લેખક અને તેમનાં ઉપનામ
1-પ્રેમસખિ- પ્રેમાનંદ સ્વામી
સૌજન્ય : ગુજરાતી પ્રતિભા પરિચય - https://sureshbjani.wordpress.com/ |
Source Link and સૌજન્ય : વિકિપીડિયા
શ્રી
સ્વામિનારાયણ સંપ્રદાયની ગોપીનું બિરુદ પામેલાં સંતકવિ શ્રી પ્રેમાનંદ સ્વામી
સ્વામિનારાયણીય અષ્ટકવિઓમાં અનોખું સ્થાન ધરાવતા સંત કવિ હતા.તેમનો જન્મ ઇ.સ .
૧૭૮૪ – ખંભાત પાસે
સેવલિયા ગામના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. બાળપણનું નામ હાથી હતું. તેમના પિતાનું
નામ સેવકરાય અને માતાનું નામ સુનંદાદેવી હતું. જન્મ પશ્ચાત તેમના પિતા દ્વારા
તેમનો ત્યાગ કરવામાં આવતાંતેમનો ઉછેર ડોસાભાઇ નામના મુસ્લીમ સદગૃહસ્થને ત્યાં થયો
હતો. આમ તેઓ મુસલમાનનાં પરિવારમાં ઉછરેલા હતાં. ખુબ જ નાની ઉંમરથી સંત થઇ ગયેલાં.
ખુબ જ નાની ઉંમરે તેમને સહજાનંદ સ્વામીએ ગઢડાં ખાતે દિક્ષા આપી હતી. તેમનું
શરુઆતનું નામ નિજબોધાનંદ હતું પણ કવિતાઓમાં બંધબેસતું ન હોવાથી ભગવાન શ્રી
સ્વામિનારાયણે આ સંતનુ નામ પ્રેમાનંદ સ્વામી પાડેલુ. સહજાનંદ સ્વામી દ્વારા ‘પ્રેમસખી’ નું લાડનામ અપાયું જે તેમનું અન્ય ઉપનામ પણ
બન્યું. તેઓ પ્રેમભાવનાં આચાર્ય હતા. જ્યારે સારંગીના સુર સાથે તેઓ કવિતા ગાતા
ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં મુગ્ધ બનીને શ્રોતાની સાથે બેસી જતાં. તેમની
એક રચના 'વંદુ સહજાનંદ
રસરુપ, અનુપમ સારને રે
લોલ" પર ભગવાન શ્રી સ્વામિનારાયણ આફરિન થઇને બોલી ઉઠેલાં કે આવી રીતે જેને
ભગવાનનુ ચિંતન રહે છે તેને તો અમે આ સભામાં સાષ્ટાંગ દંડવત કરીએ એમ થાય છે"
કવિની પ્રેમભક્તિનું આનાથી વધું સારુ પ્રમાણ બીજું કયું હોઇ શકે?
3-અદલ -અરદેશર ખબરદાર
Courtesy : માવજીભાઈ ડોટ કોમ
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
Source Link: http://mavjibhai.com/kavita%20files/jyanjyan.htm
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી
ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત
ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ જ્યાં ગુર્જરના વાસ
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ
જેની ઉષા હસે હેલાતી તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
ગુર્જર વાણી ગુર્જર લહાણી ગુર્જર શાણી રીત
જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત
જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન તુલ્ય મિરાત
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ
ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
અણકીધાં કરવાના કોડે અધૂરાં પૂરાં થાય
સ્નેહ શૌર્ય ને સત્ય તણા ઉર વૈભવ રાસ રચાય
જય જય જન્મ સફળ ગુજરાતી
જય જય ધન્ય અદલ ગુજરાત
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
- અરદેશર ફરામજી ખબરદાર
4-અનામી- રણજિતભાઈ પટેલ
5-અજ્ઞેય -સચ્ચિદાનંદ વાત્સ્યાયન
6-ઉપવાસી- ભોગીલાલ ગાંધી
7-ઉશનસ્ -નટવરલાલ પંડ્યા
8-કલાપી -સુરસિંહજી ગોહિલ
9-કાન્ત -મણિશંકર ભટ્ટ
10-કાકાસાહેબ -દત્તાત્રેય કાલેલકર
11-ઘનશ્યામ -કનૈયાલાલ મુનશી
12-ગાફિલ -મનુભાઈ ત્રિવેદી
13-ચકોર -બંસીલાલ વર્મા
14-ચંદામામા -ચંદ્રવદન મેહતા
15-જયભિખ્ખુ -બાલાભાઈ દેસાઈ
16-જિપ્સી -કિશનસિંહ ચાવડા
17-ઠોઠ નિશાળીયો -બકુલ ત્રિપાઠી
18-દર્શક -મનુભાઈ પંચોળી
19-દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી -રામનારાયણ પાઠક
20-ધૂમકેતુ -ગૌરીશંકર જોષી
21-નિરાલા -સૂર્યકાન્ત ત્રિપાઠી
22-પતીલ -મગનલાલ પટેલ
23-પારાર્શય- મુકુન્દરાય પટણી
24-પ્રાસન્નેય- હર્ષદ ત્રિવેદી
25-પ્રિયદર્શી- મધુસૂદેન પારેખ
26-પુનર્વસુ -લાભશંકર ઠાકર
27-પ્રેમભક્તિ- કવિ ન્હાનાલાલ
28-ફિલસુફ -ચીનુભઈ પટવા
29-બાદરાયણ- ભાનુશંકર વ્યાસ
30-બુલબુલ -ડાહ્યાભાઈ દેરાસરી
31-બેકાર -ઈબ્રાહીમ પટેલ
32-બેફામ -બરકતઅલી વિરાણી
33-મકરંદ -રમણભાઈ નીલકંઠ
34-મસ્ત, બાલ, કલાન્ત- બાલશંકર કંથારિયા
35-મસ્તકવિ -ત્રિભુવન ભટ્ટ
36-મૂષિકાર -રસિકલાલ પરીખ
37-લલિત -જમનાશંકર બૂચ
38-વનમાળી વાંકો -દેવેન્દ્ર ઓઝા
39-વાસુકિ -ઉમાશંકર જોષી
40-વૈશંપાયન -કરસનદાસ માણેક
41-શયદા -હરજી દામાણી
42-શિવમ સુંદરમ્ -હિંમતલાલ પટેલ
43-શૂન્ય -અલીખાન બલોચ
44-શૌનિક- અનંતરાય રાવળ
45-સત્યમ્- શાંતિલાલ શાહ
46-સરોદ -મનુભાઈ ત્રિવેદી
47-સવ્યસાચી -ધીરુભાઈ ઠાકોર
48-સાહિત્ય પ્રિય- ચુનીલાલ શાહ
49-સેહેની -બળવંતરાય ઠાકોર
50-સુધાંશુ- દામોદર ભટ્ટ
51-સુન્દરમ્- ત્રિભુવનદાસ લુહાર
52-સોપાન -મોહનલાલ મેહતા
53-સ્નેહરશ્મિ- ઝીણાભાઈ દેસાઈ
54-સહજ -વિવેક કાણ
No comments:
Post a Comment