Translate

Search This Blog

Sunday, April 12, 2015

'હું' અને 'તું'માં અટવાતો આજનો માનવી

The article 'હુંઅને 'તું'માં અટવાતો આજનો માનવી displayed below was published in the Divya Bhaskar daily of April 11, 2015 and is displayed here with the courtesy of Divya Bhaskar and its author Dr. Varun Kumar Trpathi.

'હું' અને 'તું'માં અટવાતો આજનો માનવી

નવચિંતન

ડો. વરુણ કુમાર ત્રિપાઠી (વેદાંતમાંપીએચડી) એસોસિએટ પ્રોફેસર, માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટી, જમ્મુ

Read the article at its source link epaper, Divya Bhaskar, page 8.

'હું' મને સદીઓથી હેરાન કરતો રહ્યો છે - અને હું એવું સમજતો રહ્યો છું કે તમે (એવી કોઈ પણ વ્યક્તિ જે મારા માટે બીજી છે) મને હેરાન કરો છો. 'હું' મારા અહમનું એક પ્રતીક છે, વ્યવહારિક સંવાદોમાં 'પ્રથમ પુરુષ' તરફ આંગળી ચીંધતી એક સંજ્ઞા છે અને એક મનોવૈજ્ઞાનિક સમસ્યા પણ. હું સદીઓથી તેનું મહિમામંડન પણ કરતો આવ્યો છું. 'તુ તુ- મૈં મૈં'થી માંડીને 'અહમ બ્રહ્માસ્મી' સુધી 'હું'નો વિસ્તાર છે. 'હું' મારા દુખો, સંબોધનો, માન્યતાઓ, અનુભવો, સ્મૃતિઓ, ઈચ્છાઓ અને વાસનાઓનો એક ભાષાકીય સંકેત છે - એક સામુહિક નામ છે.

દરેક બીજો વ્યક્તિ પડકાર

'હું' નો ઉત્પાદ અન્ય તમામ વસ્તુઓ પ્રત્યે અસ્તિત્વના સ્વરૂપમાં થાય છે. એટલે કે દુનિયામાં 'હું' સિવાયની તમામ વસ્તુઓ 'હું' થી અલગ છે. 'હું' દુનિયાનાં તમામ 'તમે' નો વિરોધી છે. મારા 'હું' નો તમારી સાથે મનોવૈજ્ઞાનિક સંબંધ એવા પ્રકારનો છે કે હું તમને એક પડકાર તરીકે ગણે છે. એક પ્રશ્નના સ્વરૂપમાં જૂએ છે. દરેક 'તમે', 'હું' ના અસ્તિત્વ માટે એક પડકાર છે. આવી સ્થિતિમાં મારો વ્યવહાર તમારા પ્રત્યે કંઈક પ્રકારનો હોય છે : હું તમારા અંદર ખામીઓ શોધું છું, જેથી તમારી નિંદા કરી શકું અને તમને નીચા દેખાડી શકું. સાથે પોતાને સુરક્ષિત અનુભવી શકું. તમારા અંદર જ્યારે મને બુરાઈઓ દેખાઈ જાય છે ત્યારે તમે મારા માટે એક પડકાર રહેતા નથી. મારા મનની સમસ્યા છે કે હું દરેક 'તમે' ને એક પડકાર તરીકે ગણું છું - પોતાની વિરુદ્ધ એક સત્તાના સ્વરૂપમાં જોઉં છું.
 'હું' ની રચના એક પ્રકારે આત્મહીનતાની પ્રતિક્રિયા છે. 'હું' ની શરૂઆત 'તમારી' સાથે સરખામણીના ક્રમમાં થાય છે, એટલે તમારા અંદર રહેલી કોઈ પણ પ્રકારની શ્રેષ્ઠતા મારા અંદર હીન ભાવના જગાડે છે. એટલા માટે કદાચ મને તમારી પ્રશંસા ગમતી નથી- મને તમારી નિંદા ગમે છે. તમારા અંદર રહેલી ખામીઓ-બુરાઈઓ દેખાડીને તમને હું ધરતી પર લાવવા માગું છું - મારી સરખામણીમાં મુકવા ચાહું છું. કદાચ 'હું' પણ જો આગળ વધ્યો હોત તો તમને ઉપર લઈ જતો - કેમ કે, 'હું' કોઈને જમીન પર લાવવાનો પ્રયાસ કરી શકે છે, બીજાની જમીન-અસ્તિત્વમાં ફેરફાર કરી શકતો નથી. હું ઈચ્છું તો મારી જમીનને વિશાળ બનાવી શકું છું, પરંતુ સમયે મારો 'હું' ક્યાં રહી શકશે.

આત્મહીનતાસાથે સંઘર્ષ

પોતાની આત્મહીનતા સાથે સંઘર્ષ કરીને હું પોતાની જાતને આગળ વધેલો દેખાડવા ચાહું છું, મારું તથાકથિત આત્મ-ગૌરવ આગળ વધ્યા વગર આગળ વધેલો દેખાડવાની મથામણ છે. મારી શ્રેષ્ઠતા મારી આત્મહીનતા સાથેના સંઘર્ષની કથા છે, નહીં કે આત્મહીનતાના વિસર્જનની.

મનનીગંદકી દેખાતી નથી

જો 'હું'  મારા પોતાના શ્રેષ્ઠ હોવાના અહંકારને છોડી શકતો તો કેટલું સારું રહેતું, જેવું કે મારા શરીર પર હું થોડી ઘણી ગંદકી પણ સહન કરી શકતો નથી. જેવી રીતે ગંદકીને સાફ કરવું છું, એવી રીતે મનનો મેલ પણ ધોઈ શકતો તો કેટલું સારું રહેતું. કદાચ, 'હું' તેને એટલા માટે ધોતો નથી, કેમ કે તમે તેને જોઈ શકતા નથી, પરંતુ હું તો તેને દરરોજ ઉઠતા-બેસતા-જાગતા જોઉં છું. તમે પણ તેની દુર્ગંધથી ચિંતિત રહો છો, જેનો મને અંદાજ નથી. તમે જ્યારે મારી પ્રશંસા કરો છો તો કદાચ મારા 'હું' ની દુર્ગંધથી બચવા માગો છો અને હું સમજી શકતો નથી.

સમજીનથી શકતા પોતાની કૂટનીતિ

હું મારા 'હું' ની કૂટનીતિ સમજી શકતો નથી- તમને નબળા કે નાના જોઈને તમને દબાવી દેવા માગું છું અને તમને સાચ્ચે આગળ વધેલા જોઈને તમારી ખુશામત કરવા લાગું છું. તમને મારા કામના સમજીને તમારી સાથે દોસ્તી કરું છું, કોઈ કામના ન સમજીને તમારી ઉપેક્ષા પણ કરી દઉં છું. તમે ક્યારેક તો મારા કામમાં લાગશો એવું વિચારીને તમારી સાથે સંબંધ બાધું છું, તમારો ફોન નંબર લઉં છું. તમારા જન્મદિવસે કે તહેવારો પર અભિનંદન પાઠવું છું, જેને હું મારો સામાજિક સંબંધ પણ કહું છું. હું તમને એવી રીતે જોઉં છું કે તમે મારા માટે બન્યા છો. બધામાંથી જે કોઈ ઉપાયથી તમે મારા માટે અનુકૂળ બની જાઓ છો ત્યારે હું તમારો ઉપયોગ કરી લઉં છું.

અમાનવીયવ્યવહાર

બધા માટે મારે મારા 'હું' નો સંપૂર્ણપણે નાશ કરવો પડશે - મનુષ્ય બનવું પડશે - તમને મારા બરાબરીના સમજવા પડશે. હું આવું કરી શકતો નથી, કેમ કે સદીઓથી 'હું' મનુષ્ય હોવાથી ડરેલો છું અને હવે તો મારા અંદર અમાનવીયતાને સાથે રાખવાની ટેવ પણ પડી ગઈ છે.




No comments:

Post a Comment