રામ કથા
માનસ કિન્નર
થાણે, મહારાષ્ટ્ર
શનિવાર, ૧૭-૧૨-૨૦૧૬ થી રવિવાર, ૨૫-૧૨-૨૦૧૬
મુખ્ય પંક્તિ
देव दनुज किंनर नर श्रेनीं।
सादर मज्जहिं सकल त्रिबेनीं॥
................................ 1 - 43/4
................................ 1 - 43/4
देवता, दैत्य, किन्नर और मनुष्यों के समूह सब आदरपूर्वक त्रिवेणी में स्नान करते हैं॥।
सुर किंनर नर नाग मुनीसा।
जय जय जय कहि देहिं असीसा॥
.................. 1 -264/2
.................. 1 -264/2
देवता, किन्नर, मनुष्य, नाग और मुनीश्वर जय-जयकार करके आशीर्वाद दे रहे हैं॥
૧
શનિવાર, ૧૭-૧૨-૨૦૧૬
રામ ચરિત માનસમાં કિંનર શબ્દ ૧૬ વાર વપરાયો છે.
- बंदउँ किंनर रजनिचर कृपा करहु अब सर्ब॥
- देव दनुज किंनर नर श्रेनीं। सादर मज्जहिं सकल त्रिबेनीं॥
- किंनर नाग सिद्ध गंधर्बा। बधुन्ह समेत चले सुर सर्बा॥
- देव दनुज नर किंनर ब्याला। प्रेत पिसाच भूत बेताला॥
- सिद्ध तपोधन जोगिजन सुर किंनर मुनिबृंद।
- किंनर सिद्ध मनुज सुर नागा। हठि सबही के पंथहिं लागा॥
- देव जच्छ गंधर्ब नर किंनर नाग कुमारि।
- सुर किंनर नर नाग मुनीसा। जय जय जय कहि देहिं असीसा॥
- अमर नाग किंनर दिसिपाला। चित्रकूट आए तेहि काला॥
- मन हरष सभ गंधर्ब सुर मुनि नाग किंनर दुख टरे॥
- बैठ जाइ तेहिं मंदिर रावन। लागे किंनर गुन गन गावन॥
- गावहिं किंनर सुरबधू नाचहिं चढ़ीं बिमान॥
- नभ दुंदुभीं बाजहिं बिपुल गंधर्ब किंनर गावहीं।
- सुर मुनि सिद्ध नाग नर किंनर। चारि प्रकार जीव सचराचर।।
- नर गंधर्ब भूत बेताला। किंनर निसिचर पसु खग ब्याला।।
કર્મ પ્રધાન છે પણ કરૂણા પ્રેસિડેન્ટ છે.
સમાજનો તિરસ્કાર, અપમાન સહન કરવું એ મહાન તપ છે.
કિન્નર સમાજનું ઘરાનુ કૈલાશ છે.
सिद्ध तपोधन जोगिजन सुर किंनर मुनिबृंद।
बसहिं तहाँ सुकृती सकल सेवहिं सिव सुखकंद॥
અમૃત પિવાથી અમર નથી થવાતું પણ ઝેર પિવાથી અમર થવાય.
કિન્નર સમાજ મનુષ્ય સમાજથી ઉપરનો સમાજ છે.
કિન્ન્રર સમાજે રામ અને સીતાના વરમાળાના પ્રસંગે આશીર્વાદ આપ્યા છે.
કિન્નર સમાજ આશીર્વાદદાયક છે.
૨
રવિવાર, ૧૮-૧૨-૨૦૧૬
देव दनुज नर नाग खग प्रेत पितर गंधर्ब।
बंदउँ किंनर रजनिचर कृपा करहु अब सर्ब॥7 (घ)
ગોસ્વામી તુલસીદાસજી ૧૦ ની વંદના કરી તેમની કૃપા ચાહે છે.
દેવતાઓની વંદના કરવાથી તેમની કૃપા થતાં ઐશ્વર્યની પ્રાપ્તી થાય છે. લક્ષ્મી - ધન પણ ઐશ્વર્ય જ છે.
અહરનિશ રામ નામ જપવું, હરિ નામ જપવું, સાધુ સંગ એ પણ ઐશ્વર્ય છે.
દનુજ - અસુરની વંદના કરવાથી ખરાબ કાર્ય ન કરવાની પ્રેરણા મળે છે. ખરાબ કાર્ય કરવાનું પરિણામ અસુર ભોગવે છે એ જાણતાં તેવું કાર્ય ન કરવાની પ્રેરણા મળે છે.
નર - મનુષ્યની વંદના કરવાથી માનવી ઉપર માનવતાની કૃપા પ્રાપ્ત થાય છે, માનવ માનવને પ્રેમ કરવા લાગે છે.
નાગની વંદના કરવાથી નાગના મસ્તકમાં રહેલ મણિની કૃપા પ્રાપ્ત થાય છે. નાગના મસ્તકમાં જ્યાં ઝેર હોય છે તેની ઉપર મણિ હોય છે અને છતાં પણ મણિને ઝેરની અસર થતી નથી. પણ મણિના સ્પર્શથી ઝેર ઊતરી જાય છે.
बिधि बस सुजन कुसंगत परहीं।
फनि मनि सम निज गुन अनुसरहीं॥5॥
સમાજમાં રહેવા છતાં વિષાદ આપણને અસર ન કરે તેવી કૃપા પ્રાપ્ત થાય છે.
ખગની - પક્ષીની વંદના કરવાથી અહંકાર ન કરવો તેવી કૃપા પ્રાપ્ત થાય છે. પક્ષીને પાંખ હોય છે અને તે ઊચી ઊડાન કરે છે પણ કદી તેનો અહંકાર નથી કરતું.
ભૂત એટલે ભૂતકાળ અને પ્રેત એટલે ભવિષ્યકાળ
પિતૃઓની વંદના કરવાથી આયુષ્ય, યશ અને તંદુરસ્તી સારી રહે તેવી કૃપા થાય છે.
ગંધર્વોની વંદના કરવાથી શુભ વિદ્યા, શુભ કળાની પ્રાપ્તી થાય છે.
કિન્નરોની વંદના કરવાથી ગાવાનું વરદાન પ્રાપ્ત થાય છે.
પ્રેમી ગાયન કરે, પ્રેમી ગાયા વિના ન રહી શકે.
ગાવાથી તંદુરસ્તી સુધરે એવી એક થેરાપી પણ છે.
કિન્નરો પાસે એક વિશેષ પ્રકારની તાળી પાડવાની કળા છે.
रामकथा सुंदर कर तारी।
संसय बिहग उड़ावनिहारी॥
સ્વર, સુર (સુરમય સ્વર), તાલ, લય, અને રાગ પાંચનું પંચાંગ કિન્નર ગાયનમાં હોય છે.
રજની જનની વંદના કરવાથી બેસુર ન થવાય તેવી કૃપા પ્રાપ્ત થાય છે.
કિન્નર સમાજ હંમેશાં નારી વેશમાં જ હોય છે. નારીનાં બે રૂપ હોય છે, માયા રૂપ નારી અને ભક્તિ રૂપ નારી.
કિન્નર સમાજનો નારી વેશ ભક્તિ રૂપ નારી છે.
કિન્નર સમાજ શુકનવંત છે.
કિન્નર સમાજ મજાક ન કરે, ભક્તિ રૂપ નારી મજાક ન કરે.
કિન્નર સમાજ ઉદાર છે.
કિન્નર સમાજ તપસ્વી છે.
તપ નવિન સર્જન કરે, પરિપાલન કરે અને સંહાર પણ કરે.
तपबल रचइ प्रपंचु बिधाता।
तपबल बिष्नु सकल जग त्राता॥
तपबल संभु करहिं संघारा।
तपबल सेषु धरइ महिभारा॥
तप अधार सब सृष्टि भवानी।
करहि जाइ तपु अस जियँ जानी॥
तप के बल से ही ब्रह्मा संसार को रचते हैं और तप के बल से ही बिष्णु सारे जगत का पालन करते हैं। तप के बल से ही शम्भु (रुद्र रूप से) जगत का संहार करते हैं और तप के बल से ही शेषजी पृथ्वी का भार धारण करते हैं॥ हे भवानी! सारी सृष्टि तप के ही आधार पर है। ऐसा जी में जानकर तू जाकर तप कर।
_________________________________________________________________________________
The article displayed below is with the courtesy of akilanews.
Read the article at its source link.
- પૂ. મોરારીબાપુ મારા પિતાતૂલ્ય... આઇ લવ યુ બાપુ...: કિન્નર લક્ષ્મીનારાયણ
કિન્નર સમાજ ભીખ
માંગવા આવતો નથી, આર્શિવાદ આપવા
આવે છેઃ પૂ. મોરારીબાપુઃ મહારાષ્ટ્રના થાણેમાં આયોજીત 'માનસ કિન્નર' શ્રીરામકથાનો ત્રિજો દિવસ
કિન્નર અખાડાના
મહા મંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ શ્રીરામકથામાં પ્રવચન આપ્યુ હતું પૂ.
મોરારીબાપુએ તેમનું શાલ આપીને સન્માન કર્યુ હતું. અન્ય તસ્વીરોમાં લક્ષ્મીનારાયણ
ત્રિપાઠીનું પ્રવચન સાંભળતા પૂ. મોરારીબાપુ તથા શ્રીરામ કથાનું રસપાન કરતા
શ્રોતાજનો નજરે પડે છે. (પ-૪)
રાજકોટ તા. ૧૯ '
પૂ. મોરારીબાપુ મારા પિતા
તુલ્ય છે આઇ લવ યુ બાપુ ' તેક કહીને કિન્નર
અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષીનારાયણ
ત્રિપાઠીએ મહારાષ્ટ્રના થાણેમાં આયોજીત
શ્રીરામ કથાના પ્રથમ દિવસે જણાવ્યુ હતું.
કિન્નર અખાડાની આચાર્ય મહામંડલેશ્વર
લક્ષ્મીનારાયણ ત્રિપાઠી (કિન્નર) એ ભીની આંખે કહયું કે આજે હું ધન્ય થઇ છું ,
મારી બન્ને તરફ પિતા
છે , મોરારીબાપુ અને
જગદ્ગુરૂ શંકરાચાર્યજી આ બન્ને પિતાઓની વચ્ચે છું. અમે અહલ્યા છીએ ,
પણ બાપુએ અમને સ્પર્શ
કર્યો એટલે ધન્યા થયા. આ વિશિષ્ટ - અમરા સમાજ માટેની રામકથા આવનારી હજારો પેઢી આ
કથાને યાદ કરશે. હું સદ્દનસીબે છું કે મારા માતા-પિતાએ મારો ત્યાગ નથી કર્યો ,
એણે મને ઉછેરી- ભણાવી
--ગણાવી છે.
પૂ. મોરારીબાપુના વ્યાસાસને જેને સમાજ
ઉપેક્ષીતો તરીકે ગણે છે તેવા કિન્નર સમાજ માટે પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રીરામ
કથાનો શનીવારે પ્રારંભ થયો હતો.
જગદ્ગુરુ શંકરાચાર્યજી સ્વામી
વાસુદેવાનંદજી મહારાજ , કેન્દ્ર સરકારના
કેબિનેટ મંત્રી થાવરચંદ ગેહલોત અને કથાનું કેન્દ્રીય વ્યકિતત્વ કિન્નર અખાડાના
આચાર્ય મહામંડલેશ્વર લક્ષીનારાયણ ત્રિપાઠી વગેરે મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય
થયું હતું.
જગદ્દગુરૂ શંકરાચાર્યજીએ પ્રવચનમાં કહ્યું
કે -જયારથી સન્યાસ લીધો અને પછી આ આચાર્યપીઠનું પદ મળ્યું ત્યાં સુધીમાં અસંખ્ય
સભાઓ- કથાઓ જોઇ-સાંભળી છે પણ આવી કથા પ્રથમ વખત અનુભવીશ. લક્ષ્મીજીએ મને ફોનમાં
નિમંત્રણ આપ્યું હત્યારે મેં તરત કહયું કે હું ચોકકસ આવીશ. કેમ કે કિન્નર સમાજ
માટે કદી , કોઇએ ,
કયારેય આવી ચિંતા નથી
કરી. કેન્દ્રીય મંત્રીશ્રી ગેહલોતજીએ પણ આ વિશિષ્ટ રામકથા તથા પોતાના દ્વારા
કિન્નર સમાજના ઉત્થાન માટે થયેલા કાર્યો વિશે વાત કરતા જણાવ્યું હતું કે ,
પૂજય મોરારીબાપુ અને
જગદ્દગુરૂ શંકરાચાર્યજી મહારાજના સાન્નિધ્યમાં એક વિશિષ્ટ રામકથામાં ઉપસ્થિત
રહેવાનું સૌભાગ્ય મળ્યું. કિન્નર સમાજ માટે મેં મંત્રી તરીકે ,
મારા કાર્યક્ષેત્રમાં
સમાજકાર્ય છે એટલે મેં દરખાસ્ત મુકી છે જે હવે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર થશે પણ
લક્ષ્મીજી અને એના કિન્નર અખાડા માટે પણ મેં એમને મદદ કરી છે .
પૂ. મોરારીબાપુએ કહ્યું કે ,
બધી જ રામકથાઓ મને
પ્રસન્નતા આપે છે પણ આ કિન્નરો માટેની રામકથા મને વિશેષ પ્રસન્નતા આપે છે પણ આ
કિન્નરો માટેની રામકથા મને વિશેષ પ્રસન્નતા આપી રહી છે. લક્ષ્મીજી મને મળવા આવ્યા
ત્યારે પણ મેં કહેલું કે યજમાન અને સંપૂર્ણ કથાની વ્યવસ્થા અમે કરીશું તમે
ભારતભરના જ નહીં પણ દુનિયાના અન્ય દેશોનાં કિન્નરોને પણ આ કથામાં નિમંત્રણ આપો , બધાં જ લોકો
પ્રેમથી આવો.
દેવ દનુજ કિન્નર શ્રેની સાદર મજજહિ સકલ ત્રિબેની સુર કિન્નર નર નાગ મનીસા જય જય જય કહિ દેહિ
અસીસા
રામચરિત માનસની ઉપરોકત તુલસી કૃત પંકિતઓને
કેન્દ્રસ્થ અને એક વિશિષ્ટ - અદ્દભુત રામકથા
' માનસ કિન્નર
' નો મહારાષ્ટ્રની થાણા (પશ્ચિમ) ભૂમિ પર મંગલમય
પ્રારંભ થયો હતો. આપણા સમાજના ઉપેક્ષિત કિન્નર સમાજ માટે અને રામચંદ્રજી પણ
કિન્નરની પાસે ગયા છે એ સંદર્ભોને યાદ રાખીને બાપુએ કહયું કે આ કિન્નર સમાજે
રામચંદ્રજીને પણ લગ્ન વખતે આશીર્વાદ આપ્યા છે. જે રામને આશીર્વાદ આપી શકે છે તે આમ
(સામાન્ય પ્રજા) ને ય આશીર્વાદ આપી શકે છે. મારા મનમાં તો આ કૈલાસી મનોરથ હતો જ પણ
આજે પ્રથમ દિવસે જગદ્દગુરૂ ભગવાન શંકરાચાર્યજી (સ્વામી વાસુદેવાનંદજી મહારાજ)
ઉપસ્થિત રહ્યાં એ મારા માટે , આપણા માટે મોટા
આશીર્વાદ છે. આ કિન્નર સમાજે લોકોનો તિરસ્કાર અને અપમાનો સહન કર્યા છે. મારી
દ્રષ્ટિએ સમાજનો તિરસ્કાર અપમાન સહન કરવા એ પણ તપ જ છે. આપણને આ નવ દિવસ મળ્યા છે.
એ પ્રાયશ્ચિતનો ભાવ છે. અને હું તો કહેતો જ રહ્યો છું કે હું સુધારક નથી ,
સ્વીકારક છું. સુધારવાનું
બંધ કરી સૌને છેવાડાના માણસને પણ સ્વીકારવાનું શરૂ કરો.
પૂ. મોરારીબાપુએ કહયું કે ,
કિન્નરો ભીખ માંગવા માટે
નહી પરંતુ સારા પ્રસંગોમાં આશીર્વાદ આપવા આવે છે.
કાલે બીજા દિવસે શ્રીરામકથામાં પૂ.
મોરારીબાપુએ કહયું કે , ઓશોનું એક સુંદર
વિધાન છે. પ્રતિમા હંમેશા કઠણ હોય છે પણ પ્રતિભા કાયમ કોમળ-વિનમ્ર હોય છે. જે કોઇ
મહાનતત્વની પ્રતિમા કઠણ હોય પણ એ પ્રતિભા હંમેશા વિનમ્ર જ હોવાની. બીજા દિવસની
રામકથામાં પણ જગદ્દગુરૂ શંકરાચાર્ય સ્વામી દેવાનંદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતાં
અને સમગ્ર કથાનું શ્રવણ કર્યુ હતું. કથા પ્રારંભ તેઓએ તેમના સંક્ષિપ્ત પ્રવચનમાં
સરસ વાત કરી હતી કે આપણે સૌએ આ કિન્નર સમાજને આપણી સાથે સામાન્ય જન પ્રવાહમાં
જોડવા જરૂરી છે. અને હવે પછી જે કુંભનું આયોજન છે તેમાં પણ કિન્નર અખાડાને
નિમંત્રણ મળવું જોઇએ. હું પણ એ માટે લક્ષ્મીજીને અને એના સમાજને નિમંત્રણ આપું છું
અને કુંભમાં એમને સ્થાન મળે એ માટે પ્રયત્નો કરીશ. ગઇકાલે ભારત સરકારના મંત્રી
ગેહલોતજીએ પણ કિન્નર સમાજ માટે સરકાર તરફથી જે સહયોગ ,
સ્થાન ,
માન ,
પાન મળનાર છે એ આપણા સૌ
માટે શુભ નિશાની છે.
શ્રીરામ કથાનો આજે ત્રીજો દિવસ છે. સંચાલન
હરિશ્ચંદ્ર જોષી કરી રહ્યા છે.
' લક્ષ્મી '
રૂપી પાદુકાઓ જગદગુરૂના
ચરણોમાં પુનઃ સ્થાપિત
રાજકોટઃ. '
માનસ કિન્નર '
ના પ્રથમ દિવસે બાપુએ
કથાના પ્રારંભે જ કથા મંડપમાં કિન્નરો વચ્ચે બેસેલા કિન્નર અખાડાના આચાર્યા
મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી અને (સુપ્રસિદ્ધ પુસ્તક '
હું લક્ષ્મી હિજડો '
ના લેખીકા) કિન્નર સમાજ
માટે નિરંતર પ્રવૃત લક્ષ્મીજીને બાપુએ પ્રેમપૂર્વક વ્યાસપીઠ પર બોલાવીને ,
જગદગુરૂ શંકરાચાર્યજી
મહારાજની બાજુમાં જ એમના ચરણોમાં બેસવાનું નિમંત્રણ આપ્યુ હતું. ત્યારે સમગ્ર
કિન્નર લોકો અને સૌ શ્રાવકો-ભાવકો-ભકતોએ આ ઐતિહાસિક ઘટનાને તાળીઓના ગડગડાટ સાથે
હર્ષોલ્લાસ અને આનંદ સાથે વધાવી હતી.
પૂ. મોરારીબાપુએ કહ્યુ કે આ લક્ષ્મીજીને
કથા આપી અને આજે પ્રથમ દિવસે જ જગદગુરૂ ભગવાન શંકરાચાર્યજી મહારાજે મ્હોર મારી અને
પ્રમાણપત્ર નહી પણ પ્રેમપત્ર આપ્યો છે. તલગાજરડા આજે ગદગદ છે. જે પાદુકાઓને સમાજે
ઠોકર મારી હતી એ ' લક્ષ્મી '
રૂપી પાદુકાઓ આજે
જગદગુરૂના ચરણોમાં પુનઃ સ્થાપિત થઈ છે.
નોટબંધીની જાહેરાત બાદ કથા કરવી મુશ્કેલરૂપ
કામ
રાજકોટઃ. શનિવારે '
માનસ કિન્નર '
રામકથામાં પૂ.
મોરારીબાપુએ તા. ૮ નવેમ્બરની નોટબંધીની જાહેરાતને ટાંકીને જણાવ્યુ કે ,
નોટબંધીની જાહેરાત બાદ
કથા કરવી મુશ્કેલીભર્યુ કામ છે તેમ છતા મહારાષ્ટ્રમાં આયોજકોએ પુરતી વ્યવસ્થા કરી
લીધી છે.
ગઈકાલે પણ પૂ. મોરારીબાપુએ કહ્યુ કે ,
આજકાલ આ નોટબંધીને કારણે
ઘણા ઘણા લોકોને અસર થઈ છે. અરે યાર! અમારી કથાઓનેય અસર થઈ હશે. આજકાલ જે સાંપ્રત
ઘટનાઓ બને છે એને પણ હું તમારી વચ્ચે સામાન્ય કહુ ,
વહેંચુ. આજકાલ બેંકની
પાસે લોકોને લાઈનમાં ઉભા રહેવુ પડે છે એ બાબતે એક બુઝુર્ગ-વૃદ્ધનો જવાબ મને કોઈએ
કહ્યોએ જવાબ તમારી વચ્ચે સાર્વજનિક કહુ. કોઈએ એ વૃદ્ધ-બુઝુર્ગને પૂછયુ કે નોટ
બદલવાની લાઈનમા ઉભા છો ? પહેલા બુઝર્ગે જે
જવાબ આપ્યો એ વંદનીય છે ,
પ્રસંશનીય ,
પ્રેરણાદાયી છે. વૃદ્ધે
કહ્યુ કે ' ના હું તો દેશ
બદલવાની લાઈનમાં ઉભો છું! '( ૨-૮)
_________________________________________________________________________________
૩
સોમવાર, ૧૯-૧૨-૨૦૧૬
કિન્નર સમાજ એ એક વિશેષ જાતિ છે જેનું મૂળ સ્થાન કૈલાશ છે અને તે શિવ ગાન કરે છે.
અમર કોષમાં કિન્નર શબ્દનો અર્થ દર્શાવ્યો છે.
કિન્નર શબ્દાના અર્થ નિચે પ્રમાણે છે.
- મંગલ મૂખ
- નર
- નર નારાયણ
- બ્રહ્મ - ઈશ્વર
- મહાદેવ
- સેવક
- કલમની શાખા જે લેખની છે
અર્જુન એક વર્ષ માટે કિન્નર બને છે અને શ્રી કૃષ્ણ અર્જુનને પોતાની વિભૂતિ ગણાવે છે.
દર્દનો કોઈ ધર્મ નથી, દવાનો કોઈ ધર્મ નથી તેમજ દિવાનગીનો પણ કોઈ ધર્મ નથી. આ ત્રણેય
બિનસાંપ્રદાયિક છે.
બુદ્ધપુરૂષ કોઈ સ્થળે ક્ષણિક પણ જાય છે તો તે સ્થળ શુદ્ધ બની જાય છે.
દિવ્ય સ્નાન એ છે જે જ્યારે સૂર્યનો પ્રકાશ હોય અને વરસાદ પણ વરસતો હોય અને તે વરસાદમાં સ્નાન કરવામાં આવે.
કથા ગાન અને કથા શ્રવણ પણ સ્નાન છે.
દેવ લોકો પ્રાતઃ કાળમાં સ્નાન કરે - સૂર્યોદય પહેલાં સ્નાન કરે.
મનુષ્ય સવારથી સાંજ દરમ્યાન ગમે ત્યારે સ્નાન કરે.
કિન્નર સૂર્યોદય અને બપોરના સમયના વચ્ચે સ્નાન કરે.
અસુર - દનુજ રાત્રીના સમયે સ્નાન કરે.
The article displayed below is with the courtesy of akilanews.
Read full article at the source link.
કિન્નરની સાધના એટલે નૃત્યુઃ પૂ.મોરારીબાપુ
મહારાષ્ટ્રના થાણેમાં આયોજીત ''માનસ કિન્નર'' શ્રીરામ કથાનો ચોથો દિવસ
- Read the article at source link mentioned above to view the pictures.
- ઉપરની તસ્વીરમાં પૂ. મોરારીબાપુ શ્રીરામકથાનુ રસપાન કરાવતા નજરે પડે છે. નીચેની તસ્વીરમાં કિન્નર સમાજના મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી તથા રાસે રમતા અન્ન કિન્નર નજરે પડે છે.
રાજકોટ તા. ર૦ : '' કિન્નરની સાધના એટલે નૃત્ય '' તેમ પૂ. મોરારીબાપુએ શ્રીરામકથાના ચોથા દિવસે જણાવ્યું હતું.
પૂ. મોરારીબાપુએ જણાવ્યું કે, ભગવાનની કથા આચરણ આપે છે અને દિલના દુઃખ ધોઇ નાખે છેઅને અહંકારને વિનમ્ર બનાવે છે.
પૂ. મોરારીબાપુએ જણાવ્યું કે, જુના કથાકારોમાં ગોપીભાવના દર્શન થતા હતા અને પૂ.મોરારીબાપુએ જણાવ્યું કે , શ્રીરામ કથાના શ્રવણથી બાળકોમાં પણ સારા સંસ્કારનું સિંચન થાય છે.
પૂ. મોરારીબાપુએ આજે '' પૂનમની રાત આવી પૂનમની રાત... '' નું ગાયન કરતા લોકો તેના તાલે ઝુમી ઉઠયા હતા તેમજે '' ભલા મોરી રામા '' નું પણ ગાયન કર્યુ હતું.
ગઇકાલે શ્રીરામ કથાના ત્રીજા દિવસે પૂ. મોરારીબાપુએ કહ્યું હતું કે દર્દ , દવા અને દિવાનગીએ બિનસાંપ્રદાયીક છે. દર્દને કોઇ મજહબ કે સંપ્રદાય નથી હોતો દવા અને દિવાનગી પણ સાંપ્રદાયિક નથી એ સૌની પોતીકી અનુભુતીઓ છે હિંદુસ્તાન પાસે આંખ છે.સ્વર્ગ પાસેએ આંખ નથી. કિન્નરના દેવ આપણે ત્યાં કુબેરને માનવામાંં આવે છે અને જેના દેવ સ્વયં કુબેર હોય એ કયારેય કોઇ પાસે માંગે નહિ , કયારેય હાથ લાંબો ન કરે સંશયએ પતનનું બીજ છે. ખાસ કરીને આ સંશય એ ઉર્ધ્વતા વિકાસનું બીજ છે.
આંખ મેં તૈરતી હૈ તસ્વીર
તેરા ચહેરા , તેરા ખ્યાલ લીયે.
આઇના દેખતા હૈ જબ મુજકો
એક માસુમ સા સવાલ લીયે !
બાપુએ મહાભારત અને વેદવ્યાસજીનો સંદર્ભ આપતા અર્જુન પણ એક વર્ષ કિન્નર બને છે. એની વિશદ વાત કરી હતી. કથા દરમિયાન સાત્વિક તાત્વિક ચર્ચાઓની સાથે કિન્નરોના ગાન અને નૃત્યની વાત કરતી વખતે બાપુએ દુહા , ગુજરાતી , ચારણી સાહિત્યના છંદ અને દુહાનો દોર શરૂ કર્યો હતો. એટલું જ નહિ. પણ કથામંડપમાં ઉપસ્થિત લક્ષ્મીજી સહિત કેટલાક કિન્નરોને વ્યાસપીઠ ઉપર રાસ-ગરબાને નૃત્ય માટે નિમંત્રણ આપ્યું હતું.
પૂ.મોરારીબાપુએ વધુમાં કહ્યું કે કિન્નરના ઘણા અર્થો છે ભિન્ન-ભિન્ન સંદર્ભામાં એના અર્થો મળે છે સંસ્કૃતના એક શ્લોકમાં પણ કિન્નરનો મહિમા ગવાયો છે કિન્નરને મંગલમુખ પણ કહેવાય છે કિન્ન એટલે નર નારાયણ એવો પણ એક અર્થ મળે છેઅને તુલસીદાસજી કિષ્કિધાકાંડની માનસની આ પંકિતઓમાં પ્રમાણ આપે છે.
તુલસીજી પ્રથમ શબ્દ ' કી ' લખે છે અને પછી ' નર ' એમ કહીને ' કિન્નર ' નો મહિમા નારાયણ સ્વરૂપે કરે છે. કિન્નરનો એક અર્થ બ્રહ્મ પણ છે , એટલે કે , ઇશ્વર એટલે કિન્નરો ઇશ્વરસ્વરૂપ છે. બ્રહ્મસ્વરૂપ છે અને આમ પણ બ્રહ્મ શબ્દ પુલ્લિંગ કે સ્ત્રીલ્લિંગ નથી નાન્યતર જાતિ છે બ્રહ્મ તત્ત્વ કેવું એમ કહેવાય છે અને કિન્નરનો બીજો અર્થ છે.
આપ કથાકાર છો કે કિન્નર ???
શ્રીરામકથામાં કોઇએ પૂ. મોરારીબાપુને પત્ર લખીને પુછયુ કે આપ કથાકાર છો ? કે કિન્નર ? જેના જવાબમાં પૂ. મોરારીબાપુએ કહ્યું કે , હું તો કથાના માધ્યમથી આધ્યાત્મિકતા તરફ આગળ વધુ છું અને કિન્નર સમાજને આદર આપું છે.
હવેથી નર , નારી , કિન્નર લખાશેઃ
ભારત સરકાર દ્વારા સ્વીકૃતિઃ પૂ.મોરારીબાપુએ સામાજીક રીતે સ્વીકાર્યા
રાજકોટ તા. ર૦ : '' હવેથી નર નારી અને કિન્નર એમ લખાશે '' તેવી જાહેરાત ચાલુ કથામા જાણીતા લેખક નગીનદાસ સંઘવીએ જણાવ્યું હતું.
નગીનદાસ સંઘવીએ વધુમાં જણાવ્યું કે ભારત સરકારે વિશેષ કાયદાને સ્વીકૃતિ આપી દીધી છે જેથી સરકારી ડોકયુમેન્ટસમાં નર , નારી તો લખાય છેતેમા ત્રીજુ નામ '' કિન્નર '' એવુ પણ લખવામાં આવશે.
તેથી ભારત સરકારે કિન્નર સમાજને કાયદાકીય રીતે તેમજ પૂ.મોરારીબાપુએ સામાજીક રીતે સ્વીકાર કર્યો છે.
મે બેન્કની લોન લીધી ' તી
જુના પ્રસંગને યાદ કરતા પૂ. મોરારીબાપુએ કહ્યું કે મે નાગરીક બેન્કમાંથી જયારે હુ શિક્ષક હતો.ત્યારે લોન લીધી હતી. તે માંડ પુરી કરી શકયો હતો હાલમાં તે બેન્કમાં હું શેર હોલ્ડર છું.
ઇન્કમટેક્ષ ભરો છો ? તેના જવાબમાં પૂ. મોરારીબાપુએ કહયું કે , સાધુને સાધુ જ રહેવા દો અને મને કોઇ સરકારી સુવિધા જોઇતી નથી. માત્ર વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાફીક પોલીસનો કે સિકયુરીટીનો સહયોગ લેવો પડે છે.
મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ કથા કરે તો સાડી પહેરીને જજો
રાજકોટ : પૂ. મોરારીબાપુએ શ્રીરામકથાના ચોથા દિવસે રમજુમા જણાવ્યું હતું કે કિન્નર સમાજના મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી કથા કરે તો તમે બધે તેમ કહીને પોતાના સાજીંદાઓને સાડી પહેરીને તબલા , પેટી વગાડવા જવાની છુટ આપી હતી.પરંતુ તે સમયે પોતાની કથા ન હોય તો જજો તેમ કહ્યું હતું.
તેમજ યજમાન પરિવારને પણ આ વ્યવસ્થામાં સહભાગી થવા જણાવ્યું હતું.
_________________________________________________________________________________
The articles displayed below are with the courtesy of akilanews.
- મહારાષ્ટ્રના થાણેમાં આયોજીત 'માનસ કિન્નર' શ્રીરામ કથાનો પાંચમો દિવસઃ ભગવાન શ્રીરામ જન્મોત્સવની ઉજવણી
Read this article at its source link.
રાજકોટ તા. ર૧ :.. ' પ્રેમ હોય ત્યાં પ્રભુ પ્રગટે છે ' તેમ પૂ. મોરારીબાપુએ મહારાષ્ટ્રના થાણેમા આયોજીત ' માનસ કિન્નર ' શ્રીરામ કથાના પાંચમાં દિવસે જણાવ્યું હતું. અને ધાર્મિકતા , આરાધના તરફ વળવા જણાવ્યું હતું.
માનસ રામકથામાં આજે ભગવાન શ્રીરામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અને કિન્નરો દ્વારા ગાયન અને નૃત્ય રજુ કર્યુ હતું.
પૂ. મોરારીબાપુએ કહયું કે , રામતત્વ અલૌકિક છે. ધર્મની હાની થાય , અસુરો , અનીતી વધે , સાધુ વિપ્રને કષ્ટ વધે , ત્યારે દેશની રક્ષા માટે ભગવાન અવતાર લે છે.
પૂ. મોરારીબાપુએ કહ્યું કે કાવ્યમાં પ્રેમ શાસ્ત્રના દર્શન થાય છે. આ દેશમાં કવિ કે સાહિત્યકારો ઓછા નથી. પરંતુ આપણે તેઓનું વાંચન નથી કયુ. અને તેઓ દ્વારા કરાયેલા સંશોધન સામાજીક રીતે ખુબ જ આગવી ઓળખ આપે છે.
પૂ. મોરારીબાપુએ કહયું કે જયારે સમાજમાં સમધર્મીઓ એકબીજાને દાદ દેવા લાગશે. ત્યારે સમાજમાં સોનાનો સૂરજ ઉગશે.
પૂ. મોરારીબાપુએ ગઇકાલે શ્રીરામ કથામાં કહયું કે , મહાભારતના શિખંડીની કથા અને સંદર્ભે કર્ણના ચરિત્રને પણ થોડોક સ્પર્શ આપીને યુધ્ધનું રમ્ય વર્ણન અદ્દભુત રીતે પ્રસ્તુત કર્યુ હતું. એક શ્રાવકનો હળવાશભર્યો પત્ર હતો કે બાપુ તમે કથાકાર છો કે કિન્નર ? ( બાપુએ હળવાશથી કહયં , હા , હવે ઇ એક બાકી હતું!) કલાકાર છો કે પાગલ ? બાપુ છો કે ડાકુ ? સાધુ છો કે ભિક્ષુક ? અને છેલ્લે એક સરસ પ્રશ્ન હતો કે બાપુ , અમે તમને કયારે ભુલી જશું ? બાપુએ કહયું કે , અસંભવ. પણ હા , તુમ અગર ભૂલ ભી જાઓ તો યે હકક હૈ તુમકો , મેરી બાત ઔર હૈ. મૈંને તો મુહોબ્બત કી હૈ. મારા શ્રોતાઓ - શ્રાવકો સાથે મારી મમતા છે. બાપુએ કિન્નર અખાડાના આચાર્યા મહામંડલેશ્વર લક્ષ્મીજીને પણ કથા ગાવા માટે પ્રેરણા આપી હતી કે તમે વિદ્વાન છો , તમે તમારા સમાજ વિશે કથા ગાવ અને તમે કથા કહેશો ત્યારે એનું દીપ પ્રાગટય હું કરીશ.
પૂ. મોરારીબાપુએ વધુમાં કહયું કે , બંગાળના એક લોક કથામાં પણ એક અતિ વિચિત્ર કથાનક મળે છે. , જેમાં કાલીમાતા કૃષ્ણ બને છે અને મહાદેવ રાધા બને છે , માંધાતા-જે પુરૂષથી જન્મેલો છે , મંદાસ્વન નામનું એક પાત્ર જે સ્ત્રી-પુરૂષ બન્ને છે. , ભગીરથ વિશે એવી વાત છે એ બે સ્ત્રીઓથી જન્મેલો છે , ઇરાવાન અને આ મા બહુચર , અર્જુન , ઇન્દ્ર , અરૂણ , ઇલા કે જે ચંદ્ર ઝાંખો થવાથી પુરૂષ બની જાય છે , રાણીએલી , કોપરુનચૌલુરાજા અને નારદ પોતે - આ બધા જ ચરિત્રો - વ્યકિતત્વો એ પરમાત્માના અતિ વિચિત્ર સર્જનો છે. (પ-ર૪)
- રામજન્મ પછી વિજ્ઞાન-વિવેકનો સૂર્યોદય થાયઃ પૂ. મોરારીબાપુ
મહારાષ્ટ્રના થાણેમાં 'માનસ કિન્નર' શ્રીરામ કથામાં 'નામકરણ' પ્રસંગની ઉજવણીઃ છઠ્ઠો દિવસ
Read this article at its source link.
રાજકોટ તા. રર :.. ' શ્રીરામ જન્મ ' પછી વિજ્ઞાન - વિવેકનો સૂર્યોદય થયો હતો તેમ કહીને પૂ. મોરારીબાપુએ મહારાષ્ટ્રના થાણેમાં આયોજીત ' માનસ કિન્નર ' શ્રીરામ કથાના આજે છઠ્ઠા દિવસે રામ , લક્ષ્મણ , ભરત , શત્રુધ્નના નામકરણનો પ્રસંગ વર્ણવતા જણાવ્યું કે ભગવાન શ્રીરામના જન્મ બાદ એક મહિનાનો દિવસ હોય તેવુ વાતાવરણ અયોધ્યામાં અનુભવાયુ હતું. અને ૩૦ દિવસ સુધી લોકોએ ઉત્સવ ઉજવ્યો હતો.
પૂ. મોરારીબાપુએ કહયું કે આપણે જયારે શ્રીરામકથાનું ૯ દિવસ સુધી રસપાન કરીએ છીએ. ત્યારે દિવસો કેમ જતા રહે છે તેની ખબર પડતી નથી. તેવી જ રીતે અયોધ્યામાં તો ભગવાન શ્રીરામનો જન્મ થયો હોય ત્યારે વાત જ શું કરવી.
પૂ. મોરારીબાપુએ જણાવ્યું કે , અયોધ્યામાં રામજન્મ બાદ શિવજી અને પાર્વતી બન્ને અયોધ્યામાં બાળ સ્વરૂપ શ્રીરામ ભગવાનના દર્શન માટે ગયા હતાં.
પૂ. મોરારીબાપુએ કહયું કે , આપણી પાસે કોઇપણ વિદ્યા હોય તે શ્રીરામના દર્શન કરાવે છે. અને પરમતત્વ સુધી પહોંચી શકાય છે.
પૂ. મોરારીબાપુએ ગઇકાલે કથાના પાંચમા દિવસે જણાવ્યુ છે કે , સૂરજ કદી રજા પર ન હોય , અને વેકેશન ન હોય પ્રકાશના અજવાળાના ઉપાસકને રજા ન હોય , પણ એક વખત સૂરજના સારથિને એક દિવસની રજા મળે છે અને એ ઇન્દ્ર દરબારમાં અરૂણી બનીને પ્રવેશે છે. ઇન્દ્ર અરૂણ પર મોહિત થાય છે. અને ઇન્દ્ર - અરૂણીના મિલન થકી વાલી (રામાયણનો)નો જન્મ થાય છે. પછી અરૂણી (જે મુળમા અરૂણ સારથિ છે) સૂર્ય પાસે આવે છે અને સૂર્ય પણ અરૂણી પર મોહિત થાય છે અને એના થકી સુગ્રીવનો જન્મ થાય છે આ બધી પરમાત્માની અતિ વિચિત્ર કૃતિઓ છે. બાપુએ સૌને પોતપોતાની માતૃભાષાના જતન માટે પણ નમ્ર અપીલ કરી હતી. માતૃભાષા એ ધર્મ છે , હિન્દીભાષા અર્થ છે , અંગ્રેજી ભાષા કામ છે અને સંસ્કૃત ભાષા એ મોક્ષ છે. લોકશાહી સરકાર વિષયક સૂત્ર સંદર્ભે પણ આ રામકથા વિશે બાપુએ જાણીતું સુત્ર કહયું હતું કે આ રામકથા ઓફ ધી કિન્નર , બાય ધી કિન્નર અને ફોર ધી કિન્નર છે.
પૂ. મોરારીબાપુએ વધુમાં કહયું કે , કૈલાસ પાંચ છે. જેમાં ત્રણ કૈલાસ ઉત્તરાખંડમાં છે. એક તિબેટમાં અને એક હિમાચલમાં છે. એના નામ આ મુજબ છે. (૧) મણી મહેશ કૈલાસ (ર) શ્રીખંડ કૈલાસ (૩) આદી કૈલાસ (૪) કૈલાસ (માનસરોવર જે તિબેટના કબ્જામાં છે) (પ) કિન્નર કૈલાસ - જે હિમાલયમાં છે. એટલે કિન્નરો શિવ ઉપાસક અને ઉંચાઇ પર રહેનારા છે. તુલસીજીએ રામચરિત માનસના ઉત્તરકાંડના સ્પષ્ટ કહયું કે કિન્નર મને પરમપ્રિય છે. આ જગતમાં પરમાત્મા જ માત્ર ઉત્તમ શ્લોક તો કેવળ પરમાત્મા જ છે. કિન્નરો પણ પુણ્યશ્લોક છે. મૌન રે તે પણ અને સરસ ગાનારાઓ પણ પુણ્ય શ્લોક છે. એ સુકૃત એટલે કે સુકૃતિ છે. પુણ્યમય છે. હવે આ સુકૃતની સ્વીકૃતિ જરૂરી છે. બાપુએ સૂરજ અને સૂરજના સારથિ અરૂણ-અરૂણી બને છે એનું કથાનક વિસ્તારથી સમજાવીને પ્રભુની ભિન્ન - ભિન્ન વિચિત્ર કૃતિઓના દૃષ્ટાંતો આપ્યા હતાં.
આજે પણ પૂ. મોરારીબાપુએ જુદા જુદા ભજનોનું ગાયન કર્યુ હતું આ સમયે કિન્નરોએ રાસ-ગરબા લીધા હતાં. (પ-ર૧)
- આગામી કથાઓમાં પૂ. મોરારીબાપુ માનસ ગનિકા ઉપર કથા કરે તેવી સંભાવના
Read the article at its source link.
જામનગર , તા. રર : મુંબઇ થાણે ખાતે પ્રથમવાર કોઇ કથાકારે માનસ કિન્નર ઉપર કથા કરી હોય તો તે યશ પૂ. મોરારીબાપુને જાય છે. અને રામચરીત્ર માનસમાં ૧૬ વખતે અનેસમગ્ર તુલસી ગ્રંથમાં કુલ ર૬ વાર કિન્નર શબ્દોનો આદર થી તુલસી એ ઉચ્ચારણ કરે છે. તેમ રામચરીત્ર માણસના ઉત્તરકાંડમાં ૧ર૯માં દોહા પછીના પહેલા છંદમાં ગનિકા શબ્દનો ઉલ્લેખ છે અને ભગવાન રામને તુલસીદાસ કહે છે કે જો તું અમારા જેવા પતિતનો ઉધ્ધાર કર તો જ તું પતિત પવાન કહેવાય આમ કહી ગનિકા , અન્નમિલ , બ્યાથા ગીધ ગજાદી નો ઉલ્લેખ કરી તેઓને મુકિત આપી સ્વીકારેલ છે.
જો રામ આ બધાને સ્વીકારતા હોય તો '' માનસ ગનિકા '' કથા કરે તો જ તૈ યાત્રામાં સુંગધ ફેલાઇ અને '' માનસિ કિન્નર '' કથા ઉપરથી ફલિત થાય છે કે આગામી દિવસોમાં મોરારીબાપુ ગનિકા પર અને તેના આયોજનથી '' માનસ ગનિકા '' કથા કરશે જ...(૯.૧૧)
- કિન્નર સમાજમાં ગુરૂ પરંપરાના અદ્ભૂત દર્શન : પૂ.મોરારીબાપુ
મહારાષ્ટ્રના થાણેમાં આયોજત ''માનસ કિન્નર'' શ્રી રામ કથાનો સાતમો દિવસRead the article at its source link.
રાજકોટ , તા. , ર૩ : કિન્નર સમાજમાં ગુરૂ પરંપરાના અદ્ભૂત દર્શન થાય છે અને અહંકાર વગરના ગુરૂ-શિષ્ય સાથેના સંબંધો જોવા મળી રહ્યા છે તેમ પૂ. મોરારીબાપુએ મહારાષ્ટ્રના થાણેમાં આયોજીત '' માનસ કિન્નર '' શ્રી રામકથાના સાતમાં દિવસે જણાવ્યું હતું.
પૂ. મોરારીબાપુએ જણાવ્યું કે જેનો સંગનો '' સંગ '' પ્રિય લાગે તે ભકિત આવી રીતે શબરીમાં નવા પ્રકારની ભકિતના દર્શન થાય છે.
પૂ. મોરારી બાપુએ કહ્યું કે , પ્રવાહમાં ઝુકી જવુ તે જ મોટપ છે અને કપટ છોડીને પ્રભુ ભકિતમાં પ્રભુના ગુણગાન ગાવા માટે લાગી જવુ જોઇએ.
પૂ. મોરારીબાપુએ ગઇકાલે પાંચમા દિવસે કહયું કે , કિન્નરની તાળીઓ એનું ઘરાનું છે એટલે આ કથાથી લોકોમાં એ મેસેજ જઇ રહયો છે કે હવે આ સમાજનો તિરસ્કાર નહી એનો સ્વીકાર જરૂરી છે અને આ લોકો માટે વપરાતો શબ્દ હું બોલતો નથી. પરંતુ લક્ષ્મીએ તો સ્પષ્ટ કહયું અને લખ્યું કે હું આ (હિજડા) છું પરંતુ મારી દ્રષ્ટિએ જે સત્ય સમાજ પરત્વે ધૃણા પેદા કરે એવું સત્ય પણ ન બોલાવુ જોઇએ. સત્ય એ સત્ય છે. સત્ય જય-પરાજયથી પર છે. જે સત્યને જયની જરૂર પડે તે સત્ય બે કોડીનું છે અને જે લોકો જય-જયકાર માટે કામ કરે છે એનું કોઇ મુલ્ય નથી.પૂ. મોરારીબાપુએ કહયું કે , રામ સીતાજીના લગ્ન વખતે પણ કિન્નર લોકોએ આશીર્વાદ આપ્યા છે. કિન્નર ભલે પરમાત્માની અતિ વિચિત્રતા છે પણ એન વિશેષતાઓ પણ છે. જો કે આજે કલિ પ્રભાવને કારણે એ કદાચ દેખાય નહી પરંતુ કિન્નર સમાજના આશીર્વાદથી ત્રણ પ્રકારના સુખ મળે છે. (૧) ચિંતાથી મુકિત (ર) સાધકોને વિકારથી મુકિત અને (૩) રોગથી મુકિત. આ ત્રણેય આશિષ એ કિન્નર સમાજની વિશેષતાઓ છે. (૪.૧૨)
જો વાદા કિયા વો...
પૂ. મોરારી બાપુએ આજે કથા દરમિયાન '' જો વાદા કિયા વો નિભાના પડેગા... '' ફિલ્મ ગીતનું સંગીતના સુરો સાથે ગાયન કર્યુ હતું. પૂ. મોરારીબાપુ પોતાની કથામાં અનેકવાર જુના ફિલ્મ ગીતોનું ગાયન કરે છે અને નાનપણમાં જોયેલી ફિલ્મો વિશેની વાતો પણ કરે છે.
- આપણાથી શ્રેષ્ઠ હોય તેનો ભય રાખવાથી આપણે અભય બનીએઃ પૂ. મોરારીબાપુ
મહારાષ્ટ્રના થાણેમાં આયોજીત 'માનસ કિન્નર' શ્રીરામકથાનો આઠમો દિવસ-કાલે વિરામઃ ૭ જાન્યુઆરીથી તામીલનાડુના કન્યાકુમારીમાં શ્રીરામકથા
Read the article at its source link.
રાજકોટ , તા. ૨૪ :. ' આપણાથી શ્રેષ્ઠ હોય તેનો ભય રાખવાથી આપણે અભય બનીએ છીએ ' તેમ પૂ. મોરારીબાપુએ શિષ્ય અને ગુરૂ સાથેના સંબંધો વિશે વાત કરી હતી.
મહારાષ્ટ્રના થાણેમા આયોજીત ' માનસ કિન્નર ' શ્રીરામ કથાનો આજે આઠમો દિવસ છે. કાલે રવિવારે બપોરે ૧.૩૦ વાગ્યે શ્રીરામ કથા વિરામ લેશે. હવે તા. ૭ જાન્યુઆરીથી ૧૫ જાન્યુઆરી સુધી તામીલનાડુના કન્યાકુમારીમાં શ્રીરામકથાનું પૂ. મોરારીબાપુ શ્રીરામકથાનું રસપાન કરાવશે.
પૂ. મોરારીબાપુએ શ્રીરામ ભગવાન અને સીતાના મીથીલામાં મિલનના પ્રસંગનું કથામાં વર્ણન કર્યુ હતું.
પૂ. મોરારીબાપુએ ગઈકાલે સાતમાં દિવસે કહ્યુ કે , ભોજન સમયે પૂજા-પાઠ , સ્વાધ્યાય વખતે અને સ્નાન વખતે માણસે મૌન રહેવું જોઈએ. જો કે , આ ત્રણ સ્થાનો મૌનના છે પરંતુ એમા જડતા ન રાખવી. મારી દ્રષ્ટિએ ભોજન વખતે મૌન એટલે ઝઘડો કરતા કરતા ન જમવું. આનંદ-પ્રમોદ સાથે પ્રસન્નતાથી જમવું. પૂજા-પાઠ સ્વાધ્યાયમાં મંત્રોચ્ચાર , કિર્તન પમ ગાઈ શકાય છે. સ્નાન વખતે પણ આપણી પરંપરામા તો મંત્રોચ્ચાર સાથે સ્નાનો મહિમા છે. ગુસ્સો અને આક્રોશ કરતા કરતા સ્નાન કરવુ એ અર્થમાં મૌનનો મહિમા છે. બાકી ગાતા-ગાતા ન્હાવાનો પણ આનંદ છે. ગઈકાલે પણ કથા દરમિયાન બાપુએ લક્ષ્મી સહિત કેટલાક કિન્નરોને વ્યાસપીઠ પરથી ગાયન અને નૃત્ય પ્રસ્તુત કરવા માટે નિમંત્રીત કર્યા હતા અને સાથે દંડી સ્વામી , ભાગવત કથાકાર ભૂપેન્દ્રભાઈ પંડયા , વસંતબાપુ અને અન્ય કેટલાક સંતો-મહંતોને પણ વ્યાસપીઠ ઉપર શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતું. પૂ. મોરારીબાપુએ કહ્યુ કે , કિન્નર સમાજ આપણા કરતા વિશેષ છે. આપણે પ્રાયશ્ચિત રૂપે હવે એમને સમજવા અને સ્વીકારવા રહ્યા. એ હજી પણ અપમાન અને તિરસ્કાર સહે છે. કોઈ ટ્રાફીક સિગ્નલ પર કે કયાંય તમને કિન્નર મળે ત્યારે ભલે તમે એને રૂપિયા-પૈસા કંઈ ન આપો પણ એને વંદન કરજો , એનો તિરસ્કાર ન કરશો. લિંગપુરાણના આ શ્લોકમાં એક ઋષિમુનિ કિન્નરને પ્રણામ કરતા કહે છે હૈ કિન્નરી , તમે મને પાપમુકત કરો (વ્યયોહન્તુ મલમ મમ).
કિન્નર અને ગાયક , વાદક , સેવક અને ઉપાસક પણ છે. આ સર્વ ભકિતના જ લક્ષણો છે. ગાયન , વાદન , સેવન , ઉપાસના એ ભકિતમાર્ગી છે. એટલે મારી દ્રષ્ટિએ કિન્નર સમાજ પાસે ભાગવાદી અને રામાયણી ભકિત પરંપરા છે , એ બહ્મ છે. ફરીથી મારૂ વિધાન દોહરાવુ - બ્રહ્મ પુલ્લિંગ નથી , સ્ત્રીલ્લિંગ નથી , નાન્યતર જાતિ છે. એટલે કિન્નરો પણ વિશેષ છે. તુલસીજીના માનસમાં ૧૬ વખત ' કિન્નર ' શબ્દ પ્રયોજાયો છે. એ મારી દ્રષ્ટિએ સોળ સંસ્કારો છે , પોષસપૂજા છે.
કિન્નરો પર્વતવાસી છે. કિન્નર થઈને એ શિવજીના ચરણોમાં કિન્નર બનીને રહે છે. મને ઘણા યુવાન શ્રાવકો જે વ્યાસપીઠને સમર્પિત છે તે યુવાનો કોમ્પ્યુટર અને ગુગલમાંથી માહિતીઓ મને આપતા રહેતા હોય છે. એ સારી વાત છે. એનો સ્વીકાર છે. વિરોધ નથી. પણ ગુગલ તમને માહિતી આપે , જ્ઞાન ન આપે. જ્ઞાન તો ગામડાઓના મંદિરોમાં ધુપિયામાં ગુગળનો ધુપ કર્યો હોય એવા કોઈ ફકીરો , સાધુઓ-સંતો પાસેથી મળે છે. વિનોબાજીનુ એક વિધાન યાદ આવે છે. એ કહેતા કે આપણે વચનાત્મક જ છીએ. રચનાત્મક થવુ જરૂરી છે. માણસ રચનાત્મક હોવો જોઈએ. કિન્નર સમાજની જુદી જુદી વિશેષતાઓ પછી મને એવુ સમજાયુ છે કે આ લોકો પાસે ભકિત છે તેથી કિન્નર ભકિતરૂપી નારી સમાજ છે.(૨-૧૬)
પૂ. મોરારીબાપુ ૧૦ શેર સવારે ૧૦ શેર સાંજે દુધ પીવે છે મને ગાયનો વાછરડો સમજયો હશે ?
પૂ. મોરારીબાપુએ આજે આઠમાં દિવસે શ્રીરામ કથામાં કહ્યું કે ઘણા વર્ષો પહેલા મારી ભાવનગરમાં કથા હતી. ત્યારે કલાકાર હિંગોળદાન ગઢવી મને મળવા આવ્યા હતા.તેણે મને કહ્યું કે બાપુ... તમે કથા કરો છો ત્યારે હું પાછળ છેલ્લે કથા શ્રવણ કરી રહ્યો હતો. ત્યારે બે મહિલાઓ વાતો કરતી હતી કે મોરારીબાપુ સવારે અને સાંજે ૧૦-૧૦ શેર દુધ પીવે છે તેથી તેમનો અવાજ સારો છે અને શરીર તંદુરસ્ત છે.આ દુધમાં પૂ. મોરારીબાપુ કેશર બદામ , પીસ્તા નાંખે છે. ત્યારે મને થયું કે આ મહિલાએ મને ગાયનો વાછરડો સમજયો હશે ? ( ૮.૧૬)
સોમનાથના રક્ષણ માટે પ૦૦ કિન્નરો શહીદ થયા ' તા
પૂ. મોરારીબાપુ એ સોમનાથ મહાદેવના રક્ષણ માટે હમીરસિંહજી ગોહિલને પ્રસંગને યાદ કરતા કહ્યું કે , તે વખતે શ્રી સોમનાથના રક્ષણ માટે અનેક લોકોએ જાનની બાજી લગાવીને શહીદ થયા હતા. જેમાં પ૦૦ જેટલા કિન્નરો પણ શહીદ થયા હતા.
પૂ. મોરારીબાપુએ જણાવ્યું કે , આજે પણ સોમનાથમાં કિન્નરોની સમાધી છે.
હું હીરાઘસુ છું...
પૂ. મોરારીબાપુએ શ્રીરામ કથામાં કહ્યું કે ટ્રેનમાં કે કોઇપણ જગ્યાએ આપણે મુસાફરી કરી રહ્યા હોય ત્યારે મહિલાઓ અજાણી મહિલાઓ સાથે પણ વાતો કરી લે છે જયારે પુરૂષો એકબીજા સાથે વાતો કરતા નથી.પૂ. મોરારીબાપુએ રમુજમાં જણાવ્યું કે હું અહીં થાણે આવતો ત્યારે એક મહિલાએ અનેક સવાલો પૂછયા હતા. તમે કઇ કથા કરો છો ? ભાગવત કથા કેમ નથી કરતા ? કથા માટે કેટલા રૂપિયા લ્યો છો ? આ કથા પૂરી થયા પછી કયાં કથા કરશો ? અંતમાં એવું પણ પૂછી લીધું કે , ખાલી કથા જ કરો છો ? કે બીજુ કંઇ ? એટલે પૂ. મોરારીબાપુએ કહ્યું કે , હું હીરા ઘસુ છું. (૮.૧૬)
(03:28 pm IST)
_________________________________________________________________________________
No comments:
Post a Comment