Translate

Search This Blog

Saturday, September 5, 2015

માનસ ગોદાવરી

રામ કથા

માનસ ગોદાવરી

નાસિક

સિંહસ્થ કુંભ

શનિવાર, તારીખ ૦૫-૦૯-૨૦૧૫ થી રવિવાર, તારીખ ૧૩-૦૯-૨૦૧૫

મુખ્ય પંક્તિ


सुरसरि सरसइ दिनकर कन्या     |
मेकल सुता गोदावरि धन्या       ||

...........................................................२-१३७/४



अनुज समेत गए प्रभु तहवाँ      |

गोदावरि तट आश्रम जहवाँ       ||

............................................................३-२९/५



શનિવાર, ૦૫-૦૯-૨૦૧૫



 રામ ચરિત માનસમાં ગોદાવરી નામનો ઉલ્લેખ ત્રણ વાર છે જે ત્રિસત્ય છે.

ગોદાવરી નદીના તટ ઉપર પ્રભુ રામે પાંચ લલીત નરલીલા કરી છે.

ગોદાવરી નદીના તટ ઉપર પાંચ પ્રસંગોનો મહિમા છે.

૧ લક્ષ્મણની જિજ્ઞાસાના પાંચ પ્રશ્નો

૨ સુર્પંખાનો પ્રસંગ

૩ ખરદૂષ્ણ આદિ ૧૪ હજાર અસુરોના નિર્વાણનો પ્રસંહ

૪ મારિચ વધનો પ્રસંગ

૫ મા સીતાના અપહરણનો પ્રસંગ

કથા અને નદીને સંબંધ છે, જેમ નદીનો પ્રવાહ બંધિયાર નથી તે જ પ્રમાણે કથા એ એક પ્રવાહ છે, બંધિયાર નથી, સંકિર્ણ નથી.

કથાકારોએ સત્વ, તત્વને પ્રવાહિત કર્યું છે.

"એવા જ ગુના મેં કર્યા છે કબુલ હા

મારું જે થવું હોય તે થાય જે કબીરનું થયું હતું તે"


પરંપરા પ્રવાહિત હોવી જોઈએ, જડ નહીં.


રવિવાર, તારીખ ૦૬-૦૯-૨૦૧૫

આપને કોઈ પણ કાર્ય કરીએ અને તેના ફળની આશા રાખીએ ત્યારે તે કરેલ કર્મ થોડું દુષિત થઈ જાય છે.
પ્રાપ્તિના પ્રલોભનમાં કરેલ કર્મ થોડું દુષિત થઈ જાય છે.

તેથી જ શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું  છે કે, "“કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન...” અર્થાત્, “ફળની આશા રાખ્યા વિના જ કર્મ કર્યે જા...”

આ સંદર્ભમાં વિશેષ વાંચન માટેની લિંક "કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન.. /મોરારી બાપુ " ક્લિક કરવા વિનંતિ.

કર્મ કરતી વખતે જો આમ કરીએ તો આની પ્રાપ્તિ થાય એ વ્યાપાર છે.

ગરીબોની સેવા કરવી એ સારું છે પણ ગરીબોની સેવા કરવાની સાથે સાથે જો ધ્યાન કરવામાં આવે તો આવી સેવા કર્યાનું અભિમાન નહીં આવે.

"માનવ સેવા એ પ્રભુ સેવા છે" એ પ્રર્યાપ્ત નથી. તેથી "જીવ સેવા એ એ જ પ્રભુ સેવા" એવું કરવું જોઈએ. જડ ચેતન બધાની સેવા, જડ ચેતન બધાની માવજત કરવી જોઈએ.પ્રકૃતિની સેવા કરવી જોઈએ.

આ જીવન અહેતુ પ્રભુ નામ લેવાથી જ ચાલી રહ્યું છે.

પાણીનાં પાંચ લક્ષ્ણ છે.

પાણીનો પીવા માટે, ન્હાવા માટે, તરવા માટે, ડૂબીને આપઘાત કરવા માટે, બીજાને ડૂબાડવા માટે ઉપયોગ કરી શકાય.
कह हनुमंत बिपति प्रभु सोई       |

जब तब सुमिरन भजन न होई        ||

...............................................................५-३१/३

આશ્રમ અને વેશથી સાધુની વ્યાખ્યા ન થાય.

साधु चरित सुभ चरित कपासू        |

निरस बिसद गुनमय फल जासू         ||

................................................१-१/५

કપાસનાં ત્રણ જીંડવાં રજો ગુણ, તમો ગુણ અને સતો ગુણ છે. આવી રીતે જ આ ત્રણ ગુણોમાંથી જ શ્વેત કપાસની માફક સાધુ પેદા થાય છે.

સાધુને પણ દુઃખ થાય છે પણ સાધુનૂ આવું દુઃખ બીજાના દુઃખના લીધે થાય છે.

જલ સ્વચ્છ, શીતલ અને મધુર હોવું જોઈએ.

રામ અને સીતાનું ચરિત્ર સ્વચ્છ, શીતલ અને મધુર છે તેથી બધા ચરિત્રોમાં રામ અને સીતાનું ચરિત્ર મહિમાવંત છે.

પાણીનો એક ગુણ તેની ગહરાઈ - ઊડાઈ, ગંભીરતા છે.

પાણીનો એક ગુણ અમૃતમયતા છે.

રામ ચરિત માનસ સ્વચ્છ, શીતલ, મધુર, ગહરાઈથી ભરેલું અને અમૃતમય છે.

બધી જ નદીઓનાં પાંચ લક્ષણ હોય છે તે જ રીતે ગોદાવરી નદીનાં પણ પાંચ લક્ષણ છે.


નદી પ્રવાહમાન, ગતિશીલ હોય.

જે પ્રવાહમાન ન હોય તે જળાશય બની જાય છે.


નદીના પ્રવાહને કોઈને મળવાની ઊતાવળ હોય છે, કોઈને મળવા માટે તત્પર હોય છે, કોઈને મળવાની ખોજ હોય છે.

નદીનો પ્રવાહ ત્યારે જ આગળ વધે જ્યારે નદી તેના પ્રવાહ દરમ્યાન આવતા ખાડાઓને ભરી દે.


નદીનો પ્રવાહ કિનારા નિર્મિત કરે.

લોક અને વેદ બંનેને સ્પર્શીને કથા પ્રવાહિત રહે.

પ્રવાહવાન વ્યક્તિ લોક અને વેદને સ્પર્શ કરે.


નદી તેના કિનારાને હરિયાળું બનાવે.

ભગવત કથા આપણા જીવનને આનંદિત કરે.


નદીનો પ્રવાહ એવું ઈચ્છે કે તેના પ્રવાહમાં કોઈ સાચો સંત ડૂબકી લગાવે.

ગોદાવરી તટ ઉપરના પાંચ પ્રસંગ

લક્ષ્મણના પાંચ પ્રશ્ન

एक बार प्रभु सुख आसीना       |

लछिमन बचन कहे छलहीना       ||

............................................................३-१३/५

ઘણા લોકો જાણવા નથી આવતા પણ માપવા આવે છે.

પ્રશ્ન પૂછવા છળ મુક્ત થઈને જવાય.

રામ કથા પ્રત્યે મમતા, પ્રભુ કથા પ્રત્યે મમતા એ જ કથાકારનો ધર્મ છે.

ગુરૂ મુખથી કોઈ સાર્થક અર્થ સૂત્ર પકડવું એ કથાકાર તેમજ શ્રોતાઓનો અર્થ છે.

શ્રોતા વક્તાનો કામ એ અધ્યયન કર્વું , અધ્યયન કરાવવું છે. ચિંતન, ધ્યાન, સ્વાધ્યાય કરવું કરાવવું એ શ્રોતા વક્તાનો કામ છે.

શ્રોતા વક્તાનો મોક્ષ એટલે કોઈ પણ લક્ષ્યની કામના ન રહે તે છે.

પાંચ તત્વોનું બનેલું આ શરીર પંચવટી છે. જ્યાં રામ નિવાસ કરે છે અને જીવ પાંચ પ્રશ્નો પૂછે છે.

મન, બુદ્ધિ, ચિતથી સાંભળવું.

જ્ઞાન શું છે?

વૈરાગ્ય શું છે?

ભક્તિ શું છે?

માયા શું છે?


માયા એટલે શું?

मैं अरू मोर तोर तें माया        |

जेहिं बस कीन्हे जीव निकाया         ||

...........................................................३-१४/२

હું અને તું છૂટી જાય એટલે માયા છૂટી જાય.

માયાના બે પ્રકાર છે - વિદ્યા અને અવિદ્યા.


જ્ઞાન શું છે?

જ્યાં અભિમાન નથી તે જ્ઞાન છે.

ग्यान बिराग सकल गुन अयना        |

सो प्रभु मैं देखब भरि नयना          ||

.................................................................१-२०५/८


જ્ઞાનનું અભિમાન અહંકાર પેદા કરે છે.

कहिअ तात सो परम बिरागी      |

त्रून सम सिद्धि तीनि गुन त्यागी         ||

..................................................३-१४/८


આપણે કંઈક છોડ્યું છે, કશાકનો ત્યાગ કર્યો છે તેની સ્મૃતુ પણ વૈરાગ્યની બાધા છે.

દા. ત. ભ્રતૃહરિનો બાવન લાખ માળવા છોડવાની સ્મૃતિ તેના વૈરાગ્યની બાધા બને છે.


સોમવાર, ૦૭-૦૯-૨૦૧૫

તત્વતઃ આપણે બધા પરમાત્મા છીએ જ. તેથી જ અહ્મં બ્રહ્માસ્મિ કહેવાયું છે.

सोहमस्मि इति ब्रुति(બૃતિ) अखंडा

दीप सिखा सोई परम प्रचंडा
..................................................................७-११७/९

જ્યારે આપણે કોઈને શોધવાની (ખોજ) શરૂઆત કરીએ છીએ ત્યારે તે તત્વ ત્યાં હોય છે જ.
ફળની અપેક્ષા ન રાખો.

પરમને બુદ્ધ પુરૂષોની આંખોમાં જોવાનો છે.

ना कहीं दूर है मंक्षिले, ना कोई करीब बात है

ફળની કામના ન કરો પણ રસની કામના કરો. કારણ કે ઈશ્વર ફળ નથી પણ રસ છે. અને તેથી જ રસો વૈસઃ કહેવાયું છે.

ભરત નિષ્કામ છે. પણ જન્મો જન્મ રામ રતિની કામના કરે છે.

પ્રત્યેક દેહધારીમાં ૬ તરંગ હોય છે.

પ્રાણના બે તરંગ - ભૂખ અને પ્યાસ

મનના બે તરંગ - શોક અને હર્ષ

શરીરના બે તરંગ - જન્મ અને મૃત્યુ

ભોજન ઔષધિના રૂપમાં કરો.

બુદ્ધ પુરૂષથી થોડું અંતર રાખવું જોઈએ. કારણ કે બુદ્ધ પુરૂષની બહું નજીક રહેવાથી તેની કોઈક ક્રિયા અંગે આપણા મનમાં શંકા પેદા થઈ શકે છે.

હરિ વ્યાપક સર્વત્ર સમાના

હમ તેરે ચહેરે પર હી નહીં મરતે, તેરી કદમો કે ભી પ્રેમી હૈ.

રામહિ કેવલ પ્રેમ પિઆરો

પ્રેમ સ્વયં તપ છે, તપસ્યા છે.

ભજનની ભૂખ હોવી જોઈએ.

ગાયક, નર્તક, જ્યોતિષી, ચાલાક વણિક, કપટ પૂર્વક મૈત્રી કરી નેટ વર્ક કરનાર, વૈદ્ય, મિત્ર, રિપુ વગેરેને સાક્ષી ન બનાવાય.

ફળને લક્ષ્ય ન બનાવાય પણ રસને લક્ષ્ય બનાવાય.

(સાભાર – સ્વર્ગારોહણ.કોમ)
Source Link: http://www.swargarohan.org/narsinh-mehta/013

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં

પસલી ભરીને રસ પીધો રે, હરિનો રસ પુરણ પાયો.

પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો,

બીજે પિયાલે રંગની હેલી રે,

ત્રીજો પિયાલો મારાં રોમે-રોમે વ્યાપ્યો,

ચોથે પિયાલે થઈ છું ઘેલી રે …રામ સભામાં

રસ બસ એકરૂપ રસિયા સાથે,

વાત ન સુઝે બીજી વાટે રે,

મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે

તે મારા મંદિરીયામાં મ્હાલે રે … રામ સભામાં

અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં

અખંડ સૌભાગી અમને કીધાં રે,

ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી

દાસી પરમ સુખ પામી રે … રામ સભામાં


 - નરસિંહ મહેતા

જે પ્રિય લાગે તેનું સ્મરણ કરવું.

જય હો કહેવા કરતાં ધન્ય હો કહેવું વધારે યોગ્ય છે.


ધન્ય કોણ છે?

ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી

તુમ્હ સમાન નહિં કોઉ ઉપકારી

મૌન અતિ પવિત્ર વાણી છે.

સત્ય જ્યારે બોલવું પડે ત્યારે બોલવું એ મૌન જે અતિ પવિત્ર વાણી છે તેનાથી વધારે શ્રેષ્ઠ છે.

સત્ય બોલવું પણ પ્રિય સત્ય બોલવું એ તેનાથી વધારે શ્રેષ્ઠ છે.

પ્રિય સત્ય ધર્માનુકૂલ બોલવું એ તેનાથી વધારે શ્રેષ્ઠ છે.

धन्य देस सो जहँ सुरसरी      |

धन्य नारि पतिब्रत अनुसरी     ||

धन्य सो भूपु नीति जो करई     |

धन्य सो द्विज निज धर्म न टरई     ||

सो धन धन्य प्रथम गति जाकी     |

धन्य पुन्य रत मति सोइ पाकी      ||

धन्य धरी सोइ सब सतसंगा      |

धन्य जन्म द्विज(દ્વિજ) भगति अभंगा      ||


એ દેશ ધન્ય છે જ્યાં ગંગા વહે છે.

પતિ વ્રતા ધર્મ પાળનાર નારી ધન્ય છે તેમજ એક પત્ની વ્રત પુરૂષ પણ ધન્ય છે.

નિતિ પ્રિય, ન્યાય પ્રિય રાજા ધન્ય છે.

બ્રહ્મને જાણનાર દ્વિજ ધન્ય છે.

જે ધનવાનું ધન પ્રથમ ગતિ વાળું છે તે ધનવાન ધન્ય છે. ધનની ત્રણ ગતિ હોય છે, દાન એ ધનની પ્રથમ ગતિ છે, ભોગ માટે વપરાતું ધન એ બીજી ગતિનું ધન છે અને ધનની ત્રીજી ગતિ એ ધનનો નાશ છે.
પરિપકવ બુદ્ધિ ધન્ય છે.

એ પળ ધન્ય છે જે પળ કોઈ સાધુ પુરૂષ સાથે સતસંગમાં પસાર થાય.

ગોદાવરી નદી ધન્ય છે કારણ કે તે ભારત દેશમાં વહે છે જ્યાં ગંગા નદી પણ વહે છે, તેના તટ ઉપરની કુટિયામાં પતિવ્રતા જાનકી રહે છે, તેના તટ ઉપરની કુટિયામાં ન્યાય પ્રિય રાજા રામ નિવાસ કરે છે. અહીં પરમાત્મા પાસે જે ધન છે તે પ્રથમ ગતિનું ધન છે. મારિચની બુદ્ધિ પરિપકવ છે અને મારિચની ઘટના પણ ગોદાવરીના તટ ઉપર બને છે. અહીં પંચવટીમાં લક્ષ્મણ પાંચ પ્રશ્ન પૂછે છે અને રામ તેના ઉત્તર આપે છે તે સતસંગની ઘટના પણ અહીં બને છે. અહીં જ લક્ષ્મણમાં દ્વિજ તત્વ જે જાગૃત પુરૂષ છે તે ઉજાગર થાય છે. રામની અભંગ પ્રિતિ પણ અહીં જ દેખાય છે. આ બધા કારણો સહ ગોદાવરી નદી ધન્ય છે.


મંગળવાર, ૦૮-૦૯-૨૦૧૫

ગોદાવરીના અનેક અર્થ થાય છે.

ગો + દાવરી

ગો એટલે ઈન્દ્રીયો

દાવરી એટલે પ્રકાશનું કિરણ, આલોક, અજવાળું વિ. થાય છે.

એટલે કે જે આપણી ઈન્દ્રીયોને પ્રકાશિત કરે તે ગોદાવરી કહેવાય.

"અમંલને પણ મંગલ રૂપમાં રજુ કરો" એવું ગૌતમ ધર્મ સૂત્રનું કથન છે.

કાનનું ઘરેણું ખોવાઈ જાય તો ચિંતા ન કરો પણ કાનનો શ્રવણ વિવેક, શ્રવણ વિજ્ઞાન ખોવાઈ જાય તે ચિંતાનો વિષય છે.

સુફીવાદમાં દાવરીનો અર્થ નુર થાય છે.

સુફીવાદમાં દાવરીના બીજા બે અર્થ અનાહદ નાદ અને ખુશ્બુ થાય છે.

અનાહદ નાદ એટલે કોઈ પણ ઘર્ષણ વિના ઉત્પન્ન થતો નાદ - અવાજ.

ગુરૂ વચનમાં નિષ્ઠા એ જ ગુરુ કૃપા છે.

જો આપણામાં ગુરૂ પ્રત્યે નિષ્ઠા હોય તો જે ગુરૂ બોલે તે મંત્ર બની જાય.

ગુરૂ વચનમાં નિષ્ઠા રાખવી એ જ સૌથી મોટી સાધના છે.

કથા - હરિ કથા એ સતીપણું મિટાવી પાર્વતીપણું પેદા કરવાની વિધા છે.

સતીપણું એટલે બૈધિક તર્ક અને પાર્વતીપણું એટલે નિષ્ઠાપણું.

ઝેર પીવું પડે તો પીવો પણ કરૂણા ન છોડો
.
શંકર ફક્ત કરૂણાવતાર જ છે.

ઈન્દ્રીયોમાં મન હું છું એવું શ્રી કૄષ્ણ કહે છે તેથી મનને મારવાની કોઈ જરૂર જ નથી.

બુદ્ધ પુરૂષના હાથમાં ખોટો સિક્કો પણ સાચો બની જાય છે અને બુદ્દુના હાથમાં સાચો સિક્કો પણ ખોટો બની જાય છે.

કથામૃત એ એક શરાબ છે પણ તેને પીવા માટે કેટલાક નિયમો પાડવા પડે.


કથામૃત શરાબ પીવા માટે અધિકાર પ્રાપ્ત કરવો પડે.


કથામૃત શરાબ ક્યારે પીવાય

કથામૃત શરાબ સદગુરૂ પીવડાવે ત્યારે પીવાય.


કથામૃત ક્યાં પીવાય?

કોઈ સંત ફકીરની હાજરીમાં કથામૃત શરાબ પીવાય.


કથામૃત કેટલી પીવાય?

કથામૃત શરાબ ધીરે ધીરે થોડી થોડી માત્રામાં પીવાય.

તમે મને વર્ષમાં નવ દિવસ આપો, હું તમને નવજીવન આપીશ.

સરયુના તટ ઉપર રાજ્ય જનોની ચર્ચા છે, રાજકુમારોના ખેલની ચર્ચા છે.

ગંગા તટ ઉપર ગુહના વિષાદ યોગની ચર્ચા છે, યોગની ચર્ચા છે, કેવટના વિનોદની ચર્ચા છે.

મંદાકિનીના તટ ઉપર ભાતૃભાવની ચર્ચા છે, રઘુવીરના વિહારની ચર્ચા છે.

ચિત્રકૂટમાં

લંકામાં નદી નથી તેથી ત્યાં સરોવર કૂવાની ચર્ચા છે. લંકામાં રૂધીર વહે છે, સંહાર થાય છે.

ગોદાવરીના તટ ઉપર ભગિનીની ચર્ચા છે.

સુરપંખા સત્ય સામે અસત્ય બોલે છે જ્યાએ અસત્ય સામે સત્ય બોલે છે.

સાધકે દ્રષ્ટિ ભક્તિ તરફ રાખવી જેથી કોઈ આસક્તિમાં ફસાઈ ન જવાય. રામ જાનકી તરફ દ્રષ્ટિ રાખી સુર્પંખાને જવાબ આપે છે.

આસક્તિ ભક્તિ ઉપર હુમલો કરે છે, ભક્તિને ખત્મ કરવા પ્રયત્ન કરે છે જેથી તેને તેનું સ્થાન મળે. સુર્પંખા જાનકી ઉપર હુમલો કરે છે અને તેથી લક્ષ્મણ તેના કાન નાક કાપી લે છે.

ખર દુષણ એ રાગ દ્વૈષ છે, ખર દુષણને રામજી પરસ્પર રામ દર્શન કરાવી નિર્વાણ આપે છે. જ્યારે બધામાં એક બીજાને રામ દર્શન થાય ત્યારે જ રાગ દ્વૈષ મટે.




ગુરૂવાર,૧૦-૦૯-૨૦૧૫

શાસ્ત્ર દર્શન પ્રમાણે ગોદાવરી નદીનું પ્રાગટ્ય ગંગા નદીના પ્રાગટ્ય કરતાં અગાઉનું છે. ગોદાવરી નદી ગંગા નદી પહેલાં પ્રગટ થયેલ છે.

ગૌતમ ઋષિ ગોદાવરી નદીના પ્રાગટ્ય માટે નિમિત્ત છે જ્યારે ભગીરથ રાજા ગંગા નદીના પ્રાગટ્ય માટે નિમિત્ત છે.

કલિયુગમાં આંતર બાહ્ય સમસ્યાઓનું સમાધાન ગુરૂકૃપા અને હરિનામ છે.

કૃષ્ણ જગદગરૂ છે, રામ પણ જગદગુરૂ છે અને શિવ પણ જગદગુરૂ છે.

ગોદાવરી વૃદ્ધ ગંગા છે.

વામન પુરાણનો મંત્ર

कालिन्दिम्‌ पश्चिमे पूण्य गंगा च उत्तरवाहिनी विशेष दुर्लभः

ब्रह्मांड पुराणनो मंत्र

नासिकम्‌ च प्रयागम् नैमिषारण्य पुष्करम् तथा पंचमम् च गया क्षेत्रम् षटम क्षेत्र न विद्यते सर्व तीर्थम् शिरो भूताम् आ--- गोदावरि धिमहि धर्म योनः प्रचोदयात

ગોદાવરિ દક્ષિણ વાહિની છે.

જે અતિતનો શોક ન કરે અને ભવિષ્યની ચિંતા ન કરે તે નિત્ય સંન્યાસી છે. ............. આદિ શંકર

ભટકતી વૃત્તિ અવ્યભિચારીણી બની જ જાય, બેઈજ્જત થઈ જાય.

કોઈની કહેલી વાતો જે પ્રમાણ વિનાનિ હોય તેને સાચી માની લેવી તે ખર દુષણ વૃત્તિ છે.

ભયે પ્રગટ કૃપાલા એ સ્તુતિ બપોરની સ્તુતિ છે.

રૂદ્રાષ્ટક્મ્‌ એ સ્નાન સમયે કરવાની સ્તુતિ છે.

અત્રિ સ્તુતિ બપોરના સમયે કરવી જોઈએ તેમજ જેણે ભજન વધારવું છે તેમણે કરવી જોઈએ. આ સ્તુતિ ભજ ધાતુ આધારિત છે.

ભાગવત્કાર શુકદેવજી કહે છે કે ભજન કરનારે કપટ અને મત્સરથી મુક્ત રહેવું જોઈએ. અહીં કામથી મુક્ત રહેવાનો ઉલ્લેખ નથી, કામને સ્વીકાર કરેલ છે.

એકાન્ત સેવન ગુરૂ સ્મૃતિ સાથે કરવું જોઈએ. એકલાએ એકાન્ત સેવન ન કરવું.

મત્સર એટલે ખરાબ વૃત્તિ. બે વ્યક્તિ સાથે સાથે ચાલતી હોય અને તેમામ જો કોઈ એક વ્યક્તિ તેના પ્રયાસથી આગળ ચાલવા માંડે અને ત્યારે તે વ્યક્તિને પાછળ પાડવાની વૃત્તિ એ મત્સર છે.

(ભગવદ્ગોમંડલ શબ્દકોષ પ્રમાણે મત્સર એટલે દ્વેષ; ઈર્ષા; અદેખાઈ; બીજાના શુભનો દ્વેષ કરવો તે; બીજાની સંપત્તિ નહિ સહન કરવી તે. બીજાની સંપત્તિ તથા સંતતિને જોઈ પોતાના મનને સહન કરવું નહિ થવું, તે મત્સર વૃત્તિ કહેવાય છે. - શ્રીમદ્ભાગવત.)

ભજન કરનારે ધ્યાનમાં રાખવા જેવી બાબતો.


મત્સર મુક્ત થઈ ભજન કરવુ.


પ્રસન્ન ચિતથી ભજન કરવું.


ગુરૂની સ્મૃતિ સાથે ભજન કરવું.

જગતગુરૂ શાસ્વત છે.
પાયો પરમ વિશ્રામ એ બુદ્ધત્વ છે.

તુલસી યુદ્ધના વર્ણન દ્વારા બુદ્ધત્વ પેદા કરે છે.

સુખ પ્રત્યે આકર્ષણ એ રાગ છે અને દુઃખ પ્રત્યે અનગમો - તિરસ્કાર એ દ્વૈષ છે.

જ્યાં સુધી એક બીજામાં રામ દર્શન ન થાય ત્યાં સુધી રાગ દ્વૈષ ખતમ ન થાય.


શુક્રવાર, ૧૧-૦૯-૨૦૧૫

ગોદાવરિ બ્રહ્મ કન્યા છે, ગૌતમ કન્યા છે.

પ્રત્યેક વસ્તુની પાંચ દ્રષ્ટી કોણથી નિરૂપણ થવું જોઈએ.


ઐતિહાસિક દ્રષ્ટિ કોણ


વૈજ્ઞાનિક દ્રષ્ટિ કોણ

બધાથી જુનો પથ્થર ગોદાવરી નદીમાંથી મળ્યો છે એવું ભૂસ્તર શાસ્ત્રીઓનું મંતવ્ય છે. ગોદાવરી બહુમ જુની નદી છે.

તર્ક વિતર્ક લઈને ન જવું પણ કોઈક તત્વ લઈને જવું.


વ્યવહારિક દ્રષ્ટિ કોણથી નિરૂપણ કરવું.


ભાવનાત્મક દ્રષ્ટિ કોણથી નિરૂપણ કરવું.

હનુમાન ચાલિસા અષ્ટ સિદ્ધિ આપે કે ન આપે પણ અષ્ટ શુદ્ધિ જરૂર આપશે. તેમજ નવ નિધી એટલે કે નવધા ભક્તિ જરુર આપશે.

લાભ લેવાની આદત મટાડવાની જરૂર છે.

આ મનવ દેહ મળ્યો છે એ મોટામાં મોટો લાભ છે. અને ભારત દેશમાં માનવ દેહ મળ્યો એ અત્યંત લાભદાયી છે.

કથા સાંભળવાથી કોઈ ફળ ન મળે પણ કથા સાંભળવાથી રસ જરૂર મળે.

બધું જ આપને આવડી જાય એવિ અપેક્ષા રાખવી એ મૂઢતા છે.


તત્વ દ્રષ્ટિથી નિરૂપણ કરવું.

તત્વ એ અચળ છે, જે ક્યારેય બદલાતું નથી.

ભાવમાં ઉતાર ચઢાવ આવે.

જલ અને તરંગ એ એક જ છે એ તત્વ છે. તરંગ હોય કે ન હોય જલ હોય જ. તરંગ હોય કે ન હોય પણ તેનાથી જલમાં કોઈ ફરક ન પડે, ફેરફાર ન થાય.

કરોડો અચલતાનું નામ રામ છે.

પ્રેમના ૩ પ્રકાર છે.


વ્યવહારિક દ્રષ્ટિથી થતો પ્રેમ


ભાવાત્મક પ્રેમ


તત્વ પ્રેમ
तत्व प्रेम कर ममारू तोरा       |

जानत प्रिया एक मनु मोरा      ||

તત્વ તહ ગોદાવરીને જાણીએ તો તેના કિનારે શાંતિ મળે.

ભાર વિનાના ભગવાનની જરૂર છે.

શ્રાપ ન આપો પણ સાવધાન કરો.

તાત્વિક દ્રષ્ટિથી ગોદાવરી નદી શ્રાપ મુક્ત કરે, શાંતિ આપે.

જે ઋષિ મુનિ ગોદાવરી નદીના તટ ઉપર સાધના કરતા હતા તેઓ રામના આગમન પછી નિર્ભય થઈને સાધના કરવા લાગ્યા, ભય મુક્ત વિચરણ કરવા લાગ્યા.

ગોદાવરી નદીના તટ ઉપર મોક્ષની કામના છૂટી જાય, કામનાઓ સમાપ્ત થઈ જાય.

ગોદાવરી નદીના તટ ઉપર શાસ્ત્ર પણ છૂટી જાય. તત્વ જાણ્યા પછી શાસ્ત્રનિ કોઈ જરૂર રહેતી નથી.
અસલી ભક્તિ અગ્નિમાં અને નકલી ભક્તિ વિમાનમાં વિહાર કરે છે.

ગુરૂ શિષ્ય વચ્ચે પણ દ્વૈષ પેદા થઈ શકે છે.

तब मारीच ह्मदयँ (હ્મદયઁ) अनुमाना      |

नवहि बिरोंधे नहिं क्ल्याना       ||

सस्त्री मर्मी प्रभु सठ धनी        |

बैद बंदि कबि भानस गुनी       ||




રવિવાર, ૧૩-૦૯-૨૦૧૫

પ્રસિદ્ધ વેદ વટ વૃક્ષ કૈલાશમાં છે. જ્યામ ભગવાન શિવજી કથા કહે છે અને પાર્વતિ માતા સાંભળે છે.

પ્રયાગમાં અક્ષય વટની છાયામામ યાજ્ઞવલ્ક મહારજ કથા કહે છે.

શૃંગવેરપુરમાં પણ વટ છે જ્યાં ભગવાન રામ ઉદાસીન વ્રત ધારણ કરે છે અને આ વટના દૂધથી જટા બાંધે છે.

ચિત્રકૂટમાં પણ વટ છે અને કથા ચાલે છે.

ભૂષંડી પણ વટ વૃક્ષની છાયામાં કથા કહે છે.

ગોદાવરીના તટ ઉપર પાંચ વટ છે.

વટ વિશ્વાસનું પ્રતીક છે.

કથા વિશ્વાસની છાયામાં જ થવી જોઈએ.

શંસયની છાયામાં થયેલ કથા વ્યથા પેદા કરે.

ધ્રુવ વિશ્વાસ અચલતાનું પ્રતીક છે.

નાસિકમાં પાંચ વટના કારણે પંચવટી કહેવાય છે.

વટી શબ્દ ઔષધિ માટે પણ વપરાય છે.

ગ્રંથોમાં વ્યાસ વટી, ભૂષંડી વટી, ત્રિભુવન વટી, પ્રિભુ વટી વગેરેનો ઉલ્લેખ છે.

પ્રિભુ વટી ભાગવતના પ્રિથુના આખ્યાન આધારીત છે. આ વટીથી હરિના ચરણમાં પ્રીતિ વધે.

પંચવટીમાં પાંચે ય વટી સમાવિશ્ઠ છે. અહીં ત્રિભુવનનો અહેસાસ થાય, લોભનો કફ ગોદાવરીના તટે બેસવાથી દૂર થાય.

અપાર મોહ, ઈચ્છા એ કોપ છે જે આ ગોદાવરીના પંચવટીમાં ઓછા થવાનો અહેસાસ થાય.

વ્યાસ વટી દ્વારા ગ્રંથીઓમાંથી મુક્ત થઈ માણસ ઉદાર થાય.

ગંગા જીસ્મ પવિત્ર કરી શકે પણ વિચાર પવિત્ર ન કરી શકે.

ગોદાવરીના બધા અક્ષરોના વિષેશ અર્થ છે.

ગો

ગો એટલે ઈન્દ્રીય

દા

દા એટલે દાતારી, ઉદારતા

અહીં સાધકે પોતાની ઈન્દ્રીયો ઉપર દાતારી કરવાની છે. ઈન્દ્રીયો સાથે દગો ન કરવો, ઈન્દ્રીયોને દબાવવી નહીં. ઈન્દ્રીયોને દબાવવી એ કથોરતા છે. ઈન્દ્રીયોને કષ્ટ ન આપવું પણ ઈન્દ્રીયોને દીક્ષિત કરવી.
જે ધર્મ કે સંપ્રદાય ડરપોક બનાવે તેવા ધર્મ કે સંપ્રદાયના અનુયાયી કેવિ રીતે અભય બની શકે?, વીર બની શકે?, સાહસી બની શકે?

સાધના પવિત્ર હોવી જોઈએ અને તેવી સાધના જોવાથી જોનારને તે સાધના બીભત્સ ન લાગવી જોઈએ.



વ નો અર્થ વર્ણ ભેદ, વર્ગ ભેદ થાય છે. ગોદાવરી વર્ણ ભેદ કે વર્ગ ભેદ પેદા ન કરે. ગોદાવરી વર્ણ ભેદ, વર્ગ ભેદથી મુક્ત છે.

રી

રી નો અર્થ બીજાને પ્રસન્ન કરવા એવો થાય છે. જ્યારે આપણામાંથી પાપ દૂર થાય એટલે પ્રસન્નતા આવે. ગોદાવરી આપણને પાપ મુક્ત કરી પ્રસન્ન બનાવે છે.

મારિચને વિશ્વામિત્ર ઋષિના યજ્ઞની રક્ષા દરમ્યાન રામજીનું ફણા વગરનું બાણ વાગેલ હોવાથી તેનો અવાજ રામ જેવો થવા લાગ્યો હતો.

સંત અપહરણ ન કરે પણ સમર્પણ કરે.

ફક્ત સાધુનો વેશ ધારણ કરવાથી શાંતિ - સીતા પ્રાપ્ત ન થાય.







No comments:

Post a Comment