Translate

Search This Blog

Friday, August 14, 2015

Indian Independence Day, 15 August and Marashi Aurobindo

Courtesy : dgreetings.com

India gears up to celebrate its 69th year of independence on Saturday, it's time to remember those who fought tirelessly for the freedom of the country and those who shaped its destiny in the subsequent years with their vision and wisdom. It is time to remember Maharshi Aurobindo whose birth day is significantly 15th August. Shree Aurobindo was born in Calcutta on 15 August 1872. 

  • Truth & knowledge are useless and temporary gleam if truth & knowledge has no power to change world  ------Aurobindo.

  • Here are some collection of articles related to Maharshi Aurobindo and our Independence Day.

The article displayed below is with the courtesy of Divya Bhaskar, wherein an article is by Shree Kanti Bhatt published on August 09, 2015.

  • ભારતે આધ્યાત્મિક શક્તિ અવશ્ય બનવું જ પડશે

Kanti Bhatt, Aug 09, 2015

Truth & knowledge are useless and temporary gleam if truth & knowledge has no power to change world.
- ARVIND

આજે મહામહર્ષિ અરવિંદને યાદ કરવાના છે. 131 વર્ષ પહેલાં 15 ઓગસ્ટે જન્મેલા મહર્ષિ અરવિંદ ઘોષને ભૂલી નહીં જઈએ એટલે આજે 2014માં આખરી દિવસોમાં આપણે ભેગા મળી તેને યાદ કરીએ. વડોદરાની આર્ટ્સ કોલેજમાં ફ્રેંચ અને અંગ્રેજી ભાષા ભણાવતા મહર્ષિ અરવિંદ ઘોષની પ્રોફેસરી નીચે કનૈયાલાલ માણેકલાલ મુનશી અને વલ્લવવિદ્યાનગરને વિદ્યાનગરી બનાવનારા ભાઈકાકા વિદ્યાર્થી તરીકે ભણેલા. મહારાજા સયાજીરાવને લાખ લાખ સલામ કે એ રાજવીએ અરવિંદ ઘોષનું નૂર-હીર પારખીને તેમણે માગેલા. એકસો વર્ષ પહેલાંનો માગેલો પગાર પણ હજાર કે લાખનો નહીં પણ મહિને રૂ. 200 અરવિંદ ઘોષે માગેલા તે તુરંત સયાજીરાવે કબૂલ કરેલા. તેમનું આખું નામ હતું અરવિંદ કૃષ્ણધન ઘોષ હતું. અરવિંદ ઘોષનો જન્મ એક ધનિક પિતાને ત્યાં થયેલો.

આ મહર્ષિ વિશે એટલીસ્ટ દરેક ગુજરાતી બાળકે જાણવું જ જોઈએ. અરે આજના મોડર્ન અંગ્રેજી માધ્યમ ભણેલાં યુવાન માતા-પિતાએ પણ અરવિંદજીને જાણવા જોઈએ એટલા માટે કે તેમનું જીવન અને કથન 21મી જ નહીં 22મી સદીમાં પણ રિલેવન્ટ (સમસામયિક) રહેશે. તેઓ ગઈકાલે જ દેશ દુનિયાનું રાજકારણ જોઈ દ્રવિત થયેલા આત્મા બોલી રહ્યા છે તેમ આપણને લાગે. મહર્ષિ અરવિંદનું એક સૂત્ર કદાચ તમે સંવેદનશીલ હો તો સ્પર્શી જશે તેમણે કહેલું: Truth and knowledge are useless and temporary gleam if truth and knowledge has no power to change the world. સાચુંને? સત્ય અને જ્ઞાન જો દેશની ગરીબી દૂર ન કરી શકે અગર તો દેશ અને દુનિયાને જો તમારું સત્ય કે જ્ઞાન બદલી ન શકે તે જ્ઞાન બાન ફોગટ છે. સત્ય માત્ર બકવાસ છે!

મહર્ષિ અરવિંદ ઘોષ એક ચોટદાર સુવર્ણ વાક્ય લખેલું. ધેર કેન બી નો પેરેડાઈઝ સો લોંગ એઝ એ સિંગલ મેન ઈઝ ઈન હેલ. જે પુણ્યભૂમિ ભારતમાં એકાદ માણસ પણ કંગાલિયતમાં કે નરક જેવી હાલતમાં જીવતો હોય ત્યાં સ્વર્ગની વાતો કરવી ફોગટ છે. અરવિંદ ઘોષના એક ફ્રેંચ શિષ્યનું નામ સતપ્રેમ હતું. એમણે અરવિંદની સ્પિરિચ્યુઅલ બાયોગ્રાફી લખી છે. અને પછી જ્યોતિ થાનકીએ ગુજરાતીમાં વાર્તા જેવું મહર્ષિ અરવિંદનું જીવન લખ્યું છે. નવી પેઢીના લોકોએ જાણવું જોઈએ કે બંગાળની પવિત્ર ભૂમિ જ્યાં ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણ દર્શન માટે બંગાળમાં આંસુ પાડતા ર્ફ્યા છે. ચંડીદાસે માતા કાલીની ભક્તિ આપણને શીખવી છે. શ્રીરામકૃષ્ણ પરમહંસનાં વચનો દોઢસો વર્ષ પછી આંદોલિત થયા ત્યારે વિવેકાનંદે હિન્દુ ધર્મની બુલંદી જગતને શીખવી છે એ પણ બંગાળનું માનવધન હતું. આ ધરતીએ જ આપણને મહર્ષિ અરવિંદ ઘોષ આપ્યા છે.

જ્યારે જ્યારે 15 ઓગસ્ટ આવે છે ત્યારે જેના પ્રાણ પાકિસ્તાન વગરના અખંડ હિન્દુસ્તાન માટે પોકાર કરે છે તે શ્રી અરવિંદ કોલકત્તાના અતિધનિક-વેસ્ટર્નાઈઝ્ડ ડોક્ટર કૃષ્ણધનના ત્રીજા પુત્ર પેદા થયા હતા. પિતા કૃષ્ણધન મિત્રોની મદદથી જ ડોક્ટરી ડિગ્રી લઈને ઈંગ્લેંડ ગયા અને ત્યાં જઈને પૂર્ણ રીતે યુરોપિયન બની ગયા હતા. અને એમણે આપણા અરવિંદને પણ અંગ્રેજ જેવો જ બનાવવાે હતાે. અરવિંદનાં માતા અંગ્રેજી ગાઉન પહેરતાં અને ઘોડેસ્વારી કરતાં! આમ પૂરેપૂરા અંગ્રેજોના રંગથી રંગાયેલાં એવાં માતા-પિતાના પુત્ર અરવિંદ એકાએક સાધુ બનીને આશ્રમ સ્થાપશે તેવી કલ્પના પણ કરી નહોતી. સિવિલ સર્જન તરીકે શ્રી અરવિંદના પિતાએ બંગાળનાં ગામડાંઓમાં લોકપ્રિયતા મેળવેલી. બાંગ્લાદેશમાં પુલના શહેરમાં એક સ્કૂલનું નામ શ્રી અરવિંદ ઘોષના પિતાના નામ ઉપરથી ડોક્ટર કૃષ્ણધન સ્કૂલરખાયેલું જોશો.

અરવિંદના પિતા નાણાભીડમાં આવતાં મહર્ષિ અરવિંદજી માત્ર સવારે ચા-બ્રેડ ખાઈ ચલાવતા. મહર્ષિ અરવિંદે ભારતમાં અને ભારત બહાર અંગ્રેજોના જોરજુલમો જોયેલા. 1857ના બળવામાં આપણા લોકોને બાળી નાખ્યાનું વાંચેલું. તેમને આવા સિતમગરના આઈસીએસ ઓફિસર બનવું નહોતું. એ સમયે અરવિંદને લંડનમાં એક અંગ્રેજ મિત્ર મળ્યો. તે જેમ્સ કોટને શ્રી અરવિંદે પૂછ્યું મારે શું કરવું? મારે અંગ્રેજોના નોકર બનવું નથી. તે સમયે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ લંડનમાં હતા. સયાજીરાવ ગાયકવાડ પોતે સારા કેળવણીકાર હતા. સયાજીરાવ ત્યારે એક સારું અંગ્રેજી જાણનારા ભારતીય સ્પિરિટવાળા સેક્રેટરીની શોધમાં હતા. અને તેને શ્રી અરવિંદના નામની ભલામણ થઈ. હવે કલ્પના કરો ભારતના એક આદર્શ રાજ્યનો રાજવી સયાજીરાવ અને બીજી બાજુ ખુરશીમાં એક મહાન આધ્યાત્મિક સંત અરવિંદ ઈન્ટરવ્યૂ આપવા બેઠા હતા. લંડનમાં આપેલા ઈન્ટરવ્યૂમાં અરવિંદ પાસ થયા અને અમને વડોદરામાં અરવિંદ પ્રોફેસર તરીકે મળેલા તેનો લાભ અમારા મિત્રોના વડવાએ લીધો.

થોડો સમય પ્રોફેસરી કરી. સયાજીરાવનું સેક્રેટરી પદ સંભાળ્યું. પણ અરવિંદને બહુ મજા પડી નહીં. તેણે અંગ્રેજોની બદતમીજી જોઈ. અંગ્રેજો કદી જ ગાંધીજીની અહિંસાથી અખંડ હિન્દુસ્તાન આપશે નહીં. દેશના ભાગલા કરીને જ તૂટેલો દેશ આપશે એટલે હતાશ થઈને તે પોંડિચોરી ચાલ્યા ગયા. તે સ્વતંત્ર પ્રદેશ હતો. આઝાદી વખતે શ્રી અરવિંદની ઉંમર 75 વર્ષની હતી. વડોદરા નજીક ચાંદોદમાં નર્મદા કિનારે ત્યારે બ્રહ્માનંદ સ્વામી સાધના કરતા હતા. તેની ઉંમર 200 વર્ષની હતી! તેમના આશીર્વાદ મેળવીને અરવિંદ છેવટે યોગનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું. પોંડિચેરીમાં આજે જે આશ્રમ છે તે સ્થાપ્યો. આજે મને અરવિંદનો પોંડિચેરીથી કરેલો લલકાર યાદ આવે છે.
ભારતના લોકોએ આખરે પોતાની આંતરિક શક્તિ જગાવવી પડશે. શસ્ત્રો વાપરવાની શક્તિ તો ખરી જ પણ સાથે નૈતિક શક્તિ અને આધ્યાત્મિક શક્તિ જગાડશું તો જગતમાં 21મી અને 22મી સદીમાં ભારતનો ડંકો જગતમાં વાગશે. માત્ર ભૌતિકતાથી નહીં.
- ARVIND

 જે મહામહર્ષિ અરવિંદને યાદ કરવાના છે. 131 વર્ષ પહેલાં 15 ઓગસ્ટે જન્મેલા મહર્ષિ અરવિંદ ઘોષને ભૂલી નહીં જઈએ એટલે આજે 2014માં આખરી દિવસોમાં આપણે ભેગા મળી તેને યાદ કરીએ. વડોદરાની આર્ટ્સ કોલેજમાં ફ્રેંચ અને અંગ્રેજી ભાષા ભણાવતા મહર્ષિ અરવિંદ ઘોષની પ્રોફેસરી નીચે કનૈયાલાલ માણેકલાલ મુનશી અને વલ્લવવિદ્યાનગરને વિદ્યાનગરી બનાવનારા ભાઈકાકા વિદ્યાર્થી તરીકે ભણેલા. મહારાજા સયાજીરાવને લાખ લાખ સલામ કે એ રાજવીએ અરવિંદ ઘોષનું નૂર-હીર પારખીને તેમણે માગેલા. એકસો વર્ષ પહેલાંનો માગેલો પગાર પણ હજાર કે લાખનો નહીં પણ મહિને રૂ. 200 અરવિંદ ઘોષે માગેલા તે તુરંત સયાજીરાવે કબૂલ કરેલા. તેમનું આખું નામ હતું અરવિંદ કૃષ્ણધન ઘોષ હતું. અરવિંદ ઘોષનો જન્મ એક ધનિક પિતાને ત્યાં થયેલો.

આ મહર્ષિ વિશે એટલીસ્ટ દરેક ગુજરાતી બાળકે જાણવું જ જોઈએ. અરે આજના મોડર્ન અંગ્રેજી માધ્યમ ભણેલાં યુવાન માતા-પિતાએ પણ અરવિંદજીને જાણવા જોઈએ એટલા માટે કે તેમનું જીવન અને કથન 21મી જ નહીં 22મી સદીમાં પણ રિલેવન્ટ (સમસામયિક) રહેશે. તેઓ ગઈકાલે જ દેશ દુનિયાનું રાજકારણ જોઈ દ્રવિત થયેલા આત્મા બોલી રહ્યા છે તેમ આપણને લાગે. મહર્ષિ અરવિંદનું એક સૂત્ર કદાચ તમે સંવેદનશીલ હો તો સ્પર્શી જશે તેમણે કહેલું: Truth and knowledge are useless and temporary gleam if truth and knowledge has no power to change the world. સાચુંને? સત્ય અને જ્ઞાન જો દેશની ગરીબી દૂર ન કરી શકે અગર તો દેશ અને દુનિયાને જો તમારું સત્ય કે જ્ઞાન બદલી ન શકે તે જ્ઞાન બાન ફોગટ છે. સત્ય માત્ર બકવાસ છે!

મહર્ષિ અરવિંદ ઘોષ એક ચોટદાર સુવર્ણ વાક્ય લખેલું. ધેર કેન બી નો પેરેડાઈઝ સો લોંગ એઝ એ સિંગલ મેન ઈઝ ઈન હેલ. જે પુણ્યભૂમિ ભારતમાં એકાદ માણસ પણ કંગાલિયતમાં કે નરક જેવી હાલતમાં જીવતો હોય ત્યાં સ્વર્ગની વાતો કરવી ફોગટ છે. અરવિંદ ઘોષના એક ફ્રેંચ શિષ્યનું નામ સતપ્રેમ હતું. એમણે અરવિંદની સ્પિરિચ્યુઅલ બાયોગ્રાફી લખી છે. અને પછી જ્યોતિ થાનકીએ ગુજરાતીમાં વાર્તા જેવું મહર્ષિ અરવિંદનું જીવન લખ્યું છે. નવી પેઢીના લોકોએ જાણવું જોઈએ કે બંગાળની પવિત્ર ભૂમિ જ્યાં ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણ દર્શન માટે બંગાળમાં આંસુ પાડતા ર્ફ્યા છે. ચંડીદાસે માતા કાલીની ભક્તિ આપણને શીખવી છે. શ્રીરામકૃષ્ણ પરમહંસનાં વચનો દોઢસો વર્ષ પછી આંદોલિત થયા ત્યારે વિવેકાનંદે હિન્દુ ધર્મની બુલંદી જગતને શીખવી છે એ પણ બંગાળનું માનવધન હતું. આ ધરતીએ જ આપણને મહર્ષિ અરવિંદ ઘોષ આપ્યા છે.

જ્યારે જ્યારે 15 ઓગસ્ટ આવે છે ત્યારે જેના પ્રાણ પાકિસ્તાન વગરના અખંડ હિન્દુસ્તાન માટે પોકાર કરે છે તે શ્રી અરવિંદ કોલકત્તાના અતિધનિક-વેસ્ટર્નાઈઝ્ડ ડોક્ટર કૃષ્ણધનના ત્રીજા પુત્ર પેદા થયા હતા. પિતા કૃષ્ણધન મિત્રોની મદદથી જ ડોક્ટરી ડિગ્રી લઈને ઈંગ્લેંડ ગયા અને ત્યાં જઈને પૂર્ણ રીતે યુરોપિયન બની ગયા હતા. અને એમણે આપણા અરવિંદને પણ અંગ્રેજ જેવો જ બનાવવાે હતાે. અરવિંદનાં માતા અંગ્રેજી ગાઉન પહેરતાં અને ઘોડેસ્વારી કરતાં! આમ પૂરેપૂરા અંગ્રેજોના રંગથી રંગાયેલાં એવાં માતા-પિતાના પુત્ર અરવિંદ એકાએક સાધુ બનીને આશ્રમ સ્થાપશે તેવી કલ્પના પણ કરી નહોતી. સિવિલ સર્જન તરીકે શ્રી અરવિંદના પિતાએ બંગાળનાં ગામડાંઓમાં લોકપ્રિયતા મેળવેલી. બાંગ્લાદેશમાં પુલના શહેરમાં એક સ્કૂલનું નામ શ્રી અરવિંદ ઘોષના પિતાના નામ ઉપરથી ડોક્ટર કૃષ્ણધન સ્કૂલરખાયેલું જોશો.

અરવિંદના પિતા નાણાભીડમાં આવતાં મહર્ષિ અરવિંદજી માત્ર સવારે ચા-બ્રેડ ખાઈ ચલાવતા. મહર્ષિ અરવિંદે ભારતમાં અને ભારત બહાર અંગ્રેજોના જોરજુલમો જોયેલા. 1857ના બળવામાં આપણા લોકોને બાળી નાખ્યાનું વાંચેલું. તેમને આવા સિતમગરના આઈસીએસ ઓફિસર બનવું નહોતું. એ સમયે અરવિંદને લંડનમાં એક અંગ્રેજ મિત્ર મળ્યો. તે જેમ્સ કોટને શ્રી અરવિંદે પૂછ્યું મારે શું કરવું? મારે અંગ્રેજોના નોકર બનવું નથી. તે સમયે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ લંડનમાં હતા. સયાજીરાવ ગાયકવાડ પોતે સારા કેળવણીકાર હતા.

સયાજીરાવ ત્યારે એક સારું અંગ્રેજી જાણનારા ભારતીય સ્પિરિટવાળા સેક્રેટરીની શોધમાં હતા. અને તેને શ્રી અરવિંદના નામની ભલામણ થઈ. હવે કલ્પના કરો ભારતના એક આદર્શ રાજ્યનો રાજવી સયાજીરાવ અને બીજી બાજુ ખુરશીમાં એક મહાન આધ્યાત્મિક સંત અરવિંદ ઈન્ટરવ્યૂ આપવા બેઠા હતા. લંડનમાં આપેલા ઈન્ટરવ્યૂમાં અરવિંદ પાસ થયા અને અમને વડોદરામાં અરવિંદ પ્રોફેસર તરીકે મળેલા તેનો લાભ અમારા મિત્રોના વડવાએ લીધો.

થોડો સમય પ્રોફેસરી કરી. સયાજીરાવનું સેક્રેટરી પદ સંભાળ્યું. પણ અરવિંદને બહુ મજા પડી નહીં. તેણે અંગ્રેજોની બદતમીજી જોઈ. અંગ્રેજો કદી જ ગાંધીજીની અહિંસાથી અખંડ હિન્દુસ્તાન આપશે નહીં. દેશના ભાગલા કરીને જ તૂટેલો દેશ આપશે એટલે હતાશ થઈને તે પોંડિચોરી ચાલ્યા ગયા. તે સ્વતંત્ર પ્રદેશ હતો. આઝાદી વખતે શ્રી અરવિંદની ઉંમર 75 વર્ષની હતી. વડોદરા નજીક ચાંદોદમાં નર્મદા કિનારે ત્યારે બ્રહ્માનંદ સ્વામી સાધના કરતા હતા. તેની ઉંમર 200 વર્ષની હતી! તેમના આશીર્વાદ મેળવીને અરવિંદ છેવટે યોગનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું. પોંડિચેરીમાં આજે જે આશ્રમ છે તે સ્થાપ્યો. આજે મને અરવિંદનો પોંડિચેરીથી કરેલો લલકાર યાદ આવે છે. ભારતના લોકોએ આખરે પોતાની આંતરિક શક્તિ જગાવવી પડશે. શસ્ત્રો વાપરવાની શક્તિ તો ખરી જ પણ સાથે નૈતિક શક્તિ અને આધ્યાત્મિક શક્તિ જગાડશું તો જગતમાં 21મી અને 22મી સદીમાં ભારતનો ડંકો જગતમાં વાગશે. માત્ર ભૌતિકતાથી નહીં.

કાંતિ ભટ્ટ

___________________________________________________________________________

No comments:

Post a Comment