Translate

Search This Blog

Thursday, February 26, 2015

સત્સંગથી જીવનમાં વિવેકનો જન્મ થાય છે, માનસદર્શન, મોરારિબાપુ

સત્સંગથી જીવનમાં વિવેકનો જન્મ થાય છે




  • બળવાન વ્યક્તિમાં વિવેક ના હોય તો બળ લોઢા સમાન છે. વિદ્યાવાન વ્યક્તિએ વિવેકરૂપી દીકરાને જન્મ ન આપ્યાે હોય તો વિદ્યા વાંઝણી છે.




  • મારે એવા માણસોને કહેવું છે કે તમે ક્યારેક રામકથાના માંડવામાં આવીને તો જુઓ કે કથાથી શું થાય છે. કથા માણસમાં વિવેક પેદા કરે છે. જીવનમાં જોયું છે કે જે લોકોએ સત્સંગ ક્યારેક કર્યો નથી એ લોકોમાં કેટલીયે ક્ષમતા હોય પરંતુ વિવેક હોતો નથી.



  • વિવેક માટે વ્યક્તિએ સત્સંગ કરવો પડે છે. વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં હોય, વ્યક્તિની પ્રગતિ, ઉન્નતિને મારા સલામ, પરંતુ વિવેક માટે સત્સંગ અનિવાર્ય છે. 

  • દુનિયાની કોઈ પણ કલા, ચાહે ગાયક કલાકાર હોય, વાદ્યકલા હોય, નૃત્યકલા હોય એમાં વિવેક ન હોય તો એ કલા લોઢું છે. 

  • રામચરિત માનસમાં તુલસીદાસજી લખે છે,


બિનુ સતસંગ બિબેક ન હોઈ !
રામકૃપા બિનુ સુલભ ન સોઈ !!



  • વક્તામાં તો તનનો વિવેક હોવો જ જોઈએ. તન વિવેક એટલે કે શરીરનો વિવેક. 

  • શ્રોતામાં પણ તન વિવેક હોવો જોઈએ. 

  • બીજા વિવેકની વાત કરું તો નયન વિવેક બહુ જ જરૂરી છે. માણસની આંખ વિવેકી હોવી જોઈએ. વિવેકી આંખ માણસમાં પ્રેમ પ્રગટ કરે છે. 

  • ત્રીજાે વચન વિવેક છે. કેવા શબ્દો બોલવા જોઈએ, કેવા ન બોલવા જોઈએ. આંખમાંથી આસું પડે છે પણ હજી સુધી કોઈ એવું યંત્ર બન્યું નથી કે આંસુને ફરીથી આંખમાં પાછાં મોકલી દે.



  • એવી જ રીતે એક વખત જીભેથી છૂટી ગયેલાે શબ્દ પાછો લેવાની અધ્યાત્મમાં કોઈ વ્યવસ્થા નથી. 

  • આજકાલ રાજનીતિનો એક સ્વભાવ થઈ ગયો છે. હું મારા શબ્દને પાછા લઈ રહ્યો છું. અરે! એટલા માટે જીવનમાં વચન વિવેક જરૂરી છે. 

  • આંતર મનનો વિવેક આપણે ત્યાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. મનનો વિવેક પણ જીવનમાં જરૂરી છે. તો આ વિવેક જ્યાંથી પેદા થાય છે એને સંત્સગ કહે છે. સંત્સગના અભાવમાં ક્યારેક ક્યારેક આપણે ઘણાં બધાં ક્ષેત્રોમાં હોવા છતાં પણ વિવેકને જાળવી શકતા નથી. 

  • વિવેકહીન વિશ્વાસ માણસને આંધળો કરી દે છે. 

(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

Read full article at Sunday Bhaskar.




No comments:

Post a Comment