Translate

Search This Blog

Monday, March 23, 2015

વિનમ્રતા અને સરળતાની મૂર્તિ એટલે ભગવાન રામ

વિનમ્રતા અને સરળતાની મૂર્તિ એટલે ભગવાન રામ


  • ભગવાન રામ સ્વયં પ્રકાશપુંજ છે. ભગવાન અગ્નિમાંથી નીકળ્યા છે. રામમાં પ્રકાશતત્ત્વ મુખ્ય છે માટે સૂર્યવંશમાં પ્રગટ થયા છે.



  • શિવ પાર્વતીને રામકથા સંભળાવતા કહેવા લાગ્યા કે દેવી રામ બ્રહ્મ છે. પગ વગર ચાલી શકે છે, કાન વગર શ્રવણ કરી શકે છે, આંખ વગર દર્શન કરી શકે છે. એવું બ્રહ્મતત્ત્વ, મનુષ્યરૂપ ધારણ કરીને પૃથ્વીનો ભાર હળવો કરવા માટે આવ્યા એટલે કે બ્રહ્મ રામના રૂપમાં પૃથ્વી ઉપર આવ્યા. તુલસીદાસજી રામચરિતમાનસમાં લખે છે.


હરિ વ્યાપક સર્વત્ર સમાના|
પ્રેમ તે પ્રકટ હોહિં મૈં જાના||


  • પ.પૂ. ડોંગરેબાપા કહેતા કે જ્યાં કોઇનો ક્યારેય પણ વધ થતો નથી તેનું નામ અવધ છે. અવધની ભૂમિ અહિંસક છે. જ્યાં મન-વચન-કર્મથી કોઇને પીડા અપાતી નથી એવી ભૂમિમાં રામનો જન્મ થાય છે. બીજું કે જ્યાં રામ જન્મે છે એ ભૂમિ નથી ભૂમિકા છે. હરિનો અવતાર આવી અંત:કરણની અવસ્થામાંથી થઇ શકે છે. એટલા માટે ભગવાન રામનો જન્મ અવધમાં થયો છે. અવધ પ્રદેશમાં અનુગ્રહ અને ધર્મની નિરંતર વર્ષા થાય છે. અવધ એ ધર્મધુરંધરની નગરી છે. અવધમાં ક્યારેય ધર્મનો દુકાળ પડતો નથી.



  • મારા દાદા કહેતા કે રામનો જન્મ ત્રેતાયુગમાં કેમ થયો એનાં ત્રણ કારણ છે. ત્રેતાયુગ ત્રણની સંખ્યા દર્શાવે છે. ક્રમમાં ભલે બીજા સ્થાને ત્રેતાયુગ હોય પરંતુ સંકેત ત્રણનો છે. ત્રેતાયુગ યજ્ઞનો કાળ છે. પ્રભુ યજ્ઞમાંથી પ્રગટ થવાના છે. પ્રભુ યજ્ઞની પ્રસાદીરૂપે પ્રગટ થવાના છે. ભગવાન રામ પુત્રકામેષ્ટિ યજ્ઞનું ફળછે. ત્રેતાયુગમાં યજ્ઞની ઉપાસના-સાધના પ્રચલિત હતી.



  • બીજું દશરથને ત્રણ રાણીઓ હતી. એટલા માટે હરિએ અવતરણ માટે ત્રેતાયુગ પસંદ કર્યો હશે. 

  • ત્રીજું દશરણ સ્વયં ત્રિવેણી હતા. દશરથજીમાં ધર્મ, કર્મ, ભક્તિની ઉપાસનાની અને જ્ઞાનમારગની ત્રણ ધારાઓ છે. 
  • દશરથ સ્વયં તીરથરાજ હતા. એક પ્રયાગ હતા અને એ ત્રિવેણીથી ભગવાન રામ પૃથ્વી ઉપર આવવાના હતા. 
  • હવે સૂર્યવંશમાં પ્રભુ શા માટે? સૂર્ય પ્રકાશનું કુળ છે. સૂર્યનું કુળ તમસને મિટાવનારું છે અને ભગવાન રામ સ્વયં પ્રકાશપુંજ છે. ભગવાન અગ્નિમાંથી નીકળ્યા છે. રામના પ્રકાશતત્ત્વ મુખ્ય છે માટે સૂર્યવંશમાં પ્રગટ થયા છે. 
  • હવે પ્રશ્ન થાય કે રઘુકુળમાં શા માટે પ્રભુ પ્રગટ્યા? એનાં બે કારણો છે. રઘુ ગાયોના સેવક છે અને ગૌનો અર્થ પૃથ્વી થાય છે. પૃથ્વી દુ:ખી થઇ ત્યારે એણે ગાયનું રૂપ લીધું. પ્રભુ ગાયોને માટે થઇને રઘુકુળમાં પ્રગટ થયા છે.


  • રતિવિવેકના કારણે પ્રભુ રઘુકુળમાં પ્રગટ થયા છે. 
  • ચૈત્ર માસમાં રામનવમીના દિવસે કૌશલ્યાના પ્રસાદમાં ભગવાન પ્રગટ થયા છે જે નારાયણના રૂપમાં છે. 

(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

મોરારિબાપુ

Read full article at Sunday Bhaskar.



No comments:

Post a Comment