Translate

Search This Blog

Tuesday, March 3, 2015

હરિનામ માણસનું પ્રારબ્ધ બદલી નાખે, માનસદર્શન, મોરારિબાપુ

હરિનામ માણસનું પ્રારબ્ધ બદલી નાખે


  • પ્રારબ્ધ બદલવું હોય તો બુદ્ધ પુરુષનો સંગ કરો. જપ-તપથી બદલાશે નહીં. વીંટીઓ પહેરવાથી બદલાશે નહીં. આશ્વાસન જરૂર મળશે માટે જીવનની આખરી ઔષધિ ભજનાનંદીનો સંગ છે.



  • જો દૈહિકરૂપમાં કદાચ સદગુરુ આપણી આંખ સામે ન હોય ત્યારે કેવળ અને કેવળ ગુરુપદરજનું અનુસંધાન કરવું જોઇએ.



  • તમે બધા યાદ રાખજો કે ઇષ્ટ પણ આખરે સીડી પર બાધક છે. ભગવાન બુદ્ધ પણ એકવાર બોલ્યા છે કે મને પણ ભૂલી જાઓ. ઠાકુર રામકૃષ્ણને કહેવાયું હતું કે તને વારંવાર વચ્ચે કાલિ આવે છે તો લે આ ખડગ અને જા કાલિનું માથું કાપી નાખ. આપણા જીવનમાં આપણી મંજિલ પણ બાધા બની શકે છે.


‘કેહિ અવરાધહુ કા તુમ્હ ચહહૂ|’



  • હા સદગુરુ પદરજનું અનુસંધાન બહુ જ કઠિન છે. 
  • પરંતુ આખરી તત્ત્વ તો ચરણરજ છે. ચરણરજનો મરમ સમજવો કઠિન છે. 


સંકર ઉર અતિ છોભુ સતી ન જાનહિ મરમુ સોઇ|
તુલસી દરસન લોભુ મન ડરુ લોચન લાલચી||
ત્યારબાદ માનસમાં મરમુ શબ્દનો પ્રયોગ થાય છે.
સતી બસ હિ કૈલાસ તબ અધિક સોચુ મન માહિ|
મરમુ ન કોઉ જાન કછુ જુગ સમ દિવસ સરાહિ||



કેહિ અવરાધહુ કા તુમ્હ ચહહૂ|
હમ સન સત્ય મરમુ કિન કહહૂ||



  • મર્મનો એક અર્થ હેતુ થાય છે. 
  • મર્મનો બીજો અર્થ રહસ્ય પણ થાય છે. 
  • મર્મનો ત્રીજો અર્થ ભેદ પણ થાય છે. 


  • ઇશ્વરના મર્મની ખોજમાં કોઇ સફળ થયું નથી. 
  • બીજી એક વાત કરું કે ક્યારેય બીજા માણસના મરમને જાણવાનો પ્રયાસ કરવો નહીં. એનાથી વ્યક્તિનું ભજન ખંડિત થાય છે. દરેક વ્યક્તિમાં મર્મ હોય જ છે. ઘણા લોકો ચર્ચા કરતા હોય છે કે આ માણસ દસ વર્ષમાં આટલું બધું ધન કમાઇ ગયો એની પાછળ કંઇક મર્મ હશે. ચૈતન્ય મહાપ્રભુના પટ્ટશિષ્યમાંના એક એવા સનાતન ગોસ્વામી મહારાજ, એમને કોઇએ એકવાર પૂછ્યું હતું કે આપની આ લાંબી ભગવદ્્યાત્રાનો મર્મ શું છે? અને આપ બધા જ જાણતા હશો કે મૂળ તેઓ મુસ્લિમ હતા.


  • ભજનાનંદીને જો ચેપ ન લાગે તો સમજવું કે ભજનમાં કંઇક ખામી છે. હરિનામ, ભજન માણસનું પ્રારબ્ધ બદલી નાખે છે. ભજનાનંદી પાસે રહેવાથી ધીરે ધીરે પ્રારબ્ધ બદલાય છે. 


ઇસી બહાને લકીરો કો ભી બદલ આઉં|
યે સોચતા હૂં કિ જન્નત તલક ટહલ આઉં||


  • પ્રારબ્ધ બદલવું હોય તો બુદ્ધ પુરુષનો સંગ કરો. જપ-તપથી બદલાશે નહીં. વીંટીઓ પહેરવાથી બદલાશે નહીં. આશ્વાસન જરૂર મળશે માટે જીવનની આખરી ઔષધિ ભજનાનંદીનો સંગ છે. જીવનમાં ભજન પ્રગટ કરો. અસાધ્ય રોગોની ઔષધિ હરિનું નામ છે. 
  • હરિનામને દિલ અને દિમાગમાં ઘૂમવા દો. 
  • હરિ જે કરી શકતા નથી એ હરિનામ કરી શકે છે.
  • ટૂંકમાં હરિભજન વધશે તો જીવનનો મરમ સ્વયં સમજાવા લાગશે.


 (સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

Read full article at Sunday Bhaskar.




No comments:

Post a Comment