મનમંદિરમાં પ્રભુ સતત નિવાસ કરે છેઃ મોરારી બાપુ
-મનમંદિરમાં પરમાત્મા સતત નિવાસ કરે છે. કોઇ ગમે તેટલું કરે એ ક્યારેય અટકતા નથી. કેવળ સાક્ષીભાવથી જોયા કરે છે. મન અતિ ચંચળ છે.
(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)
Read full article at Divya Bhaskar, Sunday Edition.
-મનમંદિરમાં પરમાત્મા સતત નિવાસ કરે છે. કોઇ ગમે તેટલું કરે એ ક્યારેય અટકતા નથી. કેવળ સાક્ષીભાવથી જોયા કરે છે. મન અતિ ચંચળ છે.
ગઇ ભવાની ભવન બિહોરી|
બંદી ચરન બોલી કર જોરી||
જય જય ગિરિબર રાજ કિસોરી|
જય મહેસ મુખ ચંદ ચકોરી||
- જ્યાં મા હોય છે એ સ્થાન મંદિર બની જાય છે. પ્રથમ તો ઘર બની જાય છે અને પછી એ ઘર કે ભવન દેવમંદિરમાં પરિવર્તન થાય છે.
- મારી વ્યાસપીઠની સમજમાં ભવનનો સીધોસાદો અર્થ એવો થાય છે કે જ્યાં ભવ ન હોય. ભવ એટલે કે સંસાર, જ્યાં સંસાર ન હોય, જ્યાં સંસારની કોઇ ચર્ચા વિચારણા ન હોય. જ્યાં ફક્ત એકાંત હોય, એ ભવન છે.
- મારી તો દરેક વ્યક્તિને પ્રાર્થના છે કે જ્યારે જીવનમાં એકાંત મળે ત્યારે થોડું ભજન કરી લેજો.
- એક ચિત્તથી રામકથાનું શ્રવણ કરવું એ મારી દૃષ્ટિએ એકાંત છે.
- હું ઘણીવાર કહ્યા કરું છું કે રામકથાનું આયોજન દિવ્ય હોય કે ભવ્ય એ મને ખબર નથી પણ રામકથા સેવ્ય છે એનો મને પૂરેપૂરો ખ્યાલ છે.
- જે રીતે દ્વારિકા, સોમનાથ, બદ્રીનાથ, નાથદ્વારા આ ભગવાનનાં સ્થૂળ મંદિર છે.
- પરંતુ શ્રીમદ્ ભગવદ્ગીતા, રામચરિતમાનસ એ બધાં જંગમ મંદિર છે જે હાલતાં ચાલતાં મંદિર છે. એ એટલાં બધાં નાનાં મંદિર છે કે આપણી ઝોળીમાં સમાઇ જાય છે. આપણા હાથની હથેળીમાં મંદિર સમાય જાય છે. સ્થૂળમાં જ્યાં પણ મંદિર હોય એને ક્યારેય અન્યથા ન જોવાય. કારણ કે દરેક મંદિરના અમુક નિયમો હોય છે. જ્યારે રામચરિતમાનસ અને શ્રીમદ્ ભાગવત એવાં મંદિર છે કે એ સતત આપણી સાથે જ ચાલે છે.
મચલતી હુઇ હવા મેં...
હમારે સંગ સંગ ચલે ગંગા કી લહરે...
- રામકથા તો સકળ લોકને પાવન કરનારી ગંગા છે. મારા મતે તો એકવીસમી સદીમાં મંદિર ઓછાં બનવાં જોઇએ.
- ધર્મ ક્યારેય ડરાવતો નથી અને જે ડરાવે એ ધર્મ હોઇ શકે જ નહીં.
- પરમ શ્રદ્ધેય ડોંગરેબાપા ભાગવત કથામાં કહેતા કે તમારે નિત્ય સ્નાન કરવાનો નિયમ છે પરંતુ ક્યારેક કારણોવશાત સ્નાન ન કરી શકાય એવા સમયે તુલસીજીના ક્યારામાંથી એક ચપટી માટી લઇને મસ્તક પર શ્રદ્ધા રાખીને લગાવવામાં આવે તો એ સ્નાન ગણાય છે.
- મનમંદિરમાં પરમાત્મા સતત નિવાસ કરે છે. કોઇ ગમે તેટલું કરે એ ક્યારેય અટકતા નથી. કેવળ સાક્ષીભાવથી જોયા કરે છે. મન અતિ ચંચળ છે. આપણે બધા જ જાણીએ છીએ કે આપણું મન ક્યારેય સ્થિર રહેતું નથી, આપણા મહાપુરુષો પોતાની ભક્તિ અને સાધના દ્વારા મનને સ્થિર કરે એ વાત આખી જુદી જ છે પણ આપણા જેવા સામાન્ય માણસ માટે મનને સ્થિર કરવું વધારે કઠિન છે.
- પણ મન સ્થિરતાની બીજી એક એ વાત કરું કે માણસની પવિત્રતા જેટલી વધશે એટલું મન સ્થિર અવશ્ય બનશે.
- પવિત્રતા એટલે સ્વપ્નમાં પણ કોઇનું ખરાબ વિચારવાનું નહીં એ પવિત્રતા છે. જે વ્યક્તિ મનથી પવિત્ર હશે એનું મન મંદિર બની જશે એ મંદિરમાં સાક્ષાત્ ઇશ્વર આવીને બિરાજમાન થઇ જશે.
(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)
Read full article at Divya Bhaskar, Sunday Edition.
No comments:
Post a Comment