Translate

Search This Blog

Tuesday, November 6, 2012

ગુરુગૃહમાં સહજતા હોય જ છે, માનસદર્શન , મોરારિબાપુ


The image and article displayed here are with the courtesy of 





ગુરુગૃહમાં સહજતા હોય જ છે...



ઘણા બધા પંથને પકડીને ચાલવાથી મને એમ લાગે છે કે માણસ જીવનમાં વધારે ભટકી જશે માટે વધારે આપણે ભટકી ન જઇએ એટલે જીવનમાં એક પંથ હોવો જોઇએ. જીવનમાં પ્રણામ બધા જ પંથને કરવા જોઇએ. કોઇપણ પંથનો વિરોધ આપણાથી ન થાય.



મચરિતમાનસમાં તુલસીદાસજીએ બંદીગૃહ, ઉરગૃહ અને ગુરુગૃહની ચર્ચા કરી છે. જેમાં બંદીગૃહ વિશે હું એટલું કહીશ કે આપણા નરસિંહ મહેતાને જેલમાં નાખ્યા હતા એ એક બંદીગૃહ છે. બંદીગૃહમાં ઇશ્વરત્વને પ્રગટ થવાની સંભાવના છે. વિનોબાજી જેલમાં રાા ત્યારે એની પાસેથી આપણને ગીતાજીનાં પ્રવચનો પ્રાપ્ત થયાં. આજે એ પ્રવચનોનું ખૂબ જ મોટું સ્થાન છે. વિનોબાજીનાં પ્રવચનોને હું ઘણીવાર વાંચું છું. મારું તો માનવું છે કે જીવનમાં ઇષ્ટગ્રંથ એક જ હોવો જોઇએ. પછી શુભચિંતન મળે તો અન્ય ગ્રંથોમાંથી પ્રાપ્ત કરી લેવું જોઇએ, પણ ઇષ્ટગ્રંથ તો એક જ હોવો જોઇએ. મને ઘણા કહે છે કે, બાપુ તમે કયા ગ્રંથને ઇષ્ટ તરીકે સ્વીકારો છો. એટલે હું કાા કરું કે મારા માટે તો તુલસીનું રામચરિતમાનસ જ સર્વસ્વ છે. મારો શ્વાસ રામચરિતમાનસ છે. હું ગાઉ છું. પીવું છું. ખાઉં છું એ બધું જ રામચરિતમાનસનો આધાર છે. કદાચ અમુક વસ્તુ વગર હું ચાલી શકીશ. અથવા તો જીવન ચલાવી શકીશ, પણ રામચરિતમાનસ વગર ચાલવું માર માટે અશકય છે. માટે મારા જીવનમાં ઇષ્ટગ્રંથ તરીકે હું રામચરિતમાનસને સ્વીકારું છું.

બીજું, જીવનમાં પંથ એક હોવો જોઇએ. ઘણા બધા પંથને પકડીને ચાલવાથી મને એમ લાગે છે કે માણસ જીવનમાં વધારે ભટકી જશે માટે વધારે આપણે ભટકી ન જઇએ. એટલે પંથ પણ એક હોવો જોઇએ. જીવનમાં પ્રણામ બધા જ પંથને કરવા જોઇએ. કોઇપણ પંથનો વિરોધ આપણાથી ન થાય. ત્યારે સમજવાનું કે આપણે સાચા પંથ ઉપર ચાલી રાા છીએ.

ત્રીજું, આપણા જીવનમાં કંત એક જ હોવો જોઇએ. કંત એટલે કે માલિક. જીવનમાં માલિક એક જ હોવો જોઇએ. જીવન જીવવાનો વધારે આનંદ આવશે. લોકો ઘણીવાર મને પૂછે છે કે બાપુ ઘરના મંદિરમાં કેટલા દેવતાઓને બેસાડી શકાય. ત્યારે હું કાા કરું છું કે બને તો ઘરના મંદિરમાં બે દેવતાઓને સ્થાન આપો. જેમાં એક હરિ અને હરિનું નામ આપણા માટે બે દેવતા બરાબર છે. કદાચ દેવીને માનતા હો તો દેવીનું સ્વરૂપ અને એનું નામ આપણા માટે બસ છે. દેવતા કેટલા બેસાડવા એના કરતાં આપણો વિશ્વાસ અને શ્રદ્ધા કેટલી બેસે છે એ મહત્ત્વનું છે. ચોથું, સંત એક હોવા જોઇએ. આપણે જે સદ્ગુરુને માનતા હોઇએ એને પરિપૂર્ણ રૂપથી સ્વીકારવા જોઇએ. આદર દરેકને આપવો જોઇએ પણ સદ્ગુરુ એક જ હોવો જોઇએ. ભગવાન દત્તાત્રેયે ચોવીસ ગુરુ કર્યા પરંતુ સદ્ગુરુ તો એક જ હતા. તુલસીદાસજી પણ કહે છે કે:



જીવનમાં માણસ કેટલો બધો ભટકે છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં તો આવી બુદ્ધિને વ્યભિચારિણી બુદ્ધિ કહી છે. આજે સમાજમાં પ્રલોભન અને ભય જ આપણી માનસિક દશા બગાડે છે. આજે ઘણા માણસો મૂર્છામાં જીવી રાા છે. અમારા એક જયોતિષી જેઠાદાદા. એ બધાને કહે કે તને કોઇ ગ્રહ નડતો નથી, પણ તું તને પોતાને નડવાનું બંધ કર. ગ્રહ સ્વયં નડતા બંધ થઇ જશે. જીવનમાં ડરો નહીં ખોટી રીતે ભયભીત ન થાઓ. ઘરમાં મંદિર રાખવા જોઇએ પરંતુ ક ર્રઝર્ણ્જઞ્ ૂ્ર્ર ર્ગ્ં ન્ગ્ણ્, આપણે ઘરને મંદિર બનાવી શકતા નથી! આપણે ઘરને મંદિર બનાવી શકતા નથી માટે ઘરમાં મંદિર બનાવવું પડે છે. ખરેખર તો દરેક ઘરમાં જીવંત ઇશ્વર ઘૂમતા જ હોય છે. એને સમજવાની જરૂર છે. કોઇ ઘરમાં એક નાનકડું બાળક, ઘરડાં દાદા-દાદી આ બધાં ઘરના ઈશ્વર સમાન છે. મને ઘણા લોકો કહે છે કે, બાપુ તમે અપીલ કરો ને તો બધી જ જગ્યાએ મંદિર ઊભાં થઇ જાય. ત્યારે હું એ લોકોને કહું કે મારું કામ મંદિર બનાવડાવવાનું નથી. મારું કામ તો લોકોનાં ઘરને મંદિર બનાવવાનું છે. મારી તો દરેકને પ્રાર્થના છે કે પહેલાં ઘરને મંદિર બનાવો. પરિવારના સદસ્યોમાં દેવતાઓનાં દર્શન કરો. પરસ્પર પ્રેમ કરતા થાવ, ઘરમાં જ ઇષ્ટનાં દર્શન થશે.

તો ચર્ચા ચાલતી હતી બંદીગૃહ વિશે. ભગવાન શ્રીકષ્ણ પણ જેલમાં પ્રગટ થયા છે અને જેલમાં ગીતા પ્રવચનો પણ પ્રગટ થયાં છે. તુલસીદાસજીએ ઉરગૃહની ચર્ચા પણ કરી છે. આપણું હૃદય પણ એક ઘર છે. તુલસીદાસજી વિનયપત્રિકામાં લખે છે કે:



માણસનું દિલ એક મંદિર છે. આગળ તુલસીદાસજી ગુરુગૃહની ચર્ચા કરે છે. માનસમાં ઘર વિશેના વિચારો ખૂબ જ રજૂ થયા છે પણ અહીંયાં ચર્ચા ચાલી રહી છે ગુરુગૃહની. થોડું એનું પૃથક્કરણ કરીને સમજીએ. મારી વ્યાસપીઠ સંસારી માણસના ઘરની અને ગુરુગૃહની ચર્ચા કરે છે. ્યાસપીઠનાં દર્શનમાં ગુરુગૃહ અને ગૃહસ્થોના ઘરમાં આટલો તફાવત છે. આમાં મારે કોઇને નીચ દેખાડવા નથી કે કોઇને ઊચા પણ કરવા નથી. બંને પોતપોતાની જગ્યાએ બરાબર છે. તો ગૃહસ્થોના ઘર વિશે અને ગુરુુગૃહ વિશે જરા સમજીએ.



૧. ગૃહસ્થોના ઘરમાં મમતા હોય છે. ગુરુગૃહમાં સમતા હોય છે.

આ વિષયમાં કોઇની આલોચના નથી. જે સ્વાભાવિક છે એ વ્યાસપીઠ પરથી તમારી સમ ા મૂકવાનો પ્રયત્ન કરું છું તો ગૃહસ્થોના ઘરમાં મમતા વધારે હોય છે. આનો અર્થ એ નથી કે ગુરુઓના ગૃહમાં મમતા નથી, પણ સંસારી માણસના ઘરમાં મમતા વધારે દેખાય છે. નાની નાની વાતમાં મમતા દેખાતી હોય છે. જયારે ગુરુગૃહમાં સમતા હોય છે. ગમે તેવો ગાયક હોય પણ અંતે તો એ ફરીને પાછો પર આવે છે. ભગવદ્ગીતાનો મહામંત્ર છે. ગીતાએ પર બહુ જ ભાર મૂકયો છે. જયારે ઉપનિષદનો મહામંત્ર જયારે હું જેને ગાઉ છું એ રામચરિતમાનસનો મંત્ર છે.



તો ગુરુગૃહમાં સમતાની વધારે પ્રધાનતા છે. ગુરુગૃહમાં વ્યવહારનો ભેદ કયારેક દેખાય, પણ વૃત્તિનો ભેદ હોતો નથી. વ્યવહારભેદ તો સ્થૂળ રૂપમાં હોય છે. કોઇ વિધાર્થી હોય એ કયા વર્ગનો વિધાર્થી છે એને અનુરૂપ ગુરુનો વ્યવહાર હશે. જો વૃત્તિનો ભેદ હોય નહીં તો વ્યવહારભેદ દોષ નથી. સમતા ગુરુગૃહનું સૂત્ર છે.



૨. ગૃહસ્થોના ઘરમાં સાધન હોય છે. ગુરુગૃહમાં સાધના હોય છે.

ગૃહસ્થોના ઘરમાં સાધન વધારે જોવા મળે છે. ભૌતિક સુવિધા વધારે હોય છે. આમાં કોઇ નિંદાનો વિષય નથી. જયારે ગુરુગૃહમાં સાધન ઓછાં અને સાધના વધારે હોય છે. હા, અપવાદને અહીંયાં સ્થાન નથી. હું તો રામચરિતમાનસને આધારે થોડું કહી રાો છું. ગુરુગૃહમાં ખૂણે ખૂણો સાધનાની ભર્યોહોય છે. જયારે ગૃહસ્થોના ઘરમાં આજે બધી જ સુવિધાઓ હોય છે પણ જયાં સાધના હશે ત્યાં સહજતા વધારે જોવા મળશે. ગુરુગૃહમાં સહજતા હોય છે. ગુરુના ગૃહમાં બધી જ વસ્તુ સહજ છે. આપણા ઘરમાં નાનું એવું કામ સહજતાથી થતું નથી જયારે ગમે તેવું મોટું ગુરુગૃહ હોય પણ દરેક કાર્ય સહજતાથી થઇ જાય છે. વરચે એક ચોખવટ કરી દઉ કે ગુરુગૃહ અને આશ્રમમાં તફાવત છે. ગાંધીજીના આશ્રમમાં ભજનાવલી હતી પરંતુ ભજનાવલી સાથે કડક નિયમાવલી પણ હતી. તો મારો કહેવાનો આશ્રય એવો છે કે આશ્રમ અને ગુરુગૃહમાં ઘણો તફાવત છે. આશ્રમમાં સહજતા હોય પણ ખરી અને ન પણ હોય. જયારે ગુરુગૃહમાં સહજતા હોય જ છે.



૩. ગૃહસ્થોના ઘરે સુખદુ:ખ બંને હોય છેે. ગુરુગૃહમાં સુખદુ:ખ હોતા નથી.

આ વિષયને લઇને હું વિનંતી રૂપે કહેવા માગું છું કે ગુરુગૃહમાં જઇએ પછી ત્યાંથી ભાગવાની ઉતાવળ ન કરવી જોઇએ. ગુરુની સાથે થોડીવાર બેસવું જોઇએ. ઘણા માણસો તો બસ પ્રણામ કરીને ગુરુગૃહથી ભાગતા જ હોય છે. તો ગુરુગૃહથી કયારેય ભાગવું નહીં અને ગુરુ કહે કે હવે તમે જાવ પછી એક મિનિટ પણ રોકાવું જોઇએ નહીં. કારણ કે ગુરુ બહુ ¼ષ્ટિથી જોતા હોય છે. એ ¼ષ્ટિના આધારે આપણને સંકેત આપતા હોય છે પણ આપણે લોકો એ સંકેતને બરાબર સમજી શકતા નથી. આપણા વલ્લભાચાર્યના જયેષ્ઠપુત્રના જીવનમાં બનેલી ઘટના છે. એક દિવસ આચાર્યના ઘરે એક વૈષ્ણવ પરિવાર આવ્યો. બે દિવસ સુધી એ વૈષ્ણવ પરિવાર રોકાયો અને આચાર્યશ્રી પાસે વિદાય માગવા માટે ગયો એટલે સ્વયં આચાર્યજીએ કાું કે આજે રોકાઇ જાવ કાલે સવારે નીકળી જજો. વૈષ્ણવ પરિવાર આચાર્યને ના પાડી છતાં નીકળી ગયો. વીસ મિનિટમાં પાછો આવ્યો. આચાર્યને આવીને પ્રણામ કરીને કહેવા લાગ્યો કે અમે પાછા આવ્યા છીએ કારણ રસ્તામાં એક ગધેડો આડો આવ્યો. તરત જ આચાર્ય કહેવા લાગ્યા કે તમે ગધેડાનું માનો છો પણ ગુરુનું માનતા નથી. તો રામચરિતમાનસમાં તુલસીદાસજી કહે છે કે આજ્ઞા સમાન ગુરુની કોઇ સેવા નથી. તો ગુરુના ઘરમાં સુખ-દુ:ખથી પર એવી સ્થિતિ હોય છે.



૪. ગૃહસ્થના ઘરમાં યંત્ર હોય છે. ગુરુગૃહમાં મંત્ર હોય છે.

ગૃહસ્થના ઘરમાં યંત્ર ખૂબ જ હોય. કોઇપણ કાર્ય યંત્રથી થાય છે. જયારે ગુરુગૃહમાં મંત્ર હોય છે. ગૃહસ્થના ઘરમાં યંત્ર કેવળ ઘરનું જ કાર્ય કરી શકે છે. જયારે ગુરુગૃહમાં મંત્ર તો વિશ્વમંગલ માટે હોય છે. વ્યાસપીઠના મતાનુસાર મંત્ર એટલે કે વિચાર છે. જયાં વિચાર હોય છે ત્યાંથી જ શબ્દ આવે છે. એ શબ્દ પૂરા વિશ્વના કલ્યાણ માટે હોય છે.



૫. ગૃહસ્થના ઘરમાં રાગ હોય છે. ગુરુગૃહમાં વિરાગ હોય છે.

ગૃહસ્થોના ઘરમાં રાગ સારો હોય છે. જયારે ગુરુગૃહમાં ભીતરી વિરાગ હોય છે. બીજું કે આપણું ગૃહ કયારેક ને કયારેક તો જૂનું થાય છે અથવા તો પડી જાય છે. જયારે ગુરુગૃહ તો સદાય સનાતન રહે છે. અંતે ગૃહસ્થોના ઘર અને ગુરુગૃહના ઘર વિશે એટલું જ કહીશ કે આપણા જેવાના ઘરમાં સ્પર્ધાઓ વધારે ચાલે છે. જયારે ગુરુગૃહમાં તો કેવળ શ્રદ્ધા જ હોય છે. આવી શ્રદ્ધા સાથે મારા ગુરુગૃહને વંદન.



માનસદર્શન , મોરારિબાપુ


Read the article at epaper Divya Bhaskar, page 8.

No comments:

Post a Comment