Translate

Search This Blog

Thursday, January 14, 2016

કરુણા એક દેશીય નહીં, વ્યાપક હોવી જોઈએ

કરુણા એક દેશીય નહીં, વ્યાપક હોવી જોઈએ



  • કરુણા વ્યાપક નથી રહેતી, જ્યારે માણસ ભૂખ્યો થાય છે. સત્તાનો ભૂખ્યો, પદનો ભૂખ્યો, પ્રતિષ્ઠાનો ભૂખ્યો, પદાર્થોનો ભૂખ્યો માણસ કરુણા ગુમાવે છે



  • તુલસીદાસજી ‘હરિ’ શબ્દની વ્યાખ્યા કરે ત્યારે ‘વ્યાપક’ શબ્દને જોડે છે-


હરિ વ્યાપક સર્વત્ર સમાના,
પ્રેમ તેં પ્રગટ હોઇહિં મૈં જાના.


  • ‘રામચરિતમાનસ’ના કૈલાસી વક્તા મહાદેવનું આ વક્તવ્ય છે ‘માનસ’માં હરિ એટલે વ્યાપક. કરુણા વ્યાપક હોવી જોઇએ. કરુણા એક દેશીય ન હોય. પ્રેમ પણ વ્યાપક હોવો જોઇએ, 


સબ નર કરહિ પરસ્પર પ્રીતિ.



  • કરુણા વ્યાપક નથી રહેતી, જ્યારે માણસ ભૂખ્યો થાય છે. સત્તાનો ભૂખ્યો, પદનો ભૂખ્યો, પ્રતિષ્ઠાનો ભૂખ્યો, પદાર્થોનો ભૂખ્યો માણસ કરુણા ગુમાવે છે. 
  • પરંતુ બાળકે ચોકલેટના ત્રણ ટુકડા કર્યા. એક ટુકડો અમેરિકન સૈનિકને આપ્યો, એક બીજા સૈનિકને આપ્યો અને પછી ત્રીજો વધ્યો અે પેલા બેયે લીધા પછી પોતે લીધો! આનું નામ છે કરુણા. આને તુલસી ‘હરિ’ કહે છે. હરિકથા એટલે કરુણાની કથા.


  •  જો આપણો સમાજ વિધવાને ‘ગંગાસ્વરૂપ’ કહેતો હોય તો પછી એના હાથે શું કામ શુભ કાર્યો ન થાય? વ્હાય? 


  • સત્ય જ્યાં હોય ત્યાંથી લઇ લો. 
  • ઘણા લોકો સત્ય બોલે છે, પણ બીજાનું સત્ય સ્વીકારી નથી શકતા! 
  • ભક્તો માટે બે વસ્તુ બહુ જ મહત્ત્વની છે, એક રાત ન હોય તો ભક્ત માટે બહુ દુ:ખ છે, અને બીજું, આંખમાં આંસુ ન હોય તો ભક્તો માટે પીડા છે. કરુણા જતી રહેશે તો થશે શું? 


ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે,
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.
છું મુક્તિનો ચાહક મને બંધન નથી ગમતાં,
કમળ બિડાય તે પહેલાં ભ્રમરને ઉડ્ડયન દેજે.

 (સંકલન : નીતિન વડગામા)
મોરારિબાપુ



Read full article at Sunday Bhaskar.




No comments:

Post a Comment