ગાંધીજીએ કહ્યું
છે કે જે મહાભારત અને રામાયણને નથી જાણતો તેને હિન્દુસ્તાની કહેવડાવવાનો અધિકાર નથી.
રામ ચરિત માનસ
એ ત્રણ શબ્દોને એક પછી એક લખવામાં આવે તો
એવું લખાય.
અહીં માનસ એટલે
હ્નદય અને ચરિત એટલે ચરિત્ર એવો અર્થ કરીએ તો જો હ્નદય શુદ્ધ હોય અને કરણી સારી હોય
તો તે પછીનું ત્રીજું પગથીયું રામ છે. પ્રથમ પગથીયું જે છેક નીચે છે તે હ્નદય છે, ત્યાર
પછીનું પગથીયું ચરીત્ર છે અને તે બે પગથીયાં ચઢીએ એટલે રામ મળે.
વાલ્મીકિ આદિ
કવિ છે તો શિવ અનાદિ કવિ છે.
વક્તાએ મૂળને
તોડ્યા વિના, મૂળને અક્ષુણ રાખીને જડ પરંપરાઓને તોડીને પ્રવાહી પરંપરાને અનુરૂપ તેમજ
આજના યુગમાં પ્રાસંગિક હોય તેવી કથા કહેવી જોઈએ. વેદ શાસ્ત્રને વિશુદ્ધ રૂપે સ્વીકારી,
વેદ સંસ્કૃતિને તોડ્યા વિના, મૂળને પકડી રાખી વાસ્તવિક સમયને પ્રાસંગિક હોય, સમકાલીન
સમયને પ્રાસંગિક હોય તે રીતે વકતવ્ય આપવું જોઈએ.
માનસમાં માતા
કૌશલ્યા એ એક દેવી છે, એક મહિમા છે, પૂર્વ દિશા છે. આ પૂર્વ દિશા છે જ્યાંથી રામ રૂપી
સૂર્ય ઊગે છે. પૂર્વની સભ્યતા એ કૌશલ્યા છે.
૨
શુક્રવાર, ૨૨/૦૯/૨૦૧૭
સમગ્ર જગત માતૃમય
છે. વિશેષ સ્થાનોમાં જ મા ના દર્શન ન કરતાં જગતની બધી જ સ્ત્રીઓ મા નું જ રૂપ છે તે
ન ભૂલવું જોઈએ.જો આ ભૂલી જઈશું તો શક્તિ પીઠમાંથી શક્તિ તો મળશે પણ શાંતિ નહીં મળે.
તમસા પ્રાપ્ત થાય પણ સાત્વિકતા પ્રાપ્ત ન થાય.
નદી એ શક્તિ
છે અને માનસ એ જગ પાવની ગંગા છે, નદી છે, શક્તિ છે.
દેવતાઓની માતા
અદિતિ પણ માનસ છે.
પાંચ જગાએ મા
બેઠી છે.
પૂણ્યશાળીઓના
ઘરમાં મા શ્રી – લક્ષ્મી રૂપે બીરાજે છે.
જડ ચેતન બધામાં
મા છે.
ગુરૂના ગર્ભમાંથી
જે જન્મ લે એ દ્વિજ છે – બ્રાહ્નણ છે.
મન, વચન, કર્મથી
બ્રાહ્નણની પૂજા એ પૂણ્ય છે.
બ્રાહ્નણ વર્ણ
નથી પણ વૈશ્વિક વિચાર છે.
વિપ્ર એ છે
જેનામાં વિવેકની પ્રધાનતા હોય. આમ કોઈ પણ વ્યક્તિ પછી તે ગમે તે વર્ણમાં આવતો હોય તો
પણ જો તેનામાં વિવેકની પ્રધાનતા હોય તો તે બ્રાહ્નણ છે.
સાધના કરતાં
કરાતાં જેનો બીજો જન્મ થાય તે વિપ્ર છે, દ્વિજ છે.
વિપ્રતા ક્રમશઃ
આવે અને છેલ્લે તે બુદ્ધત્વને પ્રાપ્ત કરે, જેની પૂજા કરવાથી પૂણ્ય પ્રાપ્ત થાય.
સ્વામી શરણાનંદજીએ
કહ્યું છે કે પ્રત્યેક વ્યક્તિનું શરીર શ્રમી હોવું જોઈએ, મન સંયમી હોવું જોઈએ અને
બુદ્ધિ વિવેકી હોવી જોઈએ.
કઠિન સાધના
કરતી વખતે જો સાધકનું મન સંયમી ન હોય તો તેણે આવી કઠિન સાધના ન કરવી જોઈએ. જો સંયમી
મન નહીં હોય તો કઠોર સાધના કરતાં કરતાં શિખરે પહોંચ્યા પછી પણ એક દમ પતન થવાની પુરી
શક્યતા છે.
મા અંતઃકરણ
વાળાને ત્યાં બુદ્ધિ રૂપે વસે છે.
સંત ચરણોના
ઘેર મા શ્રદ્ધા રૂપે વસે છે.
બિનુ સતસંગ
બિબેક ન હોઈ, રામ કૃપા બિના સુલભ ન સોઈ
બ્રાહ્નણની
પૂજા એટલે બ્રાહ્નણ પ્રત્યે આદર.
જે પ્રપંચ નથી
કરતો તે બ્રાહ્નણ છે.
જે બ્રાહ્નણ
વેદથી વિપરીત થાય તે પોતાનો ધર્મ ચૂકે છે.
વિપ્રનાં કર્મ
નીચે પ્રમાણે છે.
૧ વિદ્યા ભણવી
અને બીજાને વિદ્યા ભણાવવી.
૨ પોતે યજ્ઞ
કરવો અને બીજા પાસે યજ્ઞ કરાવવો.
૩ પોતે દાન
લેવું અને બીજાને દાન આપવું.
આવા કર્મ કરનાર
બ્રાહ્નણના મૃત્ય પાછળ શોક સભા ન હોય પણ શ્લોક સભા હોય.
બ્રાહ્નણનો
દિવસ એ બળેવ છે.
વૈશ્યનો દિવસ
એ લક્ષ્મી પૂજનનો દિવસ છે.
સેવકનો દિવસ
એ હોળી છે.
પતિનો દિવસ
એ કેવડાત્રીજ છે.
પાપી – દુરાચારીના
ઘેર મા દરીદ્રતા રૂપે વસે છે.
ખાનદાનીના ઘરે
મા લજ્જા રૂપે, સંસ્કારીતા રુપે વસે છે.
શતરૂપા એટલે
બુદ્ધિ, શત રૂપ, અને મનુ એટલે મન.
આમ જેમ મનુ
શતરૂપાનું દાંપત્ય સુંદર છે તેમ ચંચળ મન અને સ્થિર બુદ્ધિનું દાંપત્ય સુંદર હોય.
અનેક રૂપરૂપાય
શતરૂપા છે. શતરૂપા એટલે જેનાં અનેક રૂપ છે.
અષ્ટ સિદ્ધિ
અને નવ નિધી એટલે આઠ પ્રકારની શુદ્ધિ જેવી કે મન શુદ્ધિ, બુદ્ધિની શુદ્ધી, અહંકાર શુદ્ધિ,
તન શુદ્ધિ, ધન શુદ્ધિ, વચન (વાણી) શુદ્ધિ વગેરે અને નવ નિધી એ નવ પ્રકારની ભક્તિ છે.
મા જ્યારે સંહાર
કરે છે ત્યારે તે સંહાર એ નવ નિર્વાણ કરવાનો હેતુ છે.
આજે જ્યારે
પૃથ્વી માતા ઉપર ખતરાની ઘંટડી ઘમરાઈ રહી છે ત્યારે હે મા અમારા ખતરાને દૂર કરવા હે
મા તું મહાકાલ છે તેમજ સાથે સાથે મહા કૃપાલુ પણ છે. તો હે મા જગતના આ વિનાશકારી ખડગોથી
અમારી રક્ષા કર.
શસ્ત્ર જરૂર
હોવાં જોઇએ પણ છતાં શાસ્ત્રોને કમજોર ન સમજવા જોઈએ, કમજોર ન ગણી શકાય. શાસ્ત્રથી વધારે
સારું પરિણામ આવી શકે છે.
રણછોડદાસ બાપુએ
ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે સોમનાથ જ્યોતિર્લીંગ ઉપરના સંભવિત હુમલાને યોગ શક્તિ દ્વારા
કે કોઈ અજ્ઞાત સાધનાના બળે અટકાવવામાં, ટાળવામાં મોટો ફાળો આપ્યો હતો. આવી માહિતિ પ્રચલિત
છે.
અહંકાર શુન્ય
સાધના દ્વારા સારું પરિણામ લાવી શકાય છે. આવી સાધના આવું પરિણામ લાવવા સક્ષમ છે.
કાલીની સાધના
દ્વારા વાકશક્તિ પ્રાપ્ત થાય છે.
મહાપુરૂષ જ્યાં
સાધના કરે, ભક્તિ કરે તે સ્થળ, જ્યાં નિવાસ કરે તે સ્થળ અને તે સ્થળની બધી જ વસ્તુઓ
રમણીય હોય, દર્શનીય હોય, પ્રણમ્ય હોય.
શતરૂપી કાલીના
અનેક રુપ છે.
માનસ શ્રીદેવીની
જે પંક્તિઓ કેન્દ્રીય વિચાર બિન્દુ છે તે પ્રસંગ રામ વનવાસ દરમ્યાનનો છે જ્યાં આગળ
રામ ચાલે છે વચ્ચે સીતા માતા છે અને છેલ્લે લક્ષ્મણ છે. રામ એ બ્રહ્ન છે જ્યારે લક્ષ્મણ
જીવાચાર્ય છે, જીવ છે. આમ બ્રહ્ન અને જીવની
વચ્ચે મહા માયા અંબા શોભી રહ્યાં છે.
વિદ્યાના બે
પ્રકાર છે, વિદ્યા અને અવિદ્યા જ્યાં વિદ્યા માયા જગતને મુક્તિ આપે છે જ્યારે અવિદ્યા
માયા જગતને બંધનમાં નાખે છે.
બ્રહ્ન એટલે
બ્રાહ્નણ દેવતા અને આપણે બધા દર્શનાર્થી વચ્ચે વિંધ્યાવાસીની મા બેથી છે.
દેવ, નર સૃષ્ટિ
અને મુનિ જે આપની પૂજા કરે છે તે બધાને તું સુખ આપે છે.
રાવણના હ્નદયમાં
મા જાનકી – જગદંબા બિરાજમાન હોય છે ત્યાં સુધી રામ રાવણાને મારી નથી શકતા. પણ રાવણ
યુદ્ધ ઉન્માદમાં જ્યારે જાનકીનું ધ્યાન ચૂકી જાય છે ત્યારે જ રામ રાવણને મારી શકે છે.
રાવણના હ્નદયમાં જાનકી છે અને જાનકીના હ્નદયમાં રામ છે. તેથી રામ રાવણને મારી નથી શકતા.
રામનું સ્મરણ
મરણથી મુક્ત રાખે.
માતાની ૭ વિભૂતિ
છે. પ્રત્યેક નારીમાં મા છે.
નારીની ૭ વિભૂતિ છે.
૧
કીર્તિ
- પ્રતિષ્ઠા
નારીથી
ઘરની
પર્તિશ્ઠા
વધે.
૨
શ્રી
- લક્ષ્મી
૩
વાક્
- વાણી
વાણીનો
વિનય
એ
વિભૂતિ
છે.
જો
કે
તેમાં
અપવાદ
હોઈ
શકે.
૪
સ્મૃતિ
- યાદદાસ્ત
૫
મેઘા
- પ્રજ્ઞા,
વિવેક,
સમજણ
૬
ધૃતિ
- ધૈર્ય
૭
ક્ષમા
માતૃ શરીરમાં મા ૭ સ્વરુપમાં બિરાજે છે.
અગ્નિ, સૂર્ય,
ચંદ્ર રામ નામથી જ સલામત છે.
રામ શબ્દમાં
ર +આ + મ છે જ્યાં ર એ સર્જક બ્રહ્ના છે, આ એ પાલક તત્વ વિષ્ણુ છે અને મ એ સંહારક તત્વ
મહાદેવ છે. આમ રામ માં બ્રહ્ના વિષ્ણુ મહાદેવ સમાવિષ્ઠ છે.
રામ નામ સર્જક,
પાલક અને નિર્વાણ દાયક છે.
માથાકૂટમાં
રહેવું એના કરતાં ચિત્રકૂટમાં રહેવું વધારે સારું.
રામ નામ કાલકૂટ
છે એટલે કે રામ નામ કાલને પણ કૂટી નાખે. કૂટી નાખવું એટલે ખાંડી નાખવું.
રામ નામ મરણ
ધર્માને સ્મરણ ધર્મા બનાવી દે છે.
ત્રેતા યુગમાં
જે રામે કર્યું તે કલી યુગમાં રામ નામ કરે છે.
રામથી પણ રામ
નામની મહિમા વધારે છે.
કલીયુગમાં રામ
નામ અહંકાર રુપી ધનુષ્યને તોડે છે.
ત્રેતા યુગમાં
રામે શબરીનો ઉદ્ધાર કર્યો હતો તો કલીયુગમાં રામ નામ ગરીબોનું નિર્વહન કરે છે. તેથી
જ ગવાયું છે કે, “ગઈ બહોરી ગરીન નવાજુ સરલ સબલ સાહિબ રઘુરાજુ”.
ત્રેતાયુગમાં
રામે સેતુબંધનું નિર્માણ કર્યું તો કલીયુગમાં રામ નામ લેનાર ભવસિંધુ તરી જાય છે.
ત્રતાયુગમાં
રામ રાજ્યની સ્થાપના થઈ તો કલીયુગમાં રામ નામ લેનાર નિરંતર પ્રેમ રાજ્યમાં રહે છે.
ત્રેતાયુગમાં
તેમજ અગાઉના યુગોમાં યજ્ઞ, પૂજા, ધ્યાન, અર્ચના વગેરે કરવામાં આવતું જ્યારે કલીયુગમાં
ફક્ત હરિ નામ પર્યાપ્ત છે. નામ જપ એ જપ યજ્ઞ જ છે, પૂજા અર્ચના છે.
૩
શનિવાર, ૨૩/૦૯/૨૦૧૭
વિંધ્યાચાલધામમાં
એક બાજુ કાલી બિરાજે છે, બીજી બાજું અષ્ટ ભૂજા બિરાજે છે અને પ્રધાન રુપમાં વિંધ્યવાસિની
બિરાજે છે.
મા નાં ઘણાં
સ્તોત્ર ઉપલબ્ધ છે.
નવરાત્રીમાં
દુર્ગા સપ્તસદી સ્તોત્રનો પાઠ સાત્વિક ભાવથી કરવો જોઈએ.
જો કે નવરાત્રી
દરમ્યાન જો રામ ચરિત માનસનો પાઠ કરવામાં આવે તો તેમાં બધું જ સમાવિષ્ઠ થઈ જાય છે.
મંત્ર, તંત્ર
અને યંત્રમાં શું ફેર છે?
કોઈના પ્રભાવમાં
ન આવવું જોઈએ, ભલે આપને કોઈ પણ કલાકારની કલાને કે બીજા કોઈની રચના કે કૃતિને માણીએ.
આવી કલા કે અન્ય કોઈ વસ્તુ માણતાં માણતાં તેના પ્રભાવમાં ન આવવું જોઈએ.
૨૪ કલાક જે
પોતાના સ્વભાવમાં, પોતાની નિજતામાં રહે છે તેને કોઈ પ્રભાવિત ન કરી શકે.પોતાના સ્વભાવને
ક્યારેય દબાવવો નહીં.
યંત્ર
સાધના સદૈવ – મોટા ભાગે રજોગુણી હોય, અપવાદ રુપે સતોગુણી પણ હોય.
તંત્ર
સાધના મોટા ભાગે તામસી હોય.
મંત્ર
સાધના ક્યારેક તામસી, ક્યારેક રાજસી હોય.
હરિનામ
સાધન ફક્ત ગુણાતીત જ હોય. હરિનામ ક્યારેય તામસી, રાજસી કે સાત્વિક ન હોય પણ ગુણાતીત
જ હોય.
મા
એ મહામંત્ર છે.
સાધનાથી
સિદ્ધિ મળે તેમજ શુદ્ધિ પણ મળે.
આપનને
મળેલ શુદ્ધિને કોઈને બતાવવાની જરુર નથી, પોતે જ અનુભવવાની હોય.
॥
श्रीदेव्यथर्वशीर्ष॥
ॐ
सर्वे वै देवा: देवीं उपतस्थुः कासि त्वं महादेवि इति॥
साऽब्रवीत्-
अहं ब्रह्मस्वरूपिणी। मत्तः प्रकृतिपुरुषात्मकं जगत्। शून्यं चाशून्यं च॥
अहं
आनन्दानानन्दौ। अहं विज्ञानाविज्ञाने। अहं ब्रह्माब्रह्मणी वेदितव्ये।
अहं
पञ्चभूतान्यपञ्चभूतानि। अहमखिलं जगत्॥
મા
કહે છે કે, “શુન્ય, અશુન્ય, જ્ઞાન, અજ્ઞાન, વિદ્યા, અવિદ્યા, મૂઢતા, અમૂઢતા, આનંદ,
અઆનંદ હું જ છું”. આવું પરા અંબા કહે છે.
મા
અખંડિત છે.
બુદ્ધ
શુન્યની વાત કરે છે તો આદિ શંકર પૂર્ણની વાત કરે છે.
રામ
શુન્ય છે તેમજ રિક્ત પણ છે.
રામ
દુર્ગા છે.
હનુમાન
ચાલીસા એ પ્રથમ ચાલીસા છે.
મા
ના બે પ્રકારના રુપ હોય છે, સૌમ્ય રુપ અને ઉગ્ર રુપ
મા
ના સૌમ્ય રુપો – ભવાની જે પરા અંબા છે, ગૌરી, હિમવતી, પાર્વતી, ગિરિજા
મા
ના ઉગ્ર રુપો – કાલી, ચામુંડા, સતી, ભૈરવી, મહાકાલી, ચંડી, ભગલા રુપ વગેરે
મા
ના સૌમ્ય રુપની ઉપાસના કરવી.
મોટા
ભાગે મા ના ઉગ્ર રુપને બલિ ચઢાવવાની પ્રથા છે.
બલિ
ચઢાવવાની પ્રથાને બંધ કરવાની જરુર છે.
મા
નું એક રુપ બ્રહ્નચારિણી રુપ છે.
રામ
કથા એ જીવનના ઊર્ધ્વ આરોહણ માટેની મહિમાવંત શિબિર છે.
સાધના
દેખાદેખી ન કરો.
જપ
કરવા માટે કોઈ જ નિયમની જરુરીયાત નથી.
નૃત્ય
કરવામાં નકલ કરી શકાય. પણ કૃત્ય કરવામાં ક્યારેય નકલ ન કરાય. કૃત્ય કરવામાં જો નકલ
કરવા જશો તો પોતાને આવડતું હશે તે પણ ભૂલાઈ જશે.
શંકર
ભગવાન જ્યારે સતી પોતાના પિતાના ઘેર જવા આગ્રહ કરે છે ત્યારે તેને રોકવા શંકર ભગવાન
તેને રોકવા આવે છે ત્યારે મા વિકરાળ રુપ ધારણ કરે છે. મા નું આવું વિકરાળ રુપ જોઈ શંકર
તેમનો આગ્રહ છોડી મા ને જવા માટે કહે છે ત્યારે મા તેમનું ઐશ્વર્ય બતાવે છે. અને જ્યારે
શંકર દશેય દિશા તરફ ભાગે છે ત્યારે મા ભવાની દશેય દિશાઓમાંથી વિકરાળ રુપે પ્રગટ થાય
છે. આ જ ૧૦ મહાવિદ્યાનું ઉદગમ સ્થાન છે.
૪
રવિવાર,
૨૪/૦૯/૨૦૧૭
કાલી,
વિંધ્યવાસિની અને અષ્ટભૂજામાં સત્ય, પ્રેમ અને કરુણા કોના કોનમાં છે?
ચોટિલા,
ગુજરાતની રામ કથા માનસ ચામુંડા કથા દરમ્યાન આ વિશે વિષેશ સંવાદ કરવામાં આવેલ હતો, જ્યાં
મુખ્ય વિચાર બિંદુની પંક્તિ નીચે પ્રમાણે છે.
મુખ્ય
પંક્તિ
जोगिनि
भरि भरि खप्पर संचहिं ।
भूति
पिसाच बधू नभ नंचहिं ॥
भट
कपाल करताल बजावहिं ।
चामुंडा
नाना बिधि गावहिं ॥
યા
દેવી સર્વભૂતેષુ, સત્યરૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।
યા
દેવી સર્વભૂતેષુ, પ્રેમરૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।
યા
દેવી સર્વભૂતેષુ, કરૂણારૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।
આ
ત્રણેય રૂપ એ સત્ય, પ્રેમ અને કરૂણાનાં જ રૂપ છે.
દુર્ગા
સપ્તસતી પ્રમાણે મા નું રૂપ અચિત્ય છે, વર્ણવી ન શકાય તેવું છે.
તત્વતઃ
વિંધ્યવાસિની એ સત્ય છે જ્યાં વિંધ્ય અચલ છે.
ગુરૂનું
વચન અને વિંધ્યની શરણાગતી સત્ય છે.
માણસ
ઉપર ઊઠે એટલે થોડું તો અભિમાન આવી જ જાય.
ગર્વથી
ઉપર ઊઠવું એ સત્ય નથી.
જ્યારે
ઉપર ઊથેલ વ્યક્તિ કોઈ ગુરૂના વચન હેઠળ નમી જાય એ સત્ય છે.
સાધક
શરણાગત થઈ જાય પછી ગુરુએ પાછા આવવાની જરૂર જ નથી. અને તેથી જ અગત્સ્ય ઋષિ વિંધ્યાચલની
શરણાગતી જોઈ તેમના વચન નિભાવવા પાછા આવતા નથી.
ગુરૂ
ક્યારેય છળ કપટ ન કરે.
ગરવ
કિયો સોઈ નર હાર્યો‚ સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો
રે…
ગરવ
કિયો જબ લંકાપતિ રાવણે‚ લંકાપતિ રાવણે
સોન
કેરી લંક જલાયો.. સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…
ગુરૂના
નિર્ણયમાં આશ્રિતે ક્યારેય કોઈ વિકલ્પ ઊભો ન કરવો.
સદગુર
બૈદ બચન બિસ્વાસા |
સંજમ
યહ ન બિષય કૈ આસા ||
સદગુરુરૂપી
વૈદ્યના વચનમાં વિશ્વાસ થાય, વિષયોની આશા ન રાખે; આ જ સંયમ (ચરી) છે.
ગુરૂકે
બચન પ્રતિત ન જેહિં
સપનેહુ
સુગમ ન સુખ સિદ્ધિ નાહીં
ચિત્રકૂટ
એ વિંધ્યાચલ છે.
અગત્સ્ય
ઋષિ કરૂણા કરી સત્ય ઉદઘાટીત કરે છે.
ગુરૂ
કહે છે કે હે વિંધ્ય તું મારા (ગુરૂ) ના ચરણમાં નમી ગયો છે, શરણાગત થઈ ગયો છે તેથી
હવે તું જો સૂર્ય તારી પરિક્રમા કરે એવું ઈચ્છે તો તે ખોટનો ધંધો છે. હવે તો તારી પરિક્રમા
સૂર્યવંશી રામ કરશે. રામ વનવાસ દરમ્યાન ૧૩ વર્ષ સુધી ચિત્રકૂટમાં ૯વિંધ્યાચલમાં) ભ્રમણ
કરે છે.
વહેતી
ગંગા એ પ્રેમ છે. ભક્તિ એટલે પ્રેમ અને ગંગા એટલે પ્રેમ.
પ્રેમ
કરવાની વૃત્તિ આવે એટલે હિંસા અટકી જાય.
પ્રેમ
બે હાથવાળાને જ કરાય. જ્યારે ચાર હાથવાળાની પૂજા કરાય.
સીતા
રામ, રાધા કૃષ્ણ એ બે હાથ વાળા છે તેથી તે પ્રેમ કરે છે.
એક
બાર કુસુમ સુહાએ……
ચાર
હાથ વાળાની પૂજા કરો અને બે હાથ વાળા માનવને પ્રેમ કરો.
પૂજા
કરવી સસ્તી છે પણ પ્રેમ કરવો કઠીન છે.
વિંધ્યાચલમાં
મા ની ત્રણેય રૂપ કરૂણામૂર્તિ છે. ત્રણેય સત્ય, પ્રેમ અને કરૂણા છે.
વિંધ્ય
એ સત્ય છે, સત્યની તુલના સૂર્ય સાથે થાય છે.
સત્ય
ખેંચે, પ્રેમ ખેંચે, કરૂણા ખેંચે, આકર્ષે.
ગાંધીજીના
ચરખાનું ચક્ર આર્થિક ક્રાંતિનું સુદર્શન ચક્ર છે. સુદર્શન એટલે સુંદર દર્શન.
સુદર્શન
ચક્ર, અશોક ચક્ર અને ગાંધીના ચરખાનું યરવડા ચક્ર એ ભારતીયોની ઓળખ છે.
બુદ્ધુસ્ઠ
સાધુ નાગાર્જુને કેરીના દ્રષ્ટાંત આપીને સાધકના પ્રકાર વિશે જાણકારી આપી છે.
કેરી
ચાર પ્રકારની હોય.
કેરીનો
એક પ્રકાર એવો હોય કે કેરી ઉપરથી પાકી ગયેલી લાગે પણ અંદરથી કાચી હોય.
કેરીનો
બીજો પ્રકાર એવો હોય કે કેરી ઉપરથી કાચી લાગે પણ અંદરથી પાકી ગયેલી હોય.
કેરીનો
ત્રીજો પ્રકાર એવો હોય કે કેરી ઉપરથી કાચી લાગે અને અંદર પણ કાચી હોય.
કેરીનો
ચોથો પ્રકાર એવો હોય કે કેરી ઉપરથી પાકી લાગે અને અંદરથી પણ પાકી હોય.
ઘણા
સાધક એવા હોય કે તેમનું ભજન પાકી ગયું હોય પણ તે ઉપરથી સામાન્ય જગતને ન દેખાય, સામાન્ય
જગત તે સાધાકને વિચિત્ર રીતે મૂલવે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ આવા પ્રકારના ભજનાનંદી
હતા. તે મા ને યાદ કરતાં જ ભાન ભૂલી જતા. સામાન્ય જગત આને વાઈના રોગમાં ખપાવતા.
આમ
ભજન પાકી ગયું હોય પણ બીજાને કાચું લાગે. સાધકે ભજન પકાવી દીધું હોવા છતાં આમ જગત સાથે
સંબંધ રાખી જગત વ્યવહાર નીભાવે.
ઘણા
સાધક એક દમ કાચા હોય પણ બાહ્ય દેખાવથી ઘણા મોટા ભજનાનંદી લાગે. આવા સાધક દંભી સાધક,
ઢોંગી બાબા હોય. દુનિયાને છેતરવાના જ ધંધા કરે.
ઘણા
સાધક જેવા હોય તેવા જ દેખાય.
ઘણા
સાધક એક દમ સરલ હોય, બધા વ્યવહારમાં સરળ હોય પણ અંદરથી ભજન પાકી ગયું હોય. આવા સાધક
વેશમાં દ્રષ્ટિમાં વ્યવહારમાં એક દમ સરળ હોય.
કાચી
કેરી એ ફટકીયા મોતી જેવી હોય છે.
વ્યક્તિ
થોડી સાધના કરે થોડા જપ કરે અને પછી કહે કે આટલા જપ કર્યા તોયે કોઈ ફળ ન મળ્યું. અને
આમ ફળ ન મળે એટલે સાધના, જપ છોડી દે.
એક
પ્રશ્ન એવો છે કે ભજનાનંદીને, પૂણ્યશાળીને દુઃખ કેમ રહે છે? આવા સાધકોનું સ્મરણ વધે
છે તેમજ ભજન પણ વધે છે અને છતાંય દુઃખ રહે છે.
કપડાંને
ધોવા માટે સાબુથી ઘસવા પડે, ધોકા પણ મારવા પડે અને પાણીમાંથી ઝબકોળવા પડે. આ પ્રક્રિયામાંથી
પસાર થાય ત્યારે જ કપડું સ્વચ્છ બને.
ભજનાનંદી,
પૂણ્યશાળીને પણ અસ્તિત્વ સ્વચ્છ બનાવવા કસોટીમાંથી પસાર કરે છે. જે આપણને દુઃખ રુપે
દેખાય છે. અસ્તિત્વ પૂણ્યશાળીનાં કપડાં ધોઈ પૂણ્યશાળીને સ્વચ્છ કરે છે, પકાવે છે.
જ્યારે
સાધકનું ભજન પાકી જશે ત્યારે તે સાધકે હરિ પાસે કોઈ માગણી કરવાની રહેશે નહીં પણ અસ્તિત્વ
તેના માટે હરિને કાલાવાલા કરશે.
તેથી
જ ગવાયું છે કે,….
વહેલા
પધારો હરિ સંતોની વ્હારે….
સ્વામી
શરણાનંદજીએ કહ્યું છે કે સાધકે ત્યાં સુધી ધ્યાન કરવું કે એવું લાગે કે, ર્વી સ્થિતિ
આવે કે જ્યારે “હું ધ્યાન કરું છું” એ પણ ભૂલી જવાય. જ્યાં સુધી એવું યાદ રહે કે હું
ધ્યાન કરૂ છું ત્યાં સુધી ધ્યાન પુરું પાક્યું નથી.
જે
સાધક ૨૪ કલાક ભજન કરે અને તેને ખબર પણ ન પડે તેવી સ્મૃતિ આવી જાય, તેવી સ્થિતિ આવી
જાય તેવો સાધક, તેવો ભજનાનંદી જે નિર્ણય કરે તે નિર્ણય તેના સાધન – ભજનના પ્રમાણે જ
કરશે. આને ભજનાનંદી પ્રમાણ કહેવાય. ભજનાનંદી સાધક કોઈ પણ નિર્ણય પોતાના ભજન સાધન પ્રમાણે
જ કરે. તેથી ભજનાનંદીના નિર્ણયને, બુદ્ધ પુરુષના નિર્ણાયને માની લેવો જોઈએ.
સાધુ
કદી વૃદ્ધ ન થાય, મનથી કાયમ યુવાન જ હોય. શરીરથી વૃદ્ધ થવું એ એક શારીરિક પ્રક્રિયા
છે.
સાધુ
વૃદ્ધ થાય એ અસ્તિત્વને ન પોસાય.
ત્રિપુર
દુંદરી એ છે જે તનથી સુંદર છે, મનથી સુંદર છે અને આત્મસ્વરૂપથી પણ સુંદર છે.
સુંદરતાને
શિકારી વૃત્તિથી નહીં પણ પૂજારી વૃત્તિથી જોવી જોઈએ.
૫
સોમવાર,
૨૫/૦૯/૨૦૧૭
સાહિત્યમાં
પુનરુક્તિ એ દોષ છે પણ આવો દોષ સાર્વભૌમ નથી.
રામ
ચરિત માનસમાં તુલસીદાસજીએ થોડા પરિવર્તન સાથે ઘણી વખત પુનરુક્તિ કરી છે.
ઘણી
વખત પુનરુક્તિ કરવાથી ગુણમય ફળ મળે છે એવું ફલિત થયું છે.
મંત્ર
જાપમાં આપણે એક જ મંત્રને અનેક વખત ફરી ફરી કરીએ છીએ, પુનરુક્તિ કરીએ છીએ. આવી પુનરુક્તિ
એ દોષ નથી.
સદ્ગુરુની
વારંવાર કરાતી સ્મૃતિ એ પુનરુક્તિ દોષ નથી પણ ભક્તિ છે.
ઘણી
વખત અમુક વસ્તુની પુનરુક્તિ પુનઃજન્મ મટાડી દે છે.
રામ
ચરિત્ર સ્વયં એક કાવ્ય છે.
અહી
ચાલતી કથા એ એક કલ્પવાસ છે, કુંભ છે જ્યાં ગંગા મૈયા વહે છે જે વૈષ્ણવી ધારા છે, રામ
કથા રુપી ગંગા વહે છે જે શૈવ ધારા છે, કારણ કે રામ ચરિતના આદિ રચયીતા શિવ છે અને મા
સાંભળે છે જે શક્ત ધારા છે.
સાધનામાં
વફાદારી, ઈમાનદારી અતિ આવશ્યક છે.
શંકરાચાર્ય
રચિત સૌંદર્ય લહરીનો પાઠ કરવાથી હરિ ભજન કરવાની શક્તિ પ્રાપ્ત થશે.
ભગવતી
ગંગાની સ્તુતિ
તુલસી
તવ તીર તીર ……….
ગંગા
એ મા છે, નવ ગુર્ગા છે.
કોઈ
જ્યારે આપણને ખેંચે છે, આકર્ષે છે ત્યારે આપણી બૌધિકતા તેમાં અડચણ કરે છે. જે કૃષ્ણમૂર્તિ
જપતાં
જપતાં જ્યારે ઘણાં આંસુ આવી જાય ત્યારે જપ બંધ કરી અશ્રુને માણો કારણ કે આ એક ભાવ દશા
છે.
જપ
રુપી વૃક્ષનું ફળ આંસુ છે.
ધર્મને
ગ્લાની કથાકથીત ધર્મ જ કરે છે.
॥
इति देवी सूक्त ॥
अहं
रुद्राय धनुरा तनोमि ब्रह्मद्विषे शरवे हन्तवा उ ।
अहं
जनाय समदं कृणोम्यहं द्यावापृथिवी आ विवेश ॥ ६ ॥
देवी
सूक्त हिंदी अनुवाद
६
मैं ही ब्रह्मज्ञानियोंके द्वेषी हिंसारत त्रिपुरवासी त्रिगुणाभिमानी अहंकारी असुरका
वध करनेके लिये संहारकारी रुद्रके धनुषपर ज्या (प्रत्यञ्चा) चढाती हूँ । मैं ही अपने
जिज्ञासु स्तोताओंके विरोधी शत्रुओंके साथ संग्राम करके उन्हें पराजित करती हूँ । मैं
ही द्युलोक और पृथिवीमें अन्तर्यामिरुपसे प्रविष्ट हूँ ।
શંકર
ધનુર્ધારી છે, પિનાકપાણિ છે. શંકરના હાથમાં ધનુષ્ય બાણ ચઢે છે ત્યારે તે શક્તિ, તે
ધનુષ્ય બાણ હું છું. … મા કહે છે. બ્રહ્મ તત્વને જગત જ્યારે દ્વૈષ કરે છે ત્યારે તેના
નિર્વાણ માટે હું ધનુષ્ય બાણ તરીકે ચઢુ છું. …. મા
જગતનો
ક્યારેય દ્વૈષ ન કરવો, જગતની કોઈ પણ વસ્તુનો દ્વૈષ ન કરવો.
બ્રહ્ન
એટલે જગત, જગત બ્રહ્નમય છે.
જગતમાં,
બ્રહ્નમાં કોઈનોય દ્વૈષ એ બ્રહ્નાંડનો દ્વૈષ છે જે બ્રહ્નાંડ ભાંડોદરીનો દ્વૈષ છે.
બ્રહ્નનો
દ્વૈષ કરો એટલે રુદ્ર ધનુષ્ય બાણ ધારણ કરે.
જગતમાં
પ્રેમ નથી એટલે દ્વૈષ થાય છે.
સ્વામી
રામ સુરદાસજીએ કહ્યું છે કે નાશવંત વૃત્તિઓની ચિંતા સાધકોએ ન કરવી જોઈએ.
વૃત્તિઓનું
કોઈ નિશ્ચિતપણું હોતું નથી.
માણસ
જન્મે એનું મૃત્ય નક્કી જ છે, મૃત્યુ ઘ્રુવ છે.
મનનો
નિરોધ કરવો એ યોગ્ય નથી, મનનો નિરોધ કરવાનું છોડી દેવું જોઇએ કારણ કે મનનો નિરોધ કરવા
માટે પણ સંઘર્ષ તો કરવો જ પડે.
કલિયુગમાં
બધા સાધન શ્રમ છે, એક શ્રમ વૃક્ષ છે. આ વૃક્ષને ફળ આવશે તે પણ શ્રમ જ હશે.
સકલ
સાધન વૃક્ષ છે.
યહ
કલિ કાલ સકલ સાધન તરું ….
તેથી
ફક્ત શરણાગતીમાં જ વિશ્રામ છે.
મનનો નિરોધ ન કરો પણ તેની (મનની) ઉપેક્ષા કરો.
ઉપદ્વવી
બાળકને ટોકશો તો તે વધારે ઉપદ્રવ કરશે, વધારે તોફાન કરશે. પણ તેના તોફાનને ધ્યાનમાં
ન લઈ ઉપેક્ષા કરશો તો (જે કરે છે તે કરવા દેશો તો) તે બાળક અંતે થાકીને ત્યાં ને ત્યાં
જ સુઈ જશે.
સાક્ષી
બનવામાં, દ્રષ્ટા બનવામાં હું પણું આવશે જ.
તીર્થ
સ્થાનોમાં ઊર્જા ભરેલી હોય છે, તેથી તીર્થ સ્થાનોમાં જવું જોઈએ. જેથી આવી ઊર્જા અનુભવી
શકાય.
જો
ગાડીના ટાયરમાં પંકચર પડે તો તેમાં હવા ભરવા તેના વિશિષ્ટ સ્થાને જવું પડે. વાતાવરણમાં
હવા છે તે હવા આપણા પ્રયત્નોથી ટાયરમાં ન ભરી શકાય.
આમ
તીર્થ સ્થાનો એ હવા ભરવાનાં વિશિષ્ટ સ્થાનો છે.
સાધક
શરીરના રુપની, મનના રુપની તેમજ આત્મ સ્વરુપના
રુપની માગણી કરે છે. મનનું રુપ હશે તો જ તેવું મન બધાનું ભલું વિચારશે.
જય
મળે, જયનો પ્રસાદ મળે તેવી માગણી કરવાની સાથે સાથે તે જયને બધાને વહેંચવાની સમજ મળે
તેવી માગણી પણ કરવી જોઈએ. જય ફક્ત પોતાના માટે જ ન હોવો જોઈએ.
કંસ
તેના અંત સમયે હસતાં હસતાં ગોવિંદને કહે છે કે હે ગોવિંદ હું વિજય અને પરાજય બંનેને
પચાવી શકું છું.
કોઈ
એકનું સ્મરણ કરતાં કરતાં જો બીજાનું સ્મરણ લાગી જાય તો સહજ રીતે જ્યાં સ્મરણ લાગી ગયું
હોય તેનું જ સ્મરણ કરવું, ભલે પહેલાં કરેલું સ્મરણ છૂટી જાય.
૬
મંગળવાર, ૨૬/૦૯/૨૦૧૭
પુનરુક્તિ મંગલકરણીય
છે.
કવિ ન હોઈ
…..
જે ગાયક હોય
તે પુનરુક્તિ કરે જ.
ગાયકની પુનરુક્તિ
શ્રોતાના મનમાં કઈક પ્રસ્થાપિત કરે છે.
ક્યારેક લાયકાત
ન હોય તો પણ પદવી કે ખિતાબ મળી જાય છે.
સ્વામી શરણાનંદજીએ
આપેલ કેટલાક પ્રશ્નોના ઉત્તર..
પ્રશ્ન ૧
સાર્થક સંબંધ
કોને કહેવાય?
જે પોતાના સાથે
સંબંધ રાખે તેને સાર્થક સંબંધ ન કહેવાય. જે બધા સાથે સંબંધ રાખે તે સંબંધને સાર્થક
સંબંધ કહેવાય. ક્યારેક પોતાના સાથે મજબુરીથી પણ સંબંધ રાખવો પડે. પોતાના સગા સંબંધીઓ
સાથે મજબુરીથી પણ સંબંધ નિભાવવા પડે.
જે પોતાના આત્મા
સાથે સંબંધ રાખે છે, જે નિજ સ્વરુપનું સંધાન કરે છે એ સાર્થક સંબંધ છે.
જે કેવળ પોતાના
ઈષ્ટ નામ સાથે સંબંધ રાખે તે સંબંધ સાર્થક સંબંધ છે.
“सर्वे भवन्तु
सुखिनः। सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु। मा कश्चित् दुःख भाग्भवेत्॥
(May all be happy. May all remain free from disabilities. May all see
auspicious things. May none suffer sorrows.)”
—ऋग्वेद (Rigved)
“सर्वे भवन्तु
सुखिनः। सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु। मा कश्चित् दुःख भाग्भवेत्॥
એ ભારતીયોનું સૂત્ર છે.
રામ ચરિત માનસનો
એક મંત્ર – એક શબ્દ “સબ” છે.
ભગવદગીતાનો
એક મંત્ર – એક શબ્દ “સમ” છે. - સમતા
ઉપનિષદનો એક
મંત્ર – એક શબ્દ “સત્” છે. – સત્ય
આખું વૃક્ષ
ન પકડી શકાય પણ તે વૃક્ષના બીજને જરુર પકડી શકાય.
સૂર્ય બધા સાથે
સંબંધ રાખે છે.
પરોઢ થયુંને
પાંગરીયું …..
નવરાત્રીના
છઠ્ઠો દિવસ એ મા કાત્યાયની મા નો દિવસ છે.
_________________________________________________________________________________
આદિશક્તિ શ્રી
દુર્ગાનું પહેલું સ્વરૂપ શ્રી શૈલીપુત્રીનું છે. આ પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી
તેને શૈલીપુત્રી કહેવામાં આવે છે. શૈલપુત્રીનું પૂજન કરવાથી સૌભાગ્ય પ્રાપ્તિ થાય છે,
આદિશક્તિ શ્રી
દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. તેમણે ભગવાન શંકરને પતિ સ્વરૂપે પ્રાપ્ત
કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. એટલા માટે તે તપશ્ચારિણી અને બ્રહ્મચારિણીના નામથી ઓળખાય
છે. બ્રહ્મચારિણીનું પૂજન કરવાથી કાર્યમાં સફળતા મળે છે.
આદિશક્તિ દુર્ગાનું
ત્રીજુ રૂપ એટલે શ્રી ચંદ્રઘંટા. આમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંન્દ્ર છે. એટલા
માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. માતા ચંદ્રઘંટાનું પૂજન કરવાથી ઉત્તમ સ્વાસ્થ્યની
પ્રાપ્ર્તિ થાય છે
આદિશક્તિ દુર્ગાનું
ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે
તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે, કૂષ્માંડાનું પૂજન કરવાથી આકર્ષણ મળે
છે.
આદિશક્તિ દુર્ગાનું
પાંચમુ રૂપ એટલે શ્રી સ્કંદમાતા છે. શ્રી સ્કંદ (કુમાર કાર્તિકેય) ની માતા હોવાને કારણે
તેમને શ્રી સ્કંદમાતા કહેવામાં આવે છે. સ્કંદમાતાનું પૂજન કરવાથી પુત્રસુખ મળે છે.
આદિશક્તિ દુર્ગાનું
છઠ્ઠું સ્વરૂપ એટલે શ્રી કાત્યાયની. મહર્ષી કાત્યાયનીની તપસ્યાથી પ્રસન્ન થઈને આદિશક્તિએ
તેમના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો હતો. એટલા માટે તે શ્રી કાત્યાયની કહેવાય છે. માતા
કાત્યાયનીનું પૂજન કરવાથી ઇચ્છાપૂર્તિ થાય છે.
આદિશક્તિ શ્રીદુર્ગાનું
સાતમું સ્વરૂપ એટલે શ્રી કાલરાત્રી છે. આ કાળનો નાશ કરનારી છે. એટલા માટે કાલરાત્રી
કહેવાય છે. કાલરાત્રિનું પૂજન કરવાથી શત્રુ પર વિજય મેળવી શકાય છે.
આદિશક્તિ દુર્ગાનું
આઠમું સ્વરૂપ એટલે શ્રી મહાગૌરી. આમનો વર્ણ ગોરો છે એટલા માટે તેમને મહાગૌરી કહેવામાં
આવે છે. મહાગૌરીનું પૂજન કરવાથી નવ નિધિ સુખ મળે છે.
આદિશક્તિ
શ્રી દુર્ગાનું નવમું સ્વરૂપ એટલે શ્રી સિદ્ધિદાત્રીનું છે. આ બધા જ પ્રકારની સિધ્ધિઓની
દાત્રી છે એટલા માટે તેને સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. સિદ્ધિદાત્રીનું પૂજન કરવાથી
કાર્યસિદ્ધિ તથા સન્માન મળે છે.
प्रथमं
शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी।
तृतीयं
चन्द्रघण्टेति कूष्माण्डेति. चतुर्थकम्।।
पंचमं
स्कन्दमातेति षष्ठं कात्यायनीति च।
सप्तमं
कालरात्रीति.महागौरीति चाष्टमम्।।
नवमं
सिद्धिदात्री च नवदुर्गा: प्रकीर्तिता:।
उक्तान्येतानि
नामानि ब्रह्मणैव महात्मना:।।
__________________________________________________________________________________________________
ગોપીજન કાત્યાયની
માતાનું વ્રત કરે છે.
કૃષ્ણએ વસ્ત્રાહરણ
નથી કર્યું પણ ભેદ બુદ્ધિનું હરણ કર્યું છે. આવું કરી કૃષ્ણ કહે છે કે હે ગોપીજન તમે
જે કાત્યાયની માતાનું વ્રત કરો છો તે કાત્યાયની માતા હું જ છું. મારામાં અને કાત્યાયની
માતામાં કોઇ ફેર નથી, કોઈ ભેદ નથી.
પ્રશ્ન ૨
સાર્થક ચિંતાન
શું છે?
તત્વ ચિંતન
સાર્થક ચિંતન છે.
હરિ ચિંતન સાર્થક
ચિંતન છે.
તત્વ ચિંતન
અને હરિ ચિંતન એક જ છે.
બાળક ગમે ત્યારે
પોતાની મા ની ગોદમાં જઈ શકે. તે માટેનું કોઈ ટાઈમ ટેબલ ન હોય.
રડવાનું ટાઈમ
ટેબલ ન હોય.
બદલાઈ બહું
ગયો છું તમને મળ્યા પછી
મારો મટી ગયો
છું તમને મળ્યા પછી ……………. ગની દહીંવાલા
अहं ब्रह्मास्मि
– હું જ બ્રહ્ન છું એવું કહેવું એ જે પહોંચી ગયેલા મહા પુરુષ છે તેમના માટે યોગ્ય છે.
જો ન પહોંચેલા મહા પુરુષ અહં બ્રહ્નાસ્મિ કહેતા હોય ત્યારે જો તેમેને કોઈ ઈજા પહોંચાડે
તો તે તરત જ અહં બ્રહ્નાસ્મિ ભૂલી જશે અને ઈજા પહોંચાડનાર ઉપર ક્રોધ કરશે, સામો પ્રહાર
કરશે.
સામાન્ય માણસ
માટે જ્યાં સુધી અહં છે – હું છું તેવો ભાવ છે ત્યાં સુધી બ્રહ્ન કેવી રીતે થવાય. જ્યારે
હું પણું જાય ત્યારે જ બ્રહ્ન સમજાય.
અહીં તો “હું”
ની સત્તા નથી, “બ્રહ્ન” ની પણ સત્તા નથી, ફક્ત “છે” ની જ સત્તા છે. હું બ્રહ્મ છું
એમાંથી “હું” અને “બ્રહ્ન” બંને નીકળી જાય અને ફક્ત “છું” જ રહે, “છે” જ રહે.
જીવપણાને ભૂલી
જાઓ, બ્રહ્નપણાને પણ ભૂલી જાઓ, ફક્ત “છે” ને જ જુઓ.
જ્યાં સુધી
“હું” છું એ ભાવ છે ત્યાં સુધી બ્રહ્નનો સવાલ જ ક્યાં છે?
“હું” છે ત્યાં
સુધી શિવ ક્યાં છે?
નરસિંહ મહેતા
હરિ ચિંતન કરે છે અને તત્વ ચિંતન પણ કરે છે.
પ્રશ્ન ૩
સાર્થક પ્રવૃત્તિ
કોને કહેવાય?
સાર્થક પર્વૃત્તિ
એ એવી પ્રવૃત્તિ છે જ્યાં કોઈનું પણ અહિત ન થતું હોય.
ઘણી પ્રવૃત્તિમાં
બીજાનું અહિત થતું હોય છે.
જો કથા કરવામાં
પણ બીજાનું અહિત થતું હોય તો તે પ્રવૃત્તિ પણ સાર્થક પ્રવૃત્તિ ન કહેવાય.
અંધકાર હથિયારથી
દૂર ન થાય પણ સૂર્ય પ્રકાશથી થાય, સૂર્યોદયથી થાય.
જ્યારે ધર્મથી
હિંસા થતી હોય ત્યારે તેવી હિંસા અટકાવવી અઘરી છે.
દરેક ઋષિ શિક્ષક
હોય છે પણ દરેક શિક્ષક ઋષિ નથી હોતો. ……. ગુણવંત
શાહ
શંકર કૃપાથી
તુલસી કવિ બને છે, કવિની પદવી પ્રાપ્ત કરે છે.
ભક્તિ માર્ગમાં
પુનરુક્તિ એ ભક્તિનો પ્રારંભ છે, ભક્તિ માર્ગમાં પ્રવેશ છે.
ત્રિપુર સુંદરી
માનસમાં જનક
પાટમહિશી સુનયના ત્રિપુર સુંદરી છે, ૧૦ મહાવિદ્યા પૈકીની ત્રીજી મહાવિદ્યા છે.
સુનયના માટે
તુલસી ૩ વાર દેવી શબ્દ વાપરે છે.
સુનયનાની નેત્ર
સુંદર છે, દ્રષ્ટિ સુંદર છે અને દર્શન સુદર્શન છે, સુંદર છે.
માનસમાં બે
પાત્ર ગોપનીય છે, ગુમનામ છે, રહસ્યપૂર્ણ છે, તાપસ, તાપસી અને સીય સખી
આ સીય સખી એ
સદ્ગુરુ છે.
કથા જગતમાં
એવું દ્રઢપણે માનવામાં આવે છે કે આ સીય સખી જ કૃષ્ણ યુગમાં રાધા બને છે.
ત્રિપુર સુંદરી એ છે જે કોઈ પ્રત્યે સંશય ન કરે.
શક્તિ સાધનામાં
બહું સાવધાની રાખવી પડે.
સંશય આત્માનો
અંત વિનાશ જ છે. સંશ્ય આત્મા વિનશ્યતિ
સખી સુનયનાએ
દેવી કહી સંબોધન કરે છે.
જેની બુદ્ધિમાંથી
વિવેક છૂટી ન જાય તે તે દેવી છે.
કૌશલ્યા સુનયના
માટે દેવી શબ્દનું સંબોધન કરે છે.
પ્રિતી અને
પ્રતિતી (અનુભવ, ભરોંસો) ને ફૂટપટ્ટીથી માપી ન શકાય, તર્ક કરીને માપી ન શકાય.
પહેલાં દામપત્ય
જીવનમાં પતિ પત્ની એક બીજાના સાધ્ય હતાં જ્યારે આજે પતિ પત્ની એક બીજાના સાધન છે. તેથી
આજનું દામપત્ય જીવનમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે, દામપત્ય જીવન સુખી નથી.
સંસારિક જીવનમાં
જો પત્ની તેના પતિને આદર આપે અને પતિ તેની પત્નીને પ્રેમ કરે તો રામ જેવા પુત્રની પ્રાપ્તિ
થાય.
૭
બુધવાર, ૨૭/૦૯/૨૦૧૭
શ્રી શબ્દ સ્ત્રીલિંગ
અને પુલિંગ બંને છે. તેથી તે શબ્દનો ઉપયોગ શ્રીમતી અને શ્રીમાન તરીકે થાય છે.
જે જાગી જાય
છે તે લિંગથી પર થઈ જાય છે, તેના માટે નર કે નારીનો ભેદ રહેતો નથી.
તેથી જ શંકરાચાર્ય
ભગવાન કહે છે કે, ……..
न मृत्युर्
न शंका न मे जातिभेद: पिता नैव मे नैव माता न जन्म
न बन्धुर् न
मित्रं गुरुर्नैव शिष्य: चिदानन्द रूप: शिवोऽहम् शिवॊऽहम् ॥
શિવ ત્રિભુવન
ગુરુ છે. આદિ શંકર એ શંકરાવતાર છે, જગદગુરુ છે. ફક્ત ભારતીય દર્શન જ જગદગુરુ હોવા છતાં
હું ગુરુ નથી, હું શિષ્ય પણ નથી એવું કહી શકે છે.
ન કોઈ ગુરુ
ન કોઈ ચેલા
મેલેમેં અકેલા
અકેલેમેં મેલા
ભગવદ્ગોમંડલમાં
આપેલ “શ્રી” શબ્દના અર્થ
ક્રમાંક
|
વ્યાકરણ
|
અર્થ
|
૧
|
पुं
|
( પિંગળ ) એ નામનો એક
સમવૃત્ત છંદ; મૌકિતકમાલા. તેના દરેક ચરણમાં ભગણ, તગણ, નગણ અને બે ગુરુ મળી
અગિયાર અક્ષર હોય છે અને તેમાં
પાંચમાં અક્ષર ઉપર વિસામો હોય છે.
|
૨
|
पुं
|
તાડપત્રીય પુસ્તકમાં પાનાંની ગણતરી માટે કરેલા એકમ અંકો માંહેનો ત્રણ સૂચક અંક.
|
૩
|
पुं
|
પુરુષોત્તમનાં
હજાર માંહેનું એક નામ.
|
૪
|
पुं
|
લખાણના વપરાતો મંગળ શબ્દ. ચોપડામાં શરૂઆતમાં જે આવું :- ચિહ્ન
કરવામાં આવે છે તે શ્રી
નું ટૂંકું રૂપ છે.
|
૫
|
पुं
|
શ્રીમાન, શ્રીમતીનો સંક્ષેપ અક્ષર; નામની આગળ લગાડાતો આદર બતાવનારો એક શબ્દ.
|
૬
|
पुं
|
( સંગીત ) હનુમંતમત પ્રમાણે છ માંહેનો એક
મુખ્ય રાગ. તે ગાવાનો વખત
સાંજનો છે. તેની જાતિ સંપૂર્ણ એટલે ખરજ, રિખવ કોમળ, ગાંધાર તીવ્ર, મધ્યમ તીવ્ર, પંચમ, ધૈવત કોમળ, નિખાદ તીવ્ર એ પ્રમાણે સાતે
સ્વર તેમાં આવે છે. પંચમગ્રહ સ્વર છે, રિખવ ન્યાસ સ્વર અને વાદી સ્વર પણ છે. હેમંત
ઋતુમાં એટલે માગશર અને પોષ માસમાં હરવખત ગાવો તે દુસ્તર છે.
આ રાગ સુંદર રીતે ગાવાથી સૂંકું વૃક્ષ લીલું થાય એમ કહેવાય છે.
મહાદેવજીના પશ્ચિમ તરફ રહેલા મુખથી અથવા શેષનાગના મુખથી તે ઉત્પન્ન થયેલ
મનાય છે.
|
૭
|
स्त्री
|
આબાદી; ચડતી ઉન્નતિ.
|
૮
|
स्त्री
|
ઐશ્વર્ય; વૈભવ; જાહોજલાલી.
વધુ
-
શ્રી અને સરસ્વતીને બનતું નથી = વૈભવ હોય ત્યાં બુદ્ધિ નહિ અને બુદ્ધિ હોય ત્યાં વૈભવ નહિ.
|
૯
|
स्त्री
|
કમળ.
|
૧૦
|
स्त्री
|
કાંતિ; શોભા; ભભક; સૌંદર્ય; સુંદરતા.
|
૧૧
|
स्त्री
|
કીર્તિ; ખ્યાતિ; મહિમા; ગૌરવ; પ્રતિષ્ઠા.
|
૧૨
|
स्त्री
|
ચંદ્રની સોળ માંહેની એ નામની એક
કલા. અમૃતા, માનદા, પૂષા, તુષ્ટિ, પુષ્ટિ, રતિ, ધૃતિ, શશિની, ચંદ્રિકા, કાંતિ, જ્યોત્સના, શ્રી, પ્રીતિ, અંગદા, પૂર્ણા અને પૂર્ણામૃતા એ ચંદ્રની કલાના
નામ છે.
|
૧૩
|
स्त्री
|
( જૈન ) છપ્પન માંહેની એ નામની એક
દિક્કુમારિકા.
|
૧૪
|
स्त्री
|
( જૈન ) જંબુદ્વીપના હિમવત પર્વત ઉપર આવેલ પદ્મકુંડમાં વસતી એ નામની દેવી.
|
૧૫
|
स्त्री
|
ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થ.
|
૧૬
|
स्त्री
|
પરમેશ્વર.
|
૧૭
|
स्त्री
|
પાર્વતી.
|
૧૮
|
स्त्री
|
બીલીનું ઝાડ.
|
૧૯
|
स्त्री
|
બુદ્ધિ.
|
૨૦
|
स्त्री
|
માયા.
|
૨૧
|
स्त्री
|
રાજસત્તા.
|
૨૨
|
स्त्री
|
લક્ષ્મીદેવી;
વિષ્ણુ ભગવાનનાં પત્ની. તે ક્ષીરસાગરમાં ઉત્પન્ન
થયાં હતાં.
વધુ
-
શ્રી પદ્મા પદ્માલયા કમલા ચપલા જેહ, સિંધુસુતા મા ઈંદિરા વિષ્ણુવલ્લભા
તેહ. – પિંગળલઘુકોષ
|
૨૩
|
स्त्री
|
લવિંગ.
|
૨૪
|
स्त्री
|
લોબાન.
|
૨૫
|
स्त्री
|
વિભૂતિ.
|
૨૬
|
स्त्री
|
વૃદ્ધિ નામની ઔષધિ. તે
ઘરમાં રાખવાથી લક્ષ્મીની વૃદ્ધિ થતી હોવાનું મનાય છે.
|
૨૭
|
स्त्री
|
સાધન.
|
૨૮
|
स्त्री
|
સીતા; રામચંદ્રજીનાં
પત્ની.
વધુ -
સી કહેતે શ્રી ઊપજે,
તા કહેતે તમ નાશ; તુલસી સીતા જો કહે, રામ નામ લે પાસ. – તુલસીદાસ
|
૨૯
|
स्त्री
|
સ્ફૂર્તિ; ચંચળતા.
|
૩૦
|
स्त्री
|
( પુરાણ ) સ્વાંયભુવ
મન્વંતરમાંના ભૃગુ ઋષિની ખ્યાતિ નામની સ્ત્રીને પેટે જન્મેલી એક કન્યા. તેને ધાતા
અને વિધાતા નામે બે બેન હતી. શ્રીને જન્મકાળથી જ ભૃગુએ વિષ્ણુને આપી હતી.
|
૩૧
|
वि
|
અણિમા વગેરે આઠ પ્રકારની
સિદ્ધિઓથી સંપન્ન; આઠ મહાસિદ્ધિવાળું.
|
-----------------------------------------------------------------------------------------------------------------
॥ निर्वाण षटकम्॥
मनो बुद्ध्यहंकारचित्तानि
नाहम् न च श्रोत्र जिह्वे न च घ्राण नेत्रे
न च व्योम भूमिर्
न तेजॊ न वायु: चिदानन्द रूप: शिवोऽहम् शिवॊऽहम् ॥
न च प्राण संज्ञो
न वै पञ्चवायु: न वा सप्तधातुर् न वा पञ्चकोश:
न वाक्पाणिपादौ
न चोपस्थपायू चिदानन्द रूप: शिवोऽहम् शिवॊऽहम् ॥
न मे द्वेष
रागौ न मे लोभ मोहौ मदो नैव मे नैव मात्सर्य भाव:
न धर्मो न चार्थो
न कामो ना मोक्ष: चिदानन्द रूप: शिवोऽहम् शिवॊऽहम् ॥
न पुण्यं न
पापं न सौख्यं न दु:खम् न मन्त्रो न तीर्थं न वेदा: न यज्ञा:
अहं भोजनं नैव
भोज्यं न भोक्ता चिदानन्द रूप: शिवोऽहम् शिवॊऽहम् ॥
न मृत्युर्
न शंका न मे जातिभेद: पिता नैव मे नैव माता न जन्म
न बन्धुर् न
मित्रं गुरुर्नैव शिष्य: चिदानन्द रूप: शिवोऽहम् शिवॊऽहम् ॥
अहं निर्विकल्पॊ
निराकार रूपॊ विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणाम्
न चासंगतं नैव
मुक्तिर् न मेय: चिदानन्द रूप: शिवोऽहम् शिवॊऽहम् ॥
Meaning:
1) I am not mind, nor intellect, nor ego,
nor the reflections of inner self. I am not the five senses. I am beyond that.
I am not the ether, nor the earth, nor the fire, nor the wind (i.e. the five
elements). I am indeed, That eternal knowing and bliss, Shiva, love and pure
consciousness.
2) Neither can I be termed as energy
(Praana), nor five types of breath (Vaayu), nor the seven material essences
(dhaatu), nor the five coverings (panca-kosha). Neither am I the five
instruments of elimination, procreation, motion, grasping, or speaking. I am
indeed, That eternal knowing and bliss, Shiva, love and pure consciousness.
3) I have no hatred or dislike, nor
affiliation or liking, nor greed, nor delusion, nor pride or haughtiness, nor
feelings of envy or jealousy. I have no duty (dharma), nor any money, nor any
desire (refer: kama), nor even liberation (refer: moksha). I am indeed, That
eternal knowing and bliss, Shiva, love and pure consciousness.
4) I have neither virtue (punya), nor vice
(paapa). I do not commit sins or good deeds, nor have happiness or sorrow, pain
or pleasure. I do not need mantras, holy places, scriptures, rituals or
sacrifices (yajna). I am none of the triad of the observer or one who
experiences, the process of observing or experiencing, or any object being
observed or experienced. I am indeed, That eternal knowing and bliss, Shiva,
love and pure consciousness.
5) I do not have fear of death, as I do
not have death. I have no separation from my true self, no doubt about my
existence, nor have I discrimination on the basis of birth. I have no father or
mother, nor did I have a birth. I am not the relative, nor the friend, nor the
guru, nor the disciple. I am indeed, That eternal knowing and bliss, Shiva,
love and pure consciousness.
6) I am all pervasive. I am without any
attributes, and without any form. I have neither attachment to the world, nor
to liberation. I have no wishes for anything because I am everything,
everywhere, every time, always in equilibrium. I am indeed, That eternal
knowing and bliss, Shiva, love and pure consciousness.
વિંધ્યાચલ ગુરુના
વચનથી વિંધાઈ ગાયો છે.
કોઈ મૌન રાખે
અને તેના મૌનમાં મુસ્કહારટ હોય તો તે મૌન રાખનાર કંઈક પામી ગયેલ હોય.
પાંચ “મ” કાર
યાદ રાખો, અપનાવો.
૧ મૌન – મૌન
રાખો
૨ મુસ્કહારટ
– મૌન રાખો પણ તેની સાથે મુસ્કહારટ પણ રાખો.
૩ માનસ – રામ
ચરિત માનસનો ગુટકો સાથે રાખો.
૪ મારુતી –
જનુમાનજીનું સ્મરણ કરો.
૫ મોરારિ બાપુ
– મોરારિબાપુને યાદ કરો.
राग: पहाड़ी
प्रेम नगर मत
जाना मुसाफ़िर ।टेक।
प्रेमनगर का
पंथ कठिन है
ऊँचे शिखर ठिकाना
मुसाफ़िर । प्रेम•
प्रेमनगर की
नदियां गहरी
लाखों लोग डुबाना
मुसाफ़िर । प्रेम•
प्रेमनगर की
सुंदर परियां
सब जग देख लुभाना
मुसाफ़िर। प्रेम•
ब्रह्मानंद
कोई बिरला पहुंचे
पावे पद निर्वाणा
मुसाफ़िर । प्रेम•
વિવેકનું ફળ
વૈરાગ્ય છે જે હરિ રસથી ભરપુર હોય. વૈરાગનું ફળ હરિ રસ છે.
સાધક મૌન પાળે
અને પછી તે જ્યારે એક અવસ્થાએ પહોંચે, પાકી જાય ત્યારે તેનું મૌન બોલવા લાગે.
આપણા વ્યવહારું
જીવનમાં પણ શ્રી ૯ રુપે આવે છે.
- સીમંત સંસ્કાર
– આ સમયે શ્રી ગર્ભમાં આવે છે.
- બાલિકા – પુત્રી
બનીને અવતર્યા પછી શ્રી બાલિકાના રુપમાં આવે છે.
- કિશોરી – બાલિકા
થોડી મોટી થતાં તે કિશોરી રુપ ધારણ કરે છે. સીતા કિશોરી, રાધા કિશોરી
- તપસ્વી – બાલિકા
થોડી મોટી થતાં તે તપસ્વી રુપે આવે છે જે બ્રહ્નચારિણી રુપ છે, કુમારિકા રુપ છે.
- પાર્વતી – બાલિકા
તપસ્વી રુપમાંથી મોટી થતાં પરણવાની ઊંમરે પાર્વતી રુપ – અપરણીત રુપ ધારણ કરે છે.
- ભવાની – અપરણીય
પાર્વતી પરણતાં તે શ્રીમતી રુપ ધારણ કરે છે જે ભવાની રુપ છે.
- માતૃ રુપ –
પરણીત જીવન દરમ્યાન સંતાન થતાં તે માતૃ રુપે અંબા અંબિકા રુપમાં આવે છે.
- પ્રૌઢ – સંતાન
યોગ પુરો થતાં તે એક ક્ષમા મૂર્તિ રુપ ધારણ કરે છે જે તેના સંતાન અને પતિને ક્ષમા આપી
ક્ષમા મૂર્તિ રુપ બને છે.
- ભક્તિ રુપ
– ક્ષમા મૂર્તિ તેની ઉંમર વધતાં ભક્તિ રુપ ધારણ કરે છે.
સાધકે તેના
ભજનમાં ભંગ પડે તેવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ.
સાધુના ભજનમાં
ભંગ સાધક માટે તેમજ વિશ્વ માટે યોગ્ય નથી.
શરીર ધર્મ પ્રમાણે
ઊંમર વધતાં અવસ્થા સાધક માટે હોય છે પણ આવી અવસ્થા સ્વરુપ માટે નથી.
સાતમ એ મા નો
કાલરાત્રિ દિવસ છે અને મા નું આ રુપ નિર્વાણ રૂપ છે.
બુદ્ધિને ધનની
જરુર નથી પણ વિવેકની જરુર છે.
મનને શાંતિની
જરુર છે.
દિવસે સંસારી
રહો અને રાત્રે સંન્યાસી બનો.
જે કોઈનો દ્વૈષ
નથી કરતો અને બીજા પાસેથી કંઇ જ નથી ઈચ્છતો એ નિરંતર સંન્યાસી છે.૮
૮
ગુરુવાર, ૨૮/૦૯/૨૦૧૭
રામ ચરિત માનસ
એક મહાન ગ્રણ્થ છે.
જેમ सर्वधर्मान्परित्यज्य
मामेकं शरणं व्रज । કહેવાયું છે તેમ सर्वग्रंथान्परित्यज्य मानसेकं शरणं व्रज । પણ
કહેવાય.
રામ કથા મંગલા
રુપ છે, મંગલ ભવનની કથા છે.
मंगल करनि कलिमल
हरनि तुलसी कथा रघुनाथ की।
(तुलसीदासजी
कहते हैं कि श्री रघुनाथजी की कथा कल्याण करने वाली और कलियुग के पापों को हरने वाली
है।)
ॐ जयंती मंगला
काली भद्रकाली कपालिनी
दुर्गा क्षमा
शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते।
जयंती, मंगला,
काली, भद्रकाली, कपालिनी, दुर्गा, क्षमा, शिवा धात्री और स्वधा- इन नामों से प्रसिद्ध
जगदंबे। आपको मेरा नमस्कार है।
જો કાલરાત્રિ
ન આવી હોત તો લંકાનું નિર્વાણ ન થાત, લંકા મુક્ત ન થાત.
ભદ્રકાલી એ
કાલી જ છે.
શિવ શબ્દમાં
શ + ઇ + વ છે અને તેમાંથી ઇ નીકળી જાય તો શિવ શવ -શબ બની જાય. આમ શંકરમાં ઇ એ તું છે,
મા છે, એવું સૌંદર્ય લહરીમાં આદિ શંકર કહે છે.
સ્વાહા કરવું
એટલે સમર્પણ કરવું.
યા દેવી સર્વભુતેષુ
શક્તિ રૂપેણ સંસ્થિતા ! છે તેવી જ રીતે યા દેવી સર્વભુતેષુ માનસ રૂપેણ સંસ્થિતા !
નવરાત્રિ દરમ્યાન
સાતમા નોરતાની રાત્રિની શરુઆતથી આઠમા નોરતાના સવાર પહેલાંના થોડા સમય સુધીનો સમય ગાળો
તંત્ર વિદ્યા માટેનો ગણાય છે, આ સમય ગાળા દરમ્યાન તાંત્રિકો કાળા વસ્ત્ર ધારણ કરી તંત્ર
ઉપાસના કરે છે, આ ભયંકર રાત્રિ છે, કાલ રાત્રિ છે.
વિંધ્યવાસિની
સ્તોત્રના ૧૬ મા શ્લોકમાં મા ને પશુઓનું કાચું માંસ પસંદ છે તેવું કહેવાયું છે.
કબીરે માંસની
વ્યાખ્યા કરી છે. તેમજ કબીરનું પ્રમાણ ભજન પ્રમાણ છે, તેના ભજનના આધારે તે માંસ ની
વ્યાખ્યા કરે છે.
કબીર માંસની
વ્યાખ્યા કરતાં કહે છે કે માંસ એટલે માં નું સંસ્મરણ કરો, મા કહે છે કે માંસ ન ખા પણ
મને ખા – મા ને ખામ મા ને ભોગવ, એટલે કે મા ને અનુભવો. મા ની કાયમ સ્મૃતિ રાખવી, મા
નું કાયમ સંસ્મરણ કરવું એ મા ને ખાવા બરાબર છે, મા ને પીવા બરાબર છે, આવો અર્થ કબીર
કરે છે.
કાલ રાત્રિએ
તાંત્રિકો પૈકીના વામ માર્ગીઓ ૫ મ કારનું (માંસ, મદ્યપાન, મિન – માછલી, મૈથુન અને મુદ્રા)
સેવન કરે છે, કાળાં વસ્ત્ર ધારણ કરે છે. જ્યારે દક્ષિણ પંથી તાંત્રિકો સફેદ વસ્ત્ર
ધારણ કરે છે અને સફેદ ફૂલ, ઘી નો ઉપયોગ કરે છે અને ભોગ ધરાવવા માટે જાયફળ કે લીંબુનો
ઉપયોગ કરે છે.
આ બે સિવાય
માનસનો મધ્યમ માર્ગ છે જે PATHLESS PATH છે.
ઓશો કહે છે
કે, “હું શ્રોતાઓના કોઈ પ્રશ્રોનોના ઉત્તર નથી આપતો, પણ શ્રોતાઓને જાગૃત કરું છું,
પછી ભલે આવી જાગૃતિ મારી દ્રષ્ટિથી આવે, મારા અવાજત્જી આવે, મારી અદાથી આવે કે નામ
લેવાથી આવે.
ગુરુ એ છે જે
દેશ કાળ અનુસાર સુત્રોમાં સંશોધન કરે. ગુરુ જડ ન હોય, ગંગા જડ ન હોય.
રુચી ભિન્ન
વ્યક્તિઓ વચ્ચે , અલગ અલગ વિચાર ધારા ધરાવતા સમુહ સામે તેમને જાગૃલ કરવા, અમ્ધ શ્રદ્ધામાંથી
બહાર લાવવા, ખોટા વ્યસનોથી દૂર કરવા ભિન્ન ભિન્ન પ્રયોગો કરે તે ગુરુ.
આશ્રિતના પિંડમાં
બ્રહ્નાંડ ભરેલું છે તેને ઉઘાડી બ્રહ્નાંડ સાથે જોડી દે તે ગુરુ.
બુદ્ધ પુરુષ
આશ્રિતને તેની મુસ્કહારટથી, નયનથી, વાણીથી, સ્પર્શથી, ચિંતન કરવાથી જાગૃત કરે છે. કાચબો
માછલી વગેરે જેવી રીતે કાર્ય કરે છે તેવી રીતે ગુરુ આશ્રિતને જાગૃત કરે છે.
૨૪ કલાક જે
હરિ રટણમાં મગ્ન રહે તેવો મહાપુરુષ – બુદ્ધ પુરુષ તેના એકાંત દરમ્યાન જો તેના આશ્રિતનું
ચિંતન કરે, આશ્રિતને યાદ કરે તો તે આશ્રિતના હાથમાં – મુટ્ઠીમાં મુક્તિ આવી જાય છે.
વિશુદ્ધ એ છે
જે અંદર તેમજ બહારથી શુદ્ધ છે.
વિંધ્યવાસિની
સ્તોત્રના ૧૬ મા શ્લોકમાં કહે વાયું છે કે, “મા પશુના માંસની પ્રેમી છે અને તે વિંધ્યાચલ
ઉપર બિરાજે છે.”
એવી સંગત કરો
કે જેથી કિચડમાંથી કમલ બની જાય.
મુક્તિ ભૂમિ
ઉપર આધારીત નથી પણ ભૂમિકા ઉપર આધારીત છે. પણ એ છતાંય ભૂમિનું મહત્ત્વ તો છે જ.
રામ ભજનની ભૂમિકા
બનાવો.
મહાપુરુષને
સાગર મળે એટલે તે ખાડાને છોડી દે, ખાડાને ઓવેરટેક કરે.
રામ ભજન સોઇ
મુક્તિ ગુંસાઈ
ઉદ્યમ જ ભરવ
છે. – શિવ સૂત્ર
માથું નમાવવાનાં
ઠેકાણાં હોય છે, ગમે ત્યાં માથું ન નમાવાય.
નખ શીશ જાણ્યા
પછી જ યોગ્ય હોય તો જ ચરણ પકડો.
માનસ એ વૈશ્વિક
ગ્રંથ છે, આંતર રાષ્ટ્રીય ગ્રંથ છે.
ઈશ્વરની માફક
શાસ્ત્ર પણ અવતાર લે છે અને નવીન રુપે સમય – કાળને અનુકૂલ વિચાર, કલા, શાસ્ત્ર વચન
રજુ કરે છે.
તંત્ર સાધનામાં
મીન – માછલી ખાવામાં આવે છે.
મધ્યમ માર્ગમામ
મીનનો અર્થ
નીંદ
હી આપ
મા ની સંલગ્નતા
એ
પ્રેમની પ્યાલી
એ મદ્યપાન છે.
નામ ખુમારી
નાનકા ચઢી રહે
મંથન કરો મૈથુનની
ચર્ચા ન કરો.
પ્રેમ અમીય
મંથન
રામ વૃત્તિનું
મંથન કરો.
મુદ્રા
અવસરનો મહિમા
છે.
માનસમાં અનેક
પ્રસંગ – અવસર મહિમાવંત છે.
तेहि अवसर सीता
तहँ आई।
गिरिजा पूजन जननि पठाई॥1॥
तेहिं अवसर
सुनि सिवधनु भंगा।
आयउ भृगुकुल कमल पतंगा॥1॥
શબ્દ બ્રહ્નને
રાવણ પણ જાણતો હતો.
અવસર નહીં આવે
ફરી વલ્લભગુણ ગાવાનો ….
સાંભળો અને
તેમાંથી કંઈક ગ્રહણ કરો, ફક્ત સાંભળવા ખાતર ન સાંભળો. (શ્રવણ)
મુદ્રા એવી
રાખો કે જેનાથી મોહિત ન થવાય.
ભગવાન રામ કહે
છે કે,” હું બધું જ જાણું છું, મને બધું યાદ રહે છે. પણ હું મારામાં રહેલ વિશિષ્ટ સદ્ગુણો,
મારા દુશ્મનોએ કરેલ અહિત કાર્યો, મારા આશ્રિતના અપરાધ અને મેં આપેલ દાનને યાદ નથી રાખતો.
આ ચાર વસ્તુઓને ભૂલી જાઉં છું.”
પરમાત્મા બધું
જ યાદ રાખે છે જ્યારે જીવ પોતાના સ્વાર્થનું જ યાદ રાખે છે, બાકીનું ભૂલી જાય છે. જીવની
સ્વાર્થ વૃત્તિ હોય છે.
માનસમાં ૮ શક્તિ
છે, જે પૈકીની ચાર સૌમ્ય – શાંત શક્તિ છે અને ચાર ઉગ્ર શક્તિ છે.
સૌમ્ય શક્તિ
૧
અનાદિ શક્તિ
(પાર્વતિ)
अजा अनादि शक्ति
अविनाशी |
सदा शम्भू अर्धांग निवासिनी ||
૨
આદિ શક્તિ
बाम भाग सोभति
अनुकूला। आदिसक्ति छबिनिधि जगमूला॥
आदिसक्ति जेहिं
जग उपजाया। सोउ अवतरिहि मोरि यह माया॥
૩
પરમ શક્તિ
नारद बचन सत्य
सब करिहउँ। परम सक्ति समेत अवतरिहउँ॥
૪
અમોઘ શક્તિ
ब्यापक ब्याप्प अखंड अनंता। अखिल अमोघसक्ति भगवंता।।
अकल अगुन अज अनघ अनामय। अजित अमोघसक्ति करुनामय॥
ઊગ્ર શક્તિ
૫
પ્રચંડ શક્તિ
सो ब्रह्म दत्त प्रचंड सक्ति अनंत उर लागी सही।
पुनि दसकंठ
क्रुद्ध होइ छाँड़ी सक्ति प्रचंड। चली बिभीषन सन्मुख मनहुँ काल कर दंड॥
दान परसु बुधि सक्ति प्रचंडा। बर बिग्यान कठिन कोदंडा॥
૬
કરાલા શક્તિ
सुनत बचन उठि बैठ कृपाला। गई गगन सो सकति कराला॥
૭
તીવ્ર શક્તિ
छाड़िसि तीब्र सक्ति खिसिआई। बान संग प्रभु फेरि चलाई॥
૮
અતિ ઘોર શક્તિ
आवत देखि सक्ति
अति घोरा। प्रनतारति भंजन पन मोरा॥
આ સિવાય માનસમાં
એક શક્તિ છે જે પ્રત્યક્ષ અપ્રત્યક્ષ છે જે આલ્હાદિની શક્તિ કિશોરીજી છે.
મુદ્રા શક્તિ
એ અલગ અલગ મુદ્રાઓ છે.
લક્ષ્મણ એટલે
વૈરાગ્ય, જાગૃતિ.
દ્યુતરાષ્ટ્રને
૧૦૨ સંતાન હતાં, ૧૦૦ પુત્ર, ૧ પુત્રી દુશાલા અને એક વૈશ્યથી પેદા થયેલ સંતાન.
મા એ તો મમતાની
મૂર્તિ છે તેને આપણી મમતા ધરાવો.
૯
શનિવાર, ૨૯/૦૯/૨૦૧૭
કૌશાલ્યા મા
એ મા ભુવનેશ્વરી મા છે.
બધાં જ માતૃ
શરીર મા ના જ રુપ છે.
હરિ અનંત હરિ
કથા અનંતા
માનસ શાંતિકારી,
ક્રાંતિકારી અને ભ્રાંતિહારી ગ્રંથ છે.
શરણાગતિમાં
આશ્રિત અને શ્રધેય બંને સમર્પિત થાય છે.
પ્રતિક્ષામાં
જે આનંદ છે તે પ્રાપ્તિમાં ક્યાં છે?
તેથી જ ભક્ત
હંમેશાં પ્રતિક્ષા જ કરે છે, પ્રાપ્તિની અપેક્ષા નથી કરતો.
રુદ્રાષ્ટક
કરુણામાંથી પ્રગટેલ સ્તોત્ર છે.
અત્રિ સ્તુતિ
પ્રેમમાંથી પ્રગટેલ સ્તુતિ છે.
મહાદેવે રામ
રાજ્ય વખતે કરેલ સ્તુતિ એ સત્યમાંથી પ્રગટેલ સ્તુતિ છે.
માનસમાં ૨૭
સ્તુતિ છે.
બ્રહ્નાંડમાં
૨૭ નક્ષત્ર છે.
નક્ષત્રનો શબ્દાર્થ
આકાશમાં છિદ્ર થાય છે.
મા ના ગરબામાં
૯*૩=૨૭ છિદ્ર છે જે ૨૭ નક્ષત્ર છે.
માનસ એ બ્રહ્નાંડીય
ગરબો છે જેમાં આવતી ૨૭ સ્તુતિ એ ૨૭ નક્ષત્ર છે.
આ બ્રહ્નાંડીય
ગરબામાં જ્યોતિ સ્વરુપા પરા અંબા બિરાજે છે.
ગગન કેરો ગરબો
….
શુભને પ્રાપ્ત
કરવા અશુભનો – કુસંગનો બલિ ચઢાવવો જ પડે.
मंगल करनि कलि
मल हरनि
एहिं कलिकाल
न साधन दूजा।
जोग जग्य जप
तप ब्रत पूजा।।
रामहि सुमिरिअ
गाइअ रामहि।
संतत सुनिअ
राम गुन ग्रामहि।।
पाई न केहिं
गति पतित पावन राम भजि सुनु सठ मना।
गनिका अजामिल
ब्याध गीध गजादि खल तारे घना।।
जाकी कृपा लवलेस
ते मतिमंद तुलसीदासहूँ।
पायो परम बिश्रामु
राम समान प्रभु नाहीं कहूँ।।3।।
मो सम दीन न
दीन हित तुम्ह समान रघुबीर।
अस बिचारि रघुबंस
मनि हरहु बिषम भव भीर।।130(क)।।
कामिहि नारि
पिआरि जिमि लोभहि प्रिय जिमि दाम।
तिमि रघुनाथ
निरंतर प्रिय लागहु मोहि राम।।130(ख)।।
यत्पूर्वं प्रभुणा
कृतं सुकविना श्रीशम्भुना दुर्गमं
श्रॆमद्रामपदाब्जभक्तिमनिशम
प्राप्त्यै तू रामायणं।
मत्वा तद्रघुनाथनामनिरतम
स्वान्तस्तम:शान्तये
भाषाबद्ध्मिदम
चकार तुलसीदासस्तथा मानसं।।1।।
पुण्यं पापहरं
सदा शिवकरं विज्ञानाभाक्तिप्रदम
मायामोहमलापहं
सुविमलं प्रेमाम्बुपूरं शुभम।
श्रॆमद्रामचरितमानसमिदम
भक्त्यावगाहन्ति ये
ते सन्सारपतनगघोरकिरनैर्दह्यन्ति
नो मानवाः।।2।।
પોતાના ગુરુ
ઉપરનો ભરોંસો અને વિશ્વનાથની કૃપા થાય તો જ ભજન થાય.
GST એટલે गुरु,
साधु संत, त्रिभुवन गुरु. જ્યાં G એટલે ગુરુ
છે, S એટલે સાધુસંત અને T એટલે ત્રિભુવન ગુરુ શંકર છે.