Translate

Search This Blog

Sunday, February 8, 2015

અભિમાન વ્યક્તિનું પતન કરે છે, માનસદર્શન, મોરારિબાપુ

અભિમાન વ્યક્તિનું પતન કરે છે


  • પ્રત્યેક વ્યક્તિએ પોતાની સાધના, ઉપાસના અને આરાધનાના મર્મની સમજ હોવી જોઇએ. 
  • આજે લોકોનું પતન થાય છે એની પાછળનો મર્મ શું છે? 
  • આપણે ઉન્નત છીએ એનું તો કારણ કોઇની કૃપા આપણી ઉપર છે. જે પણ ઊંચાઇ વ્યક્તિને પ્રાપ્ત થાય છે એની પાછળ કોઇ ઇશ્વરતત્ત્વની દેન છે. 
  • જેમાં પ્રથમ કારણ પાપકર્મ કહ્યું છે. હવે પ્રશ્ન થાય છે કે પાપ કોને કહેવાય? 
  • જે વચનથી,  જે કરમથી, જે વિચારથી, આપણી પવિત્રતા, પ્રસન્નતાની પડતી થવા લાગે તો તે વિચાર, તે વચન, તે કરમ પાપ છે. 
  • પ્રસન્નતા આપણો જન્મસિદ્ધ અધિકાર છે. સંસારી લોકો ક્યારેક કોઇ સમયે કોઇ ને કોઇ રૂપમાં પ્રસન્ન થાય છે ત્યારે ચેતનાનો પ્રવેશ થાય છે. 
  • ટૂંકમાં પાપકર્મ વધે છે ત્યારે વ્યક્તિનું પતન થાય છે. 
  • વ્યક્તિમાં અભિમાન વધે ત્યારે પતન થાય છે. 
  • આપણા ભજનિકોએ બહુ સરસ ગાયું છે.


ગરવ કિયો સોઇ નર હાર્યો તો
ગરવ કિયો સોઇ નર હાર્યો.

ગર્વ કરવા જેવું આપણામાં કશું જ નથી. નિરંતર ઉન્નતિ થતી હોય તો સમજવું કે આપણો ગર્વ ગુરુકૃપાથી ઓછો થતો જાય છે. એ એક પ્રમાણ છે.

  • આપણે રોજ આનંદ કરીએ તો સમજવું કે ગર્વ શૂન્ય થતો જાય છે. 
  • અભિમાન આપણા પતનનું કારણ બની શકે છે. 
  • સ્વાર્થમાં અંધ બનીને વારંવાર કરાતી ભૂલ આપણા પતનનું કારણ છે. જીવનમાં ભૂલ એ પતનનું કારણ બની જાય છે. 
  • કોઇ પર અતિશય વિશ્વાસ કરવાથી પતન શરૂ થઇ જાય છે. 
  • મારું તો માનવું છે કે ગુરુ અને ઇશ્વર સિવાય કોઇ ઉપર અતિશય વિશ્વાસ કરવો નહીં. પરમ વિશ્વાસ કરવાનું એક માત્ર ઠેકાણું ગુરુદ્વાર છે. ઇષ્ટાશ્રય છે. 
  • પતનનું પાંચમું કારણ કુસંગ છે. કુસંગ એટલે સોબતની વાત છે. 
  • કુસંગના પતનથી બચવા માટે સત્સંગ ખૂબ જ જરૂરી છે. 
  • દરેક છોકરાઓનાં માતા-પિતાને પણ પ્રાર્થના કે ઘરમાં વાતાવરણ એવું રાખો કે છોકરાઓ ટેન્શનમુક્ત રહીને પ્રેમથી આપણી સાથે વાતચીત કરી શકે. આપણાં બાળકો કોની સાથે ફરે છે. કઇ જગ્યાએ ફરે છે એનો ખ્યાલ દરેક માતા-પિતાએ રાખવાનો છે. આનો અર્થ એ નથી કે બાળકની સ્વતંત્રતાને છીનવી લેવી. બાળકો ઉપર સતત નજર રાખવી. બાળકને એની મસ્તીમાં જીવવા દો પણ સંસ્કાર એવા આપવા કે એનો સંગ સારા વ્યક્તિઓનો રહે. 

(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

Read full article at Sunday Bhaskar.



No comments:

Post a Comment