Translate

Search This Blog

Sunday, March 29, 2015

શ્રી હનુમાનજી આધ્યાત્મિક લીડર છે, માનસ દર્શન, મોરારિ બાપુ

શ્રી હનુમાનજી આધ્યાત્મિક લીડર છે

  • બજરંગી એવા છે કે જેમને કોઇ બલિદાન ચડાવવાની જરૂર નથી. બલિ આપવી જ હોય તો મમતાની બલિ આપો. અહંકારનું બલિદાન આપો.
  • હનુમાનનું નામ ચાર અક્ષરનું છે. હનુમાન શબ્દમાં પ્રથમ અક્ષર ‘હ’ છે એનો અર્થ મારી સમજમાં એવો આવે છે કે જેના જીવનની સોચ-સમજ હકારાત્મક છે અેને હનુમાન કહેવાય. 
  • એટલા માટે બીજો અક્ષર ‘નુ’ છે એનો અર્થ એટલો જ થાય છે કે હકારાત્મક કોઇ પણ વસ્તુ નુકસાનકારક ન હોવી જોઇએ. 
  • હનુમાનજીમાં ત્રીજો અક્ષર ‘મ’ છે. હનુમાનજી મહારાજ માનદ છે. સંત છે અને સંતનો સ્વભાવ ‘સબહી માનપ્રદ આપુ અમાનિ’ બીજાને માન આપે તેને સંત કહેવાય. શ્રી હનુમાનજી બીજાને માન આપે છે. એટલે માનના દાતા પણ કહી શકાય છે. 
  • છેલ્લે ‘ન’ શબ્દનો પ્રયોગ છે. ‘ન’ શબ્દનો અર્થ નમ્રતા થાય છે. હનુમાનજી મહારાજમાં નમ્રતા ખૂબ જ દેખાય છે તો જેના વિચારો હકારાત્મક હોય, જે કોઇને નુકસાન ન કરે. બધાને માન આપે અને આ બધું કરવા છતાં જેમની નમ્રતા ક્યારેય ન તૂટે એનું નામ હનુમાન છે. 
  • બીજું હનુમાન મહાવીરનું નામ છે. હનુમાનનું વિશેષણ મહાવીર છે. 

‘બીર મહા અવરાધિયે, સાધે સિધિ હોય|
સકલ કામ પૂરન કરૈ, જાનૈ સબ કોય||’

  • જેની સમગ્ર સમાજ અને લોકો આરાધના કરે એ મહાવીર છે. હનુમાન એવું તત્ત્વ છે કે આજે ગામેગામ હનુમાનજીને તુલસીદાસજીએ બેસાડી દીધા છે. 

મનોજવં મારુતતુલ્યવેગં
જિતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠમ્
વાતાત્મજં વાનરયુથ મુખ્યં
શ્રી રામદૂતં શરણં પ્રપદ્યે||

  • જેમાં એક સિમ્બોલિક લીડર છે. આપણા મહામહિમ રાષ્ટ્રપતિ સિમ્બોલિક લીડર છે. 
  • બીજા એક્સપર્ટ લીડર છે જેમ કે ન્યૂટન, ગેલેલિયો, આઇન્સ્ટાઇન, એડિસન આ બધા અેક્સપર્ટ છે.
  • ત્રીજા બૌદ્ધિક લીડર છે જે સમગ્ર સમાજને શુભ વિચાર આપે છે. જેમ કે ચાણક્ય, રસ્કિન. 
  • ચોથા લીડરમાં પ્રશાસકીય જે સમાજની વ્યવસ્થાનો ખ્યાલ રાખે છે. જેમાં મુખ્યપ્રધાનને લઇ શકાય છે. 
  • પાંચમા લીડર તરીકે સચિવનો સમાવેશ છે. 
  • છઠ્ઠા લીડર સમાજ સુધારક છે. જેમાં મદનમોહન માલવિયા, લોકમાન્ય તિલક, જે. પી. નારાયણ જેવા મહાપુરુષો સમાજ સુધારક છે. 
  • આઠમા લીડર તરીકે લોકશાહીમાં લોકો જેમને ચૂંટે જેમ કે આપણા સરપંચથી લઇને ધારાસભ્ય કે સંસદસભ્ય આ બધા લીડર છે. 
  • છેલ્લે માથાભારે હોય એ પણ લીડર છે. દુનિયામાં આવા નવ પ્રકારના લીડર છે.
  • પરંતુ મારે તો કહેવું છે કે સમાજમાં દસમો લીડર પણ હોય છે. જેમાં રિલિજિયસ લીડર. ધાર્મિકનેતા સમાજમાં બહુ જ જવાબદારીવાળું પદ છે. 
  • અને અગિયારમાં લીડર સ્પિરિચ્યુઅલ છે જેને આધ્યાત્મિક લીડર માનવામાં આવે છે. આધ્યાત્મિકને મારે મારી રીતે સમજવું હોય તો હું એને સત્ય, પ્રેમ અને કરુણા કહીશ. 
  • હનુમાનજી અગિયારમા સિમ્બોલિક છે પરંતુ દર્શનીય છે. ‘સકલ ગુણ નિધાનં’ છે. બહુ જ પ્યારા છે. બધા જ લોકો હનુમાનજીને આદર આપે છે. હનુમાનજી સત્તાના પક્ષમાં નથી, સતના પક્ષમાં છે. એમની પ્રસાશન વ્યવસ્થા સુંદર છે.
  • બીજું કે મહાવીર એને કહેવાય કે જે આપણી પાસે બલિદાનની કોઇ અપેક્ષા ન રાખે. નુકસાન થાય એવી પૂજાપદ્ધતિથી દૂર રાખે એ મહાવીર છે.
  • બલિ આપવી જ હોય તો મમતાની બલિ આપો. અહંકારનું બલિદાન આપો. કામ, ક્રોધ, મોહ, લોભની બલિ અર્પણ કરો. 
  • ત્રીજી વાત કરું કે જેમના જીવનની પ્રત્યેક રીત પવિત્ર છે એ મહાવીર છે. પવિત્ર એટલે કે મન, કર્મ અને વચનથી પવિત્ર રહેવાની વાત છે.
  • છેલ્લે ચૈત્રમાસ અને પવિત્ર હનુમાન જયંતીની આપ સર્વને વધાઇ. 

જયસીયારામ. (સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

Read full article at Sunday Bhaskar.




No comments:

Post a Comment