Translate

Search This Blog

Tuesday, April 7, 2015

સત્ય સમાન બીજો કોઇ ધર્મ નથી,માનસદર્શન, મોરારિબાપુ

સત્ય સમાન બીજો કોઇ ધર્મ નથી


  • જે સર્વોત્તમ સત્ય છે તે શિવોત્તમ સત્ય છે. સત્ય સમાન બીજો કોઇ ધર્મ નથી. સત્ય જ સમગ્ર પ્રસન્નતા અને પુણ્યોનું મૂળ છે. બ્રહ્મનો એક પર્યાયવાચી શબ્દ સત્ય છે.
  •  સાંખ્યશાસ્ત્રી ભગવાન કપિલ તત્ત્વની સંખ્યાને હજુ વધારી દે છે. કેમ કે એ તો સાંખ્યના જ માણસ છે. તત્ત્વ વિશે આપણે ત્યાં એકમત નથી. તો સત્ય એક અર્થમાં તત્ત્વ નથી કારણ કે સત્ય અનેક નથી જ્યારે તત્ત્વ અનેક છે. એનું પ્રમાણ શ્રુતિ ભગવતી ‘એકં સત્’ સત્ એક છે. 
  • જિમિ ઘટ કોટિ એક રબિ છાહી જેવી રીતે કરોડો ઘડામાં પાણી ભર્યું હોય છે અને દરેક ઘડામાં સૂરજ દેખાય છે. ખરેખર હજારો સૂર્ય હોતા નથી. ફક્ત સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય છે. સૂરજ એક જ હોય છે એવી રીતે સત્ય એક જ છે. સત્ય અનેક નથી. 



‘તત્ત્વ પ્રેમ કર મમ અરુ તોરા|
જાનત પ્રિયા એકુ મનુ મોરા||’


  • પ્રેમનું તત્ત્વ કેવળ મારું મન જાણે છે. ભગવાન રામ પણ કહે છે કે તારો અને મારો પ્રેમ શું છે એ કેવળ મારું મન સમજે છે. હવે જો પ્રેમ તત્ત્વ હોય રામચરિતમાનસમાં, તો એ તત્ત્વને સમજનારા કેવળ રામ છે. કાં તો એમની આહ્્લાદિક શક્તિ જાનકી છે. એના સિવાય એ તત્ત્વને કોઇ ઓળખી શકતું નથી. એમાંય આપણા જેવા સામાન્ય જીવ માટે પ્રેમતત્ત્વને સમજવું કઠિન છે. 
  •  હા જે કરુણા કરે છે એ જાણે છે અને જે અનુભવે છે એ પણ જાણી લે કે મારા ઉપર કરુણા થઇ રહી છે. 


  • કરુણા સાર્વભૌમ થઇ જાય છે. માટે કહેવા દો કે કરુણા આપણા માટે તત્ત્વ નથી. 


પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર,
તત્ત્વનું ટૂંપણ તુચ્છ લાગે.


  • પ્રેમ પણ રસ છે જ્યારે કરુણા પણ રસ છે. કરુણામાં એક માત્રા ઓછી કરી નાખો તો સાહિત્યમાં કરુણરસ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. 
  • ભવભૂતિ તો એવું કહે છે કે દુનિયામાં એક જ રસ પ્રધાન છે. અને એ કરુણ રસ છે. 
  • હવે સત્યને રસ કેવી રીતે કહેવાય. ક્યારેક ક્યારેક તો જોવા મળે છે કે સત્યના ઉપાસકો થોડા શુષ્ક લાગે છે. 


  • ક્યારેક એવું પણ મને લાગે છે કે સત્ય રસ છે એ વિષયમાં મારો નિર્ણય ખોટો પણ હોઇ શકે. ક્યારેક દસ-દસ જનમ થાય તો પણ ખોટો નિર્ણય થઇ શકે છે.


  • એ સૂત્રમાં સત્યને શિવ કહે છે અને શિવને ઉત્તમ રસ કહે છે. બસ ઇતિ સિદ્ધમ્ સત્ય શિવ છે. તો જે સર્વોત્તમ સત્ય છે તે શિવોત્તમ સત્ય છે. સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારું જે ઉત્તમ સત્ય છે એને ઋગ્વેદ રસ કહે છે. હું જેને રસ માનું છું એને આજે દસ વર્ષ થયાં અને પ્રમાણ પણ દસ વર્ષ પછી મને મળ્યું છે.


યો વ: શિવતમો રસસ્તસ્ય ભાજયતેહન:|
ઉશતીરિવ માતર:|


  • હવે શંકરાચાર્ય ભગવાન પણ કહે છે, ‘બ્રહ્મ સત્ય જગન્મિથ્યા’ કેવળ તત્ત્વના રૂપમાં બ્રહ્મને સમજનારાઓ માટે જગત થોડું શુષ્ક બની જાય છે. મિથ્યા બની જાય છે. વિનોબાજીને યાદ કરું. વિનોબાજીએ શંકરાચાર્ય ભગવાનના ખોળામાં રમતાં-રમતાં થોડો પોતાનો અભિપ્રાય આપ્યો. વિનોબાજી માટે જગત મિથ્યા નથી, જગત સ્ફૂર્તિ! બ્રહ્મ સત્ય જગત સ્ફૂર્તિ! જગતમાં પણ ચેતના છે. જગતમાં સ્ફૂર્તિ છે. તો સત્યરસ છે અને રસ હશે ત્યારે આપણા જેવા માટે એ સરળ પડશે. 

(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

મોરારિબાપુ

Read full article at Sunday Bhaskar.



No comments:

Post a Comment