The image and article content are displayed here with the courtesy of
પ્રથમ સત્યાગ્રહી એટલે જટાયુ
Read full article at Divya Bhaskar.
ગરિમાના માધ્યમથી લેકચર સીરિઝ યોજાશે
સંગીત પ્રેમીઓ દ્વારા ચલાવવામાં આવતી સંસ્થા 'ગરિમા’ દ્વારા 'આજે જરૂર છે જટાયુની’ વિષય પર સી.સી.મહેતો ઓડિટોરિયમ ખાતે પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા કટાર લેખક અને ચિંતક ડો.ગુણવંત શાહે જટાયુના શૌર્ય વિશે વાત કરી હતી.
જટાયુની જરૂર વિશે વાત કરતા પહેલા તેમણે જટાયુ એટલે કોણ અને તેની સાથે જોડાયેલી વાત વિશે પોતાના વિચારો રજૂ કર્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, 'મારા મતે માનવ ઈતિહાસનો પ્રથમ સત્યાગ્રહી એટલે જટાયુ. રામના વનવાસ સમયે પંચવટીમાં જટાયુ અને રામ મળ્યાં હતાં, જ્યાં જટાયુએ રામને પોતાનો પરિચય દશરથના મિત્ર તરીકે આપ્યો હતો. જો રામની ઈચ્છા હોત તો તેમની ગેરહાજરીમાં સીતાના રક્ષણની તૈયારી બતાવી હતી.
જટાયુ ગીધરાજ હતા અને સ્વભાવે સૌમ્ય હતા. જટાયુ ખાનદાની ગીધ હતા અને પોતાના સમાજમાં અલગ તરી આવતા ગીધ હતા. ઉલ્લેખનીય બાબત એ છે કે, આ સમાજ જુદા તરી આવતાં લોકો પર જ ટક્યો છે.’ આ વાતને રજૂ કરતા ડો.ગુણવંત શાહે સમાજના વિવિધ મહાનુભાવોનું ઉદાહરણ રજૂ કર્યુ હતું. જટાયુ એ અલગ સ્વભાવના વિચારના ગીધ હતા, જેથી તે સત્યાગ્રહી બન્યા હતા અને રામ પણ તેમના સમાજમાં અનન્ય હતા અને તેથી જ રામ અને જટાયુનો સમન્વય થયો હતો. જટાયુએ પરરક્ષા કાજે પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમણે એમ પણ ક્હ્યું હતું કે, 'જે સમાજ ખરા સમયે ક્રોધ નથી વ્યકત કરતો, તે સમાજ દયનીય સમાજ છે.’
ડો. ગુણવંત શાહે રિચાર્ડ બેકલી નામના લેખકની ૨પ વર્ષ પહેલા છપાયેલી પુસ્તકના પાત્ર સાગર પંખી જોનાથનની વાતનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'જોનાથન પણ જટાયુની જેમ પોતાના સાગર પંખીના સમાજમાં અનન્ય હતો. સાગર પંખીઓ સમુદ્રની સપાટી પર જ ઉડીને માછીમારના ટોપલામાંથી માછલાઓને ખાય છે. જ્યારે જોનાથન સમુદ્રની સપાટીથી ૨૦૦૦ ફુટ ઊંચે ઉડવાની હિંમત કરે છે, જ્યાં કોઈ સાગર પંખી ઉડતું નથી.
ખૂબ જ મહેનત બાદ અંતે જોનાથન સમુદ્રમાંથી તાજી માછલી મેળવવામાં સફળ થાય છે. પરંતું પંખીઓનો સમાજ જોનાથનને આ કૃત્ય બદલ સાગરથી દૂર એક ટોચ પર આવેલી ગુફામાં તેને સજારૂપે મોકલે છે, જ્યાં તેને સમજી શકે એવા ફ્લેચર નામના પંખી મિત્રનો ભેટો થાય છે. આમ જે વ્યક્તિ સમાજની વિરુદ્ધ જઈ કંઈ પણ કરે છે તેને વિરોધ સહન કરવો પડે છે, પરંતુ તે વ્યક્તિ સાચા અર્થમાં જીવી જાય છે અને બાકી બધા જીવી ખાય છે.’ આ ઉદાહરણ સાથે ડો ગુણવંત શાહે જટાયુની અલગતા અને સમાજની પરિસ્થિતિને વર્ણવી ત્યારે તાળીઓનાં ગડગડાટથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું હતું.
અંતમાં ડો.ગુણવંત શાહે વેદ મંત્રને રજૂ કર્યો હતો જેમાં ભદ્રતા અને દુરિતાના પરિબળો સારા અને ખરાબ પરિબળો વિશેની વાત કરતા સમાજને જટાયુનેસ, જટાયુતાની ટકોર કરી હતી. આ પ્રસંગે સંસ્થાના અશોક ઘેલાણી તેમજ નંદાલયના અરૂણ ભાઈ હાજર રહ્યા.
...તો સમાજ પણ ટકે નહીં
ડો. ગુણવંત શાહે કહ્યું હતું કે, 'જટાયુ નર્ભિય હતા એટલે જ સત્યાગ્રહી બન્યા. દેશ અંગે વાત કરીએ તો ગાંધીજીના ગયા પછી દેશનું રિઝિઝસ્ટન્સ પૂર્ણ થઈ ગયું છે. રિઝિસ્ટન્સ એટલે જટાયુવૃત્તિ. જે સમાજમાંથી રિઝિસ્ટન્સ મરી પરવારે છે તે સમાજ પણ ટકે નહીં.’
No comments:
Post a Comment