Translate

Search This Blog

Sunday, August 9, 2015

ચરણમાં કૃપાલુત્વ સમાયેલું છે, માનસદર્શન, મોરારિબાપુ

ચરણમાં કૃપાલુત્વ સમાયેલું છે




  • તુલસી કહે છે પ્રપંચ, દંભ, કપટ અને ખોટી વિચારધારાની જંજાળ છોડી એના ચરણને સેવ.               એ ચરણમાં પ્રભુત્વ છે, હરિત્વ છે.



  • આપણા સંસ્કૃત વાઙમયથી લઇને સંતવાણી સુધી એક જ વાત આવી કે ‘દેજો અમને સંત ચરણમાં વાસ’ ચરણમાં જ વાસ આવી માગણી આપણે ત્યાં થઇ છે. 



  • હું બહુ જ જવાબદારીપૂર્વક બોલી રહ્યો છું કે મને બાબાસાહેબના એક પણ કાર્યમાં દ્વેષનો રણકો દેખાતો નથી. 
  • બધા એને સ્વીકારવા માટે તૈયારી બતાવવા લાગ્યા એવા સમયે બાબાસાહેબે કહ્યું કે હું કોઇ પણ ધર્મનો સ્વીકાર કરીશ પણ મારી ભારતમાતાનું ગૌરવ હણાય એવું કાંઇ કરીશ નહીં. 

  •  સમાજમાં જ્યાં શુભ મળે ત્યાંથી લઇ લો. અને પછી એ શુભને પ્રસાદ બનાવો. પ્રસાદ એકલા ન ખાવ. 



  • સાધુની તાંબડીમાં તો બધાના લોટ હોય અને એ તાંબડીનું મને ગાૈરવ છે. મને કોઇક સાધુ ન કહે અને બાવો કહે તો હું બહુ રાજી થાઉં છું. 

  • હું ઘણાને કહ્યા કરું છું કે તું એકવાર બાવો બની તો જો પછી ખ્યાલ આવશે. 

  • તો ચરણ કેવાં-એનાં ચાર લક્ષણ બતાવ્યાં છે એ ચરણમાં પ્રભુત્વ છે. આ હૃદયથી મારી વ્યાખ્યા છે બીજું એમાં દીન બંધુત્વ છે. ત્રીજું હરિત્વ સમાયેલું છે. ચોથું કારણ વગરનું કૃપાલુત્વ છે. તુલસી કહે છે પ્રપંચ, દંભ, કપટ અને ખોટી વિચારધારાની જંજાળ છોડી એના ચરણને સેવ. એ ચરણમાં પ્રભુત્વ છે. એ ચરણમાં દીન બંધુત્વ છે. હરિત્વ છે. આ ચરણની વ્યાખ્યા છે.

(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)


Read full article at Sunday Bhaskar.




No comments:

Post a Comment