Translate

Search This Blog

Friday, February 6, 2015

માનસ ધરમ

રામ કથા
રિવરફ્રન્ટ, અમદાવાદ, ગુજરાત

માનસ ધરમ

શનિવાર, તારીખ ૨૪-૦૧-૨૦૧૫ થી રવિવાર, તારીખ ૦૧-૦૨-૨૦૧૫

મુખ્ય ચોપાઈ

સિબિ દધીચ હરિચંદ નરેસા   |
સહે ધરમ હિત કોટિ કલેસા    ||
રંતિદેવ બલિ ભૂપ સુજાના    |
ધરમુ ધરેઉ સહિ સંકટ નાના    ||

...........................................................................અયોધ્યાકાંડ ૯૪/૪

सिबि दधिच हरिचंद नरेसा । 
सहे धरम हित कोटि कलेसा ॥
रंतिदेव बलि भूप सुजाना । 
धरमु धरेउ सहि संकट नाना ॥ 



The following articles are displayed here with the courtesy of Divya Bhaskar. The source links are provided so that readers may enjoy the articles at its source links with images. 


માનસ ધરમ

Contents


Video: મોરારિબાપુની રામકથાની ભવ્ય પોથીયાત્રા, ઝૂમી ઉઠ્યા ભક્તો
અમદાવાદ: મોરારિબાપુની રામકથાના પ્રથમ દિવસે જ 40 કરોડનું દાન
આ રામકથા મારા માટે નોબલ પ્રાઇઝ સમાન છે
મોરિરાબાપુની કથાનો બીજો દિવસ, હજારોની સંખ્યામાં લોકોની હાજરી
મેટ્રીક પાસ થઈ ગયો હોત તો આજે આવી જાહોજલાલી ન હોતઃ મોરારિબાપુ
મેં કહ્યું, 'હજૂ 5 વર્ષ જીવ્યો તો દેશ માટે નોબેલ લઈ આવીશ' ને બાપુએ કથા આપી
'સાધુએ ભજનના ભોગે વિકાસ ન કરવો', મોરારિ બાપુની કથાના અંશો
કોઇના માટે શુભ ચિંતન કરવું તે પણ સેવા જ છેઃ મોરારી બાપુ
રામકથા દિવસ-2: ‘મને લેબલવાળો નહિ પણ લેવલવાળો માણસ ફાવે'
મારું કામ મનોરંજનનું નથી પણ આપનું મનોમંથન કરાવવાનું છે'
સંઘર્ષ બે ધર્મોની વચ્ચે નથી હોતો, બે અધર્મોની વચ્ચે જ હોય : મોરારી બાપૂ
કોઇને દુ:ખી કરવા તે પણ એક પ્રકારની હિંસા : પૂ.મોરારિબાપુ
જીવન એવું હોવું જોઈએ કે આપણા ઘરમાં પણ રામ પ્રગટે : મોરારિબાપુ
દેશમાં વિદ્યા, રોટલો અને આરોગ્ય નિ:શુલ્ક મળે તે જરૂરી : મોરારિબાપુ
રિવરફ્રન્ટ ખાતે રામકથાનો આઠમો દિવસ
ધર્મના નામે નેટવર્ક ઊભાં ન કરવા જોઇએ : પૂ.બાપુ


 

 

 




  • મોરારિબાપુની રામકથાની ભવ્ય પોથીયાત્રા, ઝૂમી ઉઠ્યા ભક્તો

http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-1111761-NOR.html


અમદાવાદ: વસંત પંચમીના દિવસથી શહેરમાં રિવરફ્રન્ટ ખાતે મોરારિબાપુની રામકથાનો પ્રારંભ થયો છે. શનિવારે રામકથાની પોથીયાત્રા નીકળી હતી. મોરારિબાપુએ આ કથાને માનસ ધરમએવું નામ આપ્યું છે. માનવ સેવા માટે યોજાનારી આ કથાનો મુખ્ય ઉદ્દેશ્ય કિડની હોસ્પિટલ માટે રૂપિયા 100 કરોડ એકઠા કરવાનો છે. કથાના પ્રથમ દિવસે જ 40 કરોડ રૂપિયાનું અનુદાન એકઠું થઇ ગયું છે. મોરારિબાપુએ જણાવ્યું હતું કે, જેની પાસે પૈસા નથી તે ગરીબ નથી પણ જેને પૈસાની અપાર ભૂખ છે તે ગરીબ છે. જે વ્યક્તિ પાસે પાણી નથી તે તરસ્યો નથી પણ જેને પાણીની ઝંખના છે તે તરસ્યો છે.


  • અમદાવાદ: મોરારિબાપુની રામકથાના પ્રથમ દિવસે જ 40 કરોડનું દાન



મોરારિબાપુની રામકથાના પ્રથમ દિવસે જ 40 કરોડનું દાન
- માનસ ધરમ| કિડની હોસ્પિટલ માટે 100 કરોડ એકત્ર કરવા રિવરફ્રન્ટ પર યોજાયેલી કથામાં પ્રારંભે જ ધનવર્ષા
અમદાવાદ: વસંત પંચમીના દિવસથી શહેરમાં રિવરફ્રન્ટ ખાતે મોરારિબાપુની રામકથાનો પ્રારંભ થયો છે. શનિવારે રામકથાની પોથીયાત્રા નીકળી હતી. મોરારિબાપુઅે આ કથાને માનસ ધરમએવું નામ આપ્યું છે. માનવ સેવા માટે યોજાનારી આ કથાનો મુખ્ય ઉદ્દેશ્ય કિડની હોસ્પિટલ માટે રૂપિયા 100 કરોડ એકઠા કરવાનો છે. કથાના પ્રથમ દિવસે જ 40 કરોડ રૂપિયાનું અનુદાન એકઠું થઇ ગયું છે. મોરારિબાપુએ જણાવ્યું હતું કે, જેની પાસે પૈસા નથી તે ગરીબ નથી પણ જેને પૈસાની અપાર ભૂખ છે તે ગરીબ છે. જે વ્યક્તિ પાસે પાણી નથી તે તરસ્યો નથી પણ જેને પાણીની ઝંખના છે તે તરસ્યો છે.
બાપુને કથાનો વિષય નક્કી કરવામાં ખૂબ સમય લાગ્યો હતો. આ અંગે બાપુએ તેમના લાક્ષણિક અદામાં જણાવ્યું કે, વસંત પંચમીને શનિવારના શુભ દિવસ છેે. સાબરમતીનો કિનારો છે અને બાજુમાં સાહિત્ય પરિષદ છે નજીકમાં વલ્લભસદન છે. આ સુંદર સમન્વય જ્યાં થતો હોય ત્યાં કથાનો ભાવ આખો અલગ હોય છે. બાવાઓનું કાંઇ નક્કી નહીં. હું અહીંયાં આવ્યો ત્યાં સુધી કથાનો વિષય નક્કી ન હતો કર્યો પણ આ માનવ સેવા માટેનું કાર્ય છે એટલે તેને માનસ કથાનું નામ આપી શકાય. કથામાં મોટી સંખ્યામાં સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.
માનસ એટલે મન અને હૃદય માનસ એટલે માણસ થાય માણસનો ધર્મ કયો લોકોની સેવા કરવાનો. ધર્મનું સાચું ફળ એ દુ:ખ જ છે. આપણે ખરેખર જેને ધર્મ કહીએ છીએ તે દુ:ખ, કષ્ટ અને મુસીબતો જ છે. અધર્મથી આવતા કષ્ટો કરતા ધર્મથી પડતું દુ:ખ જેટલું સુખ કોઇ નથી. દર્દી નારાયણની સેવા કરવા માટે થઇ રહેલી આ કથા માટે હું તુલસીના પત્ર જેટલા સવા લાખ રૂપિયા અર્પણ કરું છું. પણ તે આપીશ મારી સગવડે. અમદાવાદમાં કથા હોય એટલે પ્રસાદની વ્યવસ્થા તો હોય છે. આથી તમે એટલું જમજો કે યજમાન થાકી જાય પરંતુ કાલે ડોક્ટર પાસે જવું પડે તેમ ન કરતા.  કથા કરવાના મારી પાસે ક્યારેય પૈસા નથી હોતા પણ મારા એક ખિસ્સામાં 6-7 યજમાન રાખું છું અને બીજા ખિસ્સામાં કાંસકો. જે કથાનો ખર્ચ ઉપાડી શકે. પરંતુ આ કથાના યજમાન એ ખિસ્સામાંના એક નથી.
 આગળ વાંચો, આ રામકથા મારા માટે નોબલ પ્રાઇઝ સમાન છે, સુનિતાબેને 1 લાખ, સોએબે 1102નું દાનકર્યું

  • આ રામકથા મારા માટે નોબલ પ્રાઇઝ સમાન છે


આજે કથાની પોથીયાત્રા પૂર્ણ થયા બાદ પોતાનું વક્તવ્ય આપ્યા બાદ ત્યારે તેઓ ભાવુક બની ગયા હતા. તેમણે જણાવ્યું કે, આ કથા મારા માટે નોબલ પ્રાઇઝ સમાન છે. મેં જ્યારે બાપુને કહ્યું હતું કે બાપુ મને નોબેલ નહીં મળે ત્યારે બાપુએ કહ્યું હતું કે, નોબેલ જીતીને પણ શું કરશો. તમારે કિડની હોસ્પિટલ બનાવી છે ને. હું તેના માટે કથા કરીશ. આજે બાપુએ આપેલું વચન પૂર્ણ થયું છે.
ડો. એચ.એલ. ત્રિવેદી, કિડની સ્પેશિયાલિસ્ટ
સુનિતાબેને 1 લાખ, સોએબે 1102નું દાનકર્યું
ડો.એચ.એલ. ત્રિવેદીના પત્ની સુનિતાબહેન ત્રિવેદીએ પણ તેમની બચતમાંથી એક લાખ રૂપિયાનું દાન આ કિડની હોસ્પિટલ બનાવવા માટે આપ્યું છે. રિવરફ્રન્ટ જોવા આવેલી સોએબમિયાં જમાલિયા નામના એક મુસ્લિમે રામકથાનો ઉદ્દેશ્ય જાણતા 1102 રૂપિયાનું દાન આપ્યું હતું.



  • મોરિરાબાપુની કથાનો બીજો દિવસ, હજારોની સંખ્યામાં લોકોની હાજરી
મોરારિબાપુએ સત્ય પર આપ્યું પ્રવચન, સત્ય બૌધ્ધિક નહીં પણ હાર્દીક હોવું જોઈ
મને લેબલવાળા નહીં લેવલવાળા લોકો વધારે ગમે છે: મોરારિબાપુ
આપણા દેશના જે ઋષિમુનીઓ હતા તેઓ બહુ પ્રેકટીકલ હતા: મોરારિબાપુ
મેટ્રીક પાસ થઈ ગયો હોત તો શિક્ષક હોત અને નિવૃત થઈને પેન્શન ખાતો હોતઃ મોરારિબાપુ
  • મેટ્રીક પાસ થઈ ગયો હોત તો આજે આવી જાહોજલાલી ન હોતઃ મોરારિબાપુ

-મોરિરાબાપુની કથાનો આજે બીજો દિવસ, હજારોની સંખ્યામાં લોકોની હાજરી
-મોરારિબાપુએ સત્ય પર આપ્યું પ્રવચન, સત્ય બૌધ્ધિક નહીં પણ હાર્દીક હોવું જોઈએ
-મને લેબલવાળા નહીં લેવલવાળા લોકો વધારે ગમે છે: મોરારિબાપુ
-આપણા દેશના જે ઋષિમુનીઓ હતા તેઓ બહુ પ્રેકટીકલ હતા: મોરારિબાપુ
 અમદાવાદઃ શહેરમાં યોજાયેલી મોરારિબાપુની કથાનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે પોતાની આગવી શૈલીમાં બોલતા મોરારિબાપુએ કહ્યું હતુ કે, 'હું મેટ્રીક પાસ થઈ ગયો હોત તો આજે શિક્ષક હોત અને રિટાયર્ડ થઈને પેન્શન ખાતો હોત અને આવી જાહોજલાલી ન હોત'આ સાથે તેમણે કહ્યું હતુ કે આપણ દેશમાં જે ઋષિમુનીઓ હતા તેઓ બહુ પ્રેક્ટિકલ હતા. ધર્મના બહુ પ્રકારો છે, સત્ય, કરુણા અને પ્રેમ સૌથી મોટો ધર્મ છે. સત્ય બોધ્ધિક નહીં પણ હાર્દીક હોવું જોઈએ. મને લેબલવાળા નહીં લેવલવાળા લોકો વધારે ગમે છે. 
 કિડની હોસ્પિટલના પ્રણેતા ડૉ. એચ. એલ ત્રિવેદીનું કાલે પદ્મશ્રીથી સન્માન થવાનું છે. જેને લઈને મોરારિબાપુ સહિતના મહાનુભાવોએ તેમને આજે અભિનંદન પાઠવ્યા હતા. કથાના બીજા દિવસે આજે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા સામિયાણો પેક થઈ ગયો છે.
વસંત પંચમીના દિવસથી શહેરમાં રિવરફ્રન્ટ ખાતે મોરારિબાપુની રામકથાનો પ્રારંભે પોથીયાત્રા નીકળી હતી. મોરારિબાપુએ આ કથાને માનસ ધરમએવું નામ આપ્યું છે. માનવ સેવા માટે યોજાનારી આ કથાનો મુખ્ય ઉદ્દેશ્ય કિડની હોસ્પિટલ માટે રૂપિયા 100 કરોડ એકઠા કરવાનો છે. કથાના પ્રથમ દિવસે જ 40 કરોડ રૂપિયાનું અનુદાન એકઠું થઇ ગયું છે. મોરારિબાપુએ જણાવ્યું હતું કે, જેની પાસે પૈસા નથી તે ગરીબ નથી પણ જેને પૈસાની અપાર ભૂખ છે તે ગરીબ છે. જે વ્યક્તિ પાસે પાણી નથી તે તરસ્યો નથી પણ જેને પાણીની ઝંખના છે તે તરસ્યો છે.
 બાપુને કથાનો વિષય નક્કી કરવામાં ખૂબ સમય લાગ્યો હતો. આ અંગે બાપુએ તેમના લાક્ષણિક અદામાં જણાવ્યું કે, વસંત પંચમીને શનિવારના શુભ દિવસ છેે. સાબરમતીનો કિનારો છે અને બાજુમાં સાહિત્ય પરિષદ છે નજીકમાં વલ્લભસદન છે. આ સુંદર સમન્વય જ્યાં થતો હોય ત્યાં કથાનો ભાવ આખો અલગ હોય છે. બાવાઓનું કાંઇ નક્કી નહીં. હું અહીંયાં આવ્યો ત્યાં સુધી કથાનો વિષય નક્કી ન હતો કર્યો પણ આ માનવ સેવા માટેનું કાર્ય છે એટલે તેને માનસ કથાનું નામ આપી શકાય. કથામાં મોટી સંખ્યામાં સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.
 માનસ એટલે મન અને હૃદય માનસ એટલે માણસ થાય માણસનો ધર્મ કયો લોકોની સેવા કરવાનો. ધર્મનું સાચું ફળ એ દુ:ખ જ છે. આપણે ખરેખર જેને ધર્મ કહીએ છીએ તે દુ:ખ, કષ્ટ અને મુસીબતો જ છે. અધર્મથી આવતા કષ્ટો કરતા ધર્મથી પડતું દુ:ખ જેટલું સુખ કોઇ નથી. દર્દી નારાયણની સેવા કરવા માટે થઇ રહેલી આ કથા માટે હું તુલસીના પત્ર જેટલા સવા લાખ રૂપિયા અર્પણ કરું છું. પણ તે આપીશ મારી સગવડે. અમદાવાદમાં કથા હોય એટલે પ્રસાદની વ્યવસ્થા તો હોય છે. આથી તમે એટલું જમજો કે યજમાન થાકી જાય પરંતુ કાલે ડોક્ટર પાસે જવું પડે તેમ ન કરતા.  કથા કરવાના મારી પાસે ક્યારેય પૈસા નથી હોતા પણ મારા એક ખિસ્સામાં 6-7 યજમાન રાખું છું અને બીજા ખિસ્સામાં કાંસકો. જે કથાનો ખર્ચ ઉપાડી શકે. પરંતુ આ કથાના યજમાન એ ખિસ્સામાંના એક નથી.
 આ રામકથા મારા માટે નોબલ પ્રાઇઝ સમાન છે
 કથાની પોથીયાત્રા પૂર્ણ થયા બાદ પોતાનું વક્તવ્ય આપ્યા બાદ તેઓ ભાવુક બની ગયા હતા. તેમણે જણાવ્યું કે, આ કથા મારા માટે નોબલ પ્રાઇઝ સમાન છે. મેં જ્યારે બાપુને કહ્યું હતું કે બાપુ મને નોબેલ નહીં મળે ત્યારે બાપુએ કહ્યું હતું કે, નોબેલ જીતીને પણ શું કરશો. તમારે કિડની હોસ્પિટલ બનાવી છે ને. હું તેના માટે કથા કરીશ. આજે બાપુએ આપેલું વચન પૂર્ણ થયું છે.
ડો. એચ.એલ. ત્રિવેદી, કિડની સ્પેશિયાલિસ્ટ
 સુનિતાબેને 1 લાખ, સોએબે 1102નું દાનકર્યું
 ડો.એચ.એલ. ત્રિવેદીના પત્ની સુનિતાબહેન ત્રિવેદીએ પણ તેમની બચતમાંથી એક લાખ રૂપિયાનું દાન આ કિડની હોસ્પિટલ બનાવવા માટે આપ્યું છે. રિવરફ્રન્ટ જોવા આવેલી સોએબમિયાં જમાલિયા નામના એક મુસ્લિમે રામકથાનો ઉદ્દેશ્ય જાણતા 1102 રૂપિયાનું દાન આપ્યું હતું.

  • મેં કહ્યું, 'હજૂ 5 વર્ષ જીવ્યો તો દેશ માટે નોબેલ લઈ આવીશ' ને બાપુએ કથા આપી

http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-AHM-c-69-1111768-NOR.html?seq=1

-માત્ર ભારતના નહીં વિશ્વના શ્રેષ્ઠત્તમ કિડની સર્જન અમદાવાદી ડો.ત્રિવેદીને પદ્મશ્રી અપાશે
-ગરીબ દર્દીઓને માટે કિડની ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ 1 લાખ સુધી નીચો કરવાની મહેચ્છા: ડો.એચ.એલ. ત્રિવેદી
-ડો. ત્રિવેદીના કિડની ટ્રાન્સપ્લાન્ટેશન અંગેના રિસર્ચને અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ મેડિકલ કોન્ફરન્સમાં સ્ટેન્ડિંગ ઓવિયેશન મળેલુ
 અમદાવાદ: સુરતમાં કાર્યક્રમ હતો. મોરારિબાપુના હસ્તે મને 'સંતોક બા' એવોર્ડ મળ્યો. એ કાર્યક્રમમાં હું એવું બોલ્યો કે, "જો હજૂ પાંચ વર્ષ જીવ્યો તો આ દેશ માટે નોબેલ લઈ આવીશ.' કાર્યક્રમ બાદ બાપુએ મને કહ્યું કે, 'ડોક્ટર સાહેબ તમને નોબેલનું રાજકારણ નથી ખબર લાગતી. એવોર્ડ જેટલો મોટો રાજકારણ એટલુ વધારે. તમે ક્યાં એ રાજકારણમાં પડશો? નોબેલ પ્રાઈઝમાં જેટલા મળે એટલુ ફંડ હું તમને કરી આપુ તો? એ તમે કિડની ઈન્સ્ટીટ્યુટને આપી દેજો. તમારે તો આમ પણ એ પૈસા કિડનીની સંસ્થામાં જ આપી દેવા છે ને...' અમદાવાદમાં મોરારિબાપુની કથાનું બીજ આ રીતે સુરતમાં રોપાયેલુ. નોબેલ પ્રાઈઝ અંદાજે 100 કરોડ રૂપિયાનું હોય અને અત્યાર સુધી 50 કરોડ જેટલુ ફંડ ગરીબ દર્દીઓના લાભાર્થે ભેગુ થઈ ચૂક્યુ છે." આ શબ્દો છે કિડનીના માત્ર ભારતના નહીં પણ વિશ્વના શ્રેષ્ઠત્તમ સર્જન કહી શકાય તેવા ગુજરાતના રત્ન સમાન ડો. એચ.એલ. ત્રિવેદીના. તેઓને પદ્મશ્રી આપવાની જાહેરાત થઈ ચૂકી છે.
 પતંજલી, ચરક  કે અશ્વિનિ કુમારોના આધુનિક અવતાર એવા ડો. ત્રિવેદી આઠ દાયકાથી વધુની ઉંમરે પણ આંખોમાં યુવાનોને શરમાવે તેવી આત્મવિશ્વાસ સભર ચમક સાથે અમને કહે છે કે, "જો હજૂ પાંચ વર્ષ જીવ્યો તો ચોક્કસ આ દેશ માટે નોબેલ લઈ આવવાનો."
 કોઈને પણ સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે ડો. ત્રિવેદીએ એવું તે કયુ સંશોધન કર્યુ છે કે તેઓ નોબેલ પ્રાઈઝ માટે આટલા હક્કથી દાવો કરે છે? એ સંશોધન એટલે કિડની પ્રત્યારોપણ વેળા સાથે રેગ્યુલેટરી ટી સેલનું પણ આરોપણ કરવાની પ્રક્રિયા. મેડિકલ સાયન્સની આ વાત સમજવામાં થોડી સરળ પડે એ માટે પહેલા એ સંશોધને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની દુનિયામાં આણેલા ક્રાંતિકારી પરિવર્તન અને દર્દીઓને થયેલા ફાયદાની વાત કરીએ. એક સમયે વિશ્વમાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ દર્દીના સર્વાઈવલનો(એટલે એમ સમજોને કે નવી કિડની આરોપીત કરાયા બાદ એક વર્ષથી વધુ જીવવવાનો) રેશિયો લગભગ 34 ટકા જેટલો હતો. મતલબ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ માત્ર 34 ટકા દર્દીઓની કિડની વ્યવસ્થિત કામ આપતી. બાકીનાઓનું અંબે માત કી જય...થઈ જતું. નવી કિડનીની સામે રિજેક્શન આવતું અને કેસો ફેઈલ થઈ જતા. રિજેક્શન એટલે કે દર્દીના શરીરમાં આરોપીત કરાયેલી નવી કિડની તેનું શરીર સ્વીકારવાનો ઈનકાર કરી દેતુ. આ રિજેક્શનનો ડો. ત્રિવેદીએ હલ શોધ્યો છે જેણે વિશ્વભરના ડોક્ટર્સને અચંબામાં મુકી દીધા છે.
 મેડિકલ સાયન્સનું જટીલ રિસર્ચ અમને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરતા તેઓ કહે છે, "મને વિચાર આવ્યો કે કિડની સામે આવતું રિજેક્શન આપણા શરીર પર થતા ગુમડાં જેવું હોઈ શકે. ધારો કે આપણા હાથ પર ગુમડું થાય તો એ થોડે સુધી ફેલાય છે પછી ત્યાંથી આગળ નથી વધી શકતું. કિડનીની બાબતમાં પણ એવું જ બનતુ હોવું જોઈએ. ગુમડાં સામે જેમ એક ચોક્કસ પરિઘ બાદ રિજેક્શન આવે છે તે જ રીતે એક જગ્યાએ કિડનીનું પણ રિજેક્શન આવતુ હોવું જોઈએ. માનવ શરીરના રેગ્યુલેટરી ટી સેલ નવી કિડની નહીં સ્વીકારતા હોય."
આ સમસ્યાના હલ માટે આધુનિક પતંજલીએ એક ક્રાંતિકારી પ્રયોગ કર્યો. ડોનરની કિડનીની સાથે એના શરીરના રેગ્યુલેટરી ટી સેલ પણ ઉપાડીને દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યા. પરિણામ ધારણા મુજબનું રહ્યું. દર્દીના શરીરમાં ડોનરના રેગ્યુલેટરી ટી સેલ પણ આરોપીત કરવાથી રિજેક્શનમાં તોતિંગ ઘટાડો અને દર્દીના લાંબુ જીવવાના પ્રમાણમાં ધરખમ વધારો નોંધાયો. ડો. ત્રિવેદીએ દર્દીના સર્વાઈવલનો રેશિયો 34 ટકાથી 83 ટકાએ પહોંચાડી દીધો છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીના જીવન પણ ખુબ લંબાયા છે. તેમણે કિડની આરોપીત કર્યા બાદ એક પેશન્ટ 20 વર્ષ જીવ્યો. એ પણ એક રેકોર્ડ છે. ડો. ત્રિવેદીએ પોતાના સંશોધનની વાત કરતુ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ મેડિકલ કોન્ફરન્સમાં રજૂ કર્યુ ત્યારે હોલમાં બધાએ ઉભા થઈને આ સંશોધનને સ્ટેન્ડિંગ ઓવિયેશન આપ્યુ. તેઓ કહે છે, "એ કોન્ફરન્સ બાદ એક ઈન્ડિયન ગદગદ થઈને મારી પાસે આવ્યો અને કહ્યું કે ડો.ત્રિવેદી આપને તો સારી દુનિયા કો હિલા કે રખ દિયા."

 રિસર્ચ સમજવા જે સાયન્ટીસ્ટ્સને સજેસ્ટ કર્યા એ પોતે જ નોબેલની રેસમાં હતા
 નોબેલના રાજકારણ મુદ્દે મોરારિબાપુની વાત સોએ સો ટકા સાચી છે. જો રાજકારણ ન નડ્યું હોત તો ડો. ત્રિવેદીને અત્યાર સુધી નોબેલ મળી જ ચુક્યો હોત. નોબેલ મળવાની સંભાવના સર્જાઈ તે પ્રસંગ અંગે તેઓ કહે છે, "નોબેલ માટે નોમિનેશનની લાસ્ટ ડેટ 31 જાન્યુઆરી હોય છે. તે પૂર્વે મારા પર કાલ ગ્રોથનો કોલ આવ્યો. સ્વિડનના કાલ ગ્રોથ નોબેલ કમિટીના ચેરમેન છે. તેમણે મને કહ્યું કે, 'ડો. ત્રિવેદી અમે નોબેલ પ્રાઈઝ માટે તમારા નોમિનેશન અંગે વિચારી રહ્યા છીએ. પણ શું કોઈ સાયન્ટીસ્ટ તમારી વાત સમજે છે? તમારા સંશોધનને સમજી શકે તેવા સાયન્ટીસ્ટ સજેસ્ટ કરો.' મેં મારું સંશોધન જે સમજી શકે તેવા વિશ્વના ચારથી પાંચ નામાંકિત સાયન્ટીસ્ટના નામ આપ્યા. પણ પ્રોબ્લેમ એ થઈ ગયો કે મેં જેમના નામ આપ્યા એ તમામ સાયન્ટીસ્ટ પોતે જ નોબેલ પ્રાઈઝની રેસ હતા. એટલે બધાએ 'ખબર નથી' અને 'અમે સમજતા નથી' જેવા જવાબો આપ્યા અને મને નોબેલ ન મળી શક્યો. પણ આગામી પાંચેક વર્ષમાં વિશ્વ આ વાત ચોક્કસ સમજશે."
 "ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટને જોઈને હું તેની કુંડળી કહી આપુ કે એને આટલામાં દિવસે આ થશે"
 ડો. ત્રિવેદી કિડની ટ્રાન્સપ્લાન્ટેશનને પોતાનું પેશન ગણાવે છે. તેઓ કહે છે, "જેમ અમુક લોકોને ડાન્સમાં મજા આવતી હોય એમ અમારા ગૃપને આમા મજા આવે છે. એટલે જ તો અમે પાંચેક ડોક્ટર્સ ભેગા મળીને અહીં અમદાવાદમાં વિશ્વની શ્રેષ્ઠત્તમ કિડની ઈન્સ્ટીટ્યુટ ઉભી કરી શક્યા છીએ. ટ્રાન્સપ્લાન્ટેશન મારું પેશન છે. ટ્રાન્સપ્લાન્ટેશનના પેશન્ટને જોઈને હું તેની કુંડળી કહી આપુ કે, આને એકવીસમાં દિવસે આ થશે અને છત્રીસમાં દિવસે આ થશે."
અમદાવાદમાં દુનિયાની પહેલી કિડની ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટી શરૂ થશે

જેના લાભાર્થે રિવરફ્રન્ટ પર રામકથા ચાલી રહી છે તે ડો.એચ.એલ ત્રિવેદી ઈન્સ્ટીટ્યુટ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીઝ અંગે તેઓ કહે છે કે, "અહીં વિશ્વની પહેલી આ પ્રકારની યુનિવર્સિટી શરૂ થશે. આ યુનિવર્સિટીમાં પછી ધીમે ધીમે લિવર, હાર્ટ અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન પણ દાખલ કરવામાં આવશે. વિશ્વનું શ્રેષ્ઠ મેડિકલ સાયન્સ અમે એક છત નીચે આપવા માંગીએ છીએ."
 તેઓ ઉમેરે છે કે, "આ કાર્યમાં સરકારને સાથે રાખી છે. જેથી હું ન હોઉં ત્યારે પણ આ કાર્ય ચાલતુ રહે."
 રામકથાના ફંડથી ગરીબોની કિડની માત્ર 1 લાખમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું સપનુ
 ડો.ત્રિવેદી કહે છે, "મારે મોડર્ન મેડિસિનને કોમનમેન પાસે લઈ જવી છે. મોડર્ન મેડિસિન એટલે એવી મેડિસિન કે જે અનેક રિસર્ચ બાદ બનેલી છે પણ એક્સપેન્સિવ છે." હાલ ખાનગી હોસ્પિટલોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો ખર્ચ 8થી 10 લાખ જેટલો આવે છે. આ સર્જરી સિવિલની કિડની ઈન્સ્ટીટ્યુટમાં 3.5 લાખ જેટલા ખર્ચે થઈ જાય છે. રામકથાથી આવનારા ફંડનો ઉપયોગ કરી ગરીબ દર્દીઓને માત્ર 1 લાખ રૂપિયામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી આપવાની મહેચ્છા ડો.ત્રિવેદી રાખે છે.
વિધાનસભામાં ડો.ત્રિવેદીનું નામ પડતા જ કાયદો પસાર થઈ ગયો
 કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની પ્રક્રિયા સરળ બનાવતા કેન્દ્રના હ્યુમન ઓર્ગન્સ એન્ટ ટીસ્યુ રૂલના ફેરફારોને ગુજરાતની OTAC(ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ઓથોરાઈઝેશન કમિટી)એ હજૂ લાગુ નથી કર્યા એ સંદર્ભમાં સવાલ પૂછાતા ડો. ત્રિવેદી એક રસપ્રદ વાત માંડે છે. તેઓ કહે છે, "ટ્રાન્સપ્લાન્ટેશન એ ન્યુ સાયન્સ છે. મેડિકલ સાયન્સમાં જેમ નવા સંશોધનો થતા જાય એમ નવા કાયદાઓની જરૂર પડે છે. હું ઈન્ડિયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનો પ્રમુખ હતો ત્યારે હ્યુમન ઓર્ગન્સ અંગેનો કાયદો અમે જ પાર્લામેન્ટમાંથી પસાર કરાવ્યો. પસાર કરાવ્યા બાદ અમને સમજાયુ કે સંસદે પાસ કરેલો કાયદો સ્ટેટ માટે વિધાનસભામાંથી પણ પસાર કરાવવો પડે. મેં ગુજરાત વિધાનસભામાં એપ્રોચ કર્યો. કોઈએ રસ ન દાખવ્યો. કદાચ કોઈને એ સમયે આની જરૂરિયાત કે ગંભીરતા નહીં સમજાયા હોય. ત્રણ વર્ષ સુધી કાયદો એમ જ પડ્યો રહ્યો.
 પછી એક વાર શક્તિસિંહ ગોહિલ એમના કોઈ સગાને બતાવવા આવ્યા. એમણે કહ્યું કે ત્રિવેદી સાહેબ કંઈ કામ હોય તો કહેજો. મેં કીધુ કામ છે જ. એમને મેં ટ્રાન્સપ્લાન્ટ એક્ટ અંગે વાત કરી. એમણે કહ્યું કે સરકાર તો અમારી નથી અમારા બીજા બાપુ(શંકરસિંહ વાઘેલા)ની છે. પણ હું એમને વાત કરી શકીશ. એ ફાઈલ મને આપી દો. તેઓ ફાઈલ લઈને ગયા. એ દિવસે સાંજે મેં વિધાનસભામાં ફોન કરીને પૂછ્યું તો જવાબ મળ્યો કે એ કાયદો તો પસાર થઈ ગયો."
 "આ અંગે શક્તિસિંહ ગોહિલ સાથે વાત કરતા તેમણે કહ્યું, મેં વિધાનસભામાં જઈને કીધુ કે આ પેલા ડો.એચ.એલ. ત્રિવેદીનું કંઈક છે, તો બધાએ એકી અવાજે કહ્યું, 'હા...હા... આપી દો આપી દો....' અને કાયદો પસાર થઈ ગયો."
 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન કાયદામાં સુધારા અંગે તેઓ કહે છે કે, રૂલમાં મૃત્યુ માટેની બ્રેઈન ડેડની ડેફિનેશન જ બદલવાની જરૂર છે. એક્સિડેન્ટના દરેક કેસને ડિકલેરેબલ કરવા જોઈએ. એક્સિડેન્ટનો ભોગ બનેલા જે દર્દીઓનું બ્રેઈન ડેડ થાય તેમના કામ કરતા અવયવો તેમના પરિવારજનોની મંજૂરી સાથે કાઢવામાં આવે તો સેંકડો ઓર્ગન્સ મળી આવે. આ પ્રક્રિયા સરકારી રાહે નિયમ હેઠળ થાય તો વધુ અસરકારક પરિણામો મળી શકે.
આઈ વોઝ ટ્રેપ્ડ, મારે લાદેનના ડોક્ટર તરીકે નહોતુ ઓળખાવું!
 સાહેબ, તમે લાદેનની સર્જરી કરવા અફઘાન જવાના હતા? શું હતો એ પ્રસંગ? એવો સવાલ સાંભળતા જ ડો.ત્રિવેદી ખડખડાટ હસી પડે છે અને કહે છે, "આઈ વોઝ ટ્રેપ્ડ. મારે લાદેનના ડોક્ટર તરીકે નહોતુ ઓળખાવું!" એ આખો પ્રસંગ વર્ણવતા તેઓ કહે છે, "બન્યુ એવું કે લાદેનની કિડની ફેઈલ થયેલી. એ અમે બધા જાણતા હતા. એની દવાઓ પણ દિલ્હીથી જ જતી હતી. અહીંના એક રિપોર્ટર મારી પાસે આવ્યા તેમણે મને નામ જણાવવાની ના પાડી છે. તેઓ મારી પાસે લાદેનની સર્જરી કરવાની વાત લઈને આવેલા. મેં એમને કીધુ કે એ જો અહીં આવે તો સારવાર કરી આપુ. એ પણ સરકારને જાણ કરીને. થોડા દિવસમાં RAWના બે એજન્ટ આવીને મારી ઓફિસમાં બેસી ગયા. એમના નામ મને યાદ નથી આવતા. એમણે કહ્યું કે તમારા માટે અમેરિકાની CIAનો મેસેજ છે કે જો તમે લાદેનની સારવાર માટે જશો તો વી વિલ કિલ યુ. પછી એ પ્રસંગ બહુ ચગ્યો. હું ગયો નહીં કારણ કે, મારે મરવું નહોતુ. ને મારી પત્ની પણ મને ન જવા દે."
પેશન્ટે કહ્યું, 'આવતા ભવે તમારા દિકરા તરીકે જન્મ લેવો છે'
 પોતાની મેડિકલ કેરિયરના યાદગાર પ્રસંગો યાદ કરતા તેઓ કહે છે કે, મને અમેરિકાનો મારો એક પેશન્ટ યાદ આવે છે. તેણે મને કહેલું, 'સાહેબ, મને ખબર છે કે હું મરી જવાનો પણ આવતા જન્મે તમારા દિકરા તરીકે જન્મ લેવો છે. ' એ પ્રસંગ હું કદી ભુલી શક્યો નથી. મેં સાહિત્યકાર મનુભાઈ પંચોળી 'દર્શક'ની પણ સર્જરી કરેલી. પણ આચાર્ય ક્રિપલાણીની સર્જરી હું કદી નહીં ભુલી શકુ. તેમને સર્જરી માટે દિલ્હી લઈ જવાના હતા. વડાપ્રધાન મોરારજી દેસાઈએ તેમના માટે દિલ્હીથી પ્લેન મોકલેલુ. પરંતુ મોરારજીભાઈ દ્વારા ખાસ પ્લેન મોકલાવા સામે નારાજગી દર્શાવી ક્રિપલાણીજી પ્લેનમાં બેસવા તૈયાર થતા નહોતા. મેં એમને સમજાવ્યા કે જનરલ પ્લેનમાં તમે જશો તો અન્ય મુસાફરોને તકલીફ થશે ત્યારે તેઓ માંડ માન્યા.
 હું ખાસ પ્લેનમાં તેમને લઈને દિલ્હી જવા રવાના થયો અને રસ્તામાં ઉપાધિ સર્જાઈ. ક્રિપલાણીજીએ કહ્યું કે, 'યે સબ ખોલ દો મુજે સાંસ લેને મેં તકલીફ હો રહી હે.' હું ગભરાયો. આવડા મોટા નેતાને પ્લેનમાં લઈને એક ડોક્ટર લઈને જઈ રહ્યો હતો. ન કરે નારાયણને રસ્તામાં એમને કંઈક થઈ જાય તો? મેં એમને પૂછ્યું ત્યારે ખબર પડી કે એમને ટોઈલેટ જવું હતું. એ પતાવ્યું ત્યારે એમને અને અમને નિરાંત થઈ.


  • સાધુએ ભજનના ભોગે વિકાસ ન કરવો', મોરારિ બાપુની કથાના અંશો


અમદાવાદઃ શહેરના વલ્લભ સદન ખાતે આયોજિત રામ કથાના આજે બીજો દિવસ હતો. મોરારિ બાપુએ આજે બીજા દિવસની કથામાં જણાવ્યું હતું કે, સેવા ધર્મ બહુ જ કઠિન છે. મને સ્વચ્છતા અભિયાન એક મોટો વિચાર છે, જે મને બહુ ગમે છે. બારડોલીમાં શૌચાલય માટે રામકથા કરી હતી.
 આજની કથાના મહત્વપૂર્ણ અંશો
* જે લોકો દાન કરે છે તે જ મોટો ધર્મ છે
* સાધુએ ભજનનાં ભોગે વિકાસ ના કરવો
* સાધુ એટલે જ સેવા
* કોઇના માટે શુભ ચિંતન કરવું તે પણ સેવા જ છે
* સ્વચ્છતા અભિયાન એક મોટો વિચાર છે જે મને બહુ ગમે છે
* બારડોલીમાં શૌચાલય માટે રામકથા કરી હતી
રામકથા સમિતિનાં અગ્રણી જયંતિભાઈ,ઉદયભાઇ અને ઉર્મિશભાઇ શાહ રામ સેવામાં સેવા આપી રહ્યાં છે. તેમણે રામકથા માટે આવેલા શ્રોતાઓ માટે ખાસ આયોજન કર્યું છે. 1500 થી 2000 શ્રોતાઓ બહારગામથી રામકથામાં પધાર્યા છે. જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છથી માંડીને મહારાષ્ટ્રમાંથી બાપુની કથાનાં શ્રોતાઓનો પ્રવાહ ચાલુ છે. બહારગામથી આવેલા શ્રોતાઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. જેમને વાડજ ખાતે ઉતારો અપાયો છે. શ્રોતાઓને ચા, નાસ્તો, બપોરે ભોજન, ચા અને સાંજે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રામકથામાં આજે 5000 માણસોનું સવારનું રસોડું છે. રામકથામાં સાંજે આશરે 7000 માણસોનાં રસોડાની શક્યતા છે. ભોજનમાં આજે  મોહનથાળ, સેવ,રોટલી, બટાકાનું શાક, કઠોળ ચણાથી માંડી દાળ-ભાતનો પ્રભુપ્રસાદ લોકોએ પ્રેમથી આરોગ્યો હતો. બાપુનગરનાં શ્રોતાઓ માટે ખાસ AMTS બસની વ્યવસ્થા ઊભી કરાઈ છે. અપંગ તથા વૃદ્ધ વ્યકિતઓ માટે 6 વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. જય સિયારામનાં નામે ભકતો અને શ્રોતાઓએ પ્રભુપ્રસાદનો પ્રેમથી લાભ લીધો.

  • કોઇના માટે શુભ ચિંતન કરવું તે પણ સેવા જ છેઃ મોરારી બાપુ

http://religion.divyabhaskar.co.in/news/ramkatha-by-morari-bapu-in-ahmedabad-service-is-also-very-good-for-someone-to-co-4883941-PHO.html

ધર્મ ડેસ્ક, અમદાવાદ: વસંત પંચમીના દિવસથી શહેરમાં રિવરફ્રન્ટ ખાતે મોરારિબાપુની રામકથાનો પ્રારંભ થયો છે. મોરારિબાપુએ આ કથાને માનસ ધરમએવું નામ આપ્યું છે. માનવ સેવા માટે યોજાનારી આ કથાનો મુખ્ય ઉદ્દેશ્ય કિડની હોસ્પિટલ માટે રૂપિયા 100 કરોડ એકઠા કરવાનો છે. કથાના પ્રથમ દિવસે જ 40 કરોડ રૂપિયાનું અનુદાન એકઠું થઇ ગયું છે. મોરારિબાપુએ જણાવ્યું હતું કે, જેની પાસે પૈસા નથી તે ગરીબ નથી પણ જેને પૈસાની અપાર ભૂખ છે તે ગરીબ છે. જે વ્યક્તિ પાસે પાણી નથી તે તરસ્યો નથી પણ જેને પાણીની ઝંખના છે તે તરસ્યો છે.
 માનસ એટલે મન અને હૃદય માનસ એટલે માણસ થાય માણસનો ધર્મ કયો લોકોની સેવા કરવાનો. ધર્મનું સાચું ફળ એ દુ:ખ જ છે. આપણે ખરેખર જેને ધર્મ કહીએ છીએ તે દુ:ખ, કષ્ટ અને મુસીબતો જ છે. અધર્મથી આવતા કષ્ટો કરતા ધર્મથી પડતું દુ:ખ જેટલું સુખ કોઇ નથી. દર્દી નારાયણની સેવા કરવા માટે થઇ રહેલી આ કથા માટે હું તુલસીના પત્ર જેટલા સવા લાખ રૂપિયા અર્પણ કરું છું. પણ તે આપીશ મારી સગવડે. અમદાવાદમાં કથા હોય એટલે પ્રસાદની વ્યવસ્થા તો હોય છે. આથી તમે એટલું જમજો કે યજમાન થાકી જાય પરંતુ કાલે ડોક્ટર પાસે જવું પડે તેમ ન કરતા.  કથા કરવાના મારી પાસે ક્યારેય પૈસા નથી હોતા પણ મારા એક ખિસ્સામાં 6-7 યજમાન રાખું છું અને બીજા ખિસ્સામાં કાંસકો. જે કથાનો ખર્ચ ઉપાડી શકે. પરંતુ આ કથાના યજમાન એ ખિસ્સામાંના એક નથી.
 રવિવારે મોરારી બાપુએ કથામાં જનમાનસ માટે ઉપયોગી એવી અનેક બાબતો બતાવી હતી. જે કંઈ આ પ્રમાણે રહી હતી.
 રવિવારની  સવારની મોરારીબાપુની રામકથાનો વિચારવિમર્શ.
- સેવા ધર્મ બહુ જ કઠિન છે
- જે લોકો દાન કરે છે તે જ મોટો ધર્મ છે
- સાધુએ ભજનનાં ભોગે વિકાસ ના કરવો
- સાધુ એટલે જ સેવા
- કોઇના માટે શુભ ચિંતન કરવું તે પણ સેવા જ છે
- સ્વચ્છતા અભિયાન એક મોટો વિચાર છે જે મને બહુ ગમે છે
- બારડોલીમાં શૌચાલય માટે રામકથા કરી હતી

  • રામકથા દિવસ-2: ‘મને લેબલવાળો નહિ પણ લેવલવાળો માણસ ફાવે'

http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-second-day-of-ram-katha-in-ahmedabad-by-morari-bapu-4884109-PHO.html

- ‘મને લેબલવાળો નહિ પણ લેવલવાળો માણસ ફાવે, કળિયુગમાં લોકો આધ્યાત્મના ભૂખ્યા
- રામકથા દિવસ-2|ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાનને પણ બિરદાવ્યું
- પદ્મશ્રી મેળવનારા ડૉ. એચ. એલ. ત્રિવેદીને બિરદાવ્યા
અમદાવાદ: કિડની હોસ્પિટલના લાભાર્થે સાબરમતી રિવરફ્રટ ખાતે યોજાયેલી મોરારિ બાપુની રામકથાના બીજા દિવસે બાપુએ પદ્મશ્રી સન્માન મેળવવા બદલ ડો. એચ.એલ. ત્રિવેદીને અભિનંદન આપ્યા હતાં. આવા અનેક સન્માન મેળવે તેવા આશીર્વાદ પણ આપ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, હજી તો પદ્મશ્રી આવ્યો છે હજી આવું બીજું નહિ આવે તેની શી ખાતરી. આ કથામાં હૃદય ધર્મ મૂળ વિચાર છે. હૃદય ધર્મની મૂળ પાંચ વસ્તુ છે. તે મને તો ખબર છે પણ હું શ્રોતાઓને ડોકટરોને પૂછીને કન્ફોર્મ કરીને તમને કહીશ. હું ક્યારેય કોઇને ઉપદેશ, આદેશ કે સંદેશ આપતો નથી.
મોરારિ બાપુની કથામાં રવિવારે હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતાં. સાઈક્લોથોનને કારણે કથા એક કલાક મોડી શરૂ થઇ હતી. કથાનું રસપાન કરાવતા બાપુએ જણાવ્યું હતું કે, આપણા શાસ્ત્રો લખનારા ઋષિમુનિઓ એકદમ પ્રેક્ટિકલ હતાં. હું કોઇનો ગુરુ નથી કોઇ મારો ચેલો નથી. અહીંયા સૌ કોઇ મારા શ્રોતા છે. જેઓ રામચરિતમાનસ સાંભળવા આવ્યા છે. મેળામાં જે વ્યક્તિ એકલો હોય તે સાધુ છે. ફિલ્મના ગીતો મને ગમે તો હું તેને કીર્તનનો દરજ્જો આપું છું. ધર્મની વ્યાખ્યા ઘણી બધી છે, પરંતુ મારા મતે ધર્મ એટલે સત્ય, પ્રેમ અને કરુણા.
દુનિયામાં થયેલા તમામ મહાપુરુષો ભગવાન બુદ્ધ, મહાવીર, શંકરાચાર્ય અને ગાંધીજી આ ત્રણે બાબત માનતા હતાં. સત્યમાં ખૂબ તાકાત છે. આપણે સત્ય જેટલું બોલવાનું હોય તેટલું જ બોલીએ છીએ પણ બીજાનું સત્ય સ્વીકારી શકતા નથી. યુવાનોને ખાસ કહું છું નાપાસ થવું એ ખરાબ નથી નિરૂત્સાહ થવું એ ખરાબ છે. સત્ય એ બૌદ્ધિક નહીં પણ હાર્દિક હોવું જોઇએ. કળિયુગમાં દાન એજ કલ્યાણ છે. જે લોકો પૈસાનું દાન કરે છે તે ધર્મ કરે છે પણ જે લોકો સેવા કરે છે તેઓ તેનાથી પણ મોટો ધર્મ કરે છે.
સાધુઓએ ભજનના ભોગે વિકાસ ન કરવો જોઇએ.ક્યાંક એકલા બેસી બીજા માટે સતવિચાર કરવો એ પણ એક સેવા છે. જે વ્યક્તિની સપના વગરની રાત અને નિંદા વગરનો દિવસ સમજી લેવાનું તે વ્યક્તિ કશું પામી ચૂક્યો છે. લોકો કળિયુગને ખરાબ કહે છે પણ કળિયુગમાં સતયુગ કરતા ધર્મના વધુ કાર્યો થાય છે. સતયુગમાં કથા માટે આટલા શામિયાણા બંધાતા ન હતા. અત્યારે લોકોની અધ્યાત્મની ભૂખ વધી છે. 
બાપુએ ગામડાઓમાં શૌચાલય બનાવવાની હાકલ કરી
બાપુએ કથામાં કેન્દ્ર સરકારના સ્વચ્છતા અભિયાનને બિરદાવતા જણાવ્યું હતું કે, ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. સરકાર સ્વચ્છતા બાબતે આટલી જાગૃત બની છે તે ખૂબ સારી બાબત છે. સ્વચ્છ અભિયાનની સાથે લોકોએ ગામડામાં શૌચાલય પણ બનાવવા જોઇએ.
મંડપ નાનો પડતા લોકો રિવરફ્રંટની પાળી પર બેઠા
મોરારિ બાપુની રામકથા સાંભળવી એક જીવનભરનો લહાવો હોઇ હજારોની સંખ્યામાં અમદાવાદીઓ આવી પહોંચ્યા હતાં. રવિવારે આખો મંડપ અને ખુરશીઓ ભરાઇ જતા લોકો રિવરફ્ંટની પાળીઓ પર બેસી ગયા હતાં. સતત ચાર કલાક સુધી કેટલાકે પાળી પર બેસીને બાપુની જ્ઞાન વાણીનો લાભ લીધો હતો.
  • મારું કામ મનોરંજનનું નથી પણ આપનું મનોમંથન કરાવવાનું છે'

અમદાવાદઃ વલ્લભ સદન ખાતે આયોજિત મોરારિબાપુની રામકથાનો આજે ત્રીજો દિવસ હતો. આજે ગણતંત્ર દિવસ હોવાથી મોરારિ બાપુએ બધાને શુભકામનાઓ પાઠવી હતી. એટલું જ નહીં, પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી પામનાર તારક મહેતા, ડો.તેજસ શાહ સહિત પ્રો. એચ.એલ.ત્રિવેદી અને સૌ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. આજે સુરતનાં લવજીભાઇ બાદશાહ અવધ અંજલી ગ્રુપ તરફથી રૂ.1 કરોડનું દાન અર્પણ કરાયું, જ્યારે સુરતનાં ગોવિંદભાઇ ધોળકીયા તરફથી 84 વર્ષની ઉંમરે રૂ.84 લાખનું દાન અર્પણ કરાયું હતું.
 કથામાં મોરારિ બાપુએ આપેલા ક્વોટ્સ
* આ કથા ધર્મસભા નથી હ્રદયસભા છે
* હ્રદયધર્મ એટલે માણસધર્મ
* સુનો અને પછી કંઇક ચુનો
* મારું કામ મનોરંજનનું નથી પણ આપનું મનોમંથન કરાવવાનું છે
* જેને સુદામા કહીએ છીએ તે સુદામા નથી તે તો અદા મા છે.
* હું હું કરે તે મહાત્મા ગાંધી ના હોય.
* ગંભીરતાને મુકિત આપો, હાસ્યને મોક્ષ આપો
* કથાનું શ્રવણપાન
* સંવાદ એ આપણી વાતચીત છે, આ ધર્મસભા નથી હ્રદયસભા છે માટે હું આને પ્રેમયજ્ઞ કહું છું
* આપણો અને બીજાનો ધર્મ ભિન્ન હોઇ શકે છે અને તે સ્વીકારવું જોઇએ.
* હ્રદયધર્મનું સૌથી પહેલું લક્ષણ તે ધબકતું હોવું જોઇએ.
* માણસ એટલે હ્રદય, હ્રદય ધર્મ એટલે માણસધર્મ
* વિનોબાજીનું વાક્ય મને પ્રેરણા આપે છે -સંઘર્ષ બે ધર્મોની વચ્ચે ક્યારેય નથી હોતો, બે અધર્મોની વચ્ચે જ હોય છે
આપણા જીવનમાં જે સંકટ નથી તેને આપણે સંકટનો લિબાસ પહેરાવીએ છીએ.
* અમુક શ્રોતાઓ મને છેલ્લાં 30 વર્ષથી નિયમિત છેલ્લી લાઇનમાં બેસી સાંભળે છે, પરંતુ આજ સુધી હું
  અને તેઓ ક્યારેય મળી શક્યા નથી.
* સાંભળવાનો એક અનેરો આનંદ હોય છે અને તે એક મોટી વાત છે.
* સુનો અને પછી કંઇક ચુનો (હિન્દી પ્રયોગ સુનો-ચુનો- પહેલા સાંભળો અને પછી પસંદ કરો)
* યુવાનોને ખાસ વિનંતી કે તમે રામાયણ કે મહાભારતનો સમયની અનુકુળતાએ અભ્યાસ કરો
* મહાભારતમાં કર્ણનું કવચ કઢાતા તેની સંવેદના જતી રહી
* આજે આપણા દેશનાં લોકોમાં પણ સંવેદના જતી રહી છે
* મારું કામ મનોરંજનનું નથી પણ મનોમંથન કરાવવાનું છે
* યુવાનો કથા સાંભળશે તો તેમની શ્રદ્ધા વધશે
* જીવનમાં અમુક બાબતો આપણી આદર્શ ન બનવી જોઇએ
* મહાભારતમા આપણે જેને સુદામા કહીએ છીએ તે સુદામા નથી તે તો અદામા છે.
* 21મી સદીનો ધર્મગુરુ હસતો રહેવો જોઇએ, મોઢુ ચઢાવી બેસતો રહે તે ધર્મગુરુ ના કહેવાય
* જીવનમાં ગંભીરતાને મુકિત આપો, હાસ્યને મોક્ષ આપો.
* દરેક વ્યકિતએ પોતાની આવકનો દસમો ભાવ ધર્મકાર્ય અર્થે કાઢવો જોઇએ, જો દેશમાં આમ થાય
  તો ઘણું કામ થઇ શકે તેમ છે.

  • સંઘર્ષ બે ધર્મોની વચ્ચે નથી હોતો, બે અધર્મોની વચ્ચે જ હોય : મોરારી બાપૂ

http://religion.divyabhaskar.co.in/news/there-is-never-a-conflict-between-two-religions-its-between-the-two-ungodliness-4885101-PHO.html

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ મોરારી બાપુની કથાનો 3જો દિવસ ખાસ રહ્યો હતો અને મોરારી બાપુએ તેમની કથામાં ખાસ યુવાનોને લઈને કેટલીક મહત્વપૂર્ણ વાતો કહી હતી. જાણો તેમના કેટલાક અંશોના સાર અહીં....
 મોરારીબાપુની રામકથા દિવસ-3
 - 66મા ગણતંત્ર દિવસ નિમિત્તે વ્યાસપીઠ તરફથી મોરારીબાપુએ ખુબ-ખુબ વધાઇ અને શુભકામનાઓ પાઠવી
 - તારક મહેતા, ડો.તેજસ શાહ સહિત પ્રો. એચ.એલ.ત્રિવેદી અને સૌ વિજેતાઓને અભિનંદન
 - સુરતનાં લવજીભાઇ બાદશાહ અવધ અંજલી ગ્રુપ તરફથી રૂ.1 કરોડનું દાન અર્પણ કરાયુ
 - સુરતનાં ગોવિંદભાઇ ધોળકીયા તરફથી 84 વર્ષની ઉંમરે રૂ.84 લાખનું દાન અર્પણ કરાયુ
 - કથાનું શ્રવણપાન
 - સંવાદ એ આપણી વાતચીત છે, આ ધર્મસભા નથી હ્રદયસભા છે માટે હું આને પ્રેમયજ્ઞ કહું છું
 - આપણો અને બીજાનો ધર્મ ભિન્ન હોઇ શકે છે અને તે સ્વીકારવું જોઇએ.
 - હ્રદયધર્મનું સૌથી પહેલું લક્ષણ તે ધબકતું હોવું જોઇએ.
 - માણસ એટલે હ્રદય, હ્રદય ધર્મ એટલે માણસધર્મ
 - વિનોબાજીનું વાક્ય મને પ્રેરણા આપે છે -
  સંઘર્ષ બે ધર્મોની વચ્ચે ક્યારેય નથી હોતો, બે અધર્મોની વચ્ચે જ હોય છે
 - આપણા જીવનમાં જે સંકટ નથી તેને આપણે સંકટનો લિબાસ પહેરાવીએ છીએ.
 - અમુક શ્રોતાઓ મને છેલ્લાં 30 વર્ષથી નિયમિત છેલ્લી લાઇનમાં બેસી સાંભળે છે, પરંતુ આજ સુધી હું   અને તેઓ ક્યારેય મળી શક્યા નથી.
 - સાંભળવાનો એક અનેરો આનંદ હોય છે અને તે એક મોટી વાત છે.
 - સુનો અને પછી કંઇક ચુનો (હિન્દી પ્રયોગ સુનો-ચુનો- પહેલા સાંભળો અને પછી પસંદ કરો)
 - યુવાનોને ખાસ વિનંતી કે તમે રામાયણ કે મહાભારતનો સમયની અનુકુળતાએ અભ્યાસ કરો
 - મહાભારતમાં કર્ણનું કવચ કઢાતા તેની સંવેદના જતી રહી
 - આજે આપણા દેશનાં લોકોમાં પણ સંવેદના જતી રહી છે
 - મારું કામ મનોરંજનનું નથી પણ મનોમંથન કરાવવાનું છે
 - યુવાનો કથા સાંભળશે તો તેમની શ્રદ્ધા વધશે
 - જીવનમાં અમુક બાબતો આપણી આદર્શ ન બનવી જોઇએ
 - મહાભારતમા આપણે જેને સુદામા કહીએ છીએ તે સુદામા નથી તે તો અદામા છે.
 - 21મી સદીનો ધર્મગુરુ હસતો રહેવો જોઇએ, મોઢુ ચઢાવી બેસતો રહે તે ધર્મગુરુ ના કહેવાય
 - જીવનમાં ગંભીરતાને મુકિત આપો, હાસ્યને મોક્ષ આપો.
 - દરેક વ્યકિતએ પોતાની આવકનો દસમો ભાવ ધર્મકાર્ય અર્થે કાઢવો જોઇએ, જો દેશમાં આમ થાય તો ઘણું કામ થઇ શકે તેમ છે.
સિક્યુરિટી સર્વિસનાં એમ.ડી જગતભાઇ પટેલનો ઇન્ટરવ્યુ
- સિક્યુર પ્રોટેકશન સર્વિસનાં એમ.ડી છે જગતભાઇ પટેલ
- મોરારીબાપુની રામકથામાં 10 સુરક્ષા જવાનો તૈનાત છે
- પ્રથમ દિવસથી દસ દિવસ સુધી સુરક્ષાની જવાબદારી નિભાવવાની છે
- સુરક્ષા જવાનો રામકથામાં રહેવાuથી શિસ્ત જળવાઇ રહે છે
- કેટેગરી પ્રમાણે શ્રોતાઓને નિયત જગ્યાએ બેસાડવાનું કામ અમારા જવાનોનું છે
- ચોરથી માંડીને ખિસ્સા કાતરુઓ અમારા જવાનોનાં સઘન બંદોબસ્તને લીધે સાવધાન રહે છે
- સુરક્ષા જવાનોની સતર્કતાને લીધે ચોરી કે ખિસ્સા કાતરુઓનાં બનાવો બનતા નથી.
- સતત 9 દિવસ સુધી અમારા જવાનો તેમની મોરારીબાપુની રામકથામાં ફરજ અદા કરશે.
- આ કથા ધર્મસભા નથી હ્રદયસભા
- હ્રદયધર્મ એટલે માણસધર્મ
- સુનો અને પછી કંઇક ચુનો
- મારું કામ મનોરંજનનું નથી પણ આપનું મનોમંથન કરાવવાનું છે
- જેને સુદામા કહીએ છીએ તે સુદામા નથી તે તો અદા મા છે.
- હું હું કરે તે મહાત્મા ગાંધી ના હોય.
- ગંભીરતાને મુકિત આપો, હાસ્યને મોક્ષ આપો.
  • કોઇને દુ:ખી કરવા તે પણ એક પ્રકારની હિંસા : પૂ.મોરારિબાપુ

- રામકથા દિવસ-4: આપણા દેશમાં બે અધર્મો વચ્ચે જ ઝઘડો હોય છે
અમદાવાદ : સાબરમતી રિવરફ્રંટ ખાતે યોજાયોલી પૂ.મોરારિબાપુની રામકથાના ચોથા દિવસે માનસ ધરમની ચર્ચા કરતા મોરારિબાપુએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં બે ધર્મ વચ્ચે ક્યારેય ઝઘડો હોતો નથી બે અધર્મો વચ્ચે જ ઝઘડો હોય છે. ધર્મ એટલે સંવેદનાનો ધર્મ. જેમાં સંવેદના ન હોય તે ધર્મ ગણાતો નથી. આપણને જે ભાષા સમજાય અને આપણે જે ભાષા બોલતા હોય કાયમ તે ભાષાનો જ પ્રયોગ કરવો જોઇએ. દરેક વ્યક્તિએ ધર્મમાં આવકનો 10મો ભાગ વાપરવો જોઇએ. કોઇ માણસ ચીંધે ત્યાં નહીં પણ તમારું મન જ્યાં માનતુ હોય ત્યાં વાપરવું જોઇએ.
નિજ ધર્મ એટલે સ્વ ધર્મ.  નિજ ધર્મનો એક પર્યાય થાય છે હૃદય ધર્મ. હૃદયનો ધર્મ એટલે સત્ય પ્રેમ અને કરુણા. દુનિયામાં દરેક જગ્યાએ ધર્મની આ જ વ્યાખ્યા આપવામાં આવેલી છે. વિરપ્ત એટલે વિચાર બદલવો. તેના માટે તમામ વસ્તુઓનો ત્યાગ કરી દેવાની જરૂર નથી. અહિંસાનો ધર્મ સમજાવ્યો હતો. કોઇ જીવની હિંસા ન કરવી કોઇને પીડા પણ ન આપવી કોઇને દુ:ખી ન કરવા એ પણ એક અહિંસા જ છે. હૃદયનું પહેલું લક્ષણ છે ધબકવુ વિવેકમાં જીવો અને વિરાગમાં જીવો. ગુરુ ગારગી જેવા હોઇએ. જે સતત ધર્મમાં જીવતા હોવા જોઇએ. ગુરુ લક્ષ્ય બતાવે તેવા હોવા જોઇએ. ગુરુ સત્યના માર્ગ પર ચાલે તેવા હોવા જોઇએ. ગુરુ દરેકના જીવનમાં હોવા જોઇએ પરંતુ હું કોઇનો ગુરુ નથી.
-રોજના 100થી વધુ પ્રશ્નો
મોરારિબાપુની કથા સાંભળવા આવતા લોકો બાપુને રોજ પ્રશ્નો પૂછે છે. તેમાંના કેટલાક રસપ્રદ પ્રશ્નોના બાપુ જવાબ આપે છે. રોજે રોજ બાપુને પૂછાતા પ્રશ્નોની સંખ્યા વધતી જાય છે.
 -આજે શિવચરિત અને રામજન્મની કથા કહેશે
કથામાં બાપુએ જણાવ્યું હતું કે, “જો શક્ય બનશે તો બુધવારે હું શિવચરિત અને રામજન્મ સુધીની કથા કહીશ કારણ કે, આ અમદાવાદ છે.
  • જીવન એવું હોવું જોઈએ કે આપણા ઘરમાં પણ રામ પ્રગટે : મોરારિબાપુ

જીવન એવું હોવું જોઈએ કે આપણા ઘરમાં પણ રામ પ્રગટે : મોરારિબાપુ
રામકથા દિવસ-5: રામકથામાં રામજન્મોત્સવની ઉજવણી કરઈ
અમદાવાદ: સાબરમતી રિવરફ્રંટ પર આયોજિત રામકથાના પ્રારંભે બુધવારે મોરારિબાપુએ જણાવ્યું હતું કે, ત્યાગ વૈરાગ્યથી જ ટકે છે. ત્યાગ એટલે શુભ વિચારનો સ્વીકાર. મોટી ઉંમરની વ્યક્તિઓએ તેમના કરતા નાની ઉંમરના લોકોને સ્વતંત્રતા આપવી જોઇએ. હાથથી છૂટે તે ત્યાગ હૈયાથી છૂટે તે વૈરાગ્ય. સેવા એ જ કરે છે જેને એવા પડ્યા હોય. માણસના ખરાબ સમયમાં સાત વસ્તુઓ તેની મિત્ર બની શકે છે. કથાના પાંચમા દિવસે બુધવારે બાપુએ કથાનું રસપાન કરાવતા રામજન્મનો પ્રસંગ કહ્યો. રામજન્મ ઊજવાયો. બાપુએ જણાવ્યું હતું કે, આપણું જીવન એવું હોવું જોઇએ કે આપણા ઘરમાં પણ રામ પ્રગટે. રામભગવાનના જન્મના પૂર્વે દેવતાઓ અયોધ્યા દર્શન કરવા પધારતા.
 માનવીએ પોતાના ખરાબ સમયમાં ધીરજ રાખવી જોઇએ, ધાર્મિક કાર્યો કરવા જોઇએ. તમામ લોકો પ્રત્યે વિવેક દર્શાવવો જોઇએ અને સારા સાહિત્યનું વાંચન કરવું જોઇએ. કપરા સમયમાં સાહસ વૃતિનું વિશેષ મહત્વ છે. આથી સાહસિકતા ક્યારેય ન છોડવી જોઇએ. ખરાબ સમયમાં અસત્ય ક્યારેય ન બોલવું જોઇએ અને ભગવાન પર પોતાના ઇષ્ટદેવતા પર ભરોસો રાખવો જોઇએ. કૃષ્ણ દુનિયાના શ્રેષ્ઠ દાનવીરોમાંંનો એક જ છે. તેણે પોતાની તમામ વસ્તુઓ બીજાને આપી દીધી છે. કૃષ્ણએ વાંસળી રાધાને, પાદુકા ઉદ્ધવને, કંઠ  મીરાને, ગીત ગોપીઓને, ગીતા અર્જુનને, આંસુ આસુનંદ અને યશોદાને આપી દીધા. સુદામાને સમૃદ્ધિ અને બાલ્યવસ્થાના મિત્ર શ્રીદામાને સખીપણું આપી દીધું. કિડની કોઇને આપી દો તેનાથી મોટો કઇ ત્યાગ નથી.

  • દેશમાં વિદ્યા, રોટલો અને આરોગ્ય નિ:શુલ્ક મળે તે જરૂરી : મોરારિબાપુ

http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-MAT-latest-ahmedabad-news-053510-1267551-NOR.html

દેશમાં વિદ્યા, રોટલો અને આરોગ્ય નિ:શુલ્ક મળે તે જરૂરી : મોરારિબાપુ
રિવરફ્રંટખાતે મોરારિ બાપુની વ્યાસપીઠે ચાલી રહેલી રામકથામાં ગુરુવારે બાપુએ દધીચિ ઋષિની કથાનું વર્ણન કર્યું હતું. જેમાં તેમણે દધીચિ ઋષિનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, ઉપાસના, તપસ્યા અને સત્સંગ એજ સાચી સેવા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કિડની વિશે જાગૃત થવાની જરૂર છે. ધર્મનો પ્રચાર થઈ શકે પરંતુ તે જાતે થઈ જાય છે.
માનસધર્મ અંગે સમજાવતા મોરારિ બાપુએ જણાવ્યું કે, મારું કોઈ સાંભળે તો દેશમાં ત્રણ વસ્તુઓ તમામને નિ:શુલ્ક મળવી જોઈએ જેમાં પ્રથમ વિદ્યા, બીજું રોટલો એટલે કે ભોજન અને ત્રીજું આરોગ્ય. જે વર્ષોથી હું બોલ્યા કરું છું પરંતુ તેના માટે ખરેખર સરકાર, સમાજ અને આપણા બધા શ્રેષ્ઠીઓએ જાગૃત થવાની જરૂર છે. ઘણા લોકો મને વ્યાસપીઠ પર ચિઠ્ઠી લખીને પૂછતા હોય છે કે, મને રોગ છે તો કૃપા કરીને તેનો ઉપાય બતાવશો. મારી દરેકને સલાહ છે કે, રોગ વિશે સૌથી પહેલા તમે ડોક્ટર પાસે જાવ કેમ કે તમામ બાબતોમાં જવાબ આપવામાં મારી પણ મર્યાદા હોય છે.
કથા દરમિયાન તમામ લોકોને જમવાનું આપવામાં આવે છે પરંતુ ઘણા લોકો એવું માનતા હોય છે કે, તો ધર્માદાનું છે અને તે ખવાય નહીં પરંતુ તો પ્રભુનો પ્રસાદ હોય છે અને બધાએ લેવો જોઈએ.
  • રિવરફ્રન્ટ ખાતે રામકથાનો આઠમો દિવસ

રિવરફ્રન્ટ ખાતે રામકથાનો આઠમો દિવસ
રિવરફ્રંટખાતે કિડની ઇન્સ્ટિટ્યૂટના લાભાર્થે યોજાયેલી રામકથાના આઠમા દિવસે મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી તમામ ધર્મોને એકસમાન ગણવાની વાત કરી હતી. સાથોસાથ બધા ધર્મોના કીર્તન પણ કરાવ્યાં હતાં. તેમણે જણાવ્યું કે, વ્યાસપીઠનો અર્થ થાય છે બધા ધર્મનો સ્વીકાર કરવો. બધા ધર્મને માન આપવું.
સ્પર્ધા શરૂ થાય પછી શ્રદ્ધા રહેતી નથી. ધર્મનો સિદ્ધાંત આકાશ જેવો હોય છે. બધું એક રહે છે. રામચરિત માનસમાં ઉત્તરકાંડમાં માનસરોગ મનોરોગની ચર્ચા કરી છે. તેના ઇલાજની વાત પણ કરી છે. માનસના મુખ્ય ત્રણ રોગ છે. કામ વાતનો રોગ છે. કફ લોભનો રોગ છે અને ક્રોધ પિત્તનો રોગ છે, જેમાં જલન થાય છે. ધર્મનો નાશ ક્યારેય થતો નથી તેની હાનિ થાય છે. ધર્મની જ્ઞાની થાય છે.
આપણે દંભ કરીએ ત્યારે સૌપ્રથમ મોટી અસર ધર્મ પણ થાય છે. ધર્મના નામે પોષણ થવું જોઇએ. આપણે બનાવેલા ઊભા કરેલા નેટવર્ક પ્રમાણે ચાલવું જોઇએ પણ ધર્મના પથ પર ચાલવું જોઇએ. ધર્મનો મૂળ અર્થ છે.
આજે પૂર્ણાહુતિ
રવિવાર1ફેબ્રુઆરીના રોજ મોરારિબાપુની કથાની પૂર્ણાહુતિ યોજાશે. શનિવારથી કિડની ઇન્સ્ટિટ્યૂટના લાભાર્થે શરૂ થયેલી રામકથામાં અત્યાર સુધી 1.5 લાખથી વધુ લોકો હાજરી આપી ચૂક્યા છે. રવિવારે બાપુ બાકી રહેલી રામકથા પૂર્ણ કરશે. તથા માનસ હૃદય ધર્મની સમજ આપશે.
  • ધર્મના નામે નેટવર્ક ઊભાં ન કરવા જોઇએ : પૂ.બાપુ

શુક્રવારે બાપુએ કથામાં લોકોને પિત્ઝા ખવડાવવાની વાત કરી હતી. પોતાની વાત પર કાયમ રહેતા બાપુની કથા પૂરી થતા શનિવારે જમણવારમાં ભાવિકોને પિત્ઝા અને પાસ્તા ખવડાવવામાં આવ્યા હતા. 
ધર્મના નામે નેટવર્ક ઊભાં ન કરવા જોઇએ : પૂ.બાપુ
 અમદાવાદ: રિવરફ્રંટ ખાતે કિડની ઇન્સ્ટિટ્યૂટના લાભાર્થે યોજાયેલી રામકથાના આઠમા દિવસે મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી તમામ ધર્મોને એકસમાન ગણવાની વાત કરી હતી. સાથોસાથ બધા જ ધર્મોના કીર્તન પણ કરાવ્યાં હતાં. તેમણે જણાવ્યું કેવ્યાસપીઠનો અર્થ થાય છે બધા જ ધર્મનો સ્વીકાર કરવો. બધા જ ધર્મને માન આપવું.
 સ્પર્ધા શરૂ થાય પછી શ્રદ્ધા રહેતી નથી. ધર્મનો સિદ્ધાંત આકાશ જેવો હોય છે. બધું એક જ રહે છે. રામચરિત માનસમાં ઉત્તરકાંડમાં માનસરોગ મનોરોગની ચર્ચા કરી છે. તેના ઇલાજની વાત પણ કરી છે. માનસના મુખ્ય ત્રણ રોગ છે. કામ એ વાતનો રોગ છે. કફ એ લોભનો રોગ છે અને ક્રોધ એ પિત્તનો રોગ છે, જેમાં જલન થાય છે. ધર્મનો નાશ ક્યારેય થતો નથી તેની હાનિ થાય છે. ધર્મની જ્ઞાની થાય છે.
 આપણે દંભ કરીએ ત્યારે સૌપ્રથમ મોટી અસર ધર્મ પણ થાય છે. ધર્મના નામે પોષણ થવું જોઇએ. આપણે બનાવેલા ઊભા કરેલા નેટવર્ક પ્રમાણે ન ચાલવું જોઇએ પણ ધર્મના પથ પર ચાલવું જોઇએ. ધર્મનો મૂળ અર્થ છે.
 આજે પૂર્ણાહુતિ
રવિવાર 1 ફેબ્રુઆરીના રોજ મોરારિબાપુની કથાની પૂર્ણાહુતિ યોજાશે. શનિવારથી કિડની ઇન્સ્ટિટ્યૂટના લાભાર્થે શરૂ થયેલી રામકથામાં અત્યાર સુધી 1.5 લાખથી વધુ લોકો હાજરી આપી ચૂક્યા છે. રવિવારે બાપુ બાકી રહેલી રામકથા પૂર્ણ કરશે. તથા માનસ હૃદય ધર્મની સમજ આપશે.




   

No comments:

Post a Comment