Translate

Search This Blog

Sunday, October 21, 2012

માત્ર પરમસત્ય પાસે જ માગવું

The image and article content are displayed here with the courtesy of 


માત્ર પરમસત્ય પાસે જ માગવું

Read the article at Source link: http://epaper.divyabhaskar.co.in/magazine/sunday-bhaskar/57/21102012/0/1/ page 8





સંસારમાં કોઇ ખરાબ ચીજ હોય તો બીજા પાસે માગવું છે. માટે બને ત્યાં સુધી જીવનમાં માગવાનું ટાળજો. છતાં જીવનમાં માગવું હોય તો ઈશ્વર પાસે માગજો. બીજા માણસો પાસે હાથ લંબાવશો.
રામચરિતમાનસમાં તુલસીદાસજીએ અનેક સંકેત કર્યા છે. ભગવાન રામનો વનવાસ થાય છે. પછી રાણી કૈકેયીને પોતાનો નિર્ણય બદલવા માટે કોણ સમજાવે? કારણ કે રાણી કૈકેયીની બુદ્ધિ કુમતિમાં ફેરવાઇ ગઇ હતી. આવા સમયમાં અયોઘ્યા સમ્રાટ દશરથજી પણ વચનબદ્ધ હતા એટલે રાણી કૈકેયીને સમજાવવા વધારે મુશ્કેલ હતા. ત્યારે અયોઘ્યાના નગરવાસીઓએ એક પ્રતિનિધિ મંડળ બનાવ્યું જે રાણી કૈકેયીને સમજાવી શકે. હકીકતની વાત તો હતી કે પ્રતિનિધિ મંડળમાં અયોઘ્યાના એક પણ પુરુષનો સમાવેશ હતો. ફકત રાણીને સમજાવવા માટે સ્ત્રીઓનું પ્રતિનિધિમંડળ હતું. એમાંય બધી સ્ત્રીઓ ઋષિપત્નીઓ હતી. એટલે તુલસીદાસજીને લખવું પડયું કેવિપ્રબધૂ કુલમાન્ય જઠેરી" આવા સુંદર શબ્દો કહીને તુલસીદાસજી દરેક ઋષિપત્ની તથા અયોઘ્યાની સ્ત્રીઓને સન્માન આપે છે. આપણાં શાસ્ત્રોમાં દુર્ગા સપ્તશતીનું સ્તોત્ર આવે છે. આપણને બધાને ખબર છે કે તેમાં બધી વસ્તુઓ માગવામાં આવે છે. જેમાં યશ, જય, ધન મળે. ત્યાર પછી એક માગણી એવી જગદંબા પાસે કરવામાં આવે છે કે મને બીજા પ્રત્યે કયારેય દ્વેષ પેદા થાય. જયારે સપ્તશતી સ્તોત્રમાં એક જગ્યાએ એવી પણ માગણી કરવામાં આવી છે કે:
"પત્ની મનોરમાં દેહિ મનોવૃત્તાનુ સારિણીં"
અમને અમારી યોગ્યતા પ્રમાણે પત્ની પ્રાપ્ત થાઓ. મને એમ લાગે છે કે રામચરિતમાનસમાં તુલસીદાસજીએ જે અયોઘ્યાની ઋષિપત્નીઓને સન્માન આપ્યું ખરેખર યોગ્ય છે. આજના દરેક યુવાનોએ શ્લોક શીખવો જોઇએ. શ્લોકને બરાબર સમજવો જોઇએ અને સમજીને આચરણમાં પણ મૂકવો જોઇએ. ઘણા કહે છે કે આવું થોડું મા દુર્ગા પાસે મગાય? મારે આજે આપને બધાને એટલું કહેવું છે કે જીવનમાં માગવું હોય તો અસ્તિત્વ પાસે માગજો. બીજા માણસો પાસે હાથ લંબાવશો. મારી વ્યાસપીઠ ઉપરથી પ્રાર્થના છે કે જીવનમાં ગમે ત્યાં માગવું જોઇએ. બસ માગણી તો ફકત પરમસત્ય પાસે થવી જોઇએ. મારી દ્રષ્ટિએ સંસારમાં કોઇ ખરાબ ચીજ હોય તો બીજા પાસે માગવું છે. મારો માગવાનો વિરોધ નથી. જયારે જરૂર જણાય તે પ્રમાણે માગવું જોઇએ, પણ ગમે ત્યાં માગવું જોઇએ. ગમે તે રીતે ના માગવું જોઇએ. કદાચ આપણે ગમે ત્યાં માગીશું તો અવશ્ય આપણા વિવેકને ધક્કો લાગશે માટે માગવું હોય તો અસ્તિત્વ પાસે માગવું જોઇએ. આપણા સૌરાષ્ટ્રના નરસિંહ મહેતાએ કયારેય બીજા પાસે હાથ લંબાવ્યો નથી. જીવનમાં કેટલું બધું દુ: પડયું છતાંય કોઇ પાસે માગ્યું કારણ કે એની અંતિમ માગ અસ્તિત્વ પાસે હતી એટલા માટે જરૂર પડી ત્યારે અસ્તિત્વ પાસે માગ્યું કે

હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી
મારી હૂંડી શામળિયાને હાથ રે
શામળા ગિરધારી
મારે એક તારો આધાર રે
શામળા ગિરધારી

નરસિંહ મહેતાને અસ્તિત્વ ઉપર કેટલો ભરોસો હતો. સૌરાષ્ટ્રધરાનો બ્રાહ્મણ સુદામા, સુકલકડી શરીર, સુદામાના ઘરમાં બાળકોને ખાવા માટે અન્ન નથી છતાંય કોઇ પાસે માગણી કરી કારણ કે અયાચક વ્રતધારી સુદામા હતા, કે "હું મરીશ પણ માગીશ નહીં" એને એના જીવનમાં કયારેય હાથ લંબાવ્યો નથી. સ્વયં દ્વારકાનો નાથ સુદામાને આપવા માટે તૈયાર છે પણ માગીને લેવા માટે સુદામા તૈયાર નથી. અંતે વગર માગણીએ દ્વારકાનાથને આપવું પડયું. મને પણ અનુભવ છે કે દેવાવાળો કયારેય દૂબળો હોતો નથી માટે જીવનમાં બહુ સમજી વિચારીને માગવું જોઇએ અને બને તો અસ્તિત્વ પાસે માગવું જોઇએ. આપણા કવિઓ તો કહે છે કે સંસારમાં ઘણી વસ્તુઓ ખરાબ છે જેમાં

"બૂરો પ્રેમ કો પંથ બૂરો જંગલ મેં બાસો
બૂરો નારી સે નેહ બૂરો મૂખ મેં હાસો "

પ્રેમનો પંથ બૂરો છે. પ્રેમની વાતો કરવી સહેલી છે. ઘણા માણસો વાત વાતમાં I LOVE YOU બોલતા હોય છે અને બોલે ત્યારે એવા રૂડા લાગે જાણે માતાજીના મઢમાં બેઠાં હોય પણ મારે એટલું કહેવું છે કે જયાં સુધી LOVE ની આગળ અને પાછળ I અને YOU  છે ત્યાં સુધી LOVE  કેવો? જયાં સુધી ભેદ હશે ત્યાં સુધી LOVE  થઇ શકતો નથી. પ્રેમ તો અદ્વૈતનું એક શિખર છે. જીવનમાં બીજી બૂરી ચીજ છે જંગલમાં એકાંત નિવાસ કરવો. હા સંતો નિવાસ કરી કે છે. સામાન્ય માણસની તાકાત નથી. ત્રીજી બૂરી ચીજ છે હદથી વધારે સ્ત્રીની આસકિતમાં રહેવું. સ્ત્રીની આસકિત માણસને પતન તરફ દોરી જાય છે. અહીંયાં કોઇ નિંદાનો વિષય નથી, પણ અતિઆસકિત ખોટી છે. ચોથું મૂર્ખાઓની વચ્ચે રહીને હાસ્ય કરવું ખરાબ છે, કારણ કે મૂર્ખાઓની મંડળીમાં હાસ્ય કરો તોય માર પડે અને હસો તોય માર પડે. આપણા ગુજરાતના હાસ્ય કલાકાર ધીરુભાઇ સરવૈયા પોતાની રમૂજી શૈલીમાં કહે કે બે ગાંડાઓ રાત્રિએ ઝઘડતા હતા. એક કહે આકાશમાં ચંદ્રમા છે બીજો કહે કે અત્યારે સૂરજ છે. એવામાં એક ડાહ્યો માણસ ત્યાંથી પસાર થતો હતો. એટલે એક ગાંડો કહેવા લાગ્યો કે આપણે ભાઇને પૂછી લઇએ કે અત્યારે ચંદ્રમા છે કે સૂરજ છે. બંને પેલાભાઇને ઊભા રાખીને પૂછવા લાગ્યા કે ભાઇ અત્યારે આકાશમાં ચંદ્ર છે કે સૂરજ છે? પેલો માણસ થોડીવાર વિચાર કરીને સમજી ગયો કે બંને પાગલ છે કદાચ સૂરજ કહીશ તો ચંદ્રમાવાળો મારશે અને કદાચ ચંદ્ર કહીશ તો સૂરજ કહેવાવાળો મારશે. એટલે એણે તરત પેલા બંનેને કહ્યું  કે ભાઇ મને ખબર નથી કારણ કે હું ગામનો નથી. એક ગાંડો તરત બોલ્યો કે તો તમને ના ખબર હોય, તમે જાવ અમે બીજાને પૂછી લઇશું. તો આવા મૂર્ખની વરચે રહેવું પણ ખરાબ છે. આગળ કવિ કહે છે કે લોભી માણસની સેવા કરવી ખૂબ ખરાબ છે. ગમે તેટલા પૈસા હોય તેમ છતાં લોભીથી કયારેય પૈસા છૂટતા નથી. લોભી માણસની ગમે એટલી સેવા કરો તો પણ સેવા કરનારને પરિણામ મળતું નથી. જીવનમાં ખરાબ સ્વભાવવાળી સ્ત્રી પુરુષ માટે બૂરી છે. ઘણી સ્ત્રીઓ સ્વભાવથી ખરાબ હોય છે. પતિ ગમે તેટલું રાખે છતાં એને પિયર દેખાય છે. ખરાબ સ્વભાવવાળી સ્ત્રીનું મુખ્ય લક્ષણ ઝઘડાખોર હોય છે. જે સ્ત્રી સ્વભાવથી ઝઘડા કરવાનું ટાળે શ્રેષ્ઠ સ્ત્રી છે. આમાં મારે સ્ત્રીની નિંદા કરવી નથી પણ સમાજમાં જયારે આપણે સાંભળીએ ત્યારે કવિના વિચારો સ્પષ્ટ દેખાય છે. બીજું કે સાપ સાથે કયારેય ખેલવું નહીં અને છેલ્લે રણભૂમિમાંથી પીઠ બતાવીને ભાગવું બૂરું છે. બધી વસ્તુઓમાં સૌથી વધારે જો ખરાબ હોય તો કોઇની પાસે માગવું છે. માટે બને ત્યાં સુધી જીવનમાં માગવાનું ટાળજો. એમાંય કોઇ પાસે ભીખ તો કયારેય માગશો. માગવું હોય તો અસ્તિત્વ પાસે માગજો. મને ગાલીબ યાદ આવે છે.

ગાલીબ કર હુજુર મેં તું બાર બાર અરજ
વાકિફ હૈ તેરા હાલ ઉનકો કહે બગર

ગાલીબ કહે છે કે કોઇ દરબારમાં જઇને તું ભીખ માગ. તારા હાલની અસ્તિત્વને ખબર છે. મારી તો દરેકને પ્રાર્થના છે કે પોતાની જાતને યોગ્ય બનાવો. પરમાત્માએ બધાની વ્યવસ્થા કરી છે. આપણી ધીરજ ખૂટે છે. પહેલાં યોગ્ય બનો. પરમાત્મા અવશ્ય આપશે. જો માગવું હોય તો,

"રૂપં દેહિ જયં દેહિ યશો દેહિ દ્વિષોજહિ"

અમને રૂપ આપજે. જય આપજે. યશ આપજે પણ દ્વેષ કયારેય આપજે. “પત્ની મનોરમાં દેહિ” આજના યુવાનોએ શીખવા જેવી વાત છે કે પત્ની મળે તો મનોરમા મળે. મનોરમાનો અર્થ થાય છે સુંદર. પછી અમારા મનનું અનુસરણ કરવાવાળી મળે. સ્તોત્રમાં દુર્ગા પાસે પુરુષ માગે છે કે અમને એવી સ્ત્રી આપજો કે દુર્ગમ સંસારમાંથી અમારા કુળને તારી દે. આપણે ત્યાં શકિતનો મહિમા અદ્ભૂત છે. સ્ત્રી વિશે આપણે ત્યાં કહેવાય છે કે સ્ત્રી ધારે તો ગમે તે પુરુષને સંસારમાંથી તારી દે છે અને સ્ત્રી જો સ્વભાવથી હઠે તો મધદરિયે ડુબાડી પણ શકે છે. સંસ્કૃત સાહિત્યમાં તો પત્નીનો ખૂબ સુંદર અર્થ કર્યોછે કે પોતાના પતિને પતનથી બચાવે એનું નામ પત્ની છે. સ્ત્રી સાક્ષાત્જગદંબાનું સ્વરૂપ છે.

"યા દેવી સર્વભૂતેષુ માતૃ રુપેણ સંસ્થિતા"

આવી માતાઓની વંદના આપણે ત્યાં થવી જોઇએ. આપણને બધાને ખબર છે કે શિવની રાત્રિ એક હોય છે. જયારે દુર્ગાની નવ-નવ રાત્રિઓ હોય છે. જેને આપણે નવરાત્રિ કહીએ છીએ. રામચરિતમાનસમાં તુલસીદાસજી કહે છે કે રામ દુર્ગા છે. રામાયણ દુર્ગા સ્વરૂપ છે. મારા માટે તો દર મહિને બે-બે નવરાત્રિ આવે છે, કારણ કે મારી કથાના દિવસ પણ નવ છે. એટલે મારે તો જેટલી કથા હોય બધી મારા માટે નવરાત્રિ છે. આવી પાવન નવરાત્રિમાં આપણા બધા ઉપર દુર્ગાની સદૈવ કૃપા રહે. સાથે આપણે બીજા પાસે માગીએ અને અસ્તિત્વની પાસે માગીએ એવી રામાયણજીનાં ચરણોમાં પ્રાર્થના. આપ સૌને વ્યાસપીઠ ઉપરથી નવરાત્રિની શુભકામના.

જય સીયારામ
મોરારિબાપુ
માનસદર્શન
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)








No comments:

Post a Comment