Translate

Search This Blog

Saturday, April 11, 2015

પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીનો સમાધિમૃત્યુ દિન

The article displayed below is with the courtesy of Divya Bhaskar and Reena Shah.

ચૈત્ર વદ પાંચમ એટલે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીનો સમાધિમૃત્યુ દિન

પરમકૃપાળુ અને જ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી

Source Link: ધર્મ દર્શન, દિવ્ય ભાસ્કર, પુણ્યતિથિ, રીના શાહ , epaper April 06, 2015, page 1


ચૈત્ર વદ પાંચમ એટલે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીનો સમાધિમરણ દિવસ.તેઓશ્રીએ માત્ર 33 વર્ષની વયે રાજકોટ મુકામે વિ.સં. 1957માં નશ્વર દેહનો ત્યાગ કર્યો હતો. અંતિમ દિવસે તેઓશ્રીએ તેમના નાના ભાઇ મનસુખભાઇને ઉદ્દેશીને કહ્યું હતું, 'હવે હું કોઇપણ માને રોવડાવીશ નહીં, તમારા ભાઇનું સમાધિમરણ થશે.' વળી એમ પણ કહ્યું હતું કે, 'તું કચવાઇશ મા, માની સંભાળ રાખજે, હું આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.' બસ આટલું બોલીને તેઓશ્રી સમાધિસ્થિત થઇ ગયા હતા અને પાંચ કલાક સુધી સ્થિતિમાં રહ્યા હતા. તે સમયે ઉપસ્થિત તેઓના એક ભક્ત ભાઇ નવલચંદભાઇએ જણાવ્યું હતું કે, 'કૃપાળુદેવ ધ્યાનારૂઢ થયા વખતની શરીરસ્થિતિ કાયોત્સર્ગની પરિપૂર્ણતા દશા સૂચવતી હતી અને તે છેવટ સુધી તેવી ને તેવી રહી હતી. નિદ્રાવશ માણસ જે શ્વાસ લે તેવા શ્વાસ લેવાતા હતા. પ્રથમ નાભિથી અને દેહ છૂટ્યો ત્યારે કંઠથી તે મુખ સુધી થોડો વખત ચાલુ રહ્યો હતો. મૂર્તિ ચૈતન્યવંત શોભાયમાન કેમ જાણે હમણાં ધ્યાનથી મુક્ત થઇ આપણને વચનામૃતનો લાભ આપશે એમ સૂચના કરતી હતી. એવી અપૂર્વ મુદ્રા સર્વ કોઇને લાગતી હતી. નિર્વાણ વખતે મૂર્તિ અનુપમ ચૈતન્યવાળી, શાંત, મનોહર ને જોતાં તૃપ્તિ ન થાય એવી શોભતી હતી. એમ આપણા ગુણાનુરાગીને તો લાગે પણ જેઓ સંબંધથી હાજર રહેલા તેને પણ આશ્ચર્ય પમાડતી પૂજ્યભાવ ઉત્પન્ન કરતી જણાતી હતી. વખતના અદ્્ભુત-સ્વરૂપનું વર્ણન કરવાને આત્મામાં જે ભાસ થાય છે તે લખી શકતો નથી.' બપોરે 2-00 વાગ્યે તેઓશ્રીએ દેહ અને જગતનો ત્યાગ કર્યો હતો. રત્નચિંતામણિ ઇચ્છિત ફળ આપી શકે છે એવું ફળ લેનારાના સમજવામાં આવે તે પહેલાં કાળરૂપી કાગડાએ તે ચિંતામણિને ખસેડી મૂક્યું.શ્રીમદ્ રાજચંદ્ર અથવા બીજી કોઇપણ જ્ઞાની ભગવંતોના સમાધિમરણ આપણને બે વાત શીખવી જાય છે.
આપણેપણ તેઓશ્રીની જેમ આત્મસમાધિપૂર્વક દેહનો ત્યાગ કરવો : 
આપણનેથશે કે શું આપણે પણ આવું કરી શકીએ? ત્યારે જ્ઞાની ભગવંતો આપણને જવાબ આપે છે કે હા, કોઇપણ વ્યક્તિ સમાધિમરણ પ્રાપ્ત કરી શકે છે. તો તરત બીજો પ્રશ્ન થાય કે કેવી રીતે? તો તેનો પણ તેઓશ્રી ઉત્તર આપે છે કે તેના માટે સમાધિજીવન જીવવું.
સમાધિજીવન જીવવું એટલે શું? 
સમાધિજીવનએટલે નીતિ અને ધર્મમય જીવન જીવવું. ધર્મપૂર્વક અર્થોપાર્જન (કમાવું), ધર્મપૂર્વક કામ, ધર્મપૂર્વક મોક્ષ.

આવો મનુષ્યભવ આપણને વારંવાર નથી મળતો. માટે તેનો એક એક મિનિટનો સદુપયોગ કરી લેવો. આત્માનુભવી જ્ઞાનીપુરુષોનો સમાગમ કરવો, તેમની વાણી સાંભળવી, તેમની સેવા કરવી, સત્સંગ કરવો, ભક્તિ કરવી, સદ્્વાંચન કરવું, જીવનને સાદું અને સંતોષી બનાવવું, સમાજનું અને દેશનું હિત થાય તેવાં પરોપકારનાં કામ કરવાં, નિંદા, ઇર્ષ્યા, ક્રોધ, અભિમાન વગેરે દુર્ગુણોનો ત્યાગ કરવો તેમજ સદ્્ગુણોનો વિકાસ કરવો.

હું શરીર નથી, પરંતુ શરીરમાં રહેલ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા છું. મૃત્યુ આવતા શરીર અને આત્મા જુદાં પડશે. શરીર નષ્ટ થશે પણ આત્માનો નાશ નહીં થાય. જેવાં કર્મ કર્યાં હશે તેવો બીજો ભવ, બીજું શરીર પ્રાપ્ત થશે. વળી, આત્મામાં સાચું સુખ, સાચો અાનંદ, અપૂર્વ આનંદ રહેલો છે, તેને અનુભવવાનો પ્રયત્ન કરવો.

દૃઢતાપૂર્વક આવો પ્રયત્ન કરવામાં આવે તો આપણે પણ સમાધિમરણ પ્રાપ્ત કરી શકીએ. એટલે કે કોઇપણ પ્રકારની હાયવોય વગર, શરીર તેમજ કુટુંબ-પરિવારનું મમત્વ છોડીને, શાંતિથી પરમાત્મા કે આત્માના સ્મરણપૂર્વક દેહને છોડી શકીએ.

શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે, 'જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે તેમ હોય અથવા હું નહીં મરું એમ જેને નિશ્ચય હોય તે ભલે સૂખે સુએ.' વળી કહ્યું છે, 'જ્ઞાનીએ અનંત ઔષધિ અનંતા ગુણો સંયુક્ત જોઇ છે, પરંતુ મોત મટાડી શકે એવી ઔષધિ કોઇ જોવામાં આવી નહીં! વૈદ્ય અને ઔષધિ નિમિત્તરૂપ છે.' મૃત્યુ તો દરેક જીવને આવવાનું છે, તો શા માટે ડરવું? શા માટે તેનો હિંમતથી સામનો કરવો? જેને મૃત્યુનું રહસ્ય અને સત્ય સમજાય છે. તેને કોઇ ડર લાગતો નથી.

આપણાકોઇપણ કુટુંબીજન કે મિત્રનો દેહત્યાગ થાય ત્યારે શોક કરવો 
કોઇપણનજીકના સ્વજનનું મૃત્યુ થાય ત્યારે મોટેભાગે આપણને દુ:ખ થાય છે, શોક થાય છે, આઘાત લાગે છે. પરંતુ જ્ઞાની મહાત્માઓ તેમ કરવાની ના કહે છે. ખેદને વૈરાગ્યમાં ફેરવવાનો પ્રયત્ન કરવો. કારણ કે જ્યાં સંયોગ છે, ત્યાં વિયોગ છે જ.જ્યાં જન્મ છે ત્યાં મૃત્યુ છે જ. ખૂબ ધીરજ રાખવી. સંસારનું અશરણપણું, અનિત્યપણું તથા અસારપણું વિચારવું.

ઊગ્યોતે તો અસ્ત થવાનો, જન્મ્યો તે તો જરૂર જવાનો, 
અમર થયું ના કોઇ થવાનો, એકલો આવ્યો એકલો જાવું. 
જે સ્વજનનો વિયોગ થયો હોય તેના ગુણોનું સ્મરણ કરવું, તેમણે આપણા પર કરેલા ઉપકારોનું સ્મરણ કરવું. તેમના જેવા ગુણો આપણા જીવનમાં પણ પ્રગટે તેની પ્રભુને પ્રાર્થના કરવી. તેમજ તે આત્મા જન્મ-જરા-મરણથી રહિત થઇ સંપૂર્ણ મોક્ષદશાને પ્રાપ્ત કરે તેવી ભાવના ભાવવી. તેમના નિમિત્તે નિયમ, વ્રત લેવાં, સત્કાર્યો કરવાં. વળી, કર્મસિદ્ધાંતો પણ કહે છે કે આપણા કોઇ અશુભ કર્મના ઉદયથી સ્વજનનો વિયોગ થાય છે અને જો તે વખતે શોક કરવામાં આવે છે તો ફરી તેવાં કર્મો બંધાય છે. જેનાથી ફરીથી સ્વજનનો વિયોગ સહન કરવો પડે. માટે ખૂબ શાંતિ રાખવી. મૂર્છા અને રાગથી કર્મ બંધાય છે. વૈરાગ્ય અને અનાસક્ત ભાવથી કર્મ નિવૃત્ત થાય છે. આમ, ખેદને યથાશક્તિ વિચારથી, જ્ઞાનીપુરુષોના વચનામૃતથી તથા સાધુપુરુષનો આશ્રમ અને વીરગતિથી ઉપશાંત કરવો.

આપણે નિશ્ચય કરીએ કે હું સમાધિજીવન જીવીને સમાધિમરણ પ્રાપ્ત કરીશ અને કોઇપણ સ્વજનના મૃત્યુનો શોક નહીં કરું. સાચી ભાવાંજલિ આપી કહેવાશે.






No comments:

Post a Comment