ગાન કર્યું છે:

''નાસ્તિ તત્વં ગુરોઃ પરમ્‌"


ગુરુથી જગતમાં શ્રેષ્ઠ કોઇ તત્ત્વ નથી. હા, પાખંડથી બચવું જોઇએ. દંભીઓથી બચવું જોઇએ. ઘણા મને કહે છે, સમાજમાં દંભી લોકોને ઓળખવા માટે શું કરવું જોઇએ? ત્યારે હું કહ્યા કરું છું કે જીવનમાં સમય મળે તો ગુરુની નજીક રહીને પહેલા ગુરુને ઓળખો પછી એનો ગુરુ તરીકે સ્વીકાર કરો. જો આપણે ઓળખવામાં ભૂલ કરી જઇશું તો કદાચ પાખંડી અને દંભી માણસો આપણું ભોજન કરી જશે. દંભી માણસો સમાજમાં ભૂખ્યા થઇને બેઠા હોય છે. સમાજમાં જે ભૂખ્યો થઇને બેઠો છે એની પાસે કયારેય બેસવું જોઇએ નહીં. તો આપણે ત્યાં ગુરુનો મહિમા બહુ ગવાય છે. સાથે સાથે ગુરુગૃહનો મહિમા પણ રામચરિતમાનસમાં તુલસીદાસજી ગાય છે. સમાજમાં માણસ બધી બાજુથી થાકી જાય પછી ગુરુના દ્વારે જાય છે. રાજા દશરથ પણ થાકીને ગુરુના આશ્રમમાં જાય છે. એવા સમયમાં તુલસીદાસજી રામચરિતમાનસમાં લખે છે.
"ગુરુગૃહ ગયઉ તુરત મહિપાલા
ચરન લાગિ હરિ બિનય બિસાલા !"
સંસારમાં માણસ અંતે ગુરુના આશ્રમમાં જાય છે. મને એમ લાગે છે કે માણસ ગુરુના સાંનિઘ્યમાં જાય ત્યારે પાંચ પ્રકારની શિક્ષા પ્રાપ્ત કરે છે. શિ ક્ષાની વાત તુલસીદાસજીએ કહી છે પણ મારે થોડી આગળ વાત કરવી છે. જેમાં માણસ ગુરુનાં સાંનિઘ્યમાં જાય ત્યારે પાંચ પ્રકારની દીક્ષા ગુરુ પાસેથી પ્રાપ્ત કરે છે અને છેલ્લે પાંચ પ્રકારની ભિક્ષા પણ પ્રાપ્ત કરે છે. મારી એક પ્રાર્થના છે કે હું કહું છું એટલે તમારે માની લેવું એવું નથી પણ તમે કોઇ ગુરુ સાથે નિષ્ઠાથી જોડાયેલા હોય તો એની પાસે જઇને અનુભવ કરજો. પછી વસ્તુઓને સ્વીકારજો. ગુરુનાં સાંનિઘ્યમાં જવાથી પાંચ પ્રકારની શિક્ષા મળે છે જે તુલસીદાસે પ્રમાણે કહી છે.

"વિદ્યા વિનય નિપુણ ગુળ શિલા"
. વિદ્યા

ભગવાન રામે ગુરુનાં સાંનિઘ્યમાંથી પાંચ પ્રકારની શિક્ષા પ્રાપ્ત કરી છે. જેમાં સૌપ્રથમ વિદ્યા પ્રાપ્ત કરી છે. વ્યાસપીઠની કૃપાથી વિધાનો અર્થ મેં સરળ કર્યો છે. જેમાં વિદ્યા એટલે સમજની પ્રાપ્તિ. હજારો પુસ્તક વાંચીએ છતાં ઘણીવાર સમજ આવતી નથી, પણ એકાદ દિવસ ગુરુનાં સાંનિઘ્યમાં રહીએ તો અવશ્ય સમજ પ્રાપ્ત થાય છે.

. વિનય

આજે યુનિવર્સિટીઓમાં ભણાવાતું નથી એવું મારે કહેવું નથી પણ વિનય શીખવી શકતા નથી વાત નક્કી છે. વિનય તો શિક્ષાનો બીજો પ્રકાર છે અને વિદ્યા ત્યારે શોભે છે. જયારે વિદ્યામાં વિનય આવી જાય છે તો વિનય અભ્યાસથી આવે છે ખબર નથી પણ ગુરુનાં સાંનિઘ્યમાં જવાથી અવશ્ય વ્યકિતમાં પ્રગટે છે.

. નિપુણતા

નિપુણતાનો અર્થ કાર્યકુશળતા છે. જીવનમાં કાર્યકુશળતા બહુ જરૂરી છે. વિદ્યા પ્રાપ્ત કર્યા પછી કાર્યકુશળતા નહીં આવે તો જીવનમાં વિદ્યાનો કોઇ અર્થ રહેતો નથી માટે જીવનમાં કાર્યકુશળતા ગુરુના આશીર્વાદથી આવે છે.

. ગુણ

આપણા વિધાલયોમાં મહાવિધાલયોમાં ગુણ તો દરેક વિધાર્થીને મળે છે પણ આંકડાના અર્થમાં અપાય છે. અહીંયાં ગુણની વાત નથી પણ ગુણનો અર્થ છે. નિર્ભયતા, સાત્ત્વિકતા, ઉદારતા અને કોમળતા આવા ગુણો દરેક વ્યકિતમાં આવવા જોઇએ અને ત્યારે આવે છે જયારે કોઇ પરમ ગુરુનાં સાંનિઘ્યનો આપણને આશ્રય થઇ જાય છે. ત્યારે સ્વયં માનવીમાં ગુણોનું પ્રાગટય થાય છે.

. શીલ

માણસમાં વિદ્યા હોય, વિનય હોય, નિપુણતા અને ગુણ  હોય, પણ શીલ હોય તો વિદ્યા  નકામી ઠરે છે. જીવનમાં શીલ મૂલ્યવાન શિક્ષા  છે. ઉપરોકત પાંચ પ્રકારની શિક્ષા  ગુરુગૃહેથી મળે છે. ગુરુના સમીપ રહેવાથી પ્રાપ્ત થાય છે. હવે મારી વ્યાસપીઠને પાંચ પ્રકારની દીક્ષાનું દર્શન થાય છે વિનમ્રતાથી કહેવા માગું છે. કોઇપણ માણસ ગુરુના ઘરે જાય ત્યારે પાંચ પ્રકારની દીક્ષા પ્રાપ્ત કરે છે. જેમાં સૌપ્રથમ
. શબ્દદીક્ષા

માણસ ગુરુના ગૃહે જાય ત્યારે શબ્દદીક્ષા પ્રાપ્ત કરે છે. ગુરુ પોતાના શિષ્યને શબ્દની દીક્ષા આપે છે. શબ્દનો મહિમા આપણે ત્યાં બહુ છે માટે ગુરુ પોતાના શિષ્યને શબ્દરૂપી દીક્ષા આપી શિષ્યને સાચો માર્ગ બતાવે છે. પોતાના શબ્દની વાણીથી શિષ્યને સંસારના અંધકારમાંથી બહાર લાવે છે.

. સ્પર્શદી ક્ષા

સ્પર્શદી ક્ષાને બહુ પવિત્ર મનથી વિચારવાની છે. સ્પર્શદીક્ષા  એટલે ગુરુ પોતાના શિષ્યના મસ્તક ઉપર હાથ રાખે અને શિષ્ય પોતાના હાથ ગુરુના ચરણમાં રાખે. સ્પર્શદીક્ષા છે. રામચરિતમાનસમાં ભગવાન રામે હનુમાનજીના મસ્તક ઉપર હાથ રાખ્યો. જયારે શ્રીહનુમાનજીએ રામચરણમાં પોતાના હાથ સહિત મસ્તક રાખ્યું સ્પર્શદીક્ષા  છે. સમાજમાં માણસને બીજો સ્પર્શ પતન તરફ દોરી જાય છે પણ ગુરુનો સ્પર્શ માણસને ઉન્નતિ તરફ લઇ જાય છે.

. રૂપદીક્ષા

ગુરુનું આંતરિક રૂપ એક સ્વરૂપ છે. આપણે ત્યાં સ્વરૂપ પણ કેટલાં સુંદર લાગે છે. ભગવાન શંકરાચાર્ય જયારે બેઠા હોય ત્યારે કેટલા સુંદર લાગે છે. રૂપનો મહિમા ખૂબ હોય છે. સંસારમાં સાંસારિક રૂપ મોહ પેદા કરે છે. જયારે ગુરુનું રૂપ માણસના અભિમાનનો ક્ષય કરે છે. જે અપાર અભિમાન, કામનાઓને ક્ષય કરી પવિત્રમાર્ગ બતાવે ગુરુ છે. આપણી આંખમાં, હૃદયમાં કોઇ છબી વસી જાય રૂપદીક્ષા  છે.

. રસદીક્ષા

ગુરુના ગૃહે જવાથી રસદીક્ષા   પ્રાપ્ત થાય છે. આપણામાં રસની વૃદ્ધિ થાય છે. એટલા માટે ઇશ્વરતત્ત્વને આપણે ત્યાં કહેવામાં આવે છે  "રસૌવૈસઃ" ઇશ્વર સર્વ રસરૂપ છે. જેથી ઇશ્વરમાં માણસને વધારે રસ લાગે એટલા માટે ગુરુ રસદીક્ષા  પ્રદાન કરે છે. શિષ્યને સાત્ત્વિક વસ્તુમાં રસ પડવા લાગે ત્યારે સમજવાનું કે મારા ગુરુની રસદીક્ષા  છે.

. ગંધદી ક્ષા

આપણા ગુરુજનોની એક મહેક હોય છે. એમાં કોઇ પફર્યૂમ કામ કરતું હોતું નથી. હવે પ્રશ્ન થાય કે સુગંધ કયાંથી આવે છે? મારે આનો જવાબ એટલો આપવો છે કે ગુરુની સુગંધ સાધનાની સુગંધ હોય છે. ગુરુની સુગંધ ઉપાસનાની સુગંધ હોય છે, ગુરુની સુગંધ કોઇ સેવાની સુગંધ હોય છે, ગુરુની સુગંધ કોઇ મંત્રની સુગંધ હોય છે. ભગવાન બુદ્ધની કુટીરનું નામ ગંધ કુટીર હતું. ગુરુની સુગંધ તો એક પ્રેમની સુગંધ હોય છે. પરવીન શાકીરનો એક શેર યાદ આવે છે.

"તેરી ખૂશ્બૂ કા પતા કરતી હૈ
મુજ પે અહેસાન હવા કરતી હૈ !"

ફૂલની સુગંધ તો સવારે આવે સાંજે બંધ થઇ જાય. જયારે ગુરુ તો શાશ્વત ખીલેલું ફૂલ છે. કયારેય કરમાતું નથી. આપણા દલપતભાઇ પઢિયાર સદ્ગુરુના સાધક મને કહેતા હતા કે બાપુ ગુરુ કદાચ કમજોર હોઇ શકે પણ ગુરુપદ કયારેય કમજોર હોતું નથી. એવી રીતે ગુરુના રૂપમાં ફેરફાર હોઇ શકે પણ ગુરુની સુવાસમાં કયારેય ફેર પડતો નથી. અંતે પાંચ પ્રકારની ભિ ક્ષાનું દર્શન કરીશું. ગુરુના ગૃહેથી પાંચ પ્રકારની ભિ ક્ષા દરેકને મળે છે. જેમાં સૌપ્રથમ,

. આંસુઓની ભિક્ષા

કદાચ આપણને બધાને અનુભવ હશે કે કોઇ ગુરુના આશ્રમમાંથી નીકળીએ ત્યારે આપણી આંખો ભરાઇ આવે છે. કોઇ સિદ્ધપુરુષનાં સાંનિઘ્યમાંથી વિદાય લેતા હોઇએ ત્યારે આંખો ભરાઇ આવે છે. એક અશ્રુભિક્ષા  છે. ભાગ્યશાળી માણસોને પ્રાપ્ત થાય છે. મારી તો પ્રાર્થના છે કે તમે તમારા ગુરુ પાસેથી વિદાય લેતા હોય અને આંખમાં આંસુ આવે તો ભગવાનનો આભાર માનજો અને કહેજો કે પ્રેમનાં આંસુ કયારેય સુકાય નહીં. નિત્ય અમારી ભાવના ટકી રહે.

. અભેદ ભિક્ષા

ગુરુનાં સાંનિઘ્યમાં કયારેય ભેદભાવની ભિક્ષા મળતી નથી. જયાં ભેદ-ભાવ હોય છે ત્યાં ગુરુ-શિષ્યનો સંબંધ પૂરો થઇ જાય છે. ગુરુ તો અભેદભાવનાની ભિક્ષા આપે છે.

. અનુભવ ભિક્ષા

ગમે તેટલીવાર ગુરુ પાસે જઇએ પણ દરેક વખતે કાંઇક નવું પ્રાપ્ત થાય. ગુરુની વાણીમાં, ગુરુના વર્તનમાં કંઇક નવું દેખાય અનુભવ આપણે પ્રાપ્ત કરીએ અનુભવ ભિક્ષા  છે.

. અમન ભિક્ષા

અમન એટલે શાંતિ. ગુરુના સાંનિઘ્યમાં જવાથી માણસ અમન ભિક્ષા પ્રાપ્ત કરે છે.

. અમલભિક્ષા

ઉપરોકત બધી ભિ ક્ષા પ્રાપ્ત કર્યા પછી ગુરુના આશીર્વાદથી આપણને એમ થાય કે મારે ખરેખર શુભ જીવન જીવવું જોઇએ. આવું ગુરુનાં સાંનિઘ્યમાં અમલ થાય અમલ ભિક્ષા  છે. ટૂંકમાં શુભતત્ત્વ અમલમાં મુકાઇ જાય અમલ ભિક્ષા છે.

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

મોરારિબાપુ , માનસદર્શન


No comments:

Post a Comment