Translate

Search This Blog

Sunday, August 4, 2013

માનસ સંવાદ

પૂજ્ય મોરારી બાપુના વ્યાસસને યોજાયેલ રામ કથાના શ્રવણ દ્વારા મારી સમજમાં આવેલ કેટલાક અંશ અત્રે પ્રસ્તુત છે. આ એક પ્રસાદી જે મેં ગ્રહણ કરી છે તેને વહેંચવાનો પ્રયાસ છે. અહી કોઈ ક્ષતિ હોય તો તે મારી સમજનો અભાવ છે. કદાચ વક્તાને સમજવાની મારી ક્ષમતા પણ ઓછી હોઈ શકે.

રામ કથા
માનસ સંવાદ
ઈન્દોર (M. P.)
શનિવાર, તારીખ ૦૩-૦૮-૨૦૧૩ થી રવિવાર, તારીખ ૧૧-૦૮-૨૦૧૩

મુખ્ય ચોપાઈ
કહિહઉઁ સોઈ સંબાદ બખાની  l
સુનહુઁ સકલ સજ્જન સુખુ માની   ll
……………………………….બાલકાંડ……….૨૯ (ગ)
कहिहउँ सोइ संबाद बखानी ।

सुनहुँ सकल सज्जन सुखु मानी ॥
(યાજ્ઞવલ્ક મુનિએ જે સુંદર કથા મુનિવર ભરદ્વાજજીને સંભળાવી હતી) એજ સંવાદ હું વિગતવાર હવે કહીશ. સૌ સજ્જનો સુખેથી સાંભળો.

યહ સંબાદ જાસુ ઉર આવા   l
રઘુપતિ ચરન ભગતિ સોઈ પાવા   ll
……………………………..સુંદરકાંડ ……….. ૩૩

यह संबाद जासु उर आवा ।
रघुपति चरन भगति सोइ पावा ॥
ભક્ત અને ભગવાન વચ્ચેનો આ સંવાદ જેના અંતરમાં બેસી ગયો તે શ્રી રઘુનાથજીના ચરણોની ભક્તિ પામી ગયો જાણવો.

શનિવાર, તારીખ ૦૩-૦૮-૨૦૧૩

રવિવાર, તારીખ ૦૪-૦૮-૨૦૧૩

આધ્યાત્મ જગતમાં બે વ્યક્તિ વચ્ચેના સંવાદમાં ત્રીજી વ્યક્તિને પ્રવેશ નથી.
ગુરૂ શિષ્ય વચ્ચેના સંવાદમાં ત્રીજી વ્યક્તિને પ્રવેશ છે જ નહીં.
બે વિચારની વચ્ચે ત્રીજો વિચાર અસ્વીકાર્ય છે.
શિવ પર્વતી વચ્ચેના સંવાદમાં શિવ અને પાર્વતી બે જ છે.
યાજ્ઞવલ્ક અને ભારદ્વાજ મુનિ વચ્ચેના સંવાદમાં પણ બે જ વ્યક્તિ છે.
ગરુડ અને કાકભૂષંડીના સંવાદમાં પણ બે જ વ્યક્તિ છે.
તુલસીદાસજીના સંવાદમાં બે મત છે, એક મત મુજબ તુલસીદાસજી સંત સમાજ સાથે સંવાદ કરે છે અને બીજા મત મુજબ તુલસીદાસજી પોતાના મન સાથે સંવાદ કરે છે.
જ્યારે મન સાથે સંવાદ થાય છે ત્યારે તેમાં બુદ્ધિના પ્રવેશની મનાઈ છે.
માનવી અને માનવીના મનને એક થવા દો.
મન સાથે વિરોધ ન કરો પણ પ્રબોધ કરો.
પંડિત જાણે છે બધું પણ તે જીવતા નથી.
મૂઢ જીવે છે પણ જાણતા નથી.
સાચી અહિંસા, સાચી કરૂણા પ્રતિષ્ઠિત થઇ જાય તો દુશ્મન દુશ્મન નથી રહેતો પણ મિત્ર બની જાય છે, વેર નાશ પામે છે.
ગુરૂને ક્યારે બોધ થયો છે તે શિષ્ય નથી જાણતો પણ શિષ્યને જ્યારે બોધ થાય છે તેની જાણ ગુરૂને થાય છે.
જીવન ત્રણ પાનાની કિતાબ છે, પહેલું અને છેલ્લું પાનું પુંઠ્ઠુ છે અને વચ્ચેનું પાનું કોરૂ છે. આ ત્રણ પાનાં સત્ય, પ્રેમ અને કરૂણા છે, જેને ઉલટા ક્રમમાં લઇએ તો કરૂણા, પ્રેમ અને સત્ય થાય. જન્મ પ્રથમ પાનું છે, મૃત્યુ છેલ્લું પાનું છે.
જન્મ કોઈની કરૂણાથી મળ્યો છે.
આપણાં કર્મ તો એવાં છે જ નહીં કે આવો સુંદર મનુષ્ય જન્મ મળે. તે તો કોઈની કરૂણાથી મળેલ છે.
કબહુઁ કરિ કરુના નર દેહી  l
દેત ઈસ બિનુ હેતુ સનેહી  ll
ઉત્તરકાંડ ...૪૩/૬

કારણ વગર દયા કરનારા ઈશ્વર કોઈ વાર કરુણા કરીને મનુષ્ય દેહ આપે છે.
તમે મને નવ દિવસ આપો, હું તમને નવજીવન આપીશ એવું પૂજ્ય બાપુનું કથન છે.
જ્ઞાન માર્ગીનો મોક્ષ પ્રેમ છે, કરૂણા માર્ગીની મુક્તિ પ્રેમ છે.
શિષ્યની બધી જ ભૂલો ગુરૂની આંખના એક બિંદુંમાં સમાપ્ત થઇ જાય છે.
પુત્રની બધી જ ભૂલો માતાના આંસુના એક બિંદુંમાં સમાપ્ત થઈ જાય છે.
પરમના નામનો આશ્રય આંતર બાહ્ય વિશ્રામ આપે છે.

સોમવાર, તારીખ ૦૫-૦૮-૨૦૧૩

રામચરિત માનસ રુપી સરોવરના ચાર ઘાટ - જ્ઞાન ઘાટ, ઉપાસના ઘાટ, કર્મ ઘાટ અને શરણાગતિ ઘાટ છે.

સંવાદથી કથા પેદા થાય, વિવાદથી વ્યથા પેદા થાય, દુર્વાદથી ક્રોધ પેદા થાય અને અપવાદથી દ્વેષ પેદા થાય.
તર્કનું અવલંબન ન કરો એવું ભક્તિ શાસ્ત્ર કહે છે.
જ્યાં તર્ક હોય ત્યાં વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમ ઓછા થાય.
તર્કના મૂળમાં પણ થોડો ભાવ તત્વ રહેલ છે.
સંવાદમાં તર્ક વિપેક્ષ કરે.
સંવાદ કરતી વખતે બુદ્ધિમાનને વચ્ચે ન રાખો.
સંવાદ પેદા કેવી રીતે થાય?
ચાર ઘાટ - જ્ઞાન ઘાટ, ઉપાસના ઘાટ, કર્મ ઘાટ અને શરણાગતિ ઘાટ માંથી સંવાદ પેદા થાય.
મોરારિ બાપુ કહે છે કે, "મારો ઇરાદો તમને સુધારવાનો નથી પણ તમે જેવા છો તેવાને સ્વીકારવાનો છે."
લાઓત્સુએ શાસક - સમ્રાટ માટે પાંચ સૂત્રો કહ્યા છે, પાંચ પ્રકારના શાસક - સમ્રાટ હોય.
૧ ઉત્તમ પ્રકારના શાસક કામ બધું જ કરે પણ તેની પ્રજાને ખબર ન પડે કે તેનો સમ્રાત કોણ છે. આવા શાસક અસંગ રહે પણ કામ બધા કરે. આવા શાસક - સમ્રાટ શ્રેષ્ઠ શાસક છે.
૨ બીજા પ્રકારના શાસક એ છે જેની પ્રજાને ખબર પડે કે તેનો શાસક કોણ છે અને પ્રજા તે શાસકને પ્રેમ કરે.
૩ ત્રીજા પ્રકારના શાસકને પ્રજા પ્રેમ ન કરે પણ પ્રજા તે શાસકનો જયજયકાર કરે.
૪ ચોથા પ્રકારના શાસકથી પ્રજા ડરતી રહે.
૫ પાંચમા પ્રકારના શાસક સામે પ્રજા વિદ્રોહ કરે, બલવો કરે.

આવી જ રીતે ગુરુના પણ પાંચ પ્રકાર છે.
ગુરુના પગ પકડતા પહેલામ ગુરુને પરખો, પરિચય મેળવો જેથી પગ પકડ્યા પછી છોડવા ન પડે.
૧ પરમ ગુરુ - પરમ ગુરુ આપણને ન દેખાય પણ તેની કરુણાથી બધું કાર્ય થઈ જાય. આવા ગુરુને આપણે યાદ કરવાની પણ જરુર નથી કારણ કે આવા ગુરુ તેના શિષ્યને યાદ કર્યા જ કરે છે. આવા પરમ ગુરુનો પર્યાય ત્રુભુવન ગુરુ છે.
૨ બીજા પ્રકારના ગુરુ સદ્‌ગુરુ છે આવા સદ્‌ગુરુ એ છે જેને આખી દુનિયા પ્રેમ કરે છે, દુશ્મન પણ તેને પ્રેમ કરે છે. આવા સદ્‌ગુરુનો સ્વભાવ દુશ્મનને પણ અનુકૂળ લાગે.
૩ ત્રીજા પ્રકારના ગુરુ જગદગુરુ છે જેને બધા પ્રેમ ન કરે પણ જેનો બધા જયજયકાર કરે છે. જગદગુરુને તેમની પોતાની મર્યાદા હોય છે અને તેનું તેમણે પાલન કરવું પડે છે.

૪ ચોથા પ્રકારના ગુરુ ધર્મગુરુ છે. આવા ધર્મગુરુથી લોકો ડરે છે. ગુરુ કહે તેવું ન કરીએ તો ન કરવાનો ડર લાગે, પાપ લાગે, નર્કમામ જઈશું એવો ભય બતાવવામાં આવે, કેટલાક ગ્રંથ પણ આ રીતે ભય બતાવે છે, ડરાવે છે.
કથાનો નશો ફક્ત એક જ કથા શ્રવણ કરવાથી ન ચઢે, થોડી થોડી વારે, સમયાન્તરે કથા શ્રવણ કરવી પડે, પછી જ નશો ચઢે.
સત્‌સંગ કર્યા પછી પ્રસંગોની ઊજવણીમાં ફેરફાર થશે, યોગ્ય રીતે ઊજવણી થશે.
પરમ ગુરુનો અપરાધ થઈ જાય તો પણ તેવા પરમ ગુરુની કૃપામાં સહેજ પણ ઘટાડો નહીં થાય. પરમ ગુરુ કદી દંડ ન આપે પણ પરમ ગુરુના આપણાથી થયેલ અપરાધથી અસ્તિત્વ જરુર નારાજ થાય, દંડ આપે, આક્રોશ કરે.
૫ પાંચમા પ્રકારના ગુરુ સામે લોકો વિરોધ કરે, તેમની સામે પ્રતિબંધ લગાવવાની વાત કરે. આવા ગુરુને કૂલગુરુ કહી શકાય.
સમુદ્ર કૂલગુરુ છે જેની સામે રામ વિદ્રોહ કરે છે અને સજા કરવા માટે ધનુષ્ય બાણ માગે છે.

કથા શ્રવણ કર્યા પછી ભૂલી જવાય તો તેનો વાંધો નથી પણ કથા શ્રવણનું સ્મરણ રહેવું જોઇએ.

આ કલીયુગ નથી પણ કથા યુગ છે.

સંવાદ પ્રગટ થવાનાં ત્રણ કારણ છે.
૧ કર્મના ઘાટનાં કારણો -  જે બે વ્યક્તો વચ્ચે સંવાદ થવાનો હોય તે બે વ્યક્તિની જાતિ એક હોય, સમાન હોય, અહીં જાતિ એટલે વિચારની જાતિ, મૂલ્યોની જાતિ, સભ્યતાની જાતિ એવો અર્થ છે. યાજ્ઞવલ્ક અને ભારદ્વાજ વચ્ચે સંવાદ થાય છે કારણ કે બંનેની જાતિ સમાન છે, બંને મુનિ છે, બંને રામાયણમાં પરોક્ષ કે અપરોક્ષ રીતે પાત્ર છે, બને એક જ શાસ્ત્ર સાથે જોડાયેલા છે. જ્યાં બે ધારા મળે ત્યાં સંમેલન સ્વાભાવિક હોય છે તેથી સંવાદ રચાય છે. યાજ્ઞવલ્કની જ્ઞાન ધાર છે જ્યારે ભારદ્વાજની ભક્તિ ધારા છે. આ બંને ધારા મળે છે તેથી તેમની વચ્ચે સંવાદ રચાય છે.
મુનિ એ છે જે જીવનમાં વધારે મૌન રહે છે.
આપણે મૌન રાખીએ તો આપણે પણ મુનિ છીએ.
જે વધારે સાંભળે અને ઓછું બોલે તેને મુશ્કેલીઓ ઓછી આવે.

શંભુ અને ભવાનિ વચ્ચે જ્ઞાન ઘાટ્નો સંવાદ રચાય છે, જેનાં કારણો આ પ્રમાણે છે.
૧ શંભુ અને ભવાનિ બે અલગ અલગ નથી પણ તત્વતઃ એક જ છે. બે એક જ હોય ત્યાં વિવાદ થાય જ નહીં પણ સંવાદ રચાય.
એવરેષ્ટની ઊંચાઈ ભૌતિક છે જ્યારે કૈલાશની ઊંચાઈ આધ્યાત્મિક છે. એવરેષ્ટ પર સ્પર્ધા છે જ્યારે કૈલાશ ઉપર સ્પર્ધા નથી.
કૈલાશની ઊંચાઈ હોવાથી ત્યાં સંવાદ રચાય છે. ઊંચાઈ આવે એટલે સંવાદ જ થાય. ઊંચાઈ સંવાદને જન્મ આપે.
શંભુ ભવાનિ બંને દેવ દેવી છે, મહાદેવ, મહાદેવી છે. બંનેની જાતિ એક હોવાથી સંવાદ રચાય છે.
શંભુ ભવાનિ બે પુત્ર કાર્તિકેય અને ગણેશ છે. સાથે સાથે તેમનો એક પુત્ર સંવાદ છે અને બીજું સંતાન પુત્રી છે જે કથા છે.
પહેલાં શ્રધ્ધા આવે પછી વિશ્વાસ આવે.
શંબુ ભવાનિ એક જ વટ વૃક્ષ નીચે બેઠાં છે, તેમની છાયા એક જ છે તેથી સંવાદ રચાય છે.

વક્તાનું આસન સહજ હોવું જોઇએ.
વક્તાના મસ્તકમાંથી જ્ઞાનની ગંગા વહેવી જોઈએ.

વક્તાની દ્રષ્ટિ વિશાળ અને અસંગ હોવી જોઈએ.


મંગળવાર, તારીખ ૦૬-૦૮-૨૦૧૩

નવ દિવસ કથા સાંભળ્યા પછી આપણને આપણા  પ્રશ્નોના જવાબ મળી જ જાય, પછી કોઈ પ્રશ્ન જ રહેતો નથી. શાસ્ત્ર શાંત રહીને સાંભળીએ એટલે સમાધાન મળી જ જાય.

રામાયણમાં થયેલ ચાર સંવાદ શાસ્વત છે, આ ચાર સંવાદને કાલ ગ્રસ્ત કરિ નથી શકતો.
શાસ્ત્ર જડ નથી પણ એક ધારા છે, પ્રવાહ છે, અખંડ પ્રવાહ છે. તેથી રામ કથાને નદી, સરીતાની ઉપમા આપી છે.

જે સંવાદ શાસ્વત હોય તેનાં ચાર લક્ષણ ભગવદ ગીતામાં વર્ણવ્યાં છે. આ ચાર લક્ષણ હોય તેવો સંવાદ શાસ્વત સંવાદ હોય.
૧ સંવાદ અદ્‌ભૂત હોય. જે સંવાદ અદ્‍૬ભૂત હોય તે શાસ્વત હોય.
૨ સંવાદ રહસ્યમય હોય. જે સંવાદ રહસ્ય પૂર્ણ હોય તે શાસ્વત હોય. જેનાથી રહસ્યોના ખુલાસા મળે તેવો સંવાદ શાસ્વત હોય.
શંસયથી સંવાદ પેદા ન થાય. જે શંસય જિજ્ઞાસા માટે કરાયો હોય તો તેનાથી સંવાદ પેદા થાય.
કોઈની પરીક્ષા કરવા માટે પ્રશ્ન ન કરાય પણ આપણી જાણકારી માટે, કઈક જાણવા માટે પ્રશ્ન કરાય
૩ સંવાદ કલ્યાણકર્તા હોય.
૪ સંવાદ રોમાંચિત હોય

જેનામાં ૧ મૂઢતા હોય, ૨ અહંકાર હોય, ૩ દંભ હોય અને ૪ પોતાની વાત બીજા ઉપર ઠોપવાની વૄત્તિ હોય - અનુસાશન હોય, તેવી વ્યક્તિને સંવાદ ન ગમે પણ દુર્વાદ ગમે.

ઋષિ મુનિ સિદ્ધ હોવા છતાં ક્રોધ કેમ કરે છે? કારણ કે તેઓ સિદ્ધ છે પણ શુદ્ધ નથી. સિદ્ધમાં ક્રોધ્નો કચરો ભરેલો હોય છે.

રાષ્ટ્રને, વિશ્વને સિદ્ધો કરતાં શુદ્ધોની વધારે જરુર છે.

સાધુને પોતાની સાધુતાની મહોર લગાવવાની જરુર નથી હોતી

વ્યાસ પીઠ તેમજ કથા કોઈને વૃધ્ધ ન થવા દે.

ઇશ્વર પાસે જો માગવું જ હોય તો શુદ્ધ અને શીતલ સંતની ભેટ કરાવી દે એવી માગણી કરવી  જોઈએ. શુદ્ધ અને શીતલ સંતના સાનિધ્યમાં બેસવાથી શાંતિ મળે.

બુધવાર, તારીખ ૦૭-૦૮-૨૦૧૩

ગુરૂવાર, તારીખ ૦૮-૦૮-૨૦૧૩

શુક્રવાર, તારીખ ૦૯-૦૮-૨૦૧૩

શનિવાર, તારીખ ૧૦-૦૮-૨૦૧૩

ગુરૂ સશરીર ન હોય તો તેમની સાથે સંવાદ કેવી રીતે થાય?
આધ્યાત્મા જગતમાં ગુરૂનું સશરીર હોવું આવશ્યક નથી.
પંચભૌતિક શરીરનું ધ્રુવ સત્ય એ છે કે આ શરીર છોડવું જ પડે અને ગુરુનું શરીર પણ પંચભૌતિક શરીર હોવાના લીધે તેમણે પણ તે છોડવું જ પડે.
સદ્‍ગુરૂના વિચારોને સ્મૃતિમાં રાખી તેની સાથે સંવાદ કરો.
વિચાર સુક્ષ્મ છે.
જો તમે સાત્ત્વિક શ્રદ્ધાથી મજબૂત હોવ તો ગુરૂની પાદૂકા સાથે પણ સંવાદ થઈ શકે.
પાદૂકા ગુરૂનું રૂપ લઈ લે ત્યારે તેની ભાષા બદલાઈ જાય છે. આ ભાષા સમજવા કોઈ કોર્ષ નથી.
પાદૂકા આપણા કર્મના લીધે નથી મળતી પણ તેની - ગુરૂની, પરમની કૃપાના લીધે મળે છે.
પાદૂકા લઈ ન શકાય પણ પાદૂકા આપી શકાય. પાદૂકા આપનાર કૃપા કરી પાદૂકા આપે, આપણાથી પાદૂકા આપનાર પાસેથી પાદૂકા લઈ ન લેવાય.
પાદૂકામાં સદ્‍ગુરૂના વિચાર, સદ્‍ગુરૂનું ચિંતન ભરેલું હોય છે.
શ્રદ્ધા જગતમાં ગુરુ ચરણ પાદૂકાનું, ગુરુ ચરણ રજનું બહું જ મહત્વ છે.
પાદૂકામાં ઊર્જા ભરેલી હોય છે.
પાદૂકા આપણી ચોકીદારી કરે છે.
કૃષ્ણએ તેમના સ્વધામ ગમનન સમયની વાત - નિર્વાણની વાત ૧ ઉદ્ધવ, ૨ રાધા, વ્રજવાસી, ૩ અર્જુન અને ૪ ક્રિષ્ના - દ્રૌપદી એમ ચાર સાથે કરી હતી.
કૃષ્ણ ઉદ્ધવને પાદૂકા, રાધાને વાંસળી, દ્રૌપદીને કાળી શાલ અને અર્જુનને ભગવદ ગીતા આપે છે.
કૃષ્ણ નંદ યશોદાને, ગોપીઓને  આંસુ આપે છે.
પરમ પ્રેમની ચર્ચા ગૌરીશંકરની ઊંચાઈથી પણ ઉપરની ચર્ચા છે.
બિના લમ્હોકા કોઈ ખત પઢા ક્યા?
મહોબતસે કભી મેરા પાલા પડા ક્યા?
અગર તુમ પ્યારકા મતલબ ન સમજે
તો સારી જિંદગી બતા તું ને ક્યા પઢા?
પ્રેમ, કરૂણા, સત્ય અનંત છે.
પાદૂકા પૂજનીય ઉપકરણ છે.
બુદ્ધ પુરુષ તેમની કોઈ પણ વસ્તુ તમને આપે તમે તે વસ્તુ સાથે તમે સંવાદ કરી શકશો.
દુનિયાભરની પવિત્રતાનો ઘરાનો કોઈ ફકીરની નજરમાં છે. જો આવી નજર આપણી તરફ થાય તો ધન્ય થઈ જવાય.
વિદ્યા લડવા માટે ન શીખાય પણ ઉચ્ચતર પ્રગતિ માટે શીખાય.
મહેબુબની દરેક ચીજ મહેબુબ હોય છે.
ગુરૂની દરેક વસ્તુ ગુરૂ જ હોય છે.
ગુરૂજનોની પરીક્ષા કરવામામ કોઈ માઇનો લાલ સફળ નથી થયો.
સંવાદ ત્રણ પ્રકારના હોય, રાજસી સંવાદ, તામસી સંવાદ અને સાત્વિક સંવાદ.
રાજા પ્રતાપભાનુ અને કપટ મુનિનો સંવાદ રાજસી સંવાદ છે.
અંગદ અને રાવણનો, લક્ષ્મણ અને પરશુરામનો, હનુમાનજી અને રાવણનો સંવાદ તામસી સંવાદ છે.
નારદ અને રામનો, સુમંત અને રામનો, જનક અને રામનો, કેવટ અને રામનો, શબરી અને રામ્નો સંવાદ સાત્વિક સંવાદ છે.
કાક ભૂષંડી અને ગરૂડ વચ્ચેનો સંવાદ ત્રિગુણાતિત સંવાદ છે.
રાજકીય ક્ષેત્રમાં રાષ્ટ્રના કલ્યાણ માટે સંવાદ થવો જોઈએ.
પરિવારમાં સંવાદ પરિવારના બધા સભ્યોને ન્યાય મળે તે માટે થવો જોઈએ.
ધર્મ ક્ષેત્રમાં બીજાના હિત માટે સંવાદ થવો જોઈએ.
જ્ઞાન સંવાદનું કેન્દ્ર બિંદુ બધામાં બ્રહ્મ સંબંધ છે.
સામાજિક ક્ષેત્રના સંવાદનું કેન્દ્ર બિંદુ સર્વોદયનો વિચાર છે.
આધ્યાત્મિક ક્ષેત્રના સંવાદનું કેન્દ્ર બિંદુ સત્ય, પ્રેમ અને કરૂણા છે. આધ્યાત્મિક સંવાદમાં વાર્તાલાપ થાય પણ ખરો અને ન પણ થાય.
સંવાદનું ફળ હોય જ. સંવાદ વાંઝિયો નથી.
સંવાદનું ફળ પ્રભુ પ્રત્યેનો પ્રેમ છે.
સંવાદનું ફળ નિરસ પણ હોઈ શકે.
કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલ સંવાદનામ ૫ ફળ છે.
ગીતા એ કૃષ્ણ છે અને આપણે અર્જુન છીએ.

આ સંવાદથી શ્રી માં વધારો થાય. શ્રી એટલે સૌદર્ય. સંવાદ કરનાર બંનેની સુંદરતામાં વધારો થાય.
વિચાર આપણને સુશોભિત કરે છે.
સત્‌સંગની અસર થાય જ.
શ્રી નો બીજો અર્થ માનસિક સૌદર્ય થાય છે. તેથી આવા સંવાદથી મન સારા વિચારો કરશે જે મનની સુંદરતા વધારશે.

વિજય
જ્યાં કૄષ્ણ અર્જુન હોય ત્યાં વિજય થાય જ. કોઈનો વિજય થાય એટલે બીજા કોઈનો પરાજય પણ થાય.
બધાનો વિજય થવો જોઈએ અને પરાજય કોઈનો ન થવો જોઈએ. એવું ભગવાન બુદ્ધનું મંતવ્ય છે. જો કે બધા આ મંતવ્ય સાથે સહમત નથી થતા.
સંવાદથી મનના વિકારો ઉપર સ્વાભાવિક વિજય થશે, મનોવિજય થશે. વિકારો સ્વાભાવિક રીતે દૂર થશે. સંવાદથી વિકારો આપો આપ નિરસ લાગશે.
પુરુષાર્થના પાત્રમાં પરિણામનું અમૃત રહે છે.
હરિનામ પતનથી બચાવશે.

ભૂતિ - સમૃદ્ધિ, ઐશ્વર્ય
સંવાદથી સમૃદ્ધિ વધે, વિધટન ન થાય.
સમૃદ્ધિ સાથે પ્રસન્નતા આવે. ઐશ્વર્ય વધે એટલે કે આંતરિક સંપદા વધે, ભિતરી સંપદા વધે.

ધ્રુવાનીતિ અને ધ્રુવા મતિ
સંવાદથી જીવનની નીતિ અખંડ બને, અવસરવાદી નહીં બનાય. બુદ્ધિ સ્થિર રહે.
સંવાદથી બુદ્ધિ અવ્યભિચારી બને. બુદ્ધિ ભટકશે નહીં. કુતર્ક બુદ્ધિ નહી રહે.
પ્રલોભન અને ભય બુદ્ધિને ભટકાવે છે.








રવિવાર, તારીખ ૧૧-૦૮-૨૦૧૩

No comments:

Post a Comment