Translate

Search This Blog

Tuesday, January 27, 2015

કર્મની સાથે હરિનું સ્મરણ કરવું, માનસદર્શન, મોરારિબાપુ

કર્મની સાથે હરિનું સ્મરણ કરવું

  • ગીતામાં યોગ્ય કહ્યું છે કે કર્મ કર્યા વિના કોઇ વ્યક્તિ એક ક્ષણ પણ રહી શકતું નથી. બધાં જ કર્મની સાથે હરિનું સ્મરણ કરવું એ શ્રેષ્ઠ છે.

 
  • યુધિષ્ઠિર દ્વારા જ્યારે ભગવાન કૃષ્ણને વૈષ્ણવ ધર્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ભગવાને બહુ જ સુંદર જવાબ આપ્યો છે.

‘યુધિષ્ઠિર: ધર્મ: શ્રુતોવા દૃષ્ટોવા કથિતો વા કૃતોઙપિવા અનુમોદિતો વા’


  • સૌ પ્રથમ ધર્મને બરાબર સાંભળવો જોઇએ. કોઇ ધર્મજ્ઞ હોય, ધર્મસંસારને જાણનારા કોઇ બુદ્ધપુરુષ હોય એમની પાસેથી ધર્મ વિશે સાંભળવું. ઉપનિષદોએ એટલા માટે શ્રવણને પ્રથમ ક્રમે મૂક્યું છે. વેદાંત અને ભક્તિમારગમાં શ્રવણ કહીને પ્રથમ સ્થાન રખાયું છે. 

  • કોઇ ધર્મપુરુષને નિહાળો કે જેનામાં નખશિખ સત્ય-પ્રેમ અને કરુણાભર્યા છે. 

  • વિશ્વવંદનીય ગાંધીબાપુ કહેતા હતા કે મારું જીવન એ જ મારો સંદેશ છે. 

  • આપણા સમાજમાં કોઇ વ્યક્તિ ધર્મનું અનુમોદન કરતા હોય, ધર્મનો પક્ષ લેતા હોય એમનો સંગ કરવો જોઇએ. 

  • કર્મ ત્રણ પ્રકારે થાય છે. 

  • કર્મનું મુખ્ય ક્ષેત્ર શરીર છે. હરવું-ફરવું, ખાવું-પીવું એ બધું આપણે કરીએ છીએ. એ બધાં શારીરિક કર્મ છે પરંતુ કર્મનો પ્રદેશ એટલો નાનો નથી, કર્મનો પ્રદેશ તો ત્રિભુવની પ્રદેશ છે. 

  • કર્મ મનથી પણ થાય છે.  મન વિચારીને શરીર કર્મ કરે છે અને એ કર્મ વાણીથી થાય છે. 

  • કર્મના ત્રણ પ્રકાર છે.  માનસિક-કાયિક અને વાચિકકર્મ. 

  • ભગવાન કૃષ્ણ ખરેખર યુદ્ધવાદી નથી વિજયવાદી કે પરાજયવાદી પણ નથી, અને દુર્યોધન પણ વિજયવાદી નથી એને બધી જ ખબર છે કે મારો વિજય નથી છતાં એ માણસ યુદ્ધવાદી છે. એ માને છે કે હું લડીને જ રહીશ, બધાં પાત્રો જાણે છે કે જ્યાં માધવ હશે એમનો જ વિજય થશે. 

  • મહાભારતમાં અન્યાશ્રય અને કૃષ્ણાશ્રય એવા બે ગ્રુપ છે. 

  • દુર્યોધન અન્યાશ્રય છે. જ્યારે અર્જુન કૃષ્ણાશ્રય છે. 

  • જે નિમિત્તમાત્ર હોય એ જીતી શકે છે. કર્મનો મર્મ આ જ છે. જો આપણે આપણું કર્તવ્ય છોડીને નિમિત્તમાત્ર બનીને કરીશું તો આપણે કોઇપણ વસ્તુ નિમિષમાત્રમાં કરી શકીશું. કર્મની જાળ બહુ જ મુશ્કેલીથી સમજમાં આવે છે મને કૃષ્ણની વાણી બહુ જ પ્યારી લાગે છે. 

  • ‘સહજ કર્મ કૌન્તેય’ સહજ કર્મથી બધાં જ બંધનો છૂટી જાય છે. 

  • તો કર્મનાં ત્રણ ક્ષેત્રો છે. માનસિક, કાયિક અને વાચિક. 

  • મન વિચારે છે એ પણ કર્મ છે, કાયા કર્મ કરે છે એ કર્મ જ છે અને ત્યારબાદ વચન બોલાય છે એ પણ કર્મક્ષેત્ર છે અને શ્રવણ કરવું એ પણ કર્મ છે. આ બધાં જ કર્મની સાથે હરિનું સ્મરણ કરવું એ શ્રેષ્ઠ છે.

સંકલન: રામેશ્વરદાસ હરિયાણી

Read full article at Sunday Bhaskar.



No comments:

Post a Comment