રામચરિતમાનસમાં શિવચરિત્ર છે
(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)
Read full article at Sunday Bhaskar.
- યાજ્ઞવલ્કયએ રામકથાની ભૂમિકામાં પ્રથમ શિવચરિત્ર ગાઇને રામસેતુનું નિર્માણ કર્યું છે. ભરદ્વાજજીએ રામકથા સાંભળાવાની ઇચ્છા વ્યક્ત કરી.
- રામચરિતમાનસમાં પાંચ ચરિત્ર છે જે પાંચેય પ્રધાન છે જેમાં શિવચરિત્ર, ઉમાચરિત્ર એ નામભેદ છે. બાકી તો એક જ છે. રામાયણમાં તુલસી પ્રથમ શિવચરિત્રની કથા કહે છે. બીજું રામચરિત્રની કથા કહી છે. ત્રીજું ભરતચરિત્ર દિવ્ય રીતે ગાયું છે. ચોથું પવનપુત્ર હનુમાનજીનું ચરિત્ર ગાયું અને પાંચમું જેને હું મારી રીતે ચરિત્રની શ્રેણીમાં મૂકું છું એ બાબા કાગભુશુંડિનું ચરિત્ર છે. જેમણે પોતાના મુખે પોતાના ચરિત્રનું ગાયન કર્યું છે. આ પાંચ ચરિત્ર આપણા બધા માટે પંચામૃત સમાન છે. આ પાંચેય ચરિત્રમાંથી શિવચરિત્ર ગાઇને તુલસીદાસજીએ સૌથી પહેલી અમૃતવર્ષા કરી છે. તુલસીદાસજી સમન્વયવાદી સંત હોવાના કારણે રામચરિત કહેતા પહેલાં શિવચરિત્રથી કથાનો આરંભ કરે છે. એક બાજુ કર્મના ઘાટ ઉપરથી યાજ્ઞવલ્કય મહારાજ કથાનો પ્રારંભ કરે છે.
એકબાર ત્રેતા જુગ મા હી|
સંભુ ગયે કુંભજ રિષિ પાહી||
સંગ સતી જગજનની ભવાની|
પૂજે રિષિ અખિલેશ્વર જાની||
- કર્મપીઠ એટલે જે ગંગા, યમુના, સરસ્વતીનો સંગમ છે. જે વહેતી ધારા છે. જ્યાં કર્મપ્રવાહ ચાલી રહ્યો છે.
- હવે આપણને બધાને ખબર છે કે રામકથાના મુખ્ય સર્જક ભગવાન શિવ છે. તેમ છતાં એ શ્રોતા બનીને કુંભજઋષિ પાસે ગયા આનો અર્થ એ થાય છે કે જેને સારા વક્તા બનવું હોય એ વ્યક્તિ એ પહેલા સારા શ્રોતા બનવું જોઇએ. શાસ્ત્રીય શબ્દોમાં જેને બહુશ્રુત કહેવાય છે. તુલસીદાસજી પણ રામચરિતમાનસમાં શ્રવણથી જ શરૂ કરે છે.
જિન્હ કે શ્રવન સમુદ્ર સમાના|
કથા તુમ્હારિ સુભગ સરિ નાના||
- શ્રવણ કરવું એ પહેલી ભક્તિ છે. શિવ પરમ શ્રોતા પણ છે. સર્જક હોવા છતાં એકચિત્તે પૂરી રામકથા સાંભળી છે.
- કોઇની પણ સેવા કરો ત્યારે એમને કયા પ્રકારની સેવા અનુકૂળ પડે છે એવી એમની રુચિને જોઇને જ સેવા કરજો. સેવા મોટાઓની થાય છે. નાનાઓને પ્યાર થાય છે.
- પોતાની જાતને યોગ્ય બનાવવી જેથી ‘બીન માગે મોતી મિલે’ સાગર ક્યારેય સરિતાઓને ચિઠ્ઠી લખતો નથી કે તમે આવીને મને મળો. પરંતુ એની યોગ્યતા દરેક નદીઓને પોતાની તરફ ખેંચે છે.
- રામકથાની દક્ષિણા કેવળ રામભક્તિ છે એનો બીજો કોઇ પુરસ્કાર હોતો નથી.
(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)
Read full article at Sunday Bhaskar.
No comments:
Post a Comment