Translate

Search This Blog

Saturday, April 11, 2015

અસ્મિતાપર્વના આરંભનાં મૂળિયાં ક્યાં?

The article displayed below is with the courtesy of Divya Bhaskar daily and Shree Manoj Shukla, author of the article.

અસ્મિતાપર્વના આરંભનાં મૂળિયાં ક્યાં?
Read the article at its source link - Divya Bhaskar, Kalash Edition, epaper, page 2.

મોરારિબાપુ પ્રેરિત 'અસ્મિતા પર્વ'નો પ્રારંભ આજથી થયો છે. આને 'શ્રવણ યજ્ઞ' કહેવાનું મન કેમ થાય છે?
શુંક પ્રાસંગિક લખીએ ત્યારે એક-બે દિવસ આગળ પાછળ હોય. પણ કોઇ દિવસ એવો આવે કે જ્યારે વંચાતું હોય તે દિવસે, તે સમયે કોઇ પ્રસંગનો પ્રારંભ થતો હોય. આવું થાય ત્યારે હૈયુ હરખાય. મન પ્રફુલ્લિત બને. લખવાનો આનંદ બેવડાઇ જાય. આજે એવું છે. આજે શ્રી કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે એક 'શ્રવણ યજ્ઞ'નો પ્રારંભ થઇ રહ્યો છે. 'શ્રવણ યાત્રા' પણ કહી શકાય. 'શ્રવણ તપ' પણ કહી શકાય તેવી ઘટના છે. હા, આજથી મોરારિબાપુ પ્રેરિત 'અસ્મિતા પર્વ-18'નો પ્રારંભ થઇ રહ્યો છે. અસ્મિતા પર્વને 'શ્રવણ યજ્ઞ' કહેવાનું મન માટે થાય છે કે બીજા રાજ્યમાંથી આવેલા એક વિદૂષી વક્તાએ અત્યંત સાચૂકલા અવાજથી કહ્યું હતું, 'અનેક સેમિનારમાં હાજરી આપવાનું બન્યું છે. પણ આટલું પવિત્ર, સુંદર વાતાવરણ કશેય જોયું નથી. એકાગ્ર ચિત્તે સાંભળતા આવા શિસ્તબદ્ધ શ્રોતાઓની વચ્ચે જવાનું ક્યારેય બન્યું નથી.' મને લાગે છે કે મોરારિબાપુનાં અસ્મિતા પર્વને આપણે ઓળખીએ છીએ કરતાં બહારના લોકો વધારે સારી રીતે જાણી ગયા છે. સાચી ઓળખ છે.
'અસ્મિતા પર્વ'માં ક્યારેય આવેલા લોકો પૂછે છે, 'બાપુને આવી લગની ક્યાંથી લાગી?' પ્રશ્નનો જવાબ એવો મળે છે કે તળપદી ભાષામાં કહીએ તો બાપુ 'સતપતિયાં' છે. ગામઠી શબ્દ છે. નાની ઉંમરનું બાળક બહુ ચંચળ હોય તેને માટે શબ્દ વપરાય છે. સાદી ભાષામાં કહેવું હોય તો જેને પગ વાળીને બેસવું ગમે તેને 'સતપતિયો' કહી શકાય. બાપુ તો તન કે મન એકેય રીતે પલોંઠી વાળીને બેસતા નથી(કથા એમાં અપવાદ). ટૂંકમાં, સક્રિયતા બાપુના લોહીમાં ભળી ગયેલો ગુણ છે. સતત નવી વાત, નવા વિચાર આવ્યા કરે. વિચાર વાંઝિયા રહે. વિચારમાંથી કશુંક જન્મે અને લોકો સુધી પહોંચે. કારણે બાપુ સતત સમાજને નવું આપતા રહે છે. આજે અસ્મિતાપર્વ-18નો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે તેનાં મૂળિયાં ક્યાં? એવો પ્રશ્ન સ્વભાવિક રીતે થાય. તેનો જવાબ અહીં મૂકવો છે. મૂળ બાપુ સાંભળવાના, સાંભળતા રહેવાના શોખીન. અગાઉ કથા હોય ત્યારે કથા પછી હીંચકા ઉપર ઝૂલતા-ઝૂલતા અનેક કવિ, બારોટ, ગઢવી પાસેથી તેમણે કાન ભરીને સાંભળ્યું છે. બધું સાંભળ્યા પછી એની ઉપર ચિંતન પણ કરે. વ્યક્તિગત અભિવ્યક્તિ અને શ્રવણમાંથી સમૂહમાં સમૂહને સાંભળવાનો વિચાર બાપુને આવ્યો હોવો જોઇએ. તેને પરિણામે 1982માં બાપુએ ત્રણ દિવસ માટે જામનગર જિલ્લાના અલિયાવાડા મુકામે આવેલ ગંગાજળા વિદ્યાપીઠમાં પ્રથમ યુવા શિબિરનું આયોજન કર્યુ. ગંગાજળા વિદ્યાપીઠના સ્થાપક અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ પંડિત ડોલરરાય માંકડના પુત્ર સ્વ. શિરીષભાઇ માંકડનાં અકાળ અવસાન પછી તેમના પવિત્ર સ્મરણમાં સ્થપાયેલાં 'શિરીષ સાધના કેન્દ્ર'નાં ઉપક્રમે શિબિર યોજાઇ. સ્વ. લખુભાઇ છીછીયા, પ્રા. ઝવેરભાઇ ચાવડા અને જ્યોત્સનાબહેન માંકડ અને કુ. કલાબહેન દવેનાં સંયોજન હેઠળ યુવા શિબિર યોજાઇ. અન્ય યુવા શિબિરો કરતાં શિબિર જુદી હતી. તેમાં બાપુ યુવાનોને સંબોધ્યા કરે એવું હતું. યુવાનોએ પોતાના વિચારો વ્યક્ત કરવાના હતા. માટે સમયની ભરપૂર મોકળાશ યુવાનોને અપાઇ હતી. તેજસ્વી પત્રકાર અને ઉત્તમ શિક્ષક એવા દિલીપ ભટ્ટ શિબિરના સાક્ષી છે. બરોબર યાદ છે કે પ્રત્યેક યુવા વક્તાને બાપુ ભરપૂર ધ્યાનથી સાંભળતાં(બાપુની સ્મરણશક્તિ ફોટોજેનિક છે). પછી પોતાના વક્તવ્યમાં બધા મુદ્દાઓને આવરી લઇને પોતાની વાત રજૂ કરતાં. રીતે બાપુ કાનસેન છે, સ્મરણયાત્રી છે. યુવા શિબિરને અંતે બાપુ ખૂબ રાજી થઇ ગયેલા. તેમણે યુવાનોને કહેલું કે આજથી આપ સૌ શિબિરાર્થીઓ મારી માટે 'તુમ મેરે ભાઇ ભરત સમ ભ્રાતા'છો (રામાયણમાં વાક્ય રામચંદ્રજીએ હનુમાનજીને કહેલું). શિબિરથી એવું અનુભવ્યું છે કે બાપુને સાંભળવું, સાંભળતા રહેવું ગમે છે. રીતે મોરારિબાપુ ઉત્તમ વક્તા તો છે જ. પણ સાથે સાથે ઉત્તમ શ્રોતા પણ છે. પ્રથમ શિબિરમાં યુવા વક્તાઓની વાત ગમી ગઇ હોવાથી બાપુએ બીજી શિબિર 1983માં તલગાજરડા ખાતે પોતાના વતનમાં કરી. ત્યારે બાપુનો પથારો આજના જેટલો વિસ્તરેલો નહીં. એટલે તંબુમાં નિવાસની વ્યવસ્થા કરેલી. ભાવનગરના વૈજ્ઞાનિક અને આજની અદ્દભુત વિજ્ઞાનનગરીના સ્થાપક બિપિન શાહ, જાણીતા જ્યોતિષી ગિરીશ જોષી શિબિરના સાક્ષી. બંનેને સૂવાની જગ્યા નહોતી મી. એટલે એક વાડીમાં બનાવેલા માંચડા ઉપર સૂઇ ગયેલા અને પછી સવારમાં વાડીનાં થાળામાં નહાઇ લીધેલું તે બરોબર યાદ છે. શિબિરમાં બાપુએ પ્રથમ શિબિરની જેમ યુવાનોને સાંભળ્યાં. પણ એક પ્રયોગ નવો કર્યો. આસપાસના ગામમાં સવારથી સાંજ સુધી આશરે 15 કિલોમીટરની પદયાત્રા કરેલી. આજે કોઇને કલ્પના પણ આવે એવી સહજ અને સરળતાથી બાપુ યુવા શિબિરાર્થીઓ સાથે મુક્ત રીતે વાતો કરતાં કરતાં ચાલેલા. રસ્તામાં તળપદી જોક પણ કહેતા જાય.
સૌથી ઊંચી વાત તો કે પદયાત્રામાં બપોરનાં ભોજન બાદ એક ગામના ખેતરમાં આવેલાં વિશાળ વૃક્ષની નીચે ઝાડનાં મૂળિયાને ઓશીકું બનાવીને જમીન પર કશું પાથર્યા વગર બાપુએ વામકુક્ષી કરેલી. જેના નજરોનજર સાક્ષી બનવાનું સદ્દભાગ્ય સાંપડ્યું છે. પછી બાપુએ બીજી પાંચ યુવા શિબિર પણ કરેલી. છેલ્લી શિબિર 1990માં તલગાજરડામાં કરેલી. બધું યાદ માટે કર્યુ છે કે 'અસ્મિતા પર્વ' છેલ્લાં 18 વર્ષથી સાતત્યપૂર્ણ રીતે ચાલે છે તેના પાયામાં બાપુના બધા પ્રયોગો છે. યુવા શિબિર ઉપરાંત તલગાજરડામાં દરરોજ રાત્રે શાસ્ત્રીય સંગીત-નૃત્યના અદ્દભુત કાર્યક્રમો યોજાતા. તેમાં પણ ગામેગામથી લોકો સાંભળવા જતાં.
મોરારિબાપુ આટલી અપરિમિત સફળતા પછી પણ સાવ જમીન ઉપર જીવે છે એનું રહસ્ય ઘણા લોકોને સમજાતું નથી. તે સૌને અહીં આંગળી ચીંધીને કહેવું છે કે મોરારિબાપુએ પોતાનો પ્રારંભ કર્યો ત્યારે હંમેશાં ધ્યાન રાખ્યું છે કે નજર ભલે ગમે તેટલી ઊંચે રાખીએ પણ પગ ધરતીથી અદ્ધર ક્યારેય થવા જોઇએ અને એટલે તેમની યાત્રામાં સાતત્ય રહે છે. જીવનમાં બદલાવ આવવો ઇશ્વરની કૃપા અને મનુષ્યનું સદ્્ભાગ્ય હોય છે. આવું જેને સમજાય તે મનુષ્ય ક્યારેય પોતાની ધરી ગુમાવતો નથી. એમ સમજાય છે કે બાપુને બધું સમજાઇ ગયું છે. આવા સમજદાર બાપુને વંદન.
ઇતિસિદ્ધમ: તેરીમંજિલ મિલે મિલે ક્યા પતા, હૈ તય હૈ યે રાસ્તા કહીં જાતા તો હૈ.
- મુનવ્વર રાણા
{manojshukla67@yahoo.com
ખુલ્લી વાત
ખૂલીને
મનોજ શુક્લ 

No comments:

Post a Comment