The images and the content of the article are displayed here with the courtesy of
આ સાત લક્ષણો અપનાવીએ તો મંગલમૂર્તિનાં દર્શન થાય
આ સાત લક્ષણો અપનાવીએ
તો મંગલમૂર્તિનાં દર્શન થાય
દોહાવલી
રામાયણમાં કલ્યાણમૂર્તિઓનાં સાત લક્ષણની ચર્ચા
કરવામાં આવી છે. આ
બધાં જ લક્ષણો હનુમાનજીને
લાગુ પડે છે. ખરેખર
તો હનુમાનજી મૂલત: શંકરના અવતાર
છે. આપણે ત્યાં કોઇ
વ્યકિત હનુમાનજીની ઉપાસના કરે તો
એ મૂળતત્ત્વની ઉપાસના કહી શકાય
છે. હનુમાનજીનાં ઘણાં નામો આપણે
ત્યાં બોલાય છે. જેમાંનું
એક નામ મંગલમૂર્તિ એવું
પણ છે. હવે પ્રશ્ન
થાય કે મંગલમૂર્તિ કોને
કહેવાય.
તુલસીદાસજીએ
તો હનુમાનજીને મંગલમૂર્તિ કહીને યોગ્ય રીતે
સ્થાપિત કર્યા છે. જેમ
કે આ પદમાં હનુમાનજી
વિશે જે પણ ચર્ચા
કરવામાં આવી છે, એ
બધી જ ચર્ચા મંગલમૂર્તિનાં
લક્ષણ છે. આપણે કોઇ
અર્વાચીન વિદ્વાનનું એક મંગલમૂર્તિ અષ્ટક
પણ છે. જે સંસ્કત
ભાષામાં છે. એ અષ્ટકમાં
મંગલમૂર્તિની પરિભાષા છે, પણ મારા
માટે તો વિનયપત્રિકાનું આ
સ્તોત્ર મંગલમૂર્તિનું ભાષ્ય છે. ફરી
એકવાર પદને યાદ કરું,
મંગલમૂર્તિ મારુતનંદન.
તો હનુમાનજી મંગલમૂર્તિ છે, પ્રાણતત્ત્વ પણ
છે. આપણા હરિભાઇ કોઠારીએ
બહુ સારી વાત કહી
છે. મને ગમી એટલે
તમારી સમક્ષ રાખું
છું. એમણે કાું કે
કોઇપણ મંદિર હોય પણ
એમાં મંગલમૂર્તિ સ્વરૂપ હનુમાનજીને બેસાડવા
જ પડે.
બધાને
હનુમાનજીની જરૂર પડે છે.
ભગવાન રામને પણ હનુમાનજીની
જરૂર પડે છે, પરંતુ
હનુમાનજીના મંદિરમાં ભગવાન રામને બેસાડવાની
જરૂર નથી કારણ કે
હનુમાનતત્ત્વ બિલકુલ સ્વતંત્ર છે.
મારું તો ત્યાં સુધી
માનવું છે કે આપણા
જીવનમાં ગુરુ ન મળે
તો ગુરુ બનાવવા માટે
દોડાદોડી કરતા નહીં. હનુમાનજીને
ગુરુ માની લેવા જોઇએ.
જૈ જૈ જૈ હનુમાન
ગોસાઇ
કપા કરો ગુરુ દેવ
કી નાઇ
કારણ કે હનુમાનજી તો
ત્રિભુવનગુરુ છે. મારી વ્યાસપીઠ
ઉપરથી દરેકને પ્રાર્થના છે
કે કદાચ તમને સવારથી
સાંજ સુધી સમય ન
મળે તો વાંધો નહીં,
પણ સવારમાં એકવાર હનુમાનચાલીસાનો પાઠ
કરો, પછી બપોરે એકાદ
પાઠ કરો અને રાતે
સૂતાં પહેલાં એક પાઠ
કરો. આપણી ત્રિકાલ સંઘ્યા
અને સાધના પૂરી થઇ
ગણાશે. હનુમાનચાલીસા સિદ્ધ પણ છે
અને શુદ્ધ પણ છે,
માટે હનુમાનજી મંગલમૂર્તિ છે અને જેની
પાસે સાત વસ્તુ હોય
એ મંગલમૂર્તિ છે. તે સાત
વસ્તુ આ પ્રમાણે છે:
દોહા પ્રમાણે મંગલમૂર્તિનાં સાત લક્ષણોનું દર્શન
મારી વ્યાસપીઠને થાય છે તો
સાત લક્ષણોને જરા વિસ્તારથી સમજીએ.
૧. સુધા: જેમાં અમૃત
હોય એ મંગલમૂર્તિ છે.
મારી ફરી આપને બધાને
પ્રાર્થના છે કે આ
કોઇ ઉપદેશ નથી, મારે
તમને ઉપદેશ આપવો નથી.
મારે તો તમારી સાથે
સંવાદ કરવો છે, તો
જયાં અમૃત હોય એ
મંગલમૂર્તિ છે. આપણા મહાપુરુષો
કહે છે કે અમૃતને
રહેવા માટેની ત્રણ જગ્યા
છે જેમાં એક આંખ,
બીજી જીભ અને ત્રીજું
હૃદય છે. આ ત્રણે
જગ્યાએ અમૃત નિવાસ કરે
છે.
હવે આપણે સ્વયં નક્કી
કરવાનું કે આપણી આંખમાં
અમૃત છે. જો કોઇનું
સારું જોઇને આંખ રાજી
થાય તો સમજવાનું કે
આપણી આંખમાં અમૃત છે.
એવી જ રીતે જીભમાં
નક્કી કરવાનું છે. જીભમાં અમૃત
હોય એટલે કે સુધામય
વાણી હોવી જોઇએ અને
હૃદય પણ અમૃતથી ભર્યું
હોવું જોઇએ. હનુમાનજીમાં આ
બધી જ વસ્તુ છે.
સંસારમાં પણ જે વ્યકિતની
આંખમાં અમૃત, જીભમાં અમૃત
અને હૃદયમાં અમૃત હશે એને
મારી વ્યાસપીઠ મંગલમૂર્તિ કહેવા માટે તૈયાર
છે.
૨. સાધુચરિત જીવન: તુલસીદાસજી કહે
છે કે,
સમાજમાં
વર્ણ અને વર્ગ એકબાજુ
રાખવા જોઇએ. અમારે તલગાજરડામાં
હનુમાનજીનો ઉત્સવ ઊજવાય. એવા
સમયે અમારા ગામની દલિત
દીકરીઓ દ્વારા હનુમાનજીની પૂજા,
અર્ચના અને આરતી થાય
છે. આ ¼શ્ય જોઉં
ત્યારે હું વધારે રાજી
થાઉ છું અને મને
વિશ્વાસ છે મારો હનુમાન
પણ રાજી થતો હશે.
આજે સમાજમાં વર્ણ અને વર્ગ
બાજુ પર રાખવા જોઇએ.
આપણે ત્યાં સાધુના કોઇ
વર્ણ કે વર્ગ હોતા
નથી. આપણે ત્યાં ચાર
વર્ણ છે, પણ એ
ચાર વર્ણમાં કોઇ જગ્યાએ સાધુની
ગણતરી થતી નથી. એનો
મતલબ એ થાય કે
ચારેય વર્ણમાંથી કોઇપણ વ્યકિત સાધુ
થઇ શકે છે અને
સાધુમાં કયારેય જાતિભેદ હોતો
નથી. જાતિ મળે કે
ન મળે, ભીતરની જયોતિ
મળવી જોઇએ. મારી વ્યાસપીઠ
તો વર્ષોથી સાધુની વ્યાખ્યા કરતી
આવી છે કે આપણા
ગાંધીબાપુ, વિનોબા, રવિશંકર મહારાજ, એકનાથ આ બધા
જ સાધુ થયા છે.
સાધુની
બીજી એક વ્યાખ્યા એવી
છે કે જે સમાજમાં
છેવાડાની વ્યકિત સુધી પહોંચી
શકે, એને સમજી શકે
એ સાધુ છે. સમાજના
છેવાડાના માણસને સમજવા માટે
આપણે બેદરકાર ન રહીએ તો
આપણે પ સાધુ છીએ,
તો જેનું જીવન સાધુચરિત
છે એને મંગલમૂર્તિ કહી
શકાય છે.
૩. સુરતરુ: સુરતરુ એટલે કે
કલ્પવૃક્ષ. જેની છાયામાં બેસવાથી
મનની ઇરછા પૂરી થઇ
જાય. જેના સાંનિઘ્યમાં જવાથી
ઇરછા અનુસાર મળી જાય
એ મંગલમૂર્તિ છે. આમ તો
હનુમંતતત્ત્વ અને શંકરતત્ત્વ સુરતરુ
છે. જયાં સુધી સંભવ
હોય ત્યાં સુધી આપણે
માગીએ, એ માગણીને પૂરી
કરી દે એ આપણા
માટે સુરતરુ છે.
ઘણીવાર
માણસો કહે છે કે
અમારી ઉપર આ દેવની
કપા વરસી એટલે અમારી
ઇરછા પૂર્ણ થઇ ગઇ.
આનો અર્થ એ થયો
કે આપણે કોઇ સુરતરુની
છાયામાં બેઠા છીએ. ફકત
એને ઓળખવા માટેની ¼ષ્ટિ
આપણી પાસે હોવી ખૂબ
જ જરૂરી છે, તો
આપણી માગણીને-ઇરછાને જે પૂર્ણ
કરી દે એ મંગલમૂર્તિ
છે.
૪. સુમન: સુમન એટલે
કે ફૂલ એવો અર્થ
થાય છે. અહીંયાં આપણે
આપણા મનને ફૂલ માનીને
ચાલવાનું છે. સુમન એટલે
જેમનું મન નિત્ય સુંદર
છે. સવાર પડે ને
જેમ ફૂલ ખીલે એવી
રીતે આપણું મન નિત્ય
ખીલવું જોઇએ. જેમની મનોભાવનાઓ
કલ્યાણમય છે, જેમનું મન
હંમેશાં સારું વિચારે છે.
જયાં સુધી આપણે પરમાત્માને
સારું મન નહીં અર્પણ
કરીએ ત્યાં સુધી આપણી
પૂજા અધૂરી છે. જે
દિવસે આપણું મન શુદ્ધ
બની જશે એટલે કે
ફૂલ સમાન બની જશે,
તરત જ પરમાત્મા ફૂલનો
સ્વીકાર કરશે. જેનું મન
શુદ્ધ એ મંગલમૂર્તિ છે.
૫. સુફલ: સુફલ એટલે
કે સારા શુકન એવો
અર્થ થાય છે. આપણે
બહારગામ જતા હોઇએ અને
એવા સમયમાં આપણી સામે
કોઇ આવીને અમૃતમય વચન
બોલવા લાગે ત્યારે આપણે
સમજી જવાનું કે મારા
માટે આ સારા શુકન
છે. ઘણા બહારગામ જતા
હોય ત્યારે બીજા કહે
કે કયાંકથી ગાયને ગોતી લાવોને,
મારે શુકન લઇને બહાર
જવું છે. આવા શુકન
લેવાની કોઇ જરૂર નથી,
પણ કોઇ સમ્યક વૃત્તિધારી
સાધુ મળી જાય તો
આપણા માટે શુકન છે.
કોઇ દાતાર રસ્તામાં મળી
જાય તો મોટા શુકન
છે. દાતારની વાત આવી છે
માટે વાત કહી દઉ
કે ઈશ્વરે તમને જે
સંપત્તિની ામતા આપી છે
એ સંપત્તિમાંથી સમાજના છેવાડા માણસ
સુધી કંઇક પહોંચે એવું
જીવનમાં કરતા રહેજો.
મંગલમૂર્તિ
હનુમાનજી પ્રસન્ન થશે. ક્રાઇસ્ટનું એક
વાકય છે કે જે
માણસ પોતાની સંપત્તિ વહંેચે
છે એને વધારે પરમાત્મા
આપે છે અને જેની
પાસે સંપત્તિ છે તેમ છતાં
આપતો નથી એ માણસની
સંપત્તિ સમય આવતાં છીનવાઇ
જાય છે. જો પરમાત્માએ
સંપત્તિ આપી હોય તો
આવકનો દસમો ભાગ કાઢજો,
કાંઇક જરૂરિયાતવાળા માણસો પાછળ વાપરજો.
આ દેશમાં પ્રત્યેક વ્યકિત
પોતાની આવકનો દસમો ભાગ
કાઢે તો મને એમ
લાગે છે કે રાષ્ટ્રમાં
બહુ મોટું કામ થઇ
જાય, તો સુફલનો એક
સંકેત તુલસીદાસજી કરે છે:
તુલસીદાસજીએ
તો હનુમાનજીને મંગલમૂર્તિ કહીને યોગ્ય રીતે
સ્થાપિત કર્યા છે. જેમ
કે આ પદમાં હનુમાનજી
વિશે જે પણ ચર્ચા
કરવામાં આવી છે, એ
બધી જ ચર્ચા મંગલમૂર્તિનાં
લક્ષણ છે.
રામચરન
બારિજ જબ દેખૌ
તબ નિજ જન્મ સુફલ
કરિ લેખૌ
કાકભુશુંડીજી
કહે છે કે જયારે
મને રામનાં દર્શન થશે
ત્યારે જ મારા જીવનને
સફળ સમજીશ. આવી વિચારધારા
જેનામાં આવી જાય એ
મંગલમૂર્તિ છે.
૬. સુહાવની બાત: જેની સાથે
વાત કરવાથી આપણા જીવનમાં
માર્ગદર્શન મળી, જીવનની સમસ્યા-વિષયોની ગ્રંથિઓ ખૂલી જાય. જેના
બોલવાથી આપણું મન પ્રસન્ન
થઇ જાય એ મંગલમૂર્તિ
છે. આ વિષયે રામચરિતમાનસમાં
પ્રમાણ છેકે હનુમાનજી જયારે
અશોકવાટિકામાં સીતાજીને મળે છે ત્યારે
હનુમાનજીની વાત સાંભળીને સીતાજીનું
દુ:ખ દૂર થઇ
ગયું હતું. આપણે ત્યાં
ઘણા ડોકટરો દર્દીને દવા
આપ્યા વગર જ ફકત
સારી વાત કરીને સારું
કરી દેતા હોય છે,
માટે મધુર વાત કરવી
એ મંગલમૂર્તિનું લ ાણ છે.
૭. પરમાત્માનું ભજન:
જે પરમાત્માનું ભજન કરે છે
એ મંગલમૂર્તિ છે. પરમાત્માનું ભજન
એટલે કે આપણે જેને
માનતા હોઇએ એની ઉપર
આપણી શ્રદ્ધા અને ભરોસો એ
ભજન છે. સવારથી સાંજ
આપણે બીજું કરી શકીએ
નહીં તો કોઇ ચિંતા
નહીં પણ હર સમય
એનું સ્મરણ ન ભુલાય
એ આપણું ભજન છે.
જે માનતા હોઇએ એનું
સ્મરણ આપણી સાથે રહેવું
જોઇએ. જો આપણી સાથે
આપણા ઇષ્ટનું સ્મરણ નિત્ય હોય
તો આપણે પણ મંગલમૂર્તિ
છીએ.
બસ જીવનમાં આ સાત લ
ાણો સમજાય અને સમજયા
પછી આપણે એને વર્તનમાં
લાવીએ અને આપણે પણ
મંગલમૂર્તિનાં દર્શન કરીએ એવી
મોરારિબાપુ
માનસદર્શન