The story is displayed here with the courtesy of Divya Bhaskar.
- સ્વામીજીની સ્પષ્ટ માન્યતા હતી કે વિજ્ઞાન અને ઉદ્યોગની પ્રગતિ વગર ભારતની પુનર્જાગૃતિ શક્ય નથી.
- ભારતના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ જમશેદજી ટાટાને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો ભારતે એક શક્તિશાળી રાષ્ટ્રના વિશ્વના નકશા ઉપર સ્થાન મેળવ્યું હોય તો તેણે જાપાનની જેમ અનુશાસનપ્રિય અને વિજ્ઞાનપ્રિય પણ બનવું પડશે.
- જમશેદજીએ 23 નવેમ્બર, 1898એ એક પત્ર સ્વામી વિવેકાનંદને લખ્યો હતો.
- એ આ પત્રથી સ્પષ્ટ દેખાઇ આવે છે.
પ્રિય સ્વામી વિવેકાનંદ,
આશા છે, આપને જાપાનથી શિકાગો સુધીનો તમારો આ સહયાત્રી યાદ હશે જ.
આપે વ્યક્ત કરેલા વિચારો હજુ મારા મગજમાં પડઘાઇ રહ્યા છે. આપે કહેલું કે ભારતવર્ષમાં ત્યાગ, તપસ્યાની જે લાગણી ફરી જાગ્રત થઇ રહી છે, તેને રચનાત્મક કાર્યો દ્વારા વધારે સક્રિય બનાવવાનો આપણો હેતુ છે. મારી ધારણા પ્રમાણે જો એવાં આશ્રમો અથવા આવાસગૃહોની સ્થાપના કરવામાં આવે કે જ્યાં ત્યાગનું વ્રત ધારણ કરનારા લોકો સારું જીવન વ્યતીત કરે, તો ત્યાગભાવનાની આનાથી વધારે ઉપયોગિતા બીજી કઇ હોઇ શકે? મારો વિચાર છે કે આ ધર્મયુદ્ધની જવાબદારી જો કોઇ યોગ્ય નેતા ઉપાડી લે, તો તેમાં ધર્મ અને વિજ્ઞાન, બંનેની ઉન્નતિ થશે અને આપણા દેશની ખ્યાતિ પણ ફેલાશે. એ અભિયાનને વિવેકાનંદ સિવાય બીજું કોણ નેતૃત્વ આપી શકે? આ દિશામાં જનજાગરણ ઉત્પન્ન કરવા માટે સૌ પ્રથમ આપ પોતાની ઓજસ્વી વાણીમાં એક પુસ્તક લખો, તેના પ્રકાશનના ખર્ચનો તમામ ભાર હું સહર્ષ ઉપાડી લઇશ. સસન્માન, આપનો જમશેદ એન. ટાટા.
Read full story at Divya Bhaskar.
No comments:
Post a Comment