ધર્મ જડ થઇ જાય છે ત્યારે હિંસા કરે છે
- ગોદાવરી આપણને પ્રવાહમય ધર્મની સૂચના આપે છે, જડતાની નહીં. ગોદાવરીની સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે અને એ બધાના કેન્દ્રમાં ગૌતમ છે
- પરંપરા પ્રવાહી હોવી જોઇએ, કટ્ટર અને જડ નહીં. કોઇ પણ નદીની ધારા પ્રવાહમાન જ હોય છે. ગોદાવરી સનાતન ધર્મની પ્રવાહિત સરલ-તરલ ધારા છે. સભ્યતા અને સંસ્કૃતિ પ્રવાહમાન હોવી જોઇએ. જો એ કટ્ટર થઇ જાય, જડ થઇ જાય તો સંસ્કૃતિનું પોત નબળું પડી જાય છે. અને તથાકથિત અનેક સભ્યતાઓ, તથાકથિત અનેક ધર્મધારાઓ શતાબ્દીઓ વીતી ગઇ છતાં પણ પોતાની જડતા અને કટ્ટરતા છોડી નથી શકી! અને આપણી સભ્યતા વૈશ્વિક ધારા છે.
કલિમલ ગ્રસે ધર્મ સબ લુપ્ત ભએ
સદગ્રંથ.
દંભિન્હ નિજ મતિ કલ્પિ કરિ
પ્રગટ કિએ બહુપંથ.
- બીજાના ખેતરમાં પૂછ્યા વિના પાડેલી કેડીઓ છે! શું તમે એનાથી જલદી મોક્ષ પ્રાપ્ત કરી લેશો! એ નાનીમોટી કેડીઓ છે અને પરિણામસ્વરૂપ જડતા પકડી લે છે.
- આપણી નાની-નાની વિચારધારાઓ, તથાકથિત ધર્મધારાઓ જો સનાતન ધર્મની પ્રવાહધારામાં મેળવી દેવામાં આવે તો ક્ષીરસિંધુવાળા વિષ્ણુ બહુ દૂર નથી. અને એકલા વિષ્ણુ નહીં મળે, પરંતુ લક્ષ્મી સાથે એ વિષ્ણુ મળશે.
- તમારા ઘરની દીવાલો હોય છે એ જેલની દીવાલો જેટલી મજબૂત નથી હોતી, પરંતુ ઘરની દીવાલો નબળી હોય તો પણ એમાં ચેન પડે છે. જેલની દીવાલો બહુ મજબૂત છે, પરંતુ જેલ, જેલ છે.
- દ્વાર તો ઘરમાં પણ હોય છે અને જેલમાં પણ હોય છે, પરંતુ ઘરના દરવાજા બહારથી પણ બંધ કરી શકાય છે અને અંદરથી પણ બંધ કરી શકાય છે. જેલના દરવાજા બહારથી જ બંધ કરી શકાય છે, એને અંદરથી બંધ કરવાની કોઇ વ્યવસ્થા જ હોતી નથી. એટલે જેલમાંથી જ્યારે ઇચ્છીએ ત્યારે દરવાજો ખોલીને નીકળી નથી શકાતું.
- ધર્મ એવો હોવો જોઇએ કે માણસ જ્યારે દ્વાર ખોલે ત્યારે ખૂલે. આપણને બંદી બનાવી દેવાયા છે!
- એવું એટલા માટે કહ્યું કે દરેક ક્ષેત્રમાં ગૌતમને બહુ જ આદર મળી રહ્યો હતો. અને કોઇ એકને વધારે આદર મળે તો એના સહધર્મીઓથી એ સહન નથી થઇ શકતું. પછી એ ઋષિમુનિ હોય તો પણ શું? કેમ કે પંચભૂતના શરીરમાં ત્રણેય ગુણ હોય જ છે. ગુણાતીત તો કોઇ બ્રહ્માનંદી જ હોય છે.
- હવે મારી સમજમાં એ નથી આવતું કે ઋષિ ધ્યાનમાં હતા તો ગાયમાં એની દૃષ્ટિ કેવી રીતે ગઇ!
- મેં જગતને ગોદાવરી પ્રદાન કરી છે. જગતને આ પ્રવાહમાન વિચારધારા પ્રદાન કરી છે. નિયતિને કારણે એવી ઘટના ઘટી હશે.
- તો ગોદાવરી સનાતન ધર્મની જડતાનું પ્રતીક નથી, પ્રવાહમાન ગતિનું સ્વરૂપ છે. આપણે પણ થોડા પ્રવાહમાન થઇએ. યુવાની પ્રવાહમાન થવા લાગી છે એ એકવીસમી સદીના શુકન છે.
(સંકલન : નીતિન
વડગામા)
No comments:
Post a Comment