Translate

Search This Blog

Sunday, February 15, 2015

બીજાને તુચ્છ ગણવા એ ઇશ્વરનો અનાદર છે, માનસદર્શન, મોરારિબાપુ

બીજાને તુચ્છ ગણવા એ ઇશ્વરનો અનાદર છે



  • કોઇપણ માણસનો તિરસ્કાર એ માણસનો તિરસ્કાર નથી, ઇશ્વરનો તિરસ્કાર છે. કોઇ માણસને ધક્કો દેવો એ અવતારનો અનાદર છે. કોઇ પણ માણસને તુચ્છ ગણવો એ પરમતત્ત્વનો અનાદર છે.


  • જોડે એને જ ધર્મ કહેવાય છે, જે તોડે એને ધર્મ કહેવાય જ નહીં. 
  • પ્રશ્ન પૂછ્યો હતો કે, તમને કૃષ્ણનું કયું રૂપ ગમે છે? કૃષ્ણ તો જ્યાંથી ચાખો ત્યાંથી મીઠો જ લાગે છે. શ્રીમદ્ વલ્લભાચાર્ય લખે છે,


અધરં મધુરં વદનં મધુરં નયનં મધુરં હસિતં મધુરમ્|
હૃદયં મધુરં ગમનં મધુરં મધુરાધિપતે રખિલં મધુરમ્!!


  • આપણે આપણા સત્યની સાથે સામાવાળાના સત્યનો પણ સ્વીકાર કરવો જોઇએ. 
  •  ભગવાન કૃષ્ણનાં બધાં જ રૂપ અદ્્ભુત છે પણ મને પૂછ્યું છે એટલે કહી દઉં છું કે કૃષ્ણ-કૃષ્ણ જ છે પણ મારે એનું રૂપ મૂકવું હોય તો


વટસ્ય પત્રસ્ય પુટે શયાનં|
બાલંમુકુન્દં મનસા સ્મરામિ||


  • જે પદદલિત છે, જે તિરસ્કૃત છે એ ચરણને આટલો આદર  આપવો પડશે ત્યારે હરિહર કથા સિદ્ધ થશે. 
  • માણસ રોજ નવો હોવો જોઇએ. રામકથા રોજ નવી હોવી જોઇએ. નવી હોય એને જ કથા કહેવાય છે. 



  • હા વાત એની એ જ હોય છે પણ સૂત્રો તો રોજ નવા રૂપમાં આવે છે. માણસ પણ રોજ નવો હોવો જોઇએ. 
  • બહુ સીધી સાદી વ્યાખ્યા છે કે જેને લીધે ભગવાન પ્રગટે એનું નામ પ્રેમ. 
  • . અંગ્રેજી મીડિયમમાં ભણાવો પણ ગરવી ગુજરાતી ન ભૂલી જવાય એનું ભાન આપણને બધાને હોવું જોઇએ. 
  • તો સમાજમાં દરેક પ્રકારના ભેદો ભુલાવા જોઇએ. માણસની ભૂલને ક્ષમ્ય કરવી જોઇએ. 
  • આપણે બધા સંકલ્પ કરીએ કે માણસનો સ્વીકાર એની નબળાઇઓ સાથે કરીએ. અરે માણસ-માણસ છે. ફરી જયંતબાપા પાઠકને યાદ કરું કે


દડ દડ દડ દડી પડે ભાઇ માણસ છે
રડતા રડતા હસી પડે ભાઇ માણસ છે




      (સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

Read full article at Sunday Bhaskar.




No comments:

Post a Comment