Translate

Search This Blog

Sunday, January 4, 2015

કોઇ ભૂખ્યાને ભોજન આપવું એ યશ છે, માનસદર્શન, મોરારિબાપુ

કોઇ ભૂખ્યાને ભોજન આપવું એ યશ છે



  • રામચરિતમાનસમાં ભગવાન શંકર સોળ સાધનોની ચર્ચા કરે છે. આ સોળ સાધનો આજે કલિયુગમાં પણ થઇ શકે છે.


   
રામચરિતમાનસમાં તુલસીદાસજીએ સોળ સાધનોની ચર્ચા કરી છે. સોળ સાધન એ આપણા બધાના જીવનના સોળ શણગાર છે. રામચરિતમાનસમાં ઉપસંહારક જે પ્રશ્ન છે એમાં ભગવાન શંકર સોળ સાધનોની ચર્ચા કરે છે.

  • ‘સાધન ધામ મોક્ષ કરદ્વારા’ આ સોળ સાધનો આજે કલિયુગમાં પણ થઇ શકે છે. સોળ સાધનની પહેલાં તીર્થાટનની જ વાત કરી છે. 
  • તીર્થાટન એટલે એક પવિત્રતાનાં, ભાવનાનાં દર્શનની વાત છે. 
  • બીજી વાત યોગ નિપુણતાની છે. 
  • ત્રીજી વાત જ્ઞાનમાં નિપુણતાની છે. જેટલા રાગદ્વેષ ઓછા થાય એટલી જ્ઞાનની નિપુણતા વધે છે. 
  • ચોથી વાત વૈરાગ્યની નિપુણતાની છે. જીવનમાં જેટલું સમર્પણ વધે, આપવાની વૃત્તિ વધે, એટલી વૈરાગ્યમાં નિપુણતા વધે છે. રાવણ પાસે બધું જ હતું પણ એ કોઇને આપવામાં સમજતો નહીં, બધું લૂંટી લઇને લંકામાં ભેગું કરતો હતો માટે એનામાં વૈરાગ્ય ન આવ્યો.


  • તુલસીદાસજી પાંચમી વાત નાના કર્મની કરે છે. કર્મ ત્રણ પ્રકારના છે. કર્મ પણ એક સાધન છે. કર્મ વગર એક ક્ષણ રહી શકાય નહીં. સૂઇ જઇએ ત્યારે શ્વાસ ચાલે એ પણ કર્મ છે. કર્મ કૃપા આધારિત થતું હોય છે. કર્મની ગતિ ન્યારી છે. 
  • છઠ્ઠી વાત ધર્મની આવે છે. આજે લોકોએ ધર્મને એક ફ્રેમમાં મઢી લીધો છે. સાચા અર્થમાં ધર્મની વ્યાખ્યા કોઇ સમજતું જ નથી. ધર્મ એટલે સત્ય, કરુણા, પરહિત, અહિંસા, સેવા, સર્મપણ આનાથી જીવ રૂપાળો લાગશે. 
  • સાતમું સાધન વ્રત છે. મારી દરેકને પ્રાર્થના છે કે જાગૃતિપૂર્વકનાં વ્રતો જીવનમાં લેવાં જોઇએ. 


  • દાન આઠમું સાધન છે. જીવનમાં દાન કરવાનું વ્રત બને તો લેજો. દાન એટલે રૂપિયા એટલો સંકુચિત અર્થ ન કરો. મીઠી વાણી બોલીને બીજાને ખુશ રાખવા એ પણ દાન છે. 
  • નવમા સાધન તરીકે સંયમની વાત કરી છે. સાધકનો સંયમ એ સાચો શણગાર છે. હાથીને બાંધવો સહેલો છે પણ મન ઉપર સંયમ લાવવો અતિ કઠિન છે. 
  • દસમા સાધન તરીકે તુલસીદાસજી દમની વાત કરે છે. ઇન્દ્રિયો પર જેટલો અધિકાર-નિયમન એ દમ છે. જીવનરૂપી નદી કિનારાની વચ્ચે વહેતી હશે તો જીવન બરાબર છે. 
  • અગિયારમા સાધન તરીકે જપનાં દર્શન છે. મંત્રજપ અને નામજપ બે વસ્તુ જપમાં આવે છે. 
  • બારમા સાધન તરીકે તપની વાત છે. 
  • આગળ તેરમા સાધનની ચર્ચામાં મખની વાત છે. નાના પ્રકારના યજ્ઞો એ વિશુદ્ધ કરનારા સાધન છે. કોઇ ભૂખ્યાને રોટલો આપવો એ યજ્ઞ થયો. માતા ઘરમાં બીજાનાં પેટ ભરવા માટે આનંદ સાથે રસોઇ બનાવે એ યજ્ઞ છે. 
  • ચૌદમા સાધનમાં ભૂતદયાની વાત છે. જીવમાત્ર ઉપર દયા રાખવી જોઇએ. 
  • આગળ પંદરમા સાધન તરીકે દ્વિજગુરુસેવકાઇની ચર્ચા છે. દ્વિજ એટલે જેનો બીજો જન્મ થઇ ચૂક્યો છે. કોઇની પ્રેરણાથી સંકલ્પિત જીવન જીવવું એ દ્વિજપલ છે. ગુરુસેવકાઇ એટલે ગુરુનાં વચનોમાં વિશ્વાસ, ગુરુ ધર્મગ્રંથ નહીં પરંતુ સદગ્રંથ અર્પણ છે. એવા મહાપુરુષોની સેવા એ કલિયુગમાં સાધકનો શંૃગાર છે. 
  • છેલ્લાં દર્શન કરાવતા તુલસીદાસ કહે છે કે વિદ્યા અર્જિત કરવી, ભણવું, શિક્ષિત થવું સાચા અર્થમાં સાક્ષર થવું અને એ બીજાને પાછું આપવું એ સાધન છે.

(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

Read full article at Sunday Bhaskar.





1 comment:

  1. આદરણીય શ્રી,
    જય ગિરા ગુર્જરી, સહર્ષ જણાવાનું કે ૧૩ જાન્યુઆરીનો દિવસ ગુજરાતી લેક્સિકનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે, કારણકે વર્ષ ૨૦૦૬માં આ જ દિવસે ગુજરાતી લેક્સિકનનું લોકાપર્ણ કરવામાં આવ્યુ હતું.
    ગુજરાતી ભાષા પ્રત્યે આપેલા પોતાના યોગદાનને ‘પાશેરામાં પહેલી પૂણી’ માનનાર ગુજરાતી લેક્સિકનના સ્થાપક, જાણીતા ઉદ્યોગપતિ અને શ્રેષ્ઠ શ્રી રતિલાલ ચંદરયાને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના સાથોસાથ આ પ્રસંગે ‘રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક’ પ્રતિભાશોધ સ્પર્ધાના પારિતોષિકનું વિતરણ કરવામાં આવશે.
    વિગતો :
    તારીખ : ૧૩ જાન્યુઆરી ૨૦૧૫, મંગળવાર
    સમય : સાંજે ૫.૩૦ થી ૭.૦૦
    સ્થળ : ગુજરાત વિશ્ચકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ.
    આ પ્રસંગે આપને ઉપસ્થિત રહેવા અમારું હૃદયપૂર્વકનું આમંત્રણ છે

    નોંધ: કાર્યક્રમમાં પ્રવેશ માટે અગાઉથી નોંધણી કરાવવી ફરજિયાત છે જેથી આપના નામની નોંધણી આજે જ info@gujaratilexicon.com પર કરાવવા વિનંતી.

    ReplyDelete