માનસિક રોગ કેવળ સદગુરુ જ દૂર કરે છે, 2
રામચરિતમાનસના અંતિમ પ્રકરણમાં ગરુડજી કાકભુશુંડીજીને માનસરોગ વિશે સમજાવે છે.
કાકભુશુંડીજી ગરુડજીને કહે છે કે, હે ખગપતિ બધા જ રોગનું મૂળ મોહ છે.
રામચરિતમાનસના ઉત્તરકાંડમાં માનસરોગની ચર્ચા આવે છે જેમાં તુલસીદાસજી લખે છે,
સંકલન: રામેશ્વરદાસ હરિયાણી
Read full article at Sunday Bhaskar.
રામચરિતમાનસના અંતિમ પ્રકરણમાં ગરુડજી કાકભુશુંડીજીને માનસરોગ વિશે સમજાવે છે.
કાકભુશુંડીજી ગરુડજીને કહે છે કે, હે ખગપતિ બધા જ રોગનું મૂળ મોહ છે.
‘મહામોહ તમ પુંજ જાસુ બચન રબિ કર નિકર’
કોઇ સદગુરુ કે બુદ્ધપુરુષનાં વચનો આપણા મોહને મિટાવી શકે છે.રામચરિતમાનસના ઉત્તરકાંડમાં માનસરોગની ચર્ચા આવે છે જેમાં તુલસીદાસજી લખે છે,
સુનહું તાત અબ માનસ રોગા|
જિન્હ તે દુ:ખ પાવહિ સબ લોગા||
અહંકાર અતિ દુખદ ડમરુઆ|
દંભ કપટ મદ માન નેહરુઆ||
- વ્યક્તિમાં પણ માનસિક રોગની એવી ગાંઠ હોય છે કે એને ખ્યાલ જ નથી હોતો કે હું ખોટો અહંકાર કરી રહ્યો છું. આજે સમાજમાં મોટાભાગના માણસને અહંકારનું કેન્સર થયું છે
- પરંતુ માનસિક રોગ જ્યારે વધે છે ત્યારે કેવળ સદ્્ગુરુ કે બુદ્ધપુરુષ જ મિટાવી શકે છે.
- કામ એ વાતનો રોગ છે. શરીરમાં વાતનું પ્રમાણ હોવું જરૂરી છે. એ સત્યનો અનાદર કરી શકાય નહીં. માણસના પંચભૌતિક શરીરમાં કામ જરૂરી છે.
- જીવનમાં પ્રત્યેક વ્યક્તિના શરીરમાં કામરૂપી વાત જરૂરી છે.
કામ બાત કફ લોભ અપારા|
- કામને વાતનો રોગ કહ્યો છે.
- લોભને કફનો રોગ કહ્યો છે.
- જ્યારે ક્રોધને પિત્ત રોગ કહ્યો છે.
- સંસારમાં પણ જે માણસ મમતા પર થૂ કરી દે એટલે મમતારૂપી દાદરનો રોગ મટી જાય છે.
- બીજું ખસ-ખૂજલી ઇર્ષ્યાના રોગ છે.
- ત્રીજું હર્ષ-વિષાદ એ ગળાનો રોગ છે.
- જ્યારે પર-સુખ દેખી જલન એ ટી.બી.નો રોગ છે.
- દુષ્ટતા એ કોઢનો રોગ છે.
- દંભ, કપટ, મદ અને માન એ નસના રોગ છે. આ રોગને દૂર કરવા માટે વૈરાગ્યમાં જીવન જીવવું એ ખૂબ જ જરૂરી છે.
- ઉદરવૃદ્ધિ એ જલંધરનો રોગ છે.
- જ્યારે તૃષ્ણા એ તાવનો રોગ છે.
- અહંકાર એ ગાંઠનો રોગ છે.
- અહંકારમાં પણ કંઇક આવું જ છે. પૈસામાંથી અહંકારનો ત્યાગ કરો તો ત્યાગમાં આવીને બેસી જાય અને કહે કે મેં બધું જ મૂકી દીધું છે. ટૂંકમાં અહંકાર ક્યારેય પકડી શકાતો નથી, એને કેવળ એક જ વ્યક્તિ પકડી પાડે છે અને એ છે આપણા સદ્્ગુરુ કે બુદ્ધપુરુષ, તો સંસારમાં રહીને જીવનમાંથી અહંકાર અને મોહ દૂર કરીને ચિત્તને પ્રસન્ન રાખી શકીએ એવી ભગવાનનાં ચરણોમાં પ્રાર્થના.
સંકલન: રામેશ્વરદાસ હરિયાણી
Read full article at Sunday Bhaskar.
No comments:
Post a Comment