Translate

Search This Blog

Saturday, January 30, 2016

માનસ રાજઘાટ

રામ કથા

માનસ રાજઘાટ

રાજઘાટ 

દિલ્હી

શનિવાર, ૩૦-૦૧-૨૦૧૬ થી રવિવાર, ૦૭-૦૨-૨૦૧૬

મુખ્ય પંક્તિ

पनिघट परम मनोहर नाना। 

तहाँ न पुरुष करहिं अस्नाना।।

राजघाट सब बिधि सुंदर बर। 

मज्जहिं तहाँ बरन चारिउ नर।।

राजघाट सब प्रकारसे सुन्दर और श्रेष्ठ हैं, जहाँ चारों वर्णोंके पुरुष स्नान करते हैं। 



શનિવાર, ૩૦-૦૧-૨૦૧૬

ચેતનાના બે પ્રકાર હોય છે, સુષુપ્ત ચેતના અને જાગૃત ચેતના.

આત્મા મરતો નથી જેને આપણે આત્મ ચેતના કહીએ છીએ.

ગાંધી બાપુ રાજઘાટ ઉપર જાગૃત છે, કંઈક જોવા માટે જાગી રહ્યા છે.

આજે કુષ્ઠ રોગ નિવારણ દિવસ પણ છે.

આજના કુષ્ટ રોગ નિવારણના દિવસે આપણા મનનો કુષ્ઠ રોગ મટી જાય અને ઈષ્ઠ રોગ લાગુ પડી જાય તો સારું.

રામ ચરિત માનસમાં રાજઘાટ શબ્દ એક વાર વપરાયો છે.

તુલસીનો રાજઘાટ વિશિષ્ઠ રાજઘાટ છે.

સત્ય રૂપી ધર્મને પામવા માટેનો રસ્તો અહિંસા છે.

રાજઘાટ રાજ ધર્મ શીખવા માટેની પીઠ છે.

મહાભારત પ્રમાણે ૧૦ વ્યક્તિઓને ધર્મ ન સમજાય.

ભોગમાં અતિ લિપ્ત રહેનારને ધર્મ ન સમજાય.

વિક્ષિપ્ત દશાવાળાને ધર્મ ન સમજાય.

થાકી ગયેલ વ્યક્તિને ધર્મ ન સમજાય.

વારંવાર ક્રોધ કરનાર વ્યક્તિને ધર્મ ન સમજાય.

જેની ભૂખ શાંત નથી થઈ તેવી વ્યક્તિને ધર્મ ન સમજાય.

જે બહું જ ગતિથી દોડે છે, જેને બહું જલ્દી છે તેવી વ્યક્તિને ધર્મ ન સમજાય.

જે બહું લોભી છે તેને ધર્મ ન સમજાય.

જે કામના ગ્રસ્ત છે તેને ધર્મ ન સમજાય.

રામ રાજ્યની પંચાયતનમાં ભરત, લક્ષ્મણ, જાનકી, શત્રુઘ્ન અને હનુમાનજી છે.

ભરત એ જલ તત્વ છે. ગોપી પણ જલ તત્વ છે.

જલ તત્વ એટલે કારૂણ્ય, સંવેદના.

લક્ષ્મણ અગ્નિ તત્વ છે, તેજ તત્વ છે.

રાષ્ટ્ર નાયક તપસ્વી તેમજ તેજસ્વી હોવો જોઈએ.

જાનકી પૃથ્વી તત્વ છે.

હનુમાન વાયુ તત્વ છે. વાયુ તત્વ એટલે ગતિ, વાયુ તત્વ એટલે જીવન. વાયુ વિના જીવન શક્ય નથી.

શત્રુઘ્ન આકાશ તત્વ છે. શબ્દ આકાશમાંથી ઉત્પન્ન થઈ આકાશમાં જ સમાઇ જાય છે, મૌન થઈ જાય છે.

આકાશ મૌન છે અને શત્રુઘ્ન પણ મૌન છે.

શત્રુઘ્નમાં ગગન ગાંભીર્ય છે.

શામ, દામ, દંડ અને ભેદ રાજનીતિમાં હોવા જોઈએ.

શામ, દામ, દંડ અને ભેદ ગુરૂ પ્રીતિમાં હોય.

ગુરૂ પાસે શામ હોય, શામ એટલે સમાધાન, શાંતિ, વિશ્રામ. ગુરૂ પાસે સમાધાન, શાંતિ, વિશ્રામ મળે.

દામ એટલે રસ્સી, પૈસા, ધન

ગુરૂ પાસે દૈવી સંપદા હિય છે.

ગુરૂ આપણને પ્રેમના બંધનામાં બાંધે.

ગુરૂ પાસે દંડ હોય પણ તે દંડ મારવા માટે નહીં પણ આપણને તારવા માટે હોય છે. ગુરૂ  દંડનો એક છેડો પોતાની પાસે રાખે અને બીજો છેડો આશ્રિતને પકડાવે અને તેના સહારે આશ્રિત તરી જાય.

ગુરૂની દંડ નીતિ એવિ હોય છે કે અપરાધ આશ્રિત કરે અને તેનો દંડ ગુરૂ ભોગવે અને તે પણ સદભાવથી ભોગવે.

ગુરૂ મોટાં મોટાં ભેદ - રહસ્ય ખોલે છે. ગુરૂ એ એક એવું ભેદી તત્વ છે જેને સમજવું બહું અઘરું છે. તેથી તો ગવાયું છે કે ગુરૂ તારો પાર ન પાયો.


રવિવાર, ૩૧-૦૧-૨૦૧૬

ગાંધી બાપુએ કરેલ માનસનો અર્થ નીચે પ્રમાણે છે.

માનસ = મ + આ + ન + સ જ્યાં મ નો અર્થ થાય છે મર્યાદા, આ નો અર્થ થાય છે આદર, ન નો અર્થ થાય છે નમ્રતા અને સ નો અર્થ થાય છે સમતા.

રાજઘાટ એ રાજધર્મની વિદ્યાપીઠ છે.

શ્રવણ જો આપણા અનુભવમાં આવે, આપણા જીવનમાં ઊતરે તો તેવું શ્રવણ આપણી સંપદા છે.

રાષ્ટ્ર નાયકનાં ૪ લક્ષણ છે - રૂપ, શીલ, બલ અને તેજ.

આ વાત તુલસી માનસમાં વર્ણવે છે.

सोक  बिकल  सब  रोवहिं  रानी।  
रूपु  सीलु  बलु  तेजु  बखानी॥

सब  रानियाँ  शोक  के  मारे  व्याकुल  होकर  रो  रही  हैं।  वे  राजा  के  रूप,  शील,  बल  और  तेज  का  बखान  कर ........

ગ્રહથી પરમાત્મા બળવાન છે, તેથી ગ્રહની પાસે જવા કરતાં પરમાત્માના શરણમાં જવું વધારે યોગ્ય છે.

ગુરૂના અનુગ્રહથી બળવાન અન્ય કંઈ જ નથી.

પોતાના તેમજ પ્રજાના ગુણ દોષ જે જાણે છે તે રાજા છે.

રાજઘાટના ૪ ખુણા છે જે નીચે પ્રમાણે ૪ સંકેત કરે છે.


રાજઘાટનો એક ખુણો અભેદ છે જે કોઇ જાતિ, વર્ણ કે ધર્મનો ભેદ નથી તેવું દર્શાવે છે.


રાજઘાટનો બીજો ખુણો અભય છે.

સત્યની કૂખે જન્મેલ બેટો અભય છે.

Click here ગાંધીજીના અગિયાર વ્રતો to read more.



રાજઘાટનો ત્રીજો ખુણો અમન છે, શાતિ છે, નિરવેરતા છે.


રાજઘાટનો ચોથો ખુણો અવધ છે જે દર્શાવે છે કે અહીં કોઇનો વધ ન થાય જે અહિંસા તરફ સંકેત કરે છે.


આધ્યાત્મ જગતમાં પણ આ ચાર ખુણા - અભેદ, અભય, અમન અને અવધ હોવા જોઇએ.


સોમવાર, ૦૧-૦૨-૨૦૧૬
રાજઘાટ એ ભૂમિ છે અને રામઘાટ એ ભૂમિકા છે.

આપણી યાત્રા રાજઘાટથી રામઘાટની છે.

રામ ચરિત માનસ સંકેતાત્મક છે, સંવેદનાત્મક છે, સત્યાત્મક છે, શાસ્ત્રાત્મક છે....

રાજનીતિ અને રાજધર્મ અલગ છે.

રાજ ધર્મ સત્ય, પ્રેમ, કરૂણાથી ભરપુર છે.

ગાંધીની લાઠી કોઇ ઉપર પ્રહાર કરવા કે કોઇના પ્રહારાને રોકવા માટે નથી પણ પણ આઝાદ ભારતનો અદ્રશ્ય ત્રિરંગો ફરકાવવા માટે હતી.ગાંધીની લાઠી ઉપર એક અદ્રશ્ય ત્રિરંગો  ચોવિસે કલાક ફરકે છે.

સૌજન્ય સહ : http://www.morpichh.in/2015/11/blog-post_21.html

પોતડી ,ચશ્માં અને એક લાકડી 
જે હજારો તોપને ભારે પડી !

સત્યને સ્હેવો પડ્યો'તો રંગભેદ !
લાલપીળી થઈ ઉઠી'તી એ ઘડી

છાપ આખા વિશ્વ પર પાડી ગઈ !
દાંડી યાત્રાએ ગયેલી ચાખડી .

પાંચ ફૂટની સાદગી શું વિસ્તરી ?
આખી આ દુનિયા પડી ગઈ સાંકડી !

અંધ-શ્રધ્ધાથી ગુલામી દૂર થઈ 
બાંધી'તી વિશ્વાસની નાડાછડી !

રેંટીયામાં કાળને કાંતી લીધો !
કાળને એની સમજ પણ ના પડી

ઘરના બે ટુકડા થયા,સળગ્યા પછી
બંધ આંખોમાં અહિંસા તરફડી

મોક્ષને પામી ત્રણેત્રણ ગોળીઓ !
ચામડીના તીર્થમાં એ જઈ ચડી !

-ભાવેશ ભટ્ટ (પાઠક)

राजधरम  सरबसु  एतनोई।  

जिमि  मन  माहँ  मनोरथ  गोई॥

રાજાનું મન, લોભીનું ધન, દુર્જનનો મનોરથ અને સ્ત્રીનું ચરિત્ર કોઇની સમજમાં આવતું નથી. અહીં સ્ત્રીના ચારિત્રની વંદના છે, ટીકા નથી.

પાંચ કન્યા

કસ્તુરબા


રાણી લક્ષ્મીબાઇ


મહારાણી મીરા


ગંગાસતી


સોનલમા


ચાર કુમાર

આદિ શંકર


સ્વામી વિવેકાનંદ


સ્વામી રામતિર્થ


બુલ્લેશાહ


૮ અનર્થ


મદ


અહંકાર


આળસ


બુદ્ધિની ભ્રષ્ટતા


કલેશ


ધર્મથી વિમુખતા


નિદ્રા - બેહોશી


સુખ કંથા

રાજનીતિમાં રાજ ધર્મ ન હોય તો તેવી રાજનીતિમાં ૮ અનર્થ પેદા થાય.

રાજધર્મ પતિ છે અને રાજનીતિ પત્ની છે. રાજધર્મ વિનાની રાજનીતિ વિધવા છે.

नहिं कोउ अस जनमा जग माहीं। 

प्रभुता पाइ जाहि मद नाहीं॥

जगत में ऐसा कोई नहीं पैदा हुआ, जिसको प्रभुता पाकर मद न हो.

શાંતિ પ્રાપ્ત કરવા માટે મંથન કરવું પડે - પરિશ્રમ કરવો પડે અને અહંકારને તોડવો પડે. રાજા જનક હળ ચલાવે છે ત્યારે તેમને જાનકી પ્રાપ્ત થાય છે અને ભગવાન રામ અહંકારના ધનુષ્યને તોડે છે ત્યારે તેમને જાનકી પ્રાપ્ત થાય છે. જાનકી શાંતિ છે.

સ્વાસ્થ્ય, સંકલ્પ, જ્ઞાન અને પ્રેમ અખંડ ન રહે.

 હું કશું જ નથી જાણતો તેવું કહેનાર જ જાણકાર છે અને હું જાણું છું તેવું કહેનાર કશું જ જાણતો નથી.

પરમાત્મા પરીક્ષાનો વિષય નથી પણ પ્રતિક્ષાનો વિષય છે. (સતીનું સીતાનું રૂપ ધારણ કરી પરીક્ષા કરવાનો પ્રસંગ)

મજબુરી માણસને  ખોટું બોલવા પ્રેરે.

માણસ મગરુરીમાં ખોટું બોલે.

માણસ મજબુતીમાં ખોટું બોલે. (એવી રીતે બોલે કે જાણે તે ખોટું બોલવામાં પારંગત છે.)

બૌદ્ધિકનું જુઠ મજબુતીનું જુઠ છે.

મંગળવાર, ૦૨-૦૨-૨૦૧૬
રામ ચરિત માનસમાં તુલસીદાસજી ચાર ઘાટ વર્ણવે છે.

પૂર્વ દિશાનો ઘાટ શરણાગતિનો ઘાટ છે, ગૌ ઘાટ છે જ્યાં પ્રધાન વક્તા ગોસ્વામી તુલસીદાસજી છે અને શ્રોતા પોતાનું શઠ મન છે.

પશ્રિમ દિશામાં કૈલાશ ઘાટ છે, જે જ્ઞાન ઘાટ છે, સંતો તેને રાજઘાટ પણ કહે છે. અહીં ભગવાન શંકર વક્તા છે અને પાર્વતી શ્રોતા છે.

ઉત્તર દિશામાં ઉપાસના ઘાટ છે જ્યાં બાબા ભુસુડી વક્તા છે અને ખગ રાજ ગરૂડ શ્રોતા છે.

દક્ષિણ દિશામાં કર્મના ઘાટ, પંચાતયીના ઘાટ ઉપર પરમ જ્ઞાની મુનિ યાજ્ઞવલ્ક વક્તા છે અને ભરદ્વાજ મુનિ શ્રોતા છે.

શરણાગતિના ઘાટ સિવાયના ત્રણેય ઘાટ ઉપર ચાલતી કથામાં શરૂઆત નાથ શબ્દથી થાય છે.

ઉત્તર દિશા

नाथ कृतारथ भयउँ मैं तव दरसन खगराज।

आयसु देहु सो करौं अब प्रभु आयहु केहिं काज।।

हे नाथ ! हे पक्षिराज ! आपके दर्शन से मैं कृतार्थ हो गया। आप जो आज्ञा दें, मैं अब वही करूँ। हे प्रभो ! आप किस कार्य के लिये आये हैं?।।



उत्तर दिसि सुंदर गिरि नीला। 

तहँ रह काकभुसुंडि सुसीला।।

राम भगति पथ परम प्रबीना। 

ग्यानी गुन गृह बहु कालीना।।

उत्तर दिशा में एक सुन्दर नील पर्वत है। वहाँ परम सुशील काकभुशुण्डिजी रहते हैं।।वे रामभक्ति के मार्ग में परम प्रवीण हैं, ज्ञानी हैं, गुणों के धाम हैं, और बहुत कालके हैं।

આશ્રિત ગુરૂને નથી શોધતો પણ ગુરૂ યોગ્ય આશ્રિતને શોધે છે.

દક્ષિણ દિશા

नाथ एक संसउ बड़ मोरें। 

करगत बेदतत्त्व सबु तोरें॥

हे नाथ! मेरे मन में एक बड़ा संदेह है, वेदों का तत्त्व सब आपकी मुट्ठी में है (अर्थात्‌ आप ही वेद का तत्त्व जानने वाले होने के कारण मेरा संदेह निवारण कर सकते हैं).

પશ્રિમ ઘાટ

बिस्वनाथ मम नाथ पुरारी।

त्रिभुवन महिमा बिदित तुम्हारी॥

(पार्वतीजी ने कहा-) हे संसार के स्वामी! हे मेरे नाथ! हे त्रिपुरासुर का वध करने वाले! आपकी महिमा तीनों लोकों में विख्यात है।

પૂર્વ દિશા

અહીં ગોસ્વામીજી પ્રધાન વક્તા છે અને શઠ મન શ્રોતા છે. આ શરણાગતિનો ઘાટ છે, ગૌ ઘાટ છે.

અહીં કથાની શરુઆત નાથ શબ્દથી નથી થતી. કારણ કે નાથ શબ્દ શ્રોતા માટે વપરાય છે અને અહીં શ્રોતા મન હોવાથી તેને નાથ સંબોધન નથી કરાતું.

कहउँ कथा सोइ सुखद सुहाई। 

सादर सुनहु सुजन मन लाई॥

મંદિરમાં દર વર્ષે તેનો પાટોત્સવ ઉજવાય છે તેવી રીતે રાજઘાટનો પણ પ્રતિ વર્ષ પાટોત્સવ ઉજવાવો જોઈએ.

રાજઘાટ ઉપર ચાલતી રામ કથા એ રાજઘાટનો પાટોત્સવ છે.

વિશ્વાસના વટ વૃક્ષ નીચે વિશ્રામ કરીએ તો વિશ્રામનું સ્થળ ઘડીએ ઘડીએ બદલવું ન પડે.

चातक कोकिल कीर चकोरा। 

कूजत बिहग नटत कल मोरा॥

पपीहे, कोयल, तोते, चकोर आदि पक्षी मीठी बोली बोल रहे हैं और मोर सुंदर नृत्य कर रहे हैं॥

ચાતક
શિક્ષણ પદ્ધતિમાં ચાતક વૃત્તિ હોવી જોઈએ. ચાતકનું એક જ લક્ષ્ય હોય છે.

કોકિલ

શિક્ષણ પદ્ધતિમાં કોકિલની માફક વિદ્યાર્થી ગાતો હોવો જોઇએ.

શિક્ષકોએ ઊઠ બેસ કરાવવાની જગાએ નૃત્ય કરાવવું જોઇએ.

સાદગીમાં પણ એક ઊર્જા હોય છે.

બ્રહ્મ ચર્ચા સાંભળવાથી ક્રમશઃ બ્રહ્મચર્ય તરફ જવાશે.

ગાંધીજીના વિચારોમાં વિવેક પૂર્ણ અસહમતિ પણ ગાંધી વંદના છે.

સત્ય, પ્રેમ, કરૂણાનો સુધા સ્વાદ ચખવાડવાથી બીજા સ્વાદ છૂટી જાય.

શુભ કારો કરવામાં સત્તાપક્ષ અને વિપક્ષ ન હોવા જોઇએ.

જ્યાં કોમળતા અને કમજોરી હોય તે જ જીવન છે,..........લાઓત્સુ

ગાંધી બાપુનાં સૂત્રોમાં નવદર્શન જરૂરી છે.

દુનિયા નિર્વસ્ત્ર કરી શકે પણ નગ્ન ન કરી શકે. નગ્નતા તો સહજતા છે.

દુનિયા નગ્નને શું નગ્ન કરવાની?

આસન જે આવડે તે કરો પણ દુશાસન ન કરો.

દેશને એટમ બોમ્બની જરૂર નથી પણ આતમ બોમ્બની જરૂર છે. ........ વિનોબા ભાવે

ગાંઘીજીએ શાંતિ માટે કદમ ઊઠાવ્યું છે. .........આઈન્સટાઇન

सचिव  बिरागु  बिबेकु  नरेसू।  

बिपिन  सुहावन  पावन  देसू॥

રાજઘાટમાં ગાંઘીજીની સમાધિ ઉપર જ્યોતિ જલે છે.

રાજઘાટ એ બે શબ્દોથી બને છે, રાજ + ઘાટ

રાજ શબ્દના અનેક અર્થ થાય છે જેમ કે રાજ એટલે પરમાત્મા, શંકર જે પોતે જ પરમાત્મા છે, મંત્ર, અંધારૂં, કડિયો વગેરે

ઘાટ શબ્દના પણ અનેક અર્થ થાય છે જેમ કે ઘાટ એટલે ચહેરો, સિક્કલ, એક ઓઢણીનું નામ, પર્વતમાં બનાવેલ રસ્તો વગેરે

રાજાના ૮ રૂપ છે અને તેમની આઠ નીતિ છે.


  1. ચંદ્ર - ચંદ્રાંશ નીતિ
  2. સૂર્ય
  3. અગ્નિ
  4. પવન
  5. ઈન્દ્ર - ભેદ નીતિ
  6. વરૂણ
  7. યમ - દંડ નીતિ
  8. કુબેર - દામ નીતિ 

બુધવાર, ૦૩-૦૨-૨૦૧૬

સપ્તર્ષિના તારાઓમાં વિવેકાનંદ એક ઋષિ તારો છે.

ગાંધીજી પણ એક ઋષિ તારો છે અને તે અગત્સયનો તારો છે, કુંભજ ઋષિ છે.

ગાંધીજી ફક્ત આપણા આદર્શ જ ન બની રહે પણ આપણા વ્યવહારમાં, આચારમાં પણ રહે.

ગાંધીજીના વિચાર જીવનમાં ઊતારવાથી જીવનમાં ઘણો વિશ્રામ મળશે.

કુંભજ વિચારધારા નિર્માણ અને નિર્વાણની વિચારધારા છે.

રામ વનવાસ દરમ્યાન ૩ ઋષિને મળે છે - ભરદ્વાજ, વાલ્મીકિ અને કુંભજ.

સ્વાર્થના માર્ગના નિષ્ણાતને માર્ગ ન પૂછાય પણ પરમાર્થના માર્ગના નિષ્ણાતને માર્ગ પૂછાય.

भरद्वाज मुनि बसहिं प्रयागा। 

तिन्हहि राम पद अति अनुरागा॥

तापस सम दम दया निधाना। 

परमारथ पथ परम सुजाना॥

भरद्वाज मुनि प्रयाग में बसते हैं, उनका श्री रामजी के चरणों में अत्यंत प्रेम है। वे तपस्वी, निगृहीत चित्त, जितेन्द्रिय, दया के निधान और परमार्थ के मार्ग में बड़े ही चतुर हैं.

જીવનનો માર્ગ અનુરાગીને પૂછવો.

તપસ્વીને જીવનનો માર્ગ પૂછવો.

જે નીંદા અને અસ્તુતિને સમચિત સહન કરે તે તપસ્વી છે.

જે પોતે ગુન્હેગાર ન હોય તો પણ સહન કરે તે તપસ્વી છે, જે ક્ષમા કરે તે તપસ્વી છે.

ઈશ્વર શાંત છે અને બુદ્ધ પુરૂષ તેનાથી પણ વધારે શાંત છે.

बालमीकि  मन  आनँदु  भारी।  

मंगल  मूरति  नयन  निहारी॥


सुनहु  राम  अब  कहउँ  निकेता।  

जहाँ  बसहु  सिय  लखन  समेता॥

जिन्ह  के  श्रवन  समुद्र  समाना।  

कथा  तुम्हारि  सुभग  सरि  नाना॥

हे  रामजी!  सुनिए,  अब  मैं  वे  स्थान  बताता  हूँ,  जहाँ  आप,  सीताजी  और  लक्ष्मणजी  समेत  निवास  कीजिए।  जिनके  कान  समुद्र  की  भाँति  आपकी  सुंदर  कथा  रूपी  अनेक  सुंदर  नदियों  से-॥2॥

भरहिं  निरंतर  होहिं  न  पूरे।  

तिन्ह  के  हिय  तुम्ह  कहुँ  गुह  रूरे॥

लोचन  चातक  जिन्ह  करि  राखे।  

रहहिं  दरस  जलधर  अभिलाषे॥3॥

निरंतर  भरते  रहते  हैं,  परन्तु  कभी  पूरे  (तृप्त)  नहीं  होते,  उनके  हृदय  आपके  लिए  सुंदर  घर  हैं  और  जिन्होंने  अपने  नेत्रों  को  चातक  बना  रखा  है,  जो  आपके  दर्शन  रूपी  मेघ  के  लिए  सदा  लालायित  रहते  हैं,॥3॥
निदरहिं  सरित  सिंधु  सर  भारी।  

रूप  बिंदु  जल  होहिं  सुखारी॥

तिन्ह  कें  हृदय  सदन  सुखदायक।  

बसहु  बंधु  सिय  सह  रघुनायक॥4॥

तथा  जो  भारी-भारी  नदियों,  समुद्रों  और  झीलों  का  निरादर  करते  हैं  और  आपके  सौंदर्य  (रूपी  मेघ)  की  एक  बूँद  जल  से  सुखी  हो  जाते  हैं  (अर्थात  आपके  दिव्य  सच्चिदानन्दमय  स्वरूप  के  किसी  एक  अंग  की  जरा  सी  भी  झाँकी  के  सामने  स्थूल,  सूक्ष्म  और  कारण  तीनों  जगत  के  अर्थात  पृथ्वी,  स्वर्ग  और  ब्रह्मलोक  तक  के  सौंदर्य  का  तिरस्कार  करते  हैं),  हे  रघुनाथजी!  उन  लोगों  के  हृदय  रूपी  सुखदायी  भवनों  में  आप  भाई  लक्ष्मणजी  और  सीताजी  सहित  निवास  कीजिए॥4॥

  
जसु  तुम्हार  मानस  बिमल  हंसिनि  जीहा  जासु।

मुकताहल  गुन  गन  चुनइ  राम  बसहु  हियँ  तासु॥128॥

आपके  यश  रूपी  निर्मल  मानसरोवर  में  जिसकी  जीभ  हंसिनी  बनी  हुई  आपके  गुण  समूह  रूपी  मोतियों  को  चुगती  रहती  है,  हे  रामजी!  आप  उसके  हृदय  में  बसिए॥128॥
  
प्रभु  प्रसाद  सुचि  सुभग  सुबासा।  

सादर  जासु  लहइ  नित  नासा॥

तुम्हहि  निबेदित  भोजन  करहीं।  

प्रभु  प्रसाद  पट  भूषन  धरहीं॥1॥

जिसकी  नासिका  प्रभु  (आप)  के  पवित्र  और  सुगंधित  (पुष्पादि)  सुंदर  प्रसाद  को  नित्य  आदर  के  साथ  ग्रहण  करती  (सूँघती)  है  और  जो  आपको  अर्पण  करके  भोजन  करते  हैं  और  आपके  प्रसाद  रूप  ही  वस्त्राभूषण  धारण  करते  हैं,॥1॥

ગાંધીજીનો રામ રાજ્યના નિર્માણમાં યોગદાન

અસ્પૃશ્યતા નિવારણ

બેરોજગારી નિવારણ

પરતંત્રા નાબુદી

અંધ શ્રદ્ધા અને વહેમની નાબુદી

શિક્ષા પદ્ધતિમાં સુધારા વગેરે

મો. ક. ગાંધીને મહાત્માનો ઘાટ આપવામાં કોનો કોનો ફાળો છે?

મો. ક. ગાંધીને મહાત્માનો ઘાટ આપવામાં ૧ તેમની જન્મભૂમિ પોરબંદર, ૨ તેમની જન્મ જનની - જન્મદાત્રી અને તેમની આચાર્યા રંભા.

મોહનથી મહાત્મા બનવામાં ફાળો આપનાર મહાનુભાવો

ગોપાલ કૃષ્ણ ગોખલે
શઠની સામે પણ સદભાવ રાખવાનો ગોખલેનો ભાવ ગાંધીજી પકડે છે.

ગાંધીજી ગોખલેને ગંગા કહે છે.

મહત્મા ટોલ્સ્ટોય

મહાત્મા રસ્કિન

હેન્રી ઠારો

શ્રીમદ રાજચંદ્ર 
શ્રીમદ રાજચંદ્ર એ જ્યોતિ છે જે ચાર ઘાટને વધું પ્રકાશિત કરે છે.


ગુરૂવાર, ૦૪-૦૨-૨૦૧૬

જીવનના પણ ઘણા ઘાટ છે.

અંતઃકરણીય ઘાટ પણ છે એવું આદિ શંકર કહે છે.

મહાત્મા ગાંધીજીના અંતઃકરણીય ઘાટ કયા કયા છે?

મન, બુદ્ધિ, ચિત અને અહંકાર એ ચાર આંતર ઘાટ છે અને તેનો કોઈ આકાર નથી, આકૃતિ નથી, રૂપ નથી.

આજ કાલ બધા ઘાટ અસ્વચ્છ છે અને તેના માટે સ્વચ્છતા અભિયાનનિ જરૂર છે.

ધ્યાન દ્વારા આંતર ઘાટ સ્વચ્છ થાય પણ ધ્યાન કરવું અઘરૂં છે.

ગાંધીજી કઠોર હતા પણ તેમની કઠોરતા પાછળ કોઈ ખરાબ ભાવ નથી.

ગાંધીજીનો મનનો ઘાટ સ્વચ્છ છે, નિર્મલ છે.

રાજાએ પૃથ્વીની રક્ષા કરવી જોઈએ, પ્રજાનું પાલન કરવું જોઈએ અને રાજધાનીનું પણ પાલન કરવું જોઈએ.

આશ્રિતોની રાજધાની તેમના બુદ્ધ પુરૂષનો આશ્રમ છે.

પ્રેમનગરની રાજધાની દિલ છે.

तुम्ह  मुनि  मातु  सचिव  सिख  मानी।  

पालेहु  पुहुमि  प्रजा  रजधानी॥


तुम  तो  मुनि  वशिष्ठजी,  माताओं  और  मन्त्रियों  की  शिक्षा  मानकर  तदनुसार  पृथ्वी,  प्रजा  और राजधानी का  पालन  (रक्षा)  भर  करते  रहना॥


વસુધૈવ કુટુંબક્મ્‌ એવું મુનિ કહે છે.

ઈન્સાન વૈશ્વિક નાગરિક હોવો જોઈએ............... રજનીશ

મુનિઓનો મત લઈ વિશ્વનું પાલન કરવું જોઈએ.

પ્રજાનું પાલન કરવા મા ની શિખામણ લેવી જોઈએ કારણ કે મા જ પાલન કેવી રીતે કરવું તે સારી રીતે જાણે છે.

સિયાસતે મા બની પ્રજા પાલન કરવું જોઈએ.

સચિવના માર્ગદર્શન હેઠળ રાજધાનીનું પાલન કરવું જોઈએ.

સત્ય સચિવ બને, રાજા ન બને.


सचिव  सत्य  श्रद्धा  प्रिय  नारी।  

माधव  सरिस  मीतु  हितकारी॥

उस  राजा  का  सत्य  मंत्री  है,  श्रद्धा  प्यारी  स्त्री  है  और  श्री  वेणीमाधवजी  सरीखे  हितकारी  मित्र  हैं।


सचिव  बिरागु  बिबेकु  नरेसू।  

बिपिन  सुहावन  पावन  देसू॥3॥

विवेक  उसका  राजा  है  और  वैराग्य  मंत्री  है॥

સચિવ ત્યાગ વૃત્તિવાળો હોવો જોઈએ.

સાહસ કરે તે શિષ્ય.

વ્રત મનની સફાઈનાં સાધન છે.

દ્વૈષ મુક્ત એકતા વેદનો આખરિ મંત્ર છે.

બુદ્ધિનો ઘાટ

સત્યમાં બહુંમતિ જોવાની ન હોય. ઘણી વખત બહું મત કહે તે અસત્ય હોય અને ફક્ત એક કહે તે સત્ય હોય.

યજ્ઞ, દાન, તપથી બુદ્ધિનો ઘાટ શુદ્ધ થાય.

સ્વાહા બુદ્ધિને શુદ્ધ કરે, વાહ વાહ નહીં.

जनकसुता जग जननि जानकी। 

अतिसय प्रिय करुनानिधान की॥

ताके जुग पद कमल मनावउँ। 

जासु कृपाँ निरमल मति पावउँ॥4॥

भावार्थ:-राजा जनक की पुत्री, जगत की माता और करुणा निधान श्री रामचन्द्रजी की प्रियतमा श्री जानकीजी के दोनों चरण कमलों को मैं मनाता हूँ, जिनकी कृपा से निर्मल बुद्धि पाऊँ॥

શ્રમ યજ્ઞ, ભૂદાન યજ્ઞ, આરોગ્ય યજ્ઞ વગેરે દ્વારા બુદ્ધિ શુદ્દ થાય.

સુર્પંખાનું સાધન શુદ્ધ ન હતું તેથી તેને શિક્ષા મળી.

ચિતની શુદ્ધતા

એકાગ્રતા દ્વારા ચિત શુદ્ધ થાય.

અહંકાર

વૈશ્વિક અહંકારનું નામ શિવ છે.

શિવોહમ્‌ જ ગાંધીજીનો અહંકાર છે જે બધાનો ઉદ્દાર કરે છે. જીવોહમ્‌ નહીં.

રામનામથી મન, બુદ્ધિ, ચિત અને અહંકાર શુદ્ધ થાય.

રામનામનો કોઈ વિકલ્પ નથી.

સત્ય, પ્રેમ અને કરૂણાનો કોઈ વિકલ્પ નથી.

जासु  नाम  सुमिरत  एक  बारा।  

उतरहिं  नर  भवसिंधु  अपारा॥

No comments:

Post a Comment