Translate

Search This Blog

Thursday, April 30, 2015

રામ કથા, પૂજ્ય મોરારિ બાપુ

રામ કથા, પૂજ્ય મોરારિ બાપુ
પુના, મહારાષ્ટ્ર
શનિવાર, તારીખ ૦૨-૦૫-૨૦૧૫ થી રવિવાર, તારીખ ૧૦-૦૫-૨૦૧૫



Source Link: http://www.moraribapu.org/new_2013/ramkatha_schedule_detail_pune.html

Friday, April 17, 2015

મનમંદિરમાં પ્રભુ સતત નિવાસ કરે છે, માનસદર્શન, મોરારિબાપુ

મનમંદિરમાં પ્રભુ સતત નિવાસ કરે છેઃ મોરારી બાપુ


-મનમંદિરમાં પરમાત્મા સતત નિવાસ કરે છે. કોઇ ગમે તેટલું કરે એ ક્યારેય અટકતા નથી. કેવળ સાક્ષીભાવથી જોયા કરે છે. મન અતિ ચંચળ છે.


ગઇ ભવાની ભવન બિહોરી|
બંદી ચરન બોલી કર જોરી||
જય જય ગિરિબર રાજ કિસોરી|
જય મહેસ મુખ ચંદ ચકોરી||

  • જ્યાં મા હોય છે એ સ્થાન મંદિર બની જાય છે. પ્રથમ તો ઘર બની જાય છે અને પછી એ ઘર કે ભવન દેવમંદિરમાં પરિવર્તન થાય છે. 
  • મારી વ્યાસપીઠની સમજમાં ભવનનો સીધોસાદો અર્થ એવો થાય છે કે જ્યાં ભવ ન હોય. ભવ એટલે કે સંસાર, જ્યાં સંસાર ન હોય, જ્યાં સંસારની કોઇ ચર્ચા વિચારણા ન હોય. જ્યાં ફક્ત એકાંત હોય, એ ભવન છે. 
  • મારી તો દરેક વ્યક્તિને પ્રાર્થના છે કે જ્યારે જીવનમાં એકાંત મળે ત્યારે થોડું ભજન કરી લેજો. 
  • એક ચિત્તથી રામકથાનું શ્રવણ કરવું એ મારી દૃષ્ટિએ એકાંત છે. 
  • હું ઘણીવાર કહ્યા કરું છું કે રામકથાનું આયોજન દિવ્ય હોય કે ભવ્ય એ મને ખબર નથી પણ રામકથા સેવ્ય છે એનો મને પૂરેપૂરો ખ્યાલ છે. 
  • જે રીતે દ્વારિકા, સોમનાથ, બદ્રીનાથ, નાથદ્વારા આ ભગવાનનાં સ્થૂળ મંદિર છે. 
  • પરંતુ શ્રીમદ્ ભગવદ્ગીતા, રામચરિતમાનસ એ બધાં જંગમ મંદિર છે જે હાલતાં ચાલતાં મંદિર છે. એ એટલાં બધાં નાનાં મંદિર છે કે આપણી ઝોળીમાં સમાઇ જાય છે. આપણા હાથની હથેળીમાં મંદિર સમાય જાય છે. સ્થૂળમાં જ્યાં પણ મંદિર હોય એને ક્યારેય અન્યથા ન જોવાય. કારણ કે દરેક મંદિરના અમુક નિયમો હોય છે. જ્યારે રામચરિતમાનસ અને શ્રીમદ્ ભાગવત એવાં મંદિર છે કે એ સતત આપણી સાથે જ ચાલે છે.


મચલતી હુઇ હવા મેં...
હમારે સંગ સંગ ચલે ગંગા કી લહરે...


  • રામકથા તો સકળ લોકને પાવન કરનારી ગંગા છે. મારા મતે તો એકવીસમી સદીમાં મંદિર ઓછાં બનવાં જોઇએ. 
  • ધર્મ ક્યારેય ડરાવતો નથી અને જે ડરાવે એ ધર્મ હોઇ શકે જ નહીં. 
  • પરમ શ્રદ્ધેય ડોંગરેબાપા ભાગવત કથામાં કહેતા કે તમારે નિત્ય સ્નાન કરવાનો નિયમ છે પરંતુ ક્યારેક કારણોવશાત સ્નાન ન કરી શકાય એવા સમયે તુલસીજીના ક્યારામાંથી એક ચપટી માટી લઇને મસ્તક પર શ્રદ્ધા રાખીને લગાવવામાં આવે તો એ સ્નાન ગણાય છે. 
  • મનમંદિરમાં પરમાત્મા સતત નિવાસ કરે છે. કોઇ ગમે તેટલું કરે એ ક્યારેય અટકતા નથી. કેવળ સાક્ષીભાવથી જોયા કરે છે. મન અતિ ચંચળ છે. આપણે બધા જ જાણીએ છીએ કે આપણું મન ક્યારેય સ્થિર રહેતું નથી, આપણા મહાપુરુષો પોતાની ભક્તિ અને સાધના દ્વારા મનને સ્થિર કરે એ વાત આખી જુદી જ છે પણ આપણા જેવા સામાન્ય માણસ માટે મનને સ્થિર કરવું વધારે કઠિન છે. 


  • પણ મન સ્થિરતાની બીજી એક એ વાત કરું કે માણસની પવિત્રતા જેટલી વધશે એટલું મન સ્થિર અવશ્ય બનશે.



  • પવિત્રતા એટલે સ્વપ્નમાં પણ કોઇનું ખરાબ વિચારવાનું નહીં એ પવિત્રતા છે. જે વ્યક્તિ મનથી પવિત્ર હશે એનું મન મંદિર બની જશે એ મંદિરમાં સાક્ષાત્ ઇશ્વર આવીને બિરાજમાન થઇ જશે. 


(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)



Read full article at Divya Bhaskar, Sunday Edition.



Sunday, April 12, 2015

'હું' અને 'તું'માં અટવાતો આજનો માનવી

The article 'હુંઅને 'તું'માં અટવાતો આજનો માનવી displayed below was published in the Divya Bhaskar daily of April 11, 2015 and is displayed here with the courtesy of Divya Bhaskar and its author Dr. Varun Kumar Trpathi.

'હું' અને 'તું'માં અટવાતો આજનો માનવી

નવચિંતન

ડો. વરુણ કુમાર ત્રિપાઠી (વેદાંતમાંપીએચડી) એસોસિએટ પ્રોફેસર, માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટી, જમ્મુ

Read the article at its source link epaper, Divya Bhaskar, page 8.

'હું' મને સદીઓથી હેરાન કરતો રહ્યો છે - અને હું એવું સમજતો રહ્યો છું કે તમે (એવી કોઈ પણ વ્યક્તિ જે મારા માટે બીજી છે) મને હેરાન કરો છો. 'હું' મારા અહમનું એક પ્રતીક છે, વ્યવહારિક સંવાદોમાં 'પ્રથમ પુરુષ' તરફ આંગળી ચીંધતી એક સંજ્ઞા છે અને એક મનોવૈજ્ઞાનિક સમસ્યા પણ. હું સદીઓથી તેનું મહિમામંડન પણ કરતો આવ્યો છું. 'તુ તુ- મૈં મૈં'થી માંડીને 'અહમ બ્રહ્માસ્મી' સુધી 'હું'નો વિસ્તાર છે. 'હું' મારા દુખો, સંબોધનો, માન્યતાઓ, અનુભવો, સ્મૃતિઓ, ઈચ્છાઓ અને વાસનાઓનો એક ભાષાકીય સંકેત છે - એક સામુહિક નામ છે.

દરેક બીજો વ્યક્તિ પડકાર

'હું' નો ઉત્પાદ અન્ય તમામ વસ્તુઓ પ્રત્યે અસ્તિત્વના સ્વરૂપમાં થાય છે. એટલે કે દુનિયામાં 'હું' સિવાયની તમામ વસ્તુઓ 'હું' થી અલગ છે. 'હું' દુનિયાનાં તમામ 'તમે' નો વિરોધી છે. મારા 'હું' નો તમારી સાથે મનોવૈજ્ઞાનિક સંબંધ એવા પ્રકારનો છે કે હું તમને એક પડકાર તરીકે ગણે છે. એક પ્રશ્નના સ્વરૂપમાં જૂએ છે. દરેક 'તમે', 'હું' ના અસ્તિત્વ માટે એક પડકાર છે. આવી સ્થિતિમાં મારો વ્યવહાર તમારા પ્રત્યે કંઈક પ્રકારનો હોય છે : હું તમારા અંદર ખામીઓ શોધું છું, જેથી તમારી નિંદા કરી શકું અને તમને નીચા દેખાડી શકું. સાથે પોતાને સુરક્ષિત અનુભવી શકું. તમારા અંદર જ્યારે મને બુરાઈઓ દેખાઈ જાય છે ત્યારે તમે મારા માટે એક પડકાર રહેતા નથી. મારા મનની સમસ્યા છે કે હું દરેક 'તમે' ને એક પડકાર તરીકે ગણું છું - પોતાની વિરુદ્ધ એક સત્તાના સ્વરૂપમાં જોઉં છું.
 'હું' ની રચના એક પ્રકારે આત્મહીનતાની પ્રતિક્રિયા છે. 'હું' ની શરૂઆત 'તમારી' સાથે સરખામણીના ક્રમમાં થાય છે, એટલે તમારા અંદર રહેલી કોઈ પણ પ્રકારની શ્રેષ્ઠતા મારા અંદર હીન ભાવના જગાડે છે. એટલા માટે કદાચ મને તમારી પ્રશંસા ગમતી નથી- મને તમારી નિંદા ગમે છે. તમારા અંદર રહેલી ખામીઓ-બુરાઈઓ દેખાડીને તમને હું ધરતી પર લાવવા માગું છું - મારી સરખામણીમાં મુકવા ચાહું છું. કદાચ 'હું' પણ જો આગળ વધ્યો હોત તો તમને ઉપર લઈ જતો - કેમ કે, 'હું' કોઈને જમીન પર લાવવાનો પ્રયાસ કરી શકે છે, બીજાની જમીન-અસ્તિત્વમાં ફેરફાર કરી શકતો નથી. હું ઈચ્છું તો મારી જમીનને વિશાળ બનાવી શકું છું, પરંતુ સમયે મારો 'હું' ક્યાં રહી શકશે.

આત્મહીનતાસાથે સંઘર્ષ

પોતાની આત્મહીનતા સાથે સંઘર્ષ કરીને હું પોતાની જાતને આગળ વધેલો દેખાડવા ચાહું છું, મારું તથાકથિત આત્મ-ગૌરવ આગળ વધ્યા વગર આગળ વધેલો દેખાડવાની મથામણ છે. મારી શ્રેષ્ઠતા મારી આત્મહીનતા સાથેના સંઘર્ષની કથા છે, નહીં કે આત્મહીનતાના વિસર્જનની.

મનનીગંદકી દેખાતી નથી

જો 'હું'  મારા પોતાના શ્રેષ્ઠ હોવાના અહંકારને છોડી શકતો તો કેટલું સારું રહેતું, જેવું કે મારા શરીર પર હું થોડી ઘણી ગંદકી પણ સહન કરી શકતો નથી. જેવી રીતે ગંદકીને સાફ કરવું છું, એવી રીતે મનનો મેલ પણ ધોઈ શકતો તો કેટલું સારું રહેતું. કદાચ, 'હું' તેને એટલા માટે ધોતો નથી, કેમ કે તમે તેને જોઈ શકતા નથી, પરંતુ હું તો તેને દરરોજ ઉઠતા-બેસતા-જાગતા જોઉં છું. તમે પણ તેની દુર્ગંધથી ચિંતિત રહો છો, જેનો મને અંદાજ નથી. તમે જ્યારે મારી પ્રશંસા કરો છો તો કદાચ મારા 'હું' ની દુર્ગંધથી બચવા માગો છો અને હું સમજી શકતો નથી.

સમજીનથી શકતા પોતાની કૂટનીતિ

હું મારા 'હું' ની કૂટનીતિ સમજી શકતો નથી- તમને નબળા કે નાના જોઈને તમને દબાવી દેવા માગું છું અને તમને સાચ્ચે આગળ વધેલા જોઈને તમારી ખુશામત કરવા લાગું છું. તમને મારા કામના સમજીને તમારી સાથે દોસ્તી કરું છું, કોઈ કામના ન સમજીને તમારી ઉપેક્ષા પણ કરી દઉં છું. તમે ક્યારેક તો મારા કામમાં લાગશો એવું વિચારીને તમારી સાથે સંબંધ બાધું છું, તમારો ફોન નંબર લઉં છું. તમારા જન્મદિવસે કે તહેવારો પર અભિનંદન પાઠવું છું, જેને હું મારો સામાજિક સંબંધ પણ કહું છું. હું તમને એવી રીતે જોઉં છું કે તમે મારા માટે બન્યા છો. બધામાંથી જે કોઈ ઉપાયથી તમે મારા માટે અનુકૂળ બની જાઓ છો ત્યારે હું તમારો ઉપયોગ કરી લઉં છું.

અમાનવીયવ્યવહાર

બધા માટે મારે મારા 'હું' નો સંપૂર્ણપણે નાશ કરવો પડશે - મનુષ્ય બનવું પડશે - તમને મારા બરાબરીના સમજવા પડશે. હું આવું કરી શકતો નથી, કેમ કે સદીઓથી 'હું' મનુષ્ય હોવાથી ડરેલો છું અને હવે તો મારા અંદર અમાનવીયતાને સાથે રાખવાની ટેવ પણ પડી ગઈ છે.




Saturday, April 11, 2015

માનસ હનુમાન ચાલિસા - ભાગ - ૧૦

રામ કથા

માનસ હનુમાન ચાલિસા - ભાગ - ૧૦

ગોવા

શનિવાર, તારીખ ૧૧-૦૪-૨૦૧૫ થી રવિવાર, તારીખ ૧૯-૦૪-૨૦૧૫

મુખ્ય પંક્તિ

જો યહ પઢૈ હનુમાન ચાલીસા,
હોય સિધ્ધિ સાખી ગૌરીસા. ૩૯

તુલસીદાસ સદા હરિ ચેરા,
કીજે નાથ હ્રદય મહં ડેરા. ૪૦

શનિવાર, તારીખ ૧૧-૦૪-૨૦૧૫


હનુમાન ચાલિસામાં ભગવાન શિવજીના ૪૦ નો સંદર્ભ છે.

ભગવાન શિવજીનાં પાંચ મુખ છે ..................................૫
ભગવાન શિવજી ત્રિનેત્ર છે .........................................૧૫
બાર જ્યોતિર્લિંગનો મહિમા છે......................................૧૨
ભગવાન શિવજી અષ્ટમૂર્તિ છે........................................૮
                                                                     ________

કુલ .........................................................................૪૦




સોમવાર, તારીખ ૧૩-૦૪-૨૦૧૫

હનુમાન ચાલિસામાં ૪૦ નું મહત્વ છે.

૪૦ ના અંકમાં ૪ અને ૦ છે.

શૂન્ય એટલે પૂર્ણ અથવા રિક્ત.

આ ૪૦ નો સંકેત ચાર ને શૂન્ય કરવા તરફ છે.

કોઈ પણ અંકે કે આકૃતિમાં ખૂણો આવતો હોય તો તે ખૂણામાં કંઈક સંતાડી શકાય, છુપાવી શકાય.
પણ શૂન્યના અંકમાં એક પણ ખૂણો ન હોવાથી ત્યાં કંઈ જ છુપાવી શકાય તેમ નથી.

આધ્યાત્મમાં તેમજ પ્રેમમાં પહેલાં છલાંગ લગાવાની છે અને પછી વિચાર કરવાનો છે, જો કે અહીં વિચાર કરવાની આવશ્યકતા જ રહેતી નથી.

જ્યારે વ્યવહારિક ક્ષેત્રમાં પહેલામ વિચાર કરી પછી છલાંગ લગાવવાનિ હોય છે.

મંદિરમાં બે પ્રકારની મૂર્તિ હોય છે, એક સ્થાપિત મૂર્તિ અને બીજી ઉત્સવ મૂર્તિ. ઉત્સવ મૂર્તિને પ્રસંગોપાત બહાર લઈ જઈ શકાય.

ઉદ્ધવ શ્રી કૃષ્ણની ઉત્સવ મૂર્તિ છે.

કોહિનુર હિરાને સમજીને વાપરી શકાય. કોહિનુર હિરાથી બટાટા ખરીદવા એ વગર વિચારેલો ઉપયોગ છે.
હનુમાન ચાલિસા અદ્‌ભૂત છે, તેનો ઉપયોગ સમજીને કરવો જોઈએ.

જીવનની સૌથી મોટી દૂર્બળતા જીવનમાં આવતી મહત્વકાંક્ષા છે. જો કે અહીં મહત્વકાંક્ષાની આલોચના નથી. જીવનમાં મહત્વકાંક્ષા હોવી જોઈએ.

હરિહર એટલે આપણાં દુઃખ હરનાર તેમન સુખ હરનાર. હરિ આપણાં સુખને હરી લે છે અને હર આપણાં દુઃખને હરી લે છે.

હરિ આપણા સુખને લઈ તેની પાસે રાખે છે અને આપણને જેટલી અને જ્યારે કરુરીયાત ઊભી થાય તે વખતે તેટલા પ્રમાણમાં આપે છે.

નાના બાળકને ૧૦ લાખ રૂપિયા વાપારવા ન અપાય.

ચુત્રકૂટ્માંથી રામ ક્યાંય ગયા નથી અને વ્રંદાવનમાંથી કૃષ્ણ ક્યાંય ગયા નથી.

હરિ ભજન સત્ય છે, જગત સ્વપ્ન છે.

ચાર વસ્તુને શૂન્ય કરવી એ ચાલિસા છે.

મન, બુદ્ધિ, ચિત અને અહંકારને હનુમાન ચાલિસાથી શૂન્ય કરવા એ હનુમાન ચાલિસા આત્મસાત કરવા કહેવાય.

હનુમાન ચાલિસાને આત્મસાત કરવાથી મનના સંકલ્પ વિક્લ્પ મટી જાય, બુદ્ધિના વિચારો સમાપ્ત થઈ જાય, ચિતમાં સંગ્રહિત જન્મો જન્મના સંસ્કાર વિસ્મૃત થઈ જાય, ભૂલાઇ જાય અને અહંકાર નષ્ટ થઇ જાય. આને હનુમાન ચાલિસા આત્મસાત કર્યા કહેવાય.

બુઝર્ગ તેમજ અનુભવી સાથે ચર્ચા - વિવાદ ન કરવો.

ત્રણ પ્રકારના માણસો હોય છે.

૧  Artist - કલાકાર, વિદ્યાધર

૨ Heartist - સંવેદના યુક્ત, સંવેદનાથી ભરેલ

૩ Courtist - તર્ક કરનાર, એક તર્કથી બીજા તર્કને હરાવનાર

ઉર્દુમાં આદમી એટલે માટીનો બનેલ માણસ

Human એટલે માટીનું પુતળુ

મનુષ્ય એટલે મનન કરનાર આદમી.

દિલ ઔર અક્લ જબ અપની અપની કહે ખુમાર

તબ અક્લકી સુનીયે ઔર દિલ કહે સો કીજીએ
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,…………… ખુમાર બારાબંકી


મન, બુદ્ધિ, ચિત અને અહંકાર શૂન્ય થઈ જાય એ હનુમાન ચાલિસાનો આત્મસાત છે. તેવી જ રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પણ શૂન્ય થઈ જાય.

ધર્મમાં બહુ ભીડ થઈ ગઈ છે.

કૄષ્ણ ધર્મને છોડવાનું કહે છે.

ઔર દેવતા ચિત ન ધરઇ એ મામેકમ્ શરણમ્‌ વ્રજ જ છે.

અર્થ પ્રાપ્તિ એ લક્ષ્ય ન બની જવું જોઈએ.

કામ એટલે મહત્વકાંક્ષા.

જે હનુમાન ચાલિસા આત્મસાત કરે તેને સતયુગ સતયુગ ન રહે, દ્વાપર યુગ દ્વાપરયુગ ન રહે, ત્રેતાયુગ ત્રેતાયુગ ન રહે અને કલિયુગ કલિયુગ ન રહે પણ ફક્ત કથા યુગ જ રહે, તે કથા યુગી બની જાય. હનુમાન ચાલિસા યુગ બંધનથી મુક્ત કરે.

ચાર ફળ, ચાર પુરૂષાર્થ થી બહાર નીકળવું એ હનુમાન ચાલિસાને આત્મસાત કરવા કહેવાય.

ચાર અવસ્થા - સુષુપ્ત, સ્વપ્ન, જાગૃત અને તુરીયા થી પર થવું.

રસાયણ પાંચ છે.

૧ ધર્મ રસાયણ

૨ નામ રસાયણ

૩ ભક્તિ રસાયણ

૪ કામ રસાયણ

૫ રામ રસાયણ

રસાયણ એટલે રસનું અયન - ગતિ. અયનનો મુખ્ય અર્થ ગતિ છે, અયનનો એક અર્થ ભવન પણ છે. 

રસાયણથી - રસાયણના સેવનથી પાંચ વસ્તુની વૃદ્ધિ થાય.

૧ રસાયણના સેવનથી શક્તિ વધે.

૨ રસાયણના સેવનથી શક્તિની સાથે સાથે સ્ફૂર્તિ વધે, માણસ સચેત થાય.

૩ રસાયણના સેવનથી સ્મૃતિ વધે

૪ રસાયણના સેવનથી તેજ વધે - વર્ણમાં વધારો થાય.

૫ રસાયણના સેવનથી ક્રમશઃ ચિતની પ્રસાન્નતા વધે.


મંગળવાર, ૧૪-૦૪-૨૦૧૫

ધર્મ જ્યાં સુધી સિધ્ધાંત રહે ત્યાં સુધી સંઘર્ષ પેદા થાય, ધર્મને સ્વભાવ બનાવઓ જોઈએ. જો ધર્મ સ્વભાવ બનશે તો સંઘર્ષ પેદા નહીં થાય.

તુલસી ભક્તિને ચિંતામણિ કહે છે.

ધર્મ એટલે સત્ય, પ્રેમ અને કરૂણા.

ધર્મ રસાયણ એટલે સત્ય, પ્રેમ અને કરૂણા.

સત્ય જ્યાં સુધી સિધ્ધાંત રહે ત્યાં સુધી રસાયણ ન બને.

સિધ્ધાંત પરવશ કરે.

સત્ય સ્વભાવ બને તો જ રસાયણ બને.

સત્ય એટલે સ્વભાવ એવું લાઓત્સુ કહે છે.

પરસ્પર પ્રેમ કરવો એ સિધ્ધાંત ન રહેતા સ્વભાવ બનવો જોઈએ.

પ્રેમ, કરૂણા સિધ્ધાંત ન રહેતાં સ્વભાવ બને તો જ રસાયણ બને.

બીજાનું સત્ય સ્વીકારવું એ મારો સ્વભાવ છે એવું કરશો તો બોજ નહીં લાગે.

સત્ય બોલવું એ મારો સ્વભાવ છે એવું કરવું જોઈએ.

બધા ધર્મનું સન્માન થવું જોઈએ. ધર્મ એક જ છે.

બધા ધર્મમાં સત્ય, પ્રેમ, કરૂણા સ્વભાવના રુપમાં હોય તો જ બધા ધર્મમાં સમાનતા આવે.

બધા ધર્મ સમાન ન હોઈ શકે. શરીરના બધા અંગોના ધર્મ - કાર્યો એક સરખા નથી હોતા, અલગ અલગ હોય છે. તેવી જ રીતે બધા ધર્મ સમાન ન હોઈ શકે.

રામ ધર્મ છે.

વડલા અને ભીંડાને સન્માન અપાય, સમાન ન ગણાય.

કવરેજ્ની બહાર રહીએ તો વાસના, દુરગુણોની રીંગ આવતી બંધ થઈ જાય.

ધર્મને રસાયણ બનાવીએ તો જ રસ બને. ધર્મ જો રસાયણ ન બને તો તે ધર્મ ઘન અને કઠોર રહે.

ધર્મ પદાર્થ નથી, રસાયણ છે, રસ છે.

ધર્મ રસમય હોય તો જ પ્રવાહીત રહે.

મહાભારત પાંચમો વેદ છે.

રામ ચરિત માનસ પણ પાંચમો વેદ છે.

 જ્યારે આપણા રુમમાં પ્રકાશ ન હોય ત્યારે બહારનું દ્રશ્ય દેખાય છે. પણ જો રુમમાં પ્રકાશ હોય તો બહારનું દ્રશ્ય દેખાતું નથી. તેવિ રીતે સાધકમાં જ્યારે આંતર જ્યોતિ પ્રગટે ત્યારે બહિર દ્રશ્ય દેખાતા બંધ થઈ જાય.
ચાર વસ્તુ સમજાઈ જાય તો સંસાર સુખમય થઈ જાય.

૧ સમતા -નીંદા, સ્તુતિ, સુખ દુઃખ ને સમ ગણીએ તો સંસાર સુખમય બને.

૨ સંતોષ - પ્રમાણિક પ્રયત્ન કરવાથી જે કંઇ પરિણામ આવે તેમાં સંતોષ રાખીએ તો સંસાર સુખ્મય બને.
૩ દયા - કરૂણા રાખવાથી સંસાર સુખમય બને.

શિવ મંદિરમાં પોઠિયાના ત્રણ પગ પાછા ભાગે વળેલ છે અને એક જ પગ ઊભો છે. આ પગ દાનનો પગ છે. કલિયુગમાં ત્રણ પગ - સત્ય, તપ, દયા - વળી ગયેલ છે.

ભક્તિ રસાયણ

કામ રસાયણ

કામ રસાયણના સેવનથી શક્તિ ઓછી થાય, સ્ફૂર્તિ ન રહે - ઓછી થાય, સ્મ્રુતિ ઓછી થાય, તેજ ઓછું થાય અને પવિત્રતા પણ ઓછી થાય.

નામ રસાયણ

જીવે શિવ બનવાની જરૂર નથી પણ ફક્ત જીવ જ રહીને જીવવાની કળા શીખવાની જરુર છે.

નામ કિંમતી હિરો છે, સદ્‌ગુરૂ આ હિરાને રૂપાતરીત કરે છે.

રામને કોઈ વિશેષણની જરૂર નથી.

નામ રસાયણ શરૂઆતમાં સ્વકેન્દ્રી બનાવે, પછી ક્રમશઃ હરિ નામ વધતાં સ્વજન કેન્દ્રી બનાવે, પછી સમાજ કેન્દ્રી બનાવે અને પછી વિશ્વ કેન્દ્રી બનાવે.

નામ વૈશ્વિક બનાવ્યા વિના રહે જ નહીં.




બુધવાર, ૧૫-૦૪-૨૦૧૫

ગુરૂનાં નેણ અને વેણ સમજી જાય તેનો બેડો પાર થઈ જાય.

અભાવ, પ્રભાવ, દુર્ભાવ અને સ્વભાવથી પીડા થાય.

કાનને સાઈલન્ટ મોડ પર રાખો.

ગુરૂ કદી મરતા નથી, તેની ચૈતસિક હાજરિ શાસ્વત હોય છે અને તેના આશ્રિતને સહાય કરે છે.

જીવન પ્રશ્નાર્થ છે, તેમામ પૂર્ણ વિરામ ક્યાં છે?, હા, મ્રુત્યુ અલ્પવિરામ જરૂર છે.

શાસ્ત્ર ગુરૂ મુખી હોય તો જ તેનાં રહસ્ય સમજાય.

શાસ્ત્ર સિધ્ધાંત છે, ગુરૂ  સમાધાન છે.

જ્યાં રામ રસાયણ હોય ત્યામ બાકીના રસાયણ - ધર્મ રસાયણ, ભક્તિ રસાયણ, કામ રસાયણ, નામ રસાયણ - હોય જ.

રામ ચરિત માનસ રામ રસાયણ છે.

રામ ચરિત માનસમાં ધર્મ રસાયણની, કામ રસાયણની, ભક્તિરસાયણની , નામ રસાયણની ભરપુર ચર્ચા છે.

રામાયણ સ્વયં રામ મહામંત્ર છે.

રામ રસાયણ રસ છે જે કાનથી પીવાય છે.

 પરમની રૂપ, લીલા, ધામ અને નામ રસાયણ છે.

રામ રસાયણની ફલશ્રુતિ પરમ વિશ્રામ છે.

રામ રસાયણ મુનિઓના મનને ભાવે છે.

જે મૌન રહે, મનન કરે અને મંત્ર દ્રષ્ટા હોય તે મુનિ છે.

કથા સુહાવન છે.

કથા રૂપી રામ રસાયણ જે પીવે - કથા સાંભળે તેનાં દુઃખ દૂર થાય.



ગુરૂવાર, ૧૬-૦૪-૨૦૧૫

હનુમાનજી પાસે રામ ચરિત માનસ રામ રસાયણ છે.

રામ ચરિત માનસ ચરિત્રોનું પંચામૃત છે.

૧ શિવ ચરિત્ર જેમાં ઉમા ચરિત્ર સમાવિશ્ઠ છે.

૨ રામ ચરિત્ર જેમાં સીતા ચરિત્ર સમાવિશ્ઠ છે.

૩ ભરત ચરિત્ર

૪ હનુમંત ચરિત્ર

૫ ભૂષંડી ચરિત્ર

રામ ચરિત માનસ રામ કથા છે.

રામ ચરિત માનસ રામ લીલા છે

રામ ચરિત માનસ રામ ગુણ ગાથા છે.

જે કહેવાય કે કહી શકાય તે કથા કહેવાય.

હત્યાથી ધર્મ શરમીંદો બને, અહિંસાથી ધર્મ મુગુટમણિ બને.

શ્રેષ્ઠ રસાયણ નામ રસાયણ છે. જો કે બીજાં રસાયણ નિમ્ન નથી.

સ્વાદ તો તે વાનગી જીભ ઉપર આવે ત્યારે જ થાય.

રસ પીવા માટે જીભ અને હોઠ બંને જોઈએ.

આંખ શિકારી ન બને અને જો પુજારી બને તો માતૃ શરીર ઉપર અત્યાચાર બંધ થઈ જાય, અત્યાચાર ન થાય.

તાજી તરોજી યુવાની હરિને અર્પણ કરાય, વૃદ્ધ શરીર અ અપાય. મહેમાનને આપણે તાજાં ફળ આપીએ છીએ, વાસી કે નકામા ફળ આપતા નથી.



શિવાજીનું હાલરડું

Source Link : wikisource


આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (૨)

બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,ઝવેરચંદ મેઘાણી

શુક્રવાર, ૧૭-૦૪-૨૦૧૫

મહાભારતમાં ભીષ્મને ઇચ્છા મરણનું વરદાન છે. પણ ઇચ્છા કરવાનિ અધિકાર ગોવિંદ પાસે છે અને તેથી ગોવિંદ મુસ્કરાય છે.

હરિ અમરને મારી શકે અને નાશવંતને અમર કરી શકે.

સવારમાં ઊઠીને પહેલું કૄષ્ણનું નામ લેવું જોઈએ એવું ભીષ્મ પાંડવોને તેના પ્રશ્નના જવાબમામ કહે છે.

ઋગ્વેદ કહે છે હું નામ છું.

યજુર્વેદ કહે છે હું નામ છું.

સામવેદકહે છે હું નામ છું.

અથર્વવેદ કહે છે હું નામ છું.

"ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ" એ મંત્રનો જાપ કરવાનું ભીષ્મ કહે છે.

તપ સ્વરુપમાં કૄષ્ણ સાક્ષાત મહાદેવ છે.

તપઃ સ્વરુપો મહાદેવઃ ક્રિષ્ણોદેવકી નંદનઃ ............

રામ રસાયણ કૄષ્ણ નામ છે, રામ નામ છે, હરિ નામ છે.

બાલકાંડમાં સૌથી વધું રામ રસાયણ અહલ્યાએ પીધું છે.

અહલ્યા બહું જ સુંદર છે, અહલ્યા બ્રહ્માનું સુંદર સર્જન છે.

ભોગ વૃતિ વાળી બુદ્ધિ જડ છે.

જેનું અંતઃકરણ વિશુદ્ધ હોય તે આશીર્વાદ આપી શકે.

જેણે દ્વૈતને તદ્દ્ન મિટાવ્યો હોય તે આશીર્વાદ આપી શકે.

જે અધિક માત્રામાં ભજન કરતો હોય તે આશીર્વાદ આપી શકે.

પોતાના આપેલ આશીર્વાદને સફળ કરવા માટે જે પોતાના પ્રાણ આપવા તૈયાર હોય તે આશીર્વાદ આપી શકે.

અત્યારના સમયમાં શ્રાપ આપવાની જરૂર નથી પણ સાવધાન કરવાની જરૂર છે.

ઋષિ શ્રાપ આપે પણ સાધુ કદી શ્રાપ ન આપે.

અત્યારના સમયમાં આશીર્વાદ આપવાની જગાએ સમાધાન આપવાની જરુર છે.

હરિના અપ્રિય થવાનિ શ્રાપ સૌથી મહાન શ્રાપ છે.

પ્રથમ ભક્તિ સંતન કર સંગા

પાદુકા રામ નામનું રસાયણ છે.

અહલ્યાનો ઉદ્ધાર રામના ચરણની રજથી થાય છે.

અયોધ્યાકાંડમાં ભક્ત શિરોમણી ભરત રામ નામનું રસાયણ પીવે છે.

કિષ્કિન્ધાકાંડમાં હનુમાનજી રામ નામનું રસાયણ પીવે છે.

અરણ્યકાંડમાં શબરી રામ નામનું રસાયણ પીવે છે.

સુંદરકાંડમાં મા જાનકી રામ નામનું રસાયણ પીવે છે.

લંકાકાંડમાં રાવણ પાસે તેનીનાભીમાં રામ નામનું રસાયણ છે.

ઉત્તરકાંડમાં બાબા ભૂષુડી રામ નામનું રસાયણ પીવે છે.

રસાયણ ના ચાર અક્ષર ર, સા, ય અને ણ (ન) ના વિશેષ અર્થ - સંકેત છે.

ર એટલે રસ રુપ

સા એટલે સાત્વિક

ય એટલે યત્ન પૂર્વક - યત્ન પૂર્વક મેળવેલ સાત્વિક રસ, ચિંતન, મનન, સ્મરણ દ્વારા મેળવેલ સાત્વિક રસ
ન (ણ) એટલે નમ્રતા પૂર્વક, અહંકાર સિવાય 

કિર્તન ભક્તિ છે જ્યારે માયા નર્તકી છે.

નર્તકી મુજરા કરે જ્યારે કીર્તનમામ મંજીરા વાગે.

કિર્તન કોઠામાં હોય જ્યારે નર્તન કોઠા ઉપર હોય.

કિર્તનમાં એક જ તાલ કરતાલ હોય જ્યારે નર્તનમાં અનેક તાલ હોય, અનેક  વાદ્ય હોય.

નર્તકી પાન ચાવે છે જ્યારે કિર્તનમાં હરિ નામનું પાન હોય.

નર્તનમાં વાહ વાહ થાય જ્યારે કિર્તનમાં સ્વાહા સ્વાહા થાય.

શનિવાર, ૧૮-૦૪-૨૦૧૫

મહાભારતમાં ભગવાન વ્યાસ ૬ વસ્તુને રસાયણ કહે છે જે નીચે પ્રમાણે છે.

૧ સંયમ

૨ શીલ

૩ ધૈર્ય

૪ વાતચીત કરવામાં વિવેક

૫ અંદરની શક્તિની - સત્તાનું અન્વેષણ

૬ પરસ્પર જોડવાની પ્રક્રિયા

આ ૬ રસાયણ હનુમાનજી પાસે છે.

હનુમાનજીનું અખંડ બ્રહ્મચર્ય સંયમ રસાયણ છે.

સતસંગ દ્વારા પ્રાપ્ત વિવેકથી સંયમનું પાલન કરવું.

સંયમનું પાલન કરવાનો આધાર નામ છે, હરિ નામ છે.

જો ભજન વધે તો વિષયની આશા આપોઆપ ઓછી થાય.

જ્યાં આશા છે તે વ્યક્તિ પોતાની રૂચી પ્રમાણે માગણી કરે છે.

જ્યાં વિશ્વાસ હોય ત્યાં તે સાધક હરિને જે યોગ્ય લાગે તે આપવા કહે છે, પોતે કંઇ માગતો નથી.

રામ કથાનું શ્રવણ આપણને સમાધાન આપશે તેમજ સાવધાન પણ કરશે.

સુખમાં રામ રસાયણ પીશો તો દુઃખમાં દુઃખ સહન કરવાની હિંમત મળશે, દુઃખ સહન કરવામાં મદદ મળશે.
ભરોંસાનો મંત્ર જપવાથી વિપત્તિથી બચી શકાશે.

મોટા વ્યક્તિમાં વિવેક હોવો જોઈએ અને નાના વ્યક્તિમાં વિશ્વાસ હોવો જોઈએ.

યુદ્ધ અનિવાર્ય બને તો પણ યુદ્ધ નિવારવાના વિવેક પૂર્ણ પ્રયત્ન કરવા જોઈએ અને આવા પ્રયત્ન કર્યા પછી પણ જો યુદ્ધ થાય તો સત્યના પક્ષમામ રહેવું જોઇએ.

વિશ્વાસ વધારવાથી આશા ઓછી થઈ જાય છે.

માગવાથી સિમિત માત્રામાં મળશે અને નહીં માગવાથી ગણી ન શકાય તેટલું મળશે.

આશા ઓછી થવી એ સંયમ છે.

બુઝર્ગ વ્યક્તિઓની કોઈ પણ ઈચ્છા કે આશા રાખ્યા સિવાય સેવા કરવાથી શીલ પ્રાપ્ત થાય.

નિષ્કામ ભાવથી ખેતી કરવાથી જાનકી - ભક્તિ પાપ્ત થાય.

વિવેકના ૪ પ્રકાર છે.

૧ તન વિવેક

૨ નેત્ર વિવેક

૩ મન વિવેક

૪ વેશ - પહેરવેશ વિવેક


૧૯-૦૪-૨૦૧૫

હનુમાનજી જ્ઞાનાગ્નિ છે તેમજ જ્ઞાનનિ વર્ષા પણ છે.

જ્ઞાનાગ્નિ ભષ્મ કરી દે છે.

વૈધી ભક્તિ એટલે ક્રમશઃ ભક્તિ.

સ્નાન કરવું, પૂજા કરવી, અમુક પ્રકારના આસન ઉપર બેસવું, મૂર્તિને સ્નાન કરાવવું. વિવિધ પ્રકારે પૂજન અર્ચન કરવું વિ. વૈધી ભક્તિ છે. વૈધી ભક્તિ સદા દાસ ન બનાવે. રાગાનુરાગ ભક્તિ સદા દાસ બનાવે.

રાગાનુરાગ ભક્તિથી રામ રસાયણ પ્રાપ્ત થાય.

જીવન અને સાધનાને અલગ ન કરાય. જીવન જ સાધના છે.

ફક્ત પૂજા જ કરવી હોય તો ઘરનું મંદિર પર્યાપ્ત છે. પણ સાક્ષાત્કાર તો અસ્તિત્વમાં જ થાય.

જ્યારે તમારિ નીંદા થાય તો તેને પ્રભુની કૃપા સમજજો. નીંદા થાય એ મોટા થવાની નિશાની છે.

બુદ્ધ પુરૂષ સંસાર ન છોડાવે પણ બુદ્ધ પુરુષ સંસારને સંન્યાસ બનાવી દે છે.

પરમાત્મા વ્યાપક છે પણ રાગાનુરાગ ભક્તિ વ્યાપક પરમાત્માને પોતાનો બનાવી દે છે.

દિવ્ય સિંહાસન ઉપર સત્ય બિરાજે જ્યારે ભવ્ય સિંહાસન ઉપર સત્તા બિરાજે.

રામ ચરિત માનસનો નિચોડ નીચે મુજબ છે.

એહિ કલિકાલ ન સાધન દૂજા       |

જોગ જગ્ય જપ તપ બ્રત પૂજા          ||

રામહિ સુમિરિઅ ગાઇઅ રામહિ         |

સંતત સુનિઅ રામ ગુન ગ્રામહિ         ||

.........................................................................................................ઉત્તરકાંડ ૧૨૯/૫



પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીનો સમાધિમૃત્યુ દિન

The article displayed below is with the courtesy of Divya Bhaskar and Reena Shah.

ચૈત્ર વદ પાંચમ એટલે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીનો સમાધિમૃત્યુ દિન

પરમકૃપાળુ અને જ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી

Source Link: ધર્મ દર્શન, દિવ્ય ભાસ્કર, પુણ્યતિથિ, રીના શાહ , epaper April 06, 2015, page 1


ચૈત્ર વદ પાંચમ એટલે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીનો સમાધિમરણ દિવસ.તેઓશ્રીએ માત્ર 33 વર્ષની વયે રાજકોટ મુકામે વિ.સં. 1957માં નશ્વર દેહનો ત્યાગ કર્યો હતો. અંતિમ દિવસે તેઓશ્રીએ તેમના નાના ભાઇ મનસુખભાઇને ઉદ્દેશીને કહ્યું હતું, 'હવે હું કોઇપણ માને રોવડાવીશ નહીં, તમારા ભાઇનું સમાધિમરણ થશે.' વળી એમ પણ કહ્યું હતું કે, 'તું કચવાઇશ મા, માની સંભાળ રાખજે, હું આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.' બસ આટલું બોલીને તેઓશ્રી સમાધિસ્થિત થઇ ગયા હતા અને પાંચ કલાક સુધી સ્થિતિમાં રહ્યા હતા. તે સમયે ઉપસ્થિત તેઓના એક ભક્ત ભાઇ નવલચંદભાઇએ જણાવ્યું હતું કે, 'કૃપાળુદેવ ધ્યાનારૂઢ થયા વખતની શરીરસ્થિતિ કાયોત્સર્ગની પરિપૂર્ણતા દશા સૂચવતી હતી અને તે છેવટ સુધી તેવી ને તેવી રહી હતી. નિદ્રાવશ માણસ જે શ્વાસ લે તેવા શ્વાસ લેવાતા હતા. પ્રથમ નાભિથી અને દેહ છૂટ્યો ત્યારે કંઠથી તે મુખ સુધી થોડો વખત ચાલુ રહ્યો હતો. મૂર્તિ ચૈતન્યવંત શોભાયમાન કેમ જાણે હમણાં ધ્યાનથી મુક્ત થઇ આપણને વચનામૃતનો લાભ આપશે એમ સૂચના કરતી હતી. એવી અપૂર્વ મુદ્રા સર્વ કોઇને લાગતી હતી. નિર્વાણ વખતે મૂર્તિ અનુપમ ચૈતન્યવાળી, શાંત, મનોહર ને જોતાં તૃપ્તિ ન થાય એવી શોભતી હતી. એમ આપણા ગુણાનુરાગીને તો લાગે પણ જેઓ સંબંધથી હાજર રહેલા તેને પણ આશ્ચર્ય પમાડતી પૂજ્યભાવ ઉત્પન્ન કરતી જણાતી હતી. વખતના અદ્્ભુત-સ્વરૂપનું વર્ણન કરવાને આત્મામાં જે ભાસ થાય છે તે લખી શકતો નથી.' બપોરે 2-00 વાગ્યે તેઓશ્રીએ દેહ અને જગતનો ત્યાગ કર્યો હતો. રત્નચિંતામણિ ઇચ્છિત ફળ આપી શકે છે એવું ફળ લેનારાના સમજવામાં આવે તે પહેલાં કાળરૂપી કાગડાએ તે ચિંતામણિને ખસેડી મૂક્યું.શ્રીમદ્ રાજચંદ્ર અથવા બીજી કોઇપણ જ્ઞાની ભગવંતોના સમાધિમરણ આપણને બે વાત શીખવી જાય છે.
આપણેપણ તેઓશ્રીની જેમ આત્મસમાધિપૂર્વક દેહનો ત્યાગ કરવો : 
આપણનેથશે કે શું આપણે પણ આવું કરી શકીએ? ત્યારે જ્ઞાની ભગવંતો આપણને જવાબ આપે છે કે હા, કોઇપણ વ્યક્તિ સમાધિમરણ પ્રાપ્ત કરી શકે છે. તો તરત બીજો પ્રશ્ન થાય કે કેવી રીતે? તો તેનો પણ તેઓશ્રી ઉત્તર આપે છે કે તેના માટે સમાધિજીવન જીવવું.
સમાધિજીવન જીવવું એટલે શું? 
સમાધિજીવનએટલે નીતિ અને ધર્મમય જીવન જીવવું. ધર્મપૂર્વક અર્થોપાર્જન (કમાવું), ધર્મપૂર્વક કામ, ધર્મપૂર્વક મોક્ષ.

આવો મનુષ્યભવ આપણને વારંવાર નથી મળતો. માટે તેનો એક એક મિનિટનો સદુપયોગ કરી લેવો. આત્માનુભવી જ્ઞાનીપુરુષોનો સમાગમ કરવો, તેમની વાણી સાંભળવી, તેમની સેવા કરવી, સત્સંગ કરવો, ભક્તિ કરવી, સદ્્વાંચન કરવું, જીવનને સાદું અને સંતોષી બનાવવું, સમાજનું અને દેશનું હિત થાય તેવાં પરોપકારનાં કામ કરવાં, નિંદા, ઇર્ષ્યા, ક્રોધ, અભિમાન વગેરે દુર્ગુણોનો ત્યાગ કરવો તેમજ સદ્્ગુણોનો વિકાસ કરવો.

હું શરીર નથી, પરંતુ શરીરમાં રહેલ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા છું. મૃત્યુ આવતા શરીર અને આત્મા જુદાં પડશે. શરીર નષ્ટ થશે પણ આત્માનો નાશ નહીં થાય. જેવાં કર્મ કર્યાં હશે તેવો બીજો ભવ, બીજું શરીર પ્રાપ્ત થશે. વળી, આત્મામાં સાચું સુખ, સાચો અાનંદ, અપૂર્વ આનંદ રહેલો છે, તેને અનુભવવાનો પ્રયત્ન કરવો.

દૃઢતાપૂર્વક આવો પ્રયત્ન કરવામાં આવે તો આપણે પણ સમાધિમરણ પ્રાપ્ત કરી શકીએ. એટલે કે કોઇપણ પ્રકારની હાયવોય વગર, શરીર તેમજ કુટુંબ-પરિવારનું મમત્વ છોડીને, શાંતિથી પરમાત્મા કે આત્માના સ્મરણપૂર્વક દેહને છોડી શકીએ.

શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે, 'જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે તેમ હોય અથવા હું નહીં મરું એમ જેને નિશ્ચય હોય તે ભલે સૂખે સુએ.' વળી કહ્યું છે, 'જ્ઞાનીએ અનંત ઔષધિ અનંતા ગુણો સંયુક્ત જોઇ છે, પરંતુ મોત મટાડી શકે એવી ઔષધિ કોઇ જોવામાં આવી નહીં! વૈદ્ય અને ઔષધિ નિમિત્તરૂપ છે.' મૃત્યુ તો દરેક જીવને આવવાનું છે, તો શા માટે ડરવું? શા માટે તેનો હિંમતથી સામનો કરવો? જેને મૃત્યુનું રહસ્ય અને સત્ય સમજાય છે. તેને કોઇ ડર લાગતો નથી.

આપણાકોઇપણ કુટુંબીજન કે મિત્રનો દેહત્યાગ થાય ત્યારે શોક કરવો 
કોઇપણનજીકના સ્વજનનું મૃત્યુ થાય ત્યારે મોટેભાગે આપણને દુ:ખ થાય છે, શોક થાય છે, આઘાત લાગે છે. પરંતુ જ્ઞાની મહાત્માઓ તેમ કરવાની ના કહે છે. ખેદને વૈરાગ્યમાં ફેરવવાનો પ્રયત્ન કરવો. કારણ કે જ્યાં સંયોગ છે, ત્યાં વિયોગ છે જ.જ્યાં જન્મ છે ત્યાં મૃત્યુ છે જ. ખૂબ ધીરજ રાખવી. સંસારનું અશરણપણું, અનિત્યપણું તથા અસારપણું વિચારવું.

ઊગ્યોતે તો અસ્ત થવાનો, જન્મ્યો તે તો જરૂર જવાનો, 
અમર થયું ના કોઇ થવાનો, એકલો આવ્યો એકલો જાવું. 
જે સ્વજનનો વિયોગ થયો હોય તેના ગુણોનું સ્મરણ કરવું, તેમણે આપણા પર કરેલા ઉપકારોનું સ્મરણ કરવું. તેમના જેવા ગુણો આપણા જીવનમાં પણ પ્રગટે તેની પ્રભુને પ્રાર્થના કરવી. તેમજ તે આત્મા જન્મ-જરા-મરણથી રહિત થઇ સંપૂર્ણ મોક્ષદશાને પ્રાપ્ત કરે તેવી ભાવના ભાવવી. તેમના નિમિત્તે નિયમ, વ્રત લેવાં, સત્કાર્યો કરવાં. વળી, કર્મસિદ્ધાંતો પણ કહે છે કે આપણા કોઇ અશુભ કર્મના ઉદયથી સ્વજનનો વિયોગ થાય છે અને જો તે વખતે શોક કરવામાં આવે છે તો ફરી તેવાં કર્મો બંધાય છે. જેનાથી ફરીથી સ્વજનનો વિયોગ સહન કરવો પડે. માટે ખૂબ શાંતિ રાખવી. મૂર્છા અને રાગથી કર્મ બંધાય છે. વૈરાગ્ય અને અનાસક્ત ભાવથી કર્મ નિવૃત્ત થાય છે. આમ, ખેદને યથાશક્તિ વિચારથી, જ્ઞાનીપુરુષોના વચનામૃતથી તથા સાધુપુરુષનો આશ્રમ અને વીરગતિથી ઉપશાંત કરવો.

આપણે નિશ્ચય કરીએ કે હું સમાધિજીવન જીવીને સમાધિમરણ પ્રાપ્ત કરીશ અને કોઇપણ સ્વજનના મૃત્યુનો શોક નહીં કરું. સાચી ભાવાંજલિ આપી કહેવાશે.






રામ કથા, ગોવા

રામ કથા, ગોવા
Source Link.

From : Saturday April 11th, 2015 to Sunday April 19th, 2015

Saturday, April 11th: 4:00 PM to 6:30 PM

April 12th – 18th April, 2014: 9:30 AM to 1:00 PM

April 19th – Last Day (Sunday) : 7:30 AM to 11:00 AM


અસ્મિતાપર્વના આરંભનાં મૂળિયાં ક્યાં?

The article displayed below is with the courtesy of Divya Bhaskar daily and Shree Manoj Shukla, author of the article.

અસ્મિતાપર્વના આરંભનાં મૂળિયાં ક્યાં?
Read the article at its source link - Divya Bhaskar, Kalash Edition, epaper, page 2.

મોરારિબાપુ પ્રેરિત 'અસ્મિતા પર્વ'નો પ્રારંભ આજથી થયો છે. આને 'શ્રવણ યજ્ઞ' કહેવાનું મન કેમ થાય છે?
શુંક પ્રાસંગિક લખીએ ત્યારે એક-બે દિવસ આગળ પાછળ હોય. પણ કોઇ દિવસ એવો આવે કે જ્યારે વંચાતું હોય તે દિવસે, તે સમયે કોઇ પ્રસંગનો પ્રારંભ થતો હોય. આવું થાય ત્યારે હૈયુ હરખાય. મન પ્રફુલ્લિત બને. લખવાનો આનંદ બેવડાઇ જાય. આજે એવું છે. આજે શ્રી કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે એક 'શ્રવણ યજ્ઞ'નો પ્રારંભ થઇ રહ્યો છે. 'શ્રવણ યાત્રા' પણ કહી શકાય. 'શ્રવણ તપ' પણ કહી શકાય તેવી ઘટના છે. હા, આજથી મોરારિબાપુ પ્રેરિત 'અસ્મિતા પર્વ-18'નો પ્રારંભ થઇ રહ્યો છે. અસ્મિતા પર્વને 'શ્રવણ યજ્ઞ' કહેવાનું મન માટે થાય છે કે બીજા રાજ્યમાંથી આવેલા એક વિદૂષી વક્તાએ અત્યંત સાચૂકલા અવાજથી કહ્યું હતું, 'અનેક સેમિનારમાં હાજરી આપવાનું બન્યું છે. પણ આટલું પવિત્ર, સુંદર વાતાવરણ કશેય જોયું નથી. એકાગ્ર ચિત્તે સાંભળતા આવા શિસ્તબદ્ધ શ્રોતાઓની વચ્ચે જવાનું ક્યારેય બન્યું નથી.' મને લાગે છે કે મોરારિબાપુનાં અસ્મિતા પર્વને આપણે ઓળખીએ છીએ કરતાં બહારના લોકો વધારે સારી રીતે જાણી ગયા છે. સાચી ઓળખ છે.
'અસ્મિતા પર્વ'માં ક્યારેય આવેલા લોકો પૂછે છે, 'બાપુને આવી લગની ક્યાંથી લાગી?' પ્રશ્નનો જવાબ એવો મળે છે કે તળપદી ભાષામાં કહીએ તો બાપુ 'સતપતિયાં' છે. ગામઠી શબ્દ છે. નાની ઉંમરનું બાળક બહુ ચંચળ હોય તેને માટે શબ્દ વપરાય છે. સાદી ભાષામાં કહેવું હોય તો જેને પગ વાળીને બેસવું ગમે તેને 'સતપતિયો' કહી શકાય. બાપુ તો તન કે મન એકેય રીતે પલોંઠી વાળીને બેસતા નથી(કથા એમાં અપવાદ). ટૂંકમાં, સક્રિયતા બાપુના લોહીમાં ભળી ગયેલો ગુણ છે. સતત નવી વાત, નવા વિચાર આવ્યા કરે. વિચાર વાંઝિયા રહે. વિચારમાંથી કશુંક જન્મે અને લોકો સુધી પહોંચે. કારણે બાપુ સતત સમાજને નવું આપતા રહે છે. આજે અસ્મિતાપર્વ-18નો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે તેનાં મૂળિયાં ક્યાં? એવો પ્રશ્ન સ્વભાવિક રીતે થાય. તેનો જવાબ અહીં મૂકવો છે. મૂળ બાપુ સાંભળવાના, સાંભળતા રહેવાના શોખીન. અગાઉ કથા હોય ત્યારે કથા પછી હીંચકા ઉપર ઝૂલતા-ઝૂલતા અનેક કવિ, બારોટ, ગઢવી પાસેથી તેમણે કાન ભરીને સાંભળ્યું છે. બધું સાંભળ્યા પછી એની ઉપર ચિંતન પણ કરે. વ્યક્તિગત અભિવ્યક્તિ અને શ્રવણમાંથી સમૂહમાં સમૂહને સાંભળવાનો વિચાર બાપુને આવ્યો હોવો જોઇએ. તેને પરિણામે 1982માં બાપુએ ત્રણ દિવસ માટે જામનગર જિલ્લાના અલિયાવાડા મુકામે આવેલ ગંગાજળા વિદ્યાપીઠમાં પ્રથમ યુવા શિબિરનું આયોજન કર્યુ. ગંગાજળા વિદ્યાપીઠના સ્થાપક અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ પંડિત ડોલરરાય માંકડના પુત્ર સ્વ. શિરીષભાઇ માંકડનાં અકાળ અવસાન પછી તેમના પવિત્ર સ્મરણમાં સ્થપાયેલાં 'શિરીષ સાધના કેન્દ્ર'નાં ઉપક્રમે શિબિર યોજાઇ. સ્વ. લખુભાઇ છીછીયા, પ્રા. ઝવેરભાઇ ચાવડા અને જ્યોત્સનાબહેન માંકડ અને કુ. કલાબહેન દવેનાં સંયોજન હેઠળ યુવા શિબિર યોજાઇ. અન્ય યુવા શિબિરો કરતાં શિબિર જુદી હતી. તેમાં બાપુ યુવાનોને સંબોધ્યા કરે એવું હતું. યુવાનોએ પોતાના વિચારો વ્યક્ત કરવાના હતા. માટે સમયની ભરપૂર મોકળાશ યુવાનોને અપાઇ હતી. તેજસ્વી પત્રકાર અને ઉત્તમ શિક્ષક એવા દિલીપ ભટ્ટ શિબિરના સાક્ષી છે. બરોબર યાદ છે કે પ્રત્યેક યુવા વક્તાને બાપુ ભરપૂર ધ્યાનથી સાંભળતાં(બાપુની સ્મરણશક્તિ ફોટોજેનિક છે). પછી પોતાના વક્તવ્યમાં બધા મુદ્દાઓને આવરી લઇને પોતાની વાત રજૂ કરતાં. રીતે બાપુ કાનસેન છે, સ્મરણયાત્રી છે. યુવા શિબિરને અંતે બાપુ ખૂબ રાજી થઇ ગયેલા. તેમણે યુવાનોને કહેલું કે આજથી આપ સૌ શિબિરાર્થીઓ મારી માટે 'તુમ મેરે ભાઇ ભરત સમ ભ્રાતા'છો (રામાયણમાં વાક્ય રામચંદ્રજીએ હનુમાનજીને કહેલું). શિબિરથી એવું અનુભવ્યું છે કે બાપુને સાંભળવું, સાંભળતા રહેવું ગમે છે. રીતે મોરારિબાપુ ઉત્તમ વક્તા તો છે જ. પણ સાથે સાથે ઉત્તમ શ્રોતા પણ છે. પ્રથમ શિબિરમાં યુવા વક્તાઓની વાત ગમી ગઇ હોવાથી બાપુએ બીજી શિબિર 1983માં તલગાજરડા ખાતે પોતાના વતનમાં કરી. ત્યારે બાપુનો પથારો આજના જેટલો વિસ્તરેલો નહીં. એટલે તંબુમાં નિવાસની વ્યવસ્થા કરેલી. ભાવનગરના વૈજ્ઞાનિક અને આજની અદ્દભુત વિજ્ઞાનનગરીના સ્થાપક બિપિન શાહ, જાણીતા જ્યોતિષી ગિરીશ જોષી શિબિરના સાક્ષી. બંનેને સૂવાની જગ્યા નહોતી મી. એટલે એક વાડીમાં બનાવેલા માંચડા ઉપર સૂઇ ગયેલા અને પછી સવારમાં વાડીનાં થાળામાં નહાઇ લીધેલું તે બરોબર યાદ છે. શિબિરમાં બાપુએ પ્રથમ શિબિરની જેમ યુવાનોને સાંભળ્યાં. પણ એક પ્રયોગ નવો કર્યો. આસપાસના ગામમાં સવારથી સાંજ સુધી આશરે 15 કિલોમીટરની પદયાત્રા કરેલી. આજે કોઇને કલ્પના પણ આવે એવી સહજ અને સરળતાથી બાપુ યુવા શિબિરાર્થીઓ સાથે મુક્ત રીતે વાતો કરતાં કરતાં ચાલેલા. રસ્તામાં તળપદી જોક પણ કહેતા જાય.
સૌથી ઊંચી વાત તો કે પદયાત્રામાં બપોરનાં ભોજન બાદ એક ગામના ખેતરમાં આવેલાં વિશાળ વૃક્ષની નીચે ઝાડનાં મૂળિયાને ઓશીકું બનાવીને જમીન પર કશું પાથર્યા વગર બાપુએ વામકુક્ષી કરેલી. જેના નજરોનજર સાક્ષી બનવાનું સદ્દભાગ્ય સાંપડ્યું છે. પછી બાપુએ બીજી પાંચ યુવા શિબિર પણ કરેલી. છેલ્લી શિબિર 1990માં તલગાજરડામાં કરેલી. બધું યાદ માટે કર્યુ છે કે 'અસ્મિતા પર્વ' છેલ્લાં 18 વર્ષથી સાતત્યપૂર્ણ રીતે ચાલે છે તેના પાયામાં બાપુના બધા પ્રયોગો છે. યુવા શિબિર ઉપરાંત તલગાજરડામાં દરરોજ રાત્રે શાસ્ત્રીય સંગીત-નૃત્યના અદ્દભુત કાર્યક્રમો યોજાતા. તેમાં પણ ગામેગામથી લોકો સાંભળવા જતાં.
મોરારિબાપુ આટલી અપરિમિત સફળતા પછી પણ સાવ જમીન ઉપર જીવે છે એનું રહસ્ય ઘણા લોકોને સમજાતું નથી. તે સૌને અહીં આંગળી ચીંધીને કહેવું છે કે મોરારિબાપુએ પોતાનો પ્રારંભ કર્યો ત્યારે હંમેશાં ધ્યાન રાખ્યું છે કે નજર ભલે ગમે તેટલી ઊંચે રાખીએ પણ પગ ધરતીથી અદ્ધર ક્યારેય થવા જોઇએ અને એટલે તેમની યાત્રામાં સાતત્ય રહે છે. જીવનમાં બદલાવ આવવો ઇશ્વરની કૃપા અને મનુષ્યનું સદ્્ભાગ્ય હોય છે. આવું જેને સમજાય તે મનુષ્ય ક્યારેય પોતાની ધરી ગુમાવતો નથી. એમ સમજાય છે કે બાપુને બધું સમજાઇ ગયું છે. આવા સમજદાર બાપુને વંદન.
ઇતિસિદ્ધમ: તેરીમંજિલ મિલે મિલે ક્યા પતા, હૈ તય હૈ યે રાસ્તા કહીં જાતા તો હૈ.
- મુનવ્વર રાણા
{manojshukla67@yahoo.com
ખુલ્લી વાત
ખૂલીને
મનોજ શુક્લ 

Tuesday, April 7, 2015

સત્ય સમાન બીજો કોઇ ધર્મ નથી,માનસદર્શન, મોરારિબાપુ

સત્ય સમાન બીજો કોઇ ધર્મ નથી


  • જે સર્વોત્તમ સત્ય છે તે શિવોત્તમ સત્ય છે. સત્ય સમાન બીજો કોઇ ધર્મ નથી. સત્ય જ સમગ્ર પ્રસન્નતા અને પુણ્યોનું મૂળ છે. બ્રહ્મનો એક પર્યાયવાચી શબ્દ સત્ય છે.
  •  સાંખ્યશાસ્ત્રી ભગવાન કપિલ તત્ત્વની સંખ્યાને હજુ વધારી દે છે. કેમ કે એ તો સાંખ્યના જ માણસ છે. તત્ત્વ વિશે આપણે ત્યાં એકમત નથી. તો સત્ય એક અર્થમાં તત્ત્વ નથી કારણ કે સત્ય અનેક નથી જ્યારે તત્ત્વ અનેક છે. એનું પ્રમાણ શ્રુતિ ભગવતી ‘એકં સત્’ સત્ એક છે. 
  • જિમિ ઘટ કોટિ એક રબિ છાહી જેવી રીતે કરોડો ઘડામાં પાણી ભર્યું હોય છે અને દરેક ઘડામાં સૂરજ દેખાય છે. ખરેખર હજારો સૂર્ય હોતા નથી. ફક્ત સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય છે. સૂરજ એક જ હોય છે એવી રીતે સત્ય એક જ છે. સત્ય અનેક નથી. 



‘તત્ત્વ પ્રેમ કર મમ અરુ તોરા|
જાનત પ્રિયા એકુ મનુ મોરા||’


  • પ્રેમનું તત્ત્વ કેવળ મારું મન જાણે છે. ભગવાન રામ પણ કહે છે કે તારો અને મારો પ્રેમ શું છે એ કેવળ મારું મન સમજે છે. હવે જો પ્રેમ તત્ત્વ હોય રામચરિતમાનસમાં, તો એ તત્ત્વને સમજનારા કેવળ રામ છે. કાં તો એમની આહ્્લાદિક શક્તિ જાનકી છે. એના સિવાય એ તત્ત્વને કોઇ ઓળખી શકતું નથી. એમાંય આપણા જેવા સામાન્ય જીવ માટે પ્રેમતત્ત્વને સમજવું કઠિન છે. 
  •  હા જે કરુણા કરે છે એ જાણે છે અને જે અનુભવે છે એ પણ જાણી લે કે મારા ઉપર કરુણા થઇ રહી છે. 


  • કરુણા સાર્વભૌમ થઇ જાય છે. માટે કહેવા દો કે કરુણા આપણા માટે તત્ત્વ નથી. 


પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર,
તત્ત્વનું ટૂંપણ તુચ્છ લાગે.


  • પ્રેમ પણ રસ છે જ્યારે કરુણા પણ રસ છે. કરુણામાં એક માત્રા ઓછી કરી નાખો તો સાહિત્યમાં કરુણરસ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. 
  • ભવભૂતિ તો એવું કહે છે કે દુનિયામાં એક જ રસ પ્રધાન છે. અને એ કરુણ રસ છે. 
  • હવે સત્યને રસ કેવી રીતે કહેવાય. ક્યારેક ક્યારેક તો જોવા મળે છે કે સત્યના ઉપાસકો થોડા શુષ્ક લાગે છે. 


  • ક્યારેક એવું પણ મને લાગે છે કે સત્ય રસ છે એ વિષયમાં મારો નિર્ણય ખોટો પણ હોઇ શકે. ક્યારેક દસ-દસ જનમ થાય તો પણ ખોટો નિર્ણય થઇ શકે છે.


  • એ સૂત્રમાં સત્યને શિવ કહે છે અને શિવને ઉત્તમ રસ કહે છે. બસ ઇતિ સિદ્ધમ્ સત્ય શિવ છે. તો જે સર્વોત્તમ સત્ય છે તે શિવોત્તમ સત્ય છે. સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારું જે ઉત્તમ સત્ય છે એને ઋગ્વેદ રસ કહે છે. હું જેને રસ માનું છું એને આજે દસ વર્ષ થયાં અને પ્રમાણ પણ દસ વર્ષ પછી મને મળ્યું છે.


યો વ: શિવતમો રસસ્તસ્ય ભાજયતેહન:|
ઉશતીરિવ માતર:|


  • હવે શંકરાચાર્ય ભગવાન પણ કહે છે, ‘બ્રહ્મ સત્ય જગન્મિથ્યા’ કેવળ તત્ત્વના રૂપમાં બ્રહ્મને સમજનારાઓ માટે જગત થોડું શુષ્ક બની જાય છે. મિથ્યા બની જાય છે. વિનોબાજીને યાદ કરું. વિનોબાજીએ શંકરાચાર્ય ભગવાનના ખોળામાં રમતાં-રમતાં થોડો પોતાનો અભિપ્રાય આપ્યો. વિનોબાજી માટે જગત મિથ્યા નથી, જગત સ્ફૂર્તિ! બ્રહ્મ સત્ય જગત સ્ફૂર્તિ! જગતમાં પણ ચેતના છે. જગતમાં સ્ફૂર્તિ છે. તો સત્યરસ છે અને રસ હશે ત્યારે આપણા જેવા માટે એ સરળ પડશે. 

(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

મોરારિબાપુ

Read full article at Sunday Bhaskar.