રામ કથા
માનસ સાવધાન
અંધેરી
મુંબઈ
શનિવાર, તારીખ ૦૯-૦૧-૨૦૧૬ થી રવિવાર, તારીખ ૧૭-૦૧-૨૦૧૬
મુખ્ય પંક્તિ
जनम एक दुइ कहउँ बखानी।
सावधान सुनु सुमति भवानी॥
सावधान सुनु सुमुखि सुलोचनि।
भरत कथा भव बंध बिमोचनि॥
૧
શનિવાર, ૦૯-૦૧-૨૦૧૬
રામ ચરિત માનસમાં સાવધાન શબ્દ ૧૧ વાર વપરાયો છે.
1
जनम एक दुइ कहउँ बखानी।
सावधान सुनु सुमति भवानी॥
2
अस्तुति करत जोरि कर सावधान मतिधीर॥
3
सावधान सबही सनमानहिं।
सकल सराहत कृपानिधानहिं॥
4
सावधान सुनु सुमुखि सुलोचनि।
भरत कथा भव बंध बिमोचनि॥
5
नवधा भगति कहउँ तोहि पाहीं।
सावधान सुनु धरु मन माहीं॥
6
सावधान मानद मदहीना।
धीर धर्म गति परम प्रबीना॥
7
सावधान मन करि पुनि संकर।
लागे कहन कथा अति सुंदर॥
8
नाथ इहाँ कछु कारन आना।
सुनहु सो सावधान हरिजाना।।
9
श्रुति पुरान कह नीति असि सावधान सुनु काग।।
10
नाथ मुनीस कहहिं कछु अंतर।
सावधान सोउ सुनु बिहंगब।।
11
सावधान होइ धाए जानि सबल आराति।
लागे बरषन राम पर अस्त्र सस्त्र बहुभाँति॥
આપણે ન આસ્તિક, ન નાસ્તિક પણ વાસ્તવિક રહેવું જોઈએ.
ધર્મનો સાર સત્ય, પ્રેમ, કરૂણા છે.
સાવધાન એ સંદેશ, ઉપદેશ અને આદેશનો ત્રિવેણી છે, ત્રિવેણી સ્નાન છે, ત્રિવેણી સંગમ છે.
ધર્મ એટલે નર્તન, હાસ્ય, ઈમાનદારી, પ્રસન્નતા, ગાયન વિ. છે.
જેનામાં સત્ય, પ્રેમ, કરૂણામાં નિષ્ઠા હોય તે ધર્મસાર જાણે છે.
ઋષિ મુનિઓએ ઈશ્વરને કાનથી સાંભળીને જાણ્યો છે.
વૈજ્ઞાનિક આંખથી જોઈને જાણે.
સાવધાન આપણા જીવનનો મંત્ર બની શકે છે અને જે સાવધાન હોય તેને સમાધાન મળી શકે છે.
ગુરૂના પ્રકાર
૧
દિક્ષા ગુરૂ
૨
દિશા ગુરૂ જે ફક્ત માર્ગદર્શન આપે તેમજ દક્ષિણા ન માગે.
૩
વિદ્યા ગુરૂ
૪
આશ્રય ગુરૂ
૫
આધ્યાત્મ ગુરૂ
શ્રી એ માન વાચક શબ્દ છે.
શ્રી એ શોભા વાચક શબ્દ છે, પરમ સુંદરતા માટે વપરાય.
શ્રી એ ઐશ્વર્ય વાચક શબ્દ છે.
ગુરૂ એ એક વિચાર છે, વૃત્તિ છે, અસ્તિત્વ છે.
જેના હ્નદયમાં હરામ ન હોય પણ રામ હોય તે હનુમાન છે.
ભૂત પિશાચ નિકટ નહીં આવે એટલે ભૂત - ભૂતકાળની ઘટનાઓ અને પિશાચ એટલે ભવિષ્યની ચિંતાઓ નજીક નહીં આવે એવો છે.
૨
રવિવાર, ૧૦-૦૧-૨૦૧૬
સાવધાનના બે સંદર્ભ છે, લૌકિક અને અલૌકિક.
સાવધાનના લૌકિક સંદર્ભનો અર્થ આપણા દૈનિક કાર્ય કલાપમાં સવચેતી રાખવી, જાગૃત રહેવું છે.
અલૌકિક સાવધાનીનો સંદર્ભ આધ્યાત્મિક સાવધાનીનો છે.
પોષ્ટમેન સંદેશ આપે, ધર્માચાર્ય ઉપદેશ આપે અને આધ્યાત્મિક પુરૂષ - બુદ્ધ પુરૂષ આદેશ આપે.
આપને જન્મો જન્મથી સહજ છીએ અને આપણી આ સહજતા ખોવાઈ ન જાય તે માટે આપણે સાવધાન રહેવું જોઇએ.
સહજતા તો આપણું સ્વરૂપ છે.
સાવધાન એટલે awarness, જાગૃતિ, ન સ્વપ્ન કે ન નીંદની સ્થિતિ.
આપણે કેટલી ઊંઘ લેવી, કેટલાં અને કેવાં સ્વપ્નો જોવાં એમાં જાગૃતિ રાખવી એ સાવધાની છે.
આપણે માન, બુદ્ધિ, ચિત અને અહંકારના લીધે અસહજ બની ગયા છીએ.
આપણે મન, બુદ્ધિ, ચિત અને અહંકારમાં સાવધાન રહેવાની જરૂર છે.
ગુંજા એટલે ચણોઠી.
ગુંજાનો સંસ્કૃત અર્થ ચિંતન થાય છે.
પ્રભુને આપણું ગુંજન - ચિંતન પસંદ છે.
કથા એ સહચિંતન છે, સમૂહ ચિંતન છે.ચિંતનથી સ્નેહ પ્રગટ થાય એવું શ્રીમન મહાપ્રભુજીનું કથન છે.
સ્નેહથી પ્રણય પ્રગટ થાય અને પ્રણય એટલે આપને જેની સાથે સ્નેહ કર્યો છે તેમાં પુરો ભરોંસો.
પ્રણયમાંથી માન - અભિમાન - ગૌરવ પ્રગટ થાય.
માનમાંથી રાગ પ્રગટ થાય.
રાગમાંથી અનુરાગ પ્રગટ થાય.
અનુરાગમાંથી મહાભાવ પ્રગટ થાય.
મહાભાવમાંથી ઉન્માદભાવ પ્રગટ થાય.
सावधान मन करि पुनि संकर।
लागे कहन कथा अति सुंदर॥
सावधान मानद मदहीना।
धीर धर्म गति परम प्रबीना॥
ચિતનો સંબંધ આંખ સાથે છે.
મનનો સંબંધ વાણી સાથે છે.
ચિતથી સાવધાન એટલે ચક્ષુથી સાવધાન.
सावधान सुनु सुमुखि सुलोचनि।
भरत कथा भव बंध बिमोचनि॥
મન સંકલ્પ વિકલ્પ પેદા કરી અસહજતા પેદા કરે છે.
મહાપ્રભુજી લગ્ન કર્યા પછી સાવધાન થવાનુમ કહે છે, લગ્ન પછી સાવધાન કરે છે અને કહે છે કે લગ્ન કર્યા પછી અનુકૂળ હોય ત્યારે ઠાકોરજીની સેવા કર.
સેવાના ૩ ફળ છે.
ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ સેવામાં બાધક છે.
અન્ન, ઔષધિ અને વિદ્યા દરેકને નિઃશુલ્ક પ્રાપ્ત થવાં જોઈએ.
जहाँ सुमति तहँ संपति नाना।
जहाँ कुमति तहँ बिपति निदाना॥
जनकसुता जग जननि जानकी।
अतिसय प्रिय करुनानिधान की॥
ताके जुग पद कमल मनावउँ।
जासु कृपाँ निरमल मति पावउँ॥
સીતા એટલે સહનશીલતા.
વિવેકથી સહન કરે તેની બુદ્ધિ સુમતિ કહેવાય.
જય અને વિજયમાં જય એટલે બહારનો જયજયકાર અને વિજ્ય એટલે અંદરનો ભીતરી જયજયકાર.
સંપત્તિ કરતાં હરિની સ્મૃતિ અનેક ઘણી વધારે મુલ્યવાન છે.
બુદ્ધ પુરૂષ પહેરે તે ગુણાતિત માળા છે.
રાજા મહારાજા પહેરે તે પ્રતિષ્ઠાની માળા છે.
પ્રતિષ્ઠિત વ્યક્તિના સન્માન કરવા માટે પહેરાવાતી માળા સન્માનની માળા છે.
કોઇ વ્યક્તિને તેના શુભ કામના માટે પહેરાવાતી માળા આશીર્વાદનિ માળા છે.
વરમાળા
શબને ચઢાવાતી માળા એ એવો સંકેત કરે છે કે શબ હવે નિર્વિકાર, નિષ્કામ થઈ ગયેલ છે.
બહારવટીયાને ડરના માર્યા પહેરાવાતી માળા પણ છે.
નીચેના ૬ સમયે ક્રોધ ન કરવો.
૧
સવારે જાગીને
૨
રાત્રે સુતી વખતે
૩
ભોજન કરતા સમયે
૪
ભજન કરતી વખતે
૫
કામ કાજ માટે જતી વખતે
૬
કામ કાજ પુરૂ કરી ઘેર આવીને
૪
મંગળવાર, ૧૨-૦૧-૨૦૧૬
જે અંતઃકરણથી સાવધાન થાય છે તેને અંતઃકરણની પ્રવૃત્તિઓનો અવાજ સંભળાય છે.
ઘણી વખતે પ્રત્યક્ષ જોયેલ પ્રમાણ પણ ખોટાં હોય છે - આભાસી હોય છે. દા. ત. મૃગજળ કે જે આભાસી હોય છે.
અનુમાન પ્રમાણ - દા. ત. ઘૂમાડો હોય તો આગ હોઈ શકે.
અંતઃકરણની પ્રવૃત્તિ શ્રેષ્ઠ પ્રમાણ છે.
માનવી મન, બુદ્ધિ, ચિત અને અહંકારથી બંધાયેલો છે તેથી આ ૪ થી સાવધાન થનારને સાચું પ્રમાણ મળશે.
પ્રાર્થના, પૂજા પાઠ કરતી વખતે શું સાવધાની રાખવી જોઈએ?
પહેલી જાગૃતિ મન પ્રસન્ન હોય તે છે.
જ્યારે મન પ્રસન્ન હોય ત્યારે જ પૂજા પાઠ કરવા જોઈએ.
પૂજા યંત્રવત્ ન થવી જોઈએ.
મન ૩ કારણથી અપ્રસન્ન થાય છે.
૧
જ્યારે મનની મરજી મુજબ ઘટના ન ઘટે ત્યારે મન અપ્રસન્ન થાય છે.
૨
લોકો અકારણ આપણા મનમાં કચરો નાખ્યા કરે ત્યારે મન અપ્રસન્ન થાય છે.
૩
પૂજ્ય મોરારિબાપુને તેમના દાદા કે જે તેમના ગુરૂ છે, ભગવાન છે તેમણે ૫ વસ્તુ કરવા કહેલ.
૧
જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સત્ય બોલવું તેમજ પ્રિય સત્ય બોલવું.
૨
રામ ચરિત માનસ અને ભગવદ ગીતાના દરરોજ પાઠ કરવા.
૩
કોઈની ઈર્ષા અને નીંદા ન કરવી.
ઈર્ષા જીવથી થાય અને નીંદા જીભથી થાય.
૪
જીવનમાં જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી મૌન રહેવું અને મૌન દરમ્યાન ઈષ્ટ મંત્રનો જાપ કરવો.
૫
અહંકારથી સાવધાન રહેવું.
મારા કોઈ FOLLOWERS નથી પણ FLOWERS છે. --- મોરારિબાપુ
જે પામી ગયેલ છે તે પાગલ છે.
૨૧ મી સદીમાં સતસંગ કરતાં કરતાં જો સાવધાની આવી જાય તો તે ૨૧ મી સદીનો સંન્યાસ છે. જ્યારે અસાવધાની સંસાર છે.
સાધના કરનારની શરૂઆત શ્રમણથી થવી જોઈએ. શ્રમણ એટલે તપ કરવું, સાધના કરવી.
{(જે વ્યકિત સંસારના સમસ્ત પદાર્થો ઉપરથી મમત્વ ભાવનો ત્યાગ કરી પોતાના આત્માને કલ્યાણ માર્ગમાં જોડે છે અને મોક્ષપ્રાપ્તિ એ જ જેનું ધ્યેય છે તેને શ્રમણ, સાધુ કે અણગાર કહે છે.) (http://www.bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A3&type=1&page=0)}
પહેલાં શ્રમણ કરો અને છેલ્લે બ્રાહ્નણત્વ.
મનમાં હર્ષ, તનમાં પુલકિત ભાવ - રોમાંચ-નર્તન અને આંખોમાં નીર હોવા જોઈએ.
અસહ્ય પ્રેમની અવસ્થા ભરત કથા છે.
રામ ચરિત માનસમાં આદિ, મધ્ય અને અંતમાં પ્રેમ છે તેથી રામ ચરિત માનસ પ્રેમ શાસ્ત્ર છે.
અયોધ્યા ધર્મ ભૂમિ છે જ્યારે ચિત્રકૂટ પ્રેમ ભૂમિ છે.
ભરત પ્રેમાવતાર છે અને તેથી તેને સાવધાનીથી સામ્ભળવો પડે.
ભરતનિ ચિત્રકૂટની યાત્રા દરમ્યાન બનેલ ૫ ઘટના આપણા જીવનમાં ઉપયોગી છે, માર્ગ દર્શક છે. ભરતની આ યાત્રા દરમ્યાન ૫ પરીક્ષા થાય છે.
હનુમાનજી વિશ્વાસ તત્વ છે અને મંથરા સંશય તત્વ છે તેથી હનુમાનજી અને મંથરા કાયમ રહે છે.
ભરત કથા ભવ બંધનથી મુક્ત કરનાર કથા છે. અને તેથી એમાં સાવધાની જરૂરી છે.
બુદ્ધ પુરૂષ આપણા માટે ઓવેર ટાઈમ કરે છે.
ગુરૂનો પ્રભાવ ન જાણો પણ સ્વભાવ જાણો.
परन्तु एक शूल मुझे बना रहा। गुरुजी का कोमल, सुशील स्वभाव मुझे कभी नहीं भूलता (अर्थात् मैंने ऐसा कोमल स्वभाव दयालु गुरुका अपमान किया, यह दुःख मुझे सदा बना रहा).
ભરતની ચિત્રકૂટ યાત્રા દરમ્યાન આવતાં વિઘ્નો
૧
નિષાદ ગુહ ગેરસમજ કરે છે
૨
વ્રત ભંગ કરવો પડે છે.
વ્રત ખાનગી રાખવું જેથી વ્રત ભંગ કરવાનો પ્રસંગ ન આવે.
સાધક જીદ ન કરે.
૩
સંસારના ભોગ વિલાસમાં પ્રવૃત્ત થવાનું મન થાય. સુખ સુવિધા વિઘ્ન બને અને આવી કસોટી કોઇ સાધુ પુરૂષ કરે. ભરદ્વાજ મુનિ ભરતની આવી કસોટી કરે છે.
૪
દેવતા કસોટી કરે.
૫
પોતાના પરિવારનો સભ્ય વિઘ્ન બને અને હત્યા કરવા સુધી પ્રયત્ન કરે. અને આવું બને ત્યારે હરિ મિલન એકદમ નજીક હોય એવું માનવું.
भावार्थ:-तुलसीदासजी कहते हैं कि सुंदर मंगल वचन सुनते ही श्री रामचंद्रजी के मन में बड़ा आनंद हुआ। शरीर में पुलकावली छा गई और शरद् ऋतु के कमल के समान नेत्र प्रेमाश्रुओं से भर गए॥
भावार्थ:-सीतापति श्री रामचंद्रजी पुनः सोच के वश हो गए कि भरत के आने का क्या कारण है? फिर एक ने आकर ऐसा कहा कि उनके साथ में बड़ी भारी चतुरंगिणी सेना भी है॥1॥
भावार्थ:-यह सुनकर श्री रामचंद्रजी को अत्यंत सोच हुआ। इधर तो पिता के वचन और उधर भाई भरतजी का संकोच! भरतजी के स्वभाव को मन में समझकर तो प्रभु श्री रामचंद्रजी चित्त को ठहराने के लिए कोई स्थान ही नहीं पाते हैं॥2॥
भावार्थ:-तब यह जानकर समाधान हो गया कि भरत साधु और सयाने हैं तथा मेरे कहने में (आज्ञाकारी) हैं। लक्ष्मणजी ने देखा कि प्रभु श्री रामजी के हृदय में चिंता है तो वे समय के अनुसार अपना नीतियुक्त विचार कहने लगे-॥3॥
भावार्थ:-हे स्वामी! आपके बिना ही पूछे मैं कुछ कहता हूँ, सेवक समय पर ढिठाई करने से ढीठ नहीं समझा जाता (अर्थात् आप पूछें तब मैं कहूँ, ऐसा अवसर नहीं है, इसलिए यह मेरा कहना ढिठाई नहीं होगा)। हे स्वामी! आप सर्वज्ञों में शिरोमणि हैं (सब जानते ही हैं)। मैं सेवक तो अपनी समझ की बात कहता हूँ॥4॥
રવિવાર, ૧૦-૦૧-૨૦૧૬
સાવધાનના બે સંદર્ભ છે, લૌકિક અને અલૌકિક.
સાવધાનના લૌકિક સંદર્ભનો અર્થ આપણા દૈનિક કાર્ય કલાપમાં સવચેતી રાખવી, જાગૃત રહેવું છે.
અલૌકિક સાવધાનીનો સંદર્ભ આધ્યાત્મિક સાવધાનીનો છે.
પોષ્ટમેન સંદેશ આપે, ધર્માચાર્ય ઉપદેશ આપે અને આધ્યાત્મિક પુરૂષ - બુદ્ધ પુરૂષ આદેશ આપે.
આપને જન્મો જન્મથી સહજ છીએ અને આપણી આ સહજતા ખોવાઈ ન જાય તે માટે આપણે સાવધાન રહેવું જોઇએ.
સહજતા તો આપણું સ્વરૂપ છે.
સાવધાન એટલે awarness, જાગૃતિ, ન સ્વપ્ન કે ન નીંદની સ્થિતિ.
આપણે કેટલી ઊંઘ લેવી, કેટલાં અને કેવાં સ્વપ્નો જોવાં એમાં જાગૃતિ રાખવી એ સાવધાની છે.
આપણે માન, બુદ્ધિ, ચિત અને અહંકારના લીધે અસહજ બની ગયા છીએ.
આપણે મન, બુદ્ધિ, ચિત અને અહંકારમાં સાવધાન રહેવાની જરૂર છે.
ગુંજા એટલે ચણોઠી.
ગુંજાનો સંસ્કૃત અર્થ ચિંતન થાય છે.
પ્રભુને આપણું ગુંજન - ચિંતન પસંદ છે.
કથા એ સહચિંતન છે, સમૂહ ચિંતન છે.ચિંતનથી સ્નેહ પ્રગટ થાય એવું શ્રીમન મહાપ્રભુજીનું કથન છે.
સ્નેહથી પ્રણય પ્રગટ થાય અને પ્રણય એટલે આપને જેની સાથે સ્નેહ કર્યો છે તેમાં પુરો ભરોંસો.
પ્રણયમાંથી માન - અભિમાન - ગૌરવ પ્રગટ થાય.
માનમાંથી રાગ પ્રગટ થાય.
રાગમાંથી અનુરાગ પ્રગટ થાય.
અનુરાગમાંથી મહાભાવ પ્રગટ થાય.
મહાભાવમાંથી ઉન્માદભાવ પ્રગટ થાય.
- મનથી સાવધાન કરતી પંક્તિ
सावधान मन करि पुनि संकर।
लागे कहन कथा अति सुंदर॥
- બુદ્ધિથી સાવધાન કરતી પંક્તિ
- અહંકારથી સાવધાન કરતી પંક્તિ
सावधान मानद मदहीना।
धीर धर्म गति परम प्रबीना॥
ચિતનો સંબંધ આંખ સાથે છે.
મનનો સંબંધ વાણી સાથે છે.
ચિતથી સાવધાન એટલે ચક્ષુથી સાવધાન.
सावधान सुनु सुमुखि सुलोचनि।
भरत कथा भव बंध बिमोचनि॥
મન સંકલ્પ વિકલ્પ પેદા કરી અસહજતા પેદા કરે છે.
મહાપ્રભુજી લગ્ન કર્યા પછી સાવધાન થવાનુમ કહે છે, લગ્ન પછી સાવધાન કરે છે અને કહે છે કે લગ્ન કર્યા પછી અનુકૂળ હોય ત્યારે ઠાકોરજીની સેવા કર.
સેવાના ૩ ફળ છે.
ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ સેવામાં બાધક છે.
અન્ન, ઔષધિ અને વિદ્યા દરેકને નિઃશુલ્ક પ્રાપ્ત થવાં જોઈએ.
जहाँ सुमति तहँ संपति नाना।
जहाँ कुमति तहँ बिपति निदाना॥
जनकसुता जग जननि जानकी।
अतिसय प्रिय करुनानिधान की॥
ताके जुग पद कमल मनावउँ।
जासु कृपाँ निरमल मति पावउँ॥
સીતા એટલે સહનશીલતા.
વિવેકથી સહન કરે તેની બુદ્ધિ સુમતિ કહેવાય.
જય અને વિજયમાં જય એટલે બહારનો જયજયકાર અને વિજ્ય એટલે અંદરનો ભીતરી જયજયકાર.
સંપત્તિ કરતાં હરિની સ્મૃતિ અનેક ઘણી વધારે મુલ્યવાન છે.
બુદ્ધ પુરૂષ પહેરે તે ગુણાતિત માળા છે.
રાજા મહારાજા પહેરે તે પ્રતિષ્ઠાની માળા છે.
પ્રતિષ્ઠિત વ્યક્તિના સન્માન કરવા માટે પહેરાવાતી માળા સન્માનની માળા છે.
કોઇ વ્યક્તિને તેના શુભ કામના માટે પહેરાવાતી માળા આશીર્વાદનિ માળા છે.
વરમાળા
શબને ચઢાવાતી માળા એ એવો સંકેત કરે છે કે શબ હવે નિર્વિકાર, નિષ્કામ થઈ ગયેલ છે.
બહારવટીયાને ડરના માર્યા પહેરાવાતી માળા પણ છે.
નીચેના ૬ સમયે ક્રોધ ન કરવો.
૧
સવારે જાગીને
૨
રાત્રે સુતી વખતે
૩
ભોજન કરતા સમયે
૪
ભજન કરતી વખતે
૫
કામ કાજ માટે જતી વખતે
૬
કામ કાજ પુરૂ કરી ઘેર આવીને
૪
મંગળવાર, ૧૨-૦૧-૨૦૧૬
જે અંતઃકરણથી સાવધાન થાય છે તેને અંતઃકરણની પ્રવૃત્તિઓનો અવાજ સંભળાય છે.
ઘણી વખતે પ્રત્યક્ષ જોયેલ પ્રમાણ પણ ખોટાં હોય છે - આભાસી હોય છે. દા. ત. મૃગજળ કે જે આભાસી હોય છે.
અનુમાન પ્રમાણ - દા. ત. ઘૂમાડો હોય તો આગ હોઈ શકે.
અંતઃકરણની પ્રવૃત્તિ શ્રેષ્ઠ પ્રમાણ છે.
માનવી મન, બુદ્ધિ, ચિત અને અહંકારથી બંધાયેલો છે તેથી આ ૪ થી સાવધાન થનારને સાચું પ્રમાણ મળશે.
પ્રાર્થના, પૂજા પાઠ કરતી વખતે શું સાવધાની રાખવી જોઈએ?
अस्तुति करत जोरि कर सावधान मतिधीर॥
પહેલી જાગૃતિ મન પ્રસન્ન હોય તે છે.
જ્યારે મન પ્રસન્ન હોય ત્યારે જ પૂજા પાઠ કરવા જોઈએ.
પૂજા યંત્રવત્ ન થવી જોઈએ.
મન ૩ કારણથી અપ્રસન્ન થાય છે.
૧
જ્યારે મનની મરજી મુજબ ઘટના ન ઘટે ત્યારે મન અપ્રસન્ન થાય છે.
૨
લોકો અકારણ આપણા મનમાં કચરો નાખ્યા કરે ત્યારે મન અપ્રસન્ન થાય છે.
૩
પૂજ્ય મોરારિબાપુને તેમના દાદા કે જે તેમના ગુરૂ છે, ભગવાન છે તેમણે ૫ વસ્તુ કરવા કહેલ.
૧
જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સત્ય બોલવું તેમજ પ્રિય સત્ય બોલવું.
૨
રામ ચરિત માનસ અને ભગવદ ગીતાના દરરોજ પાઠ કરવા.
૩
કોઈની ઈર્ષા અને નીંદા ન કરવી.
ઈર્ષા જીવથી થાય અને નીંદા જીભથી થાય.
૪
જીવનમાં જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી મૌન રહેવું અને મૌન દરમ્યાન ઈષ્ટ મંત્રનો જાપ કરવો.
૫
અહંકારથી સાવધાન રહેવું.
મારા કોઈ FOLLOWERS નથી પણ FLOWERS છે. --- મોરારિબાપુ
જે પામી ગયેલ છે તે પાગલ છે.
૨૧ મી સદીમાં સતસંગ કરતાં કરતાં જો સાવધાની આવી જાય તો તે ૨૧ મી સદીનો સંન્યાસ છે. જ્યારે અસાવધાની સંસાર છે.
સાધના કરનારની શરૂઆત શ્રમણથી થવી જોઈએ. શ્રમણ એટલે તપ કરવું, સાધના કરવી.
{(જે વ્યકિત સંસારના સમસ્ત પદાર્થો ઉપરથી મમત્વ ભાવનો ત્યાગ કરી પોતાના આત્માને કલ્યાણ માર્ગમાં જોડે છે અને મોક્ષપ્રાપ્તિ એ જ જેનું ધ્યેય છે તેને શ્રમણ, સાધુ કે અણગાર કહે છે.) (http://www.bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A3&type=1&page=0)}
પહેલાં શ્રમણ કરો અને છેલ્લે બ્રાહ્નણત્વ.
મનમાં હર્ષ, તનમાં પુલકિત ભાવ - રોમાંચ-નર્તન અને આંખોમાં નીર હોવા જોઈએ.
અસહ્ય પ્રેમની અવસ્થા ભરત કથા છે.
રામ ચરિત માનસમાં આદિ, મધ્ય અને અંતમાં પ્રેમ છે તેથી રામ ચરિત માનસ પ્રેમ શાસ્ત્ર છે.
અયોધ્યા ધર્મ ભૂમિ છે જ્યારે ચિત્રકૂટ પ્રેમ ભૂમિ છે.
ભરત પ્રેમાવતાર છે અને તેથી તેને સાવધાનીથી સામ્ભળવો પડે.
ભરતનિ ચિત્રકૂટની યાત્રા દરમ્યાન બનેલ ૫ ઘટના આપણા જીવનમાં ઉપયોગી છે, માર્ગ દર્શક છે. ભરતની આ યાત્રા દરમ્યાન ૫ પરીક્ષા થાય છે.
હનુમાનજી વિશ્વાસ તત્વ છે અને મંથરા સંશય તત્વ છે તેથી હનુમાનજી અને મંથરા કાયમ રહે છે.
ભરત કથા ભવ બંધનથી મુક્ત કરનાર કથા છે. અને તેથી એમાં સાવધાની જરૂરી છે.
બુદ્ધ પુરૂષ આપણા માટે ઓવેર ટાઈમ કરે છે.
ગુરૂનો પ્રભાવ ન જાણો પણ સ્વભાવ જાણો.
एक सूल मोहि बिसर न काऊ।
गुर कर कोमल सील सुभाऊ।।
ભરતની ચિત્રકૂટ યાત્રા દરમ્યાન આવતાં વિઘ્નો
૧
નિષાદ ગુહ ગેરસમજ કરે છે
૨
વ્રત ભંગ કરવો પડે છે.
વ્રત ખાનગી રાખવું જેથી વ્રત ભંગ કરવાનો પ્રસંગ ન આવે.
સાધક જીદ ન કરે.
૩
સંસારના ભોગ વિલાસમાં પ્રવૃત્ત થવાનું મન થાય. સુખ સુવિધા વિઘ્ન બને અને આવી કસોટી કોઇ સાધુ પુરૂષ કરે. ભરદ્વાજ મુનિ ભરતની આવી કસોટી કરે છે.
૪
દેવતા કસોટી કરે.
૫
પોતાના પરિવારનો સભ્ય વિઘ્ન બને અને હત્યા કરવા સુધી પ્રયત્ન કરે. અને આવું બને ત્યારે હરિ મિલન એકદમ નજીક હોય એવું માનવું.
सुनत सुमंगल बैन मन प्रमोद तन पुलक भर।
सरद सरोरुह नैन तुलसी भरे सनेह जल॥
चौपाई :
बहुरि सोचबस भे सियरवनू। कारन कवन भरत आगवनू॥
एक आइ अस कहा बहोरी। सेन संग चतुरंग न थोरी॥1॥
सो सुनि रामहि भा अति सोचू।
इत पितु बच इत बंधु सकोचू॥
भरत सुभाउ समुझि मन माहीं।
प्रभु चित हित थिति पावत नाहीं॥2॥
समाधान तब भा यह जाने।
भरतु कहे महुँ साधु सयाने॥
लखन लखेउ प्रभु हृदयँ खभारू।
कहत समय सम नीति बिचारू॥3॥
बिनु पूछें कछु कहउँ गोसाईं।
सेवकु समयँ न ढीठ ढिठाईं॥
तुम्ह सर्बग्य सिरोमनि स्वामी।
आपनि समुझि कहउँ अनुगामी॥4॥
૫
બુધવાર, ૧૩-૦૧-૨૦૧૬
જે સુમતિ હોય, સુમુખી હોય, સુલોચની હોય તેવાએ વિશેષ સાવધાન રહેવું જોઈએ.
જેનું સુંદર મુખ હોય તેવાએ તે સુંદર મુખમાં આવેલ સુંદર ઈન્દ્રીયોવાળા એ વિશેષ સાવધાન રહેવું જોઈએ.
જે રડે છે તે સાવધાન છે અને રુદન એ જાગૃતિનું પ્રમાણ છે.
રડવું જ આપને જીવિત છીએ તેનું પ્રમાણ છે.
આપણા હલન ચલન કરતા હાથ તેનું હલન ચલન બંધ કરી કોઈ સામે નમન કરે તે જાગૃતિ છે, સાવધાની છે.
આપણા રોમ રોમમાં પુલકિત ભાવ જાગે, આપણી અંદર નૃત્ય થાય, નૃત્ય ભાવ જાગે તેવો ભાવ આધ્યાત્મ જાગૃતિ છે.
જેની બધી જ ઈન્દ્રીયોમાં સુસંવેદના ભરી છે તે સાવધાન છે, જાગૃત છે.
આધ્યાત્મ સાવધાનતા શાસ્વત છે.
આધ્યાત્મમાં રૂદન ન આવે તો આપણે અસ્વસ્થ છીએ.
અસહ્ય પ્રેમની અવસ્સ્થા જ રાધા છે.
કેન્દ્ર છૂટે ત્યારે રૂદન કરવું એ સાવધાની છે.
પ્રેમની ઔષધિ બની જ નથી. પ્રેમની ઔષધિ મળતી જ નથી.
જેની બુદ્ધિ સ્થિર છે તે સાવધાન છે.
બુદ્ધિનું ધૈર્ય સાવધાની છે.
આપણામાં પાત્રતા આવે એટલે કોઈ બુદ્ધ પુરૂષ આપણને શોધતો શોધતો આવે જ.
દુપટ્ટો એ દ્વૈતનું પ્રતીક છે.
બુદ્ધ પુરૂષ આપણો દુપટ્ટો છીનવી લે છે, આપણું દ્વૈત છીનવી લે છે.
બુદ્ધ પુરૂષની ઉપસ્થિતિમાં - હાજરીમાં મહાકાલને પણ પ્રવેશ નથી. બુદ્ધ પુરૂષ હાજર હોય તો મહાકાલ આપણો જીવ લઈ ન શકે. શુકદેવજી તેથી જ સાત દિવસ પછી વિદાય લે છે જેથી તક્સ્ક નાગ પરીક્ષિતને ડસી શકે.
આપણા ઉપર ૭ પ્રકારની કૃપા થાય છે.
૧
માતૃ કૃપા
માતૃ દેવો ભવ
૨
પિતૃ કૃપા
૩
આચાર્ય કૃપા
૪
દેવ કૃપા
બીજાને હલકો ગણે તેના જેવો હલકો બીજો કોઈ નથી.
ઘણી વખત તિલક પાપને છુપાવવા છત્ર બને છે.
૫
અતિથિ કૃપા
૬
મંત્ર કૃપા
૭
ઈષ્ટ કૃપા
૮
સદ્ગુરૂ કૃપા
સદ્ગુરૂને ત્યાં હરિ ચાકર છે.
બુદ્ધ પુરૂષનાં ૪ લક્ષણ
૧
બુદ્ધ પુરૂષની વાણીમાં પ્રેમથી ભરેલ સત્ય હોય છે.
૨
બુદ્ધ પુરૂષના જીવનમાં શાસ્ત્રોની વિવેક પૂર્ણ મર્યાદા હોય છે.
૩
બુદ્ધ પુરૂષની આંખમાં અમૃત હોય, આંખ પવિત્ર હોય, આંખ શિકારી ન હોય.
૪
બુદ્ધ પુરૂષ સમ્યક બોલે.
બુદ્ધ પુરૂષ મૌન રહે અને મૌન અવસ્થા દરમ્યાન અંદર ઈષ્ટ સ્મરણ કરે.
No comments:
Post a Comment