Translate

Search This Blog

Tuesday, January 27, 2015

માનસિક રોગ કેવળ સદગુરુ જ દૂર કરે છે, માનસદર્શન, મોરારિબાપુ

માનસિક રોગ કેવળ સદગુરુ જ દૂર કરે છે, 2

રામચરિતમાનસના અંતિમ પ્રકરણમાં ગરુડજી કાકભુશુંડીજીને માનસરોગ વિશે સમજાવે છે.
કાકભુશુંડીજી ગરુડજીને કહે છે કે, હે ખગપતિ બધા જ રોગનું મૂળ મોહ છે.
‘મહામોહ તમ પુંજ જાસુ બચન રબિ કર નિકર’
 કોઇ સદગુરુ કે બુદ્ધપુરુષનાં વચનો આપણા મોહને મિટાવી શકે છે.
રામચરિતમાનસના ઉત્તરકાંડમાં માનસરોગની ચર્ચા આવે છે જેમાં તુલસીદાસજી લખે છે,
સુનહું તાત અબ માનસ રોગા|
જિન્હ તે દુ:ખ પાવહિ સબ લોગા||
અહંકાર અતિ દુખદ ડમરુઆ|
દંભ કપટ મદ માન નેહરુઆ||


  • વ્યક્તિમાં પણ માનસિક રોગની એવી ગાંઠ હોય છે કે એને ખ્યાલ જ નથી હોતો કે હું ખોટો અહંકાર કરી રહ્યો છું. આજે સમાજમાં મોટાભાગના માણસને અહંકારનું કેન્સર થયું છે  
  • પરંતુ માનસિક રોગ જ્યારે વધે છે ત્યારે કેવળ સદ્્ગુરુ કે બુદ્ધપુરુષ જ મિટાવી શકે છે. 

  • કામ એ વાતનો રોગ છે. શરીરમાં વાતનું પ્રમાણ હોવું જરૂરી છે. એ સત્યનો અનાદર કરી શકાય નહીં. માણસના પંચભૌતિક શરીરમાં કામ જરૂરી છે. 
  • જીવનમાં પ્રત્યેક વ્યક્તિના શરીરમાં કામરૂપી વાત જરૂરી છે. 

 કામ બાત કફ લોભ અપારા|

  •  કામને વાતનો રોગ કહ્યો છે. 
  • લોભને કફનો રોગ કહ્યો છે. 
  • જ્યારે ક્રોધને પિત્ત રોગ કહ્યો છે. 
  •  સંસારમાં પણ જે માણસ મમતા પર થૂ કરી દે એટલે મમતારૂપી દાદરનો રોગ મટી જાય છે. 
  • બીજું ખસ-ખૂજલી ઇર્ષ્યાના રોગ છે.
  •  ત્રીજું હર્ષ-વિષાદ એ ગળાનો રોગ છે. 
  • જ્યારે પર-સુખ દેખી જલન એ ટી.બી.નો રોગ છે. 
  • દુષ્ટતા એ કોઢનો રોગ છે. 
  • દંભ, કપટ, મદ અને માન એ નસના રોગ છે. આ રોગને દૂર કરવા માટે વૈરાગ્યમાં જીવન જીવવું એ ખૂબ જ જરૂરી છે. 
  • ઉદરવૃદ્ધિ એ જલંધરનો રોગ છે. 
  • જ્યારે તૃષ્ણા એ તાવનો રોગ છે. 
  • અહંકાર એ ગાંઠનો રોગ છે. 
  • અહંકારમાં પણ કંઇક આવું જ છે. પૈસામાંથી અહંકારનો ત્યાગ કરો તો ત્યાગમાં આવીને બેસી જાય અને કહે કે મેં બધું જ મૂકી દીધું છે. ટૂંકમાં અહંકાર ક્યારેય પકડી શકાતો નથી, એને કેવળ એક જ વ્યક્તિ પકડી પાડે છે અને એ છે આપણા સદ્્ગુરુ કે બુદ્ધપુરુષ, તો  સંસારમાં રહીને જીવનમાંથી અહંકાર અને મોહ દૂર કરીને ચિત્તને પ્રસન્ન રાખી શકીએ એવી ભગવાનનાં ચરણોમાં પ્રાર્થના.

સંકલન: રામેશ્વરદાસ હરિયાણી


Read full article at Sunday Bhaskar.



કર્મની સાથે હરિનું સ્મરણ કરવું, માનસદર્શન, મોરારિબાપુ

કર્મની સાથે હરિનું સ્મરણ કરવું

  • ગીતામાં યોગ્ય કહ્યું છે કે કર્મ કર્યા વિના કોઇ વ્યક્તિ એક ક્ષણ પણ રહી શકતું નથી. બધાં જ કર્મની સાથે હરિનું સ્મરણ કરવું એ શ્રેષ્ઠ છે.

 
  • યુધિષ્ઠિર દ્વારા જ્યારે ભગવાન કૃષ્ણને વૈષ્ણવ ધર્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ભગવાને બહુ જ સુંદર જવાબ આપ્યો છે.

‘યુધિષ્ઠિર: ધર્મ: શ્રુતોવા દૃષ્ટોવા કથિતો વા કૃતોઙપિવા અનુમોદિતો વા’


  • સૌ પ્રથમ ધર્મને બરાબર સાંભળવો જોઇએ. કોઇ ધર્મજ્ઞ હોય, ધર્મસંસારને જાણનારા કોઇ બુદ્ધપુરુષ હોય એમની પાસેથી ધર્મ વિશે સાંભળવું. ઉપનિષદોએ એટલા માટે શ્રવણને પ્રથમ ક્રમે મૂક્યું છે. વેદાંત અને ભક્તિમારગમાં શ્રવણ કહીને પ્રથમ સ્થાન રખાયું છે. 

  • કોઇ ધર્મપુરુષને નિહાળો કે જેનામાં નખશિખ સત્ય-પ્રેમ અને કરુણાભર્યા છે. 

  • વિશ્વવંદનીય ગાંધીબાપુ કહેતા હતા કે મારું જીવન એ જ મારો સંદેશ છે. 

  • આપણા સમાજમાં કોઇ વ્યક્તિ ધર્મનું અનુમોદન કરતા હોય, ધર્મનો પક્ષ લેતા હોય એમનો સંગ કરવો જોઇએ. 

  • કર્મ ત્રણ પ્રકારે થાય છે. 

  • કર્મનું મુખ્ય ક્ષેત્ર શરીર છે. હરવું-ફરવું, ખાવું-પીવું એ બધું આપણે કરીએ છીએ. એ બધાં શારીરિક કર્મ છે પરંતુ કર્મનો પ્રદેશ એટલો નાનો નથી, કર્મનો પ્રદેશ તો ત્રિભુવની પ્રદેશ છે. 

  • કર્મ મનથી પણ થાય છે.  મન વિચારીને શરીર કર્મ કરે છે અને એ કર્મ વાણીથી થાય છે. 

  • કર્મના ત્રણ પ્રકાર છે.  માનસિક-કાયિક અને વાચિકકર્મ. 

  • ભગવાન કૃષ્ણ ખરેખર યુદ્ધવાદી નથી વિજયવાદી કે પરાજયવાદી પણ નથી, અને દુર્યોધન પણ વિજયવાદી નથી એને બધી જ ખબર છે કે મારો વિજય નથી છતાં એ માણસ યુદ્ધવાદી છે. એ માને છે કે હું લડીને જ રહીશ, બધાં પાત્રો જાણે છે કે જ્યાં માધવ હશે એમનો જ વિજય થશે. 

  • મહાભારતમાં અન્યાશ્રય અને કૃષ્ણાશ્રય એવા બે ગ્રુપ છે. 

  • દુર્યોધન અન્યાશ્રય છે. જ્યારે અર્જુન કૃષ્ણાશ્રય છે. 

  • જે નિમિત્તમાત્ર હોય એ જીતી શકે છે. કર્મનો મર્મ આ જ છે. જો આપણે આપણું કર્તવ્ય છોડીને નિમિત્તમાત્ર બનીને કરીશું તો આપણે કોઇપણ વસ્તુ નિમિષમાત્રમાં કરી શકીશું. કર્મની જાળ બહુ જ મુશ્કેલીથી સમજમાં આવે છે મને કૃષ્ણની વાણી બહુ જ પ્યારી લાગે છે. 

  • ‘સહજ કર્મ કૌન્તેય’ સહજ કર્મથી બધાં જ બંધનો છૂટી જાય છે. 

  • તો કર્મનાં ત્રણ ક્ષેત્રો છે. માનસિક, કાયિક અને વાચિક. 

  • મન વિચારે છે એ પણ કર્મ છે, કાયા કર્મ કરે છે એ કર્મ જ છે અને ત્યારબાદ વચન બોલાય છે એ પણ કર્મક્ષેત્ર છે અને શ્રવણ કરવું એ પણ કર્મ છે. આ બધાં જ કર્મની સાથે હરિનું સ્મરણ કરવું એ શ્રેષ્ઠ છે.

સંકલન: રામેશ્વરદાસ હરિયાણી

Read full article at Sunday Bhaskar.



Friday, January 23, 2015

પૃથ્વી તણો પિંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે ?

પૃથ્વી તણો પિંડો કર્યો
રજ લાવતો ક્યાંથી હશે ?
જગ ચાક ફેરવનાર
એ કુંભાર બેઠો ક્યાં હશે ?
આકાશના ઘડનારના ઘરને
ઘડ્યા કોણે હશે ?
અવકાશની માતા તણા
કોઠા કહો કેવડા હશે ?
કહે કાગ સર્જક સર્પનો
કેવો કઠીન ઝેરી હશે
પવને સુગંધ પ્રસરાવતો
મારો લાડીલો કેવો લહેરી હશે
આ જાણવા જોવા તણી
દિલ ઝંખના ખટકી રહી
બ્રહ્માંડમાં ભટકી અને
મારી મતિ અંતે અટકી રહી

Courtesy : http://archive.readgujarati.in/sahitya2/2010/10/27/sanskritsatra11-three/

Sunday, January 11, 2015

પરોપકાર વધે ત્યારે પ્રભુ જીવની નજીક આવે છે, માનસદર્શન, મોરારિબાપુ

પરોપકાર વધે ત્યારે પ્રભુ જીવની નજીક આવે છે



  • હવે લાગે છે કે યુવાધન કથા, સત્સંગ તરફ વળ્યું છે જે એકવીસમી સદીના શુકન છે. હવે પરમાત્મા કયા મારગથી ધરતી ઉપર આવે છે એ વિષયમાં એક પંક્તિ છે.


ગિરિ તરુ નખ આયુધ સબ બીરા,
હરિમારગ ચિતવહિ મતિ ધીરા.



  • મારી દૃષ્ટિએ અહીંયા પરમાત્માના આવવાના ત્રણ મારગ તરફના સંકેત થયા છે ‘ગિરિ, તરુ, નખ’. એક તો ભગવાન પર્વત ઉપરથી આવે છે. બીજો ભગવાનનો આવવાનો મારગ વૃક્ષ છે જ્યારે ત્રીજો મારગ નખ છે. 
  • પ્રભુ આવવાના ત્રણ મારગ છે. હવે ત્રણ મારગમાં પહેલાે મારગ ગિરિ છે. ગિરિ એટલે કે પર્વત એવો અર્થ થાય છે. પર્વત હંમેશાં અચલ છે. પર્વત સ્થિર છે. કાળાંતરે પર્વત પડી જાય એ અલગ વાત છે પરંતુ પર્વત અચલતાનું પ્રતીક છે. ઉત્તરકાંડમાં પર્વતનું દર્શન કરાવતા તુલસીદાસજી લખે છે:


  • હિમગિરિ કોટિ અચલ રઘુબીરા રામ કોણ છે? કોટિ કોટિ હિમાલયની સ્થિરતાનું નામ રામ છે અને તુલસીદાસજીએ બાલકાંડમાં એક એવી વાત પણ કરી છે કે ભગવાન આવે છે એ વાત નક્કી છે પરંતુ એમને પગ નથી.

બિનુ પદ ચલઇ સુનઇ બિનુ કાના,
કર બિનુ કરમ કરઇ બિધિ નાના.


  • ઇશ્વર તો પગ વગર ચાલે છે. ભગવાન કાન વગર સાંભળી શકે છે તો પરમાત્મા પર્વતોના રસ્તેથી આવે છે. હવે આનો આધ્યાત્મિક અર્થ એટલો જ કરી શકાય કે પર્વત અચલતાનું પ્રતીક છે. 


  • જે માણસ સ્થિર હશે, જે માણસમાં ખૂબ જ ધૈર્ય હશે એમના મારગ પરથી પ્રભુ આવશે. માટે આપણી સ્થિરતા પણ પ્રભુ આવવાનો એક મારગ છે. દરેક જીવમાં સ્થિરતા ખૂબ જ જરૂરી છે. જે વ્યક્તિને કંઇક પામવું છે એને તો સ્થિરતા રાખવી જ પડશે. 

  •  નરસિંહ, સોક્રેટિસ, ભગવાન ઇસુ એના પ્રમાણ છે. તો પરમાત્માનો એક મારગ છે. પર્વતની અચલતા એટલા માટે ગંગાસતી તો બહુ જ સુંદર વાત કરે છે.


મેરુ રે ડગેને જેના મન નો ડગે,
મરને ભાંગી રે પડે ભરમાંડ રે...
વિપદ પડે પણ વણસે નહીં, ઇ  તો હરિજનના પરમાણ રે.

આપણું ધૈર્ય, સ્થિરતા અચલતા પ્રભુના એક મારગનું નામ છે.


  • બીજો માર્ગ તરુ છે. તરુ એટલે વૃક્ષ, આપણે ત્યાં એવું કહેવાય છે કે વૃક્ષ પરોપકારી છે. વૃક્ષની ગણતરી સંતોમાં થાય છે. આપણા જીવનમાં જ્યારે પરોપકારની વૃત્તિ ધીરે ધીરે વધવા લાગશે ત્યારે પરમાત્માનો રસ્તો ખૂલવા લાગશે. 

  • ત્રીજો રસ્તો નખ છે. આ બહું જ સૂક્ષ્મ છે. એક અર્થમાં તો નખ એ આયુધ છે. નખ પરમાત્માનો ત્રીજો રસ્તો છે. નખ એક અર્થમાં વાસનાનું પ્રતીક છે. પોતાની વાસનાને જે છોડતા નથી, તૃષ્ણાના નખને જે કાપતા નથી, પછી એનાં નાક-કાન કાપી નાખવામાં આવે છે. નખ સૂક્ષ્મતાનું પ્રતીક છે. એવા નખની પ્રતિષ્ઠા ઘણી છે જે પ્રભુનો મારગ બની શકે છે અને એ નખ છે.


શ્રી ગુરુ પદ નખ મનિ ગન જોતી,
સુમિરત દિબ્ય દ્રષ્ટિ હિય હોતી.

માનસકાર કહે છે કે આપણા ગુરુના ચરણના નખની જ્યોતિ છે. એ નખ નથી, એ પ્રકાશ છે. જેનું સ્મરણ કરવાથી વ્યક્તિને દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. મારે કહેવું છે કે ગુરુચરણના નખની જ્યોતિના પ્રકાશથી પરમાત્મા સાધકના હૃદયમાં પ્રવેશ કરે છે.

               (સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

Read full article at Sunday Bhaskar.




Saturday, January 10, 2015

માનસ મંગલ ભવન

રામ કથા

માનસ મંગલ ભવન

સફેદ રણ, ખાવડા, કચ્છ, ગુજરાત

શનિવાર, તારીખ ૧૦ જાન્યુઆરી, ૨૦૧૫ થી રવિવાર તારીખ ૧૮ જાન્યુઆરી, ૨૦૧૫

મુખ્ય ચોપાઈ

મંગલ ભવન અમંગલ હારી     |
દ્રવઉ સો દસરથ અજિર બિહારી      ||

...............................................................................બાલકાંડ ૧૧૧/૪

મંગલ ભવન અમંગલ હારી     |
ઉમા સહિત જેહિ જપત પુરારી     ||

..........................................................................બાલકાંડ ૯/૨


1
શનિવાર, તારીખ ૧૦ જાન્યુઆરી

આ હેતુ વગરનો હેત યજ્ઞ છે.

આ કથા એ રણનો કુંભ છે, નાનો કુભ મેળો છે.

રણોત્સવ અને રામોત્સવ એક સાથે આયોજીત થયા છે.

ફૂંકના ૧૧ પ્રકાર છે.

રામ રસ પાકતું હોય ત્યાં રામ રસ ગવાવો જ જોઈએ.


વિચારમાં રહેવું જોઈએ.


વિનોદમાં રહેવું જોઈએ.

૩ 
વિશ્વાસમાં રહેવું જોઈએ, વિશ્વાસમાં જીવવું જોઈએ.

૪ 

વિશ્રામમાં જીવવું જોઇએ.
_________________________________________________________________________________


The text and image displayed below are with the courtesy of Divya Bhaskar.


રણમાં રામકથા શરૂ: બાપૂએ કહ્યું એક રણોત્સવ અને બીજી બાજુ રામોત્સવ

- બાપૂના શ્રીમુખે કથા શરૂ થાય એ પહેલા 'મુઝી માતૃભૂમિ વતન...'કચ્છી પ્રદેશ ગીત સાથે શરૂ થયો 
- કોલંબસ ભારત શોધવા નિકળ્યો અને શોધ્યું અમેરિકા
સફેદ રણ, કાઢવાંઢ: રામકથાનો કચ્છના સફેદરણમાં મોરારી બાપૂની વ્યાસપીઠે શરૂઆત થઈ હતી. આ પહેલો પ્રસંગ છે કે જ્યારે બાપૂ કોઈપણ પ્રદેશના રણમાં કથા કરી રહ્યા હોય. મોરારી બાપૂએ જળ, સ્થળ અને હવા એમાં જુદાજુદા સ્થળે કથાઓ કરી છે. એ દૃષ્ટિએ આ રામકથા ખાસ વિશેષ છે. આ માટે કચ્છના ખાવડા પાસે આવેલા કાઢવાંઢના રણમાં કથા યોજવા માટે એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

મોરારી બાપૂ કથા શરૂ કરે એ પહેલા 'મુઝી માતૃભૂમિ વતન...'થી શરૂ કરવામાં આવ્યું હતું જેને ઈસ્માઈલ પારા અને તેના ગૃપે રજૂ કર્યુ હતું. ગીત પ્રસ્તૃતિ બાદ મોરારી બાપૂના હસ્તે તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કચ્છના સંતો મહંતોને બાપૂએ સ્મર્યા હતા અને કચ્છ કલેક્ટર, કચ્છ સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમ છાંગા સહિતના લોકોએ બાપૂનું સન્માન કર્યું હતું.

મોરારી બાપૂએ કથા શરૂ કરી કચ્છના રણમાં કેમ કથા કરવામાં આવી રહી છે એ બાબત સ્પષ્ટતા કરી હતી. મીઠું પાકે રણમાં એ રામ રસ છે રણમા કોઈ ન વાવે માટે મારે અહીં વાવવું છે એટલે રામરસ વાવું છું. બાપૂએ કહ્યું હતું કે કોઈ ખેતર ખેડે તો ત્યાં કંઈક પાકે પણ જ્યા કંઈ ન પાકે ત્યાં કોઈ થોડું ખેડે. કચ્છના અફાટ રણમાં કંઈ પાકતું નથી માટે મારે અહીં કથા કરી લોકોના હૈયામાં રામ પ્રગટવવો છે માટે અહીં કથા યોજવાનું નક્કી કર્યુ છે. કોઈ હેતુ ન હોય તો માણસ થોડો હેત  કરતો હોય. સફેદ રણમાં કોઈપણ વગર હેતનો યજ્ઞ પ્રારંભ કરાવ્યો હતો.

બાપૂએ કથા આરંભ  પ્રસંગે કહ્યું હતું કે એક બાજુ રણોત્સવ ચાલી રહ્યો છે તો બીજી બાજુ આજથી રામોત્સવ શરૂ થાય છે. સાથેસાથે બાપૂએ રામકથામાં કહ્યું હતું કે તમારે રણોત્સવમાં જવા માટે રૂ. 100 ખર્ચવા પડે, ત્યાં ટેન્ટ બુક કરાવવો પડે, અને જમવાનું ક્યાં ઠેકાણું છે એ શોધવું પડે. પણ અહીં શરૂ થયેલા રામોત્સવમાં બધુ જ અમૂલ્ય છે.

બાપૂએ રામકથાના યજમાન ઘનશ્યામભાઈના વખાણ કરતાં બાપૂએ વ્યાસપીઠેથી કોલબંસની સાથે સરખામણી કરી સફેદ રણમાં કાઢવાંઢ ખાતે રામકથા યોજવા માટે ઘનશ્યામભાઈ માટે કહ્યું હતું કે કોલબંસ ભારત શોધવા નીકળ્યો હતો પરંતુ શોધી નાંખ્યું હતું અમેરિકા એવી જ રીતે આ ભાઈએ રણમાં કથા યોજવા માટે ધોરડોની જગ્યાએ બીજું સફેદ રણ શોધી દીધું છે. લોકો અહીં રામનામ જાણી શકશે. તેનો મહિમા સમજી શકશે. અહીં કથા કરી રણમાં મારે ઘનશ્યામને વાવવાના છે.
રણોત્સવ ચાલી રહ્યો છે એટલે હું પણ રણમાં રામકથા કરી વાદે ચડ્યો છું એવું લાગતું હશે પરંતુ હું વાદે ચડ્યો નથી.
_________________________________________________________________________________

રવિવાર, ૧૧-૦૧-૨૦૧૫


The article displayed below is with the courtesy of Divya Bhaskar.


કાઢવાંઢ રણમાં વ્યાસપીઠેથી બાપુએ બતાવ્યો સુખી લગ્નજીવનનો ફંડા
Prakash Parmar, White Rann Kadhvandh


Read the article at its source link.

- રણમાં રામકથાનો બીજો દિવસ બાપુએ શરૂ કર્યો કૈલાસ ઘાટનો પ્રસંગ
- રણમાં કરાઈ રણેશ્વર મહાદેવની સ્થાપના, કહ્યું અહીં રજરજમાં છે મહાદેવનો વાસ
- એક પત્રના ઉત્તરમાં બાપુએ કહ્યું દિલવાલે દુલ્હનિયાં લે જાયેગેં

સફેદ રણ, કાઢવાંઢ: ભારત-પાક સરહદે આવેલા કાઢવાંઢના સેફદ રણમાં મોરારી બાપુની કથાનો આજે બીજો દિવસ હતો. કથાનો માનસ મંગલ વિષય નક્કી કરાયો હોવાથી બાપુએ મંગલનું શું મહત્વ રહેલું છે એ સમજાવ્યું હતું. મંગલ ભવનને બાપુએ ચૌદ ભવન ગણાવ્યા હતાં. નિંદ્રા મંગલ છે અને નિંદા અમંગલ છે. માટે કોઈ ગાઢ નિંદ્રામાં હોય તેને ઉઠાડવું જોઈએ નહીં. નિંદા અમંગલ છે કોઈની નિંદાકુંથલી કરવાથી બધું પુણ્ય નાશ પામે છે.

રણમાં રામકથાના બીજા દિવસે બાપુએ તેમને મોકલાવેલા પત્રોમાંથી એક પત્ર લીધો હતો અને તે યુવકના પ્રશ્નનો ઉત્તર આપવા પ્રયાસ કર્યો હતો. પ્રશ્ન હતો વધુ અભ્યાસ કરેલી યુવતી સાથે ઓછું ભણેલા યુવક સાથે લગ્ન થાય તેનો ટુંકો જવાબ એક વાક્યમાં આપો. બાપુએ વ્યાસપીઠેથી મસ્ત બની કહ્યું હતું કે આ સવાલ તો દિલવાળો જ પૂછી શકે.  તેમણે ઉત્તર આપતાં જણાવ્યું હતું કે  જો વધુ ભણેલી યુવતીના ઓછું ભણેલા યુવક સાથે લગ્ન થાય તો એમાં કશું ખોટું નથી. આ માટે માત્ર દિલ મળેલા હોવા જોઈએ. પછી દિલવાલે દૂલ્હનિયાં લે જાયેગેં. લગ્ન કરવા માટે એક જ ક્વોલિટી જોઈએ દિલ. એક વાક્યમાં સમજાય તો આગળ વધો. બાપુએ યુવકના કાગળને આગળ વાંચતા હતાં તેમાં યુવકે કહ્યું કે રામકથા કરાવવાની મારી હેસિયત નથી પણ આવું થશે તો હું તમારી રામકથામાં આવીશ. સાથેસાથે બેચાર જણને લઈ આવવાનો વાયદો કરું છું. તેમણે કહ્યું હતું પ્રત્યુત્તર આપતાં બોલ્યા હતા કે રામકથામાં આવો આનંદ થશે પરંતુ કોઈને દબાણ કરી ન લાવો એ એક હિંસા છે. આ પસંગ દરમિયાન બાપુએ કચ્છના મેકરણદાદાને યાદ કર્યા હતાં ખાવડાના એ રસ્તાનો ઉલ્લેખ કર્યો હતો. કથામાં આવવા કોઈ દબાણ કરવું એ પણ હિંસા છે માટે રામનામની કોઈ વિધિ નથી માટે વિશ્વાસથી રામનામ ઝપવા એ તમને પહોંચાડી જ દેશે. માત્ર તમારે શ્રદ્ધા રાખવાની.

મહાત્મા ગાંધીને ભારતમાં આવ્યાના 100 વર્ષની ઉજવણીને પણ બાપુ કથામાં સાંકળી લીધી હોય એમ ગાંધીજીને સાંકળીને રામકથામાં ગાંધીજીને સાંકળીને રામનામનો મહિમા કહ્યો હતો. રામ નામનું શું મહત્વ છે એ સમજાવવા બાપુએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કર્યા હતાં અને એમને ગોળી વાગવાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ગાંધીજી રામનામનો મહિમા જાણતાં હતાં માટે જ એમને હૃદય પર ગોળી વાગી અને હે રામ શબ્દ નિકળ્યો. બાકી એમને ગોળી માથામાં વાગી શકતી હતી, આંખે વાગી શકતી હતી, કપાળે વાગી શકતી હતી. પણ રામનામ જપવું જ હતું એટલે ગોળી સીધી છાતીએ વાગી.

બાપુએ કથામંડપમાં વ્યાસપીઠેથી એક પ્રસંગ કહ્યો હતો અને તેઓ પોતે ગરમ વરાળ નિકળે એવી ચા પી જાય છે એવી વાત કરી હતી, સાથેસાથે ભૂતકાળમાં બનેલા એક પ્રસંગને સાંકળીને કહ્યું હતું કે મેં આટલી બધી કથાઓ કરી, ભજનો ગાયા છતાં મારા અવાજને કાંઈ થતું નથી એવું જાણી એક કથાકારે તેમના શિષ્ય થકી આ રહસ્ય જાણવા કહ્યું તો મોરારી બાપુએ તેનો ઉત્તર ગરમ ચા હોવાનું જણાવ્યું હતું. આ વાતને એ કથાકારે અનુસરણ કર્યું અને પોતાનો હતો એ અવાજ પણ ગુમાવ્યો. બાપુએ કહ્યું હું ગરમ વરાળ નિકળે એવી ચા કીટલીનું નાળચું રાખી દો તોય પી જાવ. જો કે અહીં નહી કરું નહીં તો ફેસબુક પર ફટાફટ અપડેટ કરી દેશો.

રામકથાના બીજા દિવસે બાપુએ આજથી રામચરિત માનસનો કૈલાસ ઘાટથી શિવ અને સતિની કથાનો આરંભ કર્યો હતો અને ભગવાન શિવ વનમાં રડતા એક વ્યક્તિને પોતાના સ્વામી ગણાવે છે જોઈ દક્ષપુત્રી સતીને વિશ્વાસ નથી આવતો અને વન ત્યાં પહોંચી તેમની પરીક્ષા કરવાનો પ્રયત્ન કરે છે. સતી માતા સીતાનું રૂપ ધારણ કરે છે એ જોઈ ભગવાન રામ સતીના પગે પડે છે અને ઓળખી લે છે, આગળ કથા વધારતાં મોરારી બાપુની વ્યાસપીઠેથી આગળ વધાર્યું હતું કે શ્રાવકોને કથાનું રસપાન કરાવતાં ભગવાન શિવ સતીને ત્યાગવાનો મનોમન નિર્ણય લે છે અને આકાશવાણી થઈ કંઈક અધટિત થવાનું છે એવો પ્રસંગ વર્ણવે છે. સતી રામની પરીક્ષા કરી આવ્યા એમ પૂછતાં તેઓ ના કહે છે પરંતુ અંતર્યામી શિવ બધું જાણતાં જ હોય છે. આ દરમિયાન ભગવાન શિવ કૈલાસ પરત ફરી 87 હજાર વર્ષ સુધી સમાધીમાં લિન્ન થઈ જાય છે અને આ દરમિયાન સતીનો દેહમાં ઝાંખપ આવી જાય છે. 87 હજાર વર્ષની લાંબી  સમાધી બાદ ભગવાન શિવ જાગ્રત થાય છે. બાપુની કથા આ સાથે વિરામ લે છે. રામકથાના ત્રીજા દિવસે શિવ-પાર્વતી લગ્નનો પ્રસંગ વર્ણવવામાં આવશે.
--------------------------------------------------------------------------------------------------------------------------
સોમવાર, ૧૨-૦૧-૨૦૧૫
The following article is displayed here with the courtesy of Divya Bhaskar.

ભૂજ: પરંપરાવાદીઓથી નારાજ થયાં મોરારી બાપુ, વ્યાસપીઠેથી જ આપ્યો જવાબ

Prakash Parmar, White Rann Kadhvandh


Read the article at its source link.

કથામાં નરેન્દ્ર મોદીના કર્યા વખાણ, કામને વખાણ્યું બધાને કામ કરતાં કર્યાનો ઉલ્લેખ કર્યો

સફેદ રણ, કાઢવાંઢ:  નમકાચ્છિત મેરુ ભૂમિમાં પ્રસિદ્ધ રામકથાકાર મોરારી બાપુએ આજે ત્રીજા દિવસે કથાનો આરંભ કર્યો હતો. અહીં ચાલી રહેલી કથાનો વિષય 'માનસ મંગલ ભવન' રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત બાપુએ કથાને આરંભી હતી. કથા આરંભે બાપૂએ રામાયણ સિવાયના અન્ય મુદ્દાઓ પર વાત કરી હતી. જેમાં પોતાને યોગ્ય લાગે તેવી રીતે રામને ભજે રામ હોય તેના પ્રમાણપત્રો આપવાની કોઈ જરૂર નથી, નગારાં વાગે એટલે નીકળી જવું જોઈએ. એ કામ બહુ અઘરું છે, એમાં જ મૌલિક જીવન પ્રગટે છે અને પોતાનો રામ મળે છે અને તમે પોતાના બનો છો.

મોરારી બાપુએ કથામાં કહ્યું હતું કે હું તમારી સાથે વાતો કરતો રહીશ તો પરંપરાવાદીઓને નહીં ગમે, એક વ્યક્તિઓ તો મને ચિઠ્ઠી લખીને કહ્યું કે હનુમાનજી સાથે આવી રીતે વાત કેવી રીત કરી શકો? યાર કેવી રીતે કહી શકો?  તો બાપુએ વ્યાસપીઠેથી જ જણાવી દીધું હતું કે મારો હનુમાન મારો છે, તારો હનુમાન તારો છે. તને ખોટું લાગ્યું હોય તો કાલે જમતો નહીં. વધારે જમ જે. તમારો ધંધો શું? એમણે ગઈકાલે કથામાં હનુમાનજીને યાર કરી સંબોધન કર્યું હતું અને પોતાના યાર ગણાવ્યા હતાં તેમજ હનુમાનજીથી પોતે સિનિયર છે એવો ઉલ્લેખ કર્યો હતો. અઠવાડિયા પહેલા બધા મને કહેતા ટાઢ બહુ છે તારીખ તો ફેરવો, આ રણમાં બારેય દિશાથી વા વાશે. રણમાં કેમ કથા કરશે. મને કાંઈ થયું જ નથી ગજબ કરી નાંખ્યો. મારે તો હીટર લાગ્યો છે પણ કાંઈ જરૂર નઈ. કેવું પરીવર્તન આવી ગયું. ઠંડી ચાલી ગઈ.

રામકથાના ત્રીજા દિવસે બાપુએ નરેન્દ્ર મોદીને યાદ કરવાનું અને તેમના કામને વખાણવાનું ચૂક્યા ન હતાં. હાલ ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાતમાં નરેન્દ્ર મોદી હાજરી આપી રહ્યા છે ત્યારે બાપુએ વ્યાસપીઠેથી નરેન્દ્ર મોદીએ બધાને કામ કરતાં કરી દીધા હોવુંનું જણાવ્યું હતું. પહેલા 12થી 1 દરમિયાન કામ થતું અને એમાં પણ રીશેષનો સમય એક કલાક હોય એવો લોકોને કામ કરતાં કરી દીધાં હતાં એમ કહ્યું હતું.  તો બધાને દિલ્હીમાં ઢોકળા ગાંઢ્યા ખાતાં કરી દીધા હોવાનું કાઢવાંઢ સ્થિત રામકથા મંડપની વ્યાસપીઠેથી કહ્યું હતું.
નથી જોઈતો કરંટ, મોરારી બાપુએ લઈ લીધું પોથીનું આવરણ

બાપુ રાજ બતાવો તમે વ્યાસપીઠેથી રામનામ લો છો એને તેને પોથી લો, પછી નીચે એકભાગ અંદર નાખો છો પછી પોથી મૂકો છો પછી આમ કરો છો. એમ કરો છો તો કથાકાર જગતમાં એવી વાતો થાય છે કે બાપુનું રામનામનું પોથીથી અડેલું રહે છે એટલે કનેક્શન છે પછી રામ નામ લે એટલે અહીંથી કરંટ લાગે (બાપુ અહીં પોથી સહિત આવરણ તરફ ઉદ્દેશીને બોલે છે) અને પછી આહ્યા જાય, પછી અહીં આવે. બાપુ ત્યાં જ કહ્યુ કે લો તો હું આ કાઢી લઉં લો. આજે નથી જોઈતો કરંટ લો. તમે લગાવી લો ડારેક્ટ. જીવોને શાંતિથી. પણ લોકોને આવું જ કરવું છે. એમ કહી પોથી પરનું આવરણ દૂર કરી દીધું હતું અને પોતાના ખોળામાં લઈ લીધું હતું.

આગળ વાંચો, સમાજ સોસાયટી ઓલામાંથી આવ્યા એટલે એમ રહેવું પડે એમ જમવું પડે

સમાજ સોસાયટી ઓલામાંથી આવ્યા એટલે એમ રહેવું પડે એમ જમવું પડે

કથામાં આજે મોરારી બાપુ પોતપોતાની રીતે જીવવા માટે બધાને કહી રહ્યા હોય એમ એકપછી એક ઉદારણો આગળ વધારી પોતે રીંગણાનું રસાવાળું શાક અને રોટલો, અડદની ડાળ હોય તો ચોળીને ખાવુ પડે. ભણેલાગણેલા ખાતાં હોય તો આપણને એમ થાય હું તો હંમણા પેટ ભરીને જમી લઈશ પણ આ દુઃખીદુઃખી થઈ જશે.

આગળ વાંચો, મારો ગુનો મારી જવાની છે

મારો ગુનો મારી જવાની છે

બોથનનના સંસ્મણોને ટાંકી વિદ્વાને તૈયાર કરેલી નોંધના આધારે બાપુએ યુવાનીમાં જે કાંઈ થાય છે તેને રજુ કરી હતી. બોથનને માણસનો અંતિમ બે ગુણો રજુ કર્યા હતાં અને કહ્યું હતું હું અદેખો નહોતો પણ આડો હતો. બધા એને અહંકારી કહેતા એટલે એણે જે કહેવું હતું એણે લખ્યું હું દુષ્ટ નથી, પણ મારુ લોહી ધડકતું છે, મારે કોઈને આંધળો નથી કહેવો પણ અગ્નિમાંથી પ્રગટ્યો છું. મારો બીજો ગુણ મારી અમુક વસ્તુ નથી ગમતી એ ગુનો હોય તો એ મારો ગુનો નથી, ગુનો મારી જવાની છે. મારી ઉર્જા થાકથાક છે એ તો સારુ કર્યું મને સંગીત મળ્યું. નહીં તો મને ક્યાં લઈ જાત. મને બીજાને આપવાનું ગમે છે અને સ્વતંત્ર રહેવું ગમે છે.


--------------------------------------------------------------------------------------------------------------------------
The article displayed below is with the courtesy of Divya Bhaskar Gujarati daily.

પ્રેમ કરવો હોય તો કમજોરો સાથે કરો, નહીં તો વ્યાપાર કે ધંધો કરો
Prakash Parmar, White Rann Kadhvandh

 પ્રેમ કરવો હોય તો કમજોરો સાથે કરો, નહીં તો વ્યાપાર કે ધંધો કરો

Read the article at its source link.

* ભારત-પાકિસ્તાન સરહદે ભુજ તાલુકાના કાઢવાંઢેથી બાપુએ પીરશ્યું જીવનનું ભાથું
* આપણે પ્રસન્ન નથી કારણ કે આપણે શ્રદ્ધા નહીં સ્પર્ધા કરી છીએ
* વચલા માણસો જાશે ન જાવે દેશે

સફેદ રણ, કાઢવાંઢ:  ભારત-પાકિસ્તાન સરહદે આવેલા ભુજ તાલુકાના કાઢવાંઢ ગામની ભાગોળ ઊભી કરાયેલા કથા મંડપમાં બાપુએ આજે ચોથો દિવસે કથા આરંભી હતી. સફેદ રણમાં યોજાયેલી રામકથાનો વિષય 'માનસ મંગલ ભવન' રાખવામાં આવ્યો છે. દરમિયાન બાપુએ કથામાં મંગલ શું છે એ જણાવ્યું હતું. આજે બાપુએ સ્વપ્ન મંગલ, તુરીયા સ્થિતિ મંગલ અને સહજ સ્થિતિને મગંલ ગણાવી હતી.

મોરારી બાપુએ કાઢવાંઢના સફેદ રણમાં આવેલી વ્યાસપીઠેથી બાપુએ કહ્યું હતું કે માણસ છીએ આવેગો, ઉદવેગો, દ્રેષ હોય. પણ આપણે જેવા છીએ એવા જ રહેવા જોઈએ. તમે બાપ જેવો હોય તેવી રીતે સ્વીકારો, દીકરો જેવો હોય તેવી રીતે સ્વીકારો, ભાઈને ભાઈ, તો રામ, કૃષ્ણ, દૂર્ગા કે અલ્લાહ જેવો છે એવો સ્વીકારો. રામનામમાં એવા ખોવાઈ જાવ કે તમારે આખો દિવસ નિંદા કરવાની જરૂર ન પડે. બાપુએ કહ્યું હતું કે હું તમને પ્રેમ કરવાનું કહું છું એનો ખરાબ મતલબ ન કાઢતાં. 

શિવ- પાર્વતી લગ્ન પ્રસંગ

મોરારી બાપુએ આજે ચોથા દિવસે રામકથામાં કૈલાસ ઘાટ અંતર્ગત શિવકથા કરી હતી અને સતીનો દેહત્યાગ થતાં શિવ હિમાલય ગયાં. નારદજીએ પાર્વતીજીને શિવજીનો હાથ જોઈ તેમને શિવજીને તપ કરી પતિસ્વરૂપે પ્રાપ્ત કરવા માટે પ્રેર્યા. આ વાત જાણી શિવજીએ સપ્તઋષિઓને પાર્વતીની પરિક્ષા કરવા કહ્યું આમ છતા પાર્વતીજી પોતાના ગુરૂ વચન સાથે જોડાયેલા રહ્યાં અને ગુરુનિષ્ઠા સાથે તપ જારી રાખ્યું.

આ દરમિયાન તારકાસુર નામનો રાક્ષસ તપ કરીને બ્રહ્માજી પાસે વરદાન માંગે છે કે તેનું મોત ન થાય પરંતુ બ્રહ્માજી સંવિધાનમાં જેનો જન્મ છે તેનું મોત છે એવું નિશ્ચિત છે માટે અન્ય કંઈ માંગવા કહે છે ત્યારે તારકાસુર શિવપુત્ર તેનો વધ કરે એવી માંગણી મૂકી છે. આ રીતે ભગવાન શિવ અને પાર્વતીના લગ્નનો પ્રસ્તાવ મૂકાયો. કામ મંગલ છે કે નહીં એ અંતર્ગત બાપુએ કથા આગળ વધારી હતી અને કહ્યું હતું કે દેવતાઓ ભેગા મળીને રામની સ્તુતિ કરી મહાદેવને રામ પ્રસન્ન કરવા કહ્યું રામ પછી દેવોએ કામદેવની સ્તુતિ કરી બાપુએ અહીં ‘માનસ કામ દર્શન’ કરી ત્રીજી કથા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 

દેવતાઓની સ્તુતિ બાદ કામદેવ ડાહ્યો, સમજુ છે એટલે શંકરનો વિરોધ કરવા જઈશ તો મોત મળશે એ ખબર છે. યોગી નહીં યોગીશ પણ કામને વશ થયાં છે.

કામદેવ ધીમેધીમે શિવજી તરફ ડગલા ભરી તેમના પર પંચ બાણ માર્યા જેવા બાણની અસર થઈ અને પરિવર્તન આવ્યું એટલે શિવજીએ આંખો ખોલી અને આવેલા પરિવર્તનની નોંધ લીધી પરંતુ આ બે આંખ ન જોઈ શકી એટલે ત્રીજું નેત્ર ખોલ્યું અને કામ ભસ્મ થયો.

રતી જે કામદેવની પત્ની છે એણે પોતાનો સુહાગ હણાઈ ગયો છે એમ જણાવતાં શિવજીએ કરૂણ દાખવી અને નારાયણનો કૃષ્ણ અવતારમાં કામ પુત્ર સ્વરૂપ પ્રગટશે એમ કહ્યું અને શિવે કહ્યું ‘હવે તારો પતિ શરીર વગર વાસ કરશે’. 

દરમિયાન બ્રહ્માજીએ શિવજીને લગ્ન કરવા માટે ગોળગોળ વાત કરી એટલે વિષ્ણું ભગવાનના કહેવાથી શિવજી લગ્ન માટે તૈયાર થયાં અને પાર્વતી સાથે લગ્ન નક્કી થયાં. શિવજી લગ્ન માટે જાન લઈને હિમાલય નીકળ્યા તેમના વાઘા અને ભુતપ્રેતની ટોળકી જોઈ હિમાલય પત્ની મેના મુર્છા પામ્યા આ જોઈ શિવજીએ પોતાના અંલકારોનું પરિવર્તન કર્યું અને દુનિયાના કોઈ વરરાજા ન લાગે એટલા રૂપાળા લાગ્યા અને પાર્વતી સાથે લગ્ન થયાં. આવી રીતે શિવપાર્વતી વિવાહનો પ્રસંગ પૂરો કરી કથાને પૂરી કરવામાં આવી. 
આવતી કાલે રામ જન્મોત્સવ ઉજવાશે

આગળ વાંચો, આપણે સુખી થવા દુઃખી થાઈએ છીએ

(મોરારી બાપુએ રણમાં રણેશ્વર મહાદેવની સ્થાપના કરી છે એને હવે આપણે હોર્ડિંગરૂપે જોઈ શકીએ છીએ)
આપણે સુખી થવા દુઃખી થાઈએ છીએ

રામકથામાં બાપુએ કહ્યુ હતું કે આપણે સુખી થવા માટે દુઃખી થઈએ છીએ, પેલા ને કેટલું મળ્યું છે એના જેટલું મેળવવા માટે દુઃખી થઈએ છીએ.

વચલા માણસો જાશે ન જાવે દેશે

બાપુએ આજે ચોથા દિવસની કથામાં વચલી કક્ષાના માણસો છે એ કોઈના સુધી પહોંચવા દેતા નથી અને રોકી રાખે છે એવી વાત કરી હતી. આ વાતને જોડવા માટે તેમણે રામનામ સાથે જોડીને કહ્યુ હતું કે તમારે રામ ભજવો છે તો ડાયરેક્ટ ભજો એમાં વચ્ચેના માણસોની જરૂર નથી. કેમ કે ઈશ્વરનો ડાયરેક્ટ માર્ગ છે, ઘણાં નથી માનતાં એમને નમસ્કાર છે. બાપુએ આગળ જણાવ્યું હતું કે ખૂબ જ પ્રેમથી હળવું, મળવું અને છતાંય પોતાના એકાંતને સાચવી રાખવો અને પ્રામાણિક અંતર જાળવવું જોઈએ. અહીં તેમણે વ્યાસપીઠેથી જણાવ્યુ હતું કે સંગનો દોષ લાગ્યા વગર રહેતો નથી. ચિત્તની પ્રસન્નતા એ જ પરમાત્માનું દર્શન છે. 

આગળ વાંચો, આપણે પ્રસન્ન નથી કારણ કે આપણે શ્રદ્ધા નહીં સ્પર્ધા કરી છીએ

આપણે પ્રસન્ન નથી કારણ કે આપણે શ્રદ્ધા નહીં સ્પર્ધા કરી છીએ

બાપુએ કથા દરમિયાન કહ્યું હતું કે તેમને એક આયોજકે પુછ્યું હતું કે મને કથા આયોજનનો ઓડકાર કેમ થતો નથી, મસમોટું રોકાણ કર્યું, લક્ષ્મી વેરી, કાંઈ બાકી ન રાખ્યુ છતાં આમ કેમ બન્યું. તો બાપુએ તેના ઉત્તરમા કહ્યું હતું કે સ્પર્ધામાં હોઈશ એટલે ન મળ્યો, અંદરથી બળતો હોઈશ કે અન્ય કરતાં કેમ સારું ન કરી શક્યો. સારું આયોજન કરી તું બધાને બતાવી દેવા માંગતો હોઈશ એટલે ઓડકાર ન આવ્યો. થવાનું હતું એટલે થાય. રણેશ્વરની સ્થાપના થવાની હતી એટલે થઈ.

આગળ વાંચો, આપણે પાત્રો નાના છીએ એટલે છલકાઈએ છીએ

આપણે પાત્રો નાના છીએ એટલે છલકાઈએ છીએ

મોરારી બાપુએ કથાના ચોથા દિવસે આપણે નાના હોવાથી છલકાઈ જઈએ છીએ અને ઉભરાઈ જઈએ છે તેમ જણાવ્યું હતું અને ચાર સૂત્રો આપ્યા હતા જે જીવનમાં ઉતરવા જેવા છે. 1. ચાખવા જેવા- જેમાં આપણે ખાટી કેરી છે કે કેમ એ ચાખવાનો પ્રયાસ કરવો જોઈએ, 2. ગળી જવા જેવા- રામાયણ એવું છે એને ગળી જવાય, 3. ચાવવા જેવા – રામાયણમા એવી એવી વાતો અને પ્રસંગો વર્ણવાયેલા છે કે તેને ચાવતા રહીએ તો જીવન સુખી થઈ જાય અને છેલ્લે 4. પચાવવા જેવા રામ એવા છે જેને મળે એને પચાવતા શીખવું પડે તમને જીવનમાં જે મળ્યું છે તેને પચાવવા પ્રયાસ કરો હરખપદુડા ન બનો. 
બાપુએ અહીં એક ઘનાઢ્યનો ઘોડો ખોવાઈ ગયો અને તોય એ માણસ દુઃખી ન હતો પણ ખુશ હતો એ જોઈ અન્ય લોકોએ તેને પુછ્યું કે ઘોડો ખોવાઈ ગયો છતાં તું ખુશ કેમ છે, તો એ ઘનાઢ્ય વ્યક્તિએ કહ્યું સારું કર્યું ઘોડો ખોવાયો જો હું એના પર બેઠો હોત તો હું પણ ખોવાઈ જાત. મોરારી બાપુ ઉપર જણાવેલા ચાર સૂત્રોનો સાર આ છે એમ કહ્યું હતું.

આગળ વાંચો,  બાપુએ રામકથામાં કરી સંતની વ્યાખ્યા, યાદ કર્યા મેકરણદાદા
બાપુએ રામકથામાં કરી સંતની વ્યાખ્યા, યાદ કર્યા મેકરણદાદા

1 જેની પાસે જઈએ અને શાંતિ મળે એ સંત
2 જેને કોઈની સાથે તંત ન હોય એજ સંત
3 જેનો કોઈ દિવસ  ખપે (મરે) ન તે સંત (અહીં બાપુએ કચ્છના સંત મેકરણદાદાને યાદ કર્યા હતા અને તે મરે, કાળ એના પગલાં સાચવ્યા છે- અહીં બાપુએ  જીનામ જીનામનો પોકાર કરાવ્યો હતો.)
4 હાર્ટ(હૃદય)માં કાયમ રહે એ સંત
5 દિવાલો માટે કોર્ટમાં ન જાય એ સંત

આગળ વાંચો,  રીઝથી ભજે કે ખીજ થી રામ તેને જરુર મળે 
રીઝથી ભજે કે ખીજ થી રામ તેને જરુર મળે 

અહીં રામાયણ અને મહાભારતના એ પ્રસંગો વર્ણવ્યા હતા જેમાં કર્ણે કવચ અને કુંડળ ઈન્દ્રને આપી દીધા અને ઈન્દ્રજીત(લક્ષ્મણે) સુપર્ણખાના નાક અને કાન કાપ્યા એ વાત કરી હતી. કર્ણ જ્યારે કૃષ્ણને કહ્યુ કે હું તારાથી એટલા માટે નારાજ નથી કે તુએ મારા કવચ અને કુંડળ કપટથી લેવાડાવી દીધા, કુંતીને પણ હું તેમનો દીકરો છું એમ જણાવી દીધું. પણ હે કૃષ્ણ તમે મને સાચું જણાવી દીધું એની ખીજ છે એ હું ક્યારેય નહી પુરી કરું. જો મને પહેલા જાણ કરી હોત તો હું અર્જુન પહેલા ગીતાનો બોધ લઈ લેત. પણ સારું ક્યું તુએ મારી ચામડી ખેંચાવી લીધી અને કુંડળ કઢાવી લીધાં. હુ હવે મિત્રના ત્રાજવે બંધાયો છું એટલે એ પણ પુરી કરી દઈશ, પણ તારી માતા કુંતી સાથે શી ખીજ હતી તે આ વાત કરી. અહીં બાપુએ મહાભારત સિરિયલ શરુ થાય ત્યારે આવતું અથ શ્રી મહાભારત કથા... લલકાર્યું હતું અને ગાન કર્યુ હતું.
તો રામાયણના પ્રસંગ વર્ણવ્યો હતો અને કહ્યું હતું કે જેમનું નાક મોટું થઈ જાય અને જે વધારે પડતું સાંભળે તેના કાન ઈન્દ્રજીત આવીને કાપી લે છે જેમ સુપર્ણખાના કાપી લીધા હતી.

આગળ વાંચો,  સપનાનું વર્ણન
સપનાનું વર્ણન

સપના સારા હોય છે કે ખરાબ એ બાબતે કહ્યું હતું કે સ્વપ્ન મંગલમ્ એટલે કે સ્વપ્ન મંગલ છે એમાં પાર્વતીનું સ્વપ્ન, ગીરી રાજને સ્વપ્ન, કુંતાને સ્વપ્ન, ઉમાને સ્વપ્ન ત્રિજટાને સ્વપ્ન. આ બધાને સ્વપ્ન આવ્યા અને સાચા પડ્યાં છે અને પ્રમાણ આપ્યા છે. બાપુ વિસ્તૃત રીતે ત્રિજટાનું સ્વપ્ન વર્ણન કર્યુ હતું અને કહ્યું હતું કે ત્રિજટાને સપનું આવ્યું અને તેણે અન્ય કહ્યું કે એક વાનર લંકા નગરીને ભસ્મિભૂત કરી દે છે અને હનુમાનજીએ લંકાનું દહન કર્યું.

આગળ વાંચો, બાપુને પુછાયા તેમના શોખ, બીડી પીવા સિવાય તમને શું કરવું ગમે
બાપુને પુછાયા તેમના શોખ, બીડી પીવા સિવાય તમને શું કરવું ગમે

1 ફિલ્મ જોવી ગમે- કાકા સાથે તલગારજડાથી ચાલીને મહુવા જતાં અને ફિલ્મો જતાં તેમાં સંગીત, નૃત્ય સારા લાગતાં.
2 ક્રિકેટ રમવાનો શોખ- ક્રિકેટ રમવાનો શોખ પરંતુ આવડે નહી પહેલા બેટ પર દડો વાગે એટલે બેટ તુટી જાય અથવા દડો તુટી જાય એટલે રેલ્વેના લાકડાં ખરીદી એક સુથાર કાકા પાસે બનાવાડાવ્યું હતું પણ એ એટલું ભારે કે હાથ બાથ જામી જાય.
3 રામ ભજવાનું મન થાય, તુલસીની માળા ભજવાનું મન થાય- કથા શ્રવણનું મન થતું પગે ચાલી કથા ચાલું હોય ત્યાં જતો અને સાંભળતો એમ બાપુએ કહ્યુ હતું.
4 ભવાઈ જોવાનું મન થતું- બાપુએ અહીં પ્રસિધ્ધ ભવાઈ રચના ભલા મોરી રામા ભલા મોરી રામા... ગણકારી હતી.
5 અડદીયા ખાવાનું મન થાય- આ બાબતે પોતાના મેટ્રીક દરમિયાન પોતે શાહપુરના છાત્રાલયમાં રહીને અડદીયા ખાવાની ઈચ્છા પુરી કરવાનો જે પ્રયાસ કર્યો હતો અને પોતે પોતાને ફાળવેલા સાવરણાના રૂમમાં રહીને કેવી રીતે અડદીયા મૂક્યા અને તેની સુગંધ પ્રસરી અને સ્કુલના નોટીસ બોર્ડ પર ચડી તેની વાત કરી હતી.
6 રેલ્વેના પાટે ચાલીને કથા ગાવાનું મન થાય- બાપુએ અહી કહ્યું હતું કે હું ચાર-પાંચ કીમી ચાલીને કથા લલકારતો જતો અને બાવળીયા મારા શ્રાવક બની કથા સાંભળે, બાપુએ વર્તમાન પરિસ્થિતિનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે અત્યારે તો ફળ ખાદ્યા છે.
7 સાયકલ ચલાવવાનું મન થાય- બાપુએ પોતાને સાયકલ ચલાવવાનું મન થાય છે એમ વ્યાસપીઠેથી કહ્યું હતું. સાયકલ ચલાવતા શીખતા 3 વાર ગોઠણો છોલાઈ હોવાનું કહ્યું હતું. ફોર વ્હિલર આવડતાં નથી પણ આપણી જીંદગીમાં તો બીજાના જ વાહનોમાં બેસવાનું લખાયું છે, એ પણ કચ્છના વીકે પટેલની ગાડીમાં પહેલા બેઠો હતો અને લાલ ચટાક ગાડી પાછળ કૂતરા પડ્યા હતાં. ઘોડા પર ચડ્યો અમુક જોખમ , સાહસ ન કરતાં સાયકલ સિવાય બીજું કાંઈ નથી શીખ્યો.
9 એક્ટિંગ સરસ કરો છો - એવા પ્રશ્નના ઉત્તરમા કહ્યું હતું કે બે વાર નાટકમાં તલગાજરડાની શાળામાં બાગ લીધો છે અને એક નાટકમાં ભિક્ષુકનો રોલ કર્યો હતો. તો બીજું ‘જુની આંખે નવું’ કરીને નાટક કર્યું હતું. બાપુએ અહીં કહ્યુ હતું કે હું ‘નાટક, ત્રાટક અને ફાટકવાળો છું’.

આગળ વાંચો, રામાયણ શીખ્યો અને સપના આવતાં બંધ થયાં
રામાયણ શીખ્યો અને સપના આવતાં બંધ થયાં


મોરારી બાપુએ કહ્યું કતું કે હું રામાયણ શીખ્યો અને મને સપના આવતાં બંધ થયાં તેમણે કહ્યું કે મનોવિજ્ઞાન આ બાબતને નથી સ્વીકારતું પરંતુ મને સાચે જ સપના નથી આવતાં.
--------------------------------------------------------------------------------------------------------------------------

The below displayed article is reproduced here with the courtesy of Divya Bhaskar.


સરકારનો મેળોની ખબર નઈ પણ રણેશ્વરનો મેળો જામ્યો છે
Prakash Parmar, White Rann Kadhvandh

Read the article at its source link.

રામકથા પહેલા ફરી વળ્યું નમકાચ્છાદિત રણમાં ઠંડીનું મોજું શ્રદ્ધા કાયમ રહી
શ્રાવકોએ કથા શરૂ થયાના અડધા કલાક પહેલા પોતાના સ્થાન લઈ લીધા
રામકથાનો આજે પાંચમા દિવસ, મકરસંક્રાતિ પર રામોત્સવની ઉજવણી

સફેદ રણ કાઢવાંઢ:   સરકારનો મેળો કેવો જામ્યો હશે એની ખબર નહીં પરંતુ અહીં રણેશ્વરનો મેળો જોરદાર જામ્યો છે, એમ કરી બાપુએ કથાના અંત ભાગમાં કથા મંડપ બહાર દેખાતા રણમાં ફરી રહેલા અને ઊંટસવારીની મજા લઈ રહેલા લોકોનો મેળો જામી ગયો છે અને મજા લઈ રહ્યા છે એનો ઉલ્લેખ કર્યો હતો.

આજે મોરારી બાપુની રામકથાનો પાંચમો દિવસ છે, સવારે સાડા 9થી રણમાં તૈયાર કરાયેલા કથામંડપમાં મોટા પ્રમાણમાં શ્રાવકો આવી જઈ પોતાનું સ્થાન લઈ લીધું હતું. તો કુદરત પણ પોતાની કળા બતાવતી હોય એમ સૂર્યનારાયણ માથે ન આવ્યા ત્યાં સુધી શ્રાવકો કાંપતા હતા. બાપુની કથામાં હાજર રહી તેમના પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરતાં હોય તેમ કથાશ્રવણ કર્યું હતું. બાપુએ આજે કથામાં આજે પહેલા પત્રને સ્થાન આપવામાં આવ્યું ન હતું પરંતુ સીધી જ કથા શરૂ કરતાં પહેલા બાપુએ કચ્છડા, ગુજરાત, ભારત સહિત દુનિયાભરના લોકોને મકરસંક્રાતિની વધાઈ સાથે શુભેચ્છા પાઠવી હતી. બાપુએ કથામાં આજે ફરીવાર રણેશ્વર મહાદેવનો ઉલ્લેખ કર્યો હતો અને પટ્ટાગણમાં કથા થઈ રહી છે ત્યારે સૂર્યની ગતિની જેમ આપણી પણ ગતિ પણ ટર્ન લે અને જીવનમા કંઈક નવું અને સારું કરીએ તેવી વાત કરી હતી. બાપુના મુખે કચ્છના માટે જાણે મુખેથી સરસ્વતી વહેતી હોય તેમ કચ્છના વખાણ  કર્યા હતાં અને કચ્છ નહીં દેખા તો કચ્છ નહીં દેખા પણ કહી દીધું હતું.

કથા આરંભે

રામકથામાં મોરારી બાપુએ આજે મંગલ શું છે એ અંતર્ગત શું મંગલ છે એની ચર્ચા કરી હતી. જેમાં શબ્દ, સ્પર્શ, રૂપ અને ગધનું વર્ણન કરવાનું શરુ કર્યુ હતું. બાપુએ આખું જંગલ મંગલ છે. આંખ ખુલ્લી જાય તો એના માટે કંઈ અમંગલ નથી.
સ્પર્શના પાંચ સ્પર્શની વાત કરી હતી
જેમાં આજે સ્પર્શ અંતર્ગત રામ ભગવાન રામે અહિલ્યાનો ઉદ્ધાર કર્યો એ પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યો હતો. રામે શીલા પર પગ મૂકી તેને સજીવ કરી તેની ચર્ચા કરી હતી. ગૌતમ ઋષિ સાથે વળવવા માટે કહ્યું ત્યારે અહિલ્યાએ જગતના નાથ કહ્યું કહ્યું કે કન્યાદાન નહીં કરો, ભગવાન તમે મને વળાવો છો તો કઈક તો આપો , તમે મને કમળનો અંદરનો રસ એની સુગંધ આપો. કમળ એ વિષ્ણુનું પ્રિય ફુલ છે એનાથી તો આપણે પરિચિત છીએ. અહિલ્યાએ આપ જેથી સંતોષ આપું મારુ મન ભમરો છે. મનનું ઠેકાણું લાગે ભ્રમર મન નથી

કયા પાંચ વચન છે
વેદ વચન- કોઈપણ બોલે સવહેંચી છુ તમને ફાયદો થાય, વેદને સમજવા સહેલા નથી અને સમજાવી જરૂર પણ નથી.
સદવચન – સારા વચનો બધાને ગમે
3 ગુરુ વચન –આપણી શ્રદ્ધા કામચલાઉ છે એટલે ગુરુ જે વચનો કરે તેને આધારે આપણી તરી જઈએ છીએ એ  મંગલ  છે.
4 પ્રિયજનનું વચન- પતિ પત્ની વચ્ચેના વચન એ પ્રિયવચન છે. માલિક નોકર વચ્ચે જે વાતચીત થાય એ પ્રિયજન છે માય લવ માય લવ, માય ડાર્લિંગ બોલે એવી ઘટનાનું વર્ણન  કર્યું. બનેલી ઘટના કહી પ્રસન્નતાનું કારણ પૂછ્યું એટલે એણે કહ્યું ચારે આજુબાજુએ ભાઈ કહ્યું લવ નથી લવલવ છે મારે બોલવું પડે એ તુ મને પ્રેમ કરતો નથી. બાપુ આમાંથી છુટવાનો કોઈ મંત્ર ખરો લગ્નનો તો હતો.
5 શંભુ-રામ-કૃષ્ણ સહિતના પરમ તત્વોનું વચન-
મહત્વના સ્પર્શ
1 બુદ્ધ પુરુષનો ચરણસ્પર્સ – વ્યક્તિ પુજા નહીં
 2 કોઈપણ ઉમરની મહિલાનો ચરણસ્પર્શ, સ્ત્રીપુરુષ દિકરીઓને પગે નથી લાગવા દેતા કારણ એ પવિત્ર છે.
3 બાળકના માથા પર હાથનો સ્પર્શ
4 સદગત ગ્રંથનો સ્પર્શ – ગીતા,રામાયણ વેદ કોઈપણ ગ્રંથનો સ્પર્શ શીખ ધર્મમાં ગ્રંથનો અજોડ મહિમા
5 વડિલોનો ચરણ સ્પર્શ- દુશ્મનના પગ પકડી લો દિલમાં લઈ જશે

મહાભારત રાખતો ભારતનો કોઈપણ વ્યકિત ઘરમાં રાખતા ડરે છે, ગ્રંથને અડો તો 25 ટકા તમારામા આવે. કીતાબ નથી મારા દેશના ઋષિનું કલેજ છે.

5 રૂપ વિશેષ
1 રામનું રૂપ મંગલ છે
2 માનવીની અંદરનું સ્વરૂપ મસ્તિષ્ક ઝુકાવી રામને તેમનો પરિચય પૂછ્યો, સુગ્રિવને સંકેત મોકલી દે છે વિશ્વાસ કરવા જેવું છે એવું કિષ્કિંધાકાંડનો પ્રસંગ છે.
3 નદીનું રૂપ- જોબાનવતી રૂપાળી, કોઈપણ નદી રૂપાળી છે.
4 સદગુરુનું રૂપ – નિરખીને લઉં વારણા
5 કોઈપણ રૂપ મંગલ છે, આપણી આંખ સરખી હોવી જોઈએ- કોઈનું રૂપ જોઈએ એ પાપ નથી અંદરથી ડરી ગયાં છે એમાં જતાં નથી. આંખ રામની હોય તો રૂપ સુંદર છે. સપનામાં જુએ, મેરે સપનો કી રાની કબ આયેગી, એના બદલે એવું વિચારો કે ચિત્ર આટલું સુંદર છે તો બનાવનાર ચિત્રકાર કેટલો સુંદર હશે. 

રસના પ્રકાર
1 રામરસ
2 પ્રેમ રસ - જીવશિવ, શિવજીવ
3 ભગવતગીતાનો રસ,
4 પરમતત્વને રસને પીવો
5 રસપૂર્ણ ધ્યાન સ્થિત

ગંધ
1 ગુરૂના ચરણની રજની મંગલમય ગંદ
2 ફુલની ખુશ્બુ મંગલ
3 શાસ્ત્રની એક વિશેષ ગંધ હોય છે
4 માળાની ગંધપનામની ગંધ ભજન
આસન સિધ્ધ થાય એની વિશેષ ગંધ હોય છે
5 અત્યંત પવિત્ર પુરુષની ગંધ


રામ જન્મની કથા આજે આયોજક ઘનશ્યામ જોષીને પુછી કાલે કરૂ તો ચાલે તો ત્યાં જ કહી દીધું કે તુ કહેને હું થોડો માનું. મારી સમજમાં બધુ જ મંગલ છે પણ થોડું વિશે

ભગવાન શિવને પાર્વતી પ્રશ્નના લગ્નની ભૂમિકા બાદ રામ જન્મોત્સવની ઉજવણી કરી

--------------------------------------------------------------------------------------------------------------------------
The article and images displayed below are with the courtesy of Divya Bhaskar.


રણમાં રામોત્સવ: મોરારી બાપુની કથામાં ઉજવાયો રામ જન્મોત્સવ
Prakash Parmar, White Rann Kadhvandh

Read the article at its source link.



- 'માનસ મંગલ ભવન' અંતર્ગત કથા, રામકથાના આજે છઠ્ઠા દિવસ
- રામ જન્મ થતાં રણમાં થયાં નાચગાન, વેહંચાઈ પ્રસાદી
- ભગવાન શિવે માતા પાર્વતીની જિજ્ઞાસા સંતોષવા કહી રામકથા

સફેદ રણ કાઢવાંઢ: કચ્છના અફાટ રણમાં પ્રસિધ્ધ રામાયણી સંત અને કથાકાર મોરારી બાપુની રામકથા ચાલી રહી છે, રામકથાના છઠ્ઠા દિવસે કથામાં રણમાં રામ જન્મોત્સવ ઉજવાયો હતો. બાપુની વ્યાસપીઠની મર્યાદાના કારણે જેવી રીતે અન્ય કથામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાય છે એવી રીતે રામોત્સવની ઉજવણી કરવામાં આવી ન હતી પરંતુ, ત્યાં ઢોલ-નગારાંના અવાજ સાથે નાચીને, પ્રસાદી વહેંચીને કરવામાં આવી હતી. આજે રામ જન્મોત્સવનો પ્રસંગ વર્ણવવાનો છે એ મોરારી બાપુએ કાલે જ નક્કી કરી દીધું હતું. જો કે, આમ તો એ ગઈકાલે થવાનો હતો પરંતુ સાહિત્યક અને જીવન ઉપયોગી વાતો કરતાં કાલે રહી ગયો હતો. અને આજે ઉજવાયો હતો.

બાપુએ 'માનસ મંગલ ભવન' અંતર્ગત કથા શરૂ કરી હતી અને અમંગલથી મંગલ તરફ, મંગલથી વિશેષ મંગલ તરફ જતી સ્થિતિની વાત કરી હતી. સિદ્ધતાના કદાચ બધુ જ આખુ થઈ જતું હશે. જેમજમે માણસનો જન્મ વધે, ગુરુકૃપા વધે, સ્વાધ્યાય વધે એમ અવસ્થાઓ ઊભી થતી હશે એમ જણાવ્યું હતું.


રામકથામાં રામજન્મોત્સવ પૂર્વે મોરારી બાપુએ ભગવાન શિવ માતા પાર્વતીને રામ કથા સંભળાવે છે અને પછી આગળનો પ્રસંગ વર્ણવ્યો હતો. પાર્વતીની શંકાના સમાધાન માટે ભગવાન શિવ કથા આગળ વધારે છે પરંતુ એ પહેલા રાવણજન્મની કથા કરી હતી. રાવણ કેવી રીતે જન્મે છે એ વર્ણન કર્યું હતું, રાવણ તેના ત્રાસથી દેવતા સહિત માનવજાત દુખી થઈ જાય અને જગત ત્રાસી જાય છે. પૃથ્વી ગાયનું રૂપ ઘારણ કરી દેવતાઓ પાસે જાય પરંતુ તેઓ પણ રાવણથી ડરે છે, એટલે બધા મળી બ્રહ્મા પાસે જાય છે પરંતુ બ્રહ્મા પોતાની અસમર્થતા દર્શાવી કોઈ તપ કરે તો વચન આપવા બંધાયેલા હોવાનું કહી ભગવાન શિવ પાસે જવા કહે છે, ભગવાન શિવ પહેલાથી જ બધું જાણતાં હોય છે એટલે તેઓ ભગવાન વિષ્ણું જે જગતનું સંચાલન અને નિયમન કરે છે તેમને વિનવે છે અને ભગવાન વિષ્ણું માનવ સ્વરૂપે જન્મ લેશે એવી આકાશવાણી થાય છે સાથે જ સૂર્યવંશની વાત કરી પૂર્વભૂમિકા બાંધી કથા આગળ વધે છે. 

રામ જન્મ થાય એ પૂર્વ બ્રહ્માજીના કહેવાથી બધા દેવતાઓ વાનર સ્વરૂપે અંશાવતારરૂપે જન્મે છે. અયોધ્યામાં રાજા દશરથ પોતાની રાણીઓ સાથે દિવ્યજીવન જીવે છે પરંતુ શેરમાટીની ખોટ છે, એટલે તેઓ ગુરુ વશિષ્ટના આશ્રમ જાય છે, ત્યાં ગુરૂને પોતાની ગ્લાનિ લઈ જાય છે અને ગુરૂ વશિષ્ટ તેનું સમાધાનરૂપે યજ્ઞ કરાવે છે અને જેવી છેલ્લી આહુતિ અપાય છે ત્યારે યજ્ઞદેવ ખીરનો પ્રસાદ લઈ પ્રગટ થાય છે. અને ગુરુ વશિષ્ટ દશરથને ત્રણેય રાણીઓને સરખે ભાગે આપવા કહે છે. કૌશલ્યાને અડધો ભાગ, સુમિત્રાને પા ભાગ અને કૈકયીને પણ એટલો જ ભાગ આપે છે અને હરી મંડાણનો પથ રચાયો. રામનો પ્રાગટ્યોત્સવ નજીક આવે છે કૌશલ્યાના ભવનમાં ભગવાન વિષ્ણું સાક્ષાત આવે છે, માતા કૌશલ્યા ભગવાનને જોઈ પોતાનું મોઢું ફેરવી લે છે પછી કારણ પૂછતાં તમને માનવ સ્વરૂપે આવવા કહ્યું હતું ચારહાથ સાથે નહીં એટલે ભગવાન બે હાથઘારી બને છે, ભગવાનને નાના થવા કહે છે ભગવાન પોતાનું રૂપ ધીમેધીમે નાનું કરતાં જાય છે અને કૌશલ્યા આખરકાર ભગવાન બાળરૂપ ધારણ કરે ત્યાં સુધી ભગવાનને નાના કરાવે છે, નવજાત બાળક થઈ ભગવાન પુછે છે આટલું તો કૌશલ્યા કહે છે બાળક થોડું બોલે? રડો તો સાચું. આવી રીતે માતા કૌશલ્યા ભગવાન રામને રડાવે છે અને અયોધ્યામાં ભગવાન રામનો રડવાનો અવાજ પ્રસરે છે અને રામ જન્મોત્સવ ઉજવાય છે. આયોધ્યામાં રુડો અવસર ઉજવાય છે. સાથે કથામાં મોરારી બાપુ કહે છે કે આજે રણમાં રામોત્સવ થયો છે બધા નાચો-ગાઓ રામ જન્મ મનાવો. મોરારી બાપુની ઉપસ્થિતિમાં સફેદરણમાં ઊભા કરાયેલા આ કથામંડપમાં ઉપસ્થિત શ્રાવકો નાચગાન કર્યું હતું અને રામ જન્મોત્સવ ઉજવ્યો હતો.

આગળ વાંચો, બાપુએ વાંચી સંભળાવ્યા છીંકના સાત પ્રકારો 
બાપુએ વાંચી સંભળાવ્યા છીંકના સાત પ્રકારો 

એક શ્રાવકે બાપુને પત્રમાં સાતના પ્રકારો લખ્યા હતાં જેને વ્યાસપીઠેથી બાપુએ વાંચી સંભળાવી હતી.

1 શરદી થવાથી આવે એ - શરદીની છીંક
2 વઘાર ઊંડે અને આવે એ - વઘારની છીંક
3 બજર સુંઘે અને આવે એ - બજરની છીંક
4 રજક (ધૂળ) ઉડે અને આવે એ - રજકની છીંક
5 અમથી અમથી આવે એ - અમથી છીંક
6 મરચું ઉડે અને આવે એ - મરચાંની છીંક
7 વરસાદ આવવાથી થાય એ - ઢાઢોડાની છીંક
મોરારી બાપુએ હરિનું પ્રાગટ્ય ક્યારે થાય એ આમ સમજાવ્યું

માણસે પહેલા પુરુષાર્થ કરી લેવા જોઈએ, પુરૂષાર્થ કરી લીધાં પછી પ્રાર્થના કરવી, પ્રાર્થના કરી લીધા પછી પ્રતિક્ષાનો પડાવ આવે છે અને ત્યાર બાદ આવે છે પ્રાગ્ટ્યનો સમય.

આગળ વાંચો, કથામાં કહ્યા ગુરુ-શિષ્ય, મિત્રના ગુણ
કથામાં કહ્યા ગુરુ-શિષ્ય, મિત્રના ગુણ

મોરારી બાપુએ આજે રણમાં ચાલી રહેલી કથામાં મિત્ર, ગુરુ-શિષ્યના ગુણ કહ્યા હતાં
- મિત્ર એ કહેવાય જે લેણદેણમાં શંકા કરતો ન હોય
- શિષ્ય કોણ જે ગુરુને પોતાનું કાંડુ આપી દે
- ગુરુ કોણ જે શિષ્યને પોતાનું ચરણ આપી દે આને લેણદેણ ન કહેવાય.

માણસો સાંભળે છે એ પણ સારું છે

કથા દરમિયાન મોરારી બાપુએ લોકો આજે સાંભળતા થયાં છે એ પણ સારું છે એમ કહી વાત રજુ કરી હતી. માણસો સાંભળે છે એ પણ સારું છે, સાંભળવાથી ઘણો બધો ફેર પડશે. લોકો સાંભળતા થયા એ મોટી વાત છે. સારી રીતે સાંભળતાં થયા એ મોટી વાત છે. એટલે આ કળિયુગ નથી પરંતુ શ્રવણયુગ છે, કથા યુગ છે, સતસંગ યુગ છે. 

એક પત્રમાં પુછાય છે કે મને મારા ગુરુ દેખાતા નથી સમુદ્ર દેખાય છે. મોરારી બાપુ એનો આવી રીતે જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે ગુરુ વિવેકસાગરનો દરિયો છે અને રામાયણમાં તેના પુરાવા છે. ભગવતગીતામાં કૃષ્ણે કહેલું છે મને જેવી રીતે ભજશો એવો દેખાઈશ. ગુરુ મહિમા અંતર્ગત બાપુએ ગુરુને પરોપકારનું નામ આપ્યું હતું. સાથે જ શું પરોપકારી છે મંગલ છે એમાં 1 સંત, 2 વૃક્ષ, 3 નદી, 4 સાગર અને 5 ઘરતી. આ દરેકેદરેક પરોપકારી છે. 1 વૃક્ષદર્શન કરો અને ગુરુમાં કલ્પવૃક્ષ દેખાય તો એ વૃક્ષ વડ છે. 2 ગુરુમાં પહાડ દેકાય તો તે ગુરુ પર્વત છે, હિમાલય છે, ગિરનાર છે. 3 નદીના દર્શન થાય તો તે સામાન્ય નહી ગુરુગંગા છે, પતીતપાવન છે. બાપુ કથા દરમિયાન કર્ણને કૃષ્ણે આપેલી ઉપાધી બાબતે ચર્ચા કરતાં સાગર અને ઘરતીમાં ગુરુ કેવી રીતે દેખાય એની ચર્ચા કરી શક્યા ન હતાં.

આગળ વાંચો,  કર્ણને આપ્યું સર્ટીફિકેટ, પ્રમાણપત્ર નહીં પ્રેમપત્ર

કર્ણને આપ્યું સર્ટીફિકેટ, પ્રમાણપત્ર નહીં પ્રેમપત્ર

અર્જુનને ઉદ્દેશી કૃષ્ણ કહે છે કે તને ખબર છે કર્ણ કોણ છે. હવે બધાને ખબર પડી ગઈ છે એ કોણ છે તને પણ ખબર છે એ તારો જ્યેષ્ઠ ભ્રાતા છે પરંતુ હું કહું એ કોણ છે એ બ્રહ્માંડ્યે છે. કૃષ્ણે અર્જૂનને કહ્યું જો  એની પાસે કવચ-કુંડળ હોત તો તારું ગાંડીવ અને મારું સુદર્શન પણ તેનો નાશ ન કરી શકત. તારી શક્તિ 90 ટકા જ છે જ્યારે એની ક્ષમતા 108 ટકા છે. એતો સારું કર્યું ઈન્દ્રે કવચ અને કુંડળ કઢાવી લીધા નહીં તો તું આજે અહી ન ઊભો હોત. હું કહું છું તો કૃપાચાર્ય પણ બાણ ચલાવ, મને  ખબર છે એ તારા ગુરુ છે પણ હું કોણ છું ખબર છે જગદગુરુ. કૃષ્ણ કહે છે. હું કેટકેટલીયવાર ખોટો બોલ્યો છું, કર્ણ ખોટો નથી બોલ્યો હું તો બોલ્યો છું. ક્રોધ સારો છે કે ખરાબ એ તો જોયું છે પરંતુ કર્ણ તો સત્યવાદી છે, તપસ્વી છે, તેજસ્વી છે. મારી દૃષ્ટિએ કર્ણ ઘર્માત્મા છે. કવચ કુંડળ લેવાઈ ગયા પછી પણ તેની પાસે શું હતું એની ખબર હતી એટલે કૃષ્ણે રણભૂમિમાં ઘત્ટોક્ચને મોકલ્યો અને ચારેકોર ત્રાહિમામ પોકારી દેવાડાવ્યો ત્યારે દુર્યોધન કર્ણને કહી એ અજેય તીરનો એકવાર ઉપયોગ કરાવી સંકટને દૂર કરે છે પછી યુદ્ધ થાય છે અને કર્ણ પૈડું ચડાવા જાય છે ત્યારે કર્ણનો વધ થાય છે. ત્યારે કૃષ્ણ પાંડવો સામે નાચવા લાગે છે અને કહે છે અર્જૂન બચી ગયો. સાથેસાથે કર્ણને એ શું છે એનું સર્ટીફિકેટ પણ આપે દે છે.

આગળ વાંચો, મંગલ શું છે 
મંગલ શું છે 

1 જ્યારે આપણા મનમાં જગતનું ભલું થાય એવો વિચાર પ્રગટે તો એ મંગલ છે, એ ઘડી મંગલ છે.
2 કોઈને આપવાનો વિચાર આવે તો મૂહુર્ત ન જોવું એ મંગલ છે
3 કોઈ આપણને નમીને અથવા ભાવ દર્શાવી રુડા દાન કરે એ તુલસી મંગલ છે
4 પ્રસન્નતાથી ગાવું- ગીત, સુગમ સંગીત, લોકગીત વગેરે મોઢું બગાડ્યા વગર ગાવા, નિર્દોષ આંખો રાખી ગાવ
5 કળશને મંગલ, કુંભને મંગલ ગણીએ છીએ.
6 આપણા ઘરે ઘારણા ન હોય અને કંઈ નક્કી ન હોય અને કોઈ બુદ્ધ પુરુષ આવે તો એના જેવું કોઈ મંગલ નથી.
7 કોઈ જીવાત્માનો અનાદાર ન કરવો એ મંગલ છે
8 જે કામને લીધે માણસ સર્જાયો છે એને અમંગલ કહેવાય ?
9 ક્રોધ મંગલ છે- રામાયણમાં રામ પણ ક્રોધ કરે છે, લક્ષ્મણ ભરતને ચિત્રકુટ તરફ આવતા જોઈ ક્રોધ કરે છે એની વાત કરી હતી. પણ જે ડર્યો નથી એણે જ હરિ પામ્યો છે એ વાત  કરી હતી.
10 લોભ મંગલ છે- લાભ લોભનું મૂળ છે એ દર્શાવવા મોરારી બાપુ ફરી શિક્ષક બની ગયા હતાં અને પેન-પાટી લઈ લાભ લખ્યો હતો અને લાભ કેવી રીતે લાભી, લાભે, લાભો અને લોભ સુધી લખી કથા મંડપમાં ઉપસ્થિત લોકોને વ્યાસપીઠેથી બેસીને બતાવ્યું હતું. અને કહ્યું હતું કે લાભની માત્રા જેમજેમ વધતી જાય એમ લોભ વધે છે. માત્રામાં એકમત્તા આવે તો બધુ અંગત છે, મર્યાદા ગઈ તો બધુ અમંગલ છે.
11 રેશમી કપડાં ગરમ કપડાં મંગલ છે. રામાયણમાં પણ તેના પુરાવા છે.

--------------------------------------------------------------------------------------------------------------------------
શુક્રવાર, ૧૬-૦૧-૨૦૧૫

The following articles are displayed here with the courtesy of Divya Bhaskar.


રણમાં રણેશ્વર મહાદેવની સ્થાપના કરવાની મોરારીબાપુની મહેચ્છા
Bhaskar News, Kandhvad|Jan 17, 2015, 

Read the article at its source link.


બાપુની કથા સાંભળવા માટે મુસ્લિમ બિરાદરો પણ આવ્યા હતા.

- રણમાં રણેશ્વર મહાદેવની સ્થાપના કરવાની મોરારીબાપુની મહેચ્છા
- મોરારીબાપુ બન્યા શ્રોતા
- રણમાં રણેશ્વર મહાદેવની સ્થાપના કરવાની મોરારીબાપુની મહેચ્છા

કાઢવાંઢ: કાઢવાંઢમાં કથાના 7મા દિવસે પ્રારંભમાં જ કવિતા દ્વારા કાજલ ઓઝા વૈદ્યે શરૂઆત કર્યા બાદ વિવિધ ગામના મુસ્લિમ અગ્રણીઓ દ્વારા મોરારીબાપુનું સાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં વ્યાસપીઠ પરથી મુસ્લિમ સમાજના અગ્રણીને સલામ કરી કથા આગળ વધારતાં કહ્યું હતું કે, આ કથા મારી ધર્મસભા નથી, પ્રેમ સભા છે. અહીં દરેક સમાજના માણસો આવે છે. પાંચ મંગલની કથા આગળ વધારતાં બાપુએ કહ્યું કે, ગરીબીની ખુશ્બૂ કોઠીમાં ન હોય કોઠામાંથી આવે.

દિમાગને સમુદ્ર રાખો અને હૃદયને રોક રાખો ફરી દિલવાલે દુલ્હનિયાં લે જોયેંગેને યાદ કરતાં કહ્યું હતું કે, દુલ્હન એટલે મારી ભક્તિ લો આગઇ ઉનકી યાદ ગીતને મોર્ડન ગોપી ગીત છે, એવું કહેતાં આગળ બોલ્યા, આંસુ અને સ્મૃતિ ક્યારે ગણાતા નથી. શબ્દને વિશે કહ્યું કે, આ શબ્દવાળા કોઇના નથી હોતા. ઉદાહરણ આપતાં બોલ્યા કૃષ્ણ કર્ણ વિકર્ણ કુંભકર્ણ આજે ભરી મહાભારતના પ્રસંગને યાદ કરતાં કહ્યું, જે માત્રા ભેદથી બોલાયેલું અસત્ય પણ મંગલ છે.

લક્ષ્મણ બારોટના ભજનની જમાવટ બાદ માયા-નિંદાની વાતમાં અતિ ભાવવિભોર બની ગયા હતા. બાદમાં હરિ કીર્તન બાદ કથાનો દોર આગળ ચલાવતાં કહ્યું, રામ પરમ મંગલ છે, રાવણ-કંસ પણ મંગળ છે, રાવણ જ્યારે નિર્માણ પામતા હતા, ત્યારે તેનું તેજ ભગવાનના ચહેરા પર દેખાયું હતું. આજ ચારે ભાઇના નામકરણ બાદ ગુરુ વિશ્વામિત્રે રામ અને લક્ષ્મણની માગણી કરી પોતાની સાથે લઇ ગયા હતા.

વાંચો આગળ, હરિહરને બાપુ સહિતનાં શ્રોતાઓને ડોલાવ્યા .....
- મોરારીબાપુ બન્યા શ્રોતા
- રણમાં રણેશ્વર મહાદેવની સ્થાપના કરવાની મોરારીબાપુની મહેચ્છા

કાઢવાંઢ : કચ્છમાં છેલ્લા 7 દિવસથી ચાલી રહેલી મોરારીબાપુની રામકથામાં શુક્રવારની સાંજે ફિલ્મ જગતના સુપ્રસિદ્ધ શાસ્ત્રીયગાયક એ. હરિહરને ગઝલ, સૂફી અને ભજનના સૂર રેલાવ્યા હતા. 40 વર્ષથી સંગીત ક્ષેત્રમાં 200થી વધુ હિન્દી ફિલ્મો ગીતો તેમજ 500થી વધુ તમીલ ગીતો પિરસનારા એ. હરિહરને મોરારીબાપુની માનસ મંગલ કથામાં ઉપસ્થિત સંગીત પ્રેમીઓ સામે વિવિધ રચનાઓ પેશ કરી હતી. સૌ પ્રથમ મોરારીબાપુના આશીર્વાદ લઇને આ ગઝલ ગાયકે રઘુનંદન અને હનુમાનજીની સ્તુતિ ગાઇ હતી.

વિઠ્ઠલને યાદ કરીને મહારાષ્ટ્રને પણ કચ્છમાં લઇ આવ્યા હતા, તો કેસરિયો બાલમા ગાઇને રાજસ્થાનના રણની સુગંધને કચ્છના રણમાં ભેળવી હતી. લોકોની ફરમાઇસને માન આપીને તેમને ગાયેલા હિટ ફિલ્મી ગીતો"તૂ હી રે' (બોમ્બે),"યાદે ભૂલ જાતી હૈ' (યાદેં) ગીતોએ લોકોના મન મોહી લીધા હતા. આ ઉપરાંત ગુજરાતી તેમજ હિન્દી ગઝલો પણ રજૂ કરી હતી, તેમાં "મૈ ખ્યાલ હૂં કિસી ઓર કા' અને "યૂ હીં બેબસ ફિરા ના કરો' જેવી ગઝલો પ્રસ્તુત કરી હતી.

આ તબક્કે હિન્દી ફિલ્મ જગતની સુપ્રસિદ્ધ પાર્શ્વ ગાયિકા આશા ભોસલે સાથેના આલબમની બે ગઝલ ગાઇ હતી. સંગીતમાં ફ્યુઝનના પ્રણેતા એવા એ. હરિહરને કચ્છમાં ગઝલનો કાર્યક્રમ રજૂ કરવાની તક મળી તેને સૌભાગ્ય ગણાવ્યું હતું. શનિવારે જાવેદ અલી અને જસ્બીન્દરનો કાર્યક્રમ યોજાશે.





રણ કથા: મોરારી બાપુએ કથા પહેલા મુસ્લિમ સમાજને કરી સલામ
Prakash Parmar, White Rann Kadhvandh

 રણ કથા: મોરારી બાપુએ કથા પહેલા મુસ્લિમ સમાજને કરી સલામ
Read the article at its source link.



- રણેશ્વરમાં સેતુ બનાવવા મોરારી બાપુનું આહવાન
-  ભક્તિ કરવી એને રાંક થઈને રહેવું, હૃદય રાંક રાખવું

સફેદ રણ કાઢવાંઢ:  મોરારી બાપુએ આજે કથાના સાતમો દિવસે કથા આરંભી હતી અને તેમણે વ્યાસપીઠેથી પોતે કથામાં ઋષિ વચન પ્રમાણે ચારેય બાજુથી મળીને સંવાદ અને સુર સાથે વાતો કરીએ રહ્યા છીએ એમ જણાવ્યું હતું. રામકથાનો વિષય માનસ મંગલ ભવન રાખવામાં આવ્યો છે એ અંતર્ગત મોરારી બાપુએ કથામાં વ્યાસપીઠેથી મંગલ સત્ય પણ છે અને અસત્ય પણ છે એ વાત કરી હતી.

મોરારી બાપુએ કથા આરંભે ગતકાલે સંધ્યા સમયે વ્યાસપીઠની સામેના મંચ પર થયેલા સાત્વિક કાર્યક્રમ બદલ સૌને પ્રસન્નતા અને તે વખતના આંસુ એમ કહી અભિનંદન સાથે બહુ જ સાત્વિક કાર્યક્રમ રજુ થયો એમ કહ્યું હતું તો તેમણે કહ્યું હતું કે સત્વ ગુણને ટકાવવો અઘરો છે, રજોગુણની રજ બહુ તૈયાર હોય છે તેને દુષિત કરવા માટે, તથા તમસ કુદાકુદ કરતું હોય છે કે ક્યારે અજવાળાને ઘેરી લઉં પરંતુ એક તટસ્થ અને ટુતસ્થની વચ્ચે કાલની તટસ્થતા બરકરાર રહી એ બદલ સાધુવાદ આપ્યો હતો.

મોરારી બાપુએ વ્યાસપીઠેથી બીજી પ્રસન્નતા દર્શાવી કચ્છના મુસ્લિમ સમાજના અગ્રણી આવ્યા અને એમણે વ્યાસપીઠ તરફ પોતાનો સ્નેહાદર વ્યક્ત કર્યો અને તે સૌને અને ન આવી શકેલા દરેકને વ્યાસપીઠથી સલામ અને બહોત બહોત શુક્રિયા કહ્યું હતું.

મોરારી બાપુએ વ્યાસપીઠેથી કહ્યું હતું કે આયો હમ મિલકર રણેશ્વરમેં સેતુ બનાયે. વ્યક્તિ-વ્યક્તિ, સમાજ-સમાજ, ધર્મ-ધર્મ આ બધાને ત્રેતાયુગમાં તો સેતુની જરૂર હતી જ પરંતુ આ કાળમાં જેટલી જરૂર છે એટલી જરૂરિયાત કદાચ કોઈ કાળમાં નહીં રહી હોય. બાપુએ આગળ કહ્યું હતું કે મારી રામકથામાં દરેક ઘર્મના ભાઈબહેન આવતાં હોય છે એટલે આ મારી ધર્મસભા નથી પણ પ્રેમસભા છે. મેં રામકથાને હંમેશા ઘર્મયજ્ઞ નથી કહ્યો પરંતુ પ્રેમ યજ્ઞ કહ્યો છે. આપ માનો એ આપની ઉદારતા હોય છે, સમાજ બહુ ઉદાર છે. સાથે બાપુએ કહ્યું હતું કે જ્ઞાન કથવાનું મારું કોઈ ગજું નથી. આ કોઈ નમ્રતા પેશ કરીને કોઈ ઉઘરાણું કરું પરંતુ આપણું ગજું નથી. આપણે વળી જ્ઞાન શું કથવાનું, જ્યારે ઉપનિષદો ઓલરેડી આવી જાય. પછી નવું શું કહેવાનું આ તો પ્રેમ યજ્ઞ છે અને તેમાં સૌ સમાદર સહીત આવી શકે, પ્રસન્નતા વ્યક્ત સૌનું સ્વાગત કર્યું હતું.

આગળ વાંચો, ભક્તિ કરવી એને રાંક થઈને રહેવું, હૃદય રાંક રાખવું
ભક્તિ કરવી એને રાંક થઈને રહેવું, હૃદય રાંક રાખવું

ગોકુળના દરેક વ્રજવાસીઓ ગમે એટલા અમીર હોય તો પણ એમ એમ કહેતા હોય છે કે અમે રંક વ્રજવાસી છીએ. રાંકપણાની પણ એક અમીરી હોય છે, એ દર્શાવવા બાપુએ આ શેર કહ્યો હતો, ઈલાહી યહી દુઆ હૈ અગર કૂબુલ હો, દિલ બહોત ગરીબ હૈ બસ મલૂન ન હો.  જેને પ્રેમ કરવો હોય ભક્તિ કરવી હોય એને રાંક થઈ રહેવું પડે એવું ગંગાસતીએ ગાઈ ગયાં છે એમ કહ્યુ હતું. દિમાગને તવંગર રાખીએ ચોક્કસ પણ દિલને હંમેશા ગરીબ રાખો. એ કહેવા માટે કૃષ્ણ પ્રસંગ વર્ણવ્યો હતો.

કૃષ્ણ કેટલો ગરીબ લાગતો હતો કેવો ઘેરાયો હતો, હું વિચારતો હતો આ માણસની સામે કેટલા લોકોએ આંસુ પાડ્યા છે. દ્વૌપદી, રુકમણી, રાધા, ગોપીગણ, કુંતી, શિકાયત કરી લીધા પછીની ગાંધારી પણ, સત્યભામા, યશોદાનું તો શું કહેવું, શ્રીદામા, મનસુખ, વ્રજનું દરેક ઝાડ, લતા અને ચારેય બાજુએ આસુંઓ પાડ્યાએ જેના હૈયામાં સમાણા એનું નામ કૃષ્ણ છે. 

સમુદ્ર હોય ખારો, પણ પકવે મીઠું. બધુ મીઠું જ નીકળે. દિલને સમુધ્ધ રાખવું, દિમાલને રાંક રાખવું. સરળ રીતે સમજાવવા માટે બાપુએ ફરીવાર રણેશ્વર મહાદેવની નિશ્રામાં વ્યાસપીઠેથી કહ્યું હતું, દિલવાલે દુલ્હનિયાં લે જાયેગે. દુલ્હન માની ભક્તિ, જેમાં ભાગવતીઓ જ્ઞાનવૈરાગ્યના સંતાન ગુંઢા છે. અને ભક્તિ નવ સુંદરી છે તમારી દુલ્હન છે એને કોણ લઈ જશે દિમાગવાળો કે નકો. એને તો દિલવાળા લઈ જશે. મારા શ્રાવકો ભાઈબહેન ખૂબ પીઓ અને તમારા જીવનનું સાચું બને ત્યારે સ્વીકારો, નહીં તો રાહ જુઓ, અલ્લાહ ઔર ઉમ્ર બક્ષે.

આગળ વાંચો, 
સત્ય મંગલ માત્રા ભેદે અસત્ય મંગલ
સત્ય મંગલ માત્રા ભેદે અસત્ય મંગલ

જેમણે આ આટલા ઉમદા સૂત્રો આપ્યા છે દિમાલના સમૃદ્ધ મહાપુરૂષ છે, પ્રજ્ઞા પામ્યા છે એવા મહાપુરુષ સંતોના સૂત્રો મંગલમ્ સત્ય આ વાતને સ્વીકારમાં થોડી વાર લાગે એને કોઈપણ કબૂલ કરે, ઋષિ પ્રજ્ઞાના લેવલે બોલે છે અને કહે છે માત્રાભેદેન અમૃન અપિ માત્રા ભેદથી અસત્ય પણ મંગલ છે. 

આગળ વાંચો, રણ એટલે સમર, સમરાંગણ અહીં સૂત્રપાત થાય, શસ્ત્રપાત નહીં
રણ એટલે સમર, સમરાંગણ અહીં સૂત્રપાત થાય, શસ્ત્રપાત નહીં

મહાભારતના રણ મેદાનમાં તીર વડે સામે સામે એકબીજાને કાપે, અહીં તો એકબીજાને કાપે નહીં. એકબીજા ભળે. મને અને તમને ઘેરી લે એવો સૂત્રપાત થાય, શસ્ત્રપાત નહીં. રણનું એક નામ છે સમર, સમર એટલે યુદ્ધ, જંગ, રમણ, રણ આપણે સમરાંગણ આપણે કહીએ. સમર હોય ત્યાં શસ્ત્રસંપાદ થાય અને ત્યાં એકબીજાના શસ્ત્રને કાપવાની સ્પર્ધા હોય આ સમર-રણનું લક્ષણ છે પણ સ્મરણ, સ્મૃતિ. જપની સીમા પૂરી થાય પછી સ્મરણ શરુ થાય. સ્મરણ બિન સાંપ્રદાયિક છે. કૃષ્ણે ગીતામાં જ્ઞાન અને જપને યજ્ઞ કહ્યા છે. આમાં જવતલ, મૂત્ર, ઘી , મંત્ર ન હોય તો ચાલે એક વસ્તુ જોઈએ એ છે અગ્નિ. અગ્નિનું કામ છે કષ્ટને બાળીને પોતે પણ ખતમ થઈ જાય. જપ છુટી જાય પછી જે આવે એ સ્મૃતિ. કૃષ્ણ એનુ હસવું એનું બોલવું એનું ત્રિભુવન વિમોહીત કરનારું સ્મિત. અમારા સ્મરણમાં આવે ત્યારે અમારી અમને ખબર નથી એ છે જપ યજ્ઞની સ્થિતિ. મોરારી બાપુની આંખોમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી હતી.

આગળ વાંચો, આંસુ ગણી શકાતાં નથી, માળા ગણી શકાય છે

આંસુ ગણી શકાતાં નથી, માળા ગણી શકાય છે

108 માળા ગણી શકાય, આટલા કલાક કરી એ ગણી શકાય પણ આંસુડા ગણી શકાય ખરાં, સ્મૃતિ ગણી શકાતી નથી, મણકાં ગણી શકાય. કબીરે ક્યારેય મણકાંની ઉપેક્ષા નથી કરી. કોઈએ લખી મોકલ્યું છે કે સૂતક એટલે સારી સાંપડેલી તક, એમાં હરી ભજી લેવો. 

આગળ વાંચો, કર્ણે કહ્યું સુરજનો દીકરો કોઈ દી ભીખ ન માગે
સુરજનો દીકરો કોઈ દી ભીખ ન માગે


તમે નહોતા ચાહતા દ્રૌપદી, ચાહવું અને પામવું એમાં ફરક હોવાનું કર્ણને કૃષ્ણે કહ્યું. કર્ણે કહ્યું મને રજા આપો, મારે અમુક સહવાની જ છે મારે ચારેય બાજુથી અસત્ય સાંભળવું પડે છે. તમે બધુ જાણતાં હોવ એનો સંતાપ તો હરી જાણે. 
--------------------------------------------------------------------------------------------------------------------------

The articles  displayed below are with the courtesy of Divya Bhaskar.


કાઢવાંઢના રણની કથામાં નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ મનાવાયું
Bhaskar News, Bhuj|Jan 18, 2015,


Read the article at its source link.



રામકથામાં નાગરોની ભાષા અદ્દભુત કહી : આજે અંતિમ દિવસ

 કાઢવાંઢ: કથામાં શરૂઆતમાં કાજલ ઓઝા વૈદ્યના ટૂંકા વકતવ્ય બાદ માનસ મીરાં બુદ્ધગયાની બન્ને કથાના સારનું ગહન કરનારા અને પુસ્તક લખનારા નિતિનભાઇ વડગામાએ બાપુના હાથે બન્ને પુસ્તકનું વિમોચન કરાવ્યું હતું, સાથે પ્રણવભાઇ પણ હાજર રહ્યા હતા. બાદમાં અગ્નિની શોધ વિશે કહ્યું કે, કદાચ હજારો વર્ષ પહેલાં કોઇ ગ્રામ્ય જગ્યાએથી કોઇ પણ રીતે શોધ થઇ હશે, ત્યારે ચમકારાથી લોકો નાહ્યા હશે. આગળ કહ્યું કે, મંત્ર એટલે સારો વિચાર, બે-ચાર લોકો ભેગા થાય મંત્રણા કહેવાય.

વ્યાસપીઠને અગ્નિના ભઠ્ઠા સાથે સરખાવતાં કહ્યું હતું કે, એક ખડકેલી ચિંતા છે. આગળ મંગળના અનેક પ્રકાર જણાવતાં કહ્યું કે, કથા વિચાર જે કાંઇ આવે તે મંગળ છે. પંચામૃત-ધ્યાન, જપ, યજ્ઞ, ગુરુ રામ ભજન સાતેવાર બધું મંગળ છે. ઉલ્લેખનીય છે કે, આજે કથાનો અંતીમ દિવસ છે અને કથા વિરામ પામશે.


મોરારી બાપુએ રણેશ્વર મહાદેવની કથા દેશના જવાનોને અર્પણ કરી
Prakash Parmar, White Rann Kadhvandh

રણેશ્વરનો સંકલ્પ પુરો કરવાના સંકલ્પ સાથે રામકથાનો કચ્છમા વિરામ

Read the article at its source link.

સફેદ રણ કાઢવાંઢ:  રણમાં રામકથા અને રણેશ્વર મહાદેવની સ્થાપના. નવ દિવસનો યજ્ઞ અને તેનું ફળ મોરારી બાપુએ દેશની સરહદે આવેલા કાઢવાંઢના સફેદમાંથી દેશના જવાનોને અર્પિત કર્યુ હતું. બાપુએ વ્યાસપીઠેથી દેશની માટે પોતાના પરિવારથી દૂર રહી દેશ માટે લડતાં અને રક્ષા કરતાં દેશના વીર જવાનોને યજ્ઞફળ અર્પણ કર્યુ હતું.

મોરારી બાપુએ આજે કથા છેલ્લા દિવસે પોતાની કથાના અંતે વિરામ લેતા પૂર્વે રણેશ્વર મહાદેવનું મંદિર બને એવો સંકલ્પ રજુ કર્યો હતો. શરૂઆત છે તો વિરામ પણ હોય એ વાતને ચરિતાર્થ કરતી હોય એમ કચ્છમાં દેશની સરહદે આવેલા ગામ કાઢવાંઢમાં 9 દિવસ પૂર્વે શરૂ થયેલી રામકથાએ આજે વિરામ લીધો હતો. સતત 9 દિવસ રામરસમાં કચ્છ અને કચ્છીજનો સહિત ગુજરાત અને દુનિયાને રામમય બનાવનાર મોરારી બાપુએ આજે રામકથાને વિરામ આપ્યો હતો.

માનસ મંગલ ભવન વિષય સાથે શરૂ થયેલી રામકથામાં મંગલ શું છે એ બાપુએ આઠ દિવસ રામ ચરિત માનસને અને રામાયણને સંયોજીને શ્રાવકોને સંભળાવ્યું હતું. આજે કથાનો છેલ્લો દિવસ હોવાથી સારરૂપે રામકથા કહી સંભળાવી હતી તો સાત મંગલ જણાવ્યા હતાં.

આજની કથામાં રામ અને લક્ષ્મણ ગુરુ વિશ્વામિત્ર સાથે મિથિલાનગરીમાં જાય છે ત્યાં રાજા જનક પોતાની પુત્રી સીતાના લગ્ન માટે સ્વંયવર યોજે છે. આ માટે દેશવિદેશથી રાજાઓ આવે છે પરંતુ કોઈ શિવ ધનુષ પીનાકને ઉપાડવા સમર્થ નથી. એ જોઈ જનક ધરતીને વીરહીન કહે છે જે સાંભળી લક્ષ્મણ રાજા જનકને અપમાનજનક સંબોધન કરી રામ બિરાજીત છે એમ કહે છે અને ગુરુ વિશ્વામિત્રના આદેશ રામ ધનુષને મધ્ય ભાગથી તોડે છે. આ ઘટનાથી પરશુરામ ક્રોધિત થાય છે લોઢું ગરમ હોય તો લાલ હોય એ ઠંડું થાય તો કાળુ થઈ જાય એમ પરશુરામ ઠંડા પડી તપ માટે ચાલ્યા જાય છે. રામ ઘનુષને તોડતા સીતાને પત્નીરૂપ પામે છે. આ સંદેશ અયોધ્યા મોકલાય છે અને લક્ષ્મણ, ભરત અને શત્રુધ્નના જનકપુત્રીઓ સાથે લગ્ન થાય.

અયોધ્યામાં લગ્ન બાદ ચારેય પુત્ર-પુત્રવધુઓનું સ્વાગત થાય છે અને રામને રાજા બનાવવાની વાત મૂકાય છે અને કૈકયીને મંથરા દ્વારા કાનભંભેરણી થતાં રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને રાજ મળે છે પરંતુ ભરત રાજનો ત્યાગ કરે છે અને પ્રભુપાદુકાને રાખી રાજ ચલાવે છે વનવાસ દરમિયાન માતા સીતાનું હરણ  થાય છે અને રાવણ લંકા લઈ જાય છે.

ભગવાન રામ માતા સીતાની શોધમાં કિષ્કંન્ધાનગરીમાં જાય છે જ્યાં હનુમાનજીનો ભેટો થાય પછી હનુમાન સુગ્રિવ પાસે રામને લઈ જાય છે અને રામ બલિનો વધ કરે છે અને સુગ્રિવ કિષ્કંધાના રાજા બને છે અને અંગઘ યુવરાજ. દરમિયાન સુગ્રિવ માતા સીતાની શોધ માટે રામને સહયોગ કરે છે અને સીતાની શોધ આરંભાય છે. વાનરસેના સીતા શોધમાં લાગે છે અને ગરુડ મારફતે રાવણ લઈ કોઈ સ્ત્રીને લઈ ગયો હોય એમ જણાવે છે. હનુમાન કૂદકો મારી લંકા જાય છે અને લંકાને સળગાવે છે. લંકા પરત ફરતી વખતે માતા સીતાને નિશાનીઓ લઈ આવે છે. શિવસ્તુતિ કરી રામેશ્વરમની સ્થાપ્ના કરાય અને પછી સમુદ્રને માર્ગ આપવા સમાધાન ન આવતાં તીર ચડાવે છે એટલે માર્ગ રૂપે સેતુ બંધાય છે. વાનરસેના લંકામાં પહોંચે છે પરંતુ યુદ્ધ ન થાય એ માટે અંગઘને દૂત બનાવી મોકલાય છે પરંતુ કોઈ સમાધાન ન થતાં યુદ્ધ થાય છે અને રાવણનો મોક્ષ થાય છે.

સીતા સહિત રામ લક્ષ્મણ અયોધ્યા પધારે છે સાથે સુગ્રિવ, જાંબુવંત સહિતના વાનરો અને હનુમાનજી આવે છે રામનો રાજ્યાભિષેક થાય છે દુનિયામાં રામ રાજ્ય સ્થાપાય છે. છ મહિના બાદ સુગ્રિવ, જાબુવંત સહિતના વાનરો પરત ફરે છે માત્ર હનુમાન રોકાય છે અને સેવા કરે છે. બાદમાં રામને બે પુત્રો થાય છે એ સિવાયના ભાઈને પણ બે-બે પુત્રો અવતરે છે અને કથા પૂર્ણ થાય છે.

સફેદ રણમાં મોરારીબાપુની કથા

The article is displayed here with the courtesy of Divya Bhaskar.


આજથી કાઢવાંઢના સફેદ રણમાં મોરારીબાપુની કથાનો થશે આરંભ
Bhaskar News, Bhuj

Read the article at its source link.

- ભુજમાં યોજાયેલા કાર્યક્રમમાં કથાકારે શિક્ષકોની મહત્ત્વતા સમજાવી

ભુજ: પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુની 749મી કથા કચ્છના રણમાં તા.10 જાન્યુઆરીથી શરૂ થઇ રહી છે, જે 18 જાન્યુઆરીએ વિરામ લેશે. રણમાં વિશ્વમાં સૌપ્રથમ વખત બાપુની કથા યોજાઇ રહી છે.  ભુજથી 95 કિમી તથા ખાવડાથી 24 કિમી દૂર ખડા કરાયેલા કથા મંડપમાં અંદાજે 50 હજાર જેટલા શ્રાવક કથા શ્રવણ કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાઇ છે, તે ઉપરાંત જે શ્રવણાર્થીઓ કથા સ્થળે રાત્રિ રોકાણ કરવા ઇચ્છતા હશે તેના માટે 300 ટેન્ટ અને 4 ડોરમેટરીનું નિર્માણ કરાયું છે. 5000 જેટલા લોકો રાતવાસો કરી શકશે. શુક્રવારે ભુજ પહોંચેલા મોરારીબાપુ ઓલ્ફ્રેડ હાઇસ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષકોની ભૂમીકા વિશે મનનીય વ્યાખ્યાન આપ્યું હતું.

દરમિયાન કાઢવાંઢ ખાતે શનિવારે સાંજે 4 વાગ્યે કથાનો આરંભ થશે ત્યારબાદ દરરોજ સવારે 9:30થી બપોરે 1:30 સુધી કથાપાન થશે.  આ ઉપરાંત આરોગ્યની સુવિધા માટે વાઇબલ હોસ્પિટલ તરફથી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સાથે હોસ્પિટલની વ્યવસ્થા અને આઇ.સી.યુ. ઓન વ્હીલ્સની સુવિધા રખાઇ છે. બાપુના ભકત અને ગુજરાતના અગ્રણી કોન્ટ્રાકટર અમરેલીના વજુભાઇ  તમામ જવાબદારી નિભાવશે.

‘હું છું જ્યોતિર્ધ’ રણમાં રામકથા પહેલા ભુજમાં મોરારી બાપૂએ કરાવ્યું ચિંતન

The article is displayed here with the courtesy of Divya Bhaskar.

‘હું છું જ્યોતિર્ધ’ રણમાં રામકથા પહેલા ભુજમાં મોરારી બાપૂએ કરાવ્યું ચિંતન

Read the article at its source link.


- શુક્રવારે રામકથા કરનાર પ્રસિધ્ધ કથાકારે સમજાવી શિક્ષકની મહત્તા
- આજથી શરૂ થશે રામનામમાં ખોવાઈ જવાની કથાની શરૂઆત

ભુજ: રામકથા શરૂ થાય એ પહેલા મોરારી બાપૂએ ભુજમાં આવેલી જાણિતી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં એક ચિંતન શિબિર યોજી હતી. બાપૂની આ ચિંતન શિબિરનું નામ રાખવામાં આવ્યું હતું ‘હું છું જ્યોતિર્ધ’. આ અંતર્ગત બાપૂએ શિક્ષકની જીવનમાં શુ ભૂમિકા હોય છે તે સમજાવી હતી.

આ ચિંતન શિબિરમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતાં. બાપૂએ અહીં શિક્ષક, ગુરુની શુ મહત્તા હોય છે તે સમજાવી હતી અને વ્યક્તિ ઘડતરમાં શિક્ષકની શુ ભૂમિકા હોય છે એ સમજાવ્યું હતું.

આજથી રણમાં બાપૂની 749મી કથા શરૂ થઈ રહી છે, રામકથા શરૂ થાય એ પહેલા કચ્છ બહારની શ્રવણાર્થીઓએ પોતાના માટે બે દિવસ પહેલા જ રહેવાની ત્યા કરવામાં આવેલી વ્યવસ્થા અંતર્ગત સ્થાન ગ્રહણ કરી લીધા છે. રામકથા અંતર્ગત ખાવડા પાસે આવેલા કાઢવાંઢના રણમાં પહેલીવાર બાપૂની રામકથા યોજવામાં આવી રહી છે. જેનું આયોજન વાયેબલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. રામકથા 10મી જાન્યુઆરીથી 18મી જાન્યુઆરી સુધી ચાલશે.


Sunday, January 4, 2015

કોઇ ભૂખ્યાને ભોજન આપવું એ યશ છે, માનસદર્શન, મોરારિબાપુ

કોઇ ભૂખ્યાને ભોજન આપવું એ યશ છે



  • રામચરિતમાનસમાં ભગવાન શંકર સોળ સાધનોની ચર્ચા કરે છે. આ સોળ સાધનો આજે કલિયુગમાં પણ થઇ શકે છે.


   
રામચરિતમાનસમાં તુલસીદાસજીએ સોળ સાધનોની ચર્ચા કરી છે. સોળ સાધન એ આપણા બધાના જીવનના સોળ શણગાર છે. રામચરિતમાનસમાં ઉપસંહારક જે પ્રશ્ન છે એમાં ભગવાન શંકર સોળ સાધનોની ચર્ચા કરે છે.

  • ‘સાધન ધામ મોક્ષ કરદ્વારા’ આ સોળ સાધનો આજે કલિયુગમાં પણ થઇ શકે છે. સોળ સાધનની પહેલાં તીર્થાટનની જ વાત કરી છે. 
  • તીર્થાટન એટલે એક પવિત્રતાનાં, ભાવનાનાં દર્શનની વાત છે. 
  • બીજી વાત યોગ નિપુણતાની છે. 
  • ત્રીજી વાત જ્ઞાનમાં નિપુણતાની છે. જેટલા રાગદ્વેષ ઓછા થાય એટલી જ્ઞાનની નિપુણતા વધે છે. 
  • ચોથી વાત વૈરાગ્યની નિપુણતાની છે. જીવનમાં જેટલું સમર્પણ વધે, આપવાની વૃત્તિ વધે, એટલી વૈરાગ્યમાં નિપુણતા વધે છે. રાવણ પાસે બધું જ હતું પણ એ કોઇને આપવામાં સમજતો નહીં, બધું લૂંટી લઇને લંકામાં ભેગું કરતો હતો માટે એનામાં વૈરાગ્ય ન આવ્યો.


  • તુલસીદાસજી પાંચમી વાત નાના કર્મની કરે છે. કર્મ ત્રણ પ્રકારના છે. કર્મ પણ એક સાધન છે. કર્મ વગર એક ક્ષણ રહી શકાય નહીં. સૂઇ જઇએ ત્યારે શ્વાસ ચાલે એ પણ કર્મ છે. કર્મ કૃપા આધારિત થતું હોય છે. કર્મની ગતિ ન્યારી છે. 
  • છઠ્ઠી વાત ધર્મની આવે છે. આજે લોકોએ ધર્મને એક ફ્રેમમાં મઢી લીધો છે. સાચા અર્થમાં ધર્મની વ્યાખ્યા કોઇ સમજતું જ નથી. ધર્મ એટલે સત્ય, કરુણા, પરહિત, અહિંસા, સેવા, સર્મપણ આનાથી જીવ રૂપાળો લાગશે. 
  • સાતમું સાધન વ્રત છે. મારી દરેકને પ્રાર્થના છે કે જાગૃતિપૂર્વકનાં વ્રતો જીવનમાં લેવાં જોઇએ. 


  • દાન આઠમું સાધન છે. જીવનમાં દાન કરવાનું વ્રત બને તો લેજો. દાન એટલે રૂપિયા એટલો સંકુચિત અર્થ ન કરો. મીઠી વાણી બોલીને બીજાને ખુશ રાખવા એ પણ દાન છે. 
  • નવમા સાધન તરીકે સંયમની વાત કરી છે. સાધકનો સંયમ એ સાચો શણગાર છે. હાથીને બાંધવો સહેલો છે પણ મન ઉપર સંયમ લાવવો અતિ કઠિન છે. 
  • દસમા સાધન તરીકે તુલસીદાસજી દમની વાત કરે છે. ઇન્દ્રિયો પર જેટલો અધિકાર-નિયમન એ દમ છે. જીવનરૂપી નદી કિનારાની વચ્ચે વહેતી હશે તો જીવન બરાબર છે. 
  • અગિયારમા સાધન તરીકે જપનાં દર્શન છે. મંત્રજપ અને નામજપ બે વસ્તુ જપમાં આવે છે. 
  • બારમા સાધન તરીકે તપની વાત છે. 
  • આગળ તેરમા સાધનની ચર્ચામાં મખની વાત છે. નાના પ્રકારના યજ્ઞો એ વિશુદ્ધ કરનારા સાધન છે. કોઇ ભૂખ્યાને રોટલો આપવો એ યજ્ઞ થયો. માતા ઘરમાં બીજાનાં પેટ ભરવા માટે આનંદ સાથે રસોઇ બનાવે એ યજ્ઞ છે. 
  • ચૌદમા સાધનમાં ભૂતદયાની વાત છે. જીવમાત્ર ઉપર દયા રાખવી જોઇએ. 
  • આગળ પંદરમા સાધન તરીકે દ્વિજગુરુસેવકાઇની ચર્ચા છે. દ્વિજ એટલે જેનો બીજો જન્મ થઇ ચૂક્યો છે. કોઇની પ્રેરણાથી સંકલ્પિત જીવન જીવવું એ દ્વિજપલ છે. ગુરુસેવકાઇ એટલે ગુરુનાં વચનોમાં વિશ્વાસ, ગુરુ ધર્મગ્રંથ નહીં પરંતુ સદગ્રંથ અર્પણ છે. એવા મહાપુરુષોની સેવા એ કલિયુગમાં સાધકનો શંૃગાર છે. 
  • છેલ્લાં દર્શન કરાવતા તુલસીદાસ કહે છે કે વિદ્યા અર્જિત કરવી, ભણવું, શિક્ષિત થવું સાચા અર્થમાં સાક્ષર થવું અને એ બીજાને પાછું આપવું એ સાધન છે.

(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

Read full article at Sunday Bhaskar.