The image and article content are displayed here with the courtesy of
દેવભાષાના એમ્બેસેડર ડો. ગૌતમભાઇ પટેલ
સંસ્કારી અને ભજન-ભકિતસભર કુટુંબમાં જન્મ. પિતા નાની ઉમરે તેને સદ્ગુરુ પાસે લઇ ગયા! છોકરો થોડાક શ્લોક બોલેલો! ગુરુદેવને ઇશ્વરદર્શન થયેલાં અને તેમણે આંખો ગુમાવેલી. પણ ત્રિકાળજ્ઞાની. છોકરાને શ્લોક બોલતો સાંભળી ગુરુદેવ બોલેલા: ૧૯૫૦ના કુંભમેળામાં લઇ ગયેલાને ત્યાં ખરેખર હાથી પર બેસાડેલા! પણ ગુરુકપાએ એટલી ઉરચ પ્રગતિ કરાવી કે જાણે જીવનને હાથી પર ચડાવી ગૌરવ બ યું... પ્રબળ ઇરછા હતી સંન્યાસી થઇ જવાની. ગુરુદેવે હા પણ પાડેલી. પણ આ વિચાર માત્રથી ઘરમાં રોકકળ થઇ ગયેલી. કુટુંબમાં એક જ દીકરો. વ્રત કરીને માગેલો. એ સંન્યાસ લઇ લે તો? એક સાથીને સંન્યાસ દી ાા અપાતી હતી, તે ગૌતમને અસર કરી ગયેલું: ગૌતમ આખી રાત રડતો રાો. વહેલી સવારે ચાર વાગે ગુરુદેવ રૂમમાં આવ્યા, બધાને બહાર કાઢી, ગૌતમને કહેલું: ૧૯૬૮ની સાલ હતી એ. ત્રિકાળજ્ઞાની ગુરુદેવ જે કંઇ બોલ્યા તે વર્ષોપછી અ ારશ: સાચું પડયું! રાષ્ટ્રપતિના નોમિની તરીકે આસામ યુનિવર્સિટીમાં, ચાન્સેલરના પ્રતિનિધિ તરીકે દિલ્હીના લાલબહાદુર શાસ્ત્રી યુનિવર્સિટીમાં, સેન્ટ્રલ ગવર્નમેન્ટના સભ્ય તરીકે હૈદ્રાબાદ યુનિવર્સિટીમાં, સભ્ય તરીકે રાષ્ટ્રીય સંસ્કત અકાદમીમાં અને હાલ તિરુપતિ યુનિવર્સિટી ખાતે ગૌતમભાઇ પટેલ કાર્યરત હતા અને છે. મોરારિબાપુએ કાું કે: ભારતીય વિધા ભવન, બેંગ્લોરે તેઓને સ્વામી ગંગેશ્વરાનંદજી વેદ રત્ન પુરસ્કાર, ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝા તરફથી બ્રહ્મર્ષિ પુરસ્કાર અને દેશની બે યુનિવર્સિટી લાલબહાદુર શાસ્ત્રી વિશ્વવિધાલય, દિલ્હી તથા સોમનાથ સંસ્કત યુનિવર્સિટી, વેરાવળ તરફથી ડિ.લીટ.ની ઉપાધિઓ પ્રદાન થયેલ છે. સાડત્રીસ વર્ષોની સંસ્કત પ્રાઘ્યાપક તરીકેની સુદીઘર્ સેવા અને તેમાંય ઓગણત્રીસ વર્ષ તો સંસ્કત વિભાગના અઘ્ય ા તરીકે અને તે પણ સેંટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં. એકધારી-અવિરત-સાતત્યપૂર્ણ અઘ્યયન-અઘ્યાપન યાત્રા! એવું ભાવપૂર્વક ડો. ગૌતમભાઇ પટેલ સ્વીકારે છે. પોતાના ગુરુદેવને આટલા આદર અને પ્રેમથી આજે પણ અનુભવતો પ્રાઘ્યાપક શિ ાણ ોત્રમાં મળવો દુષ્કર છે!
પિતા ફ્રેન્ચ ભણેલા. સંસ્કતને તેઓ ગણતા શરૂઆતમાં. ભરયુવાનીમાં સ્વાતંત્ર્યની લડતમાં જેલમાં ગયેલા. ત્યાં વાંચીને તેમનામાં પરિવર્તન થયું. માત્ર ઈશ્વર ભજનમાં લાગી ગયેલા. ગૌતમ પહેલાં એક દીકરાનું અવસાન થયેલું. મા ધર્મિષ્ઠ. માએ સોમનાથના તટે ચાંદ્રાયણ વ્રત કર્યું. સોમનાથ ભૂતળનાથ એ સરદાર પટેલના સાથીદાર. એ ગૌતમભાઇ પટેલના દાદા. તે જગ્યાએ માનું વ્રતતપ જોઇ રાત્રે સ્વપ્નમાં વિષ્ણુ ભગવાને દર્શન દઇ આશીર્વાદ આપ્યા અને માને દીકરો થયો. શ્રાવણમાં પાર્થિવ પૂજા કરી ચાંદ્રાયણ વ્રતના ફળસ્વરૂપે જન્મેલ ગૌતમભાઇ પોતાને માને છે. નાની ઉમરે ગૌતમે માતાને ગુમાવ્યાં. નિવૃત્ત કાકાને ઘરે રહી ભણ્યા. સંસ્કારમાં મળી માની સાલસતા અને પિતાની ભકિત, પ્રભુમાં અપાર શ્રદ્ધા. ગુરુદેવ તો માને દેવી કહેતા. તે હતાં ય એવાં જ. માના આવા પ્રશ્ન વખતે પિતા સામે રહેલા ભગવાનના ફોટાને દેખાડી કહેતા: અને બન્યું ય એવું. ઘરનાં ભાડા પેટે ચડત રૂપિયા બે આપવા એક વિધવા ભાડુઆત આવી ચડયાં અને પિતાજી મા સામે જોઇ મલકયા પછી ભજનમાં લાગી ગયા! ગૌતમભાઇને મકરંદ દવેના શબ્દો ત્યારે સાચા લાગેલા:
નિવૃત્ત કાકાએ સંસ્કત રગેરગમાં ઉતાર્યું. જબરદસ્તી કરીને શ્લોકો મોઢે કરાવ્યા. બહાર જાય ત્યારે બે શ્લોક કહેતા જાય, આવે ત્યારે પાક્કા જોઇએ જ. રાત્રે ફૂટપાથ પર રસ્તાની લાઇટ નીચેના બાંકડે રમણકાકા બેસે ને સામે ઊભીને ગૌતમે શ્લોકગાન કરવાનું. કયારેક ગૌતમને રડતો ભાળી કોઇ કહે કે શા માટે મા વિનાના છોકરાને હેરાન કરો છો? તો રોકડું પરખાવે: મેટિ્રક પાસ થયા પછી પહેલું પેન્ટ લીધેલું, બૂટ તો કોલેજમાં આવ્યા ત્યારે જોયા-જાણ્યા પણ સરસ્વતીચંદ્ર મેટિ્રક પહેલાં જ વાંચી નાખેલી! મામાની ઇરછા એવી કે ગૌતમ ડોકટર થાય એટલે સાયન્સમાં ગુજરાત કોલેજમાં બેસાડયા પણ ફેઇલ થતાં આટ્ર્સ ભણી આગળ ધપ્યા. ઇકોનોમિકસ પ્રત્યે વહાલ. ત્યારે અઘ્યાપક બબાભાઇ પટેલે પુસ્તકો દેખાડયાં તે તો ગૌતમભાઇએ ઇન્ટરમાં વાંચી નાખેલાં. પ્રિય પ્રોફેસર જયેશભાઇ દેસાઇએ આનંદથી કહેલું કે, આટલું તો અઘ્યાપક પણ વાંચી કાઢતા નથી, તમે ઇકોનોમિકસ જ રાખો. પણ ગુરુદેવે કાું: નસીબમાં જે લખ્યું છે તે જ મળવાનું છે એવી શ્રદ્ધા તો પાકી હતી એટલે બી.એ., એમ.એ., પીએચ.ડી. બધું જ સંસ્કતમાં કર્યું, અને સંસ્કતમાં શિરસ્થ થયા. મિલમાંથી ેનેજરના પદ પરથી રાજીનામું આપી અઘ્યાપક થયેલા અને રાધાકષ્ણનના ડાયરેકટ સ્ટુડન્ટ એમ. ડી. ભટ્ટસાહેબ મળ્યા. આપણા નાનાભાઇ ભટ્ટના ભત્રીજા. એમણે મેટિ્રકમાં આવ્યા પહેલાં તો માઘના નવ સર્ગ મોઢે કરેલા ને પાંચેય મહાકાવ્યો વાંચેલાં. એવા જ બીજા વિદ્વાન અઘ્યાપક એ. જી. ભટ્ટસાહેબ. ગુજરાતી તરીકે પહેલા વિધાર્થી કે જેને વ્યાકરણમાં ભાંડારકર પ્રાઇઝ મળેલું. આજે પણ ગુજરાત કોલેજના ઓનર્સ લિસ્ટમાં એમનું નામ છે. ગૌતમભાઇ અભિભૂત થતાં વાત કરે છે: એમણે કેટલીક ગુરુચાવી આપેલી ગૌતમભાઇને. ૧. અઘરાનું સહેલું કરવું અઘરું છે, અઘરાનું અઘરું કરવું સહેલું છે. ૨. તમારો વિધાર્થી જાણશે કે તમે તેના કરતાં વધુ જ્ઞાની છો તો જ તમને માન આપશે. ૩. તમે અને તમારો વિધાર્થી બંને માણસ છો. સ્ટેજ પરથી ઊતર્યા પછી વિધાર્થીને એક માણસ તરીકે સ્વીકારો. ૪. જ્ઞાનનો ટોપલો માથે લઇને ફરવું નહીં. ૫. જ્ઞાનસજજ થઇને જ વર્ગમાં કે વ્યાખ્યામાં જવું કારણ ગાંડીવ લીધા વિના અર્જુન કદિ યુદ્ધે ચડતો નથી. ગૌતમભાઇ સ્વીકારે છે કે આ ગાંઠે બંધાવેલી શીખના જોરે હું સફળ થયો.
બી.એ. સંસ્કત કરી સેંટ ઝેવિયર્સમાં અઘ્યાપક તરીકે જોડાયા અને ત્યાં જ ભણતા પણ ગયા. ત્યારે એલ.ડી.માં પસંદ ન થયા તો દુ:ખ થયેલું, ાણભર. પણ પછીથી સમજાયું કે સેંટ ઝેવિયર્સે જીવનને ઘણી લિફટ આપી. બબાભાઇ પટેલ, નિરંજન ભગત, ચીમન ત્રિવેદી, ડીસોઝા, રજનીભાઇ, સી. એલ. શાસ્ત્રી જેવા પ્રાઘ્યાપકોના સાથી બની શકાયું. ઉરચ વર્ગના-પ્રતિબદ્ધ-રઘુવીર ચૌધરી જેવા વિધાર્થીઓ પણ મળ્યા. અન્ય સાહિિત્યક અને સાંસ્કતિક પ્રવૃત્તિઓને મોકળું મેદાન પણ મળ્યું. પ્રકાશનો માટેનો બધો સહયોગ પણ મળ્યો.
ગૌતમભાઇ અને મિત્રોએ સાથે મળી ની રચના કરી. સમિતિએ જબરું પ્રદાન કર્યું ગુજરાતમાં અને ગુજરાતીમાં સંસ્કતનાં ઉત્થાન અને સંવર્ધન માટે. સિત્તેરથી વધુ ગ્રંથો પ્રકાશિત કર્યા.
ભદ્રાયુ વછરાજાની
વિશેષ
No comments:
Post a Comment