Translate

Search This Blog

Monday, August 31, 2015

ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે,માનસદર્શન, મોરારિબાપુ

ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે




  • સ્વયં ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં કહી દીધું છે કે જ્યારે પૃથ્વી ઉપર સમાજમાં અવ્યવસ્થા ઊભી થાય છે ત્યારે હું યુગે યુગે અવતાર ધારણ કરું છે ‘સંભવામિ યુગે યુગે’ આવું કારણ બતાવ્યું છે.


  •  સમગ્ર સંસારમાં ઓછી વત્તી માત્રામાં કામ બધામાં વ્યાપ્ત છે. જેવી રીતે રામ બધાના હૃદયમાં વિરાજિત છે એવી રીતે કામ પણ આપણા સૌના હૃદયમાં શરીર વિના નિવાસ કરે છે એ સત્યને અણદેખ્યું ન કરી શકાય. કામદેવનું નિવાસસ્થાન માણસનું હૃદય છે. ઘણા લોકોનું એવું માનવું છે, વિષયમાં એટલું જ કહેવું છે કે કામ કૃષ્ણ અવતારમાં કૃષ્ણનો પુત્ર છે અને બાપ-દીકરો એકસાથે એક ઘરમાં રહે તો એમાં મુશ્કેલી ન હોવી જોઈએ. 
  • જ્યારે રામની સાથે કામ રહે છે ત્યારે કામની એ ભયંકરતા રહેતી નથી. કામ જે એક વિભીષિકા ફેલાવે છે એ ખતમ થઈ જાય છે. એ બંનેને સાથે રાખવાની રામચરિત માનસની આ એક બહુ જ સૂક્ષ્મ દૃષ્ટિ છે.


  • આપણે બધા જાણીએ છીએ કે સ્વયં ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં કહી દીધું છે કે જ્યારે પૃથ્વી ઉપર સમાજમાં અવ્યવસ્થા ઊભી થાય છે ત્યારે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું ‘સંભવામિ યુગે યુગે’ 
  •  કૃષ્ણાવતારની ભૂમિકામાં સ્વયં શ્રીકૃષ્ણનાં વચનો છે કે ‘યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત’ ભારત એટલે કે અર્જુન, ભારત એટલે કે આખું ભારત અને એના આધ્યાત્મિક અર્થમાં જઈએ તો ભારત એટલે જ્ઞાનમાં રત આખી દુનિયા.


  • ‘પરદ્રોહી’ પૃથ્વીએ પણ કહ્યું મને પરદ્રોહીઓની પીડા છે જે ભાર હું સહી શકતી નથી. આપણે પણ પરદ્રોહ કરીએ છીએ. વાતવાતમાં બીજાનો દ્રોહ કરીએ છીએ. બીજાની નિંદા કરીએ છીએ. પરદ્રોહી વ્યક્તિ પૃથ્વીનો બોજ છે. 
  • પરસ્ત્રીને હિંસક અને શિકારી વૃત્તિથી તાકવી એ પૃથ્વીનો બોજ છે. 
  • ત્રીજી વાત એવી છે કે બીજાના પૈસા હોશિયારીથી નેટવર્ક બનાવીને ગમે તેમ કરીને પણ લઈ લેવા એ પૃથ્વીનો બોજ છે. 
  • પરધન પૃથ્વીનો બોજ છે અને પર અપવાદ, પરનિંદા એ પણ પૃથ્વીનો બોજ છે. 
  • પરનિંદા સાંભળવી. પરનિંદા કરવી એ પૃથ્વીનો બોજ છે. આપણી વૃત્તિઓને કારણે પ્રકૃતિનું સંતુલન બગડે છે પરંતુ ‘પર’ સાથે જોડાયેલી એક વાત જો જળવાઈ જાય તો પૃથ્વીને ભાર ઓછો લાગશે અને આપણે બધા હલકાફુલ રહી શકીશું અને એ છે ‘પરહિત સરિસ ધરમ નહીં’ ભાઈ પરોપકારની વાત છે. 
  • સંતો પરોપકાર અને પરહિતમાં જીવન જીવે છે. 

 (સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

Read full article at Sunday Bhaskar.





No comments:

Post a Comment