રામ કથા
માનસ રામ ક્રિષ્ન હરિ
શનિવાર, તારીખ ૦૭-૦૨-૨૦૧૫ થી રવિવાર, તારીખ ૧૫-૦૨-૨૦૧૫
સુરત, ગુજરાત
મુખ્ય ચોપાઈ
राम ब्रह्म परमारथ रुपा ।
अबिगत अलख अनादि अनूपा ॥
राम ब्रह्म परमारथ रुपा ।
अबिगत अलख अनादि अनूपा ॥
રામ બ્રહ્મ પરમારથ રૂપા |
અબિગત અલખ અનાદિ અનૂપા ||
..........................................................................................અયોધ્યાકાંડ ૯૨/૭
जब जदुबंस कृष्न अवतारा ।
होइहि हरन महा महिभारा ॥
होइहि हरन महा महिभारा ॥
જબ જદુબંસ કૃષ્ન અવતારા |
હોઈ હિ હરન મહા મહિભારા ||
....................................................................................બાલકાંડ ૮૭/૧
हरिचरित्र मानस तुम्ह गावा ।
सुनि मैं नाथ अमिति सुख पावा ॥
सुनि मैं नाथ अमिति सुख पावा ॥
હરિચરિત્ર માનસ તુમ્હ ગાવા |
સુનિ મૈં નાથ અમિતિ સુખ પાવા ||
.........................................................................................ઉત્તરકાંડ ૫૨/૭
શનિવાર, તારીખ ૦૭-૦૨-૨૦૧૫
આ કથાની શરૂઆત ત્રણ પંક્તિથી થાય છે.
રામ ચરિત માનસ કથાના શ્રોતા પાર્વતિ છે જ્યારે કૃષ્ણ ચરિત માનસ કથાના શ્રોતા કામદેવની પત્ની રતી છે.
નિષ્કામ ભાવથી કરેલ સત્ કર્મમાં મુશ્કેલી પડે પણ જો ભરોંસો હોય તો આવી મુશ્કેલી મુશ્કેલી ન લાગે.
ગુરૂમાં ગણેશ, સુર્ય, પાર્વતી, શંકર અને વિષ્ણુ સમાવિષ્ઠ છે.
Courtesy : Divya Bhaskar
• મોરારીબાપુની કથાનો પહેલો દિવસઃ હાઉસ ફુલ અને સ્વાઈન ફ્લુ વિશે કહ્યું કંઈક આવું
Read the article at its source link.
શ્રોતાઓને સ્વાઇન ફ્લુનો નહીં, પણ કથાનો ચેપ જરૂર લાગશે : મોરારિબાપુ
મોરારીબાપુની કથાનો પહેલો દિવસઃ હાઉસ ફુલ અને સ્વાઈન ફ્લુ વિશે કહ્યું કંઈક આવું
કતારગામ ખાતેની રામકથાને‘માનસ રામક્રિષ્ન હરિકથા’ નામ અપાયું
રામકથા દિવસ-1 | પ્રસિદ્ધ મોરારિબાપુની રામકથાનો શહેરમાં પ્રારંભ થયો
સુરત: સોમવારે પૂજ્ય મોરારિબાપુની રામકથાનો શહેરનાં આંગણે ભવ્ય પ્રારંભ થયો હતો. 12 વર્ષ બાદ બાપુની કથાનો લાહવો શહેરીજનોને મળ્યો છે. શનિવારે પોથીયાત્રા બાદ બાપુએ શ્રાતાઓને કથાનું અમૃતપાન કરાવ્યું હતું. જેમાં તેમણે સ્વાઇન ફ્લુ અંગે ભય વ્યક્ત કરીને કોઇને પણ સામાન્ય શરદી-ખાંસીની તકલીફ હોય તો તાત્કાલિક જ ડોક્ટરી સારવાર લેવા જણાવ્યું હતું. 12 વર્ષ બાદ શહેરમાં કથાનું આયોજન કરનાર ધોળકિયા પરિવારનો બાપુએ આભાર માન્યો હતો. રામકથાનું રસપાન કરાવતાં શનિવારે પૂજ્ય મોરારિબાપુએ ગુજરાતી લોકગીત ‘બાર-બાર વર્ષે નવાણ ગળાવ્યા, નવાણે નીર તે ’દી આવ્યા જી રે...’ ગાઈને જણાવ્યું હતું કે, ‘12 વર્ષ બાદ શહેરમાં કથાનું આયોજન કરવામાં આવ્યું તે ઘણી સારી વાત છે. આ વખતે કથાને મેં ‘માનસ રામક્રિષ્ન હરિકથા’ નામ આપ્યું છે અને આ કથા ત્રણ પંક્તિની રહેવા પામશે.
હું સુરતમાં આવ્યો ને એસઆરકેની ડાયમંડ ફેક્ટરીની મુલાકાત બાદ હું મારી જાતને જેટલો કથાકાર નથી માનતો તેનાથી વધારે એક રત્નકલાકાર માનતો થઇ ગયો છું. લોકો મને ઘણીવાર કહે છે, ‘બાપુ માત્ર ગુજરાતીમાં જ કથા કરો છો.’ ત્યારે હું તે લોકોને મારી સાથે કથામાં આવવા જણાવું છું.કથા પહેલા મને શહેરમાં સ્વાઇન ફ્લુ વિશે જાણવા મળ્યું હતું. જેથી ડોક્ટરોની એક ટીમ સતત અહીં હાજર રહેશે. હું છું ત્યાં સુધી સ્વાઇન ફ્લુ નહીં થશે. તમને સ્વાઇન ફ્લુ લાગશે કે નહીં તેની ખબર નથી, પણ રામકથાનો ચેપ જરૂર લાગશે. પૂજ્ય બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, સુરતની પાવન ભૂમિ પર આ યજ્ઞ કરવાનો મોકો મળ્યો છે જ્યારે બીજે તો યજ્ઞના નામે ભડકા થાય છે.’ સૂર્યપૂત્રી અને કર્ણના અગ્નિદાહની ભૂમી પર કથાનો મોકો મળ્યો તે માટે બાપુએ તમામનો આભાર માન્યો હતો. કથામાં મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉમટી પડ્યા હતા.
વાટલિયા પ્રજાપતિનાં 64 યુગલને બાપુ આશીર્વાદ આપશે, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
વાટલિયા પ્રજાપતિનાં 64 યુગલને બાપુ આશીર્વાદ આપશે
સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા સ્વામિનારાયણ નગર લલીતા ચોકડી કતારગામ ખાતે આયોજિત જ્ઞાતિના 53મા સમૂહલગ્નમાં 64 યુગલો પ્રભુતામાં પગલા માંડશે. ત્યારે સ્વચ્છ ભારત અભિયાનનો રંગ અહીં પણ જોવા મળશે. જેમાં નવવધૂને કરિયાવરમાં કુલ 25 પ્રકારની ઘરવખરીના સામાન સાથે કચરાની ડસ્ટબિન પણ આપવામાં આવશે. કાર્યક્રમમાં ખાસ પૂજ્ય મોરારિબાપુ નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે પધારશે જ્યારે સમાજ તરફથી લગ્ન દરમિયાન વરઘોડો નહીં કાઢનાર અને ફટાકડા નહીં ફોડનારને સન્માનિત કરાશે. કાર્યક્રમનું ઉદ્ઘાટન મેયરનાં હાથે થશે જેમાં વિવિધ મહાનુભવો પણ ઉપસ્થિત રહેશે. તેમ જ્ઞાતિના પ્રમુખ ગોરધનભાઇ સરવૈયાએ જણાવ્યું હતું.
Courtesy : Sandesh
• સમાજની જરૂરિયાત સમજી ધનનો ઉપયોગ સૌથી મોટું કર્મ : મોરારિબાપુ
Read the article at its source link.
સુરત, તા. ૭
સૂર્યપુત્રી તાપીતટે શનિવારથી મોરારિબાપુની રામકથાનો પ્રારંભ થયો છે. મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી ત્રણ પંક્તિઓના સંગમ સાથે રામકથાને 'માનસ રામ કિષ્ન હરિ' નામ આપી કથાનો પ્રારંભ કર્યો છે. રામકથા પહેલા કતારગામથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. પારંપરિક વેશભૂષા, દાંડિયારાસ, સંગીતની મંડળી અને ૫૧ પોથીઓની હારમાળા સાથે નીકળેલી પોથીયાત્રામાં હજારોની જનમેદની ઊમટી પડી હતી. રામકથાની સાથે સાથે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓને વેગ આપવા બેટી બચાવો, વ્યસનમુક્તિ જેવાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોરારિબાપુએ સમાજની જરૂરિયાત પ્રમાણે સંપત્તિનો ઉપયોગ કરવો એ જીવનનો સૌથી મોટું કર્મ ગણાવ્યું હતું.
તાપીતટે રામકથાનું આયોજન સત્કર્મ અને સત્સંગનો સમન્વય : રમેશભાઇ ઓઝા
શનિવારે ૫૧ પોથી સાથે નીકળેલી પોથીયાત્રામાં જનમેદની ઊમટી પડી : રામકથાને 'માનસ રામ કિષ્ન હરિ' નામ આપી કથાનો પ્રારંભ
દાંડિયારાસ, પારંપરિક વેશભૂષા, સંગીતમંડળીઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની
બાર વર્ષ બાદ સુરતની પાવન ધરા પર એસઆરકે ફાઉન્ડેશનના ગોવિંદ ધોળકિયા દ્વારા મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ૭થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન ચાલનાર રામકથાની શનિવારે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિના સંગાથે શરૂઆત થઇ હતી. રામકથાના માનસ રામ કિષ્ન હરિ કથાના પ્રથમ દિવસે કતારગામ સોનલપાર્ક સોસાયટીથી પોથીયાત્રા નીકળી હતી. આ પોથીયાત્રા સાથે જોડાયેલી વેશભૂષા, દાંડિયારાસ અને સંગીતની વિવિધ મંડળીઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. બપોરે બે વાગ્યે નીકળેલી પોથીયાત્રા ૩.૩૦ કલાકે કથામંડપમાં પહોંચી હતી. ત્યારબાદ પર્યાવરણની જાગૃતિના ભાગરૂપે રમેશભાઇ ઓઝા અને સ્વામી માધવપ્રિયદાસજીના વરદહસ્તે વૃક્ષ પૂજન કરાયું હતું. તેમજ કથામંડપમાં બેટી બચાવોના ભાગરૂપે વિવિધ બેનરો સાથે રેલી નીકળી હતી. કથાના પ્રથમ દિવસે જ બાપુની કથા સાંભળવા માટે હજારોની જનમેદની ઊમટી પડી હતી. કથાના પ્રથમ દિવસે માધવપ્રિયસ્વામીજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કથાના પહેલા જ દિવસે માનવમહેરામણ ઊમટી પડયો હતો.
રમેશભાઇ ઓઝાએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે ૧૨ વર્ષ પછી સુરત શહેરમાં રામકથાનો રૂડો અવસર આવ્યો છે. આ રામકથાનું કામ વટવૃક્ષ વાવવાનું છે અને આ વટવૃક્ષ શ્રોતાઓમાં વિશ્વાસ વાવે છે, કેમ કે વટવૃક્ષ એ વિશ્વાસનું પ્રતીક છે. વધુમાં જણાવ્યું હતું કે, ભગવાનની અસિમ કૃપા જેને મળે એ જ આવી કથાનું આયોજન કરી શકે.
ત્યારબાદ મોરારિબાપુએ ચોપાઈ સાથે પોતાની વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું કે, તાપીના તટે ૧૨ વર્ષ પછી જે રામકથાનો યોગ થયો છેે તે અતિ દુર્લભ છે. તેમજ ત્રણ પંક્તિઓને લઈને રામકથાને માનસ રામ કિષ્ન હરિ એવું નામ આપ્યું હતું. તેમજ જણાવ્યું હતું કે, સુરત એ દાતાર અને દાનવીરની ભૂમિ છે. તેમજ ૧૨ વર્ષ પછી ફરી રામ કથાનો યોગ થયો છે. રામાયણની સરયૂનદી, કૃષ્ણકથાની યમુનાનદી અને તાપીના કાંઠે થઇ રહેલી કથા, એમ આ ત્રિવેણી સંગમ રચાયો છે. કથાની સાથે જોડાયેલા અભિયાનોને બાપુએ ધર્મને સમાજ સાથે જોડવાનું ભગીરથ કાર્ય ગણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું કે, સમાજની જરૂરિયાતોને સમજીને સંપત્તિનો ઉપયોગ કરવો એ જીવનનું સૌથી મોટું કર્મ છે.
મોરારિબાપુની રામકથાની રત્નકણિકા
શ્લોકને લોકોની વચ્ચે સ્થાપિત કરવાનું કામ તુલસીદાસજીએ કર્યું.
વિવેકનું સન્માન એ ગણેશ-પૂજા, અજવાળામાં જીવવાનો સંકલ્પ એ સૂર્યપૂજા, હ્ય્દયની વિશાળતા એ વિષ્ણુ પૂજા, શ્રદ્વાને ટકાવવી એ દુર્ગા પૂજા, અન્યોનું ભલું ઇચ્છવું એ શિવ-પૂજા છે.
જેની યુવાની બાળક જેવી નિર્દોષ હશે તેને કૃષ્ણ મળશે.
હનુમંત તત્ત્વ એ શ્વાસ તત્ત્વ અને વિશ્વાસ તત્ત્વ બંને છે.
હનુમાનજીને ગુરુ માનવાથી વ્યક્તિ પૂજાથી બચી શકાય છે.
Courtesy : Gujarat Samachar
• એકબીજાને શુદ્ધ હૃદયથી સ્વીકારો, આવકારો અને પ્રેમ કરોઃ મોરારીબાપુ
Read the article at its source link.
આઇયે હનુમંત બિરાજીએ...
કથાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રોતાજનો કથા શ્રવણ માટે ઉમટી પડયાઃ સ્વાઇન ફ્લૂ અંગે ચિંતા ન કરો સાવધાની રાખો
પૂ. રમેશભાઇ ઓઝાએ કથાનો પ્રારંભ કરાવ્યો, માધવપ્રિયદાસજીએ આશિર્વચન આપ્યા
(પ્રતિનિધિ દ્વારા) સુરત, શનિવાર
''સ્વાઇન ફ્લૂ અંગે સરકાર અને સ્થાનિક વહિવટી તંત્ર ચિંતિત છે. કથામાં જ્યારે આટલી ભીડ એકત્ર થાય છે ત્યારે સૌની જવાબદારી છે કે સાવધાની રાખે. ચિંતા કરવાની જરૃર નથી પણ સાવધાની રાખજો. અહી ફક્ત રામનામનો ચેપ લાગશે. બીજો ચેપ લગભગ લાગવા નહીં દઉં. તેમ છતાં સાવધાન રહેજો. જરૃર લાગે તો અહી ડૉકટરની વ્યવસ્થા કરાઇ છે, તેમની મદદ પણ લઇ શકશો.'' સુરત એસઆરકે સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં શનિવારે શરૃ થયેલી રામકથામાં વ્યાસપીઠેથી મોરારીબાપુએ ભાવસભર આ શબ્દો કહ્યા હતા.
પૂ. મોરારીબાપુએ હનુમાનજીની સ્થાપના કરીને જ્ઞાઆન, ભક્તિ અને પ્રેમની ગંગાની સરવાણી વહાવી હતી. મોરારીબાપુએ સુરતની રામકથાનો વિષય 'માનસ રામક્રિષ્ન હરી' રાખ્યો છે. અયોધ્યાકાંડ, બાલકાંડ અને ઉત્તરકાંડની એક એક ચોપાઇ લઇને કુલ ત્રણ પંક્તિઓને કેન્દ્રમાં રાખીને નવ દિવસ કથા ચાલશે. જેમાં રામ ચરિત્ર, માનસમાં બતાવેલું ક્રિષ્ન ચરિત્ર અને હરિ ચરિત્ર વિશે ચર્ચા-ઉપાસના થશે.
બાર વર્ષ બાદ સુરતથી કથા વિશે બાપુએ એક પ્રચલિત લોક રચનાને આ રીતે રજુ કરી હતી. ''બાર બાર વરસે નવાણ ગણાવીયા, નવાણે નીર આવીયા જી રે...'' બાપુએ જ્ઞાાનગંગા વહાવતા જણાવ્યું કે ક્યાંથી મારે કોઇને સુધારવા નથી. મારો ઉપક્રમ સુધારવાનો નથી, સ્વીકારવાનો છે. આપણું કાર્ય સુધારવાનું નહી, સ્વીકારવાનું હોવું જોઇએ. લોકો ઉલ્ટુ કરી રહ્યા છે. બીજાને સુધારવાની કોશિષ કરે છે અને પોતાને બધા સ્વીકારે એવું ઇચ્છે છે.
અંધશ્રદ્ધાના છેદ ઉડાડતા કહ્યું કે અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાનો ત્યાગ કરો, શ્રદ્ધા કેવળ ઇશ્વરની. પાંચનું સ્મરણ કરવાનું- સૂર્ય, ગણપતિ, દુર્ગા, શંકર અને વિષ્ણુની. જે તેજ, વિવેક, શ્રદ્ધા, ભરોસો અને વિશાળ હૃદયની પ્રેરણા પુરી પાડે છે. કથાનો ઉપક્રમમાં ગુરુવંદના ગામ અને હનુમંતની વંદના કરી પ્રથમ દિવસની કથાને વિરામ આપવામાં આવ્યો હતો.
પોથીયાત્રાનું આગમન બાદ બરાબર સાંજે ૪ વાગ્યે મોરારીબાપુ અને રમેશભાઇ ઓઝાનું આગમન થયું હતું. પ્રારંભે કથાનો મુખ્ય આયોજક ગોવિંદ ધોળકિયાએ આવકાર પ્રવચનમાં જણાવ્યું કે કર્તુ, અકર્તુ અને અન્યથા કર્તુ બધુ જ ઇશ્વર કરે છે. આ કથા પણ ઇશ્વર કૃપાથી જ થઇ છે. આપણા સદ્ભાગ્ય અને ભગવાનની કૃપાથી આપણને સૌને મોરારીબાપુની રામકથાનો લાભ મળ્યો છે. આ કથા ઘડી આપણને સૌને જીવન જીવવાની જડીબુટ્ટી ચોક્કસ મળશે.
આવકાર પ્રવચન બાદ ડાંગની 'પ્રયોશા પ્રતિષ્ઠાનના પી.પી. સ્વામીનું તેમના ઉમદા કાર્યો બદલ સંસ્થાના પ્રતિનિધિ તરીકે સન્માન કરાયું. સાથે સાથે વિશેષ વ્યક્તિ તરીકે સુરત ડાયમંડ એસોસિએશનની સ્થાપના કરનાર સેવાભાવી રામજીભાઇ શામજીભાઇ પટેલનું સન્માન કરાયું હતું. ત્યારબાદ રમેશભાઇ ઓઝા અને માધવપ્રિયદાસજીના વરદ્ હસ્તે પર્યાવરણ જાળવણીના ભાગરૃપે વૃક્ષ પૂજન કરવામાં આવ્યું હતું. આ અવસરે માધવપ્રિયદાસજીએ આશિર્વચન પાઠવ્યા હતા.
પૂ. રમેશભાઇ ઓઝાએ મંચ પરથી આશિર્વચન આપતાં જણાવ્યું હતું કે રામકથા-હરિકથા વિશ્વાસ વહેંચે છે. કથા વડલો વાવવાનું કામ કરે છે અને વડલો વિશ્વાસનું પ્રતિક છે. કથાના યજમાન ધોળકિયા પરિવારને ઉદ્દેશીને તેમણે કહ્યું કે તેઓ ઉદ્યોગપતિ તો ખરા જ પણ સાચા સાધકો પણ છે. એમના સત્કર્મના પરિપાક રૃપે આ રામકથા સુરતને મળી છે.
તો હીરા ઘસી લઇશું
મોરારીબાપુ કથામાં વિનોદ વૃત્તિનો પરિચય આપતાં જણાવ્યું હતું કે ઘણા કહે છે બાપુને ગુજરાત બહાર કથા નથી મળતી, જો ગુજરાતમાં પણ નહી મળે તો ગોવિંદભાઇની ડાયમંડ ફેકટરીની મુલાકાત લીધી ત્યારે એ જોઇને હીરા ઘસતા આવડી ગયું છે, કંઇ નહી થાય તો હીરા ઘસી લઇશું.
હવે દરરોજ સવારે ૯.૩૦થી કથાનો પ્રારંભ થશે
પ્રથમ દિવસે સાંજે કથાના પ્રારંભ બાદ પછીના આઠ દિવસે દરરોજ કથા સવારે ૯.૩૦ વાગ્યાથી શરૃ થઇ ૧.૩૦ વાગ્યા આસપાસ પૂર્ણ થશે. દરેક શ્રોતાઓને ભોજનની પ્રસાદી લેવા બાપુએ ભાવભર્યું સાગમટે નિમંત્રણ પાઠવ્યું હતું.
--------------------------------------------------------------------------------------------------------------------------
ર
રવિવાર, તારીખ ૦૮-૦૨-૨૦૧૫
Courtesy : Divya Bhaskar.
- મોરારી બાપુની કથાના બીજા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું, બાપુએ કરાવ્યું અમૃતપાન
Read and enjoy the articles along with pictures at its source link.
સુરતઃ સુરત એસઆરકે સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં શરૂ થયેલી રામકથાના બીજા દિવસમાં વ્યાસપીઠેથી મોરારીબાપુએ ભાવસભર શબ્દો વડે શ્રોતાઓને અમૃતપાન કરાવ્યું હતું. પૂ. મોરારીબાપુએ હનુમાનજીની સ્થાપના કરીને જ્ઞાઆન, ભક્તિ અને પ્રેમની ગંગાની સરવાણી વહાવી હતી. રામકથાના બીજા દિવસની શરૂઆતથી માનવ મહેરામણ ઉમટી પડતા શ્રોતાઓને થોડી મુશ્કેલીઓ થઈ હતી આમ છતાં મોટી સંખ્યામાં શ્રાતાઓ જોડાયા હતા. બાપુએ પોતાની આગવી શૈલીમાં બીજા દિવસની કથાનો પ્રારંભ કરીને શ્રાતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
- સત્ય હશે ત્યાં અભય હશે, પ્રેમ હશે ત્યાં ત્યાગ હશે અને કરુણા હશે ત્યાં અહિંસા હશેઃ પૂજ્ય મોરારી બાપુ
કથાના બીજા દિવસના પ્રારંભે પરમ પૂજ્ય મોરારી બાપુએ કહ્યું હતું કે, રામકથાએ માત્ર જ્ઞાનયજ્ઞ નહીં પરંતુ પ્રેમયજ્ઞ છે. તેમણે કહ્યું કે જો માણસ કટ્ટરતા, અહંકાર અને જિદ્દ છોડે તો જ સત્ય, પ્રેમ અને કરુણાને પામી શકે છે. તેમણે કહ્યું કે રામાયણનો આરંભ સત્ય છે, મધ્ય એ પ્રેમ છે અને સમાપન એ કરુણા છે. તેમણે કહ્યું કે જ્ઞાન માટે ગુરુ જરૂરી છે. ભગવાન શિવે પોતાના પુત્રો ગણેશજી અને કાર્તિકેયને પણ ગુરુ પાસે મોકલ્યા હતા.
મોરારીબાપુએ સુરતની રામકથાનો વિષય 'માનસ રામક્રિષ્ન હરી' રાખ્યો છે. અયોધ્યાકાંડ, બાલકાંડ અને ઉત્તરકાંડની એક એક ચોપાઇ લઇને કુલ ત્રણ પંક્તિઓને કેન્દ્રમાં રાખીને નવ દિવસ કથા ચાલશે. જેમાં રામ ચરિત્ર, માનસમાં બતાવેલું ક્રિષ્ન ચરિત્ર અને હરિ ચરિત્ર વિશે ચર્ચા-ઉપાસના થશે. મોરારી બાપુએ બીજા દિવસની કથામાં કહ્યું કે અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાનો ત્યાગ કરો, શ્રદ્ધા કેવળ ઇશ્વરની. પાંચનું સ્મરણ કરવાનું- સૂર્ય, ગણપતિ, દુર્ગા, શંકર અને વિષ્ણુની. જે તેજ, વિવેક, શ્રદ્ધા, ભરોસો અને વિશાળ હૃદયની પ્રેરણા પુરી પાડે છે. કથાનો ઉપક્રમમાં ગુરુવંદના ગામ અને હનુમંતની વંદના કરી બીજા દિવસની કથાને વિરામ આપવામાં આવ્યો હતો.
કથાના પ્રારંભ બાદથી પછીના આઠ દિવસે દરરોજ કથા સવારે ૯.૩૦ વાગ્યાથી શરૂ થઇ ૧.૩૦ વાગ્યે પૂર્ણ થશે. દરેક શ્રોતાઓને ભોજનની પ્રસાદી લેવા બાપુએ ભાવભર્યું સાગમટે નિમંત્રણ પાઠવ્યું હતું. પાર્કિંગ અને બેઠક વ્યવસ્થામાં શ્રોતાઓને તકલીફ પડી હતી. આમ છતાં બાપુના મુખે રામકથાનું અમૃતપાન કરવા માટે મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતાં.
સત્યની આડે એક પડદો છે જે ભ્રામક હોય છે.
આદર અને સન્માન અલગ અલગ બાબતો છે.
સત્ય કે તત્વની ખાતરી અજાણ્યો જ કરી શકે.
સત્સંગ ની અસર જરૂરથી જ થાય છે.
પ્રેમએ જીવનનું તત્વ છે, મૃત્યુ નહીં.
જેમને તમારું બૂરું કર્યું હોય અને પણ પ્રેમ કરો એ મોટી સેવા છે.
સાધુને શાલ નહીં મશાલ આપવી જોઈએ.
કર્મ તો શ્રદ્ધાથી કરવું જોઈએ. અન્ય સાથે સ્પર્ધાથી કોઈ કર્મ ન કરવું જોઈએ.
સત્ય હશે ત્યાં અભય હશે, પ્રેમ હશે ત્યાં ત્યાગ હશે અને કરુણા હશે ત્યાં અહિંસા હશે.
પ્રેમ એ ભક્તિનો પર્યાય છે.
ધર્મ હમેશા મુસ્કુરાતો હોવો જોઈએ.
દરેક ભૂમિની ચોક્કસ ભૂમિકા હોય છે.
_________________________________________________________________________________
૩
સોમવાર, તારીખ ૦૯-૦૨-૨૦૧૫
Courtesy : Divya Bhaskar.
તમે મને નવ દિવસ આપો હું નવજીવન આપીશઃ યુવાનોને મોરારીબાપુનું આહવાન
Enjoy the article along with images at its source link.
સુરતઃ માનસ રામકૃષ્ણ હરિકથાના ત્રીજા દિવસે મોરારીબાપુ ખીલ્યાં હતાં. તેઓએ યુવાનોને ઈંગ્લીશમાં સંબોધન કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, યંગ મેન પ્લીઝ ગીવ મી નાઈન ડે આઈ ગીવ યુ ન્યૂ લાઈફ. તમે મને નવ દિવસ આપો હું તમને નવજીવન આપીશ તેમ મોરારીબાપુએ કહેતાં શ્રોતાઓમાં આશ્રયની લાગણી ફેલાઈ હતી. જો કે યુવાનોએ બાપુના આહવાનને વધાવી લીધું હતું. અને તાલીઓના ગડગડાટથી સભામંડપને ગજવી મુક્યું હતું.
કથામાં ત્રીજા દિવસે વિશેષ વક્તવ્ય માટે જાણીતા કવિ, લેખક અને વિચારક ભાગ્યેશ જહા આવ્યાં હતાં. જેમણે વિશ્વમાં ચાલતા આર સી ટી વિષે પ્રકાશ ફેંક્યો હતો. જેમાં તેણે પ્રેમ, કોમ્યુનિકેશન અને ટેરરીઝમના વધતાં ખતરા શ્રોતાઓને માહિતીગાર કર્યા હતાં. તો આજે મંદબુદ્ધીના બાળકો માટે કામ કરતી સંવેદના સંસ્થાના જયસુખ સોલંકીનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં તેમને ચેક માનપત્ર અને શાલ ઓઢાડવામાં આવ્યાં હતાં.
જૂની રૂઢી છોડવાની સમાજને જરૂર
કથાના ત્રીજા દિવસના પ્રારંભે પરમ પૂજ્ય મોરારી બાપુએ કહ્યું હતું કે, "વિધવા મહિલાના પ્રશ્નનો ઉતર આપ્યો હતો. અને સમાજમાં ફેલાઈ રહેલા છુઆછત તથા વિધવા સારા કાર્યોમાં હાજર ન રહી શકે તેવી પ્રથાને રૂઢીઓને તોડી પાડવા માટે હાંકલ કરી હતી. તેમણે કહ્યું કે જો માણસ કટ્ટરતા, અહંકાર અને જિદ્દ છોડે તો જ સત્ય, પ્રેમ અને કરુણાને પામી શકે છે. તેમણે કહ્યું કે રામાયણનો આરંભ સત્ય છે, મધ્ય એ પ્રેમ છે અને સમાપન એ કરુણા છે. તેમણે કહ્યું કે જ્ઞાન માટે ગુરુ જરૂરી છે. ભગવાન શિવે પોતાના પુત્રો ગણેશજી અને કાર્તિકેય ને પણ ગુરુ પાસે મોકલ્યા હતા.
સત્યની આડે એક પડદો છે જે ભ્રામક હોય છે.
• આદર અને સન્માન અલગ અલગ બાબતો છે.
• સત્ય કે તત્વની ખાતરી અજાણ્યો જ કરી શકે.
• સત્સંગ ની અસર જરૂરથી જ થાય છે.
• પ્રેમએ જીવનનું તત્વ છે, મૃત્યુ નહીં.
• જેમને તમારું બૂરું કર્યું હોય અને પણ પ્રેમ કરો એ મોટી સેવા છે.
• સાધુને શાલ નહીં મશાલ આપવી જોઈએ.
• કર્મ તો શ્રદ્ધાથી કરવું જોઈએ. અન્ય સાથે સ્પર્ધાથી કોઈ કર્મ ન કરવું જોઈએ.
• સત્ય હશે ત્યાં અભય હશે, પ્રેમ હશે ત્યાં ત્યાગ હશે અને કરુણા હશે ત્યાં અહિંસા હશે.
• પ્રેમ એ ભક્તિનો પર્યાય છે.
• ધર્મ હમેશા મુસ્કુરાતો હોવો જોઈએ.
• દરેક ભૂમિની ચોક્કસ ભૂમિકા હોય છે.
Courtesy : Divya Bhaskar.
- ‘છૂઆછૂત અને પ્રસંગોમાં વિધવા હાજર ન રહી શકે જેવી રૂઢીને તિલાંજલિ આપો’
Read the article at its source link.
‘છૂઆછૂત અને પ્રસંગોમાં વિધવા હાજર ન રહી શકે જેવી રૂઢીને તિલાંજલિ આપો’
‘છૂઆછૂત અને પ્રસંગોમાં વિધવા હાજર ન રહી શકે જેવી રૂઢીને તિલાંજલિ આપો’
‘કટ્ટરધારા શાસ્ત્રને શસ્ત્ર બનાવી શકે તો વિચારધારા શસ્ત્રને શાસ્ત્ર બનાવી શકે’
સુરત: માનસ રામકૃષ્ણ હરિકથાના ત્રીજા દિવસે મોરારિબાપુએ થોડીવાર ઇંગ્લિશમાં પોતાનું પ્રવચન આપીને હાજર શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. જેમાં તેમણે જણાવ્યું હતું કે, યંગ મેન પ્લીઝ ગિવ મી નાઇન ડે આઇ ગિવ યુ ન્યુ લાઇફ. અર્થાત તમે મને નવ દિવસ આપો, હું તમને નવજીવન આપીશ. તેમ મોરારિબાપુએ કહેતાં શ્રોતાઓમાં આશ્રર્યની લાગણી ફેલાઈ ગઈ હતી. બાપુએ કથાનું રસપાન કરતાં જણાવ્યુ હતું કે, કટ્ટરધારા શાસ્ત્રને શસ્ત્ર બનાવી શકે તો વિચારધારા શસ્ત્રને શાસ્ત્ર બનાવી શકે.રામકથાના ત્રીજા દિવસના પ્રારંભે પૂજ્ય મોરારિબાપુએ એક વિધવા મહિલા દ્વારા લખાયેલા પત્રનો ઉલ્લેખ કરી સમાજમાં ફેલાયેલી છૂઆછૂત તથા સારાં કાર્યોમાં વિધવા હાજર ન રહી શકે તેવી રૂઢીચુસ્તતાને તોડી પાડવા માટે અપીલ કરી હતી.
પૂજ્ય મોરારિબાપુએ પોતાની આગવી શૈલીમાં કથારસ પીરસતા જણાવ્યું હતું કે જો માણસ કટ્ટરતા, અહંકાર અને જિદ્દ છોડે તો જ સત્ય, પ્રેમ અને કરુણાને પામી શકે છે. રામાયણનો આરંભ સત્ય છે, મધ્ય એ પ્રેમ છે અને સમાપન એ કરુણા છે. તેમણે કહ્યું કે જ્ઞાન માટે ગુરૂ જરૂરી છે. સોમવારે લોકો પોતાના કામધંધા છોડીને બાપુના મુખે અમૃતવાણી સાંભળવા માટે મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા છે. બે લાખ કપ ચા અને સાડા ત્રણ લાખ કપ શરબત શ્રોતાઓને પીરસવામાં આવ્યું હતું. કથામાં અગ્રણી પુરૂષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.
વ્યક્તિવિશેષ તરીકે વિચરતા સમુદાય સમર્થન મંચનાં મિત્તલબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે માનસિક વિકલાંગ બાળકો માટે કાર્ય કરતી સંસ્થા સંવેદના ટ્રસ્ટના જયસુખ સોલંકીને ચેક, માનપત્ર, શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતાં.‘વિશ્વમાં પ્રેમ, કમ્યુનિકેશન ને આતંકવાદનો ખતરો’ રામકથાયજ્ઞના ત્રીજા દિવસે વિશેષ વક્તવ્ય માટે જાણીતા કવિ, લેખક અને વિચારક તથા ગુજરાતના માહિતી વિભાગ સચિવ ભાગ્યેશ જ્હાં ઉપસ્થિત રહ્યા હતા. જેમણે વિશ્વમાં ચાલતા આર સી ટી વિશે માહિતી આપી હતી. જેમાં તેણે પ્રેમ, કમ્યુનિકેશન અને ટેરરીઝમના વધતાં ખતરાથી શ્રોતાઓને માહિતીગાર કર્યા હતા.
Courtesy : Gujarat Samachar.
- વિધવા ગંગાસ્વરૃપ ગણાય તો તેમના હાથે શુભ કાર્ય કેમ નહી ?
Read the article at its source link.
માનસ રામક્રિષ્ણહરી કથાનો ત્રીજો દિવસ
વ્યાસપીઠને ગુરૃદક્ષિણા તરીકે અંધશ્રદ્ધા, અસ્પૃશ્યતા, વહેમ, કુરિવાજો, વ્યસન અને માન્યતાઓ છોડોઃ મોરારીબાપુ
આજે મંગળવારે રાત્રે ૮ થી ૧૦ કલાકે કથા મંડપમાં સાંઇરામ દવે અને ઓસમાન મીરનો ડાયરો યોજાશે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર
''વેદ' ના જાણો તો કંઇ વાંધો નથી પણ અન્યની 'વેદના ' જાણજો. સમાજ જો વિધવાને ગંગાસ્વરૃપ માનતો હોય તો શુભકાર્યોમાં તેમને કેમ સામિલ કરવામાં નથી આવતી ? જો કોઇ શાસ્ત્ર આવી માન્યતા માટે મનાઇ ફરમાવતા હોય તો તે શાસ્ત્રને વંદન કરી 'હા' પાડી દો. વિધવાને બધા અધિકાર મળવા જોઇએ, એ એમનો હક છે અને જો વિધવા પાસે કોઇ કાર્ય કરવાથી પાપ લાગતું હોય તો એ બધુ પાપ મારા શીરે છે. પણ હવે આ બંધ થવું જોઇએ.'' માનસ રામ ક્રિષ્નહરી કથાનો ત્રીજા દિવસે મોરારીબાપુએ વિધવા બહેને પૂછેલા એક સવાલના જવાબ આ શબ્દો કહ્યા હતા.
મોરારીબાપુએ બીજા દિવસે અસ્પૃશ્યતા અને બલિદાનના કુરિવાજો બંધ કરવા વિશે વાત કર્યા બાદ ત્રીજા દિવસે પણ આ જ વિષય વારંવાર અપિલ કરતાં કહ્યું હતું કે જો તમે વ્યાસપીઠને દક્ષિણારૃપે કંઇક આપવા ઇચ્છતા હોય તો આ અંધશ્રદ્ધા, વહેમ, માન્યતાઓ, કુરીવાજો, વ્યસન અને અસ્પૃશ્યતા દક્ષિણારૃપે આપી દો. કથારૃપી અમૃતપાન મળતું હોય તો બીજા પાનની શી જરૃર ? જો સમયસર ચેતી નહી જશો તો ભૌતિકતા ફાડી ખાશે. આંસુ અને કરૃણા જરૃરી છે. કટ્ટરતાએ શાસ્ત્રને પણ શસ્ત્ર બનાવી દીધા છે. દુનિયામાંથી કૃણા ચાલી જાય તો કશું ન બચે. સત્ય, પ્રેમ અને કરૃણાનો દિપક હંમેશા પ્રજલ્લવિત રહેવો જોઇએ.
મોરારીબાપુએ રામને બુદ્ધ સ્વરૃપ જણાવી સ્પષ્ટ શબ્દોમાં એલાન કર્યું હતું કે રામ કોઇ સંપ્રદાય નથી પણ ધર્મ છે. ઇશ્વરના ચાર રૃપનું વર્ણન કરતા કહ્યું કે ઇશ્વર નામ એટલે મુખવગો હોવો જોઇએ. બીજુ રૃપ એટલે હાથવગો, ત્રીજુ લીલા એટલે વર્તનવગો અને ચોથું ધામ વગો હોય છે. તમે પરમાર્થ કરો, સેવા કરો, બીજા માટે સારૃં વિચારો એ પણ પરમાત્માનું જ સ્વરૃપ છે. ભૂખ્યાને ભોજન, તરસ્યાને જળ, બિમારને ઔષધ અને નિર્વસ્ત્રને વસ્ત્ર આપતી વખતે પાત્ર-કૃપાત્ર જોશો નહી. તેની જરૃરિયાત જ પાત્ર છે. ''હરિ અનંત હરિ કથા અનંતા'' ચોપાઇ દ્વારા કથાના વિવિધ સ્વરૃપોની ચર્ચા કરી હતી. માત્ર વ્યાસપીઠેથી બોલાય એ જ કથા નથી, સાહી વાત, સારી કવિતા, સારૃ ગીત, સારો વિચાર બધુ જ કથા છે. યુવાન ભાઇઓ-બહેનોને સંબોધીને મુસિબતના સમયમાં માનસના આધારે સાત વાત યાદ રાખવા જણાવ્યું હતું. જેમાં ધીરજ, ધર્મ, વિવેક, સાહિત્ય, સાહસ, સત્ય અને ભરોસાનો સમાવેશ થાય છે. આ સાતને છોડવાના નહી મુસબત ચોક્કસ ટળશે. રામકથાના પ્રવાહમાં આજે શિવકથાની સરવાણી વહી હતી.
કથા પૂર્વે સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા માટે જયસુખભાઇ સોલંકી અને વ્યક્તિવિશેષ તરીકે વિચરતા સમુદાય સમર્થન મંચના મિત્તલબેન પટેલનું સન્માન કરાયું હતું. વિશેષ વક્તા તરીકે ભાગ્યેશ જહાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
કથાના અમૃતબિંદુ
- રામ સંપ્રદાય નથી, ધર્મ છે.
- 'વેદ'ના જાણો તો કંઇ નહી, વેદના જાણો.
- કટ્ટરતાએ શાસ્ત્રને શસ્ત્ર બનાવી દીધા.
- કરૃણાથી હૃદય પરિવર્તન થાય.
- સત્ય બૌદ્ધિક નહી, હાર્દિક હોવું જોઇએ.
- બુદ્ધીની પરીક્ષા નહી, પ્રતિક્ષા હોય.
- રામના ઉપાસકો રાષ્ટ્રને ક્યારેય ન ભૂલે.
- સત્ય જ્યાંથી મળે સ્વીકારી લો.
- કરૃણતા નહી હોય તો ભૌતિકતા ફાડી ખાશે.
બાપુએ ''બકા'ને યાદ કર્યો
થોડા સમય પૂર્વે સોશ્યિલ નેટવર્ક પર ધૂમ મચાવનાર 'બકા'ને બાપુએ કથામાં યાદ કરીને કહ્યું હતું કે થોડા સમય પહેલાં અમદાવાદમાં 'બકો'નું બહુ ચાલ્યું હતું. બાપુએ આજે પણ ભક્તિના ભાવાર્થ સાથે 'તુમકો પિયા દિલ દીયા ઇન મીના ન સે...' ગીત લલકાર્યું.
_________________________________________________________________________________
૪
મંગળવાર, તારીખ ૧૦-૦૨-૨૦૧૫
Courtesy : Divya Bhaskar.
Read the article and related pictures at its source link.
સુરત: એસઆરકે ફાઉંડેશન આયોજિત રામકથાના ચોથા દિવસે મોરારીબાપુએ જણાવ્યું હતું કે, સેવાના નામે વટાળ પ્રવૃતિ ન હોવી જોઈએ. અને જેનો પ્રચાર કરવો પડે એને ધર્મ ન કહેવાય. વિશેષ સંસ્થા અને વિશેષ વ્યક્તિના સન્માનના ઉપક્રમે સુરતની છાંયડો સંસ્થાના ભરતભાઇ શાહનું તથા આદિવાસીઓના મસીહા, ડાંગના ગાંધી તથા સ્વાતંત્ર્ય સેનાની સ્વ. ઘેલુકાકા નાયકનું મરણોત્તર સન્માન પૂજ્ય બાપુના વરદ હસ્તે કથા મંચ ઉપરથી કરવામાં આવ્યું હતું. સન્માનનીય સંસ્થા છાયડોને તથા સ્વ. ઘેલુકાકા નાયકના પુત્રો કર્નલ દેવાંગભાઈ નાયક અને કિર્તિભાઈ નાયકને એસઆરકે ફાઉંડેશન દ્વારા રૂ. એક લાખ અગિયાર હજારનો ચેક તેમજ સંકલ્પ પત્ર અર્પણ કરવામાં આવ્યો હતો.
વિશેષ વક્તા તરીકે જાણીતા લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા. એ ઉપરાંત હરિધામ સોખડાથી પૂજ્ય મહંત સુબોધ જીવન સ્વામી, રામમઢીથી મૂળદાસ બાપુ તથા અમદાવાદથી પટેલ સમાજના મોભી ગગજીભાઈ સુતરીયા તેમજ સુરતના ઉદ્યોગપતિઓ વલ્લભભાઈ સવાણી, વી. પી. નાવડા, જગૂભાઈ ખેની વગેરેએ ઉપસ્થિત રહીને પૂજ્ય બાપુના સાનિધ્યમાં કથાશ્રવણનું પાન કર્યું હતું.
દરેકના હૃદયમાં એક સાવરણાની જરૂર છે વાંચવા ફોટો સ્ક્રોલ કરો...
વિશેષ વક્તવ્યમાં કાજલ ઓઝાએ કહ્યું હતું કે, “દક્ષિણ ગુજરાત મારૂ મોસાળ છે અને બાળપણથી જ સુરત સાથેનો નાતો છે.” તેમણે એમ પણ કહ્યું હતું કે,“સ્વચ્છતા અભિયાનમાં સ્થળોની સ્વચ્છતાની સાથે મન અને દ્રષ્ટિની સ્વચ્છતા પણ જરૂરી છે.” તેમણે કહ્યું કે, “દિલને સાફ રાખીશું તો ક્યારેય ઓપરેશનથી દિલ સાફ કરવાની જરૂર નહીં પડે, દરેકના હૃદયમાં એક સાવરણાની જરૂર છે.”
ગુરુને જો બ્રહ્મ કહવાય તો બ્રહ્મ પણ ગુરુ છે.
માનસ રામકૃષ્ણ હરિકથાના ચોથા દિવસે પૂજ્ય બાપુએ કહ્યું કે, “ગુરુને જો બ્રહ્મ કહવાય તો બ્રહ્મ પણ ગુરુ છે.” પરમાર્થ એટલે કે સેવા કરવાની ચાર રીતો સમજાવતા સેવા સમતાથી એટલે કે કોઈ પણ ભેદભાવ વગર કરવી જોઈએ, સેવા મમતાથી એટલે કે પ્રેમપૂર્વક કરવી જોઈએ, પોતાની ક્ષમતા મુજબ કરવી જોઈએ અને પૂરી નમ્રતાથી કરવી જોઈએ. આ રીતે થયેલી સેવા એ પરમાર્થ અને એ જ રામ છે.” સંતની વ્યાખ્યા સ્પષ્ટ કરતાં બાપુએ કહ્યું કે, “સંતને કોઈ તંત કે જિદ્દ ન હોવી જોઈએ, સંતને કોઈ અંગત ન હોવા જોઈએ, સંતને કોઈ મંડળ, સંપ્રદાય કે પંગત ન હોવી જોઈએ. જેનો અંત ન આવે તેને સંત કહેવાય.
હું કોઈનો ગુરુ નથી કોઈ મારા ચેલા નથી.
ભક્તિમાં ભરોસો મહત્વનો
મહંત બન્યા પછી પણ સંતત્વ ન છોડે એ જ સાચો સંત.” તેમણે એમ પણ કહ્યું કે, “ગુરુપદ એ મોટી જવાબદારી છે. હું કોઈનો ગુરુ નથી કોઈ મારા ચેલા નથી, મારા તો બધા શ્રાવક છે. હવેની કથાઓ એ પણ વ્યક્તિના આંતરિક વિશ્વને સ્પર્શનારી બને એ જરૂરી છે.” ભક્તોની ભક્તિની કસોટી વિષે પૂજ્યબાપુએ ભક્ત અઢીયાના ઉદાહરણ સાથે વિસ્તૃત વાત કરી હતી. તેમણે કહ્યું કે,“ભક્તિમાં ભરોસો મહત્વનો છે. જો ભરોસો હશે તો પરમ તત્વનું સામીપ્ય મળી શકે. આજના સમયમાં જે સમૂહલગ્નની પ્રથા આવી છે તે ખરેખર સમાજ માટે ઉપકારક છે.“
રામકથાની રત્નકણિકાઓ
- જેનો પ્રચાર કરવો પડે એને ધર્મ ન કહેવાય.
- જે વ્યક્તિત્વ અલખ હોય એને રામ ગણવું.
- મહંત બન્યા પછી પણ સંતપણું ન ભૂલે એ સાચા સંત.
- સંતને કોઈ અંગત નથી હોતું.
- શક્તિ મુજબનું કામ કરે એ જ પરમાર્થ છે.
- સેવા સમતા , મમતા, ક્ષમતા અને નમ્રતાપૂર્વક કરવી જોઈએ.
- દ્વેષમુક્ત ચિત્ત હોય એ જ ઉપદેશ આપી શકે.
- મનની શુદ્ધિ અને બુદ્ધિની શુદ્ધિ એ વેદકાળથી ચાલતું સ્વચ્છતા અભિયાન છે.
- ભરોસો હશે તો પરમ તત્વનું સામીપ્ય મળી શકશે.
- હનુમાનજી વિશ્વાસનું પ્રતિક છે.
- વિશ્વાસ ક્યારેય અંધ ન હોય શકે.
- હાથની રેખા ભવિષ્ય દર્શાવે છે, કપાલની રેખા ભૂતકાળ દર્શાવે છે અને પગની રેખા વર્તમાનનું દર્શન કરાવે છે.
- પ્રસાદનો અનાદર ન કરવો જોઈએ.
- ધર્મે પણ વાસ્તવિક્તાની સપાટી પર આવવું પડશે.
- અતિ નિકટ રેહનાર અવજ્ઞા કરી શકે છે.
આવતીકાલે 11મી ફેબ્રુઆરીએ જે 138 સમૂહ લગ્ન થશે.
વિધવાના હસ્તે સમૂહ લગ્નનું ઉદઘાટન
કથાસ્થળે ત્રણ દિવસમાં આશરે ચાર હજારથી વધારે લોકોએ મેડિકલ કેમ્પમાં અલગ અલગ વિભાગમાં ફ્રી નિદાનનોલાભ લીધો હતો. આગામી તારીખ 11/2/15ના બુધવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કથા સ્થળે કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે આજે અનેક લોકોએ સંકલ્પપત્રો ભરાયા હતા. કથા દરમિયાન રોજે રોજે કથા સ્થળે એક થી વધુ એમ્બ્યુલન્સ સેવામાં લાગી છે. રોજ શહેરના નિષ્ણાત તબીબો સેવા આપવા આવી રહ્યા છે. આવતીકાલે 11મી ફેબ્રુઆરીએ જે 138 સમૂહ લગ્ન થશે, જેમાં અનેક વિશેષતાઑ જોડાયેલી છે. સમૂહ લગ્ન નું ઉદ્ઘાટન પ્રથમ વખત વિધવા બહેનોના હસ્તે થશે અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના હવે પછીના દરેક સમૂહ લગ્નનું ઉદ્ઘાટન વિધવા બહનોના હસ્તે કરવાનો સંકલ્પ પટેલ સમાજના આગેવાનો એ કર્યો હતો.
Courtesy : Gujarat Samachar
સમૂહ લગ્નની શરૃ થયેલી નવી ધારા સમાજ માટે ઉપકારક ઘટના છેઃ મોરિરાબાપુ
Read the article at its source link.
માનસ રામક્રિષ્નહરી કથા ચોથો દિવસ
મારો કોઇ શિષ્ય નથી ને હું કોઇનો ગુરુ નથીઃ મોરારિબાપુ
શિવ વિવાહ પ્રસંગમાં કથા મંડપ હિમાચલ પ્રદેશમાં ફેરવાયો, શિવ-પાર્વતી વિવાદના સાક્ષી બન્યા સુરતીઓ
ગુ્રપ અને મંડળો બનાવી બની બેઠેલા સંતો સામે બાપુએ શબ્દબાણ ચલાવ્યા
(પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર
એસ.આર.કે. ફાઉન્ડેશન આયોજીત રામકથામાં ચોથા દિવસે વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ કથાના ઉપક્રમમાં આજે શિવ વિવાહની કથાનું સુંદર વર્ણન કર્યું હતું. હાસ્યની સાથે સંદેશાત્મક સંકેતો કરીને બાપુએ શિવ વિવાહના પ્રસંગને આજના સંદર્ભમાં જોડીને પ્રાસંગિક બનાવ્યો હતો. શિવવિવાદ દરમિયાન કથામંડપ જાણે હિમાચલ પ્રદેશમાં ફેરવાઇ ગયો હતો. શ્રોતાઓ શિવ વિવાહમાં જોડાયા તેવો અદ્ભૂત માહોલ સર્જાયો હતો. આ દિવ્ય પ્રસંગ સાથે બાપુએ આજના સંદર્ભમાં શરૃ થયેલી સમૂહ લગ્નની ધારાને વધાવતાં જણાવ્યું હતું કે, આજના સમય પ્રમાણે સમૂહ લગ્નની પરંપરા જરૃરી હતી. સમાજ માટે સમૂહ લગ્નની આ ધારા આ પરંપરા ઉપકારક ઘટના છે.
માનસ રામક્રિષ્નહરી વિષય પર પ્રકાશ પાડતા બાપુએ રામ બ્રહ્મ સ્વરૃપ છે. એ વાતને આજે પણ સદ્રષ્ટાંત રજૂ કરી હતી. ગુરુ બ્રહ્મા છે, તો બ્રહ્મા ગુરુ છે, ગુરુ વિષ્ણુ અને મહેશ છે તો મહેશ અને વિષ્ણુ ગુરુ છે. જે રીતે વૉટર એટલે પાણી, પાણી એટલે વૉટર એ જ રીતે રામ બ્રહ્મ છે તો બ્રહ્મ રામ છે.
યુવાન ભાઇઓ-બહેનોને સંત વિશેની સમજ આપતાં મોરારિબાપુએ કહ્યું કે જીવનમાં ક્યારેય કોઇ સાથે તંત ન કરે તેને સંત સમજવો, જેનો અંત આવે એ સંત નહી સંત અનંત છે, જેને કોઇ અંગત નથી એ સંત છે, તેને માટે બધા જ સમાન છે અને જેને પગંત ન હોય તે સંત પગંત મતલબ જેને પોતાનું ગુ્રપ, મંડળ ના હોય તે સંત છે. અધ્યાત્મ ભીડનો નહી, એકલાનો માર્ગ છે. સેવા કરવા માટે ચાર પ્રકાર જણાવતા કહ્યું કે સમતાથી ભેદભાવ વિના, મમતા રાખીને, ક્ષમતા પ્રમાણે અને નમ્રતાપૂર્વક સેવા કરવી જોઇએ. ઊભા કરાયેલા સંપ્રદાયો, ગુ્રપ અને મંડળો પર તડ અને ફડ સ્પષ્ટ શબ્દોમાં બાપુએ જણાવી દીધું હતું કે, અધ્યાત્મ ભીડનો નહી, એકલતાનો માર્ગ છે. પ્રચાર કરવો પડે એ ધર્મ જ નથી અને સ્વ વિશે સ્પષ્ટતા કરતાં કહ્યું કે મારો કોઇ શિષ્ય નથી ને હું કોઇનો ગુરુ નથી. સમગ્ર દુનિયા મારો પરિવાર છે.
ચોથા દિવસની રામકથા પૂર્વે સ્ટેજ પરથી દૈનિક કાર્યક્રમમાં આજે વિશેષ વ્યક્તિ તરીકે આહવા ડાંગના સ્વરાજ આશ્રમના સ્વાતંત્ર્ય સેનાની અને ડાંગના ગાંધી તરીકે ઓળખાતા સ્વ. ઘેલુકાકા નાયકનું મરણોત્તર સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે વિશેષ સંસ્થા તરીકે સુરત માનવી સેવા સંઘ-છાંયડો માટે ભરતભાઇ શાહનું સન્માન કરાયું હતું.
આજે સમૂહ લગ્નનું ઉદ્ઘાટન વિધવા બહેનો કરશે
આજે બુધવારે કથા મંડપમાં સાંજે ૪ વાગ્યે ''લગ્નોત્સવ- દિકરીનું નવજીવન' સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાશે. જેમાં ૧૫૧ નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડશે. સમૂહ લગ્નનું ઉદ્ઘાટન વિધવા બહેનોના હસ્તે થશે અને હવે પછીના દરેક સમૂહલગ્નનું ઉદ્ધાટન વિધવા બહેનોના હસ્તે કરવાનો સંકલ્પપટેલ સમાજ અગ્રણીઓએ લીધો છે.
કથાના અમૃતબિંદુ
- ભરોસો જ ભજન છે.
- દ્વેશમુક્ત ચિત્તથી જ ઉપદેશ થાય.
- પોથી જ મારો મોમેન્ટો છે.
- પ્રચાર કરવો પડે એ ધર્મ નથી.
- અધ્યાત્મ ભીડ નહી, એકલતાનો માર્ગ.
- વિશ્વાસ વિના ભક્તિ નહી.
- પ્રસાદનો અનાદર ન કરવો.
- વિશ્વાસ ક્યારેય અંધ ન હોઇ શકે.
- તંત ન કરે તે સંત.
- જેને અંગત કે પંગત નથી તે સંત.
- રામ બ્રહ્મ છે એટલે બ્રહ્મ રામ છે.
Courtesy : Sandesh
દીકરીનો જન્મ થાય તો વધારે ઉત્સવ ઉજવજોઃ મોરારિબાપુ
Read the article at its source link.
સુરત, તા. ૧૦
રામકથાના ચોથા દિવસે મોરારિબાપુએ વિશ્વાસ કોને કહેવાય તેનો મર્મ અઢિયાનો પ્રસંગ કહીને શ્રોતાઓને સમજાવ્યો હતો. આ સાથે બાપુએ શિવવિવાહનો શુભ પ્રસંગ કહીને શ્રોતાઓને ભક્તિરસમાં તરબોળ કરી દીધા હતા.
બુધવારે રામજન્મની કથાથી ભક્તોને તરબોળ કરશે
સૂર્યપુત્રી તાપીતટે બિરાજમાન માનસ રામકૃષ્ણ હરિકથાના ચોથા દિવસે મોરારિબાપુએ કહ્યું કે ગુરુને જો બ્રહ્મ કહેવાય તો બ્રહ્મ પણ ગુરુ જ છે. તેમ રામને બ્રહ્મ કહો કે પરમાર્થ કહો તે રામ જ છે. કેમ કે રામ સર્વવ્યાપક, અનંત અને અનુકંપા છે. પરમાર્થ એટલે રામ, અને રામ એટલે પરમાર્થ. બાપુએ પરમાર્થ એટલે સેવા કરવાની ચાર રીતો સમજાવતા સેવા ક્ષમતાથી એટલે કે કોઈપણ ભેદભાવ વગર કરવી જોઈએ, સેવા મમતાથી એટલે કે પ્રેમપૂર્વક કરવી જોઈએ, પોતાની ક્ષમતા મુજબ કરવી જોઈએ અને પૂરી નમ્રતાથી સેવા કરવી જોઈએ. આ રીતે થયેલી સેવા એ પરમાર્થ અને એ જ રામ છે.
બાપુએ વધુમાં સંતની વ્યાખ્યા સ્પષ્ટ કરતાં કહ્યું કે સંતને કોઈ તંત કે જીદ ન હોવી જોઈએ, સંતને કોઈ અંગત કે વહાલું દવલું ન હોવું જોઈએ, સંતને કોઈ ગ્રૂપ, મંડળ કે સંપ્રદાય કે પંગત ન હોવી જોઈએ. જે સંતપણું ન ભૂલે તે સંત કહેવાય. તેમણે એમ પણ કહ્યું કે, ગુરુપદ એ મોટી જવાબદારી છે. હું કોઈનો ગુરુ નથી કે કોઈ મારા ચેલા નથી, મારા તો બધા શ્રાવક છે. મારે કોઈ અંગત નહિ કે કોઈ પંગત નહિ કે કોઈ મારું શિષ્ય નહીં. આમ કહીને બાપુએ પછી અખંડ વિશ્વાસ, પૂર્ણ વિશ્વાસ કોને કહેવાય તે પણ શ્રોતાઓને સમજાવ્યું હતું. બાપુએ ભક્ત અઢિયાના ઉદાહરણ સાથે વિસ્તૃત વાત કરી હતી. તેમણે કહ્યું કે, ભક્તિમાં ભરોસો મહત્ત્વનો છે, જો ભરોસો હશે તો પરમ તત્ત્વનું સામિપ્ય મળી શકે છે. વધુમાં બાપુએ શિવવિવાહનો આખો પ્રસંગ કહ્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે જેમ હિમાલયના ઘરે પુત્રી પાર્વતીનો જન્મ થાય છે ત્યારે જે ઉત્સવ ઉજવાય છે તેવો ઉત્સવ દીકરી જન્મે ત્યારે ઉજવવો, આવું રામચરિત માનસ પણ કહે છે અને હું પણ કહું છું.
બાપુની રત્નકણિકાઓ
- સંતને કોઈ અંગત કે પંગત હોતું નથી
- મહંત બન્યા પછી પણ સંતપણું ન ભૂલે એ સાચા સંત કહેવાય
- જે વ્યક્તિત્વ અલખ હોય એને રામ ગણવું
- શક્તિ મુજબનું કામ કરે એ જ પરમાર્થ એટલે કે રામ છે.
- સેવા ક્ષમતા, મમતા, સમતા અને નમ્રતાપૂર્વક કરવી જોઈએ
- જેનો પ્રચાર કરવો પડે એ ધર્મ ન કહેવાય
- વિશ્વાસ કયારેય અંધ ન હોય શકે
- દીકરી જન્મે તો ઉત્સવ ઉજવો
- દ્વેષમુકત મનથી આપેલો ઉપદેશ આશીર્વાદ છે.
- વધારે ભણેલા લોકો ઓછો વિશ્વાસ કરે છે તે તેનું દુર્ભાગ્ય છે.
- પણ અભણ લોકો વધારે વિશ્વાસ કરે છે તે તેનંુ સદભાગ્ય છે.
- હનુમાનજી વિશ્વાસનું પ્રતીક છે.
- નંદી ધર્મનું પ્રતીક છે.
- હાથની રેખા ભવિષ્ય, કપાળની રેખા ભૂતકાળ અને પગની રેખા વર્તમાનનું દર્શન કરાવે છે.
________________________________________________________________________________
૫
બુધવાર, તારીખ ૧૧-૦૨-૨૦૧૫
Courtesy : Divya Bhaskar
મોરારીબાપુની કથામાં રામ જન્મોત્સવઃ હર્ષનાદ સાથે બાપુએ બાંધ્યો સાફો
Read the article at its source link.
સુરતઃ- મોરારી બાપુની રામકથાના પાંચમા દિવસે પૂજ્ય બાપુએ ખુબ જ સહજ રીતે સંદેશ પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “ધર્મમાં બંધનો યોગ્ય નથી. આજે લોકોને ધર્મથી બાંધી દીધા છે. વ્યાસપીઠ ઉપરથી બાપુએ કહ્યું એટલે તે સાચું હશે. તેનું અનુકરણ કરવું જ એવું નથી.” તેમણે કહ્યું કે, “મારી વાત તમારા જીવનનું સત્ય લાગે તો મારી વાત માનજો.
સ્વતંત્રતાના સદુપયોગ કરવો.” ધર્મની વ્યાખ્યા કરતાં શ્રીબાપુએ કહ્યું કે, “ધર્મ એટલે ગગનસિદ્ધાંત. કોઈની બાથમાં ન આવે તે ધર્મ.” ધર્મનો ચુનાવ કરવો એ તો દરેક વ્યક્તિની સ્વતંત્રતા છે. તેમણે કહ્યું કે, “મંદિર હોવા જોઈએ પરંતુ અતિરેક ના હોવો હોઈએ. મંદિરનો જીર્ણોદ્ધાર થવો જોઈએ પરંતુ સ્પર્ધા ન હોવી જોઈએ. આપણા દેવને મુખ્યસ્થાન આપીને અન્ય દેવી-દેવતાઓને આજુબાજુ ન મૂકવા જોઈએ. બુદ્ધના મંદિરમાં ક્યાય તમે રામ કે કૃષ્ણની મૂર્તિઓ જોઈ છે ખરી? તેમણે ધર્મના નામે ધતિંગ કરનારા લોકો પર આકરા પ્રહારો કર્યા હતા.” તેમણે કહ્યું કે, “આજે યુવાનોને ધર્મપુરુષોએ કન્ફ્યુજ કરી દીધા છે.
તમને ફાવે તેવી રીતે કથામાં બેસોઃ મોરારીબાપુ
ગુરુ એવા શોધોજે હમેશા સાચું જ કહે અને મીઠી બોલીમાં સાચું કહે. શ્રોતાઓ વિચારે અને યોગ્ય લાગે તો અમલમાં મૂકે. બધુ જ માની ન લે.” તેમણે કહ્યું કે, “આ ધર્મશાળા નથી, પ્રયોગશાળા છે.” કોઈપણ પ્રકારનું દબાણ એ તો હિંસા છે તેમ કહીને સૌ શ્રોતાજનોને અનુરોધ કર્યો કે, “તમને જેવી રીતે બેસવાનું ફાવે તે રીતે બેસો.”
રામ કથામાં ચાર પ્રકારની મંદિરની વાત થઈ.
રામ જન્મોત્સવ સાથે હર્ષનાદ થયો
બાપુએ ચાર પ્રકારના મંદિરની વાત કરી. તીર્થોના મંદિર, ગામનું મંદિર, ઘરનું મંદિર અને દિલનું મંદિર. આ ચારેય મંદિર વિશે વિસ્તૃત સમજૂતી આપ્યા બાદ કહ્યું કે, “સૌથી વધુ મહત્વનુ મંદિર દિલનું મંદિર છે, હૃદય મંદિર છે. આ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવતી નથી. કોઈને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નથી તે સ્વયંભૂ છે. ઈશ્વર તેમાં વિરાજમાન છે એટલે જ હૃદય કાયમ ચાલે છે તેમાં ઈશ્વર બેસે છે. પૂ. બાપુએ સોગઠાંબાજીનો સાર સમજાવ્યો અને જીવનના અનેક રૂપોની વાતો કરી ત્યારે શ્રોતાજનો મંત્રમુગ્ધ થઈ ગયા. રમકથાના પાચમાં દિવસે રામજન્મ મહોત્સવ ની ઉજવણી થઈ. પૂજ્ય બાપુએ સાફો બાંધી સૌ શ્રોતાજનો સાથે ભગવાન શ્રી રામના આગમનને આનંદની લાગણી સાથે હર્ષનાદ કર્યો હતો.
વ્યાસપીઠ બની અભ્યાસ પીઠ વાંચો આગળ...
વસંતઋતુના પ્રેમની વાત વ્યક્ત થઈ
કથા પ્રસંગે આમંત્રિત વક્તા કહ્યું કે, “વ્યાસપીઠની સાર્થકતા ત્યારે જ સિદ્ધ થાય જ્યારે તે અભ્યાસપીઠ, સાહસપીઠ અને વિકાસપીઠ બની રહે. સંસ્થાની સેવા માટેનું એક ચોક્કસ માપદંડ હોય છે. જે તેમની વૃત્તિ, પ્રવૃત્તિ અને તેમાથી નીકળેલી કૃતિથી માપી શકાય છે.”તેમણે વસંતઋતુને પ્રેમ સાથે સાંકળીને ચાર પ્રકારના પ્રેમની વાત કરી. વ્યક્તિનો પોતાની જાત સાથેનો પ્રેમ, વ્યક્તિનો અન્ય વ્યક્તિ સાથેનો પ્રેમ, વ્યક્તિનો પ્રકૃતિ સાથેનો પ્રેમ અને વ્યક્તિનો પરમાત્મા સાથેનો પ્રેમ.
ઈતિહાસવિદનું કથામાં થયું સન્માન વાંચો આગળ...
નરોતમભાઈનું થયું સન્માન
કથા પ્રસંગે સન્માનનીય વ્યક્તિ વિશેષ તરીકે ઈતિહાસવિદ પોરબંદરના નરોત્તમભાઈએ સૌરાષ્ટ્રનો આખો દરિયાકાંઠો પગપાળા ચાલીને માહિતી મેળવી છે. વર્ષમાં તેઓ 30થી વધુ પ્રવાસ કરે છે અને તેના ફળસ્વરૂપ તેમણે 40 થી વધુ પુસ્તકોનું નિર્માણ કર્યું છે. તેમના પ્રવાસની ડાયરી બહુ રસપ્રદ છે. સૌરાષ્ટ્રની ખાનદાની, ખુમારી અને સંસ્કૃતિના એ જીવતા જાગતા એનસાઇક્લોપીડિયા છે. મોરારીબાપુ પ્રેરિત કાગ એવાર્ડથી લઈને રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના અનેક એવાર્ડ મેળવી ચૂક્યા છે. આ કથા પ્રસંગે મોરારી બાપુના હસ્તે તેમને વિશેષ સન્માન આપવામાં આવ્યું.
બારડોલી આશ્રમના પ્રજ્ઞાબહેનનું થયું સન્માન વાંચો આગળ..
કથામાં દેખાયો સર્વધર્મ સમભાવ
આ ઉપરાંત સ્વરાજ આશ્રમ બારડોલીના પ્રજ્ઞાબેનનું તથા નિરંજનાબેનનું પણ સન્માન થયું. આઝાદીના સમયથી શિક્ષણને પ્રોત્સાહન અને વિકાસ માટે કાર્યરત સંસ્થા સ્વરાજ આશ્રમના આ કાર્યકર્તાઑ નું વિશેષ સન્માન કરીને તેમને રૂ. એક લાખનો ચેક પણ અર્પણ કરાયો. સર્વધર્મસમભાવના શ્રેષ્ઠ ઉદ્દેશ્ય સાથે પ્રસ્તુત રામકથામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી. જેમાં સર્વધામ ટ્રસ્ટના અગ્રણીઓ જાકીરભાઈ શાહ, લતીફભાઈ, ઉસમાનભાઇ તેમજ રજાકભાઈને બાપુના હસ્તે સંકલ્પપત્રો આપવામાં આવ્યા હતા. સમાજને પ્રેમ અને ભાઇચારાનો દિવ્ય સંદેશ મળ્યો હતો.
મોરારી બાપુની કથાની રત્નકણીકાઓ:
• રામ એટલે બ્રહ્મ અને બ્રહ્મ એટલે પરમાર્થ. પરોપકાર માટે કરેલ કાર્ય પરમાર્થ છે.
• ધર્મ બંધન માટે નથી. ધર્મ મુક્તિ માટે છે.
• ધર્મ એટલે ગગનસિદ્ધાંત. ધર્મ એટલે પ્રેમ. કોઈની બાથમાં આવે નહીં તે ધર્મ.
• કડવું સત્ય એ સુદર્શન જેવુ છે. લાભ માટે સ્વીકારવું જ પડે.
• કહવાતા ધર્મગુરુઓના સંદેશથી આજના યુવાનો કન્ફ્યુજ છે.
• રામ અનાદિ છે. રામ અનુપ છે.
• ઉદાર બનો. પ્રેમી બનો. પ્રવાહ સામે ચાલીને આવશે.
• વ્યાસપીઠ ધર્મશાળા નહીં પણ પ્રયોગશાળા હોવી જોઈએ.
• ચાર પ્રકારના મંદિર છે. તીર્થમંદિર, ગામમંદિર, ઘરમંદિર અને હૃદયમંદિર. જેમાં હૃદય મંદિર હમેશા આપણી સાથે જ હોય છે.
• સહજ અવસ્થા એ ઉત્તમ અવસ્થા છે.
• કથાશ્રવણમાં ફાળવેલ સમયથી દરરોજના નિત્ય નિયમો પૂર્ણ ન થાય તો ચિંતા ન કરવી. કથા શ્રવણથી તે પૂર્ણ થઈ જાય છે.
• રામ કામના વિકારથી રહિત છે પણ રસસહિત છે. રામ ક્રોધરહિત છે પણ બોધસહિત છે. રામ લોભરહિત છે પણ ક્ષોભસહિત છે.
• સૂતક એટલે સુ-તક એટલે કે સારી તક.
• ઈશ્વર ભૂમિ, ભક્ત, ભૂદેવતા અને ભૂમાતા (ગાય)ને માટે અવતાર લે છે.
Courtesy : Sandesh
દિવ્ય અને સુખી દામ્પત્યજીવન હશે ત્યાં પ્રભુ અવતરશે ઃ મોરારિબાપુ
Read the article at its source link.
સુરત, તા. ૧૧
ફળની નહીં પણ રસની આશા રાખો ઃ મોરારિબાપુ
મોરારિબાપુની કથાના પાંચમા દિવસે બાપુએ ધર્મના બંધન અંગે સહજ ટકોર કરી હતી. આજનો ધર્મ જે યુવાનોને બાંધી રહ્યો છે તે યોગ્ય નથી કેમકે ધર્મમાં કોઈ બંધન હોતા નથી, તે મુક્ત હોય છે. તેમણે કહ્યું કે આજે લોકોને ધર્મથી બાંધી દીધા છે. એટલે ગગન સિદ્ધાંત કોઈની બાથમાં ન આવે તે ધર્મ, ધર્મનો ચુનાવ કરવો એ તો દરેક વ્યક્તિની સ્વતંત્રતા છે, કેમકે ધર્મ તો સત્ય, પ્રેમ અને કરુણા છે, તેને બંધન ન હોવા જોઈએ.
બાપુએ પોતાની અમૃતધારાથી મંદિરનું મહત્ત્વ જણાવ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, મંદિર હોવું જોઈએ, પરંતુ અતિરેક ના હોવો જોઈએ. મંદિરનો જીર્ણોદ્ધાર થવો જોઈએ પરંતુ સ્પર્ધા ન હોવી જોઈએ. આપણા દેવને મુખ્ય સ્થાન આપીને અન્ય દેવી-દેવતાઓને આજુબાજુ ન મૂકવા જોઈએ. બુદ્ધના મંદિરમાં ક્યાંય તમે રામ કે કૃષ્ણની ર્મૂિતઓ જોઈ છે ખરી? તેમણે ધર્મના નામે ધતિંગ કરનારા લોકો પર આકરા પ્રહારો કર્યાં હતા. તેમણે વધુમાં કહ્યું કે આજે યુવાનોને ધર્મપુરુષોએ કન્ફયુઝ કરી દીધા છે. જેથી ગુરુ એવા શોધો જે હંમેશા સાચું જ કહે અને મીઠી બોલીમાં સાચું કહે. શ્રોતાઓ વિચારે અને યોગ્ય લાગે તો અમલમાં મૂકે. બધું જ માની ન લે. તેમણે કહ્યું કે આ ધર્મશાળા નથી, પ્રયોગશાળા છે. કોઈપણ પ્રકારનું દબાણ એ હિંસા છે. ઉપરાંત બાપુએ ચાર પ્રકારના મંદિરની વાત કરી હતી જેમાં તીર્થોના મંદિર, ગામનું મંદિર, ઘરનું મંદિર અને દિલનું મંદિર. આ ચારેય મંદિર વિશે વિસ્તૃત સમજૂતી આપ્યા બાદ કહ્યું કે સૌથી વધુ મહત્ત્વનું મંદિર દિલનું મંદિર છે. હૃદય મંદિર છે. આ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવતી નથી કે કોઈને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નથી તે સ્વયંભૂ છે. ઈશ્વર તેમાં બિરાજમાન છે એટલે જ હૃદય કાયમ ચાલે છે માટે બીજા મંદિરે ન જાવ તો ચાલશે પણ આપણા હૃદયમાં બિરાજમાન હરિને ક્યારેય ભૂલતા નહીં.
તેમણે દશરથ રાજાના ઘરે ભગવાન રામના જન્મનો મહિમા જણાવતાં કહ્યું હતું કે જે પતિ-પત્ની દિવ્ય અને સુખી દામ્પત્યજીવન જીવતા હશે ત્યાં પ્રભુ જરૃર અવતરશે. તેમણે સુખી દામ્પત્યજીવનના ત્રણ કારણો જણાવ્યા હતા. જેમાં પ્રથમ પતિએ પત્નીને પ્રેમ કરો, (૨) પત્નીએ પતિના આદેશનું પાલન કરવું અને (૩) જ્યારે સમય મળે ત્યારે બંનેએ હરિભજન કરવું. આવું દામ્પત્યજીનવ જીવતા હશે તો હરિનો જન્મ થશે તેવું બાપુએ જણાવ્યું હતું.
બાપુની અમૃતવાણી
રામ એટલે બ્રહ્મ અને બ્રહ્મ એટલે પરમાર્થ
સત્યનો કાચ ઉજળો હોય છે.
ધર્મ બંધન માટે નથી, ધર્મ મુકિત માટે છે.
ધર્મ એટલે ગગનસિદ્ધાંત. ધર્મ એટલે પ્રેમ, કોઈના બાથમાં આવે નહીં તે ધર્મ.
કડવું સત્ય સુદર્શન જેવું છે, લાભ માટે સ્વીકારવું જ પડે.
કહેવાતા ધર્મગુરુઓના સંદેશથી આજના યુવાનો કન્ફયુઝ છે.
રામ અનાદિ અને અનુપ છે.
રામ હાથવગો હોવો જોઈએ
ઉદાર બનો, પ્રેમી બનો, પ્રવાહ સામે ચાલીને આવશે
આજના યુવાનને ધર્મના આદેશોથી ન બાંધો, સ્વતંત્ર રહેવા દો.
વ્યાજપીઠ ધર્મશાળા નહીં પણ પ્રયોગશાળા હોવી જોઈએ
જે બુલંદી પરથી માણસ નાનો લાગે ત્યાં ન જવું
બુલંદી કયારેક મુળિયા ભુલાવી દે છે.
ચાર પ્રકારના મંદિર છે, તીર્થમંદિર, ગામમંદિર, ઘરમંદિર અને હૃદયમંદિર. જેમાં હૃદય મંદિર હંમેશા આપણી સાથે જ હોય છે.
સહજ અવસ્થા ઉત્તમ અવસ્થા છે.
કથાશ્રવણમાં ફાળવેલા સમયથી દરરોજના નિત્ય નિયમો પૂર્ણ ન થાય તો ચિંતા ન કરવી, કથાશ્રવણથી તે પૃર્ણ થઈ જાય છે.
રામ છ વિકારથી રહિત છે પણ રસસહિત છે. રામ ક્રોધરહિત છે પણ બોધસહિત છે. રામ લોભરહિત છે પણ ક્ષોભસહિત છે.
સૂતક એટલે સુ-તક એટલે કે સારી તક
ભુ ભૂમિ, ભકત, ભૂદેવતા અને ભૂમાતા માટે અવતાર લે છે.
Courtesy : Gujarat Samachar
જિસ દિયે મે હો તેલ ખેરાત કા ઉસ દિયે કો જલાના નહીં ચાહિયે
Read the article at its source link.
માનસ રામક્રિષ્નહરી કથાનો પાંચમો દિવસ
અવધ મેં આનંદ ભયો જય રઘુવર રામ કી.... ના નાદ સાથે રામજન્મની શ્રધ્ધાં અને ઉત્સાહભેર ઉજવણી થઇ
મંદિરો હોવા જોઇએ પણ આંતરેક ન થવો જોઇએ, જિર્ણોધ્ધાર થાય પણ સ્પર્ધા ન થવી જોઇએ - મોરારીબાપુ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
એસ.આર.કે. સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં બપોરે દોઢ વાગ્યાના સુમારે અવધી પવન લહેરાયો.... સુરત સૂર્યનગરી અવધ નગરીમાં પરિવર્તીત થતી લાગી....તાપી નદી સરયુ નદીના વહેણમાં વહેવા લાગી... કથા મંડપ અવધ નરેશ દશરથનો રાજમહેલ બની ગયો અને શ્રોતાઓ જાણે બની ગયા અયોધ્યાવાસી... આ અલૌકિક નજારો રામકથાના પાંચમા દિવસે રામજન્મની કથા પ્રસંગે સર્જાયો હતો.
રામજન્મની કથા વખતે શ્રોતાઓ અવધનગરીમાં હોય તેવુ અનુભવી રહ્યા હતા. અવધ મેં આનંદ ભયો...જય રઘુવર રામકીના નાદ સાથે કથા મંડપ ગુંજી રહ્યો હતો. મોરારીબાપુએ સુરત સાથે સમગ્ર સૃષ્ટિને વ્યાસપીઠ પરથી રામજન્મની બધાઇ આપી હતી.
રામકથાનાં પાંચમાં દિવસે બાપુએ રામ બ્રહ્મ છે થી જ કથાના શ્રી ગણેશ કર્યા હતા. સર્વઅર્થે કરવુ એ બ્રહ્મ નથી, પરમાર્થે કરવુ એ બ્રહ્મ છે મહાન થઇ ગયા પછી નાનાને ભુલી ન જવા જોઇએ. આશ્રય આપનાર નાનો ન લાગવો જોઇએ.
''જીસ બુલંદી સે ઇન્સાન છોટા લગે
ઉસ બુલંદી પે જાના નહી ચાહિયે
જિસ દિયે મે હો તેલ ખૈરાત કા
ઉસ દિયે કો જલાના નહી ચાહિયે''
મોરારીબાપુએ ધર્મની વ્યાખ્યા આપતા કહ્યું કે ધર્મમાં બંધનો યોગ્ય નથી. આજે લોકો ન ધર્મથી બાંધી દેવાયા છે. ધર્મ કોઇની બાથમાં ન આવે. એ ગગન સિધ્ધાંત છે. ધર્મના નામે ધતિંગ કરનારાઓ પર વાકબાણ સરસંધાન કરતા બાપુએ કહ્યુ કે આજે યુવાનોને ધર્મપુરુષોએ કન્ફયુઝ કરી દીધા છે. ધર્મની પસંદગીએ દરેક વ્યક્તિની સ્વતંત્રતા છે. મંદિરો હોવા જોઇએ પણ તેનો અતિરેક ન થવો જોઇએ. જિર્ણોધ્ધાર ભલે થાય પણ તેમા સ્પર્ધા ન હોવી જોઇએ. અને બાપુ કહે એટલે સાચુ માનવુ એવુ નહી પણ તમને તમારા આત્માથી સત્ય લાગે તો માનજો અને સ્વતંત્રતાનો સદ્પયોગ કરો. કોઇપણ પ્રકારનું દબાણ કે બંધન હિંસા છે. મોરારીબાપુએ ચાર મંદિરોની વાત કરતા કહ્યુ કે તિર્થધામ, ગામનું મંદિર, ઘરનું મંદિર અને દિલનું મંદિર પહેલા ત્રણ મંદિર માટે માણસે મંદિર સુધી જવુ પડે છે. જ્યારે દિલ રૃપી મંદિર હાથવગુ છે તેમા ઇશ્વર હાજરા હજુર છે. આત્મકલ્યાણને સાધીને સમાજ કલ્યાણ કરશે એને જ સફળતા વરે છે. ગીતામાં ભલે કહ્યું કે ફળની અપેક્ષા ન રાખવી. પરંતુ જે ફળ માટે કર્મ કરો છો તે રસપૂર્વક થાય એ તો કરી શકાય ને? એ રસ ભક્તિ છે અને રસ સાથે કેટલા કામમાં લગભગ ફળ મળે જ છે. રામક્રિષ્ન ફરી શિર્ષકમાં પાંચ દિવસ રામ પર ચર્ચા થઇ હવે આવતીકાલ ગુરૃવારથી ક્રિષ્ન વિષય પર બાપુ વિચાર વલોણુ ઘોળશે. કથા પૂર્વે વિશેષ વ્યક્તિ તરીકે પોરબંદરના ઇતિહાસવિદ્દ નરોત્તમભાઇ પલાણનું સન્માન કરાયુ હતું. જ્યારે વિશેષ સંસ્થા તરીકે સ્વરાજ આશ્રમ બારડોલી માટે પ્રજ્ઞાાબેનનું સન્માન કરાયુ હતું.
''હું તો આમ જ બેસીશ''
'ઉત્તમા સહજાવસ્થા' કહી બાપુએ અચાનક પોતાનો ડાબો પગ ઉંચો કરી, પલાઠી કરતા અલગ મુદ્દામાં બેસી ગયા અને કહ્યું કે વક્તા અને શ્રોતાએ સહજ બેસવુ જોઇએ. 'બૈઠે સહજ હી શંભુ ત્રિપાઠી' શંકર પણ કથા કહેતા પહેલા સહજ રીતે બેઠા હતા. કથામાં શિસ્તથી એક જ પ્રકારે બેસવુ એવો કોઇ નિયમ નથી. તમને યોગ્ય અને માફક આવે તે રીતે સહજ બેસવુ જોઇએ હવે આજે 'હું તો આમ જ બેસીશ' કહી બાપુ કથાના સમાપનનાં નજીક સુધી એ રીતે જ બેઠા હતા.
કથાના અમૃતબિંદુ
- - સાધુ વિચારોથી યુવાન હોવો જોઇએ
- - વ્યાસપીઠ ધર્મશાળા નહી, પ્રયોગશાળા છે
- - દબાણ માત્ર હિંસા છે
- - ગામના મૂળ મંદિરોને ભૂલતા નહી
- - રામભજન વિના ભવ તરાશે નહી
- - કોઇપણ કર્મ રસપૂર્વક કરો
- - સહજ અવસ્થામાં રહેવુ
- - પ્રેમ હશે ત્યાં પ્રભુ હશે જ
- - સુતક એટલે સુંદર તક હરીભજનની
- - પતિ પત્નીને પ્રેમ કરે
- - પત્ની પતિનો આદર કરે
- - દંપતિ સંગાથે હરિભક્તિ કરે
હનુમાનજી લવમેસેન્જર હતા
વિશેષ વકતા તરીકે કટાર લેખક અને ચિંતનકાર જયવસાવડાએ કહ્યું કે આપણે હનુમાનજીનું પ્રેમદૂત રૃપ કેમ ભૂલી શકીએ? રામ અને સીતાનાં મીલન માટે હનુમાનજી લવમેસેન્જર રૃપે રહ્યા હતા. મોરારીબાપુ માટે કહ્યુ કે તેઓ માત્ર સંત નથી પણ વસંત છે. કથાથી શું થાય તેના જવાબમાં ગગન ભેદી અવાજે વસાવડાએ વર્ણવ્યુ કે બોમ્બના ધડાકા સંભળાય પરંતુ સર્જન તો હંમેશા ચુપચાપ થતુ હોય છે. કથાએ કુંપળ અને કળી ખીલવાની ઘટના છે.
_________________________________________________________________________________
૬
ગુરૂવાર, તારીખ ૧૨-૦૨-૨૦૧૫
Courtesy : Divya Bhaskar.
જે ઘરમાં રામાયણ-મહાભારત નથી તેને હિન્દુસ્તાની કહેવાય જ નહીં: મોરારી બાપુ
Read the article at its source link.
સુરતઃ માનસ રામ-કૃષ્ણ-હરિ કથાના છઠ્ઠા દિવસની કથામાં બાપુએ કહ્યું કે, વ્યાસપીઠ પરથી બોલતો દરેક શબ્દ જવાબદારીપૂર્વકનો હોય છે. ગ્રંથોના મહત્વ વિષે ગાંધીજીને ટાંકતા બાપુએ કહ્યું કે, જેના ઘરમાં રામાયણ અને મહાભારત નથી એને હિન્દુસ્તાની કહેવાય જ નહીં. બાપુએ વધુમાં કહ્યું કે, ગ્રંથો આપણા ઘરની રક્ષા કરે છે. જે રીતે ભગવાન રામની પાદુકાએ અયોધ્યાની રક્ષા કરી હતી.
- સંબંધો સાચવવા જોઈએ અને મૂડી વપરાવી જોઈએઃ મોરારી બાપુ
- સુરતની દાતારી પાછળ કર્ણનું તત્વ છેઃ મોરારી બાપુ
- મોરારી બાપુની રામકથાના છઠ્ઠા દિવસે વિશાળ લોકસમુદાય ઉમટ્યો
બાપુએ કથાને આગળ ધપાવતા કહ્યું હતું કે, મહાપુરુષોની સંવેદના જોવા અને સમજવા જેવી હોય છે. મહાભારતના યુદ્ધ સમયે બલરામજી યાત્રાએ જતાં રહે છે પરંતુ જ્યારે યુદ્ધમાં કર્ણ-નિર્વાણના સમાચાર મળે છે ત્યારે તેઓ વ્યથિત થઈ જાય છે અને કૃષ્ણએ આપેલું પીતાંબર ઓઢી શોક વ્યક્ત કરે છે. બાપુએ એમ પણ કહ્યું હતું કે, સુરતની દાતારી પાછળ કર્ણનું તત્વ છે અને સુરતના દાતારો આખા દેશને પ્રેરણા આપી શકે છે.
રામકથાના છઠ્ઠા દીવસે અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. જેમાં મુખ્યત્વે સુરત મેયર નિરંજનભાઈ ઝાંઝમેરા, ડેપ્યુટી મેયર રંજનબહેન વેકરીયા, શહેર ભાજપ પ્રવકતા કનુભાઈ જોશી, હસમુખભાઇ પટેલ(ડીઆઈજી,સુરત), હરિપ્રસાદ સ્વામી, (કુબેરનગર સ્વામિનારાયણ મંદિર) ઉપરાંત ઉદ્યોગપતિઓ ગિરધરભાઈ ગજેરા, મનજીભાઇ ધોળકિયા, સવજીભાઈ ધોળકિયા, નાગજીભાઈ સોજીત્રા, સવજીભાઈ વેકરીયા, લક્ષ્મણભાઈ ડોબરિયા, વલ્લભભાઇ નાવડાવાળા તેમજ અંબિકા નિકેતનથી ચંદ્રિકબહેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.
આગળ વાંચો, રામાયણ માનવતાનું મહાકાવ્ય છે તો મહાભારત માનવસ્વભાવનું મહાકાવ્ય છે
માનસ રામ-કૃષ્ણ-હરિ કથાના છઠ્ઠા દિવસના પ્રારંભે બાપુએ કહ્યું હતું કે, બીજાઓ તો માત્ર દિશા બતાવી શકે, નિર્ણય તો જાતે જ લેવો પડે છે. તેમણે આપણા ગ્રંથોનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, રામાયણ માનવતાનું મહાકાવ્ય છે તો મહાભારત માનવસ્વભાવનું મહાકાવ્ય છે. આજના યુવાનો માટે મહાભારતના મંત્રો પ્રેરણારૂપ બની શકે છે. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે, માણસે શસ્ત્રથી ન ડરવું જોઈએ અને શાસ્ત્રથી પણ ન ડરવું જોઈએ.
શાસ્ત્રોના ખોટા અર્થઘટનોથી ડરવું જોઈએ. સમાજમાં વિધવાઓ માટે કે બહેનો માટે જ નિયમો શું કામ હોવા જોઈએ. તેમણે વધુમાં ઉમેરતા એમ કહ્યું કે, બહેનોને યજ્ઞ કરવાનો અધિકાર નથી એવી માન્યતા ખોટી છે. બહેનોને અધિકારતો છે જ પરંતુ જરૂરિયાત નથી કેમકે એ ચૂલામાં જે અગ્નિ પ્રગટાવે છે એ જ મોટો યજ્ઞ છે. બહેનોને વેદ વાંચવાનો અધિકાર તો છે જ પરંતુ એ જે હાલરડાં ગાય છે એમાં જ વેદ સમાયેલો હોય છે.
આગળ વાંચો, આજે સંબંધો વપરાય છે અને મૂડી સંઘરાતી જાય છે
મહાભારતમાં અર્થ શબ્દના અનેક અર્થો છે. એની સમજ આપતા બાપુએ કહ્યું હતું કે, અર્થ એટલે સંબંધ હોય તો પુરુષ સંબંધનો દાસ હોય શકે, અર્થ એટલે સમય હોય તો પુરૂષ આધીન હોય શકે, જો અર્થ એટલે ઉદ્વેગ હોય તો પુરૂષ ઉદ્વેગનો દાસ હોય શકે. અર્થ એ કોઈ વાત કે ઘટના હોય તો પુરૂષ એનો દાસ હોય શકે છે અને અર્થ એટલે સંપત્તિ હોય તો પુરૂષ એનો દાસ હોય શકે પરંતુ શાસ્ત્રોમાં ધનને ખરાબ ગણ્યું નથી.
શાસ્ત્રો કહે છે કે, માણસ બે હાથે કમાવું જોઈએ પણ ચાર હાથે વાપરવું પણ જોઈએ કેમકે સંબંધો સાચવવા જોઈએ અને મૂડી વપરાવી જોઈએ. જોકે આજે ઊલટું થાય છે સંબંધો વપરાય છે અને મૂડી સંઘરાતી જાય છે. આજે સમય એવો છે કે જે લોકો વહેચાતા નથી એને સમાજ વેચી નાખે છે. તેમણે એમ પણ કહ્યું કે, સતયુગમાં નારદજી સાચા બ્રહ્મચારી હતા, ત્રેતાયુગમાં હનુમાનજી હતા અને દ્વાપરયુગમાં પિતામહ ભીષ્મ બ્રહ્મચારી હતા.
આગળ વાંચો, કૃષ્ણની રાજલીલામાં આખું મહાભારત સમાયું છે
માનસ રામ-કૃષ્ણ-હરિ કથામાં બાપુએ કહ્યું હતું કે, પરમ સત્ય હોય એ જ કાયમ ટકે છે. કૃષ્ણની રામલીલા, રાસલીલા અને રાજલીલા અદ્દભુત છે. કૃષ્ણની રાજલીલામાં આખું મહાભારત સમાયું છે. દ્રૌપદીના સ્વયંવરનું વર્ણન કરતાં બાપુએ કહ્યું કે, સ્વયંવરમાં કર્ણનો પ્રવેશ થાય છે ત્યારે એને મત્સ્યવેધ કરતાં અટકાવવામાં આવે છે પરંતુ એ તો એનો વિજય હતો. ખરેખર જો અભિમાનમુક્ત દાતારી સમજવી હોય તો કર્ણના ચરિત્રને સમજવું જરૂરી છે.
આગળ વાંચો, રામના અવતારે તરછોડાયેલાનો સ્વીકાર કર્યો
રામજન્મ બાદ ભગવાન શંકર વેશપલટો કરી રામના દર્શન માટે આવે છે એ પ્રસંગ વરણવતા બાપુએ કહ્યું કે, ભગવાન રામ એમના ભાઈઓ સાથે વશિષ્ઠ મુનિ પાસે જ્ઞાન લેવા જશે એવી આગાહી ભગવાન શિવે કરી હતી. જ્ઞાન મેળવવા ગુરૂ પાસે જવું જ પડે. આજની શિક્ષણ સંસ્થાઓ પણ વિદ્યાધામોનું જતન કરે એ જરૂરી છે. બાપુએ અહલ્યા ઉદ્ધાર પ્રસંગનું વર્ણન કરતાં કહ્યું હતું કે, રામના અવતારે તરછોડાયેલાનો સ્વીકાર કર્યો હતો. એટલે એ પતિત પાવન ગણાયો.
આગળ વાંચો, રત્નકણિકાઓ
- મહાભારત એ માનવસ્વભાવનું મહાકાવ્ય છે.
- બીજા તમને દિશા બતાવી શકે, નિર્ણય તો તમારે જ લેવો પડે.
- માણસે શસ્ત્રથી ન ડરવું જોઈએ અને શાસ્ત્રોથી પણ ન ડરવું જોઈએ.
- વ્યાસપીઠ પરથી બોલાતો દરેક શબ્દ જવાબદારીપૂર્વકનો હોય છે.
- મહાભારત એ કૃષ્ણનો મહાકોષ છે.
- ધર્મના ગ્રંથો આપણા ઘરની રક્ષા કરે છે.
- વૈદિક સનાતન ધર્મ જ શાશ્વત છે.
- ફકીરી અદ્દભુત હોય છે.
- સંબંધો સાચવવા જોઈએ અને મૂડી વપરાવી જોઈએ.
- પરમ સત્ય હોય એ જ ટકે.
- પ્રેમ હોય ત્યાં જ એકત્વ સધાય.
- સુરતની દાતારી પાછળ કર્ણનું તત્વ છે.
- સાત્વિક વૃત્તિ કરતાં આસુરી વૃત્તિ વધુ બળવાન હોય છે.
- કૃષ્ણની રાજલીલામાં આખું મહાભારત સમાયું છે.
- જ્યારે કોઈ અધિકારી વ્યક્તિને અટકાવવામાં આવે ત્યારે સમજવું કે એનો વિજય થયો છે.
- અભિમાનમુક્ત દાતારી સમજવા કર્ણને સમજવો પડે.
શિક્ષણ સંસ્થાઓ કમાણીનું સાધન નહીં પણ વિદ્યાધામો હોવા જોઈએ
Read the article at its source link.
સુરત, તા. ૧૨
માનસ રામ કિષ્ન હરિ કથાના છઠ્ઠા દિવસે મોરારિબાપુએ શ્રીમદ્ ભાગવત ગીતા અને મહાભારતની મહત્તા સમજાવી હતી.
શ્રીમદ્ ભાગવત ગીતા અદભુત શાસ્ત્ર છે. જ્યારે મહાભારત ગ્રંથ શ્રીકૃષ્ણનો મહાકોષ છે. તેમણે કહ્યું કે, શ્રીકૃષ્ણને સમજવા હોય તો મહાભારતમાં જવું પડે, તેથી બાપુએ યુવાનોને ખાસ અપિલ કરી હતી કે, જ્યારે પણ સમય મળે ત્યારે ઈન્ટરનેટ અને મોબાઈલ દ્વારા મહાભારતના શ્લોક વાંચવા. માનસ રામ કૃષ્ણ હરિ કથાનો છઠ્ઠો દિવસ કૃષ્ણમય બની ગયો હતો. જેમ શ્રીકૃષ્ણના વિયોગમાં ગોપીઓ, વનરાઈ, ગોકુળવાસીઓ રડી પડયા હતા તેમ આજે મોરારિબાપુ પણ શ્રી કૃષ્ણને યાદ કરતા તેની લીલાઓના પ્રસંગો કહેતા બાપુની આંખમાંથી ગંગાધરા વહી પડી હતી. આ જોઈ શ્રોતાઓની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. ઘરમાં મહાભારત ન રાખવાની જે ગેરમાન્યતા છે તેના પર પ્રકાશ પાડતાં બાપુએ કહ્યું કે, મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય છે. તેમજ યુવાનો માટે મહાભારતનાં મંત્રો પ્રેરણાદાયી છે, તેથી મહાભારત અને રામાયણના ગ્રંથો ઘરમાં રાખજો તે આપણા ઘરની સુરક્ષા કરે છે, તેમ કહીને બાપુએ કહ્યું કે, માણસે શસ્ત્ર કે શાસ્ત્રોથી ન ડરવું જોઈએ પણ શાસ્ત્રોના ખોટા અર્થઘટનોથી ડરવું જોઈએ. સમાજમાં વિધવાઓ માટે કે બહેનો માટે જ નિયમો શું કામ હોવા જોઈએ. તેમણે કહ્યું કે, બહેનોને યજ્ઞા કરવાનો અધિકાર નથી એવી માન્યતા ખોટી છે. બહેનોને અધિકારી તો છે જ પરંતુ બહેનોને જરૂરિયાત નથી કેમ કે એ ચૂલામાં જે અગ્નિ પ્રગટાવે છે એ જ મોટો યજ્ઞા છે. બહેનોને વેદ વાંચવાનો અધિકાર તો છે જ, પરંતુ એ જે હાલરડા ગાય છે એમાં જ વેદ સમાયેલો હોય છે. માટે બહેનોને દરેક અધિકાર મળવા જ જોઈએ તેવું બાપુએ ભારપૂર્વક કહ્યું હતું. બાપુએ વધુમાં કહ્યું કે, વ્યાસપીઠ પરથી બોલતા દરેક શબ્દ જવાબદારીપૂર્વકનો હોય છે. ગ્રંથોના મહત્ત્વ વિશે સમજાવતા બાપુએ ગાંધીજીના શબ્દો ટાંકતા કહ્યું કે, જેના ઘરમાં રામાયણ અને મહાભારત નથી એને હિન્દુસ્તાની કહેવાય જ નહીં. જે રીતે ભગવાન રામની પાદુકાએ અયોધ્યાની રક્ષા કરી હતી તેમ આ ગ્રંથો પણ આપણા ઘરની કક્ષા કરે છે. બાપુએ એમ પણ કહ્યું કે, સુરતની દાતારી પાછળ કર્ણનું તથ્ય છે. અને સુરતના દાતાઓ આ દેશને પ્રેરણા આપે છે. બાપુએ કહ્યું કે, પરમ સત્ય હોય એ જ કાયમ ટકે છે. કૃષ્ણની રામલીલા, રાસલીલા અને રાજલીલા અદભુત છે. કૃષ્ણની રાજલીલામાં આખું મહાભારત સમાયું છે. દ્રોપદીના સ્વયંવરનું વર્ણન કરતા બાપુએ કહ્યું કે, સ્વયંવરમાં કર્ણનો પ્રવેશ થાય છે ત્યારે એને મત્સ્યવેધ કરતા અટકાવવામાં આવે છે, પરંતુ એ તો એનો વિજય હતો. ખરેખર જો અભિમાનમુક્ત દાતારી સમજવી હોય તો કર્ણના ચરિત્રને સમજવું જરૂરી છે. બાપુએ કહ્યું કે, માણસે બે હાથે કમાવું જોઈએ પણ ચાર હાથે વાપરવું જોઈએ. કેમ કે સંબંધો સાચવવા જોઈએ અને મૂડી વપરાવી જોઈએ. જોકે આજે ઊલટું થાય છે. સંબંધો વપરાય છે અને મૂડી સંઘરાતી જાય છે. આજે સમય એવો છે કે જે લોકો વહેંચાતા નથી એને સમાજ વેચી નાંખે છે. તેમણે એમ પણ કહ્યું કે, સતયુગમાં નારદજી સાચા બ્રહ્મચારી હતા, ત્રેતાયુગમાં હનુમાનજી હતા અને દ્વાપરયુગમાં પિતામહ ભીષ્મ બ્રહ્મચારી હતા.
બાપુએ દુઃખ સાથે કહ્યું કે આજે કેટલાક વિકૃત માણસોને કારણે ધર્મની આત્મા બદલાઈ રહી છે. આવા વિકૃત લોકોએ અરિસામાં જોવું જોઈએ. કેમ કે ગરબા તો દર્ગાના જ ગવાય. તેમણે કહ્યું કે, શિવ અને દુર્ગાના અપરાધી ન બનો. બાપુએ શ્રીકૃષ્નો પ્રસંગ કહેતા કહ્યું કે, જ્યાં જ્યાં શ્રીકૃષ્ણના ઘોડા દોડયા છે ત્યાં ત્યાં કપાસ ઉગ્યો છે અને તેના કપડાંની આપણે ઢાંકાયેલા છીએ જેથી આપણી લજ્જા અને મર્યાદા ટકી છે અને આપણને ઉઘાડા થવા નથી દીધા. આમ, શ્રીકૃષ્ણ આપણા ઈસ્ટદેવ છે તેને ભૂલતા નહીં. વધુમાં બાપુએ કહ્યું કે, રામજન્મ બાદ ભગવાન શંકર વેશપલટો કરી રામના દર્શન માટે આવે છે એ પ્રસંગ વર્ણવતા કહે છે કે, ભગવાન રામ એમના ભાઈઓ સાથે વશિષ્ઠ મુનિ પાસે જ્ઞાાન લેવા જશે એવી આગાહી ભગવાન શિવે કરી હતી. જ્ઞાાન મેળવવા ગુરુ પાસે જવું જ પડે છે. આજની શિક્ષણ સંસ્થાઓ ધનનું નહીં પણ વિદ્યાધામોનું જતન કરે એ જરૂરી છે. તેમજ રામ જેમ પોતાના માતા-પિતાને વંદન કરતા હતા તેમ આજની યુવાપેઢીએ પણ વડીલો અને પોતાના માતા-પિતાને પ્રણામ કરવા જોઈએ જેથી આનંદ, આાયુષ્ય, મનોબળ, આત્મબળ અને યશોબળ વધશે, તેમ બાપુએ કહ્યું હતું.
બાપુની રત્નકણિકાઓ...
- શ્રીમદ ભાગવત ગીતા અદભુત શાસ્ત્ર છે. મહાભારતએ કૃષ્ણનો મહાકોષ
- મહાભારત, રામાયણ જેવા ગ્રંથો આપણા ઘરની રક્ષા કરે છે.
- મહાભારત ઘરમાં રાખજો અને સમય મળે વાંચજો
- સંબંધો સાચવવા જોઈએ અને મૂડી વપરાવી જોઈએ
- ફકીરી અદભુત હોય છે. પરમ સત્ય જ ટકે છે.
- પ્રેમ એટલે ભક્તિ અને ભક્તિ એટલે પ્રેમ
- માણસે શસ્ત્ર કે શાસ્ત્રથી ન ડરવું પણ શાસ્ત્રના ખોટા અર્થથી ડરવું
- સુરતની દાતારી પાછળ કર્ણનું તત્ત્વ છે.
- કૃષ્ણની રાજલીલામાં આખું મહાભારત સમાયું છે.
- અભિમાનમુકત દાતારી સમજવા કર્ણને સમજવો પડે
- યુવાપોઢીએ માતા-પિતા અને વડિલોને પ્રણામ કરવા જોઈએ
Courtesy : Gujarat samachar
I એટલે 'હું'પણું અને YOU એટલે 'તું'પણું એકાકાર થાય તે, 'LOVE' છેઃ મોરારિબાપુ
Read the article at its source link.
માનસ રામક્રિષ્નહરી કથાનો છઠ્ઠો દિવસ
સુરતની જે દાતારી દેખાઇ છે એના જિન્સમાં કર્ણ છે, સુરતના દાતાઓ હિન્દુસ્તાનને પ્રેરણા આપે છે
મહાભારત આખું ન વંચાય કે ઘરમાં ન રખાય એ ખોટી માન્યતા છે, મહાભારત ઘરમાં હોવું જ જોઇએ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરુવાર
'મૈ અરૃ મૌર તૌર તે માયા' જ્યાં હું અને તું આવે તે પ્રેમ નહિ પણ માયા છે. પ્રેમમાં 'હું'પણું અને 'તું'પણુંનો એકાકાર થાય છે. પ્રેમમાં હું અને તુ ન આવે. બંને એક થઇ જાય છે. પ્રેમ અદ્વેત છે. છઠ્ઠા દિવસે મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી આ રીતે પ્રેમની પરિભાષા આપી હતી.
પાંચ દિવસ સુધી માનસ રામક્રિષ્નહરી શિર્ષક અંતર્ગત રામને કેન્દ્રમાં રાખીને સત્સંગ કર્યા બાદ આજે છઠ્ઠા દિવસે બાપુએ ક્રિષ્નકથા આરંભી હતી. બાપુએ મહાભારત અને ભાગવતના સંદર્ભને લઇને વ્યાસપીઠ પરથી ક્રિષ્નની ત્રણ લીલાને વર્ણવી હતી. (૧) ક્રિષ્નની રામલીલા જેમાં નિર્દોષ ક્રિષ્નની બાળલીલા, બલરામ સાથે કરેલી વિવિધ લીલા છે. (૨) ક્રિષ્નની રાસલીલા જેમાં ગોપી અને ક્રિષ્નના રાસની લીલા છે. ક્રિષ્નની રાસલીલા સમજવા માટે ગોપી થવું પડે. ગોપીભાવથી જ આ રાસલીલામાં જોડાઇ શકાય છે અને (૩) ક્રિષ્નની રાજલીલા, ક્રિષ્ન શ્રેષ્ઠ રાજપુરુષ છે. તેની રાજલીલા અદ્ભૂત છે.
બાપુએ મહાભારત વિશે પ્રવર્તતી ગેરમાન્યતાઓનું ખંડન કરતાં પહાડીનાદ સાથે હુંકાર કર્યો હતો કે મહાભારત ન વંચાઇ એ ખોટી માન્યતા છે. યુવાન ભાઇઓ-બહેનો અને તમામે મહાભારત વાંચવું જોઇએ એ ખૂબ પ્રેરિત કરશે. મહાભારત વાંચવાથી કે ઘરે રાખવાથી કંઇ મુશ્કેલી આવતી નથી. ઉલ્ટાનું જે ઘરમાં મહાભારત-રામાયણ વગેરે જેવા ધર્મગ્રંથો હોય છે ત્યાં એ ઘરમાં સદસ્યો સુતા હોય ત્યારે ગ્રંથો ઘરની રક્ષા કરતા હોય છે. લોકોએ પોતાના હેતુને સાધવા માટે શાસ્ત્રોના મંત્રોને ફેરવીને પ્રસ્તુત કરી દીધા અને લોકોને ભ્રમિત કર્યા છે. શસ્ત્રથી પણ નહી અને શાસ્ત્રથી પણ નહી ડરવાનું. હા, શાસ્ત્રોના ખોટા અર્થ કરનારથી ચોક્કસ ડરવું.
બહેનોને વેદ કે યજ્ઞાનો અધિકાર નથી, એ વાતનું પણ ખંડન કરતાં મોરારીબાપુએ જણાવ્યું હતું કે બહેનોને યજ્ઞા કરવાનો અને વેદ વાંચવાનો અધિકાર છે. હકીકતમાં બહેનોને વેદ વાંચવાનો અધિકાર નથી એમ નહી પણ એને જરૃર નથી. એ પરિવારને સાચવીને રસોડું કરે છે, તેમાં ચુલો પ્રગટાવે છે એ એનો શ્રેષ્ઠ યજ્ઞા છે. ને બાળકને સૂવડાવવા માટે જે હાલરડું ગાય છે એનો એ વેદ છે. ક્રિષ્ન કથા અંતર્ગત દાનવીર કર્ણની વાત કરતાં મોરારીબાપુએ સુરતની દાતારી વિશે કહ્યું કે, સુરતની જે દાતારી દેખાઇ રહી છે, એના જિન્સમાં કર્ણ બેઠો છે. સુરતના દાતાઓ હિન્દુસ્તાનને પ્રેરણા આપે છે. કથાના સાતમા દિવસે ક્રિષ્નના ચરિત્રની વધુ કથા ગવાશે. રામકથાના ઉપક્રમમાં આજે રામજન્મથી કથાને બાપુએ આગળ વધારી હતી. સાતમા દિવસે રામ-સીતાના લગ્નની કથા થઇ શકે છે.
કથા પૂર્વે આજે વિશેષ વ્યક્તિ તરીકે અમદાવાદની સેવા સંસ્થાના ઇલાબેન ભટ્ટ તથા વિશેષ સંસ્થા તરીકે ઝઘડીયાની સેવા રૃરલ સંસ્થા માટે ડૉ. અનિલભાઇ દેસાઇને સન્માનિત કરાયા હતા. વિશેષ વક્તા તરીકે નર્મદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે ઘરમાં ટીવી સેટ, સોફા સેટ, ટી સેટ, ડીનર સેટ વગેરે વચ્ચે માણસ અપસેટ છે. કથા એ માણસને સેટ કરે છે.
કથાના અમૃત બિંદુ
- યુવાનો મહાભારતના શ્લોકોનું પઠન કરે.
- મહાભારત આખું ન વંચાય એ ખોટી માન્યતા છે.
- શસ્ત્ર અને શાસ્ત્રથી ન ડરવું.
- યુઅધર્મો વચ્ચે નહી બે કહેવાતા ધર્મો વચ્ચે થાય છે.
- સુરતના દાતાઓ હિન્દુસ્તાનને પ્રેરણા આપે છે.
- સુરતની દાતારીમાં કર્ણના જિન્સ છે.
- બે હાથ કમાઓ ચાર હાથે વહેંચો.
- ક્રિષ્નનો ચહેરો કાયમી હસતો હોય છે.
- જ્યોતિષ અનુમાનનું શાસ્ત્ર છે.
- મહાભારત કૃષ્ણનો મહાકોષ છે.
- ધર્મગ્રંથો ઘરની રક્ષા કરે છે.
- મૂડી વાપરવી સંબંધો સાચવવા.
રામકથામાં સેવા બજાવતા
સ્વયંસેવકોનો થાક દૂર કરવા એક્યુપ્રેશરની સેવા આપતી સંસ્થા
વડીલો અને વૃદ્ધોનો પણ એક્યુપ્રેશર દ્વારા થાક દૂર કરવામાં આવે છે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરુવાર
રામકથામાં આવતી લાખોની ભીડને અનુશાસન પ્રેરિત કરતા સ્વયંસેવકો વહેલી સવારથી મોડી બપોર સુધી સતત ખડેપગે સેવા આપે છે. ત્યારે આ સેવાભાવી સ્વયંસેવકોનો થાક ઉતારવા માટે એક સેવાભાવી સંસ્થા સ્વયંસેવકોની સેવા કરી રહી છે. તેઓ એક્યુપ્રેશર મશીન દ્વારા સ્વયંસેવકોની થકાન દૂર કરી રહ્યા છે. સ્વયંસેવકો મસાજ મેળવીને થાક દૂર કર્યાનો અહેસાસ કરી રહ્યા છે.
સેવાભાવી સંસ્થાના રમેશભાઇ મહંતભાઇ જાડાએ જણાવ્યું કે છેલ્લા આઠ વર્ષથી તેઓ ડાકોરમાં આ પ્રકારે સેવા આપે છે. બે વર્ષ પહેલાં એક્યુપ્રેશર મશીન લીધા છે. એ અગાઉ હાથથી જ અમે સુરતના વિવિધ ધંધા સાથે સંકળાયેલા ૧૫ જેટલા યુવાનો આ રીતે સેવા આપીએ છીએ. રામકથા મંડપ નજીક ૧૨ જેટલા એક્યુપ્રેશર મશીન મુકવામાં આવ્યા છે. જેના પર ઊભા રહીને સ્વયંસેવકો થાક દૂર કરી રહ્યા હતા. આ સેવાભાવી સંસ્થાએ કોઇ નામ કે નામના-પ્રસિદ્ધી વિના આ સેવાકાર્ય આદર્યું છે.
_________________________________________________________________________________
૭
શુક્રવાર, તારીખ ૧૩-૦૨-૨૦૧૫
રામકથા દિવસ-7: મોરારીબાપુના મુખે રામ-સીતાની પહેલી મુલાકાતનું રસપ્રદ વર્ણન
Read the article at its source link.
સુરત : એસઆરકે ફાઉન્ડેશન આયોજિત માનસ રામકૃષ્ણ હરિકથાના સાતમા દિવસે ‘આરોગ્ય જાગૃતિ અભિયાન’ અંતર્ગત રેલી સાથે આરંભ થયો હતો. માનસ રામકૃષ્ણ હરિકથાના સાતમા દિવસના આરંભે બાપુએ વ્યાસપીઠ પરથી સર્વધર્મના આગેવાનોને આવકાર્યા હતા અને કહ્યું હતું કે, બધા જ પોતાના રૂચિભેદ અને સ્વભાવભેદને કારણે પરમને પામવા અલગ અલગ માર્ગ અપનાવે છે પરંતુ પરમ તત્વ તો એક જ છે. બાપુએ રામ-લક્ષ્મણના મિથિલા નગરીમાં આગમનના પ્રસંગને વર્ણવતા કહ્યું કે, નગરની સ્ત્રીઓ રામને ઓળખી ગઈ હતી અટારીએથી પુષ્પ વરસાવ્યા. સ્વયંવર પૂર્વે બગીચામાં રામ-લક્ષ્મણ સીતાની મુલાકાતનું વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, રામદર્શન કરતાં પહેલા સંતનું દર્શન કરવું જોઈએ. સત્સંગ કરવો જોઈએ કેમકે સત્સંગ એ ઈશ્વર દર્શનનું પહેલું પગથિયું છે. સત્સંગથી વિવેક જાગે છે. બગીચો એ સત્સંગનું પ્રતિક છે. બાપુએ સીતા સ્વયંવરનું રસપ્રદ વર્ણન કર્યું હતું.
- સત્સંગ એ ઈશ્વરદર્શનનું પહેલું પગથિયું છેઃ મોરારી બાપુ
- પરમતત્વ એક જ છે, તેને પામવાના માર્ગો અલગ અલગ હોય શકેઃ મોરારી બાપુ
- સર્વધર્મ સમભાવના ઉત્તમ ઉદ્દેશ્ય સાથે રામકથાનો સાતમો દિવસ પૂર્ણ થયો
શાસ્ત્રોમાં જણાવેલા ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સમજ આપતા બાપુએ કહ્યું કે, પુરુષાર્થ જ ફળ કે પરિણામ છે અને એ બધા જ ફળોના રસ અલગ અલગ છે. ધર્મનો રસ વિરતિ એટલે કે વિરક્તિ કે ત્યાગ છે. અર્થનો રસ નીતિ છે. કામનો અર્થ રતિ છે અને મોક્ષનો રસ શાંતિ છે. જે કામ કરવાથી તમને શાંતિ પ્રાપ્ત થાય એ જ મોક્ષફળનો રસ છે. મોક્ષનો કોઈ અલગ માર્ગ નથી. જો ભીતરમાં શાંતિ સ્થાપી શકો તો એ જ મોક્ષનું ફળ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, લોભથી કે ભયથી ધર્મનું આચરણ ન થઈ શકે. પુરુષાર્થ જ ફળ છે.
આગળ વાંચો, બાપુએ સમુદ્રમંથનના ફળની આપી સમજ
બાપુએ સમુદ્રમંથનના ફળની સમજ આપતા કહ્યું હતું કે, સમુદ્રમંથનમાં દેવો અને દાનવો સાથે હતા એટલે મંથનના અંતે સમુદ્રમાંથી 14 રત્નોની સાથે સાથે અમૃત અને વિષ બંને મળ્યા. જો માત્ર દેવોએ જ મંથન કર્યું હોત તો સમુદ્ર જ અમૃતમય બની ગયો હોત. તેમણે એમ પણ કહ્યું કે, મૂળ કથા તો ત્રણ જ છે. રામકથા, કૃષ્ણકથા અને શિવકથા. ઈશ્વરનું નામ સ્મરે એ ક્યારેય વૃદ્ધ થાતા નથી. મહાભારતમાં કૃષ્ણ, અર્જુન અને કર્ણના પાત્રોને સમજાવતા બાપુએ કહ્યું હતું કે, કૃષ્ણ તો માત્ર પ્રેમના પક્ષમાં જ હોય છે. મહાભારતના 11માં દિવસે કર્ણ સાથેનું યુદ્ધ થાય છે એનું વર્ણન કરતાં બાપુએ કહ્યું કે, જ્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ખૂંપી જાય છે ત્યારે કૃષ્ણ અર્જુનને વાર કરવા કહે છે ત્યારે અર્જુનને ખચકાટ થાય છે અને કર્ણ પણ યુદ્ધધર્મની દલીલો કરે છે ત્યારે શ્રીકૃષ્ણ કર્ણને સવાલો પૂછીને મૂંઝવે છે. યુદ્ધમાં કર્ણ નિર્વાણ પામે છે.
આ સમાચાર ધૃતરાષ્ટ્રને મળે છે ત્યારે એમને દુર્યોધનના નિર્વાણની ચિંતા થાય છે કેમકે કર્ણના નિર્વાણની સાથે જ વિજયની આશા, સુખ અને કવચ જતું રહ્યું હોય છે. બાપુએ કહ્યું હતું કે, એવો પ્રશ્ન હમેશા આવે છે કે ક્રોધને કાબુમાં કઈ રીતે લાવી શકાય પરંતુ કોઈ જ્ઞાની કે બુદ્ધ વ્યક્તિ પાસે એ જાણી શકાય છે. જ્ઞાનીપુરુષોએ પણ શિષ્યની ચાર લાયકાતો ચકાસવી જોઈએ. શિષ્યમાં અલુબ્ધતા, સ્થિરમન, આજ્ઞાકારિતા અને જીતેન્દ્રિયપણું હોવા જોઈએ.
- રત્નકણિકાઓ
- પરમતત્વ એક છે, એને પામવાના માર્ગો અલગ હોય શકે.
- ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થો જ સ્વયં એના ફળ છે.
- લોભ થી કે ભયથી ધર્મ આચરણ ન થઈ શકે.
- સમુદ્રમંથનમાં દેવો અને દાનવો હતા એટલે અમૃતની સાથે વિષ પણ નીકળ્યું હતું.
- ઈશ્વરનું નામ સમરે એ કડી વૃદ્ધ ન થાય.
- કથા તો પ્રેમ નો યજ્ઞ છે જેમાં આંસુની જ આહુતિ હોય છે.
- મહાભારતના કૃષ્ણને સમજવો હોય તો કર્ણને સમજવો પડે.
- ઉદારતા માત્ર આપવામાં જ નથી, અપરિગ્રહ પણ ઉદારતા જ છે.
- કૃષ્ણ કોઈના પક્ષમાં નથી હોતા એ તો પ્રેમના પક્ષમાં જ હોય છે.
- નિંદાથી નારાજ ન થવું, એનાથી પણ ફાયદો જ થાય છે.
- કૃષ્ણ જે બોલે એ જ સત્ય હોય છે.
- ક્રોધને કઈ રીતે કાબૂમાં લેવાય એ તો કોઈ જ્ઞાની પાસેથી જ જાણી શકાય.
- ધર્મને બરાબર નિભાવતા હોય એણે કદી ઉઘરાણા કરવા જ ન પડે.
- જ્યારે સાસુ વહુમાં દીકરીને જોશે અને વહુ સાસુમાં માતાને જોશે ત્યારે કથા સફળ ગણાય.
- પરાણે કોઈને સાધુ ન બનાવવા જોઈએ.
- સત્સંગ એ ઈશ્વર દર્શનનું પહેલું પગથિયું છે.
- સત્સંગથી વિવેક જાગે છે.
- સાક્ષાત્કારને પ્રચારની જરૂર નથી હોતી.
Courtesy : Sandesh
Read the article at its source link.
સત્સંગ એ ઈશ્વર દર્શનનું પહેલું પગથિયું ઃ બાપુ
ધર્મને લઈ યુવાનો પર દબાણ ન કરો
સુરત, તા. ૧૩
માનસ રામકૃષ્ણ હરિ કથાના સાતમા દિવસના આરંભે મોરારિબાપુએ વ્યાસ પીઠ પરથી સર્વધર્મના આગેવાનોને આવકાર્યા હતા અને કહ્યું કે, બધા જ પોતાના રુચિભેદ અને સ્વભાવ ભેદને કારણે પરમને પામવા અલગ અલગ માર્ગ અપનાવે છે, પરંતુ પરમ તથ્ય તો એક જ છે. સૂર્ય પુત્રી તાપી તટે બિરાજમાન માનસ રામ ક્રિષ્ન જાણે સુરત નગરી અયોધ્યા કૈલાસ કે ગોકુળ-મથુરા નગરી બની ગઈ હોય તેવું શ્રોતાજનોને લાગી રહ્યું છે અને તેથી જ શ્રોતાજનોની સંખ્યા દિવસને દિવસે કથા મંડપમાં વધી રહી છે અને એકમગ્ન થઈને માનસ રામ ક્રિષ્ન હરિ કથા સાંભળી રહ્યા છે. કથાના સાતમા દિવસે મોરારીબાપુએ શાસ્ત્રોમાં જણાવેલા ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સમજ આપી હતી. બાપુએ કહ્યું કે, પુરુષાર્થ જ ફળ કે પરિણામ છે અને એ બધા જ ફળોના રસ અલગ અલગ છે.
ધર્મનો રસ વિરતી એટલે વિરક્તિ કે ત્યાગ છે. અર્થનો રસ નીતિ છે કામનો અર્થ રતિ છે અને મોક્ષનો અર્થ શાંતિ છે. જે કામ કરવાની તમને શાંતિ પ્રાપ્ત થાય એ જ મોક્ષ ફળનો રસ છે. મોક્ષનો કોઈ અલગ માર્ગ નથી. જો ભીતરમાં શાંતિ સ્થાપી શકો તો એ જ મોક્ષનું ફળ છે. તેમણે એમ પણ કહ્યું કે, લોભથી કે ભયથી ધર્મનું આચરણ ન થઈ શકે. પુરુષાર્થ જ ફળ છે. બાપુએ વધુમાં આજે ફરી યુવાનો પર ધર્મને લઈ કોઈ બંધનો કે દબાણ ન લાદો તેવી અપીલ કરી હતી અને કહ્યું કે યુવાનોને કથા સાંભળવા માટે નવ દિવસ મોકલો અને યુવાનો કથા સાંભળો. બાપુએ સમુદ્ર મંથનના ફળની સમજ આપતા કહ્યું કે, સમુદ્ર મંથનમાં દેવો અને દાનવો સમુદ્રમાંથી ૧૪ રત્નોની સાથે અમૃત અને વિષ બંને નીકળ્યા.
જો માત્ર દેવોએ જ મંથન કર્યું હોત તો સમુદ્ર જ અમૃતમય બની ગયો હોત. તેમણે એમ પણ કહ્યું કે મુળ કથા તો ત્રણ જ છે. રામકથા, કૃષ્ણ કથા અને શિવકથા, ઈશ્વરનું નામ સ્મરે એ ક્યારેય વૃદ્ધ થતાં નથી. મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી ભગવતી કુમાર શર્માને પણ યાદ કર્યા હતા. બાપુએ વ્યાસપીઠ પરથી કહ્યું કે, મારું થાક ઉતારવાનું સ્થળ વ્યાસપીઠ છે. મારું કામ કોઈને સુધારવાનું નહીં પણ સ્વીકારવાનું છે. જે યુવાનો વૃદ્ધ થઈ ગયા છે, તેને ફરી જુવાન કરવાનું છે. આમ કહીને બાપુએ પછી મહાભારતમાં કૃષ્ણ, અર્જુન અને કર્ણના પાત્રોને સમજાવ્યા અને શ્રી કૃષ્ણને જાણવા અને સમજવા હોય તો મહાભારતમાં જવું પડે તેમજ કર્ણને સમજવો પડે. વધુમાં બાપુએ કહ્યું કે, એવો પ્રશ્ન હંમેશા આવે છે કે, ક્રોધને કાબૂમાં કઈ રીતે લાવી શકાય, ત્યારે બાપુએ કહ્યું કે, કોઈ જ્ઞાાની કે વૃદ્ધ પુરુષ મળી જાય એનો સત્સંગ થઈ જાય તો ક્રોધને કાબૂમાં લેતા શીખી જશો.
આ સાથે બાપુએ એમ પણ કહ્યું કે, વૃદ્ધ પુરુષ સાચો હોવો જોઈએ, તે તમારું શોષણ ન કરે, બંધન કે આદેશો ન લાદે તેવો વૃદ્ધ પુરુષ મળી જાય તેનો સત્સંગ કરજો. વધુમાં બાપુએ સ્વયંવર પુર્વે બગીચામાં રામ-લક્ષ્મણ-સીતાની મુલાકાતનું વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું કે, રામદર્શન કરતાં પહેલા સંતનું દર્શન કરવું જોઈએ. સત્સંગ કરવો જોઈએ કેમ કે સત્સંગ એ ઈશ્વર દર્શનનું પહેલું પગથિયું છે. સત્સંગથી વિવેક જાગે છે. બગીચો એ સત્સંગનું પ્રતીક છે. બાપુએ સીતા સ્વયંવરનું રસપ્રદ વર્ણન કર્યું હતું.
રામકથાની રત્નકણિકા
- ધર્મ,અર્થ,કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થો જ સ્વંય એના ફળ છે.
- લોભથી કે ભયથી ધર્મ આચરણ ન થઈ શકે.
- સમય મળે યુવાનો મહાભારત વાંચજો અને જોજો.
- કથામાં નવ દિવસ યુવાનોને મોકલો,યુવાનો કથા સાંભળો.
- ધર્મને સર બનાવો
- ઈશ્વરનું નામ સમરે એ કદી વૃધ્ધ ન થાય
- કથા તો પ્રેમનો યજ્ઞા છે જેંમા આંસુની જ આહુતિ હોય છે.
- મહાભારતના કૃષ્ણને સમજવો હોય તો કર્ણને સમજવો પડે.
- ઉદારતા માત્ર આપવામાં જ નથી,કંઈ ન લેવું તે પણ ઉદારતા છે.
- કૃષ્ણ કાઈનાં પક્ષમાં નથી હોતા એ તો પ્રેમના પક્ષમાં જ હોય છે.
- નિંદાથી નારાજ ન થવું,એનાથી પણ ફાયદો થાય છે.
- કૃષ્ણ જે બોલે એ જ સત્ય હોય છે.
- પરાણે કાઈને સાધુ ન બનાવવા જોઈએ.
- ધર્મને નિભાવતા હોય એણે કદી ઉઘરાણા ન કરવા પડે.
- જયારે સાસુ વહુમાં દિકરીના જોશે અને વહુ સાસુમાં માતાને જોશે ત્યારે કથા સફળ ગણાય
Courtesy : Gujarat Samachar
ફરજિયાત કંઇ ન કરવું, મંદિરે જવાનો વિચાર આવે તે પણ કાફી છે
Read the article at its source link.
રામકથામાં મોરારીબાપુનું યુવા પેઢી માટે ઉદબોધન
સાતમા દિવસે રામકથાના મંચ પર સર્જાયુ સર્વધર્મ સમાનતાનું દ્રશ્ય ઃ ભારતીય વિચારધારા વૈશ્વિક વિચારધારા છે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર
''કબીર કુંઆ એક હૈ, પનિહારી અનેક બરતન સબકે ન્યારે ભયે, પાની સબ મેં એક''
કબીરનો આ દોહો મોરારીબાપુની રામકથાનાં મંચ પર જાણે જીવંત થયો હોય તેવો માહોલ સર્જાયો હતો, રામકથાનાં સાતમા દિવસે કથાના સાતમાં દિવસે કથાના રસપાન અર્થે હિન્દુ, મુસ્લિમ, શિખ, ઇસાઇ, પારસી, જૈન વગેરે વિવિધ ધર્મોનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સત્ય, પ્રેમ તથા કરૃણા રૃપી ધર્મની શ્રવણ ઉપાસના કરી હતી.
મોરારીબાપુએ કથાનાં સાતમા દિવસે વ્યાસપીઠ પરથી કથા શ્રવણ અર્થે આવેલા તમામ ધર્મગુરૃઓ અને અગ્રણીઓને ચાદરપુર્વક આવકાર આપી વ્યાસપીઠને ચાદર આપવા આવેલા સર્વધર્મમાં ધર્મગુરૃઓને પ્રણામ કર્યા હતા અને કહ્યુ હતું કે સમયે સમયે આ સેતુ બંધાતો રહેવો જોઇએ. ભારતીય વિચારધારા એટલે વૈશ્વીક વિચારધારા છે રામ કહો કે રહીમ કે પછીઇસુ કે મહાવીર નામ અલગ છે પણ પરમ તત્વ તો એક જ છે. બાપુએ રાજીપો વ્યક્ત કરતા એક શેર સંભળાવ્યો હતો. ''હંસ કે બોલા કરો, બુલાયા કરો, આપ કા ઘર હૈ આયા - જાયા કરો'
ભારતીય વિચારધારાનાં ચાર સ્તંભ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વ્યાખ્યા કરતા બાપુએ કહ્યુ કે ધર્મનું ફળ ધર્મ છે પણ તેનો રસ વિરતી છે. વિરતી એટલે વિરાગ બીજા માટે ત્યાગ કરવાની ભાવના. આ સહજ ઉદારતા વિરતી છે. અર્થનો રસ નિતી છે. ખોટુ કરવાથી જ રૃપિયા કમાવાય એ વાત તદ્દન ખોટી છે. નિતી પુર્વક કમાયેલુ અર્થ સાચું અર્થ છે. ત્રીજો સ્તંભ કામ કામને લોકોએ સિમીત અર્થમાં બાંધી દીધો છે. કામનો રસ છે, હતી. પરમાત્માની ભક્તિમાં સતત રતી બધતી રહે એ અર્થમાં અને મોક્ષનો રસ શાંતિ છે. જે કાર્ય કરવાથી શાંતિ મળે તે મોક્ષ. બીજુ કોઇ મોક્ષની જરૃર નથી.
યુવાપેઢીને સંબોધીને બાપુએ કહ્યુ કે ફરજીયાત કંઇ ન કરવું. મોજમાં આવે તો મંદિર જવું નહી તો મંદિરે જવાનો વિચાર આવે તે પણ કાફી છે. જબરદસ્તીથી ધર્મ આચરણ ન થાય. મા-બાપ વડીલોને વિનંતી કરતા કહ્યુ કે તમારા સંતાનોને વર્ષમાં એકવાર રામકથામાં મોકલો એમને સાચા અર્થમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષનાં પાઠ શીખવા મળશે. ભીડનો કોઇ આશય નથી. અને રામકથામાં દેખાય છે એ ભીડ નથી. આ સૌનું પોતપોતાનું આગવુ એકાંત છે. આજે યુવાનોને ધર્મજગતે ખુબ ડરાવ્યા છે. તેમનો ડર દૂર કરવાની આ કોશીષ છે. માનસ રામક્રિષ્ન હરી કથામાં ક્રિષ્નની ચર્ચા કરતા બાપુએ કહ્યું કે ક્રિષ્નને પૂર્ણ જાણવા માટે કર્ણને સમજવો પડે. બાપુએ કર્ણ અને અર્જુનનાં યુધ્ધનું મહાભારતનાં કર્ણપર્વનાં આધારે ભાવવાહી વર્ણન કર્યુ હતું.
રામકથાનાં પ્રવાહમાં બાપુએ કથાને આગળ વધારતા જનકપુરીમાં બગીચામાં સીતા અને રામનાં મિલનનું સુંદર ચિત્રણ પ્રસ્તુત કર્યુ હતું. ત્રેતાયુગમાં પણ બાગ-બગીચાઓ હતા જેમાં રામ-યુવક અને યુવતી સીતા જતા હતા. આજે પણ યુવાન-યુવતીઓ બાગ-બગીચામાં જાય તેમાં કોઇ વાંધો નથી પણ હેતુ રામ-સીતા જેવા હોવા જોઇએ. મર્યાદામાં રહીને ફરવામાં વાંધો નથી. બાપુએ ધનુષ્યભંગ પ્રસંગ, પરશુરામ આગમન, રામસીતા વિવાહ અને જાનકીનાં વિદાયનું વર્ણન કરી બાલકાંડની સમાપ્તી સાથે સાતમાં દિવસની કથાનું સમાપન કર્યુ હતું.
કથા પૂર્વે વિશેષ વ્યક્તિ તરીકે બેટી બચાવો આંદોલનનાં પ્રણેતા મથુરભાઇ સવાણી અને વિશેષ સંસ્થા તરીકે અમદાવાદની મંથન સંસ્થાનાં સંચાલિકા નિરુબેન રાવળનું સન્માન કરવામાં આવ્યુ હતું. વિશેષ વક્તા તરીકે તુષારભાઇ હાથીએ ઉદબોધન કર્યુ હતું.
કથાનાં અમૃતબિંદુ
- અહંકારનું ધનુષ્ય તુટે ત્યારે ભક્તિ વરે
- ક્રિષ્નને સમજવા કર્ણને સમજવો પડે
- ભારતીય વિચારધારા એટલે વૈશ્વીક વિચારધારા
- લોભ કે ભયથી ધર્મ આચરણ ન થઇ શકે
- આપવુ એટલે જ નહી કંઇ ન લેવુ એ પણ ઉદારતા છે
- ધર્મને નિભાવતા હોય તેણે ઉઘરાણા ન કરવા પડે
- પરાણે કોઇને સાધુ ન બનાવવા જોઇએ
- સાક્ષાત્કારને પ્રચારની જરૃર નથી.
_________________________________________________________________________________
૮
શનિવાર, તારીખ ૧૪-૦૨-૨૦૧૫
Courtesy : Divya Bhaskar.
'જીવો, જુઓ અને જાવ', વેલેન્ટાઇન ડેએ મોરારી બાપુએ આપી પ્રેમની અદભૂત વ્યાખ્યા
Read the article at its source link.
સુરત: એસઆરકે ફાઉન્ડેશન આયોજિત માનસ રામ-કૃષ્ણ-હરિકથાના આઠમા દિવસે ‘ટ્રાફિક જાગૃતિ અભિયાન’ અંતર્ગત જોયસ સ્કૂલના બાળકો અને ટ્રાફિક બ્રિગેડની રેલી કથા મંડપમાંથી પસાર થઈ હતી. માનસ રામ-કૃષ્ણ-હરિકથાના આઠમા દિવસના આરંભે બાપુએ કહ્યું કે, વર્ષાબેનની વાત સાચી છે પ્રતિક્ષા આપણો અધિકાર છે. બ્રહ્મતત્વની પ્રતિક્ષા જ થાય, પરીક્ષા ન થાય, બહુ બહુ તો સમિક્ષા થઈ શકે. પ્રતિક્ષા કરશે એને હરિ મળશે જ. તેમણે એમ પણ કહ્યું કે, અહી રામકથાના પ્રેમયજ્ઞની સાથે સાથે વિચારયજ્ઞ પણ ચાલી રહ્યો છે. બાપુએ વેલેન્ટાઇન ડે નિમિત્તે યુવાનોને શુભેચ્છા આપતા કહ્યું કે, પ્રેમની વ્યાખ્યા ન હોય એ તો અનુભૂતિનો વિષય છે. જીવો, જુઓ અને જાવ.
- મોરારી બાપુનો રામકથાના આઠમાં દિવસે વેલેન્ટાઇન ડે સંદેશ: પ્રેમની વ્યાખ્યા ન હોય એ તો અનુભૂતિનો વિષય છે
- વર્તમાન ક્ષણ જ સત્ય છે તેને જીવી લેવી જોઈએઃ મોરારી બાપુ
- રામકથાના આઠમાં દિવસે મોરારી બાપુએ પ્રેમપર્વની વ્યાખ્યા આપી હતી
જેટલું જીવાય એટલું સત્ય સાથે જીવો, બધાને પ્રેમથી જુઓ અને જાવ ત્યારે કરુણા રેલાવીને જાવ તો જીવન સાર્થક થાય. તેમણે કહ્યું કે, પ્રેમ કેવો હોવો જોઈએ એની ચર્ચા થતી આવી છે. પ્રેમ તો બાળસ્વરૂપ જ હોવો જોઈએ એવી માન્યતાનો અર્થ એવો કે પ્રેમ બાળક જેવો નિર્દોષ, નિખાલસ અને નિર્મળ હોવો જોઈએ. જો એ યુવાન થશે તો એમાં કામનો વિકાર પ્રવેશી શકે. પ્રેમ વધવો ન જોઈએ એવું પણ નથી. પ્રેમના દિવસને ઉજવતી વખતે આપણી સંસ્કૃતિને જાળવી રાખવી પણ જરૂરી છે.
આગળ વાંચો, બાપુએ અયોધ્યાકાંડનું વર્ણન કર્યું.
માણસની આંખ એ તો ઉપાસનાનું કેન્દ્ર છે. વ્યક્તિના ભીતરનો અરીસો છે. માણસની દૃષ્ટિ શિકારી હોય શકે, વિકારી પણ હોય શકે અને પૂજારી પણ હોય શકે. એને એની આંખથી પારખી શકાય છે.રામનું ચરિત્ર પણ છે, રામની લીલા પણ છે અને રામની કથા પણ છે છતાં તુલસીના આ ત્રણ શબ્દ વિભિન્ન અર્થ પ્રગટાવે છે. ચરિત્રમાં ઉમદા માનવ ચરિત્ર છે તુલસીના રામ લીલા કરે એ ઈશ્વરની લીલા છે. બાપુએ અયોધ્યાકાંડનો આરંભ કરતાં કહ્યું કે, બાલકાંડ બાલ્યાવસ્થાનું વર્ણન છે તો અયોધ્યાકાંડ યુવાનીનું વર્ણન છે. તેમણે અયોધ્યાની વ્યાખ્યા આપતા કહ્યું કે, અયોધ્યા એટલે યુવાની અને યુવાનીની રમણીય બનાવવી હોય તો શિવનું સ્મરણ જરૂરી છે કેમકે યુવાનો માટે શિવભક્તિ માર્ગદર્શક છે. શિવ તો પરમતત્વ છે એટલે એનો અનાદર ન થાય.
આગળ વાંચો, મહાદેવ તાંડવના દેવ છે એમ રાસના પણ દેવ છે
મોરારી બાપુ એમ પણ કહ્યું કે, શિવ પણ એકવાર પાર્વતીજી સાથે કૃષ્ણની રાસલીલા નિહાળવા વૃંદાવન ગયા હતા એટલે મહાદેવ તાંડવના દેવ છે એમ રાસના પણ દેવ છે. યુવાનોએ અર્ધચન્દ્ર જેવી વૃત્તિ રાખવી જોઈએ તો જ એનો વિકાસ થઈ શકે. યુવાનોએ શિવની જેમ વિષને પચાવતા શીખવું જોઈએ. યુવાનોએ શણગાર અને સુખ પોતાને જ ડંખે નહીં એનું ધ્યાન રાખવું જોઈએ. યુવાનોએ આનંદના કે શોકના સમાચારથી ડગી ન જવું જોઈએ. ભગવાન રામની જેમ સ્થિતપ્રજ્ઞ રહેવું જોઈએ.
આગળ વાંચો, ઘડપણ આવે ત્યારે એને સ્વીકારીને યુવાનોને દોર સોંપી દેવો
બાપુએ એમ પણ કહ્યું કે, ગુરુતત્વ પહેલું છે એટલે યુવાનીમાં માર્ગદર્શકની ખાસ જરૂર પડે છે. યુવાનોએ માર્ગદર્શક શોધી લેવા જોઈએ. સુખનો અતિરેક પણ વનવાસનો સંકેત છે. સુખની સાથે દુખ પણ જરૂરી છે. રાજા દશરથ દરબારમાં દર્પણ જોઈને પોતાનો મુગટ સરખો કરે એ એવો સંકેત આપે છે કે સમાજ જ્યારે ખૂબ પ્રતિષ્ઠા આપે ત્યારે વ્યક્તિએ પોતે એ પ્રતિષ્ઠાને લાયક છે કે નહીં એ જોવા મનના દર્પણમાં દૃષ્ટિ નાખવી જોઈએ. ઘડપણ આવે ત્યારે એને સ્વીકારીને યુવાનોને દોર સોંપી દેવો. જરૂર પડે તો માર્ગદર્શન આપવું. સંયમ હશે તો જ ત્યાગની વૃત્તિ આવશે.
- રત્નકણિકાઓ
બ્રહ્મતત્વની પ્રતિક્ષા જ થાય, પરીક્ષા ન થાય.
સ્મૃતિ પ્રયત્નોથી નહીં પ્રસાદથી જ આવે.
વેદો, ઉપનિષદો, ધર્મગ્રંથો, પુરાણોનો સાર માનવ જ છે.
પ્રેમની વ્યાખ્યા ન હોય એ તો અનુભૂતિનો વિષય છે.
વર્તમાન ક્ષણ જ સત્ય છે એ ને જીવી લેવી જોઈએ.
પ્રેમપર્વ એટલે જીવો, જુઓ અને જાવ.
માણસની આંખમાં શિકારી, વિકારી અને પૂજારી હોય છે તેને પારખો.
આંખ એ ઉપાસનાનું કેન્દ્ર.
તુલસીએ રામચરિત્ર, રામલીલા અને રામકથા એમ ત્રણ શબ્દોથી રામનો મહિમા વ્યક્ત કર્યો છે.
રામચરિત્ર એટલે વ્યક્તિનું જીવન.
હરિ એટલે અનંત, હરિ એટલે જ વ્યાપકતા.
અવતાર લે એને હરિ કહેવાય.
Courtesy : Sandesh
પ્રેમનો એક જ દિવસ ન હોય, અહીં તો ૩૬૫ દિવસ પ્રેમના છે : મોરારિ બાપુ
Read the article at its source link.
'વેલેન્ટાઇન ડે' પર મોરારિબાપુનો સંદેશો : જે છે એમાં જીવી લો, ભરપૂર જીવી લો, યાર બસ મોજમાં જીવી લો
સુરત, તા. ૧૪
કતારગામ ખાતે આયોજિત માનસ રામકૃષ્ણ હરિ કથાનો આઠમો દિવસ જાણે હરિના પ્રેમપર્વમાં ડૂબી ગયો હોય તેમ મોરારિબાપુ સહિત શ્રોતાજનો કૃષ્ણની રાસલીલા અને હરિના પ્રેમપર્વમાં તલ્લીન બન્યા હતા. વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ કહ્યું કે, આજે વેલેન્ટાઇન ડે છે, પ્રેમનો દિવસ છે, "વધાઇ હો", પણ આ તો ભારતીય સંસ્કૃતિ તેમાં એક જ દિવસ પ્રેમનો ન હોય, અહીં તો ૩૬૫ દિવસ પ્રેમના છે. આમ કહેતા જ શ્રોતાજનોએ આ વાતને તાળીઓના ગડગડાતથી વધાવી લીધી હતી. માનસ રામકૃષ્ણ હરિ કથાના આઠમા દિવસે મોરારિબાપુએ યુવાનોને ખાસ કેન્દ્રમાં રાખીને પ્રેમપર્વની મહત્તા સમજાવી હતી. તેમણે કહ્યું કે, તેમની વ્યાખ્યા ન હોય એ તો અનુભૂતિ વિષય છે. બાપુએ યુવાનોને વેલેન્ટાઇન ડે નિમિત્તે શુભેચ્છા આપી પ્રેમનો સાચો અર્થ સમજાવ્યો હતો. જીવો, જુઓ અને જાવ આ ત્રણ શબ્દોની બાપુએ પ્રેમની વ્યાખ્યા યુવાનોને સમજાવી હતી. તેમણે કહ્યું હતું કે, જેટલું જીવાય એટલું સત્યની નજીક જીવો, બધાને પ્રેમથી જુઓ અને જાવ ત્યારે કરુણા રેલાવીને જાવ તો જીવન સાર્થક ગણાશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, હૈ યુવાનો સંસ્કૃતિનું ચિરહરણ ન થાય તેની સભ્યતા રાખજો. પ્રેમ વધવો ન જોઇએ એવું પણ નથી પરંતુ પ્રેમના દિવસને ઉજવતી વખતે આપણી સંસ્કૃતિને જાળવી રાખવી પણ આપણી ફરજ અને જરૂરી છે. આ ઉપરાંત બાપુએ એમ પણ કહ્યું કે, જે છે એમાં જીવી લો. ભરપૂર અને મોજમાં જીવી લો યાર, પ્રત્યેક ક્ષણમાં બસ આનંદથી જીવી લો. આંખની મહત્તા સમજાવતા કહ્યું કે, માણસની આંખ એ તો ઉપાસનાનું કેન્દ્ર છે. વ્યક્તિના ભીતરનો અરિસો છે. માણસની દૃષ્ટિ શિકારી હોય શકે, વિકારી પણ હોઇ શકે અને પૂજારી પણ હોઇ શકે. એને એની આંખ પરથી પારખી શકાય છે. રામનું ચરિત્ર પણ છે, રામની લીલા પણ છે અને રામની કથા પણ છે છતાં તુલસીના આ ત્રણ શબ્દ વિભિન્ન અર્થ પ્રગટાવે છે. ચરિત્રમાં ઉમદા માનવચરિત્ર છે. તુલસીના રામ માનવ પણ છે અને પરમતત્ત્વ પણ છે. આમ તુલસીના રામ લીલા કરે એ ઇશ્વરની લીલા છે અને હરિ કથા પરમતત્ત્વ સ્થાપિત કરે છે. હરિ એટલે વ્યાપકતા, અનંતા, અનુપા, ભજન, પ્રભુનું નામ અને અવતાર લે તે આ બધું જ હરિ છે. બાપુએ વધુ પ્રકાશ પાડતાં કહ્યું કે, અકાશનો અંત નથી તેથી તે હરિ છે. બાપુએ અયોધ્યાકાંડનો આરંભ કરતાં કહ્યું કે, યુવાનો આ અયોધ્યાકાંડ સાંભળ જો. કેમ કે અયોધ્યા એટલે યુવાની, યૌવાન અને યુવા અવસ્થા છે. અયોધ્યાકાંડ યુવાનીનું વર્ણન છે અને અયોધ્યા એટલે યુવાની રમણીય બનાવવી હોય તો શિવનું સ્મરણ જરૂરી છે. કેમ કે યુવાનો માટે શિવભક્તિ માર્ગદર્શક છે. શિવ તો પરમતત્ત્વ એટલે એનો અનાદર ન કરવો તેવું બાપુએ યુવાનોને સમજાવ્યું હતું. યુવાનોએ શિવની જેમ વિષને પચાવતા શીખવું જોઇએ. યુવાનોએ શણગાર અને સુખ પોતાને જ ડંખે નહીં એનું ધ્યાન રાખવું જોઇએ. ઘડપણ આવે ત્યારે એને સ્વીકારીને યુવાનોને દોર સોંપી દેવી. જરૂર પડે તો માર્ગદર્શન આપવું. સંયમ હશે તો જ ત્યાગની વૃત્તિ આવશે તેમજ યુવાનોએ કુસંગની સાવધાન રહેવા બાપુએ જણાવ્યું હતું.
બાપુની રત્નકણિકાઓ
-બહ્મતત્ત્વની પ્રતિક્ષા જ થાય, પરીક્ષા ન થાય.
-જે પ્રતિક્ષા કરશે એને હરિ મળશે.
-સ્મૃતિ પ્રયત્નોથી નહીં પ્રસાદથી જ આવે.
-વેદો, ઉપનિષદો, ધર્મગ્રંથાનો સાર માનવ જ છે.
-પ્રેમની વ્યાખ્યા ન હોય એ તો અનુભૂતિનો વિષય છે.
-જે ક્ષણ છે એમાં મનભરીને જીવી લો.
-પ્રેમપર્વ એટલે જીવો, જુઓ અને જાવ.
-પ્રેમ બાળક જેવો નિખાલસ હોવો જોઈએ.
-આંખ એ ઉપાસનાનું કેન્દ્ર છે.
-માણસની આંખમાં શિકારી, વિકારી અને પૂજારી રહેલા હોય છે, તેને પારખવા જોઈએ.
-નિખાલસ પ્રેમ પૂજા છે. રામચરિત્ર એટલે વ્યક્તિનું જીવન.
-હરિ એટલે વ્યાપકતા, અનંત, ભજન અને પ્રભુનું નામ.
-અવતાર લે એને હરિ કહેવાય. અખંડ ભરોસો હરિ છે.
-શાસ્ત્ર ગુરુમુખી હોવું જોઈએ. યુવાનીમાં માર્ગદર્શક જરૂરી.
-યુવાનોએ શિવનું સ્મરણ કરવું, શિવનો અનાદર કયારેય ન કરવો જોઈએ.
-કોઈને કંઈ આપો ત્યારે ચોઘડિયા ન જોતા.
-કુસંગથી યુવાનોએ સાવધાન રહેવુ
માન્યતાઓમાંથી બહાર આવો
હનુમાન પર તેલ ચડાવવું જોઇએ કે કેમ? શનિવારે વાળ, દાઢી કે નખ કાપવા જોઇએ કે કેમ? આવા એક યુવાને પૂછેલા પ્રશ્નોમાં મોરારિબાપુએ કહ્યું કે આ ૨૧મી સદી છે, હવે માન્યતામાં થોડા ફેરફાર કરવા જોઇએ. હનુમાન પર તેલ ન ચડાવો તો ચાલશે તેમજ શનિવારે વાળ, દાઢી અને નખ કાપી શકાય છે. મારી દૃષ્ટિએ કોઇ વાંધો નથી. આવી અંધશ્રદ્ધામાંથી હવે બહાર આવવું જોઇએ તેવું સૂચન બાપુએ કર્યું હતું.
Courtesy : Gujarat Samachar
વેલેન્ટાઇન ડેના મતમતાંતરો છોડો, પ્રેમ કરોને યાર ઃ મોરારીબાપુ
Read the article at its source link.
પ્રેમના દિવસની બધાઇ હો...
જે તેલ જરૃરતમંદના ઘરોમાં ભોજન પુરૃં પાડે તેને હનુમાન પર રેડો નહીં ઃ આજે રામકથાનો અંતિમ દિવસ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, શનિવાર
કજરા મહોબ્બત વાલા... અંખિયોંમે એસા ડાલા... કજરેને લેલી મેરી જાન... ગીતના શબ્દો વાંચીને કોઇ મહેદીક મુશાયરો કે મુઝરાનું આર્ટીકલ હોય એવું ધારી શકાય છે પરંતુ હવે એ નવાઇ નથી રહી કે મોરારીબાપુની કથામાં પણ ફિલ્મી ગતો ભક્તિરસ સાથે સાંભળવામાં આવે છે. બાપુએ ચાર-પાંચ ફિલ્મી ગીતોની પંક્તિઓ લલકારીને કહ્યું હતું કે, આજે તો આવું બધું જ આવશે કારણ કે આજે વેલેન્ટાઇન ડે છે. એ પછી બાપુએ વ્યાસપીઠ પરથી ફિલ્મી ગીતો અને પ્રેમ મહિમા ગાયો હતો.
વેલેન્ટાઇન ડે પર વાત કરતાં મોરારીબાપુએ કહ્યું કે, ઘણાં લોકોની જીજ્ઞાાષા છે અને પૂછે છે કે, વેલેન્ટાઇન મનાવાય? પશ્ચિમનો શબ્દ સારો કે ખરાબ? આ બધા મતમતાંતરોમાં નહીં પડો... તમે બસ પ્રેમ કરોને યાર... 'પ્રેમના દિવસની વધાઇ હો' કહીને બાપુએ કહ્યું કે, વર્ષમાં એક દિવસ પ્રેમ માટે હોય એ ઠીક નથી. આપણા દેશમાં તો ૩૬૫ દિવસ પ્રેમના દિવસ છે. તે છતાં એક દિવસ તો એક દિવસ પ્રેમ કરી લો... સારું છે. યુવાન ભાઇઓ-બહેનોને સંબોધન કરી કહ્યું કે, ફિલ્મો જુઓ એમાં કંઇ ખરાબ નથી પણ એમાંથી સારું લેવાય, ખરાબ ત્યાં જ છોડીને આવવાનું. ભારતીય સંસ્કૃતિનું ચિરહરણ ન થાય તેનો ખ્યાલ રાખજો.
ત્રણ શબ્દો થકી બાપુએ જીવનને જીવવાની વાત કરી. (૧) જીવો - જીવન મળ્યું છે તો ભરપૂર જીવો - હંમેશા મોજમાં રેજો... જીવવાનું છે તો આનંદથી કેમ નહીં? મસ્તીથી જીવો. (૨) જુવો - પ્રેમથી જુવો. કોઇના તરફ તિરસ્કાર નફરત કે રાગદ્વષની દ્રષ્ટિથી નહીં જુઓ. ચોતરફ પ્રેમદ્રષ્ટિથી જુઓ અને (૩) જાઓ - જયારે દુનિયા છોડીને જવાનું થાય ત્યારે કરૃણા છોડી જાઓ. સત્યથી જીવો, પ્રેમથી જુવો અને કરૃણાથી જાઓ એટલે જીવન ધન્ય છે.
હાલના સમયમાં પ્રવર્તતીમાનતાઓનું ખંડન કરતા બાપુએ કહ્યું કે, હનુમાનજીને તેલ ચડાવવાની જરૃર નથી. કોઇ ગરીબ પરિવારને તેલ પહોંચાડો એ હનુમાનજીને વધુ ગમશે. તેલ ચડાવીએ હનુમાનને ગોબરો કરવાનું બંધ કરો અને શનિવારે વાળ ન કપાય, નખ ન કપાય, તેલ ન નખાય એ બધી ખોટી માન્યતા છે. તેમાંથી બહાર આવો. આ ૨૧મી સદી છે થોડા સાહસ સાથે ફેરફાર કરો. હું વ્યક્તિગત આ બધામાં માનતો નથી. આ બધું બદલાવું જોઇએ.
માનસ રામક્રિષ્ન હરિ કથામાં બાપુએ આજે હરિદર્શન કરાવ્યું હતું. જે વ્યાપક છે. જેનો ભરોસો અનંત છે, જે અવતાર લે છે, જે ભજન છે અને જે પ્રેમ છે તે હરી છે. રામકથાના પ્રવાહમાં અયોધ્યા કાંડમાં રામ વનવાસની કથા બાદ રામ ચિત્રકુટમાં પધારે છે ત્યાં કથાને વિશ્રામ આપવામાં આવ્યો હતો. આવતીકાલે છેલ્લા દિવસે સંક્ષિપ્તમાં રામકથાનું સમાપન કરાશે.
કથાના અમૃતબિંદ
- પ્રેમનાં ૩૬૫ દિવસ હોય છે.
- કુસંગથી બચો.
- આપતી વખતે ચોઘડીયા ના જુઓ.
- સંકિર્ણ રાજપીઠ થાય, વ્યાસપીઠ નહીં.
- પ્રતિક્ષા આપણો અધિકાર છે.
- જીવનને ભરપૂર રીતે જીવો.
- સંસ્કૃતિનું ચીરહરણ ન થાય તે જોજો.
કજરા મહોબ્બતવાલા ઃ-
વેલેન્ટાઇન ડે પર બાપુ ખીલ્યા હતાં અને વ્યાસપીઠ પરથી કજરા મહોબ્બતવાલા, તેરી આંખો કે સિવા, લો આ ગઇ ઉનકી યાદ, આગે ભી જાને ના તું, તુમ્હે ઓર કયા દું મેં દિલકે સીવા જેવા ફિલ્મી ગીતો ગાયા હતાં અને તેનો ભક્તિરસ પ્રસ્તુત કર્યો હતો. જો સ્વભાવ શુદ્ધ રાખવામાં આવે તો ફિલ્મી ગીતો પણ શ્લોક જેવા છે.
_________________________________________________________________________________
૯
રવિવાર, તારીખ ૧૫-૦૨-૨૦૧૫
Courtesy : Divya Bhaskar
મોરારીબાપુની રામકથાની પૂર્ણાહુતિઃ છેલ્લા દિવસે શ્રોતાઓ બન્યા ભાવવિભોર
Read the article at its source link.
સુરત : એસઆરકે ફાઉંડેશન આયોજિત માનસ રામ-કૃષ્ણ-હરિકથાના નવમા દિવસના આરંભે વડીલવંદના અભિયાન રેલી કથા મંડપમાંથી પસાર થઈ હતી. આજે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ તથા રાજ્યના મંત્રી નાનુભાઈ વાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક ઉદ્દબોધનમાં માનનીય મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કહ્યું હતું કે, “આજે સુરતમાં ચાલતી કથાના પૂર્ણાહુતિ દિને મને ઉપસ્થિત રહેવાનો લાભ મળ્યો છે.” બાપુ કહે છે એમ જો કોઈ વ્યક્તિ કમાઈને પોતાના પરિવાર માટે ખર્ચે એ પ્રકૃતિ છે, જો કોઈ કમાય પણ બીજાનું ખાય એને વિકૃતિ કહેવાય અને જે પરિવાર કમાય અને બીજાને માટે વાપરે એને સંસ્કૃતિ કહેવાય.
સુરતમાં મને એ સંસ્કૃતિનું દર્શન થાય છે. આજે જ્યારે રાજયમાં સ્વાઈન ફ્લૂનો વાવર છે ત્યારે મારી સૌને અપીલ છે કે સ્વાઇન ફ્લૂ પ્રત્યે જાગૃતિ કેળવી એને નાથવામાં સહકારી બને. કથાની પરંપરા મુજબ વ્યક્તિ વિશેષ તરીકે અનિસ સંસ્થાના સ્થાપક ગીતાબેન શ્રોફનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રો. શરીફાબહેન વીજળીવાલાએ આજના વિશેષ વક્તા તરીકે ઉપસ્થિત રહી પોતાના વિચારો નિર્ભીકપણે વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “હું પહેલા માણસ છુ, બીજા ક્રમે ભારતીય છુ અને ત્રીજા ક્રમે શિક્ષક છુ. મારી ઓળખમાં મારુ કર્મ અને ધર્મ સમાયેલા છે.” તેમણે સમરસ સમાજની વ્યાખ્યા કરતાં કહ્યું કે, “નફરત કરવી સહેલું છે, પ્રેમ કરવું અઘરું છે. સમરસ સમાજ માટે પરસ્પર પ્રેમ અને સર્વધર્મસમભાવ જરૂરી છે, સાથે સાથે જ અસમાનતા દૂર કરવી પણ જરૂરી છે.
સુરતમાં કથા કરીને મોરારીબાપુએ રાજીપો વ્યક્ત કર્યો વાંચો આગળ...
રામ એટલે સત્ય, કૃષ્ણ એટલે પ્રેમ અને હરિ એટલે કરુણા
કથાના આયોજક પરિવારના ગોવિંદભાઇ ધોળકિયાએ આભાર દર્શન વક્તવ્યમાં જણાવ્યુ કે, “સદભાગ્ય હોય ત્યારે જ સાત્વિક વ્યક્તિનો સંગ થાય છે. અમે તો આ કથાના નિમિત્તમાત્ર બન્યા છીએ અને એ અમારું મોટું સદભાગ્ય છે.” તેમણે આ કથા સાથે સંકળાયેલા અને આયોજનમાં સહભાગી થનાર તમામ પ્રત્યે આદર વ્યક્ત કરી સૌને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે, “રામ એટલે સત્ય, કૃષ્ણ એટલે પ્રેમ અને હરિ એટલે કરુણા અને આ ત્રણેય તત્વો પૂ. બાપુમાં સાકાર થયા છે.” માનસ રામ-કૃષ્ણ-હરિકથાના પૂર્ણાહુતિ દિનના પ્રારંભે બાપુએ આયોજક ધોળકિયા પરિવારના આગેવાન ગોવિંદભાઇ ધોળકિયા પ્રત્યેની લાગણીને પ્રેમ અને રાજીપારૂપે વ્યક્ત કરી હતી.
મોરારીબાપુએ અરણ્યકાંડનું રસપ્રદ વર્ણન કર્યુ વાંચવા ફોટો સ્ક્રોલ કરો...
શ્રોતા સુમતિથી સાંભળે અને વક્તા સુમતિથી બોલે
કથા પ્રવાહ આગળ વધારતા બાપુએ ચિત્રકૂટમાં ભરત મિલાપનું તાદૃશ્ય વર્ણન કર્યું. પરિવાર ભાવનાની ચર્ચા કરતાં તેમણે કહ્યું હતું કે, “માતપિતાને પુત્ર સાથે રહેવા મળે એ રીતે પુત્રી સાથે રહેવા મળે તો કદાચ વધુ આનંદ મળે. શ્રોતા સુમતિથી સાંભળે અને વક્તા સુમતિથી બોલે ત્યારે જ કથા સફળ થાય. કથામાં પરીવર્તન જરૂરી છે અને એ પણ થશે. દરેક વ્યક્તિ પોતાનું કર્તવ્ય નિભાવે તો જ સમરસ સમાજ શક્ય છે. પ્રેમ હોય ત્યાં કશ્મકશ હોય જ છે.” બાપુ અરણ્યકાંડનું વર્ણન રસપ્રદ શૈલીમાં કરતાં કહે છે કે,“ભગવાન રામ પિતાતુલ્ય જટાયુને મળે છે અને પંચવટીમાં નિવાસ કરે છે.
રામાયણમાં રાવણ પણ અવતાર છે વાંચો આગળ...
રાવણ દંભ કરવાને બદલે રામ સાથે વેર બાંધે છે
રામાયણમાં રાવણ પણ અવતાર છે. રાવણ દંભ કરવાને બદલે રામ સાથે વેર બાંધે છે. માણસમાત્રમાં ગુણદોષ હોય છે. આંચકેલું અમ્રુત અમરત્વ આપી શકે, નિર્ભયતા નહીં આપી શકે. રામે જગતને પુરુષધર્મ બતાવ્યો છે. પૂ. બાપુએ કહ્યું કે, “સીતા શોધની યાત્રા એ સ્વીકારની યાત્રા છે. રામ બધાને પૂછે છે કે સીતાજી ક્યાં મળશે? પૂ. બાપુએ કિષ્કિંધાકાંડનું વર્ણન કરતાં કહ્યું હતું કે, “કર્મો આપણી સાથે જ આવે છે. ધ્યેયપ્રાપ્તિ માટે આમતેમ ભટકવાને બદલે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. જીવનમાં સમસ્યા આવે છે, પણ સમસ્યાની સાથે ઉકેલ પણ હોય છે.
હનુમાને લંકામાં લાગેલી આગમાં દૂષણોનો નાશ થયો વાંચો આગળ....
રાવણરૂપી સમસ્યા આવી એ સાથે જ હનુમાનરૂપી સમાધાન પણ આવી ગયું
રાવણરૂપી સમસ્યા આવી એ સાથે જ હનુમાનરૂપી સમાધાન પણ આવી ગયું હતું. હનુમાને લંકામાં લાગેલી આગમાં દૂષણોનો નાશ થયો છે. રામનો અવતાર તો સેતુ રચવા માટે જ થયો છે. રામ તોડે નહીં જોડે. સમાજમાં સેતુબંધ એ જ રામ છે. રામ એ છે જે સફળતા મળે તો પણ નાના માણસને ભૂલતા નથી. રામ બધાને માણસ બનાવી શકે છે. રામ જ્યારે શસ્ત્ર મૂકે છે ત્યારે શાસ્ત્રનું મહત્વ વધે છે. દરેકને પોતાનો રામ હોવો જોઈએ. રામના રાજ્યાભિષેક સમયે સત્તા સેટ પાસે આવે છે. પ્રેમ, કરુણા અને સત્ય હોય ત્યાં જ રામરાજય એટલે કે પ્રેમરાજ્યની સ્થાપના શક્ય બને છે. રાજ્યાભિષેક સમયે ભગવાન શિવ આવીને રામની સ્તુતિ કરે છે. રામ નામ બધી સાધનાનો સાર છે.
આ કથામાંથી કંઇક ગ્રહણ કરી એને અનુસરશે તો કથા સાર્થક ગણાશે વાંચો આગળ...
શ્રોતાઑ આ કથામાંથી કંઇક ગ્રહણ કરી એને અનુસરશે
બાપુએ રામકથાની પૂર્ણાહુતિ સાથે એવી આશા વ્યક્ત કરી હતી કે શ્રોતાઑ આ કથામાંથી કંઇક ગ્રહણ કરી એને અનુસરશે તો કથા સાર્થક ગણાશે. રામનું ચરિત્ર સાંભળજો, કૃષ્ણની લીલા જોજો અને હરિની કથાને અનુસરશો એટલે માનસ રામ-કૃષ્ણ-હરિકથા સફળ બનશે.મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની સાથે કથા સ્થળે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર, હાઉસિંગ બોર્ડના અધ્યક્ષ વિવેક પટેલ, શહેરના પોલિસ કમિશ્નર રાકેશ અસ્થાના, કલેક્ટર રાજેન્દ્ર કુમાર, ડીજીવીસીએલના એચ. એસ. પટેલ, મેયર નિરંજન ઝાંઝમેરા, ધારાસભ્ય પુર્ણેશ મોદી ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિતોનું સ્વાગત શ્રેયાંશભાઈ ધોળકિયાએ કર્યું હતું.
રત્નકણિકાઓ:
• શબ્દમાં ઘણી તાકાત હોય છે.
• શબ્દનો મહિમા અનેરો છે.
• વ્યાસપીઠ પણ કિસાની કર્મ છે.
• પુત્ર એક કુળને તારે, પુત્રી બે કુળોને તારે છે.
• ભરત સતના પ્રતિક હતા, સત્તાના નહીં.
• કોઈપણ પરમતત્વની વાત એ રામકથા છે,
• આપણામાં કર્તવ્યધર્મ ખૂટે છે.
• કટ્ટર ન બનાય- ટટ્ટાર બનવું જોઈએ.
• દબાણ કરતો પ્રેમ હિંસક છે.
• પ્રેમ તો ગુણાતીત હોવો જોઈએ.
• શ્રીરામની પાદુકા એ એમનો પ્રસાદ છે.
• પ્રેમ અને ભક્તિમાં અવલંબન જરૂરી છે.
• ભક્તિનો દંભ કરવાને બદલે રાવણ રામ સાથે વેર બાંધે છે.
• અપહરણ કરેલી વસ્તુ કડી પોતાની હોતી નથી.
• જાગ્યા હોય એ જ બીજાને જગાડી શકે.
• સત્સંગ કર્મભયથી મુક્ત રાખે છે.
• માત્ર ભટકવાથી મંજિલ નથી મળતી, સ્વયંપ્રભાથી જ મળે છે.
• સમસ્યા આવે એ પહેલા સમાધાન પણ આવી જ જાય છે.
• પ્રેમમાં વિશાળતા હોય છે.
• સફળતા મળે ત્યારે નાના માણસને ન ભૂલવો.
• સત્ય, પ્રેમ અને કરુણાનું બિલ્વપત્ર શિવને અર્પણ કરી કથાનું સમાપન
Courtesy : Sandesh
સત્ય, પ્રેમ, કરુણાનું બિલ્વ શિવજીને અર્પણ કરવા સાથે કથાનું સમાપન
Read the article at its source link.
રામકથાની પૂર્ણાહૂતિ સાથે જ કથામંડપ ભાવવિભોર બન્યો
સુરત, તા. ૧૫
માનસ રામકૃષ્ણ હરિકથાના અંતિમ દિવસે મોરારિબાપુએ ભરત મેળાપ, શબરી પાસેથી ભગવાન શ્રી રામે લીધેલું માર્ગદર્શન, હનુમાન સાથેનો મેળાપ, રાવણનો નાશ અને ત્યારબાદ ચૌદ વર્ષના વનવાસ પછી ભગવાન શ્રીરામ અયોધ્યા પરત ફર્યા તેનું તાદ્રશ વર્ણન કર્યું હતું. નવ દિવસથી ચાલતી આ રામકથાના અંતિમ દિવસે રામકથાનું રસપાન કરવા જનમેદની ઊમટી પડી હતી. સાથે જ બાપુએ રામકથાનું સત્ય, પ્રેમ અને કરુણાનું બિલ્વપત્ર દેવાધિદેવ મહાદેવને અર્પણ કરી કથાનું સમાપન કર્યું હતું.
૧૨ વર્ષ પછી સૂર્યપુત્રી તાપી નદીના કાંઠે મોરારિબાપુની નવ દિવસીય રામકથાનું આયોજન કરાયું હતું. એસઆરકે ફાઇન્ડેશન દ્વારા આયોજિત માનસ રામ-કૃષ્ણ હરિકથામાં નવ દિવસ દરમિયાન લાખો શ્રાવકોએ કથાનો લાભ લીધો હતો. જોકે, રામકથાના અંતિમ દિવસે મોરારિબાપુએ શ્રાવકોને શ્રીરામ સાથે ભરતનો મેળાપ, રાવણનો નાશ અને ચૌદ વર્ષના વનવાસ પછી શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફરે છે તેનું તાદ્રશ વર્ણય કરી શ્રાવકોને ભાવવિભોર કરી દીધા હતા. મોરારિબાપુએ વધુમાં કહ્યું કે, જો માતાપિતાને પુત્ર સાથે રહેવા મળે એજ રીતે પુત્રી સાથે રહેવા મળે તો કદાચ વધુ આનંદ મળે. ઉપરાંત દરેક વ્યક્તિ પોતાનું કર્તવ્ય નિભાવે તો જ સમરસ સમાજ શક્ય બનશે તેમ પણ જણાવ્યું હતું. મોરારિબાપુએ કથાના પ્રારંભે ચિત્રકૂટમાં ભરતના મેળાપ વિશે વાત કર્યા બાદ અરણ્યકાંડમાં ભગવાન શ્રીરામ પિતાતુલ્ય જટાયુને મળે છે તેમજ જટાયુ સ્વર્ગમાં જઇને પિતાજીને સીતાના અપહરણ વિશેની વાત નહીં કરે તેનું વર્ણન સુંદર શબ્દોમાં કર્યું હતું. કિષકિંધાકાંડનું વર્ણન કરતા કહ્યું કે, આપણે કરેલા કર્માે આપણી સાથે જ આવે છે. ધ્યેય પ્રાપ્તિ માટે આમતેમ ભટકવા કરતા પોતાની બુદ્વિનો ઉપયોગ કરવો જોઇએ. જીવનમાં ડગલને પગલે સમસ્યાઓ આવશે પરંતુ સમસ્યા આવતા પહેલા તેનો ઉકેલ પણ આવી જાય છે. ત્યારબાદ શ્રીરામ હનુમાનને મળ્યા તેનું અને સમુદ્રમાં રામસેતૂનું નિર્માણ કર્યું તેનું વર્ણન કર્યું હતું.
આ ઉપરાંત તેમણે લંકામાં પહાંેચીને રાવણનો નાશ કર્યાે અને ત્યારબાદ ચૌદ વર્ષના વનવાસમાંથી પરત અયોધ્યા પરત ફર્યા તેનું ખૂબ જ સુંદર શબ્દોમાં વર્ણન કર્યું હતું. આ સાથે તેમણે નવ દિવસીય માનસ રામ-ક્રિષ્ણ હરિકથાને ભગવાન ભોળાનાથને અર્પણ કરી કથાની સમાપ્તિ કરી હતી.
રામકથાની રત્નકણિકા
સમસ્યા આવ્યા પહેલા તેનું સમાધાન નક્કી હોય છે
હનુમાનજી પ્રેમના દૂત છે
બધી સાધનાનો સાર છે હરિનામ
પુત્ર એક કુળને તારે છે પરંતુ પુત્રી બે કુળઓને તારે છે
અપહરણ કરેલી વસ્તુ ક્યારે પણ પોતાની હોતી નથી
રામનો અવતાર તો સેતુ રચવા માટે જ થયો છે
સફળતા મળે પછી નાના માણસોને ભૂલવા જોઇએ નહીં
દબાણ કરતો પ્રેમ એ હંમેશા હિંસક હોય છે, પ્રેમ તો ગુણાતિત હોવો જોઇએ
ભક્તિનો દંભ કરવાને બદલે રાવણ રામ સાથે વેર બાંધે છે
જ્યાં જ્યાં યુદ્વ થાય છે તે બે અધર્માે વચ્ચે જ થાય છે
જે જાગ્યું હોય તે જ બીજાને જગાડી શકે છે
સત્સંગ કર્મભયથી મુક્ત રાખે છે
રામાયણમાં ભરત સત્યના પ્રતીક હતા, સત્તાના નહીં
વ્યાસપીઠ પણ કિસાની કર્મ છે
રામકથામાં આનંદીબહેને સ્વાઈન ફ્લૂની દવાનો સ્ટોક ગણાવ્યો
સુરતમાં સાકાર પામનાર હિરાબુસના ખાતમુહૂર્ત પ્રસંગે સુરત આવેલા રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મોરારિબાપુની રામકથાનો લહાવો પણ લીઘો હતો. આ પ્રસંગે તેમણે કથામંડપમાં ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં સ્વાઇફૂલનો કાળો કેર વર્તાય રહ્યો છે. સુરતમાં પણ સ્વાઇન ફ્લૂના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. જોકે, સ્વાઇન ફ્લૂને લઇને તંત્ર દ્વારા ગુજરાતભરમાં સરવે કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા લોકોને ઘરે ઘરે જઇને સ્વાઇન ફ્લૂની તપાસ કરવામાં આવી રહી છે. જો કોઇ દર્દીને તાવ, શરદી કે અન્ય ફરિયાદ હોય તો તેમને તાત્કાલિક સારવારાર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, સ્વાઇનફ્લૂથી ગભરાવવાની જરૂર નથી. સરકાર પાસે પર્યાપ્ત માત્રામાં હોસ્પિટલોમાં બેડની સગવડ છે. જેટલી દવાની જરૂર છે તેટલી દવાઓ ઉપલબ્ધ છે. તેમજ પૂરતા પ્રમાણમાં ડોક્ટરો પણ સરકાર પાસે ઉપલબ્ધ છે. પરંતુ જરૂર છે લોકોએ સજાગ બનવાની, તેમણે કહ્યું કે, જો તમારી આસપાસ કોઇ બીમાર વ્યક્તિ દેખાય તો તુરંત તેમને સારવારાર્થે હોસ્પિટલમાં ખસેડો.
Courtesy : Gujarat Samachar
હું પોથી બાંધી રહ્યો છું, તમે જીવનપોથી ખોલજો ઃ મોરારીબાપુ
Read the article at its source link.
કથા વિસર્જન હોત હૈ...
સુરતની કથાનું સત્ય, પ્રેમ અને કરૃણાનું બિલ્વપત્ર શિવને અર્પણ કરી કથાનું સમાપનઃ વિદાઇ વેળાએ મોરારીબાપુ અને શ્રોતાઓ ભાવુક બન્યા
(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર
''હું પોથી બાંધી રહ્યો છું, તમે જીવનપોથી ખોલજો... વાવણી કરીને જાવ છું, પ્રતિક્ષા કરજો સારા ફળ આવશે.'' સજળ નેત્રે મોરારીબાપુએ માનસ રામક્રિષ્નહરી કથાના અંતિમ દિવસે આ શબ્દો ઉચ્ચાર્યા હતા. એ સમયે મોરીરાબાપુ સાથે શ્રોતાઓની આંખો પણ ભીની થઇ ગઇ હતી. મોરારીબાપુએ સુરતની રામકથા શિવજીને અર્પણ કરી નવ દિવસના પ્રેમયજ્ઞાને પૂર્ણ જાહેર કર્યો હતો.
સુરતની જનતાની પ્રશંસા કરતા મોરારીબાપુએ જણાવ્યું હતું કે દરેક કથામાં કોઇને કોઇ નાની એવી ફરિયાદ તો આવતી હોય છે. પરંતુ સુરતની કથામાં દરરોજ અસંખ્ય પત્રો રૃપે જીજ્ઞાાસાઓ આવી પણ એકપણ ફરિયાદ આવી નથી. આ સુરતીઓની મહાનતા છે, શાલિનતા છે. સુરતના શ્રોતાઓની શાંતિ, એકાગ્રતા અને શ્રદ્ધાને બાપુએ વંદન કરી કથાનું ફળ દેવાધી દેવ મહાદેવને અર્પણ કરતાં કહ્યું હતું કે રામ એટલે સત્ય, ક્રિષ્ન એટલે પ્રેમ અને હરી એટલે કરૃણાનું આ બિલ્વપત્ર જ્યારે મહાશિવરાત્રી દ્વારે ઊભી છે ત્યારે મહાદેવને અર્પણ કરૃં છું. સુરતની કથાના આયોજન અંગે બાપુએ વિશ્વામિત્ર ઋષીએ જનક રાજાને આયોજન માટે કહેલા શબ્દો કહ્યા કે 'ભલી રચના'.
માનસના ક્રમમાં બાપુએ ચિત્રકુટધામથી કથા આગળ ચલાવી ખૂબ સંક્ષિપ્તમાં દશરથ મૃત્યુ, રામ-ભરત મિલન, ખર-દુષણ, સુપર્ણખા વધ, મારીચ વધ, વાલી સુગ્રીવ મૈત્રી, હનુમાનજીનું લંકાગમન, રા-રાવણ યુદ્ધ અને રામરાજ્યા ભિષેકના પ્રસંગો વર્ણવ્યા હતા અને અંતમાં હનુમાનજીને વિદાઇ આપતા પહેલાં શાયરાના અંદાજમાં બયાન કર્યું કે ''સિતારો કો આંખો મેં મહેફ્યુ રખના ક્યું કી બહુત દેર તક રાત હી રાત હોગી મુસાફિર હૈ દમ ભી, મુસાફિર હો તુમ ભી ઇસી મોડ પર ફિર મુલાકાત હોગી.''
કથા પૂર્વે વિશેષ વ્યક્તિ તરીકે અપમૃત્યુ નિવારણ સહાય (નારી સુરક્ષા)ના પ્રમુખ ગીતાબેન શ્રોફનું અને વિશેષ સંસ્થા તરીકે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું સન્માન કરાયું હતું. જ્યારે વિશેષ વક્તા તરીકે સુરતના લેખિકા શરીફાબેન વિજળીવાળાએ ઉદબોધન કર્યું હતું. તેમણે સમરસ સમાજની સ્થાપના માટેના તેમના સ્પષ્ટ વિચારો ઉત્તમ રીતે રજુ કર્યા હતા. કથાના આયોજક ગોવિંદ ધોળકિયાએ આભારવિધિને અભઇનંદન વિધિમાં પરિવર્તિત કરતાં કહ્યું હતું કે કથામાં અમે નિમિત્ત બન્યા એ અમારૃં ભાગ્ય છે. કથામાં કોઇને કોઇ રીતે સેવા આપનાર દરેકને તેમણે વંદન કર્યા હતા અને વિદાઇની વાતે તેમની આંખો પણ ભીની થઇ ગઇ હતી.
સંતોના આશિર્વાદથી રાજ્ય અને દેશનો વિકાસ થઇ રહ્યો છે
સુરતની કથાના છેલ્લા દિવસે મુખ્ય અતિથિરૃપે હાજરી આપવા આવેલા આનંદીબેન પટેલે કહ્યું હતું કે, સંતોના આશિર્વાદથી રાજ્ય દેશનો વિકાસ થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે પોતે કમાય અને પરિવાર માટે વાપરે તે પ્રકૃતિ, પોતે કમાયેલું ન ખાય અને બીજાનું ખાય તે વિકૃતિ, પોતે કમાયેલું બીજા માટે વાપરે તે સંસ્કૃતિ. સુરતમાં આવી સંસ્કૃતિના દર્શન થઇ રહ્યા છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભે સ્વાઇન ફ્લૂ માટે સરકાર સાથે લોકોએ સજાગ રહેવું જોઇએ એવી અપીલ કરી હતી.
કથાના અમૃતબિંદુ
- સફળતા મળે ત્યારે નાના માણસને ન ભૂલવો.
- પ્રેમમાં વિશાળતા હોય છે.
- દબાણ કરે એ પ્રેમ હિંસક છે.
- માત્ર ભટકવાથી નહી, સ્વયં પ્રભાવથી મંજિલ મળે.
- જાગ્યા હોય એ જ બીજાને જગાડી શકે.
- પ્રેમ અને ભક્તિમાં અવલંબન જરૃરી.
- શબ્દનો મહિમા અનેરો છે.
- વ્યાસપીઠ કિસાની કર્મ છે.
- આંચકેલું અમૃત અમરત્વ આપી શકે, નિર્ભયતા નહી.
- સીતા શોધની યાત્રા સ્વીકારની યાત્રા છે.
- સમાજમાં સેતુબંધ એ જ રામ છે.
No comments:
Post a Comment