Translate

Search This Blog

Monday, March 23, 2015

સંસારમાં સત્યથી મોટો કોઇ ધર્મ નથી

સંસારમાં સત્યથી મોટો કોઇ ધર્મ નથી




  • હું મારી જવાબદારીએ વાત કરું કે કોઇપણ જગ્યાએ પ્રસાદિક વાતાવરણનાં દર્શન થાય ત્યારે સમજવું કે એ સત્યમાંથી પ્રગટ થતી ફસલ છે. સત્ય મૂળ છે.
  •  રામચરિતમાનસમાં તુલસીદાસજી કહે છે કે સત્ય સમાન સંસારમાં બીજો કોઇ ધર્મ નથી. 
  • સમસ્ત પુણ્યનું મૂળ સત્ય છે. 
  •  જૂઠનો જ એકમાત્ર જીવનમાં સાક્ષાત્કાર હોય એવો માણસ ક્યારેય પુણ્યનો પ્રસાદ અનુભવી શકતો નથી. 

પુણ્યં પાપહરં સદા શિવકરં વિજ્ઞાન ભક્તિપ્રદં|
માયામાહે મલાપહં સુવિમલં પ્રેમામ્બુપૂરં શુભમ્ ||


  • પરંતુ સાધના સાહસ માગે છે. સાધના ભીરુતાની ભૂમિ પર કદમ રાખતી નથી અને કોઇ સમયે લાગે કે સાચું કહીશ તો વાતાવરણ બગડશે પરંતુ સાહસ કરીને પણ માણસે સત્યના મૂળને પકડી રાખવું પડે છે. 
  •  ‘સત્ય મૂલ સબ સુક્રિત સુહાએ’  વેદ-પુરાણ અને સ્મૃતિકાર કહે છે કે એ પ્રમાણે આપણે સત્યને સમજવાની કોશિશ કરવી જોઇએ. 
  •  હાલ મારી યાત્રા સત્ય, પ્રેમ અને કરુણા જેવાં ત્રણ સૂત્રો લઇને ચાલી રહી છે. 
  • મારી સમજ પ્રમાણે રામચરિતમાનસના નભમંડળમાં એકમાત્ર સિદ્ધાંત છે.


બારિ મથે ધૃત હોઇ બરુ સિકતા તે બરુ તેલ|
બિનુ હરિભજન ન ભવ તરિઅ યહ સિદ્ધાંત અપેલ||

  •  પ્રભુનું નામ બદલાતું નથી. 
  •  મારી તો દરેકને પ્રાર્થના છે કે જીવનમાં કોઇપણ વિપત્તિ આવે ત્યારે કર્મકાંડોની જાળમાં ફસાવું નહીં.
  •  પ્રેમથી કર્મકાંડ કરો. ભયને છોડીને કર્મ કરો. ભાવથી કરો. રાજેન્દ્ર શુકલની એક કવિતાની પંક્તિ યાદ આવે છે કે ‘પુકારો ગમે તે સ્વરે હું મળીશ’ મને તમે પુકારો હું અવશ્ય આવીશ. 


  • હરિનામથી જલદી પરિણામ ન આવે તો થોડી વધારે પ્રતીક્ષા કરો. હરિનામ નિષ્ફળ જતું નથી. હરિનામ સત્ય છે. સત્ય ક્યારેય નિષ્ફળ ન જાય માટે જીવનમાં સત્યનો સહારો લઇને ચાલો જીવન ધન્ય બની જશે. 
  • (સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)



No comments:

Post a Comment