Translate

Search This Blog

Sunday, September 20, 2015

શ્રીકૃષ્ણ જેવા ન્યાયકર્તા વિશ્વમાં કોઇ નથી

શ્રીકૃષ્ણ જેવા ન્યાયકર્તા વિશ્વમાં કોઇ નથી




  • રુક્મિણી, દ્યુત અને શરાબ રાજવંશીનું લક્ષણ ન હોવું જોઇએ. આપણે એને સંસ્કાર બનાવી દીધા છે કે રાજા પી શકે છે. રાજા દ્યુત રમી શકે છે.



  • યોગેશ્વર કૃષ્ણ AS IT IS મારી દૃષ્ટિએ એ મૂળ પુરુષ છે. બાકી તો વ્યાસનું બધું એઠું છે એ શુકકૃપા છે. 



  • હા એકવાત એ પણ માનું કે અમુક ભૂલવું પણ જરૂરી છે. જીવનમાં એક અવસ્થામાં વિસ્મૃતિ પણ વરદાન બને છે. સ્મૃતિ તો વરદાન જ છે. આપણે ઘણીવાર જોઇએ છીએ કે બહુ યાદ કરીને બોલનારા જ ગોટાળા કરે છે. એ બધા વક્તાઓના અનુભવ હોય છે. જીવનમાં એક અવસ્થા એવી હોવી જોઇએ કે બધું જ ભૂલી જવાય કેવળ હરિ સિવાય કોઇ યાદ ન રહે. તો એક અવસ્થામાં વિસ્મૃતિ પણ વરદાન છે. ત્યારબાદ કેવળ હરિનામ યાદ રહે. જ્યારે ત્રિગુણાતીત અવસ્થા હોય છે ત્યારે ખબર નહીં કોણ કોનું નામ લે. કોણ કોને યાદ કરે.


કબીરા મન નિર્મલ ભયો જૈસો ગંગાનીર
પીછે પીછે હરિ ફિરે કહત કબીર, કબીર

ભરત સરિસ કો રામ સનેહી|
જગુ જપ રામ રામુ જપ જેહિ||


  • આખી દુનિયા રામને ભજતી હતી અને રામ એક અવસ્થામાં ભરતનું સ્મરણ કરતા હતા. આપણી સ્મૃતિ ખતમ થઇ જાય છે અને એનું ભજન કરવા હરિ આવીને બેસી જાય છે.

નષ્ટોમોહ: સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત|
સ્થિતોઙસ્મિ ગત સન્દેહ: કરિષ્યે વચનં તવ||



  • રુક્મિણી કહે છે કે પ્રભુ સાત દિવસ થઇ ગયા છે. પ્રદ્યુમ્ન પ્રણામ કરવા આવ્યો નથી. સામ્બ પ્રણામ કરવા આવ્યો નથી. સારણ પ્રણામ કરવા આવ્યો નથી. આપણાં સંતાનો, આ યુવાન છોકરાઓ આપણા ચરણસ્પર્શ કરે નહીં. પરંતુ પરંપરા ચુકાઇ રહી છે. મેં જોયું છે. આપ યોગેશ્વર છો. અમારી આંખોમાં આપ પૂર્ણ છો છતાં પણ બુઝુર્ગોની સામે અમે આપને નતમસ્તક જોયા છે અને આ યુવા ઓલાદ?



  • અત્યંત ભૂખ્યો માણસ છપ્પન ભોગ પાસે બેસે છે તો એની ભૂખ તો મીટે છે પરંતુ એ છપ્પન ભોગનો અતિરેક અપચો પણ પેદા કરે છે. છપ્પન કોટિ યાદવોને અપચો પેદા થયો છે. મારી સમજમાં આવતું નથી કે સાક્ષાત્ પરમાત્મા સાથે જેમનો નાળ સંબંધ છે, જિન્સનો સંબંધ છે, લોહીનો સંબંધ છે એ લોકો કૃષ્ણલાભ કેમ ન લઇ શક્યા? મારે આપને એટલું જ કહેવું છે કે મહાન બુદ્ધપુરુષની પાસે રહેવું જ પર્યાપ્ત નથી એમનું સામીપ્ય વરવું જોઇએ. એનાથી સમાજમાં પ્રતિષ્ઠા વધશે કે તમે બુદ્ધપુરુષો પાસે રહો છો પરંતુ મારે અને તમારે વારંવાર આપણી તબિયતનું ધ્યાન રાખવું જોઇએ. આપ સર્વને ફરી કહી રહ્યો છું કે હું તમારી સાથે છું. સમજમાં નથી આવતું કે કૃષ્ણનાં સંતાનો ચરણસ્પર્શ કરવાનું ભૂલી ગયાં. રુક્મિણી ખરાબ ન માનશો એ કે ભૂલી ગયાં એની ચર્ચા આજે દ્વારિકાની સભામાં થઇ છે. કૃષ્ણનું એક વાક્ય મહાભારતમાં અદભુત છે.



  • રુક્મિણી, દ્યુત અને શરાબ રાજવંશીનું લક્ષણ ન હોવું જોઇએ. આપણે એને સંસ્કાર બનાવી દીધા છે કે રાજા પી શકે છે. રાજા દ્યુત રમી શકે છે. મારી સામે મારા કાળમાં એવી ઘટના ઘટી કે પાંડવો દ્યુત રમ્યા. પરિણામ ખરાબ આવ્યું. આજના જમાનાએ પણ આ બધું છોડવું જોઇએ. જો છૂટશે નહીં અને પરિણામ આવશે ત્યારે ઘણું મોડું થઇ ગયું હશે. કૃષ્ણ પૂર્ણ છે. કેટલી બધી પૂર્ણતાની છાયામાં રહ્યા પછી પણ પરિવાર બેફામ થયો. રુક્મિણી આપ કહો છો કે સંતાનો પ્રણામ કરવા આવતાં નથી પણ એને શું એ ખબર છે? આજે દ્વારિકામાં એની જ ગંભીર ચર્ચા થઇ છે.




  • કોઇપણ ભેખ હોય જાણો કે ન જાણો પણ વગર વિચાર્યે કોઇપણ માણસની નિંદા ન કરવી. કૃષ્ણ જેવા ન્યાયકર્તા વિશ્વમાં કોઇ નથી. પૃથ્વીનો મહાભાર કેવળ કૌરવોના નાશથી જ ઊતરવાનો નથી. યાદવોનો નાશ થયા બાદ ઊતરશે. એમના મર્યા તો હવે મારા પણ મરવા જોઇએ એવો કર્તુમ્ અકર્તુમ્ સમર્થનો સંકલ્પ હતો અને મારા સુધીની આહુતિ આપવામાં આવશે. આ પૃથ્વીનો મહામહિભાર ઉતારવો છે એમાં કૃષ્ણ જે મહાભાર બન્યા હતા એ બધાને મહાકાળની લપેટમાં લીધા છે અને એમાં પોતાના પારકાનો ભેદ રાખ્યો નથી અેટલા માટે કૃષ્ણ જેવો કોઇ ન્યાયકર્તા નથી.


(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

Read full article at Sunday Bhaskar.



No comments:

Post a Comment