Translate

Search This Blog

Monday, January 18, 2016

એકવીસમી સદીને જરૂર છે શુદ્ધ-સાત્ત્વિક હૃદયધર્મની

એકવીસમી સદીને જરૂર છે શુદ્ધ-સાત્ત્વિક હૃદયધર્મની

ધર્મને હૃદયનો ધર્મ જ્યારે આપણે કહી રહ્યા છીએ ત્યારે હાનિ અને ગ્લાનિ એ હૃદયની બીમારી છે


  • હૃદયનો ધર્મ, એને પણ બે રોગ થાય છે, અને એ બે રોગનાં નામ ‘રામાયણ’માં લખ્યાં છે. એક તો ધર્મને હાનિ થાય એ એક રોગ છે અને બીજો રોગ જે ‘ગીતા’માં લખ્યો છે, જેનું તુલસીએ ટ્રાન્સલેશન કર્યું છે. ‘રામચરિતમાનસ’માં, એ છે ધર્મને ગ્લાનિ થાય. આ બે હૃદયના રોગ છે.



  • ધર્મના અંચળા પહેરીને જ્યારે દંભ પોષાય ત્યારે ધર્મને હાનિ થાય. ધર્મનો નાશ તો થશે જ નહીં, કારણ કે મારા ગુરુની કૃપાથી ચાલતી આ રામકથા પંચાવન વરસથી હું બોલી રહ્યો છું, એમાં જે ધર્મના નિચોડરૂપે મેં વિચાર્યું છે એ તો સત્ય, પ્રેમ અને કરુણા છે.



  • ધર્મ સનાતન અને શાશ્વત છે, અને સત્ય જો ધર્મ છે, તો એનો નાશ ન થાય. પણ સત્યને થોડોક ક્યારેક ઘસારો થાય છે. સત્ય બૌદ્ધિક ન હોવું જોઇએ, સત્ય હાર્દિક હોવું જોઇએ. 
  •  જ્યારે ધર્મને નામે વ્યક્તિથી લઇને સમગ્ર વિશ્વનું પોષણ થવું જોઇએ એને બદલે શોષણ શરૂ થાય, એ વખતે ધર્મની ધજા ફરકતી નથી. ફફડતી હોય છે કે અમારા નામે શું શું થાય છે! 
  • ત્રીજું, આપણે આપણા મનઘટિત, આપણા બનાવેલા નેટવર્ક પ્રમાણે આપણે જે નવાનવા પંથને ધર્મનું નામ આપી દઇએ છીએ, એ ત્રીજી ધર્મની હાનિ છે.



  • સનાતન મૂલ્યો છે જે સત્ય પ્રેમ, કરુણા અને હું હંમેશાં કહું છું, સત્ય આપણા માટે હોવું જોઇએ. પ્રેમ બીજા માટે હોવો જોઇએ, પરસ્પર હોવો જોઇએ અને કરુણા આખા જગત માટે હોવી જોઇએ. 



  • ગગન સિદ્ધાંત, વ્યાસનું સૂત્ર છે આ, એટલે આપણે વ્યાસને કહીએ છીએ, ‘નમોસ્તુતે વ્યાસ વિશાલબુદ્ધે.’ 
  • તો, જ્યારે હું ને તમે દંભ કરીએ છીએ, પોષણની જગ્યાએ શોષણ કરીએ છીએ, આપણા બનાવેલા થોડા સ્વાર્થ માટે નાના-મોટા, જુદા જુદા ધર્મને નામે જે કંઇ સંકીર્ણતા નિર્મિત કરીએ છીએ, ત્યારે ધર્મને હાનિ થાય છે. અને આ હૃદયરૂપી ધર્મનો રોગ છે. 
  • બાપ, ધર્મની હાનિનું મારી વ્યાસપીઠની દૃષ્ટિએ ત્રીજું કારણ છે, ખાબોચિયાંને દરિયો કહેવાનાં ગોઠવાતાં નેટવર્કો! ધર્મ શાશ્વત છે. ધર્મ એક જ હોય.



  • ધર્મની ગ્લાનિ પણ ત્રણ રીતે થાય. 
  • એક, ધર્મનો મૂળ અર્થ હોય એને આપણે આપણા સ્વાર્થ માટે બદલી નાખીએ, એ ધર્મની ગ્લાનિનું પહેલું લક્ષણ. 
  • ધર્મની બીજી ગ્લાનિ, પોતાના કરતાં બીજાને હીન ગણવા.



  • ગુરુ બાયપાસ નથી કરતો, એ ડાયરેક્ટ સર્જરી કરી નાખે, 
  • તો પછી કૃષ્ણ શું કામ એવું બોલે છે, ‘હું ધર્મની સ્થાપના કરવા આવ્યો છું.’ ધર્મ શાશ્વત છે, એને સ્થાપવો શું? એને સ્થાપવો નહોતો, એને ધર્મની હાનિ અને ગ્લાનિને લીધે જે નળીઓ બ્લોક થઇ ગઇ હતી, એ સુધારી અને હૃદયનો ધર્મ સ્થાપિત કરવો હતો, હૃદયના ધર્મની સ્થાપના કરવી હતી. એકવીસમી સદીને જરૂર છે હૃદયધર્મની. 
  • (સંકલન : નીિતન વડગામા) 





No comments:

Post a Comment