Translate

Search This Blog

Sunday, February 1, 2015

રામકથા જ્ઞાનયજ્ઞ નહીં પ્રેમયજ્ઞ છે, માનસદર્શન, મોરારિબાપુ

રામકથા જ્ઞાનયજ્ઞ નહીં પ્રેમયજ્ઞ છે

  • આજે વિશ્વને પ્રેમની સૌથી વધારે જરૂર છે. રામચરિતમાનસમાં તો લખ્યું છે કે રામજીને પૂજા પ્રિય નથી, રામજીને પ્રતિષ્ઠા પ્રિય નથી, રામજીને પ્રશંસા પ્રિય નથી, રામજીને પૈસા પ્રિય નથી, રામજીને પ્રપંચ પ્રિય નથી. 
  • ભગવાન રામને એક જ ચીજ પ્રિય છે અને એ પ્રેમ છે. રામચરિતમાનસની એક પ્રસિદ્ધ પંક્તિ છે.

રામ હી કેવલ પ્રેમ પિયારા|
જાનિ લેહ જો જાન નિહારા||
 ભગવાન રામને કેવળ પ્રેમ પ્રિય છે, પણ પ્રેમ વિશે મારે કહેવું હોય તો એટલું કહીશ કે

  • પ્રેમનો સ્પર્શ કરવો એ અગ્નિને સ્પર્શ કરવા બરાબર છે. પ્રેમ તો આગ છે.


કાબે સે બુતકદે સે કભી બજમે જામ સે|
આવાજ દે રહા હૂં તુમ્હે હર મકામ સે||

  •  આપણે સૌ મળીને પરસ્પર પ્રેમ કરીએ. વિશ્વમાં હિંસા ખત્મ થઇ જાય. નફરત સમાપ્ત થઇ જાય એ બહુ જ જરૂરી છે. 
  • મારી રામકથાને હું જ્ઞાનયજ્ઞ કહેતો જ નથી, રામકથા તો પ્રેમયજ્ઞ છે. 
  • પરંતુ કથામાં આનંદ જરૂર મળે છે અને આનંદ એ જ ઇશ્વરનું સ્વરૂપ છે, પ્રેમ જ ઇશ્વર છે.

 ઢાઇ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય

  • અઢી અક્ષરના પ્રેમ શબ્દ વિશે તુલસીદાસજી કહે છે કે પરમાત્માને જો પ્રગટ કરવા હોય તો એ પ્રેમથી પ્રગટ થાય છે. પરમાત્મા બધી જ જગ્યાએ, બધાં જ સ્થાનોમાં છે.

‘અગર તું મંદિર મેં હૈ તો મસ્જિદ મેં કૌન?
અગર તું તસ્બીહ કે એક દાને મેં હૈ તો
યે હર દાને દાને મેં કૌન?
અગર તું બસ્તી મેં પલતા હૈ, તો વીરાને મેં કૌન?
અગર તું શમ્મા મેં જલતા હૈ તો બતા પરવાને મેં કૌન?’


હરિ વ્યાપક સર્વત્ર સમાના|
પ્રેમ તે પ્રગટ હોહિ મેં જાના||

હર દિલ જો પ્યાર કરેગા વો ગાના ગાયેગા,
દીવાના સેંકડો મેં પહચાના જાયેગા.
 આ ગીત પણ મારી દૃષ્ટિએ ભજન છે.

  • પરમાત્મા બધામાં છે. આનંદ બધામાં છે. એવી રીતે પ્રેમ પણ બધામાં છે. 
  • એકવાર પ્રેમ પ્રગટ થઇ જાય પછી પરમાત્મા પ્રગટ ન થાય તોય કોઇ ચિંતા નથી. 

 જનની જનક સીય રામ પ્રેમ કે|
બીજ સકલ વ્રત ધરમ નેમ કે||


  • કળિયુગમાં તો પરમાત્માના નામનો આધાર જ પ્રેમ પ્રગટ કરી શકે છે. 
  • અરે, ભાગવતમાં ગોપીઓએ પણ ગાયું છે. વ્રજાંગનાઓ જ્યારે પ્રેમભાવમાં એટલી બધી ઉત્કૃષ્ટ દશામાં આવી ત્યારે શ્રીમદ્ ભાગવતમાં લખ્યું છે.

 રુરુદુ: સુસ્વરમ્ રાજન્ કૃષ્ણ દર્શન લાલસા


  • એટલામાં તુલસીદાસજીને કહેવું પડ્યું કે દરિદ્રતા સમાન કોઇ દુ:ખ નથી અને સંત મિલન સમાન કોઇ સુખ નથી. બસ આપણે બધા જ ઇચ્છીએ કે સમગ્ર વિશ્વમાં પ્રેમનો સેતુ બંધાય. પરસ્પર લોકો પ્રેમ કરતા થાય. ઘરે પ્રેમરાજ્યની સ્થાપના થાય. એકવીસમી સદી પ્રેમસદી બને તેવી પ્રભુનાં ચરણોમાં પ્રાર્થના.


         (સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)




No comments:

Post a Comment